Third-party premium has changed from 1st June. Renew now
ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સની સરખામણી શા માટે કરવી જોઈએ?
જ્યારે તમને નવો શર્ટ જોઈતો હોય, ત્યારે શું તમે ફૅશન સ્ટોરમાં જઈને રેન્ડમ શર્ટ ખરીદો છો? સ્પષ્ટ જવાબ છે, ના! તમે ત્યાં ઉપલબ્ધ શર્ટની તપાસ કરશો, તેમની સરખામણી કરશો, તેમાંથી એક પસંદ કરશો, ટ્રાયલ રૂમમાં જશો અને તપાસશો કે શું તે તમારા પર સારું લાગે છે અને બરાબર ફિટ થાય છે કે કેમ.
અને તમે પેમેન્ટ કાઉન્ટર પર જાઓ તે પહેલાં તમે એ પણ ચેક કરશો કે એ શર્ટ અકબંધ છે કે નહીં અને પછી પેમેન્ટ કરશો. તમારે બાઇક ઇન્સ્યોરન્સ ખરીદતાં પહેલાં પણ તેવું જ કરવું જોઈએ, ઉપલબ્ધ વિકલ્પો તપાસો અને તમને સૌથી વધુ અનુકૂળ હોય તેવી પૉલિસી પસંદ કરો કારણ કે પૉલિસી માટે ચૂકવણી કરી દીધાં પછી તમને કોઈ બિનતરફેણકારી શરતો મળી આવે એ વાતમાં રસ ન હોવો જોઈએ.
જો તમને પછી એવી કોઈ સસ્તી પોલિસી મળી આવે જે તમારી જરૂરિયાતો માટે વધુ સારી રીતે ફિટ થઈ શકે તેમ છે, તો તેના પરિણામે તમને તો અફસોસ જ થશે. તેથી તમે એક પૉલિસી ખરીદો તે પહેલાં બહુવિધ બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીને તપાસવી અને તેની સરખામણી કરવી આવશ્યક છે.
તમારે બાઇક ઇન્સ્યોરન્સની સરખામણી શા માટે કરવી જોઈએ?
તમે ઇન્સ્યોરન્સ કંપનીઓની વિશ્વસનીયતાના આધારે તે કંપનીઓની તુલના અને રેન્કિંગ કરી શકો છો. તમે લોકોની સમીક્ષાઓ શોધી શકો છો અને જાણી શકો છો કે કઈ કંપનીઓ તેમની સેવામાં શ્રેષ્ઠ છે અને ક્લેઇમનું સેટલમેન્ટ કરવામાં સારી છે. પછી સ્પષ્ટ રીતે યોગ્ય ઇન્સ્યોરન્સ કંપની શોધવાનું સરળ બનશે.
જ્યારે તમે તમારી જાતે પૉલિસીને સમજો છો, ત્યારે તમારે કોઈ નિષ્ણાત અથવા ઇન્સ્યોરન્સ એજન્ટ પર આધાર રાખવાની જરૂર નથી. જ્યારે તમને પૉલિસીમાં શું આવરી લેવામાં આવ્યું છે અને શું નથી તે વિશે સંપૂર્ણ રીતે જાણ કરવામાં આવે છે, ત્યારે જ તમે તમારી જાતે નિષ્પક્ષ નિર્ણયો લઈ શકો છો. જો તમે કેટલીયે ઇન્સ્યોરન્સ કંપનીઓની પૉલિસીઓનો અભ્યાસ અને સરખામણી કરો તો જ આ શક્ય બની શકે છે.
યોગ્ય સંશોધન અને વિવિધ પૉલિસીઓની સરખામણી તમને ટોચની ઇન્સ્યોરન્સ કંપનીઓની ક્લેઇમની પ્રક્રિયાઓ વિશે જણાવશે, તમે એક વાસ્તવિક ક્લેઇમ કરતી વખતે જે પગલાં ઉઠાવશો તેના વિશે તમને જાણ થશે. પછી તમે કોઈ એવી એક ઇન્સ્યોરન્સ કંપની સાથે આગળ વધો જે તમારી સાથે સૌથી સુસંગત સાબિત થાય.
તમે ભારતમાં ઉપલબ્ધ ટોચની ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ઓફર કરાયેલી વિવિધ ડીલ ચકાસી શકો છો. વિવિધ કંપનીઓ જે કવરેજ પ્રદાન કરે છે તેની સામે પ્રીમિયમ તપાસવાથી તમે સમજદાર નિર્ણયો લઈ શકશો અને નાણાં બચાવી શકશો.
કેટલીક ઇન્સ્યોરન્સ કંપનીઓ તેમના કેટલાંક બાઇક ઇન્સ્યોરન્સ પ્લાન પર ખૂબ જ ડિસ્કાઉન્ટ ઓફર કરતી હોય એવું બની શકે છે, જો તમે સંશોધન અને સરખામણી કરવાથી અજાણ હોવ તો તમે તેને ચૂકી જશો. ખાતરી છે કે તમે ડિસ્કાઉન્ટ ચૂકી જવા માંગતા નથી!
બાઇક ઇન્સ્યોરન્સની ઑનલાઇન સરખામણી કરતી વખતે ધ્યાનમાં લેવા જેવા પરિબળો
- કવરેજ: તમારે થર્ડ-પાર્ટીની જવાબદારીની પૉલિસી અને કોમ્પ્રિહેન્સીવ પૉલિસીમાંથી તમારી બાઇક માટે કયા પ્રકારનું કવર જોઈએ છે તેની તમને સ્પષ્ટ રીતે ખબર હોવી જોઈએ. ભારતમાં, થર્ડ-પાર્ટીની જવાબદારીની પૉલિસી લેવી ફરજિયાત છે અને તે થર્ડ-પાર્ટીની વ્યક્તિ અથવા મિલકતને થતાં નુકસાન સામે ઇન્સ્યોર્ડ વ્યક્તિને કવર આપે છે અને તેનું પ્રીમિયમ એન્જિનની ક્ષમતા અને IRDAI દ્વારા નિર્ધારિત દર પર આધારિત છે. જ્યારે કોમ્પ્રિહેન્સીવ પૉલિસી પોતાના નુકસાન અને TP જવાબદારી એ બંનેનું કવર આપે છે. એવા ઇન્સ્યોરર શોધો જે ઓછા પ્રીમિયમ સાથે બહેતર કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સ ઓફર કરે.
- IDV: ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂનો સીધો અર્થ એ થાય છે કે, આજની તારીખે ઘસારાને બાદ કરીને મળતું તમારી બાઇકનું બજાર મૂલ્ય. તપાસ કરો કે કંપની પ્રીમિયમ વધારવા અથવા ઘટાડવા માટે IDV ને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ પ્રદાન કરી રહી છે કે નહીં. જો તમે તેનાથી અજાણ હો્વ, તો એવી શક્યતા છે કે ઇન્સ્યોરન્સ કંપની તમને ઓછી પ્રીમિયમ કિંમત સાથે આકર્ષવા માટે તમારું IDV ઘટાડી શકે છે. બાઇક ઇન્સ્યોરન્સમાં IDV વિશે વધુ જાણો.
- પ્રીમિયમ: તમારી વિચારણા હેઠળની ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવેલાં ક્વોટની તુલના કરો અને ઓછાં પ્રીમિયમ સામે સૌથી વધુ કવરેજ આપતાં ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સની પસંદગી કરો. પરંતુ ધ્યાનમાં રાખો કે ઓછું પ્રીમિયમ પસંદ કરવું એ હંમેશા પસંદ કરવા માટે શ્રેષ્ઠ હોતું નથી! તેથી શરતોને સારી રીતે વાંચો અને સમજો.
- એડ-ઑન: એડ-ઑન એ મળતાં કવરેજનો વ્યાપ વધારવા માટે તેમના પોતાના ખર્ચે કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સ સાથે સ્વતંત્ર રીતે આવે છે. તમે એ તપાસો કે કઈ ઇન્સ્યોરન્સ કંપની તમારી જરૂરિયાત અને બજેટને અનુરૂપ એડ-ઑન પ્રદાન કરે છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ વિવિધ એડ-ઑન પ્રદાન કરે છે જેમ કે એન્જીન પ્રોટેક્શન, ઝીરો-ડેપ્રિસિયેશન, રિટર્ન ટૂ ઇનવોઇસ, વગેરે. પ્રો-ટિપ: જો તમને ખરેખર તેની જરૂર હોય તો જ એ એડ-ઑન માટે ચૂકવણી કરો, અન્યથા તે બિનજરૂરી રીતે પ્રીમિયમને વધારશે. બાઇક ઇન્સ્યોરન્સમાં એડ-ઑન કવર વિશે વધુ જાણો.
- ક્લેઇમની પ્રક્રિયા અને ક્લેઇમના સેટલમેન્ટનો ગુણોત્તર: ખાતરી કરો કે ક્લેઇમની પ્રક્રિયા સરળ અને ઝડપી છે. આ એક ડિજિટલ વિશ્વ છે તેથી ઑનલાઇન પેપરલેસ ક્લેઇમની પ્રક્રિયા માટે જુઓ. જ્યારે જરૂર પડશે ત્યારે પૉલિસી ધારકોની મુખ્ય ચિંતાઓમાંની એક એ હોય છે કે, તેમના ક્લેઇમનું સમયસર સેટલમેન્ટ થશે કે નહીં. ક્લેઇમના સેટલમેન્ટનો ગુણોત્તર કંપની દ્વારા સેટલ કરાયેલા ક્લેઇમની સંખ્યા દ્વારા પ્રાપ્ત થયેલા ક્લેઇમની સંખ્યાને વિભાજિત કરીને ગણવામાં આવે છે. આથી, આ ગુણોત્તર જેટલો ઊંચો છે, તેટલી એ કંપની વધુ વિશ્વસનીય છે..
- ગ્રાહક સેવાની ઉપલબ્ધતા: એકવાર પ્રિમીયમ ચૂકવવા માટે પ્રતિબદ્ધ થઈ ગયા પછી, એવું બની શકે કે કેટલીક વીમા કંપનીઓ સંતુષ્ટ થઈ જાય. આપણે બધાં એવી પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ જ્યારે આપણે ઉત્સાહપૂર્વક કંઈક ખરીદીએ છીએ પછી જ્યારે ગ્રાહક સપોર્ટની જરૂર હોય ત્યારે બધું જ જાણે નિર્જન લાગે છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે પણ કંઈક આવું જ છે અને સારી ગ્રાહક સેવાની ઉપલબ્ધતા એ હંમેશા નિર્ણાયક પાસું બની રહે છે.
- જેટલી લાંબી મુદત, તેટલું ઓછું પ્રીમિયમ: ઘણા લોકો માટે ઇન્સ્યોરન્સ એ એક મુશ્કેલ પ્રોડક્ટ હોઈ શકે છે! તેથી તમે જે પણ ડિસ્કાઉન્ટ મેળવી શકો તેનો મહત્તમ લાભ લો. લાંબો કાર્યકાળ પસંદ કરવાથી એક વર્ષની પોલિસીની તુલનામાં એક નાની રકમ માફ થશે.
- ગેરેજ નેટવર્ક: સમગ્ર દેશમાં ગેરેજનું વ્યાપક નેટવર્ક તમને જો જરૂરિયાત ઊભી થાય તો કેશલેસ સુવિધાઓનો લાભ લેવા માટેની સવલત આપશે. લાંબા ગાળે તમારા ટૂ-વ્હીલરને સુરક્ષિત રાખવા માટે તમારા સ્થાનની નજીક આવા અધિકૃત ગેરેજની શોધ કરવી અનિવાર્ય બની જાય છે..
- સમીક્ષાઓ: તમે જે રીતે અન્ય પ્રોડક્ટ ખરીદો છો તેવી જ રીતે, ઇન્સ્યોરન્સ પૉલિસીનો ઉપયોગ કરનારાઓ દ્વારા આપવામાં આવેલી એ પૉલિસી વિશેની સમીક્ષાઓ માટે પણ ઑનલાઇન તપાસ કરવાની જરૂર છે. Google સમીક્ષાઓ અને Facebook રેટિંગ્સ તમને પ્રોડક્ટ વિશેનો વાસ્તવિક ખ્યાલ આપે છે અને તે તમારી નિર્ણય લેવાની પ્રક્રિયાને વધુ સરળ અને શુદ્ધ બનાવી શકે છે.
- શું કવર થતું નથી: જો કે ઇન્સ્યોરન્સ કંપનીઓ ઇન્સ્યોરન્સની પૉલિસીમાં કવર કરી લેવામાં આવેલી વસ્તુઓને બોલ્ડમાં પ્રદર્શિત કરે છે, પરંતુ કવરેજમાં કઈ સુવિધાઓનો સમાવેશ 'નથી' કરવામાં આવ્યો તેની પણ થોડી તપાસ કરવી જરૂરી છે. એ પરિસ્થિતિ વિશે વિચારો, જ્યારે તમે તેના માટે ક્લેઇમ કરો છો ત્યારે તમને જે જોઈએ છે તેને તે પૉલિસી હેઠળ આવરી લેવામાં આવતું નથી તે જાણવું એ શું કઠોર આઘાતજનક નથી?
- ડિડક્ટિબલ: તમારા ઇન્સ્યોરન્સનું કવરેજ શરૂ થાય તેની પહેલાં જ સ્વૈચ્છિક અને ફરજિયાત ડિડક્ટિબલ ચિત્રમાં આવે છે. તે મૂળભૂત રીતે, એવી રકમ છે જેને તમારા ક્લેઇમની રકમમાંથી બાદ કરવામાં આવશે. આથી, ઇન્સ્યોરન્સ પૉલિસી પર જેટલું ઊંચું ડિડક્ટિબલ હશે, પ્રીમિયમની રકમ તેટલી જ ઓછી હશે અને તેનાથી ઊલટું ઇન્સ્યોરન્સ પૉલિસી પર જેટલું ઓછું ડિડક્ટિબલ હશે, પ્રીમિયમની રકમ તેટલી જ વધુ હશે.
ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસીની સરખામણી કેવી રીતે કરવી?
ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સની ઑનલાઇન સરખામણી કરો | ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સની ઑફલાઇન સરખામણી કરો |
---|---|
તમારા ડ્રોઈંગ રૂમમાં આરામથી તમારા લેપટોપને ખોલો. પૉલિસીઓની તુલના કરતી વેબસાઇટ્સ પર લૉગ ઇન કરો અને તમે બધી રીતે તૈયાર છો. | તમારા વિસ્તારમાં સ્થિત એક પ્રતિષ્ઠિત, સ્વતંત્ર ઇન્સ્યોરન્સ એજન્ટની મુલાકાત લો જે ભાવ-તાલ કરેલી રકમ પર તમને યોગ્ય પોલિસીઓનું બ્રોકર કરી આપી શકે છે. |
તમારી બાઇકની વિગતો જાતે જ ભરો. જો જરૂરી હોય તો સ્પષ્ટીકરણો, IDV, એડ-ઑનનો સમાવેશ કરો. | એજન્ટને તમારી બાઇકની તમામ વિગતો આપીને મદદ કરો જેથી તે તમને યોગ્ય પૉલિસીઓ પ્રદાન કરવા માટેની માહિતી પર પ્રક્રિયા કરી શકે. |
નવા યુગની ફિનટેક કંપનીઓ તમારા દ્વારા ઉલ્લેખિત વિગતો અનુસાર પૉલિસીઓ અને સંબંધિત રેટની ટેબ્યુલેટેડ યાદીઓનું નિર્માણ કરશે. | બ્રોકર તેનું સંશોધન કર્યા પછી વિવિધ કંપનીઓમાંથી સંખ્યાબંધ ક્વોટ્સ તૈયાર કરશે. |
બાઇક ઇન્સ્યોરન્સની ઑનલાઇન સરખામણી કરવાના ફાયદા
એ બાઇક ઇન્સ્યોરન્સની ઑનલાઇન સરખામણી કરવાનો મુખ્ય ફાયદો તેમાં રહેલી સગવડતાનું પરિબળ છે. તમારી વિગતો તૈયાર રાખીને, તમે ઑનલાઈન મફત ક્વૉટ મેળવી શકો છો અને વિવિધ પૉલિસીની તુલના કરી શકો છો, જેનાથી ચોક્કસ રીતે કેટલોક મૂલ્યવાન સમય બચી જશે.
બાઇક ઇન્સ્યોરન્સની ઑનલાઇન સરખામણી કરવા માટે અનુસરવામાં આવતી પ્રક્રિયા સરળ છે. તમે તમારા પોતાના અનુકુળ સમયે તમારું સંશોધન કરી શકો છો કારણ કે ઈન્સ્યોરન્સની ઓનલાઈન સરખામણી કરવાથી તમને તમારી ચોક્કસ જરૂરિયાતો અનુસાર પૉલિસી પસંદ કરવાની અને તેને લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે.
જ્યારે પૉલિસી પસંદ કરવાની વાત આવે છે ત્યારે આપણા બધાની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. પ્રીમિયમ કેલ્ક્યુલેટર જેવા સાધનોની ઍક્સેસ સાથે, ઈન્સ્યોરન્સની ઓનલાઈન સરખામણી કરવાથી તમારી અંદર રહેલી DIY વ્યક્તિ તમારામાં "હા!" નું સર્જન કરશે. જો તમે ઈચ્છો તો રાત્રે 2 વાગ્યે પણ તમારા પ્રીમિયમની ગણતરી કરી શકો છો!
બાઇક ઇન્સ્યોરન્સની ઑનલાઈન સરખામણી કરવાથી તમને ઇન્સ્યોરન્સ બ્રોકરની જાતે મુલાકાત લેવાની સરખામણીમાં વધુ વિકલ્પો મળશે. યોગ્ય કવરેજને પસંદ કરવાનું અત્યંત મહત્ત્વનું છે અને તમારી પૉલિસી માટે વિવિધ એડ-ઑનને મિક્સ કરવા અને મેચ કરવા માટે ઇન્ટરનેટ શ્રેષ્ઠ સ્થાન છે.
બાઇક ઇન્સ્યોરન્સની ઑનલાઇન સરખામણી કરતી વખતે યાદ રાખવાના મુદ્દાઓનું ચેકલિસ્ટ
ઇન્સ્યોરન્સ કંપનીની વિશ્વસનીયતા - બજારમાં ડઝન જેટલી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે. ઇન્સ્યોરન્સ કંપનીનું બેકગ્રાઉન્ડ ચેક કરવા માટે થોડો સમય ફાળવવો જરૂરી છે. તમે કંપનીના ક્લેઇમ સેટલમેન્ટના ગુણોત્તરનું મૂલ્યાંકન કરતી વખતે ઓનલાઈન સમીક્ષાઓ પણ જોઈ શકો છો.
તમે શું ચૂકવશો - ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર તમે કવરેજ માટે કેટલી રકમ ચૂકવશો તેના પર પ્રકાશ પાડશે. તમે વિગતો ભરો અને બટન દબાવો કે તરત, તમારા ઇન્સ્યોરન્સ પ્રીમિયમની રકમ પોપ અપ થશે. એડ-ઑનની કિંમત જુઓ અને તેમાં સામેલ વાસ્તવિક જોખમો સાથે તેનું મૂલ્યાંકન કરો.
તમારી જરૂરિયાતો વિશે સ્પષ્ટતા - એક પૉલિસી ખરીદનાર તરીકે, તમારે બાઇક ઇન્સ્યોરન્સ પસંદ કરતી વખતે કયા પ્રકારના એડ-ઑનની જરૂર પડશે એ જાણવું તમારો વિશેષાધિકાર છે. તમારી તમામ જરૂરિયાતોને કવર કરી લેવા માટે, યોગ્ય એડ-ઓન્સ સાથેની સંપૂર્ણ પૉલિસી પર આગળ વધતાં અને તેને પસંદ કરતાં પહેલાં આ સ્પષ્ટતા મહત્વપૂર્ણ છે..
બંને ડિડક્ટિબલ - આ એક જુગાર છે, તેથી તમારા પત્તા બરાબર રીતે રમો. ફક્ત તમે જ જાણો છો કે તમે અન્ય લોકો કરતાં કઈ રીતે ચોક્કસ જોખમોને કવર કરવા માંગો છો. ઓછું જોખમ ધરાવતાં કવરના વિકલ્પો માટે ઉચ્ચ સ્વૈચ્છિક ડિડક્ટિબલને પસંદ કરવાથી તમારા પ્રીમિયમ પરનો ભાર ઘટશે.