સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી અકસ્માતો, માંદગી અથવા ઈજાને કારણે થતા મેડિકલ ખર્ચ સામે સુરક્ષા આપે છે. કોઈ વ્યક્તિ ચોક્કસ સમયગાળા માટે માસિક અથવા વાર્ષિક પ્રીમિયમની ચૂકવણી સામે આવી પોલિસીનો લાભ લઈ શકે છે.
આ સમયગાળા દરમિયાન, જો કોઈ વીમાધારકને અકસ્માત થાય છે અથવા તેને ગંભીર બિમારી હોવાનું નિદાન થાય છે, તો સારવારના હેતુ માટે કરવામાં આવેલો ખર્ચ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ઉઠાવવામાં આવે છે.
તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીઓ સાથે વિસ્તૃત અનેક ઍડ-ઑન બેનેફિટ્સનો લાભ પણ માણી શકો છો, જેની નીચેના વિભાગોમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
પરંતુ, સૌથી પહેલા,
આ આંકડાઓ શું સૂચવે છે?
સંભવિત મેડિકલ મુશ્કેલી વ્યક્તિઓના તેમના જીવનકાળ દરમિયાન વધે શકે છે અને તેની સારવાર માટેના ખર્ચાઓ પણ.
ભારતમાં હેલ્થકેર માર્કેટનું મૂલ્ય 2022 સુધીમાં 372 અબજ ડોલરનું થવાનો અંદાજ છે, જે દેશમાં મેડિકલ ચાર્જીસ વધવાની અપેક્ષા છે તે દરને દર્શાવે છે.
આ આશ્ચર્યજનક આંકડાઓ, વધતા મેડિકલ ખર્ચ સાથે, ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીનું મહત્વ દર્શાવે છે. આ પૉલિસીઓ પૉલિસીધારકો દ્વારા કરવામાં આવતી મુદ્દતી પ્રીમિયમની ચૂકવણી સામે હેલ્થકેરના ખર્ચનું કોમ્પ્રિહેન્સિવ કવરેજ પુરું પાડે છે.
મહત્વપૂર્ણ :
ભારતમાં કોરોનાવાયરસ ઇન્સ્યોરન્સ ના ફાયદા અને ગેરફાયદા વિશે વધુ જાણો
તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા ધરાવતી કોઈપણ તબીબી સ્થિતિ સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઓ હેઠળ આવરી લેવામાં આવે છે. જો કે, ક્લેઈમ પર માત્ર ત્યારે જ ધ્યાન આપવામાં આવે છે જ્યારે ઇન્સ્યોરન્સ પ્લાનનો લાભ લેવામાં ન આવ્યો હોય ત્યારે રોગનું અગાઉ નિદાન થયેલુ ન હોય.
પ્રખ્યાત ઇન્સ્યોરન્સ પ્રોવાઇડરો દ્વારા નીચેની પરિસ્થિતિઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ પણ વધારવામાં આવે છે:
હોસ્પિટલમાં દાખલ થતા પહેલાના ખર્ચાઓ જેમ કે ડાયગ્નોસિસનો ખર્ચ અને ડોકટરોની ફી વગેરે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન્ દ્વારા આવરી લેવામાં આવી શકે છે. ડિસ્ચાર્જ કર્યા બાદના ખર્ચાઓ જેમ કે દવા, નિયમિત તપાસ, ઈન્જેક્શન વગેરે પણ મોટાભાગની ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ભરપાઈ કરવામાં આવે છે. આ બધા ખર્ચાઓ સામે વળતરની રકમ એક સામટી રકમ તરીકે અથવા સંબંધિત બિલો બનાવીને વસૂલી શકાય છે.
હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીઓ ICU બેડ ચાર્જને પણ આવરી લે છે. વીમાધારક વ્યક્તિ પ્રાઇવેટ રૂમમાં રહેવાનું પણ પસંદ કરી શકે છે, જેનો ખર્ચ સંબંધિત ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર વિવેકાપૂર્ણ રીતે એક ચોક્કસ રકમ અથવા વીમાની કુલ રકમ સુધી ચૂકવી શકાય છે.
માનસિક સારવાર માટે યોગ્ય સમયે હોસ્પિટલમાં દાખલ થવું એ પણ આવી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવે છે. ભારતમાં અને વૈશ્વિક સ્તરે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના વધતા દર સાથે, આ સુવિધા વ્યક્તિઓને સારી રીતે સંપૂર્ણ જીવન માટે નાણાંકીય મદદ મેળવવાની મંજૂરી આપે છે.
માત્ર ચોક્કસ ઇન્સ્યોરન્સ કંપનીઓ વ્યક્તિઓને તેમની સ્થૂળતાની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરવાના હેતુથી સર્જરીઓ માટે કરવામાં આવતા તમામ ખર્ચાઓ ઉઠાવવા માટે સંમત થાય છે. સ્થૂળતા ઘણીવાર વ્યક્તિઓને અન્ય સંબંધિત બિમારીઓ તરફ દોરી જાય છે જેમ કે હૃદયની સમસ્યાઓ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, વગેરે. તે લાંબા ગાળે વ્યક્તિઓની એકંદર સુખાકારી બગાડી નાંખે છે.
એક કોમ્પ્રિહેન્સિવ હેલ્થ પૉલિસીની આવી વિશેષતાઓ વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતા તમામ મોટા તબીબી ખર્ચાઓને પહોંચી વળવામાં સક્ષમ છે. સહેજ ઊંચા પ્રીમિયમ ચાર્જ પર, મોટી સંસ્થાઓ દ્વારા હાઇ કવરેજ ફેસિલિટીના સ્વરૂપમાં વધારાના લાભો ઓફર કરવામાં આવે છે.
હોસ્પિટલના રૂમનું ભાડું આવી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવે છે, જે વીમાધારક વ્યક્તિઓને આરામથી સાજા થવાની મંજૂરી આપે છે. આવા કિસ્સાઓમાં વિતરણ કરવામાં આવેલ કુલ રકમ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા અગાઉથી નક્કી કરવામાં આવે છે.
ડાયાલિસિસ, મોતિયા, ટોન્સિલેક્ટોમી વગેરે જેવી હોસ્પિટલોમાં ડેકેર સારવાર માટે થતા ખર્ચ મોટાભાગની હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે.
સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી મેડિકલ ઇમરજન્સીના સમયમાં એમ્બ્યુલન્સના કોઈપણ ખર્ચને આવરી લે છે. આનાથી નોંધપાત્ર ફાયદો થાય છે કારણ કે મોંઘી હોસ્પિટલો વારંવાર ટ્રાન્સપોર્ટેશન માટે મોટી રકમ વસૂલે છે.
આવી હેલ્થ ઇન્સ્યોરન્સ વીમા પૉલિસી હેઠળ, તમે વર્ષમાં બે વાર વીમાની રકમ સુધીના દાવા કરી શકો છો, જો દરેક વખતે તબીબી સ્થિતિ અલગ હોવી જોઇએ.
પ્રત્યેક નોન-ક્લેઈમ વર્ષ માટે, વીમાધારક વ્યક્તિઓને ત્યાર પછીના વર્ષોમાં મોટું ડિસ્કાઉન્ટ અથવા ઊંચી વીમા રકમ (કોઈ વધારાના ખર્ચ વિના) આપવામાં આવે છે, જે વાર્ષિક ચૂકવવાપાત્ર તેમના પ્રીમિયમ ચાર્જને ઘટાડવામાં અથવા તેમના વીમાની રકમના કવરેજને વિસ્તારવામાં મદદ કરી શકે છે.
ડૈઇલી કેશ એલાઉન્સ ચોક્કસ સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે, જે વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ થવાના સમયે પગારના ખોટની ભરપાઈ કરવામાં સક્ષમ બનાવે છે.
લોકપ્રિય ઇન્સ્યોરન્સ કંપનીઓ વીમાધારક વ્યક્તિની સારવાર પ્રક્રિયા દરમિયાન બનનાર સંપૂર્ણ બિલને વીમાની રકમ સુધી આવરી લે છે. ઝી કો-પેમેન્ટ દર્દીની નાણાકીય જવાબદારી ઘટાડે છે, તેને/તેણીને ફક્ત સાજા થવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપે છે.
આ વિશે વધારો જાણો
ભારતમાં, સારવારનો ખર્ચ સામાન્ય રીતે એક શહેરથી બીજા શહેરમાં બદલાય છે. તે ખાસ કરીને દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રોપોલિટન શહેરોમાં વધારે છે.
ઝોન અપગ્રેડ સાથે, તમે વિવિધ શહેરના ઝોનમાં સારવાર માટે વધુ નાણાકીય કવરેજ મેળવી શકો છો. શહેરના મેડિકલ ખર્ચ પ્રમાણે ઝોનનું વર્ગીકરણ કરવામાં આવે છે. કોઈ ચોક્કસ પ્રદેશમાં મેડિકલ ખર્ચ જેટલો વધુ હોય છે, તેટલો વધુ તે આવા વર્ગીકરણમાં મૂકવામાં આવે છે.
આ એડ-ઓન તમને થોડા વધારે પ્રીમિયમ સાથે વિવિધ પ્રદેશો અથવા ઝોનમાં સારવારના ખર્ચમાં અસમાનતા માટે રિપોર્ટ કરવાની મંજૂરી આપે છે. પરંતુ પછીથી તમને તમારા કુલ પ્રીમિયમ પર 10%-20%ની બચત કરવાની મંજૂરી આપે છે.
*હાલમાં, ડિજિટ પર, અમારી પાસે કોઈ ઝોન અપગ્રેડ એડ ઓન નથી. જો કે, જો તમે ઝોન Bમાં રહેતા હોવ તો તમને પ્રીમિયમ પર વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે. એટલું જ નહીં, અમારી પાસે ઝોન-આધારિત કો-પેમેન્ટ નથી.
હોમ હૉસ્પિટલાઇઝેશન માટે થતા તમામ ખર્ચ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્સ્યોનર્સ પૉલિસી હેઠળ કવરેજ કરવામાં આવે છે. આમાં દર્દીની વ્યાપક સારવાર માટે દવા, નર્સ ફી, ઇન્જેક્શનના ચૂકવવાપાત્ર ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.
અંગ દાન સંબંધિત તમામ મેડિકલ બિલ સામે ક્લેઈમ કરી શકાય છે. તમામ મોટી ઇન્સ્યોરન્સ કંપનીઓ તેમની ઇન્સ્યોરન્સ પ્રોડક્ટો પર ઉપરોક્ત જોગવાઈઓ જાળવી રાખે છે. તેમ છતાં, વિવિધ પ્રકારની ઇન્સ્યોરન્સ પૉલિસીઓ ચોક્કસ રોગોના કિસ્સામાં અથવા વિવિધ વય જૂથોને પૂરી પાડવા માટે ઓફર કરવામાં આવે છે.
તેનું નામ જ સૂચવે છે આ એક વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી છે, તે માત્ર એક વ્યક્તિની સારવાર ખર્ચને આવરી લે છે. આ કવર તમારા માટે, તમારા જીવનસાથી અને બાળકો સહિત માતાપિતા માટે મેળવી શકાય છે.
આ પ્લાન્ હેઠળ, કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત વીમાની રકમ મળે છે. દાખ તરીકે; જો તમારા પ્લાનની વીમા રકમ રૂ. 10 લાખ છે, તો કુટુંબના દરેક સભ્યને તે પોલિસીના સમયગાળા માટે પ્રત્યેકને 10 લાખ સુધીનો ઉપયોગ કરવા મળે છે, એટલે કે જો તમે ત્રણ સભ્યો માટે વ્યક્તિગત પ્લાન ખરીદતા હોવ, તો ત્રણ માટે સામૂહિક વીમાની રકમ રૂ. 30 લાખ હશે.
તેનો અર્થ એ છે કે જો એક જ સમયે તમારા પરિવારના તમામ/એક કરતાં વધારે સભ્યોને કંઈક થાય છે, તો આ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી અલગ-અલગ વીમાની રકમને કારણે તે બધાને આવરી લેવા માટે પૂરતી હશે.
આવા પ્લાન્સ હેઠળ, એક પોલિસી હેઠળ તમામ વ્યક્તિઓ માટે એક જ વીમાની રકમ ઉપલબ્ધ છે. આ સમગ્ર રકમને કોઇ એક વ્યક્તિની સારવાર માટે ખર્ચી શકાય છે, જો કે અન્ય કિસ્સાઓમાં અન્ય મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં ત્યાર પછીના ક્લેઈમને કવર કરવામાં આવતા નથી.
સિનિયર સિટીઝન ફેમિલી ફ્લોટર પ્લાન હેઠળ પાત્રતા ધરાવતા નથી, કારણ કે તેમની મેડકિલ જરૂરિયાતો વધુ જટિલ હોય છે.
ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો
વયોવૃદ્ધ વ્યક્તિઓના તમામ મેડિકલ ખર્ચાઓને અનુરૂપ બનાવેલા, આવા પ્લાન્સ ફક્ત 60 વર્ષથી વધુ ઉંમરના લોકો જ મેળવી શકે છે. વૃદ્ધાવસ્થાને કારણે ઉભી થઇ શકે તેવી વિવિધ પ્રકારની બીમારીઓ માટે કોમ્પ્રિહેન્સિવ કવરેજ લંબાવવામાં આવે છે.
કંપનીઓ આવા પ્લાન્સ તેમના કર્મચારીઓ માટે મેળવે છે. પ્રીમિયમ નોકરીદાતા દ્વારા ચૂકવવામાં આવે છે અને તેમાં એવી જોગવાઈઓ છે જે વીમાની રકમને ફરીથી ભરવાની ખાતરી આપે છે. આવી ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીઓ ખર્ચ-અસરકારક હોય છે અને કર્મચારીને જાળવી રાખવાની યુક્તિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
જો કે, તમારે યાદ રાખવું જોઈએ કે જ્યાં સુધી તમે કંપનીમાં નોકરી કરતા હોવ ત્યાં સુધી જ આ ઇન્સ્યોરન્સ કવરનો લાભ લઈ શકાય છે. જો તમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવે અથવા કંપનીમાં તમે નોકરી છોડી દો તો કવરનો લાભ મેળવી શકાતો નથી.
ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવેલ તમામ અગાઉના અને પ્રસૂતિ પછીના ખર્ચાઓ મેટરનિટી ઇન્સ્યોરન્સ કવર હેઠળ આવરી લેવામાં આવે છે. નવજાત શિશુના મેડિકલ બિલમાં પણ પ્રથમ ત્રણ મહિનાનો સમાવેશ થાય છે. જો કે, આવી પોલિસીઓ બે વર્ષના વેઇટિંગ પિરિયડ સાથે આવે છે.
મેટરનિટી ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો
ઘણી વાર, હેલ્થ ઇન્સ્યોરન્સ કવરનો લાભ લેતી વખતે તમે જે સારવારના ખર્ચનો અંદાજ લગાવો છો તે સમયાંતરે જતાં વધી શકે છે, તેમ છતાં તમારી વીમાની રકમ યથાવત રહે છે.
આવા સંજોગોમાં, તમે અલગ પોલિસી ખરીદવાને બદલે તમારા હાલના કવર માટે ટોપ-અપ મેળવવાનું પસંદ કરી શકો છો. આ ટોપ-અપ પોલિસી કુલ વીમાની રકમ વધારવામાં મદદ કરે છે જેનો તમે કોઈપણ કટોકટીના કિસ્સામાં ઉપયોગ કરી શકો છો.
પરંતુ ટોપ-અપ મેળવવા માટે, તમારે પહેલા કપાતપાત્ર રકમ પસંદ કરવાની જરૂર પડશે. ઉદાહરણ તરીકે, જો તમે રૂ. 50,000ના કપાતપાત્ર સાથે રૂ. 3 લાખના ટોપ-અપ પ્લાન માટે જાઓ છો.
ત્યારબાદ, ક્લેઈમ કરવાના સમયે, તમારે પહેલા આ રૂ. 50,000 તમારા ખિસ્સામાંથી ભરવા પડશે. એકવાર કપાતપાત્ર રકમ ખતમ થઈ જાય પછી, ઇન્સ્યોરન્સ કંપની ચિત્રમાં આવશે અને 3 લાખ સુધીના બાકીના ખર્ચાઓ ઉઠાવશે.
આ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન્સ વ્યક્તિ દ્વારા તેમના જીવનકાળ દરમિયાન જે આરોગ્યસંભાળના ખર્ચાઓ કરવામાં આવી શકે છે તેને પહોંચી વળવા માટે સક્ષમ છે. તે લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસીથી નોંધપાત્ર રીતે અલગ છે, કારણ કે તે વીમાધારક વ્યક્તિના જીવન અથવા મૃત્યુ બાદ ફાઇનાન્સિયલ કવરેજ પુરું પાડે છે.
ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રકારો વિશે વિગતવાર જાણો.
જ્યારે લાઇફ ઇન્સ્યોરન્સ પૉલિસીનો ઉદ્દેશ્ય અકાળે મૃત્યુના કિસ્સામાં વીમાધારકના આશ્રિત પરિવારના સભ્યોની નાણાકીય જરૂરિયાતોને સુરક્ષિત કરવાનો છે, ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ અને સારવારની સુવિધાની વ્યક્તિગત પહોંચ આપે છે.
તફાવતના મુદ્દાઓ |
હેલ્થ ઈન્સ્યોરન્સ |
લાઈફ ઈન્સ્યોરન્સ |
ઉદ્દેશ્ય |
અમુક બિમારીઓના નિદાનના કિસ્સામાં સારવાર અને સ્વાસ્થ્યની પુનઃ પ્રાપ્તિ માટેના તમામ તબીબી ખર્ચાઓને આવરી લો. |
અકાળે મૃત્યુના કિસ્સામાં અંગત કુટુંબને નાણાકીય સુરક્ષા. |
ચૂકવવાપાત્ર રકમ |
વીમાની રકમ સુધી |
ડેથ બેનિફિટ (વીમાધારકનું અકાળે મૃત્યુ થવા પર) પાકતી મુદત પર અંદાજિત રકમનો પે-આઉટ |
કર લાભો |
₹ 1 લાખ સુધીના હેલ્થ ઈન્સ્યોરન્સ કર લાભો. (આવક વેરાની કલમ 80D) |
પ્રતિ વર્ષ 1.5 લાખ સુધીના કર લાભો (આવક વેરા કાયદાની કલમ 80C હેઠળ) |
જો તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીનો લાભ મેળવો છો, તો તમે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80D હેઠળ ટેક્સ બેનેફિટ્સ મેળવી શકો છો. નીચે આપેલું કોષ્ટક તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી પર કર મુક્તિની માહિતી દર્શાવે છે:
યોગ્યતા |
કરમુક્તિ મર્યાદા |
સ્વ અને કુટુંબ માટે (જીવનસાથી, નિર્ભર બાળકો) |
₹25,000 સુધી |
સ્વ, કુંટુંબ માટે + માતાપિતા( 60 વર્ષની નીચેની વયના) |
(₹25,000 + ₹25,000) = ₹50,000 સુધી |
સ્વ અને કુટુંબ માટે ( જ્યાં સૌથી મોટો સભ્ય 60 વર્ષની વયથી નીચે છે + માતાપિતા( 60 વર્ષથી ઉપરની વયના) |
(₹25,000 + ₹50,000) = ₹75,000 સુધી |
સ્વ અને કુટુંબ માટે( સૌથી મોટો સભ્ય 60 વર્ષની વયથી ઉપર છે + માતાપિતા( 60 વર્ષથી ઉપરની વયના) |
(₹50,000 + ₹50,000) = ₹ 1,00,000 સુધી |
યોજના પસંદ કરતા પહેલા લોકોએ નીચેના પરિમાણોને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ:
વ્યક્તિની ઉંમર અને મેડિકલ હિસ્ટ્રીના આધારે ઇન્સ્યોરન્સ પ્લાન્સની પસંદગી કરવી જોઈએ. ઉપરાંત, ઇન્સ્યોરન્સ કંપની દ્વારા વિસ્તૃત કવરેજ બેનેફિટ્સ તેમજ કોઈપણ ક્લેઈમ કરી શકાય તે માટેનો વેઇટિંગ પિરિયડ જુઓ.
આ એક મહત્વપૂર્ણ પરિબળ છે જેનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવું જોઈએ, કારણ કે તે ક્લેઈમની રકમના વિતરણ માટે લેવામાં આવેલી પદ્ધતિ અને સમયને પ્રતિબિંબિત કરે છે.
મુશ્કેલી-મુક્ત વળતરની ખાતરી કરવા માટે, ખાતરી કરો કે તમારી ઇન્સ્યોરન્સ કંપની નીચેની શરતોને સંતોષે છે -
મોટી સંખ્યામાં નેટવર્ક હોસ્પિટલો સારવાર માટે જરૂરી કેશલેસ ક્લેઈમ ટ્રાન્સફરની ખાતરી આપે છે. તે સારવાર પ્રક્રિયાને સરળ બનાવીને થર્ડ- પાર્ટીની સંડોવણીની તકલીફો ઓછી થાય છે.
મોટી ઇન્સ્યોરન્સ કંપનીઓમાં પૉલિસીધારકોના મફત વાર્ષિક ચેક-અપની જોગવાઈઓ છે, જેનાથી તેઓ તેમના આરોગ્યની સ્થિતિ પર નજર રાખી શકે છે.
એવી ઇન્સ્યોરન્સ કંપનીઓ પસંદ કરો કે જેમની પોલિસીમાં આજીવન રિન્યુએબિલિટી કલમ હોય. આવી સુવિધાઓ આરોગ્યની બગડતી સ્થિતિમાં સતત પ્રીમિયમ ચૂકવીને વ્યક્તિઓને કોઈપણ અણધારી પરિસ્થિતિઓમાં આર્થિક રીતે સુરક્ષિત રહેવાની મંજૂરી આપે છે.
તમે નીચે આપેલા નિર્દેશોને ધ્યાનમાં રાખીને તમારી તમામ તબીબી આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે અનુકૂળ હોય તેવી આદર્શ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી પસંદ કરી શકો છો. હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી દ્વારા નજીવો પ્રીમિયમ ચાર્જ તમારા જીવનકાળ દરમિયાન નાણાકીય બોજને નોંધપાત્ર રીતે હળવો કરવામાં એક લાંબો રસ્તો કાપ શકે છે.