ડેન્ટલ કવર સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ

Digit

No Capping

on Room Rent

24/7

Customer Support

Zero

Co-payment

Zero Paperwork. Quick Process.
Your Name
Mobile Number

No Capping

on Room Rent

24/7

Customer Support

Zero

Co-payment

ડેન્ટલ કવર સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ

સાવ સાદી ભાષામાં કહીએ તો, એક ડેન્ટ્લ હેલ્થ ઇન્સ્યોરન્સ એ એવો હેલ્થ ઇન્સ્યોરન્સ છે કે જે તમારી જરૂરી ડેન્ટલ ટ્રીટમેન્ટને પણ કવર કરે છે. પરંપરાગત રીતે, ઘણાં સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન તમારી ડેન્ટલ ટ્રીટમેન્ટ અને કેર માટે ઇન્સ્યોરન્સ આપતા નથી. જો કે, ડિજિટ ખાતે અમે તેને ઓ.પી.ડી. (OPD) લાભ હેઠળ અમારા ડિજિટ હેલ્થ કેર પ્લસ પ્લાનના ભાગરૂપે કવર કરીએ છીએ. 

Read More

તમારે એક ડેન્ટલ હેલ્થ ઇન્સ્યોરન્સની શા માટે જરૂર છે?

1
સામાન્ય રીતે, નવીન ટેકનોલોજી, મોંઘવારી, ખર્ચાળ સેટ-અપ, સામગ્રીઓ અને સંકળાયેલા લેબ વર્કને કારણે ડેન્ટલ ટ્રીટમેન્ટ ખર્ચાળ હોય છે.
2
ભારતમાં કુલ હેલ્થકેર પર થતાં ખર્ચના 62% જેટલો ખર્ચ ઓ.પી.ડી. (OPD) પર થાય છે!  (2)
3
ધી વર્લ્ડ ડેન્ટલ ફેડરેશનના કહેવા પ્રમાણે, વિશ્વભરમાં, 3.9 મિલિયનથી વધુ લોકો ઓરલ હેલ્થની બિમારીઓથી પીડિત છે!  (3)

ડેન્ટલ ટ્રીટમેન્ટને કવર કરતા ડિજિટ હેલ્થ ઇન્સ્યોરન્સની શ્રેષ્ઠ બાબત શું છે?

  • સરળ ઓનલાઈન પ્રક્રિયાઓ - ડેન્ટલ ટ્રીટમેન્ટ સાથેની હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી ખરીદવાથી લઈને ડેન્ટલ હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેઇમ કરવા સુધીની પ્રક્રિયા ડિજિટલ, સરળ, ઝડપી અને મુશ્કેલીમુક્ત છે! કોઈ હાર્ડ કોપી નથી, દાવાઓ માટે પણ!
  • રોગચાળાને કવર કરે છે: જો વર્ષ 2020 પાસેથી આપણે કશું શીખ્યા હોઈએ, તો એ છે કે બધું જ અનિશ્ચિત છે! પછી તે કોવિડ - 19 વાયરસ હોય કે બીજો કોઈ વાયરસ હોય, રોગચાળાને કવર કરી લેવાયા છે!
  • ઉંમર-આધારિત કો-પેમેન્ટ નથી: અમારા ઓ.પી.ડી (OPD) કવર સાથેના, ડેન્ટલ ટ્રીટમેન્ટને સમાવી લેતાં હેલ્થ ઇન્સ્યોરન્સ માટે કોઈપણ જાતનું ઉંમર-આધારિત કોપેમેન્ટ કરવું પડતું નથી; એટલે કે, ક્લેઇમ દરમિયાન તમે તમારા ખિસ્સામાંથી કશું જ ચૂકવશો નહીં!  
  • ક્યુમ્યુલેટિવ બોનસ: જો તમે વર્ષ દરમિયાન કોઈપણ ક્લેઇમ નહીં કરો તો પણ કોઈ ફરક પડશે નહીં - તમને તો પણ લાભ જ થશે! તમે દરેક ક્લેઇમ વિનાના વર્ષ માટે, વાર્ષિક ક્યુમ્યુલેટિવ બોનસ મેળવી શકો છો!
  • કૉમ્પ્લિમેન્ટરિ વાર્ષિક આરોગ્ય તપાસ: શું તમે જાણો છો કે દાંતની સંભાળ સહિતની મોટાભાગની આરોગ્યસંભાળની સમસ્યાઓને નિયમિત તપાસથી ટાળી શકાય છે? આ હેલ્થ ઇન્સ્યોરન્સ કૉમ્પ્લિમેન્ટરિ વાર્ષિક આરોગ્ય તપાસના રિન્યૂઅલ લાભ સાથે આવે છે, જેથી તમે તમારા એકંદર આરોગ્ય અને સુખાકારીની માહિતી વિશે હંમેશા અદ્યતન રહી શકશો! 
  • તમારી પસંદગીની કોઈપણ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ મેળવો: રોકડ રહિત દાવાઓ માટે ભારતમાં અમારી 10500+ નેટવર્ક હોસ્પિટલોમાંથી પસંદ કરો અથવા વળતરની પસંદગી કરો

દાંતની સારવાર માટેના કવરેજ સહિત OPD કવર સાથે ડિજીટ હેલ્થ ઈન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે?

સ્માર્ટ + OPD

દરેક ક્લેમ ફ્રી વર્ષ માટે 10% CB (50% સુધી)

શું કવર થતું નથી?

ક્લેઇમ કઈ રીતે ફાઇલ કરશો?

  • રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ -  હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં અમને 1800-258-4242 પર દાખલ થયાના બે દિવસની અંદર  જણાવો અથવા અમને healthclaims@godigit.com પર ઇમેઇલ કરો અને અમે તમને એક લિંક મોકલીશું જ્યાં તમે તમારા હોસ્પિટલના બિલ અને સંબંધિત તમામ બાબતો અપલોડ કરી શકશો. રિઇમ્બર્સમેન્ટની પ્રક્રિયા કરવા માટેના દસ્તાવેજ અપલોડ કરો.
  • કેશલેસ ક્લેઇમ - નેટવર્ક હોસ્પિટલ પસંદ કરો. તમે નેટવર્ક હોસ્પિટલોની સંપૂર્ણ સૂચિ અહીં મેળવી શકો છો. હોસ્પિટલના હેલ્પડેસ્ક પર ઈ-હેલ્થ કાર્ડ દર્શાવો અને કેશલેસ વિનંતી ફોર્મ માટે પૂછો. જો બધું સારું છે, તો તમારા ક્લેઇમની પ્રક્રિયા ત્યાં એ સ્થળ પર ત્યારે જ કરવામાં આવશે.
  • જો તમે કોરોનાવાયરસ માટે દાવો કર્યો હોય, તો ખાતરી કરો કે તમારી પાસે ICMR ના અધિકૃત કેન્દ્ર - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે તરફથી પોઝિટીવ પરીક્ષણનો રિપોર્ટ છે.

ડેન્ટલ ટ્રીટમેન્ટને કવર કરતા એક હેલ્થ ઇન્સ્યોરન્સ હોવાના લાભ

તમને ડેન્ટલ ખર્ચાઓથી દૂર રાખે છે

ડેન્ટલ ટ્રીટમેન્ટ ખર્ચાળ હોઈ શકે છે અને આ મુખ્યત્વે આ ક્ષેત્રમાં સતત નવીનતા, ખર્ચાળ સેટઅપ અને લેબોરેટરીમાં કરવાના કાર્યની માત્રાને કારણે છે. ડેન્ટલ કવરેજ સાથેનો હેલ્થ ઇન્સ્યોરન્સ રાખવાથી ખાતરી થાય છે કે તમારી ડેન્ટલ ટ્રીટમેન્ટના ખર્ચમાં ઘટાડો થાય છે, અને તમે તમારા મુખના સ્વાસ્થ્યની કાળજી લેતા હોવ ત્યારે વધુ બચત કરો છો! 

તમને તમારા દાંતના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે, જે એટલું જ મહત્વપૂર્ણ છે!

લોકો ઘણીવાર દાંતના સ્વાસ્થ્યને અવગણે છે અને તે ભવિષ્યમાં વધુ ગંભીર મુખના સ્વાસ્થ્યની સમસ્યાઓ તરફ દોરી શકે છે. વાસ્તવમાં, જ્યારે આરોગ્ય નિષ્ણાતો વર્ષમાં ઓછામાં ઓછા એક વખત દંત ચિકિત્સકની મુલાકાત લેવાની ભલામણ કરે છે, ત્યારે ભારતમાં એવું જાણવા મળ્યું છે કે 67% વસ્તી જ્યાં સુધી તેમના મુખની સ્થિતિ એવા તબક્કે પહોંચી ન જાય જ્યાં સુધી દંત ચિકિત્સક પાસે જવું અનિવાર્ય બની જાય ત્યાં સુધી તેમની મુલાકાત લેતા નથી. ડેન્ટલ હેલ્થ ઈન્સ્યોરન્સ એ સુનિશ્ચિત કરશે કે તમે છેલ્લી ઘડી સુધી દાંતની સમસ્યાઓને છોડશો નહીં, અને તમારા નાણાંની ચિંતા કર્યા વિના, યોગ્ય સમયે જરૂરી સારવાર મેળવો! 

સ્ટાન્ડર્ડથી વધુ કવરેજ

સામાન્ય રીતે, મોટાભાગના સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ દાંતની સારવારને આવરી લેતી નથી. જો કે, ડેન્ટલ ટ્રીટમેન્ટ સહિત OPD કવર સાથેના આ હેલ્થ ઇન્સ્યોરન્સનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને સ્ટાન્ડર્ડ કરતાં વધુ કવરેજ મળે છે. તમને સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સના તમામ લાભો અને ડેન્ટલ ટ્રીટમેન્ટ સહિત OPD ખર્ચને આવરી લેવાનો લાભ મળે છે! 

એક ડેન્ટલ હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે વધારાના લાભ

ઉપર જણાવ્યા મુજબ, આ કિસ્સામાં, ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેનો ઇન્સ્યોરન્સ તમને માત્ર તમારી જરૂરી દાંતની સારવાર માટેના કવરેજનો લાભ જ આપતો નથી પરંતુ, તમને અન્ય લાભો પણ આપે છે જેમ કે ડેકેર પ્રક્રિયાઓ માટે કવરેજ, COVID-19 સહિતની અન્ય તમામ બીમારીઓ માટે હોસ્પિટલમાં દાખલ થવા માટે, કૉમ્પ્લીમેન્ટરી હેલ્થ ચેકઅપ્સ અને અન્ય લાભોની સાથે રૂમના ભાડા પર કોઈ મર્યાદા નથી.

તમને બધાં હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં મળે છે એ જ રીતે કરની બચત મેળવો!

કોઈપણ હેલ્થ ઇન્સ્યોરન્સ વિશેની સૌથી સારી વાત એ છે કે તમને સ્વાસ્થ્ય સંબંધિત નાણાકીય લાભો મળવા ઉપરાંત, તમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમની ચૂકવણી પર આધારિત, 25,000 રૂપિયા સુધીના વાર્ષિક કર બચત જેવા અન્ય નાણાકીય લાભો પણ મેળવો છો! 

સ્વસ્થ દંત સ્વચ્છતા અને સુખાકારી કેવી રીતે સુનિશ્ચિત કરવી?

  • તમે કદાચ નાનપણથી આ સાંભળ્યું હશે પરંતુ તે હજી પણ સાચું અને વિલક્ષણ છે, લોકોને હજી પણ તેની યાદ અપાવવાની જરૂર છે! મુખની સારી સ્વચ્છતાની ચાવી એ ખરેખર દિવસમાં બે વાર બ્રશ કરવું એ છે અને તમારા દાંત વચ્ચે કોઈ ડેન્ટલ પ્લેક નથી તેની ખાતરી કરવા માટે જ્યારે જરૂર પડે ત્યારે તમે ફ્લોસ પણ કરી શકો છો.
  • આરોગ્ય નિષ્ણાતોની સૌથી સામાન્ય ભલામણોમાંની એક એ છે કે જો બે વાર નહીં તો તમારે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત તમારા દંત ચિકિત્સકની મુલાકાત લેવી જોઈએ, ભલે તમને એવું લાગતું હોય કે તમને દાંતની કોઈ સમસ્યા નથી. ઘણી વખત, જ્યાં સુધી મોડું ન થાય ત્યાં સુધી તમે ક્યારેય જાણતા નથી કે અંદર શું ચાલી રહ્યું છે! અને તમે જાણો છો કે તેઓ શું કહે છે, દાંતમાં દુખાવો એ સૌથી ખરાબ દુખાવો છે. નિયમિત ડેન્ટલ ચેકઅપ માટે જવું એ ખાતરી કરે છે કે તમારું મુખનું સ્વાસ્થ્ય નિયંત્રણમાં છે! 
  • પુષ્કળ પાણી પીવો. હા, આ વર્ષો જૂનો નિયમ માત્ર એકંદર સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ દાંતના સારા સ્વાસ્થ્ય માટે પણ માન્ય છે! 
  • જો તમને ડાયાબિટીસ હોય, તો માત્ર તમારા એકંદર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તે તમારા મુખના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આ સુનિશ્ચિત કરશે કે તમે કોઈપણ પેઢાના રોગોથી બચી શકો છો અને જો તમને પેઢાના રોગનું વલણ હોય, તો શક્ય તેટલી વહેલી તકે તેની સારવાર કરાવો!
  • ધૂમ્રપાન સહિત તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળો. તે ફક્ત તમારા ફેફસાં માટે જ ખરાબ નથી, પરંતુ તમારા મૌખિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ખરાબ છે!

ડેન્ટલ ટ્રીટમેન્ટને કવર કરતા હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો