ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ એ એક એવા પ્રકારનો હેલ્થ ઈન્સ્યોરન્સ છે જે એક જ સંસ્થા હેઠળ કામ કરતા લોકોના જૂથને આવરી લે છે. આને ઘણીવાર કર્મચારીઓ માટેના મૂલ્યવાન લાભ તરીકે ઓફર કરવામાં આવે છે કારણ કે તેના માટેનું પ્રીમિયમ એમ્પ્લોયર દ્વારા ઉઠાવવામાં આવે છે. જૂથ હેલ્થ ઈન્સ્યોરન્સ કવરેજને કેટલાંક કિસ્સાઓમાં કર્મચારીઓના પરિવારના સભ્યો સુધી વિસ્તૃત કરી શકાય છે. આ ઇન્સ્યોરન્સ પ્લાનને કોર્પોરેટ હેલ્થ ઈન્સ્યોરન્સ અથવા કર્મચારી હેલ્થ ઈન્સ્યોરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જો કે, વ્યક્તિગત હેલ્થ ઈન્સ્યોરન્સ યોજનાઓની તુલનામાં તેની કિંમત તુલનાત્મક રીતે ઘણી ઓછી છે અને કરમાં ઘટાડો કરવામાં નોકરીદાતાઓને પણ ફાયદો થાય છે, તેથી તે એમ્પ્લોયર અને કર્મચારી બંને માટે ફાયદાકારક બને છે.
ડિજીટ પર, અમે તમારા કર્મચારીઓને તમામ બિમારીઓ અને રોગોથી કવર કરવા માટે એક કોમ્પ્રિહેન્સીવ કર્મચારી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન અને તમારા કર્મચારીઓને આ ગંભીર રોગચાળા સામે કવર કરી લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે એક COVID-19 વિશિષ્ટ જૂથ કવર બંને ઓફર કરીએ છીએ.
ડિજીટ હેલ્થ પ્લસ પોલિસી (રિવિઝન) - GODHLGP21487V032021
પ્રીમિયમ |
દરેક કર્મચારી દીઠ ₹1302 થી શરૂ થાય છે |
કોપેમેન્ટ |
કોઈ ઉંમર આધારિત કોપેમેન્ટ નથી |
કેશલેસ હોસ્પિટલ |
સમગ્ર ભારતમાં 16400+ કેશલેસ હોસ્પિટલ |
ખરીદવાની અને ક્લેઇમ કરવાની પ્રક્રિયા |
પેપરલેસ પ્રક્રિયા, ડિજિટલ રીતે મૈત્રીપૂર્ણ |
સંપર્કનું બિંદુ |
સંપર્કનું એક જ બિંદુ |
કોરોનાવાયરસ માટે સારવાર |
ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સમાં કવર કરેલ છે અને એક અલગ ગ્રૂપ તરીકે પણ ઓફર કરવામાં આવે છે. |
એક કંપની સામાન્ય રીતે સંબંધિત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રદાતાને તેમના કર્મચારીઓને જૂથ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન સાથે કવર કરી લેવા માટે પસંદ કરે છે, જેનું પ્રીમિયમ સામાન્ય રીતે સંબંધિત કંપની પોતે ચૂકવે છે, અને કર્મચારીઓને હેલ્થકેર એક લાભ તરીકે ઓફર કરે છે.
કંપનીના તમામ કર્મચારીઓ માટે ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન લેવામાં આવશે, તેથી મૂળભૂત યોજના અને સમ ઇન્સ્યોર્ડ પણ તમામ કર્મચારીઓ માટે સમાન હશે. જો કે, કર્મચારીઓ તેમના જીવનસાથી અને બાળકો જેવા આશ્રિતોને ઉમેરવાનું પણ પસંદ કરી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં વધારાના પ્રીમિયમની ચૂકવણી કરીને તેમના વરિષ્ઠ માતાપિતાને પણ સામેલ કરી શકે છે.
એવા એમ્પ્લોયર બનો જે વાસ્તવમાં તેના કર્મચારીઓની કાળજી રાખે છે. તેનું નામ સૂચવે છે તેમ, ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ એ એક પ્રકારની હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી છે જે એવા લોકોના જૂથને સમર્પિત છે, જે એક સામાન્ય છત્ર હેઠળ કામ કરે છે.
યુવા સ્ટાર્ટઅપ્સ અને મોટી સંસ્થાઓ બંનેના કર્મચારીઓ માટે સામાન્ય રીતે ખરીદવામાં આવતા, ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન માત્ર કર્મચારીઓને જ લાભ આપતી નથી, પરંતુ એમ્પ્લોયરને પણ લાભકારી છે કારણ કે આજે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ જેવા ઉપયોગી લાભો આપતી સંસ્થાઓની તરફેણ કરે છે અને નોકરી ચાલુ રાખે છે.
સામાન્ય રીતે, 10 કે તેથી વધુ સભ્યો ધરાવતી કોઈપણ સંસ્થાએ તેમના કર્મચારીઓને હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે સુરક્ષિત કરવા જોઈએ. જો તમને ખાતરી ન હોય કે તમને તેની જરૂર છે કે કેમ, તો અમે તેને તમારા માટે વિગતવાર સમજાવીએ છીએ.
વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ |
ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ |
આ કિસ્સામાં, દરેક વ્યક્તિ તેમના સંબંધિત ઇન્સ્યોરર સાથે સીધાં સંપર્કમાં રહે છે. |
અહીં, કંપની સંબંધિત ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રદાતા સાથે સીધાં સંપર્કમાં રહે છે. |
દરેક વ્યક્તિ પોતાની પૉલિસીને કોઈપણ સમયે રદ કરવાનો અધિકાર ધરાવે છે. |
ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સના કિસ્સામાં, ફક્ત એમ્પ્લોયરને જ એ પૉલિસી રદ કરવાનો અધિકાર હોય છે. |
વ્યક્તિગત પોલિસી જ્યાં સુધી વ્યક્તિએ સંબંધિત પ્રીમિયમ વાર્ષિક ધોરણે ચૂકવ્યું હોય ત્યાં સુધી માન્ય છે. |
ગ્રૂપ હેલ્થ પૉલિસી જ્યાં સુધી એ કર્મચારી સંબંધિત સંસ્થાનો ભાગ હોય ત્યાં સુધી માન્ય છે. |
વ્યક્તિગત હેલ્થ પૉલિસી મુખ્યત્વે વ્યક્તિની ઉંમર, તબીબી ઇતિહાસ, આરોગ્યની સ્થિતિ વગેરે પર આધારિત હોય છે. |
ગ્રૂપ હેલ્થ પૉલિસી મુખ્યત્વે સંસ્થાની શક્તિ પર આધારિત છે; નાણાકીય અને કર્મચારી શક્તિ એ બંને. |
સામાન્ય રીતે, કોઈપણ વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સમાં ઇન્સ્યોરરે પ્રી-મેડિકલ ચેકઅપ કરાવ્યું હોય છે, જેના આધારે પૉલિસી ફાળવવામાં આવે છે. |
ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં, ઇન્સ્યોરર દ્વારા પ્રી-મેડિકલ ચેક-અપ કરાવવામાં આવતું નથી, જે પૉલિસી નકારવામાં આવવાના જોખમને ઘટાડે છે. |
ડિજિટ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ |
ડિજિટ ઇલનેસ ગ્રૂપ ઇન્સ્યોરન્સ (કોવિડ-19) |
ડિજીટ ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ એ એક કોમ્પ્રિહેન્સીવ કોર્પોરેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન છે જે સંસ્થાના તમામ કર્મચારીઓને બીમારીઓ, રોગો અને અકસ્માતોથી થતા હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ માટે કવર પૂરૂં પાડે છે. આવરી લે છે. વધુમાં, ડિજીટનો ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ કોવિડ-19 ને તે રોગચાળો હોવા છતાં પણ કવર કરી લે છે. |
વર્તમાન પરિસ્થિતિને જોતાં, અમે સમજીએ છીએ કે ઘણા ધંધાઓ પ્રીમિયમના ખર્ચ અને હાલમાં ચાલી રહેલી નાણાકીય અસુરક્ષાઓને જોતાં સંપૂર્ણ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ કવરને પસંદ કરવા માંગતા નથી. જો કે, એવી ભલામણ કરવામાં આવી છે કે એમ્પ્લોયર તેમના કર્મચારીઓને ઓછામાં ઓછું COVID-19 માટે કવર પૂરૂં પાડે. તેથી જ, અમે તમામ કર્મચારીઓને સસ્તા ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર કોવિડ-19 ને કવર કરવામાં મદદ કરવા માટે કસ્ટમાઇઝ કરેલું કવર બનાવ્યું છે. |
અસ્વિકરણ: આ ડેટામાં 13મી સપ્ટેમ્બર 2021 સુધી ડિજિટ હેલ્થ પ્લસ પૉલિસી (રિવિઝન) અને ડિજિટ ઇલનેસ ગ્રુપ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવેલા સભ્યોનો સમાવેશ થાય છે.