શું તમને લાગે છે કે તમે સ્વસ્થ છો? સારું, જો હા, તો અમે તમારા માટે ખુશ છીએ. પરંતુ શું તમને 100% ખાતરી છે કે તમે ભવિષ્યમાં પણ સ્વસ્થ રહેશો? ના, આપણામાંથી કોઈ નહિ. તમારા માટે અને તમારા પ્રિયજનો માટે આયોજન કરવું અને ભવિષ્યમાં તણાવમુક્ત રહેવું વધુ સારું છે.
તમને ખબર નથી કે તમારે ક્યાંથી શરૂઆત કરવી? ચિંતા કરશો નહીં, અહીં અમે તમને મદદ કરવા માટે છીએ 😊
તબીબી ઈમરજન્સીના કિસ્સામાં તમે શ્રેષ્ઠ લાભો મેળવી શકો તેવા બે માર્ગો છે, એક રીત છે મેડિક્લેઈમ અને બીજી છે હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાન. અમે તમને બંને વિશે સમજાવીશું જેથી તમને વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકો.
મેડિક્લેઈમ એ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી છે જે તમને મેડિકલ ઇમરજન્સીના સમયે ચોક્કસ નાણાકીય સુરક્ષા આપે છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે તે નીચેના તમામ ખર્ચને આવરી લે છે;
મેડિક્લેઈમ બે પ્રકારના હોય છે- કેશલેસ અને રિઈમ્બર્સમેન્ટ/ભરપાઇ.
હેલ્થ ઇન્શ્યુરન્સ એ એક ઇન્શ્યુરન્સ કવર છે જે તમને ઈમરજન્સીના કિસ્સામાં તબીબી અને સર્જિકલ ખર્ચ માટે સંપૂર્ણ કવરેજ આપે છે. જો તમારી પાસે હેલ્થ ઇન્શ્યુરન્સ હોય, તો તમે કાં તો પોતાના ખિસ્સામાંથી ખર્ચો ચૂકવો છો જે પાછળથી તમારી ઇન્શ્યુરન્સ કંપની દ્વારા ભરપાઈ કરવામાં આવે છે અથવા ઇન્શ્યુરન્સ કંપની સીધા જ હોસ્પિટલ સાથે બિલનું સમાધાન કરે છે.
બંને સરખા લાગે છે ને? પરંતુ બંને વચ્ચેનો તફાવત જાણીને તમને આશ્ચર્ય થશે.
મેડિક્લેઈમ |
હેલ્થ ઇન્શ્યુરન્સ |
મેડિક્લેઈમ માત્ર હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ સામે કવરેજ આપે છે; એટલે કે જો તમે માત્ર હોસ્પિટલમાં દાખલ હોવ તો જ તમે આ માટે ક્લેમ કરી શકો છો. |
હેલ્થ ઇન્શ્યુરન્સ એક વ્યાપક કવર ઓફર કરે છે જે માત્ર હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ કરતાં વધુ આવરી લે છે. આમાંના કેટલાક ખર્ચમાં વાર્ષિક હેલ્થ તપાસ, દૈનિક હોસ્પિટલ રોકડ જરૂરિયાત, OPD ખર્ચ અને વૈકલ્પિક સારવાર આયુષનો સમાવેશ થાય છે. |
મેડિક્લેઈમ સાથે કોઈ એડ-ઓન કવર નથી મળતું. |
ક્રિટીકૅલ બીમારી કવર, મેટરનિટી બેનિફિટ અને ઇન્ફર્ટિલિટી કવર વગેરે સહિતના અસંખ્ય એડ-ઓન્સ કવર છે. |
મેડિક્લેઈમમાં હોસ્પિટલાઈઝેશનનું કવર મર્યાદિત છે અને રૂ. 5 લાખથી વધુ નથી મળતું. |
હેલ્થ ઇન્શ્યુરન્સ કવચ વ્યાપક છે અને તે વય, શહેર, એક પ્લાનમાં સભ્યોની સંખ્યા વગેરેના આધારે નક્કી કરવામાં આવે છે. |
મેડિક્લેઈમ ફ્લેક્સિબલ/લવચીક નથી. |
હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાન ફ્લેક્સિબલ/લવચીક હોય છે અને તેને કસ્ટમાઇઝ પણ કરી શકાય છે. |
તમારો નિર્ણય ઘણા પરિબળો પર આધારિત હશે, જેમ કે:
જો તમે જાણતા હોવ કે ઉપર જણાવેલ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને તમારા અને તમારા પ્રિયજનો માટે શું શ્રેષ્ઠ રહેશે તો બેમાંથી એક પસંદ કરવું મુશ્કેલ નથી. અને જો તમને વધુ માહિતીની જરૂર હોય, તો સંપર્ક કરો! અમે તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છીએ.
મહત્વપૂર્ણ/જરૂરી સૂચના: કોરોનાવાયરસ હેલ્થ ઇન્શ્યુરન્સમાં શું આવરી લેવાય છે અને તેના લાભ વિશે વધુ જાણો