કાર વીમો ઓનલાઇન
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
કાર ઈન્સ્યોરન્સ, જેને ઓટો અથવા મોટર ઈન્સ્યોરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પ્રકારની વાહનનું ઈન્સ્યોરન્સ છે જે તમને અને તમારી કારને અકસ્માત, ચોરી કે કુદરતી આફતથી થતાં કોઈપણ ખતરા અથવા નુકશાન સામે રક્ષણ આપે છે. તેથી, આવા અણધાર્યા સંજોગોમાં થતાં કોઈપણ નુકસાન સામે તમે આર્થિક સુરક્ષા મેળવશો. આ ઉપરાંત, તમને થર્ડ પાર્ટી લાયાબીલીટીઝ સામે પણ સુરક્ષા આપવામાં આવશે.
જો તમે સૌથી મૂળભૂત થર્ડ પાર્ટી કાર ઈન્સ્યોરન્સ નિયમનું કાયદેસર રીતે પાલન કરવા ઈચ્છો છો, અથવા તમારી કારનું કોમ્પ્રિહેંસિવ કાર ઈન્સ્યોરન્સ કરાવવા ઈચ્છો છો, અથવા ઓવ્ન ડેમેજ પોલિસી લેવા ઈચ્છો છો, તો ગોડિજિટ (Godigit) તમને થર્ડ પાર્ટી, કોમ્પ્રિહેંસિવ અને ઓવ્ન ડેમેજ કાર ઈન્સ્યોરન્સ પરવડે તેવા પ્રીમિયમ પર ઓનલાઈન આપે છે.
તેમાં સર્વ શ્રેષ્ઠ શું છે? તમે આઇડીવી તમારી જાતે કસ્ટમાઈઝ કરી શકો છો તે પણ ૭ ફાયદાકારક એડ ઓન્સથી જે તમારી કાર માટે યોગ્ય હોય. તો, તમે ગોડિજિટ (Godigit) દ્વારા કાર ઈન્સ્યોરન્સ ખરીદવા/રિન્યૂ કરવા ઇચ્છતા હોવ કે પછી ક્લેઇમ કરવા ઇચ્છતા હોવ- આ બધુ જ અમારી સરળ અને ઝડપી સ્માર્ટ ફોનથી ચાલતી પ્રક્રિયા દ્વારા ઓનલાઈન થઈ શકે છે.
કાર ઇન્સ્યોરન્સ એડ-ઓન કે જે તમે તમારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસી વડે ખરીદી શકો છો
તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર થતું નથી તે જાણવું પણ તેટલું જ અગત્યનું છે, જેથી તમે જ્યારે ક્લેઇમ કરો ત્યારે કોઈ અચરજ ન રહે. અહી આવી કેટલીક પરિસ્થિતિઓ આપેલી છે:
અમે અમારા ગ્રાહકો સાથે વીઆઇપી જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...
મુખ્ય વિશેષતાઓ |
ડિજીટના ફાયદા |
પ્રીમિયમ |
₹2094 થી શરૂ |
નો ક્લેઈમ બોનસ |
50% સુધી ડિસ્કાઉન્ટ |
કસ્ટમાઇઝ એડ-ઓન |
10 એડ-ઓન્સ ઉપલબ્ધ છે |
કેશલેસ રિપેર |
ડોરસ્ટેપ પિકઅપ અને ડ્રોપ સાથે 6000+ ગેરેજ પર ઉપલબ્ધ |
દાવાની પ્રક્રિયા |
સ્માર્ટફોન-સક્ષમ દાવાની પ્રક્રિયા. 7 મિનિટમાં ઓનલાઈન થઈ શકે છે! |
પોતાના નુકશાન માટે કવર |
ઉપલબ્ધ |
તૃતીય -પક્ષનું નુકશાન |
વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહન નુકસાન માટે 7.5 લાખ સુધી |
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
આગ લાગવાના કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
થર્ડ-પાર્ટીના વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ-પાર્ટીની સંપત્તિને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ એક્સીડેન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને થયેલ ઇજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
તમારી કારની ચોરી |
×
|
✔
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
×
|
✔
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
થર્ડ-પાર્ટી કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર તમારી કારના એન્જિન સીસી(cc) પર આધાર રાખે છે અને સંબંધિત પ્રીમિયમ રેટ પણ IRDAI, દ્વારા પૂર્વનિર્ધારિત છે, જે નીચે મુજબ છે:
એન્જિન કેપેસીટી સાથે પ્રાઈવેટ કાર |
2019-20 માટેનું પ્રીમિયમ INR માં |
પ્રીમિયમ રેટ (1લી જૂન 2022થી લાગુ) |
1000cc કરતાં વધુ નહીં |
₹2072 |
₹2094 |
1000cc થી વધુ પરંતુ 1500cc થી વધુ નહી |
₹3221 |
₹3416 |
1500cc કરતાં વધુ |
₹7890 |
₹7897 |
તમે અમારો કાર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો ત્યાર બાદ, તમે ચિંતામુક્ત થઈ જાવ કારણકે અમારી પાસે ૩ સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેઇમ પ્રોસેસ છે!
1800-258-5956 પર ફક્ત કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી
તમારા રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર સેલ્ફ-ઇન્સ્પેક્શન કરવા માટે લિન્ક મેળવો. તમારા વાહનને થયેલી ક્ષતિને તમારા સ્માર્ટ ફોનમાં આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્વારા શુટ કરો.
તમારી ઈચ્છા મુજબ રીપેરની રીત પસંદ કરો એટલે કે નેટવર્ક ગેરેજ દ્વારા રીમ્બર્સમેંટ અથવા કેશલેસ.
જ્યારે અમે કહ્યું કે અમે ઈન્સ્યોરન્સને સરળ બનાવીએ છીએ, ત્યારે ખરેખર અમે તે માનીએ છીએ! જ્યારે કાર ઈન્સ્યોરન્સની વાત છે, તો અમે સમજીએ છીએ કે તમે કાર મેળવવા માટે પહેલા જ ઘણા પૈસા ખર્ચી ચૂક્યા છો, તેથી અમે પ્રયત્ન કરીએ છીએ અને કાર ઈન્સ્યોરન્સ ક્લેમ્સને તમારા માટે બને તેટલા સરળ અને આર્થિક રીતે પોસાય તેવા બનાવીએ.
તમારા મગજમાં આવતો આ પ્રથમ પ્રશ્ન છે જ્યારે તમે ઈન્સ્યોરન્સ કંપની બદલો છો. સરસ કે તમે તે કરી રહ્યા છો!
ડિજિટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો
કેસ 1: જો તમે નવી લક્ઝરી કાર ખરીદી છે - લક્ઝરી કાર ખરીદવી એ મોટાભાગના માલિકો માટે એક વખતની ડીલ છે, આમ, તમારે થર્ડ પાર્ટી લાયબિલીટી અને પોતાના નુકસાન બંનેને કવર કરવા માટે કોમ્પ્રીહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ સાથે તેનું રક્ષણ કરવું આવશ્યક છે. લક્ઝુરિયસ કાર માટે યોગ્ય એડ-ઓન્સ પણ જરૂરી છે.
તમે તેના ખર્ચાળ ભાગોના રિપેરિંગ/રિપ્લેસિંગના સંપૂર્ણ મૂલ્યને ક્લેમ કરવા માટે ઝીરો ડેપ્રિસિયેશન કવર મેળવી શકો છો. લક્ઝરી કાર માટે રિટર્ન ટુ ઇનવોઇસ કવર ઉપયોગી થશે કારણ કે તે સુનિશ્ચિત કરે છે કે ચોરી અથવા સંપૂર્ણ નુકશાનના કિસ્સામાં તમને તમારી કારની ઓરિજીનલ ઇનવોઇસનું મૂલ્ય પ્રાપ્ત થાય છે.
લક્ઝરી કાર માટે એન્જિન પ્રોટેક્શન કવર આવશ્યક છે કારણ કે તે કારનો ખર્ચાળ કોમ્પોનન્ટ છે, અને આ કવર તમને તમામ એન્જિન અને ગિયરબોક્સ રિપેરિંગ સામે રક્ષણ આપશે. ઉપરાંત, લુબ્રિકન્ટ્સ, ઓઇલ, નટ્સ, બોલ્ટ્સ, સ્ક્રૂ, વોશર, ગ્રીસ વગેરેના રિપ્લેસમેન્ટ ખર્ચને આવરી લેવા માટે કન્ઝ્યુમેબલ કવર મેળવવું વધુ સારું છે.
કેસ 2: જો તમારી પાસે 7 વર્ષ જૂની કાર છે જે તમે દરરોજ ચલાવો છો - જો તમારી પાસે 7 વર્ષ જૂની કાર હોય તો મોટાભાગના કાર માલિકો કાર ઇન્સ્યોરન્સના મહત્વને અવગણવાનું વલણ ધરાવે છે; જો કે, કાનૂની દ્રષ્ટિકોણથી ઓછામાં ઓછો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે. તમારી કાર પહેલેથી જ 7 વર્ષ જૂની હોવાથી, અકસ્માતો, ચોરી, આગ, કુદરતી આફતો વગેરેના કિસ્સામાં તમારી કારના રિપેરિંગ અથવા રિપ્લેસમેન્ટ માટે કવરેજ મેળવવા માટે ઓન-ડેમેજ કવર ઇન્સ્યોરન્સ લેવાની સલાહ આપવામાં આવે છે.
ઉપરાંત, રોડસાઇડ આસિસ્ટન્સ એડ-ઓન જેવા એડ-ઓન સાથે કોમ્પ્રીહેન્સિવ કવર મેળવવાથી જો તમારી કાર બગડે છે, ટાયર સપાટ હોય અથવા ટોઇંગની જરૂર હોય તો લાંબી મુસાફરીમાં તમને સુરક્ષિત રાખશે.
કેસ 3: જો તમે તમારા દાદાની કાર સાચવી રાખી હોય જે ભાગ્યે જ રસ્તાઓ પર ચલાવતા હોવ - લોકો અમુક વસ્તુઓ ફક્ત ભાવનાત્મક મૂલ્ય માટે જ રાખે છે, જેમ કે તમારા પરિવારમાં પેઢીઓ દ્વારા જાળવી રાખેલી કાર જેવી કે, જે ભાગ્યે જ ચલાવવામાં આવે છે પરંતુ તેમ છતાં કાનૂની જરૂરિયાતો અનુસાર ઓછામાં ઓછી થર્ડ પાર્ટી કવરેજ પોલિસી દ્વારા ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. તમે તે કારને આસપાસ ચલાવતા ન હોવાથી, તમે અન્ય એડ-ઓન ખરીદવાનું છોડી શકો છો.
તમારી કાર માટે યોગ્ય કાર ઈન્સ્યોરન્સ પસંદ કરવા શું ધ્યાનમાં રાખવું જોઈએ તે અહીં આપેલ છે:
આઇડીવી એટલે જો તમારી કાર ચોરાઈ ગઈ હોય અથવા સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય ત્યારે તમારા ઈન્સ્યોરન્સ આપનારા તમને જે મહત્તમ રકમ આપી શકે છે તે છે.
ઇંસ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ અને તમારા કાર ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ એકબીજા પર આધારિત હોય છે. તેનો અર્થ એ થયો કે જેમ આઇડીવી વધારે તેમ, તમારા કાર ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ વધારે- અને જેમ જેમ તમારું વાહન જૂનું થતું જાય અને તેની કિંમત ઘટે, તેમ તમારું પ્રીમિયમ પણ ઘટે છે.
ઉપરાંત, જ્યારે તમે કાર વેચવાનું નક્કી કરો છો, ત્યારે આઇડીવી વધારે તેનો અર્થ કે તમને તેની વધુ કિંમત મળશે. આ કિંમત પર કેટલાક પરિબળો અસર કરે છે જેવા કે વપરાશ, જૂની કારના ઈન્સ્યોરન્સનો ક્લેઇમ અનુભવ વગેરે.
આમ, જ્યારે તમે તમારી કાર માટે ઈન્સ્યોરન્સની યોગ્ય પોલિસી પસંદ કરી રહ્યા હોય, તો યાદ રાખો કે ફક્ત જ પ્રીમિયમ જ નહીં પણ ઓફર કરવામાં આવેલી આઇડીવીને નોંધો.
કોઈ કંપની ઓછું પ્રીમિયમ ઓફર કરે તો એ લોભામણું લાગશે, પરંતુ આની પાછળનું કારણ ઓફર પરનું આઇડીવી ઓછું હોય શકે. તમારી કારના સંપૂર્ણ નુકશાનના કિસ્સામાં, વધારે આઇડીવી વધુ વળતર આપવી શકે.
રિસ્કેલ કરવા સમયે, તમારું આઇડીવી તમારી કારની બજાર કિંમત સૂચવે છે. જો કે, જો તમે તમારી કાર સારી રીતે જાળવી હોય અને તે નવી જેવી જ ચમકતી હોય, તો તમે ઓફર કરવામાં આવેલી આઇડીવી કિંમત કરતા હંમેશા વધુ લક્ષ્યાંકિત કરી શકો.
અંતે, તમે તમારી કારની કેટલી કાળજી લીધી છે તેના પર આધાર છે.
કાર ઈન્સ્યોરન્સમાં ઇંસ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ વિશે વધુ જાણો.
એનસીબી (નો ક્લેઇમ બોનસ) વ્યાખ્યા: એનસીબી એ પોલિસી ધરાવનારને ક્લેઇમ ફ્રી પોલિસી ટર્મ બદલ પ્રીમિયમ પર અપાતી છૂટ છે.
નો ક્લેઇમ બોનસમાં ૨૦-૫૦% સુધીની છૂટ આપે છે અને તે તમને પોલિસીનો સમયગાળો પૂરો થાય ત્યારે તમારી કાર પોલિસી હેઠળ અકસ્માતનો ક્લેઇમ ન કરવાનો રેકોર્ડ જાળવવા બદલ મળે છે.
આનો અર્થ એ કે તમને નો ક્લેઇમ બોનસ પ્રથમ કોમ્પ્રિહેંસિવ કાર ઈન્સ્યોરન્સ પોલિસી પર મળી શકે નહીં- તમને તે પોલિસી રિન્યૂ થાય ત્યારે જ મળી શકે. તમારું નો ક્લેઇમ બોનસ ક્લેઇમ ફ્રી વર્ષના અંતે તમારી પોલિસી રિન્યૂ થાય ત્યારે વધે છે.
ઉદાહરણ તરીકે, તમે તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસીમાં નો ક્લેઇમ હેઠળ પ્રથમ વર્ષના અંતે ૨૦% એનસીબી મેળવો છો. આ ટકાવારી દરેક ક્લેઇમ ફ્રી વર્ષના અંતે વધતી જશે અને ૫ વર્ષ પછી ૫૦% થશે- અને શૂન્ય પર રીસેટ થશે જો તમે ક્લેઇમ કરો છો.
પાંચમા વર્ષે ૫૦% થઈને, તમારી એનસીબી વધતી અટકી જશે અને તેટલી જ રહેશે. આને નો ક્લેઇમ બોનસ સનસેટ ક્લોઝ કહે છે.
નો ક્લેઇમ બોનસ કારને ધ્યાનમાં લીધા વિના કાર ઈન્સ્યોરન્સ પોલિસીના ધારક માટે બનાવાયો છે. તેનો અર્થ એ કે, તમે કાર બદલો તો પણ, તમારું એનસીબી યથાવત રહે છે.
જો તમે નવી કાર લેવાનું નક્કી કરો છો તો, તમને નવી કાર ઈન્સ્યોરન્સ પોલિસી જારી કરવામાં આવશે, પણ તમે જૂની કાર અથવા પોલિસીમાં એકત્ર કરેલ એનસીબી નો લાભ મેળવી શકો છો.
એનસીબી કાર ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો
5 વર્ષથી ઓછી જૂની કાર માટે, બમ્પર-બમ્પર અથવા ઝીરો ડેપ કવર અથવા પાર્ટ્સ ડેપ્રિસીએશન કવર યોગ્ય છે. જીવનમાં દરેક વસ્તુની જેમ, તમારી કારના અમુક ભાગોના મૂલ્યમાં ઘટાડો થાય છે, જેમાં બમ્પર અથવા અન્ય કોઈપણ મેટલ અથવા ફાઈબર ગ્લાસના ભાગોનો સમાવેશ થાય છે.
તેથી, જ્યારે કોઈ નુકસાન થાય છે, ત્યારે રિપ્લેસમેન્ટની સંપૂર્ણ કિંમત આપવામાં આવતી નથી કારણકે ક્લેઇમની કિંમતમાંથી ડેપ્રિસીએશન બાદ કરવામાં આવે છે. પરંતુ આ એડ-ઓન એ સુનિશ્ચિત કરે છે કે ત્યાં ડેપ્રિસીએશન ઝીરો રહે અને તમને આપેલ રિપેર/રિપ્લેસમેન્ટની કિંમતનું સંપૂર્ણ મૂલ્ય મળે છે.
ટૂંકમાં, જો તમારી કારને આંશિક નુકસાન થયું હોય, તો તમારે ડેપ્રિસીએશન માટે ગણેલ રકમ આપવાની જરૂર નથી અને તમારા ઇંસ્યોરર આ બાબતની કાળજી લેશે.
આ વિશે વધુ જાણો:
જો તમે ડિજિટ ઓથોરાઈઝ્ડ રિપેર સેન્ટર પર તમારી કાર રિપેર કરાવવાનું પસંદ કરો છો, તો અમે મંજૂર થયેલ ક્લેઇમની રકમની ચુકવણી સીધી રિપેર સેન્ટરને કરીશું. આ છે કેશલેસ ક્લેઇમ.
કૃપા કરી નોંધ લો કે તેમાં જો કોઈ કપાતપાત્ર હોય, જેમ કે કંપલસરી એક્સેસ/ડીડકટીબલ્સ, કોઈપણ રિપેર ચાર્જ કે જે તમારો ઈન્સ્યોરન્સ આવરી લેતો નથી અથવા કોઈપણ ડેપ્રિસીએશનની રકમ, જે ઇંસ્યોર્ડ પોતે ચૂકવે છે.
કેશલેસ કાર ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો.
તમારા કાર ઈન્સ્યોરન્સના પ્રીમિયમને વધુ સારી રીતે સમજવા અને કસ્ટમાઇઝ કરવામાં તમારી સહાય માટે, અમે તમને આ કાર ઈન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીને તમારા કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમની જાતે ગણતરી કરવાનો વિકલ્પ આપ્યો છે.
કઈ બાબતો તમારા કાર ઈન્સ્યોરન્સના પ્રીમિયમ નક્કી કરે છે? તમે તમારા કાર ઈન્સ્યોરન્સના પ્રીમિયમ કેલ્ક્યુલેટરમાં પણ આની નોંધ લઈ શકો છો. તમારા પ્રીમિયમને અસર કરતા પરિબળોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવી તે વિશે વધુ જાણો
ખાતરી કરો કે તમારી કાર ઈન્સ્યોરન્સ કંપની તમને નીચે આપેલી બાબતો પર યોગ્ય માહિતી આપી રહી છે.
કાર ઈન્સ્યોરન્સની સરખામણી કરવાની યોગ્ય રીત વિશે વધુ શીખો.
ખરીદતા પહેલા કાર ઈન્સ્યોરન્સ ક્વોટેશનની સરખામણી કરવી ખૂબ સારી વાત છે. પરંતુ ખાતરી કરો કે તમે નીચેના પરિમાણો પર તેમની સરખામણી કરી રહ્યાં છો. લોકો સામાન્ય રીતે તેમની કાર ઈન્સ્યોરન્સ રિન્યૂ કરાવતી વખતે શું ધ્યાનમાં રાખતા હોય છે?
પણ ખરેખર તમારે કાર ઈન્સ્યોરન્સ રિન્યૂ કરાવતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
તે બિલકુલ જરૂરી નથી કે તમારી જૂની કાર ઈન્સ્યોરન્સ પોલિસી અમારી પાસેથી લીધી હતી કે નહીં, કાર ઈન્સ્યોરન્સ રિન્યૂ કરવા માટે ડિજિટની પસંદગી સરળ અને તકલીફ વિનાની છે અને તે મિનિટોમાં ઓનલાઈન થઈ શકે છે.
અમારી સાથે તમારી કાર ઈન્સ્યોરન્સ પૉલિસીને પહેલીવાર રિન્યૂ કરવા માગો છો? અહીં કેટલાક ફાયદા છે જુઓ:
દુર્ભાગ્યવશ, દુષ્પરિણામ ભોગવવા ના પડતા હોય તો કાર ઈન્સ્યોરન્સ જેવી ભૌતિક ગણાતી વસ્તુઓની બાબતમાં, લોકો તેને અવગણવાનું અથવા ભૂલવાનું વલણ ધરાવે છે.
જો કે, કાયદાકીય રીતે- આ માર્ગદર્શિકા તમારા અને મારા જેવા લોકોની સંપૂર્ણ સલામતી માટે બાનવવામાં આવી છે.
ઉદાહરણ જોઈએ; જો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કાયદાકીય રીતે ફરજિયાત ન હોય. આવા કિસ્સામાં, મોટાભાગના લોકો પાસે તો તે હશે જ નહીં અને અકસ્માત સર્જાય ત્યારે, બંને અસરગ્રસ્ત પાર્ટી વગર કારણની ચર્ચામાં પડશે અને દેખીતીરીતે ખર્ચ પણ ખૂબ વધારે થશે!
તેથી, જ્યારે કાર ઈન્સ્યોરન્સનો પ્રાથમિક ઉદ્દેશ્ય દુર્ઘટના અથવા અકસ્માત દરમિયાન અસરગ્રસ્ત પાર્ટીને સુરક્ષિત કરવાનો છે, ત્યારે ભારતમાં કાર ઈન્સ્યોરન્સ ફરજિયાત કરવાના એક કરતાં વધુ કારણો છે.
ભારતમાં કાર ઈન્સ્યોરન્સ શા માટે ફરજિયાત છે? તેના વિશે વધુ જાણો.
છેલ્લે ક્યારે તમે તમારું વીજળીનું બિલ તમારા રજીસ્ટર્ડ સેન્ટર પર ભરવા માટે પ્રયાસ કર્યો હતો અથવા, તમે છેલ્લે મોબાઈલ રિચાર્જ કરાવવા કિરાણાની દુકાન પર ક્યારે ગયા હતા? થોડો સમય થઈ ગયો છે ને?
ઈન્ટરનેટની સુવિધાને કારણે, હવે આપણામાંથી મોટાભાગના લોકો લગભગ બધી વસ્તુઓ કરવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. બિલ ચૂકવો, રિચાર્જ કરો અને હવે કરિયાણાનો ઓર્ડર પણ! સ્વાભાવિક રીતે, ટેક્નોલોજીએ એવી પ્રગતિ કરી છે કે હવે આપણે કાર ઈન્સ્યોરન્સ લેવા માટે ઈન્સ્યોરન્સ એજન્ટોની મુલાકાત લેવાની કે અમારા ડીલરોને સંપર્ક કરવાની જરૂર નથી.
હવે, તમે કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદી શકો છો 😊 તમારા પ્રીમિયમની પ્રક્રિયા માટે તમારે ફક્ત કારની મૂળભૂત વિગતો અને તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડની જરૂર છે અને બસ, તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસી તમને મિનિટોમાં ઈમેલ કરવામાં આવશે.
તમે હમણાં એકદમ નવી અથવા સેકન્ડ હેન્ડ કાર ખરીદી હોય, બે પૈકી કોઈપણ માટે કાર ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકાય છે.
જો કે, તમારી સેકન્ડ-હેન્ડ કાર ખરીદતી વખતે ચેક કરો કે શું માલિક પાસે પહેલેથી જ માન્ય કાર ઈન્સ્યોરન્સ છે અને તે ખરીદીના 14 દિવસની અંદર તમારા નામ પર ટ્રાન્સફર કરાવો. વધુમાં, તમારી સેકન્ડ-હેન્ડ કારનો ઈન્સ્યોરન્સ લેતી વખતે, તમારે આ બાબતોની ખાતરી કરવી જરૂરી છે:
સેકન્ડહેન્ડ કાર ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો
તમે હમણાં જ જૂની, સેકન્ડ-હેન્ડ કાર ખરીદી હોય અથવા તમને ખ્યાલ આવે કે તમારી પાસે તમારી હાલની કાર માટે હજુ સુધી કાર ઈન્સ્યોરન્સ નથી; તો તમે અમારી વેબસાઇટ પર તરત જ તેને ઇંસ્યોર કરાવી શકો છો.
જો કે, તમારી જૂની કાર માટે ઓનલાઈન કાર ઈન્સ્યોરન્સ ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાની ત્રણ મહત્વની બાબતો અહીં આપેલ છે:
જૂની કારના ઓનલાઈન કાર ઈન્સ્યોરન્સ અંગે વધુ જાણો.
તમારી એક્સપાયર્ડ કાર ઈન્સ્યોરન્સ પોલિસીને સમયસર રિન્યૂ કરવી અગત્યની શા માટે છે?
એક્સપાયર્ડ કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન અંગે વધુ જાણો.
અલબત્ત, તમારી પાસે ફક્ત કાર ઇન્સ્યોરન્સ રિન્યૂ કરવા અથવા ખરીદવા સંબંધિત વધુ પ્રશ્નો હોઈ શકે છે, તેથી નીચે સ્ક્રોલ કરો અને તમારા પ્રશ્નનો જવાબ મેળવો!
અન્ય મહત્વપૂર્ણ લેખો