મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

મહિન્દ્રા મરાઝો કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યૂ કરો

મહિન્દ્રા ભારતની સૌથી પ્રતિષ્ઠિત કાર ઉત્પાદક કંપનીઓમાંની એક છે, જે દેશની જમીન અને જરૂરિયાત અનુસારના વાહનોનું ઉત્પાદન કરે છે. મહિન્દ્રાની પ્રભાવશાળી કારોની લાઇન-અપમાં ટોચનું નામ છે મહિન્દ્રા મરાઝો.

આ લાર્જ મલ્ટી પર્પઝ વાહન વિસ્તૃત ભારતીય પરિવારો માટે યોગ્ય છે. આ વાહને ટોપ ગિયરની 2019 એડિશનમાં પ્રતિષ્ઠિત MPV ઓફ ધ યર એવોર્ડ પણ જીત્યો હતો. ( 1 )

જો તમે આ પ્રભાવશાળી વાહનમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હોય, તો તમારે તેના માટે યોગ્ય મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ પોલિસીને પણ શોર્ટલિસ્ટ કરવી પડશે. આવી પોલિસીઓ તમારી કાર સાથે થતા અકસ્માતને કારણે ઉભી થતી તમારી નાણાકીય જવાબદારીને થર્ડ પાર્ટી માટે મર્યાદિત કરી શકે છે.

વધુમાં, એક કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમને પોતાના નુકસાન (Own Damage) માટે નાણાકીય વળતર મેળવવામાં પણ મદદ કરી શકે છે.

તમારે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસીની જરૂર છે કે નહિ તે નક્કી કરવા માટે તમે સ્વતંત્ર છો પરંતુ ભારતમાં દરેક વાહનમાલિક માટે થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઓનલી પોલિસી કાયદેસર રીતે ફરજિયાત છે. 1988ના મોટર વાહન અધિનિયમ હેઠળ આવી પોલિસી વગર વાહન ચલાવવાથી રૂ.2000 (પુનરાવર્તિત અપરાધ માટે રૂ. 4000)નો દંડ થઈ શકે છે .

તેમ છતાં, જો તમે તમારી ફાઇનાન્સ અને તમારી કારની કાળજી રાખતા હોવ તો એક કોમ્પ્રિહેન્સિવ મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવી એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

થર્ડ-પાર્ટી લાયાબિલિટી કવરેજ સિવાય, આ પ્લાન અકસ્માતો, કુદરતી આફતો અને ચોરીને કારણે પોતાના નુકસાનની સ્થિતિમાં નાણાકીય નુકસાન ઘટાડવામાં પણ મદદ કરે છે.

તેમ છતાં, તમે જે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પસંદ કરો છો તેના આધારે જ તમારા કારની સુરક્ષાની મર્યાદા નક્કી થશે.

તેથી, તમારે માત્ર પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી જ પોલિસી પસંદ કરવી જોઈએ. સદ્ભાગ્યે, જ્યારે કાર ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પાસેથી તમને જોઈતા લાભોની વાત આવે ત્યારે ડિજીટ તમામ પેરામીટર પર યોગ્ય બેસે છે.

મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે શા માટે ડિજીટનો જ મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ ખરીદવો જોઈએ?

મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ પાર્ટી કોમ્પ્રીહેન્સીવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

થર્ડ પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન

×

પર્સનલ એક્સીડન્ટ કવર

×

થર્ડ પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ

×

તમારી IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રીહેન્સીવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજીટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

તમે જે રિપેર માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. તમે તે કરી રહ્યા છો તે યોગ્ય છે! ડિજીટના ક્લેમનું રિપોર્ટ કાર્ડ વાંચો

મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ માટે ડિજીટ પસંદ કરવાના કારણો

મહિન્દ્રાની આ ચોક્કસ MPVને આવરી લેવા માટે કેટલીક ઇન્સ્યોરન્સ કંપનીઓ ઘણી પોલિસી ઓફર કરે છે. જોકે, ડિજીટની ઓફરિંગ અનેક બાબતોમાં યુનિક એટલેકે અન્યથી ભિન્ન છે, જે તમારી કાર અને તમારી નાણાકીય બાબતો માટે શ્રેષ્ઠ સંભવિત સુરક્ષા ઇચ્છતા હોવ ત્યારે તેને આદર્શ પસંદગી બનાવે છે.

અમારી પોલિસી ઓફર કરે છે તે કેટલીક સુવિધાઓ અને સુવિધાઓ પર અહીં એક નજર છે:

  • ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેશિયો - અમે તમારા ઇન્સ્યોરન્સ ક્લેમને રદિયો આપવાનું કોઈ બહાનું બનાવતા નથી. તમે નિશ્ચિંત રહી શકો છો કે અમે પાયાવિહોણા કારણોસર તમારા ક્લેમને નકારીશું નહીં. આ પ્રેક્ટિસે અમને ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેશિયો આપ્યો છે, જે દર્શાવે છે કે અમે અમારા પોલિસીધારકો દ્વારા અમારી પાસે ફાઇલ કરેલા મોટાભાગના ક્લેમનું સેટલમેન્ટ કરીએ જ છીએ. તમારી કારને થયેલા નુકસાનને કારણે પહેલાથી જ તમે વ્યથિત હોવ ત્યારે અમારા પ્રતિનિધિઓ મુશ્કેલી-રહિત ક્લેમ મંજૂર કરીને તમને ચિંતામાંથી થોડી રાહત મેળવવા માટેના શ્રેષ્ઠ પ્રયાસો સુનિશ્ચિત કરે છે.
  • સંપૂર્ણ રીતે ડિજિટલ ક્લેમ સેટલમેન્ટ - ડિજીટ ઇન્સ્યોરન્સ પોલિસી સાથે, તમે તમારી મરાઝો કાર ઇન્સ્યોરન્સ માટે ઓનલાઈન ક્લેમ ફાઇલ કરી શકો છો. એટલું જ નહીં, પરંતુ તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને જાતે જ ઈન્સપેક્શન પ્રક્રિયા પણ પૂર્ણ કરી શકો છો. તમારે ફક્ત તમારા વાહન દ્વારા થયેલ નુકસાનના અમુક ફોટો ક્લિક કરવાના રહેશે અને અમારા દ્વારા આપેલ લિંક દ્વારા ડિજીટની આંતરિક સમીક્ષા ટીમને મોકલો. અમારા પ્રતિનિધિઓ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે અને તમને આગળના સ્ટેપ અંગે માર્ગદર્શન આપશે. તમારે ક્લેમની અરજી સબમિટ કરવા માટે ઇન્સ્યોરન્સ કંપનીઓની ઓફિસમાં લાઇનમાં ઊભા રહેવાની જૂની પ્રથા અમારી સાથે ભૂલી જ જવાની છે. હવે તમારા ઘરના આરામના સમયે તમે ક્લેમ ફાઇલ કરો!
  • વાહન IDVને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ – ઘસારાના પરિબળને કારણે કારની ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ ઘટે છે. જોકે, ડિજીટ પર પોલિસીધારકો તેમની સુવિધા અનુસાર તેમના ઇન્સ્યોરન્સ IDVને કસ્ટમાઇઝ કરવા માટે મુક્ત છે. આવો વિકલ્પ ઉપલબ્ધ હોવાથી, તમે ખાતરી કરી શકો છો કે ઇન્શ્યોર્ડ વાહનની ચોરી અથવા ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનની સ્થિતિમાં તમે મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ પોલિસીથી મહત્તમ લાભ મેળવો છો.
  • રાઉન્ડ ધ ક્લોક કસ્ટમર સર્વિસ - અમારી ગ્રાહક સેવા ટીમ તમારી કાર ઇન્સ્યોરન્સ જરૂરિયાતો અંગે રાત-દિવસ તમને મદદ કરવા તૈયાર છે. તમને જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે તમે અમને કોલ કરી શકો છો અને અમે તમારી પોલિસીને લગતી કોઈપણ શંકાઓનું નિરાકરણ કરી આપીશું. વધુમાં, અમે રવિવાર અને રાષ્ટ્રીય રજાઓ પર પણ ઉપલબ્ધ હોઈએ છીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તાત્કાલિક સેવાની ખાતરી કરીએ છીએ.
  • સુરક્ષા વધારવા માટે એડ-ઓન્સની વિવિધ પસંદગી - ડિજીટ મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ પોલિસીધારકો માટે એક કે બે નહીં, પરંતુ સાત અલગ-અલગ એડ-ઓન્સ ઓફર કરે છે. આ એડ-ઓન્સ સ્ટાન્ડર્ડ કોમ્પ્રિહેન્સિવ પોલિસીની બહારના કવરેજ ઓફર કરે છે. ઉદાહરણ તરીકે, રિટર્ન ટૂ ઇન્વોઇસ કવર ચોરી અથવા ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનની સ્થિતિમાં ઓરિજનલ ઇન્વોઇસમાં ઉલ્લેખિત હોય તે કારની વેલ્યુનો ક્લેમ કરી શકો છો. વધારાના એડ-ઓન વિકલ્પોમાં ટાયર પ્રોટેક્શન , એન્જિન કવર, કન્ઝ્યુમેબલ કવર , પેસેન્જર કવર, ઝીરો ડેપ્રિસિયેશન કવર અને રોડસાઈડ આસિસ્ટન્સનો સમાવેશ થાય છે. તમે તમારી જરૂરિયાતોને આધારે આમાંથી કોઈપણ એડ-ઓન પસંદ કરવા માટે સ્વતંત્ર છો.
  • સમગ્ર ભારતમાં 1400+ નેટવર્ક ગેરેજ - અમારી પાસે સમગ્ર ભારતમાં ફેલાયેલા 1400થી વધુ ગેરેજનું નેટવર્ક છે, જ્યાં પોલિસીધારકો તેમની ઇન્શ્યોર્ડ કારના આકસ્મિક નુકસાન માટે કેશલેસ રિપેરનો લાભ લઈ શકે છે. તેથી તમારે આમાંથી કોઈપણ સર્વિસ સેન્ટરમાં જતા પહેલા રોકડની વ્યવસ્થા કરવાની જરૂર નથી. વધુમાં, નેટવર્ક ગેરેજમાં રિપેરની માંગ કરતી વખતે, તમારે અલગથી ક્લેમ કરવાની જરૂર પણ નથી રહેતી અને એકવાર સમારકામ પૂર્ણ થઈ જાય પછી રિઈમ્બર્સમેન્ટની રાહ જોવાની પણ જરૂર નથી. આટલી મોટી સંખ્યામાં ગેરેજ સાથે, પોલિસીધારકો ક્યારેય કટોકટીની સ્થિતિમાં અમારાથી વધુ દૂર નથી હોતા તેથી, કેશલેસ રિપેર સર્વિસ હંમેશા તમારી પહોંચમાં જ રહેશે.
  • આકસ્મિક સમારકામ (એક્સિડેન્ટલ રિપેર) માટે ડોરસ્ટેપ પિક અપ અને ડ્રોપ સર્વિસ - જો તમે અમારા નેટવર્ક ગેરેજમાંથી કોઈ એકમાંથી સર્વિસ મેળવો છો, તો તમે કાર પિક-અપ અને ડ્રોપ સર્વિસિસનો પણ લાભ લઈ શકો છો. ગેરેજમાંથી એક પ્રતિનિધિ ક્ષતિગ્રસ્ત કારને ઉપાડવા અને સર્વિસ સેન્ટરમાં લઈ જવા માટે તમારા ઘરે આવશે અને રિપેરકામ પૂર્ણ થાય છે, ત્યારે તેઓ વાહનને તમારા ઘરે પણ મુકી જશે જેથી તમને ઓછામાં ઓછી પરેશાની થાય.

આવી સર્વિસ સાથે, તમારે તમારી કારને બદલવા માટે તમારું ઘર છોડવાની જરૂર નથી.

ઉપરોક્ત લિસ્ટેડ ફાયદાઓ, તમે ડિજીટની મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ પોલિસી પાસેથી અપેક્ષા રાખી શકો તેમાંના કેટલાક લાભો છે, જે તમારા કિંમતી વાહન માટે મહત્તમ સુરક્ષા મેળવવાનો આદર્શ વિકલ્પ બને છે.

મહિન્દ્રા મરાઝો કાર ઈન્સ્યોરન્સ રિન્યૂ કરાવવો શા માટે મહત્વપૂર્ણ છે?

તમારી મહેનતથી કમાયેલા પૈસામાંથી ખરીદેલી મોંઘી કાર બહુમૂલી છે. તમારામાંથી કેટલાક આ મોંઘી કાર ખરીદવા માટે લોન પણ લેશે.

આથી, આપણે ઇન્સ્યોરન્સ કવચ લઈને અયોગ્ય ખર્ચ અટકાવવા જોઈએ. કાર ઇન્સ્યોરન્સ પોલિસી કેવી રીતે મદદ કરશે તે અહિં જાણો :

  • નાણાકીય સુરક્ષા : અકસ્માત પછી જ્યારે પણ તમારી કારને રિપેર કરવાની જરૂર પડે, ત્યારે ફિક્સિંગનો ખર્ચ કોમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે. પોતાના નુકસાન ઇન્સ્યોરન્સ  વિશે વધુ વાંચો.
  • થર્ડ-પાર્ટી લાયાબિલિટી પોલિસી : આ તમારા વાહન દ્વારા ઈજાગ્રસ્ત થર્ડ પાર્ટીને શારીરિક ઈજા અથવા પ્રોપર્ટીને નુકસાન જેવા અણધાર્યા ખર્ચને આવરી લે છે. તમારી ઇન્સ્યોરન્સ પોલિસી આવા નુકસાન માટે ચૂકવણી કરશે. તમારી પાસે સ્ટેન્ડઅલોન પોલિસી અથવા કોમ્પ્રિહેન્સિવ પેકેજ પોલિસી હોઈ શકે છે.
  • એડ-ઓન કવર્સ : કવરનો સ્કોપ વધારવા માટે, તમે કાર ઈન્સ્યોરન્સ એડ-ઓન કવર ખરીદી શકો છો જેમ કે રિટર્ન-ટૂ-ઈનવોઈસ કવર , ઝીરો ડેપ્રિસિયેશન , એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન , રોડસાઇડ આસિસ્ટન્સ અને અન્ય.
  • કાનૂની અનુપાલન : ઇન્સ્યોરન્સ પોલિસી તમને તમારા વાહનને રસ્તા પર ચલાવવા માટે કાયદેસર રીતે સુસંગત બનાવે છે. થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ પોલિસી કાયદા દ્વારા ફરજિયાત બનાવવામાં આવી છે અને જ્યાં સુધી તમારી પાસે પોલિસી ન હોય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને રસ્તા પર વાહનનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.
  • પર્સનલ એક્સિડન્ટ પોલિસી : તમે વાહનના માલિક/ડ્રાઈવર માટે PA કવર ખરીદી શકો છો . આ સેક્શન હેઠળ તમને રૂ. 15 લાખનો લઘુત્તમ કવર લાભ મળી શકે છે. તમે કાયમી અપંગતા અથવા મૃત્યુના કિસ્સામાં વળતરની માંગ કરી શકો છો.

મહિન્દ્રા મરાઝો વિશે વધુ

મહિન્દ્રા તેના વાહનોની બેમિસાલ ક્વોલિટી માટે પ્રખ્યાત છે અને મરાઝો તેનું જ એક ઉત્તમ ઉદાહરણ છે. સમગ્ર બોડીમાં 52% વધુ મજબૂત-શક્તિશાળી સ્ટીલથી બનેલ આ વાહન વધુ લંબાઈ અને મોટી બારીઓ સાથે આવ્યું છે. મહિન્દ્રા મરાઝો લગભગ 8 લોકો માટે આરામથી બેસી શકે તેવી જગ્યા ધરાવતી કાર છે.

સ્ટોરેજ ક્ષમતા 190 લિટર સાથે તમને નોંધપાત્ર બૂટ સ્પેસ પણ મળે છે. મહિન્દ્રા મરાઝો M2, M4, M6, અને M8ના શાનદાર ડિઝાઇન કરેલા ચાર વેરિઅન્ટ્સ રૂ.10.35 લાખથી રૂ.14.76 લાખની કિંમતની રેન્જમાં આવે છે. તે 17.3 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપે છે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે.

તમારે મહિન્દ્રા મરાઝો શા માટે ખરીદવી જોઈએ?

મહિન્દ્રાના અન્ય પ્રોડક્ટોની જેમ, કંપની આ MPVને ખરીદવા માટે નીચેના કારણો આપે છે:

  • ટેક્નોલોજી : તે ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ સરાઉન્ડ કૂલિંગ ટેક્નોલોજી સાથે આવે છે. કમ્ફર્ટ લેવલને વધારવા માટે, પાછળનો A/C વેન્ટ સીધો અથથા ચારેકોર એર ફ્લો આપવા માટે રેખાંશ રૂપે ફિક્સડ કરવામાં આવે છે.
  • આકર્ષક ફીચર્સ : કારમાં ક્રૂઝ કંટ્રોલ, પુડલ લેમ્પ્સ, કોર્નરિંગ લેમ્પ્સ, કૂલ્ડ ગ્લોવ બોક્સ, ફ્રન્ટમાં 2 યુએસબી, લાઈટ સાથે વેનિટી મિરર, 8-વે એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ સાથે સેકન્ડ રોનો સન-શેડ છે.
  • રિવર્સ પાર્કિંગ સિસ્ટમ આસિસ્ટઃ મહિન્દ્રા મરાઝોમાં ઝૂમ અને મલ્ટીપલ પાર્કિંગ ગાઈડલાઈન ફિચર્સ સાથે રિવર્સ કેમેરા છે.
  • ભવ્ય અને આકર્ષક એક્ટિરિયર: મરાઝોમાં આકર્ષક ગ્રિલ્સ અને ટેલ લેમ્પ્સ છે.
  • ઈન્ટિરિયર: તેમાં લેથર અપહોલ્સ્ટરી, પેડેડ આર્મરેસ્ટ, એરક્રાફ્ટ-પ્રેરિત બ્રેકિંગ લીવર, સ્પોર્ટી સ્ટીયરિંગ વ્હીલ અને ક્રોમ ઇન ડોર હેન્ડલ્સ સાથે પ્રીમિયમ સ્પેસ ધરાવતી કેબિન છે.
  • સેફ્ટી ફીચર્સ : મહિન્દ્રા મરાઝો ચારેય વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ તરીકે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS અને બ્રેક આસિસ્ટ સાથે આવે છે. ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ, ચાઈલ્ડ સેફ્ટી લોક, ઈમ્પેક્ટ અને સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લોક, એન્જિન ઈમોબિલાઈઝર અને ડ્રાઈવર સીટ બેલ્ટ રીમાઇન્ડર અન્ય વધારાના ફાયદા છે.

મહિન્દ્રા મરાઝો – વેરિએન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિયન્ટ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
M21497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl ₹ 10.35 લાખ
M2 8Str1497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl ₹ 10.35 લાખ
M41497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl ₹ 11.56 લાખ
M4 8Str1497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl ₹ 11.64 લાખ
M61497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl ₹ 13.08 લાખ
M6 8Str1497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl ₹ 13.16 લાખ
M81497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl ₹ 14.68 લાખ
M8 8Str1497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl ₹ 14.76 લાખ

મહિન્દ્રા મરાઝો કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

મારા મરાઝો ઇન્સ્યોરન્સમાં પર્સનલ એક્સિડન્ટ કવર શું છે?

IRDAI હેઠળની તમામ કાર ઇન્સ્યોરન્સ પોલિસીઓમાં વ્યક્તિગત અકસ્માત કવર એટલેકે પર્સનલ એક્સિડન્ટ કવર ફરજિયાત છે. તેની સાથે, માલિક-ડ્રાઇવર ઇન્શ્યોર્ડ વાહન ચલાવતી વખતે અકસ્માતને કારણે અપંગતાનો ભોગ બને તો વળતર મેળવવા માટે જવાબદાર છે.

આવા અકસ્માતમાં ડ્રાઇવર માલિકના મૃત્યુના કિસ્સામાં, તે/તેણીના પરિવારના સભ્ય આ વળતર માટે ક્લેમ કરી શકે છે.

ડિજીટ સાથે ક્લેમ કરતી વખતે હું મારા મરાઝોનું ઈન્સપેક્શન કેવી રીતે પૂર્ણ કરી શકું?

ડિજીટ સાથે સેલ્ફ-ઈન્સપેક્શન સરળ છે. તમારે ફક્ત એક સ્માર્ટફોન અને ડિજીટની ઓફિશિયલ એપ્લિકેશનની જરૂર છે. તમે તમારા વાહનને થયેલા નુકસાનની ઈમેજ ક્લિક કરી શકો છો અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને અમારા પ્રતિનિધિઓને મોકલી શકો છો. બસ તમારે આટલું જ તો કરવાનું છે! સમીક્ષા કર્યા પછી, અમે ક્લેમ અંગે તમારો સંપર્ક કરીશું.

લેપ્સ થયેલી મરાઝો ઇન્સ્યોરન્સ પોલિસી રિન્યૂ કર્યા પછી હું મારી સંચિત NCB કેવી રીતે પુનઃસ્થાપિત કરી શકું?

જો તમે તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસીની મુદત પૂરી થયાના 90 દિવસની અંદર રિન્યૂ નહીં કરો, તો તમે સંચિત NCB લાભો ગુમાવશો.

શું મારી મરાઝો ઇન્સ્યોરન્સ પોલિસીની IDV ઘટાડવાથી પોલિસી માટે પ્રીમિયમ ઘટશે?

જો તમે તમારી પોલિસી માટે IDV ઘટાડશો, તો સામે પક્ષે પ્રીમિયમ નજીવા નીચા ઉતરશે. જોકે, જો તમારું વાહન ચોરાઈ જાય અથવા રિપેર ન થઈ શકે તેવી હાલતમાં મુકાશે તો ઘટાડેલા IDVને કારણે તમારી નાણાકીય સુરક્ષા પણ ઘટશે તેથી IDV શક્ય તેટલું વધારવું અને તેને ઓછું ન કરવું જ વધુ સારૂં અને હિતાવહ છે.