આઇ.ડી.વી કેલ્ક્યુલેટર

digit car insurance
usp icon

6000+ Cashless

Network Garages

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

કાર ઈન્શ્યોરન્સમાં આઇ.ડી.વી ની ભૂમિકા વિશે માહિતી મેળવો

આઇડીવી કેલ્ક્યુલેટર- તમારી કારની આઇડીવી ની ગણતરી કરો

આઇડીવીની ગણતરી એ એક કેલ્ક્યુલેટરનું સૌથી મહત્વનું ટૂલ છે. તે તમને તમારા કારની માર્કેટ વેલ્યૂ જાણવામાં તો મદદ કરે જ છે, વળી તમારે વધુમાં વધુ કેટલું પ્રીમિયમ ભરવું જોઈએ તે પણ જણાવે છે. 

 

આગળ જતાં તે અમને (ઈન્શ્યોરન્સ કંપની)ને તમારા ક્લેઇમ માટે અથવા ન કરે નારાયણ ને તમારી કાર ચોરી થાય અથવા રીપેર ન કરી શકાય તેવી ડેમેજ થાય તો તમને સાચી ચૂકવવાપાત્ર રકમ નક્કી કરવા મદદ કરે છે. 

તમારી કારના ડેપ્રિશીએશન રેટ વિષે જાણો

કારની ઉંમર

ડેપ્રિશીએશન

6 મહિના કરતાં ઓછી

5%

6 મહિનાથી 1 વર્ષ

15%

1 વર્ષથી 2 વર્ષ

20%

2 વર્ષથી 3 વર્ષ

30%

3 વર્ષથી 4 વર્ષ

40%

4 વર્ષથી 5 વર્ષ

50%

ઉદાહરણ: જો તમારી કાર માત્ર 6 મહિના જૂની છે અને હાલમાં તેની ex-શોરૂમ કિંમત 100 રૂ છે તો તેના પર 5% ડેપ્રિશીએશન લાગે છે. 

 

આ પ્રમાણે જોઈએ તો શોરૂમમાંથી નીકળતાની સાથે જ કારની કિંમત 95 રૂ થઈ જાય છે. 6 મહિના કરતાં વધુ સમય થશે તે સાથે 85 રૂ થશે, 1 વર્ષ બાદ 80 રૂ થશે આમ કરતાં કરતાં મહત્તમ 50% ડેપ્રિશીએશન સાથે તમારી કારની કિંમત ચાર વર્ષ પછી 50 રૂ થઈ જાય છે. 

 

જો તમારી કાર પાંચ વર્ષ કરતાં જૂની છે તો તમારી આઇડીવી તમારી કારની સ્થિતિ, તેની કંપની, મોડેલ અને સ્પેરપાર્ટ્સની અવેલેબીલીટી પર આધાર રાખે છે. 

 

રિસેલ કરતી વખતે તમારી આઇડીવી તમારી કારની માર્કેટ વેલ્યૂ દર્શાવે છે. જોકે, જો તમે તમારી કારની પૂરતી કાળજી લીધી હશે અને તેને ખૂબ સારી કંડિશનમાં રાખી હશે તો તમારી કારની રિસેલ વેલ્યૂ તેની આઇડીવી કરતાં ઘણી વધુ આવે તેની પૂરેપૂરી શક્યતા છે. આખરે રિસેલ વેલ્યૂ તમારી સાચવણ પર જ આધારિત છે.

તમારી કારની આઇડીવી નક્કી કરવા કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાય છે?

  • કારની ઉંમર: આઇડીવી એ તમારી કારની માર્કેટ વેલ્યૂ દર્શાવે છે એટલે કારની ઉંમરને આઇડીવી સાથે સીધો સંબંધ છે. તમારી કારની ઉંમર જેમ વધુ તેમ આઇડીવી ઓછી અને કારની ઉંમર જેમ ઓછી તેમ આઇડીવી વધારે.

  • મેન્યુફેક્ચરર અને કાર મોડેલ: તમારી કારની બનાવટ અને તેનું મોડેલ પણ આઇડીવી પર સીધા અસર કરતાં પરિબળો છે. ઉદાહરણ તરીકે લેમ્બોર્ગિની વિનનની આઇડીવી એ એસ્ટન માર્ટિન વન કરતાં ઘણી વધારે હશે કારણકે બંનેના મેન્યુફેક્ચરરની બનાવટમાં અને કાર મોડેલમાં ખૂબ જ અંતર છે. 

  • શહેરની રજીસ્ટ્રેશન ડિટેલ્સ: તમારા રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં કાર રજીસ્ટ્રેશનની વિગતો આપવામાં આવી હોય છે. કયા શહેરમાંથી કાર રજીસ્ટર થઈ છે તે પણ આઇડીવી પર અસર કરતું પરિબળ છે.  મેટ્રો સિટીમાં રજીસ્ટર થયેલી કારની આઇડીવી નાના શહેરનિ સરખામણીએ ઓછી હોય છે. 

  • સ્ટાન્ડર્ડ ડેપ્રિશીએશન (ઇન્ડિયન મોટર ટેરિફના આધારે): શોરૂમની બહાર નીકળતાની સાથે જ તમારી કાર પર ડેપ્રિશીએશનની ગણતરી થવા લાગે છે. દર વર્ષે આમાં વધારો થાય છે. આ પણ અંતે તમારા આઇડીવી ને અસર કરે છે. આ ટેબલથી તે બરાબર સમજી શકાશે. 

તમારા કાર ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં આઇડીવી ની શું અસર થાય છે?

એક નાના પાંચ વર્ષના બાળકની જેમ સમજીએ તો:

અમે ઈન્શ્યોરન્સ એટલું સરળ બનાવી દીધું છે કે પાંચ વર્ષનું કોઈ બાળક પણ સમજી શકે છે. 

 

તમારી પાસે કોઈ કિંમતી ઘડિયાળ છે. એક દિવસ તમે એ જાણવા માંગો છો કે જો તમે એ ઘડિયાળ વેચવા ઈચ્છો તો તેની કેટલી કિંમત ઊપજી શકે. તમે તેને ઘડિયાળ બનાવનાર પાસે લઈ જાઓ છો. ઘડિયાળ બનાવનાર તમારી ઘડિયાળને જોઈને તમને સમજાવે છે કે આ કાચ, ધાતુ, ચામડું અને સ્ક્રૂમાંથી બનાવવામાં આવી છે. હવે, તે સૌથી પહેલા આ તમામ મટિરિયલની કિંમત ઉમેરશે. પછી તમને પૂછશે કે આ ઘડિયાળ કેટલા વર્ષ જૂની છે અને તમે તેનો જવાબ આપશો કે પાંચ વર્ષ. તે આ બધી જ માહિતીના આધારે નક્કી કરશે કે તમારી આ ઘડિયાળની હાલની માર્કેટ કિંમત 500 રૂ છે. આમ, 500 રૂ એ તમારી ઘડિયાળની આઇડીવી થઈ.

કાર ઈન્શ્યોરન્સમાં આઇડીવી વિષે FAQs: