ડેન્ટલ કવર સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ
સાવ સાદી ભાષામાં કહીએ તો, એક ડેન્ટ્લ હેલ્થ ઇન્સ્યોરન્સ એ એવો હેલ્થ ઇન્સ્યોરન્સ છે કે જે તમારી જરૂરી ડેન્ટલ ટ્રીટમેન્ટને પણ કવર કરે છે. પરંપરાગત રીતે, ઘણાં સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન તમારી ડેન્ટલ ટ્રીટમેન્ટ અને કેર માટે ઇન્સ્યોરન્સ આપતા નથી. જો કે, ડિજિટ ખાતે અમે તેને ઓ.પી.ડી. (OPD) લાભ હેઠળ અમારા ડિજિટ હેલ્થ કેર પ્લસ પ્લાનના ભાગરૂપે કવર કરીએ છીએ.
તમારે એક ડેન્ટલ હેલ્થ ઇન્સ્યોરન્સની શા માટે જરૂર છે?
સામાન્ય રીતે, નવીન ટેકનોલોજી, મોંઘવારી, ખર્ચાળ સેટ-અપ, સામગ્રીઓ અને સંકળાયેલા લેબ વર્કને કારણે ડેન્ટલ ટ્રીટમેન્ટ ખર્ચાળ હોય છે.
ભારતમાં કુલ હેલ્થકેર પર થતાં ખર્ચના 62% જેટલો ખર્ચ ઓ.પી.ડી. (OPD) પર થાય છે! (2)
ધી વર્લ્ડ ડેન્ટલ ફેડરેશનના કહેવા પ્રમાણે, વિશ્વભરમાં, 3.9 મિલિયનથી વધુ લોકો ઓરલ હેલ્થની બિમારીઓથી પીડિત છે! (3)
ડેન્ટલ ટ્રીટમેન્ટને કવર કરતા ડિજિટ હેલ્થ ઇન્સ્યોરન્સની શ્રેષ્ઠ બાબત શું છે?
સરળ ઓનલાઈન પ્રક્રિયાઓ - ડેન્ટલ ટ્રીટમેન્ટ સાથેની હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી ખરીદવાથી લઈને ડેન્ટલ હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેઇમ કરવા સુધીની પ્રક્રિયા ડિજિટલ, સરળ, ઝડપી અને મુશ્કેલીમુક્ત છે! કોઈ હાર્ડ કોપી નથી, દાવાઓ માટે પણ!
રોગચાળાને કવર કરે છે: જો વર્ષ 2020 પાસેથી આપણે કશું શીખ્યા હોઈએ, તો એ છે કે બધું જ અનિશ્ચિત છે! પછી તે કોવિડ - 19 વાયરસ હોય કે બીજો કોઈ વાયરસ હોય, રોગચાળાને કવર કરી લેવાયા છે!
ઉંમર-આધારિત કો-પેમેન્ટ નથી: અમારા ઓ.પી.ડી (OPD) કવર સાથેના, ડેન્ટલ ટ્રીટમેન્ટને સમાવી લેતાં હેલ્થ ઇન્સ્યોરન્સ માટે કોઈપણ જાતનું ઉંમર-આધારિત કોપેમેન્ટ કરવું પડતું નથી; એટલે કે, ક્લેઇમ દરમિયાન તમે તમારા ખિસ્સામાંથી કશું જ ચૂકવશો નહીં!
ક્યુમ્યુલેટિવ બોનસ: જો તમે વર્ષ દરમિયાન કોઈપણ ક્લેઇમ નહીં કરો તો પણ કોઈ ફરક પડશે નહીં - તમને તો પણ લાભ જ થશે! તમે દરેક ક્લેઇમ વિનાના વર્ષ માટે, વાર્ષિક ક્યુમ્યુલેટિવ બોનસ મેળવી શકો છો!
કૉમ્પ્લિમેન્ટરિ વાર્ષિક આરોગ્ય તપાસ: શું તમે જાણો છો કે દાંતની સંભાળ સહિતની મોટાભાગની આરોગ્યસંભાળની સમસ્યાઓને નિયમિત તપાસથી ટાળી શકાય છે? આ હેલ્થ ઇન્સ્યોરન્સ કૉમ્પ્લિમેન્ટરિ વાર્ષિક આરોગ્ય તપાસના રિન્યૂઅલ લાભ સાથે આવે છે, જેથી તમે તમારા એકંદર આરોગ્ય અને સુખાકારીની માહિતી વિશે હંમેશા અદ્યતન રહી શકશો!
તમારી પસંદગીની કોઈપણ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ મેળવો: રોકડ રહિત દાવાઓ માટે ભારતમાં અમારી 10500+ નેટવર્ક હોસ્પિટલોમાંથી પસંદ કરો અથવા વળતરની પસંદગી કરો
દાંતની સારવાર માટેના કવરેજ સહિત OPD કવર સાથે ડિજીટ હેલ્થ ઈન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે?
સ્માર્ટ + OPD | |
દાંતની સારવારદાંતના દુખાવામાં તાત્કાલિક રાહત માટે બહારના દર્દીઓની દાંતની સારવાર; દંત ચિકિત્સક પાસેથી લેવામાં આવે છે, જો કે અમે ફક્ત એક્સ-રે, એક્સ્ટ્રેકશન, અમાલગમ અથવા કોમ્પોસાઇટ ફીલિંગ, રૂટ કેનાલની સારવાર અને તેના માટે સૂચિત દવાઓ અને કિશોરો માટે દાંતની ગોઠવણી માટેની ચૂકવણી કરીશું. |
|
OPD કવરેજ | |
પ્રોફેશનલ ફીકોઈપણ બીમારી માટે તમારા સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવા માટે મેડિકલ પ્રેક્ટિશનરો દ્વારા તબીબી રીતે જરૂરી પરામર્શ અને પરીક્ષણો માટેની ફી. |
|
નિદાન ફીએક્સ-રે, પેથોલોજી, મગજ અને શરીરનું સ્કેન (MRI, CT સ્કેન) વગેરે જેવી બહારના દર્દીઓની તબીબી રીતે જરૂરી નિદાન પ્રક્રિયાઓ... ડાયગ્નોસ્ટિક સેન્ટરમાંથી સારવાર માટે નિદાન કરવા માટે ઉપયોગી છે. |
|
સર્જીકલ સારવારમેડિકલ પ્રેક્ટિશનર દ્વારા હાથ ધરવામાં આવતી નાની સર્જિકલ પ્રક્રિયાઓ જેમ કે POP, સ્યુચરિંગ, અકસ્માતો માટે ડ્રેસિંગ અને પશુ કરડવાથી સંબંધિત બહારના દર્દીઓની પ્રક્રિયાઓ વગેરે. |
|
દવાનું બિલતમારા મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ . |
|
સાંભળવાનું સાધનસાંભળવાની ગંભીર પરિસ્થિતિઓ ધરાવતા લોકો માટે જરૂરી સાંભળવાના સાધન આવરી લેવામાં આવે છે. |
|
અન્ય કવરેજ | |
કોરોનાવાયરસ સહિત તમામ હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચઆ બીમારી, અકસ્માત અથવા તો ગંભીર બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લે છે. જ્યાં સુધી કુલ ખર્ચ તમારી ઇન્સ્યોરન્સની રકમ સુધી હોય ત્યાં સુધી તેનો ઉપયોગ બહુવિધ હોસ્પિટલમાં દાખલ કરવા માટે કરી શકાય છે. |
|
ડે કેર પ્રક્રિયાઓહેલ્થ ઇન્સ્યોરન્સ સામાન્ય રીતે માત્ર 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવા માટેના તબીબી ખર્ચને આવરી લે છે. આ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવતી તબીબી સારવારને આવરી લે છે, માંજે તકનીકી પ્રગતિને કારણે 24 કલાકથી ઓછા સમય લાગે છે. |
|
ઉંમર આધારિત કો-પેમેન્ટ નથીકો-પેમેન્ટ એ હેલ્થ ઇન્સ્યોરન્સના દાવા દરમિયાન તમારે તમારા ખિસ્સામાંથી ચૂકવવાની જરૂર પડે તે રકમનો સંદર્ભ આપે છે. અમારા પ્લાનમાં, વય આધારિત કો-પેમેન્ટ સામેલ નથી! |
|
રૂમ ભાડાની મર્યાદા નથીરૂમની વિવિધ શ્રેણીઓનું ભાડું અલગ અલગ હોય છે. જેમ કે હોટલના રૂમમાં ટેરિફ હોય છે. ડિજીટ સાથે, કેટલાક પ્લાન તમને રૂમ ભાડાની મર્યાદા ન હોવાનો લાભ આપે છે, જ્યાં સુધી તે તમારી ઇન્સ્યોરન્સની રકમથી ઓછું હોય. |
|
ICU રૂમ ભાડાની મર્યાદા નથીICU (સઘન સંભાળ એકમો) ગંભીર દર્દીઓ માટે છે. ICUમાં સંભાળનું સ્તર ઊંચું છે, જેના કારણે ભાડું પણ વધારે છે. જ્યાં સુધી તે તમારી ઇન્સ્યોરન્ની રકમથી ઓછું હોય ત્યાં સુધી ડિજીટ ભાડા પર કોઈ મર્યાદા મૂકતું નથી. |
|
સંચિત બોનસદરેક ક્લેમ ફ્રી વર્ષ માટે રિવોર્ડ મેળવો. જો તમે એક વર્ષમાં કોઈ દાવો ન કરો, તો કેટલાક પ્લાન તમને આગામી વર્ષમાં વળતર સાથે રિવોર્ડ આપે છે. આ વધારાની છૂટને સંચિત બોનસ કહેવામાં આવે છે |
દરેક ક્લેમ ફ્રી વર્ષ માટે 10% CB (50% સુધી) |
રોડ એમ્બ્યુલન્સ ચાર્જરોડ એમ્બ્યુલન્સ ચાર્જ |
|
કોમ્પલીમેન્ટ્રી હેલ્થ ચેક અપતમે તમારા એકંદર આરોગ્ય અને સુખાકારી વિશે જાગૃત છો તેની ખાતરી કરવા માટે વાર્ષિક હેલ્થ ચેકઅપ મહત્વપૂર્ણ છે. આ એક રીન્યૂઅલ લાભ છે જે તમને તમારી પસંદગીની કોઈપણ હોસ્પિટલમાં કોઈપણ વાર્ષિક તબીબી પરીક્ષણો અને ચેકઅપ માટે તમારા ખર્ચની ભરપાઈ કરવાની મંજૂરી આપે છે. |
|
હોસ્પિટલમાં દાખલ થયા પછી લમ્પસમઆ એક લાભ છે જેનો ઉપયોગ તમે હોસ્પિટલમાં દાખલ થયા પછી, ડિસ્ચાર્જ સમયે તમારા તમામ તબીબી ખર્ચાઓને આવરી લેવા માટે કરી શકો છો. બિલની જરૂર નથી. તમે કાં તો આ લાભનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો અથવા ભરપાઈની પ્રક્રિયા દ્વારા, હોસ્પિટલમાં દાખલ થયા પછીના સ્ટાન્ડર્ડ લાભનો ઉપયોગ કરી શકો છો. |
|
માનસિક બીમારી કવરજો કોઈ આઘાતને કારણે, કોઈને માનસિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે, તો તેને આ લાભ હેઠળ આવરી લેવામાં આવશે. જો કે, OPD પરામર્શ આ હેઠળ આવરી લેવામાં આવતા નથી. |
|
બેરિયાટ્રિક સર્જરીઆ કવરેજ તેઓ માટે છે જેઓ તેમની સ્થૂળતા (BMI > 35)ને કારણે અંગની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો કે, જો સ્થૂળતા ખાવાની વિકૃતિઓ, હોર્મોન્સ અથવા અન્ય કોઈપણ સારવાર યોગ્ય પરિસ્થિતિઓને કારણે છે, તો આ સર્જરીનો ખર્ચ આવરી લેવામાં આવશે નહીં. |
|
વધારાના કવર તમે પસંદ કરી શકો છો | |
નવજાત શિશુ કવર સાથે ડિલીવરી સંબંધી લાભજો તમે આગામી બે વર્ષ કે તેથી વધુ સમયગાળામાં બાળકને જન્મ આપવાની યોજના બનાવો છો, તો તમે આ માટે પસંદગી કરી શકો છો. તે બાળકની ડિલિવરી (તબીબી રીતે જરૂરી સમાપ્તિ સહિત), વંધ્યત્વ નિવારણ ખર્ચ અને નવજાત બાળક માટે તેના પ્રથમ 90 દિવસ સુધીનું કવરેજ આવરી લે છે. |
|
ઝોન અપગ્રેડદરેક શહેર કાં તો ઝોન A, B અથવા C માં આવે છે. ઝોન Aમાં દિલ્હી અને મુંબઈ છે. ઝોન Bમાં બેંગ્લોર, હૈદરાબાદ, કોલકત્તા જેવા શહેરો છે. તબીબી ખર્ચ મુજબ ઝોન વિભાજિત કરવામાં આવે છે. ઝોન A શહેરોમાં સૌથી વધુ તબીબી ખર્ચ છે તેથી આ શહેરોમાં હેલ્થ ઇન્સ્યોરન્સ હેઠળ સારવાર લેવાનું પ્રીમિયમ થોડું વધારે છે. જો તમે જ્યાં રહો છો તેના કરતાં મોટા શહેરમાં સારવાર કરાવવા ઈચ્છો છો, તો તમે તમારા પ્લાનને અપગ્રેડ કરી શકો છો. |
|
Get Quote |
શું કવર થતું નથી?
ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેના આ ઇન્સ્યોરન્સમાં કોસ્મેટિક સર્જરી, ડેન્ચર્સ, ડેન્ટલ પ્રોસ્થેસિસ, ડેન્ટલ ઈમ્પ્લાન્ટ્સ, ઓર્થોડોન્ટિક્સ, ઓર્થોગ્નેથિક સર્જરી, જડબાની ગોઠવણી અથવા ટેમ્પોરોમેન્ડિબ્યુલર (જડબા) માટે સારવાર અથવા ઉપલા અને નીચલા જડબાના હાડકાની સર્જરી અને ટેમ્પોરોમેન્ડિબ્યુલર (જડબા) સંબંધિત શસ્ત્રક્રિયાનો ખર્ચ સામેલ નથી, જ્યાં સુધી આવું કરવાનું તીવ્ર આઘાતજનક ઇજા અથવા કેન્સર દ્વારા જરૂરી ન હોય.
આ ઉપરાંત, OPD કવરમાં સ્પેક્ટેકલ્સ, કોન્ટેક્ટ લેન્સ અને ફિઝિયોથેરાપી, કોસ્મેટિક પ્રક્રિયાઓ, વોકર્સ, બીપી મોનિટર, ગ્લુકોમીટર, થર્મોમીટર્સ, ડાયેટિશિયન ફી, જેવા એમ્બ્યુલેટરી ડિવાઇસીસ, વિટામિન્સ અને સપ્લીમેન્ટ્સ પર થયેલા ખર્ચને બાકાત રાખવામાં આવે છે.
ક્લેઇમ કઈ રીતે ફાઇલ કરશો?
રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ - હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં અમને 1800-258-4242 પર દાખલ થયાના બે દિવસની અંદર જણાવો અથવા અમને healthclaims@godigit.com પર ઇમેઇલ કરો અને અમે તમને એક લિંક મોકલીશું જ્યાં તમે તમારા હોસ્પિટલના બિલ અને સંબંધિત તમામ બાબતો અપલોડ કરી શકશો. રિઇમ્બર્સમેન્ટની પ્રક્રિયા કરવા માટેના દસ્તાવેજ અપલોડ કરો.
કેશલેસ ક્લેઇમ - નેટવર્ક હોસ્પિટલ પસંદ કરો. તમે નેટવર્ક હોસ્પિટલોની સંપૂર્ણ સૂચિ અહીં મેળવી શકો છો. હોસ્પિટલના હેલ્પડેસ્ક પર ઈ-હેલ્થ કાર્ડ દર્શાવો અને કેશલેસ વિનંતી ફોર્મ માટે પૂછો. જો બધું સારું છે, તો તમારા ક્લેઇમની પ્રક્રિયા ત્યાં એ સ્થળ પર ત્યારે જ કરવામાં આવશે.
જો તમે કોરોનાવાયરસ માટે દાવો કર્યો હોય, તો ખાતરી કરો કે તમારી પાસે ICMR ના અધિકૃત કેન્દ્ર - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે તરફથી પોઝિટીવ પરીક્ષણનો રિપોર્ટ છે.
ડેન્ટલ ટ્રીટમેન્ટને કવર કરતા એક હેલ્થ ઇન્સ્યોરન્સ હોવાના લાભ
ડેન્ટલ ટ્રીટમેન્ટ ખર્ચાળ હોઈ શકે છે અને આ મુખ્યત્વે આ ક્ષેત્રમાં સતત નવીનતા, ખર્ચાળ સેટઅપ અને લેબોરેટરીમાં કરવાના કાર્યની માત્રાને કારણે છે. ડેન્ટલ કવરેજ સાથેનો હેલ્થ ઇન્સ્યોરન્સ રાખવાથી ખાતરી થાય છે કે તમારી ડેન્ટલ ટ્રીટમેન્ટના ખર્ચમાં ઘટાડો થાય છે, અને તમે તમારા મુખના સ્વાસ્થ્યની કાળજી લેતા હોવ ત્યારે વધુ બચત કરો છો!
લોકો ઘણીવાર દાંતના સ્વાસ્થ્યને અવગણે છે અને તે ભવિષ્યમાં વધુ ગંભીર મુખના સ્વાસ્થ્યની સમસ્યાઓ તરફ દોરી શકે છે. વાસ્તવમાં, જ્યારે આરોગ્ય નિષ્ણાતો વર્ષમાં ઓછામાં ઓછા એક વખત દંત ચિકિત્સકની મુલાકાત લેવાની ભલામણ કરે છે, ત્યારે ભારતમાં એવું જાણવા મળ્યું છે કે 67% વસ્તી જ્યાં સુધી તેમના મુખની સ્થિતિ એવા તબક્કે પહોંચી ન જાય જ્યાં સુધી દંત ચિકિત્સક પાસે જવું અનિવાર્ય બની જાય ત્યાં સુધી તેમની મુલાકાત લેતા નથી. ડેન્ટલ હેલ્થ ઈન્સ્યોરન્સ એ સુનિશ્ચિત કરશે કે તમે છેલ્લી ઘડી સુધી દાંતની સમસ્યાઓને છોડશો નહીં, અને તમારા નાણાંની ચિંતા કર્યા વિના, યોગ્ય સમયે જરૂરી સારવાર મેળવો!
સામાન્ય રીતે, મોટાભાગના સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ દાંતની સારવારને આવરી લેતી નથી. જો કે, ડેન્ટલ ટ્રીટમેન્ટ સહિત OPD કવર સાથેના આ હેલ્થ ઇન્સ્યોરન્સનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને સ્ટાન્ડર્ડ કરતાં વધુ કવરેજ મળે છે. તમને સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સના તમામ લાભો અને ડેન્ટલ ટ્રીટમેન્ટ સહિત OPD ખર્ચને આવરી લેવાનો લાભ મળે છે!
ઉપર જણાવ્યા મુજબ, આ કિસ્સામાં, ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેનો ઇન્સ્યોરન્સ તમને માત્ર તમારી જરૂરી દાંતની સારવાર માટેના કવરેજનો લાભ જ આપતો નથી પરંતુ, તમને અન્ય લાભો પણ આપે છે જેમ કે ડેકેર પ્રક્રિયાઓ માટે કવરેજ, COVID-19 સહિતની અન્ય તમામ બીમારીઓ માટે હોસ્પિટલમાં દાખલ થવા માટે, કૉમ્પ્લીમેન્ટરી હેલ્થ ચેકઅપ્સ અને અન્ય લાભોની સાથે રૂમના ભાડા પર કોઈ મર્યાદા નથી.
કોઈપણ હેલ્થ ઇન્સ્યોરન્સ વિશેની સૌથી સારી વાત એ છે કે તમને સ્વાસ્થ્ય સંબંધિત નાણાકીય લાભો મળવા ઉપરાંત, તમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમની ચૂકવણી પર આધારિત, 25,000 રૂપિયા સુધીના વાર્ષિક કર બચત જેવા અન્ય નાણાકીય લાભો પણ મેળવો છો!
સ્વસ્થ દંત સ્વચ્છતા અને સુખાકારી કેવી રીતે સુનિશ્ચિત કરવી?
તમે કદાચ નાનપણથી આ સાંભળ્યું હશે પરંતુ તે હજી પણ સાચું અને વિલક્ષણ છે, લોકોને હજી પણ તેની યાદ અપાવવાની જરૂર છે! મુખની સારી સ્વચ્છતાની ચાવી એ ખરેખર દિવસમાં બે વાર બ્રશ કરવું એ છે અને તમારા દાંત વચ્ચે કોઈ ડેન્ટલ પ્લેક નથી તેની ખાતરી કરવા માટે જ્યારે જરૂર પડે ત્યારે તમે ફ્લોસ પણ કરી શકો છો.
આરોગ્ય નિષ્ણાતોની સૌથી સામાન્ય ભલામણોમાંની એક એ છે કે જો બે વાર નહીં તો તમારે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત તમારા દંત ચિકિત્સકની મુલાકાત લેવી જોઈએ, ભલે તમને એવું લાગતું હોય કે તમને દાંતની કોઈ સમસ્યા નથી. ઘણી વખત, જ્યાં સુધી મોડું ન થાય ત્યાં સુધી તમે ક્યારેય જાણતા નથી કે અંદર શું ચાલી રહ્યું છે! અને તમે જાણો છો કે તેઓ શું કહે છે, દાંતમાં દુખાવો એ સૌથી ખરાબ દુખાવો છે. નિયમિત ડેન્ટલ ચેકઅપ માટે જવું એ ખાતરી કરે છે કે તમારું મુખનું સ્વાસ્થ્ય નિયંત્રણમાં છે!
પુષ્કળ પાણી પીવો. હા, આ વર્ષો જૂનો નિયમ માત્ર એકંદર સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ દાંતના સારા સ્વાસ્થ્ય માટે પણ માન્ય છે!
જો તમને ડાયાબિટીસ હોય, તો માત્ર તમારા એકંદર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તે તમારા મુખના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આ સુનિશ્ચિત કરશે કે તમે કોઈપણ પેઢાના રોગોથી બચી શકો છો અને જો તમને પેઢાના રોગનું વલણ હોય, તો શક્ય તેટલી વહેલી તકે તેની સારવાર કરાવો!
ધૂમ્રપાન સહિત તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળો. તે ફક્ત તમારા ફેફસાં માટે જ ખરાબ નથી, પરંતુ તમારા મૌખિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ખરાબ છે!
ડેન્ટલ ટ્રીટમેન્ટને કવર કરતા હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો
શું ડેન્ટલ હેલ્થ ઈન્સ્યોરન્સ રૂટ કેનાલ સારવારને કવર કરે છે?
હા, જો તમારા ડૉક્ટરે તેની જરૂરિયાત સૂચવી હોય, તો રુટ કેનાલ સારવારને પણ આ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેના હેલ્થ ઇન્સ્યોરન્સમાં કવર કરવામાં આવેલ છે.
શું દાંત કઢાવવાનું ડેન્ટલ હેલ્થ ઈન્સ્યોરન્સ કવર કરે છે?
હા, ઘણીવખત તીવ્ર પીડાને કારણે દાંત કઢાવવાનું જરૂરી બની જતું હોવાથી, તેમને આ ડેન્ટલ હેલ્થ ઇન્સ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવેલ છે.
શું ડેન્ટલ ઇમ્પ્લાન્ટને ડેન્ટલ હેલ્થ ઈન્સ્યોરન્સ કવર કરે છે?
ના, આ ડેન્ટલ હેલ્થ ઇન્સ્યોરન્સ ડેન્ટલ ઇમ્પ્લાન્ટને કવર કરતો નથી.
શું બ્રેસીઝને ડેન્ટલ હેલ્થ ઈન્સ્યોરન્સ કવર કરે છે?
હા, આ ડેન્ટલ હેલ્થ ઈન્સ્યોરન્સ દાંતના સંરેખણને કવર કરે છે પરંતુ, માત્ર કિશોરો માટે.
તમે OPD નો શું અર્થ કરો છો?
તે તમામ સારવાર અને તબીબી પ્રક્રિયાઓ કે જેના માટે તમારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી તેને OPD (બહારના-દર્દીનો વિભાગ) તરીકે ગણવામાં આવે છે. તમારા બધા ડૉક્ટરની સલાહ અને નિદાન આ હેઠળ આવે છે 😊 તમેઅહીં પણ OPDના લાભો વિશે વધુ વાંચી શકો છો.