બાઇક ઇન્સ્યોરન્સની સરખામણી કરો

usp icon

Cashless Garages

For Repair

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike
background-illustration

ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સની સરખામણી શા માટે કરવી જોઈએ?

તમારે બાઇક ઇન્સ્યોરન્સની સરખામણી શા માટે કરવી જોઈએ?

ઇન્સ્યોરન્સ કંપનીઓની વિશ્વસનીયતા તપાસો

તમે ઇન્સ્યોરન્સ કંપનીઓની વિશ્વસનીયતાના આધારે તે કંપનીઓની તુલના અને રેન્કિંગ કરી શકો છો. તમે લોકોની સમીક્ષાઓ શોધી શકો છો અને જાણી શકો છો કે કઈ કંપનીઓ તેમની સેવામાં શ્રેષ્ઠ છે અને ક્લેઇમનું સેટલમેન્ટ કરવામાં સારી છે. પછી સ્પષ્ટ રીતે યોગ્ય ઇન્સ્યોરન્સ કંપની શોધવાનું સરળ બનશે.

તમારી પૉલિસીની શરતો જાણો

જ્યારે તમે તમારી જાતે પૉલિસીને સમજો છો, ત્યારે તમારે કોઈ નિષ્ણાત અથવા ઇન્સ્યોરન્સ એજન્ટ પર આધાર રાખવાની જરૂર નથી. જ્યારે તમને પૉલિસીમાં શું આવરી લેવામાં આવ્યું છે અને શું નથી તે વિશે સંપૂર્ણ રીતે જાણ કરવામાં આવે છે, ત્યારે જ તમે તમારી જાતે નિષ્પક્ષ નિર્ણયો લઈ શકો છો. જો તમે કેટલીયે ઇન્સ્યોરન્સ કંપનીઓની પૉલિસીઓનો અભ્યાસ અને સરખામણી કરો તો જ આ શક્ય બની શકે છે.

ક્લેઇમની પ્રક્રિયામાં સુસંગતતા વિશે જાગૃત રહો

યોગ્ય સંશોધન અને વિવિધ પૉલિસીઓની સરખામણી તમને ટોચની ઇન્સ્યોરન્સ કંપનીઓની ક્લેઇમની પ્રક્રિયાઓ વિશે જણાવશે, તમે એક વાસ્તવિક ક્લેઇમ કરતી વખતે જે પગલાં ઉઠાવશો તેના વિશે તમને જાણ થશે. પછી તમે કોઈ એવી એક ઇન્સ્યોરન્સ કંપની સાથે આગળ વધો જે તમારી સાથે સૌથી સુસંગત સાબિત થાય.

સસ્તી ડીલ શોધો

તમે ભારતમાં ઉપલબ્ધ ટોચની ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ઓફર કરાયેલી વિવિધ ડીલ ચકાસી શકો છો. વિવિધ કંપનીઓ જે કવરેજ પ્રદાન કરે છે તેની સામે પ્રીમિયમ તપાસવાથી તમે સમજદાર નિર્ણયો લઈ શકશો અને નાણાં બચાવી શકશો.

ઑફર્સ અને ડિસ્કાઉન્ટનો લાભ લો

કેટલીક ઇન્સ્યોરન્સ કંપનીઓ તેમના કેટલાંક બાઇક ઇન્સ્યોરન્સ પ્લાન પર ખૂબ જ ડિસ્કાઉન્ટ ઓફર કરતી હોય એવું બની શકે છે, જો તમે સંશોધન અને સરખામણી કરવાથી અજાણ હોવ તો તમે તેને ચૂકી જશો. ખાતરી છે કે તમે ડિસ્કાઉન્ટ ચૂકી જવા માંગતા નથી!

બાઇક ઇન્સ્યોરન્સની ઑનલાઇન સરખામણી કરતી વખતે ધ્યાનમાં લેવા જેવા પરિબળો

ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસીની સરખામણી કેવી રીતે કરવી?

ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સની ઑનલાઇન સરખામણી કરો

ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સની ઑફલાઇન સરખામણી કરો

તમારા ડ્રોઈંગ રૂમમાં આરામથી તમારા લેપટોપને ખોલો. પૉલિસીઓની તુલના કરતી વેબસાઇટ્સ પર લૉગ ઇન કરો અને તમે બધી રીતે તૈયાર છો.

તમારા વિસ્તારમાં સ્થિત એક પ્રતિષ્ઠિત, સ્વતંત્ર ઇન્સ્યોરન્સ એજન્ટની મુલાકાત લો જે ભાવ-તાલ કરેલી રકમ પર તમને યોગ્ય પોલિસીઓનું બ્રોકર કરી આપી શકે છે.

તમારી બાઇકની વિગતો જાતે જ ભરો. જો જરૂરી હોય તો સ્પષ્ટીકરણો, IDV, એડ-ઑનનો સમાવેશ કરો.

એજન્ટને તમારી બાઇકની તમામ વિગતો આપીને મદદ કરો જેથી તે તમને યોગ્ય પૉલિસીઓ પ્રદાન કરવા માટેની માહિતી પર પ્રક્રિયા કરી શકે.

નવા યુગની ફિનટેક કંપનીઓ તમારા દ્વારા ઉલ્લેખિત વિગતો અનુસાર પૉલિસીઓ અને સંબંધિત રેટની ટેબ્યુલેટેડ યાદીઓનું નિર્માણ કરશે.

બ્રોકર તેનું સંશોધન કર્યા પછી વિવિધ કંપનીઓમાંથી સંખ્યાબંધ ક્વોટ્સ તૈયાર કરશે.

બાઇક ઇન્સ્યોરન્સની ઑનલાઇન સરખામણી કરવાના ફાયદા

સમય બચાવે છે

એ બાઇક ઇન્સ્યોરન્સની ઑનલાઇન સરખામણી કરવાનો મુખ્ય ફાયદો તેમાં રહેલી સગવડતાનું પરિબળ છે. તમારી વિગતો તૈયાર રાખીને, તમે ઑનલાઈન મફત ક્વૉટ મેળવી શકો છો અને વિવિધ પૉલિસીની તુલના કરી શકો છો, જેનાથી ચોક્કસ રીતે કેટલોક મૂલ્યવાન સમય બચી જશે.

સરળ પ્રક્રિયા

બાઇક ઇન્સ્યોરન્સની ઑનલાઇન સરખામણી કરવા માટે અનુસરવામાં આવતી પ્રક્રિયા સરળ છે. તમે તમારા પોતાના અનુકુળ સમયે તમારું સંશોધન કરી શકો છો કારણ કે ઈન્સ્યોરન્સની ઓનલાઈન સરખામણી કરવાથી તમને તમારી ચોક્કસ જરૂરિયાતો અનુસાર પૉલિસી પસંદ કરવાની અને તેને લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે.

ઈન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર

જ્યારે પૉલિસી પસંદ કરવાની વાત આવે છે ત્યારે આપણા બધાની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. પ્રીમિયમ કેલ્ક્યુલેટર જેવા સાધનોની ઍક્સેસ સાથે, ઈન્સ્યોરન્સની ઓનલાઈન સરખામણી કરવાથી તમારી અંદર રહેલી DIY વ્યક્તિ તમારામાં "હા!" નું સર્જન કરશે. જો તમે ઈચ્છો તો રાત્રે 2 વાગ્યે પણ તમારા પ્રીમિયમની ગણતરી કરી શકો છો!

સરળ અને અપ્રભાવિત રીતે નિર્ણય લેવો

બાઇક ઇન્સ્યોરન્સની ઑનલાઈન સરખામણી કરવાથી તમને ઇન્સ્યોરન્સ બ્રોકરની જાતે મુલાકાત લેવાની સરખામણીમાં વધુ વિકલ્પો મળશે. યોગ્ય કવરેજને પસંદ કરવાનું અત્યંત મહત્ત્વનું છે અને તમારી પૉલિસી માટે વિવિધ એડ-ઑનને મિક્સ કરવા અને મેચ કરવા માટે ઇન્ટરનેટ શ્રેષ્ઠ સ્થાન છે.

બાઇક ઇન્સ્યોરન્સની ઑનલાઇન સરખામણી કરતી વખતે યાદ રાખવાના મુદ્દાઓનું ચેકલિસ્ટ

  • ઇન્સ્યોરન્સ કંપનીની વિશ્વસનીયતા - બજારમાં ડઝન જેટલી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે. ઇન્સ્યોરન્સ કંપનીનું બેકગ્રાઉન્ડ ચેક કરવા માટે થોડો સમય ફાળવવો જરૂરી છે. તમે કંપનીના ક્લેઇમ સેટલમેન્ટના ગુણોત્તરનું મૂલ્યાંકન કરતી વખતે ઓનલાઈન સમીક્ષાઓ પણ જોઈ શકો છો.
  • તમે શું ચૂકવશો - ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર તમે કવરેજ માટે કેટલી રકમ ચૂકવશો તેના પર પ્રકાશ પાડશે. તમે વિગતો ભરો અને બટન દબાવો કે તરત, તમારા ઇન્સ્યોરન્સ પ્રીમિયમની રકમ પોપ અપ થશે. એડ-ઑનની કિંમત જુઓ અને તેમાં સામેલ વાસ્તવિક જોખમો સાથે તેનું મૂલ્યાંકન કરો.
  • તમારી જરૂરિયાતો વિશે સ્પષ્ટતા - એક પૉલિસી ખરીદનાર તરીકે,  તમારે બાઇક ઇન્સ્યોરન્સ પસંદ કરતી વખતે કયા પ્રકારના એડ-ઑનની જરૂર પડશે એ જાણવું તમારો વિશેષાધિકાર છે. તમારી તમામ જરૂરિયાતોને કવર કરી લેવા માટે, યોગ્ય એડ-ઓન્સ સાથેની સંપૂર્ણ પૉલિસી પર આગળ વધતાં અને તેને પસંદ કરતાં પહેલાં આ સ્પષ્ટતા મહત્વપૂર્ણ છે..
  •  બંને ડિડક્ટિબલ - આ એક જુગાર છે, તેથી તમારા પત્તા બરાબર રીતે રમો. ફક્ત તમે જ જાણો છો કે તમે અન્ય લોકો કરતાં કઈ રીતે ચોક્કસ જોખમોને કવર કરવા માંગો છો. ઓછું જોખમ ધરાવતાં કવરના વિકલ્પો માટે ઉચ્ચ સ્વૈચ્છિક ડિડક્ટિબલને પસંદ કરવાથી તમારા પ્રીમિયમ પરનો ભાર ઘટશે.