કાર ઈન્શ્યોરન્સમાં નો ક્લેઇમ બોનસ
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
ભારતમાં ફોર વ્હીલર્સની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ તમે નવી કાર ખરીદો તે પહેલા એ જાણવું જરૂરી છે કે ભારતમાં મોટર વાહન ઈન્શ્યોરન્સ ફરજિયાત છે અને કાર ખરીદતી વખતે તે લેવો આવશ્યક છે. મોટા ભાગની ઈન્શ્યોરન્સ કંપનીઓ નો ક્લેઇમ બોનસ ની સુવિધા સાથે કાર ઈન્શ્યોરન્સ આપે છે.
મોટા ભાગના લોકો નો ક્લેઇમ બોનસ અંગે તદ્દન અજાણ છે તેથી અમે તે અંગે તમને માહિતગાર કરશું.
NCBનો અર્થ થાય છે નો ક્લેઇમ બોનસ. આખા વર્ષ દરમિયાન કોઈ પણ ક્લેઇમ ન કરવા બદલ ઈન્શ્યોરન્સ કંપની દ્વારા કાર ઈન્શ્યોરન્સ હોલ્ડરને આપવામાં આવતો રિવૉર્ડ એટલે નો ક્લેઇમ બોનસ . કોઈ પણ ક્લેઇમ ન કરવાથી બીજા વર્ષના પ્રીમિયમમાં અમુક ચોક્કસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
મોંઘવારીના સમયમાં જ્યારે દરેક વસ્તુઓની કિંમત વધી રહી છે ત્યારે આમે તમારી ઈચ્છા પુરી કરશું અને તમને ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ઘટાડી આપશું. તમને જરુર પ્રશ્ન થશે, આવું કેવી રીતે?
આ એક પ્રકારની રિવૉર્ડ સિસ્ટમ છે. કોઈ પણ ક્લેઇમ ન કરવા બદલ પ્રથમ વર્ષે તમને કાર ઈન્શ્યોરન્સના પ્રીમિયમમાં 20%નું ડિસ્કાઉન્ટ મળે છે. જો તમે સતત કોઈ ક્લેઇમ ન કરો તો આ ડિસ્કાઉન્ટમાં દર વર્ષે વધારાના 5%નો ઉમેરો થતો જાય છે. ક્રમશઃ છ વર્ષ સુધી ક્લેઇમ ન કરવાથી આ ડિસ્કાઉન્ટ 50% જેટલું થઈ જાય છે!
ટૂંકમાં કહીએ તો તમે જેટલું સારું ડ્રાઇવિંગ કરો અને કારની સંભાળ રાખો એટલો લાંબા ગાળે તમને ફાયદો થશે.
ના! જો તમારી કારનો કોઈ સામાન્ય અકસ્માત થયો હોય અને કદાચ માત્ર ટાયર બદલવા જેવી જરૂરિયાત હોય તો તે તમે તમારા ખર્ચે કરાવો (જો યોગ્ય લાગે તો જ) અને કાર ઈન્શ્યોરન્સ રિન્યુઅલ કરતી વખતે નો ક્લેઇમ બોનસ નો લાભ મેળવો.
કાર ઈન્શ્યોરન્સ પોલિસીમાં નો ક્લેઇમ બોનસ વિષે જાણ્યા પછી એક મહત્વનો પ્રશ્ન એ છે કે નો ક્લેઇમ બોનસ ની ગણતરી કેવી રીતે થાય છે?
નો ક્લેઇમ બોનસ ની ગણતરી કરવી સાવ સરળ છે. અરે, ઘણી ઈન્શ્યોરન્સ કંપનીઝ તો તેમની વેબસાઇટ પર પણ આ પ્રકારની સુવિધા આપે છે જેથી તેમાં તમારી પોલિસીની રકમ ઉમેરીને નો ક્લેઇમ બોનસ કેલ્ક્યુલેટ કરી શકાય. પોલિસીના બીજા વર્ષથી આ સુવિધાનો લાભ મળવાની શરૂઆત થાય છે.
ક્લેઇમ વગરના વર્ષ |
નો ક્લેઇમ બોનસ |
1 વર્ષ પછી |
20% |
2 વર્ષ પછી |
25% |
3 વર્ષ પછી |
35% |
4 વર્ષ પછી |
45% |
5 વર્ષ પછી |
50% |
1. તમને પોસિટિવ રિવોર્ડ્સ આપે છે: નો ક્લેઇમ બોનસ એ બીજું કશું નહિ પણ એક સારા અને જવાબદાર ડ્રાઈવર, કાર માલિક બનવા બદલ તમને આપવામાં આવતો રિવૉર્ડ છે.
2. તમારી કાર સાથે નહિ, પણ તમારી સાથે સંકળાયેલ છે: નો ક્લેઇમ બોનસ નો સીધો સંબંધ વ્યક્તિગત રીતે તમારી સાથે છે, નહિ કે તમારી કાર સાથે. તમારી પાસે ભલે કોઈ પણ કાર હોય, જ્યાં સુધી તમે કોઈ ક્લેઇમ વગર તમારો કાર ઈન્શ્યોરન્સ રિન્યૂ કરાવો છો ત્યાં સુધી તમને નો ક્લેઇમ બોનસ નો લાભ મળતો રહે છે.
3. કાર ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં બચત: આ ફાયદો કોને ન ગમે? ડિસ્કાઉન્ટ!! કોઈ પણ ક્લેઇમ ન કરવા બદલ બીજા વર્ષથી જ તમને તે પછીના પ્રીમિયમમાં 20% જેટલું ડિસ્કાઉન્ટ મળે છે.
4. સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે: જો તમે તમારી ઈન્શ્યોરન્સ કંપની અથવા કાર બદલવા માંગો તો એનસીબી ની ફેરબદલી કરવી ખૂબ જ આસાન છે. તમારી હાલની પોલિસી એક્સપાયર થાય તે પહેલા આ પ્રક્રિયા ખૂબ સરળતાથી કરી શકાય છે.
અલબત્ત, નો ક્લેઇમ બોનસ એ ખૂબ જ ફાયદાકારક છે. જ્યાં સુધી તમે કોઈ પણ ક્લેઇમ નથી કરતાં ત્યાં સુધી તમે તેનો લાભ લઈ શકો છો. પણ જે વર્ષે તમે કોઈ ક્લેઇમ કર્યો હોય તેના પછીના વર્ષે એનસીબી મળવાપાત્ર રહેતું નથી. ધ્યાનમાં રહે, જો તમે તમારી ચાલુ પોલિસી તેના એક્સપાયરી થાય તે પહેલા 90 દિવસની અંદર રિન્યૂ કરાવતા નથી તો એનસીબી આપોઆપ સમાપ્ત થઈ જાય છે અને તમને તેનો કોઈ લાભ મળતો નથી. તેથી સમયસર પોલિસી રિન્યૂ કરાવવી જરૂરી છે.
એનસીબી વિષે બીજો મહત્વનો પ્રશ્ન એ થાય કે તેનું સર્ટિફિકેટ કેવી રીતે મેળવી શકાય? ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે જ પોલિસી હોલ્ડરને એનસીબી સર્ટિફિકેટ આપી દેવાય છે. હવે તે સંપૂર્ણપણે પોલિસી હોલ્ડર પર આધારિત છે કે તે આખા વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરે છે કે નહિ. જો તે ક્લેઇમ કરશે તો એનસીબીનો લાભ મળવાપાત્ર નથી, જો તે કોઈ ક્લેઇમ ન કરે તો એનસીબીનો લાભ મેળવી શકે છે.
શું તમે કોઈ ક્લેઇમ કર્યા વગર જ થોડા સમયમાં તમારી જૂની કાર વેચીને નવી કાર લેવાનું વિચારો છો?
જો તમે કોઈ કાર ડીલર અથવા થર્ડ પાર્ટી પાસેથી કાર લેવાનું નક્કી કરો છો અને તે કાર એનસીબી માટે લાયક હોય તો તમે નો ક્લેઇમ બોનસ ની ફેરબદલી એટલેકે ટ્રાન્સફર કરી શકો છો. આવા કિસ્સામાં તમારે માત્ર તમારી ઈન્શ્યોરન્સ કંપનીને તમારી જૂની કાર વેચાણની જાણ કરીને તેમને નવી કારમાં નો ક્લેઇમ બોનસ ટ્રાન્સફર કરવા વિનંતી કરવાની રહેશે.
જો તમે ડિજીટ પાસેથી નવો કાર ઈન્શ્યોરન્સ લેવાનું વિચારો છો તો તમારે માત્ર તમારી વર્તમાન પોલિસી, તેનું એનસીબી અને ઈન્શ્યોરન્સ કંપની(જો તમે અમારી પાસેથી પહેલી વાર ખરીદી રહ્યા છો તો)ની માહિતી આપવાની રહેશે. અને બસ, બાકીની બધી જ જરૂરિયાત અમે પૂરી કરશું.
તમે નવો કાર ઈન્શ્યોરન્સ ઓનલાઈન ખરીદો કે એજન્ટ દ્વારા કે ઓફલાઇન તેના પર આ આધાર રાખે છે. જો તમે કોઈ એજન્ટ અથવા ઓફલાઇન પોલિસી ખરીદી રહ્યા છો તો તમારે ફોર્મ 29 અને 30માં લેખિત વિનંતી કરીને બાયર-સેલર એગ્રીમેન્ટ અને વર્તમાન ઈન્શ્યોરન્સ કંપનીના ફેરબદલીના લેખિત દસ્તાવેજ દ્વારા નો ક્લેઇમ બોનસ ટ્રાન્સફર કરવા વિનંતી કરવાની રહે છે.
ત્યાર પછી તમારું એનસીબી સર્ટિફિકેટ બનશે જે તમારે નવી કાર ઈન્શ્યોરન્સ કંપનીને સબમિટ કરવાનું રહે છે. જોકે, જો તમે ઓનલાઈન કાર ઈન્શ્યોરન્સ ખરીદી રહ્યા છો તો તમારે આમાંનું કશું જ કરવાની જરુર નથી. માત્ર તમારી વર્તમાન પોલિસી, તેનું એનસીબી અને ઈન્શ્યોરન્સ કંપનીની વિગતો દાખલ કરીને તમારા એનસીબી વિષે માહિતી આપવી પડે છે. અન્ય તમામ પ્રક્રિયા નવી ઈન્શ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવે છે.
તમારી એપ્લિકેશન સાથે નીચેના દસ્તાવેજો રજૂ કરવા જરૂરી છે.
ઉપરોક્ત દસ્તાવેજો સબમિટ કરવાથી નો ક્લેઇમ બોનસ ટ્રાન્સફર થઈ જાય છે. વર્તમાન એનસીબી સર્ટિફિકેટના આધારે પોલિસી હોલ્ડરને તે પછીના પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મળે છે.