એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ કોણ છે?
એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ એ એવી વ્યક્તિ છે જે ચોક્કસ મોટર ઇન્સ્યોરન્સના ઉત્પાદનો વેચવા માટે ઇન્સ્યોરન્સ કંપની સાથે કામ કરે છે. જો તમે મોટર એજન્ટ અથવા પી.ઓ.એસ.પી. બનવા માંગતા હો, તો તમે ગ્રાહકોને મોટર વાહન સંબંધિત તમામ ઇન્સ્યોરન્સના પ્લાનમાંથી તેમની જરૂરિયાતો અનુસાર યોગ્ય મોટર ઇન્સ્યોરન્સ પૉલિસી પસંદ કરવામાં મદદ કરશો.
ડિજીટ સાથે, તમે કાર, બાઇક (અથવા 2-વ્હીલર) અને કોમર્શિયલ વ્હીકલ પૉલિસી વેચી શકો છો.
મોટર ઇન્સ્યોરન્સ શું છે?
મોટર ઇન્સ્યોરન્સ પૉલિસી નો ઉપયોગ કાર, ટુ-વ્હીલર અથવા ઑટો અથવા ટ્રક જેવા કોમર્શિયલ વાહનને આવરી લેવા માટે થઈ શકે છે અને તે ભારતમાં તમામ વાહનો માટે ફરજિયાત છે. લોકો માટે મોટર ઇન્સ્યોરન્સ પૉલિસી હોવી મહત્વપૂર્ણ છે જેથી તેઓને અકસ્માતો અને કુદરતી આફતોના કિસ્સામાં નુકસાન અને ખોટ માટે કવર કરી લેવામાં આવે.
તેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના મોટર ઇન્સ્યોરન્સ પ્લાન છે - થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ પૉલિસી, પોતાના નુકસાન માટેની મોટર ઇન્સ્યોરન્સ પૉલિસી અને કોમ્પ્રિહેન્સીવ (અથવા સ્ટાન્ડર્ડ) મોટર ઇન્સ્યોરન્સ પૉલિસી.
- ભારતમાં મોટર વ્હીકલ એક્ટ દ્વારા થર્ડ-પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ ફરજિયાત છે, જેના વિના લોકો ભારે દંડ ચૂકવવા માટે જવાબદાર બને છે. જો તેની કાર કોઈ થર્ડ-પાર્ટીના વાહન, વ્યક્તિ અથવા મિલકતને નુકસાન પહોંચાડે તો તેવા કોઈપણ નુકસાનથી આ ઇન્સ્યોરન્સ તેમના ખિસ્સાનું રક્ષણ કરે છે.
- બીજી ઓન ડેમેજ ઈન્સ્યોરન્સ પોલિસી છે, આ એક એવી કસ્ટમાઈઝ્ડ મોટર ઈન્સ્યોરન્સ પોલિસી છે જે પોતાને અને પોતાના વાહનને થતાં નુકસાન અને ખોટથી બચાવવા માટે બનાવવામાં આવી છે.
- આખરે, કોમ્પ્રીહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સ થર્ડ-પાર્ટીના નુકસાન અને ખોટ તેમજ પોતાના નુકસાન બંને સામે સંપૂર્ણ રક્ષણ આપે છે. આમાં અકસ્માતો, કુદરતી આફત, આગ અથવા ચોરી જેવા અણધાર્યા નુકસાન સામે રક્ષણ પૂરૂં પાડવાનો સમાવેશ થાય છે.
*અસ્વીકરણ - એજન્ટ માટેની કોઈ ચોક્કસ શ્રેણી નથી. જો તમે જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટે નોંધણી કરો છો, તો તમે જનરલ ઇન્સ્યોરન્સના તમામ ઉત્પાદનોને વેચી શકો છો.
ભારતમાં મોટર ઇન્સ્યોરન્સ ક્ષેત્ર વિશેની રસપ્રદ હકિકતો
ભારતમાં મોટર ઇન્સ્યોરન્સ લાઇફ ઇન્સ્યોરન્સ સિવાયના ઇન્સ્યોરન્સના બજારમાં 39.4% હિસ્સો ધરાવે છે. (1)
ભારતીય કાર ઇન્સ્યોરન્સ ક્ષેત્રનું મૂલ્ય રૂ.70,000 આંકવામાં આવેલું છે. (2)
કાર ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં વર્ષ 2012 થી 11.3%ની વૃદ્ધિ નોંધાવી છે. (3)
ડિજિટ સાથે શા માટે એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું જોઈએ?
તમારે શા માટે એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું જોઈએ, અને તમારે શા માટે ડિજિટને પસંદ કરવું જોઈએ? તેના વિશે વધુ જાણો.
અમારા પી.ઓ.એસ.પી. ભાગીદાર તરીકે, તમે અમારી સાથે સીધાં જ કામ કરશો. અન્ય કોઈ વચેટિયા સામેલ નથી. ડિજીટ આજે ભારતની સૌથી ઝડપથી વિકસતી ઇન્સ્યોરન્સ કંપની છે. અમે હાલમાં એશિયાની જનરલ ઈન્સ્યોરન્સ કંપની ઓફ ધ યર 2019 નો એવોર્ડ મેળવનારી સૌથી યુવા કંપની છીએ.
અમે ઇન્સ્યોરન્સને સરળ બનાવવામાં માનીએ છીએ, તેથી જ અમારા તમામ દસ્તાવેજો એટલા સરળ છે કે 15 વર્ષની વયના લોકો પણ તેને સમજી શકે છે.
અમારા મુખ્ય આધારસ્તંભ તરીકે ટેક્નોલોજી સાથે, અમે તમને એક સમર્પિત સપોર્ટ ટીમ અને એક અદ્યતન વેબ અને મોબાઇલ એપ્લિકેશન ઓફર કરીએ છીએ જે તમને 24x7 વેચાણ કરવાની મંજૂરી આપે છે!
અમે અમારા ગ્રાહકોને સંતુષ્ટ રાખવામાં માનીએ છીએ અને Facebook રેટિંગ 4.8/5 ધરાવીએ છીએ, જે કોઈપણ ઇન્સ્યોરન્સ કંપની માટે સર્વોચ્ચ છે.
આ ટૂંકા સમયમાં, અમે મોટર ઇન્સ્યોરન્સ કેટેગરીમાં (અગાઉના ત્રિમાસિક ગાળામાં) બજારના હિસ્સાના 2% કરતાં વધુ સુધી પહોંચી ગયા છીએ.
અમારી પાસે પ્રાઈવેટ કાર માટે ઉંચો ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો છે અને અમે પ્રાઈવેટ કાર માટેના તમામ ક્લેઈમમાંથી 96% ને સેટલ કર્યાં છે.
અમારી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે ઑનલાઈન છે, પોલિસીની ફાળવણી કરવાથી લઈને ક્લેઈમની નોંધણી સુધી બધું જ પેપરલેસ છે. તમારે કોઈ પેપરવર્ક કરવાની જરૂર નથી. તમારે ફક્ત સ્માર્ટફોન/કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શનની જરૂર છે. તેથી, તમે હવે ઘરેથી અથવા બીજે ક્યાંયથી પણ કામ કરી શકો છો!
ચિંતા કરશો નહીં, અમે તમારૂં પીઠબળ છીએ! અમારા તમામ કમિશન ઝડપથી સેટલ કરવામાં આવે છે. પૉલિસીની ફાળવણી થયાના દર 15 દિવસે તમારા ખાતામાં તમારૂં કમિશન જમા થશે.
એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ કઈ રીતે બનવું?
વાહનના ઇન્સ્યોરન્સ એજન્ટ બનવાનો સૌથી સહેલો રસ્તો પી.ઓ.એસ.પી. (POSP) પ્રમાણપત્ર પૂર્ણ કરવું તે છે. પી.ઓ.એસ.પી.(POSP-પૉઇન્ટ ઑફ સેલ્સ પર્સન) એ એવા ઇન્સ્યોરન્સ એજન્ટને આપવામાં આવેલું નામ છે જે ચોક્કસ ઇન્સ્યોરન્સ ઉત્પાદનોને વેચી શકે છે.
પી.ઓ.એસ.પી. (POSP) બનવા માટે, તમારી પાસે IRDAI દ્વારા જરૂરી ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે અને અમારા દ્વારા આપવામાં આવતી તાલીમમાંથી પસાર થવું જરૂરી છે. ડિજિટ તમારી તાલીમ પ્રક્રિયાનું ધ્યાન રાખશે. ચિંતા કરશો નહીં!
એક મોટર ઇન્સ્યોરન્સ બનવા માટેની લાયકાતો અને આવશ્યકતાઓ શું છે?
જો તમે કાર ઇન્સ્યોરન્સ એજન્ટ કેવી રીતે બનવું તે જાણવા માંગતા હો, તો તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, ઓછામાં ઓછા ધોરણ 10 સુધીનું શિક્ષણ પૂર્ણ કરેલ હોવું જોઈએ અને તમારી પાસે માન્ય આધાર કાર્ડ અને PAN કાર્ડ હોવું જોઈએ.
ત્યારબાદ તમને IRDAI દ્વારા નિર્દિષ્ટ 15-કલાકની ફરજિયાત તાલીમ પૂર્ણ કરવા માટે કહેવામાં આવશે. અમે તમને જે કંઈપણ જાણવાની જરૂર છે તે બધું જ શીખવામાં મદદ કરવાનું વચન આપીએ છીએ!
એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ કોણ બની શકે છે?
મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટેની એકમાત્ર આવશ્યકતા એ છે કે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેણે ધોરણ 10 પૂર્ણ કર્યું હોવું જોઈએ.
આનો અર્થ એ થયો કે ઇન્સ્યોરન્સ પૉલિસી વેચવા માટે યોગ્યતા ધરાવતા કોઈપણ વ્યક્તિ પી.ઓ.એસ.પી. એજન્ટ બની શકે છે. આમાં કૉલેજના વિદ્યાર્થીઓ, ઘરમાં રહેનારા પતિ-પત્ની, નિવૃત્ત અને ધંધાદારી/મહિલાઓનો સમાવેશ થાય છે.
ડિજિટ સાથે કઈ રીતે એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ/પી.ઓ.એસ.પી. બનવું?
પગલું 1
ઉપર આપેલું અમારૂં પી.ઓ.એસ.પી. (POSP) ફોર્મ ભરીને સાઇન અપ કરો, બધી જ વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
પગલું 2
અમારી સાથે તમારી 15-કલાકની તાલિમ પૂર્ણ કરો.
પગલું 3
નિયત પરીક્ષા પૂર્ણ કરો.
પગલું 4
અમારી સાથે કરાર પર સહી કરો અને બસ! તમે પ્રમાણિત POSP બની જશો.
તમે કેટલી કમાણી કરી શકો છો?
ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે તમારી આવક તમે જે પૉલિસીઓ વેચો છો તેના પર આધાર રાખે છે. તમે જેટલી પૉલિસીઓ વેચો છો, તેટલી તમારી આવક વધારે થાય છે. મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ કાર, બાઇક અને કોમર્શિયલ વાહનો માટે ઇન્સ્યોરન્સ પોલિસી વેચી શકે છે.
આનો અર્થ એ છે કે તમે ગ્રાહકોને કોમ્પ્રિહેન્સીવ અને એકલ બંને પૉલિસીઓ વેચી શકો છો, જેના માટે કમિશનનું માળખું નીચે આપેલ છે:
પૉલિસી અને વાહનનો પ્રકાર | વાહનની ઉંમર | કમીશનનો મહત્તમ દર |
કોમ્પ્રિહેન્સીવ પૉલિસી - ફોર વ્હીલર અને અન્ય પ્રકારના ખાનગી અથવા કોમર્શિયલ વાહનો | 1-3 વર્ષ જૂના | ઑન ડેમેજ પ્રીમિયમના 15% |
કોમ્પ્રિહેન્સીવ પૉલિસી - ટૂ-વ્હીલર | 1-3 જૂના | ઑન ડેમેજ પ્રીમિયમના 17.5% |
કોમ્પ્રિહેન્સીવ પૉલિસી - ફોર વ્હીલર અને અન્ય પ્રકારના ખાનગી અથવા કોમર્શિયલ વાહનો | 4 વર્ષ અને તેનાથી વધુ | ઑન ડેમેજ પ્રીમિયમના 15% + થર્ડ-પાર્ટી પ્રીમિયામના 2.5% |
કોમ્પ્રિહેન્સીવ પૉલિસી - ટૂ-વ્હીલર | 4 વર્ષ અને તેનાથી વધુ | ઑન ડેમેજ પ્રીમિયમના 17.5% + થર્ડ-પાર્ટી પ્રીમિયામના 2.5% |
એકલી થર્ડ-પાર્ટી લાયબિલિટી પૉલિસી - બધાં પ્રકારના વાહનો | કોઈપણ ઉંમર | પ્રીમિયામના 2.5% |
મારે શા માટે એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું જોઈએ?
પી.ઓ.એસ.પી. હોવાનો એક પ્રાથમિક ફાયદો એ છે કે તમારી અનુકૂળતા મુજબ કામ કરવાની સ્વતંત્રતા છે. તમે હવે તમારા પોતાના બૉસ બની શકો છો!
તમે નક્કી કરી શકો છો કે તમે ફુલટાઇમ કામ કરવા માંગો છો કે પાર્ટ-ટાઇમ કરવા માંગો છો અને તે મુજબ તમારા પોતાના કામના કલાકો તૈયાર કરી શકો છો.
ડિજીટ ઈન્સ્યોરન્સમાં, અમે મુખ્યત્વે ઈન્સ્યોરન્સ પોલિસીઓનું ઓનલાઈન વેચાણ કરીએ છીએ. આનો અર્થ એ છે કે, તમે પી.ઓ.એસ.પી. (POSP) તરીકે ઘરેથી કામ કરી શકો છો અને પોલિસી વેચવા અને ફાળવણી કરવા માટે અમારી ઑનલાઈન પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શકો છો.
પી.ઓ.એસ.પી. (POSP) તરીકે પ્રમાણિત કરવા માટે, મુખ્ય માપદંડોમાંનો એક છે IRDAI દ્વારા ઓફર કરવામાં આવતી 15-કલાકની ફરજિયાત તાલીમ પૂર્ણ કરવી; જે પ્રમાણિક બનવા માટે ઘણું નથી! અમારી સાથે જોડાવા માટે તમારે ફક્ત 15 કલાકનું રોકાણ કરવું પડશે!
તમારી કમાણી કામ કરેલા કલાકોની સંખ્યા પર આધાર રાખતી નથી પરંતુ તમે કેટલી પૉલિસી જારી કરો છો તેના પર આધાર રાખે છે. તેને વધુ સારી રીતે સમજવા માટે, ઉપરના અમારા આવકના કેલ્ક્યુલેટર પર એક નજર નાખો અને જુઓ કે તમે વેચેલી દરેક પૉલિસી સાથે કેટલી કમાણી કરી શકો છો.
સ્માર્ટફોન, સારું ઇન્ટરનેટ કનેક્શન અને જરૂરી 15-કલાકની તાલીમ સિવાય, તમારે પી.ઓ.એસ.પી. (POSP) બનવા માટે બીજું કંઈ જરૂરી નથી. તેથી, તમારા તરફથી લગભગ કોઈ નાણાકીય રોકાણની આવશ્યકતા નથી, જ્યારે કમાણીની સંભાવના વધારે છે!
વારંવાર પૂછાતાં પ્રશ્નો
પી.ઓ.એસ.પી. એજન્ટ બનવા માટેના માપદંડ શું છે?
જો તમે ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માંગતા હો, તો તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, ઓછામાં ઓછા ધોરણ 10 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું હોવું જોઈએ અને તમારી પાસે માન્ય આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જોઈએ.
મારે કયા દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર છે?
નોંધણી સમયે તમારે જે દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે તેમાં ધોરણ 10 અથવા તેનાથી ઉપરનું પાસ હોવાનું પ્રમાણપત્ર, તમારા પાન કાર્ડની નકલ, આધાર કાર્ડ (આગળ અને પાછળ), રદ કરાયેલ ચેક (જેના પર તમારું નામ હોય) અને એક ફોટોગ્રાફનો સમાવેશ થાય છે.
શું પાન કાર્ડ ધારક અને બેંક ખાતા ધારક એક જ હોવા જોઈએ?
હા, ચૂકવવામાં આવેલ તમામ કમિશન ટીડીએસને આધીન છે. TDS તમારા પાન કાર્ડના આધારે આવકવેરા સત્તાને જમા કરાવવામાં આવે છે.
હું મોટર ઇન્સ્યોરન્સ પૉલિસીનું વેચાણ ક્યારે શરૂ કરી શકું?
તમે અમારી સાથે નોંધણી કરાવો કે તરત જ તમે પી.ઓ.એસ.પી. (POSP) પરીક્ષા માટે તમારી તાલીમ શરૂ કરી શકો છો. પરીક્ષા આપવા અને પાસ થવા પર, તમને ઈ-સર્ટિફિકેટ મળશે. પછી તમે પી.ઓ.એસ.પી. (POSP) એજન્ટ તરીકે ઇન્સ્યોરન્સનું વેચાણ શરૂ કરવા માટે તૈયાર છો.
શું પી.ઓ.એસ.(POS) વ્યક્તિ તરીકે પ્રમાણિત થવા માટે કોઈ તાલીમ લેવી ફરજિયાત છે?
હા, તમારે પી.ઓ.એસ.પી. (POSP) બનવા માટે તાલીમ પૂર્ણ કરવી પડશે. તેમાં ઇન્સ્યોરન્સની મૂળભૂત બાબતો, પોલિસીના પ્રકારો, જારી કરવાની પ્રક્રિયા અને ક્લેઇમ, નિયમો અને વિનિયમો વગેરે વિષયોનો સમાવેશ થશે.
જો હું ડિજીટ સાથે ભાગીદારી કરીશ તો મને કઈ સપોર્ટની સેવાઓ મળશે?
ડિજિટના તમામ ભાગીદારોને રિલેશનશિપ મેનેજર સોંપવામાં આવ્યા છે જે માર્ગદર્શન આપશે અને ડિજિટ પ્લેટફોર્મ પર વેચાતી પૉલિસી પર એજન્ટો પાસે હોય તેવા કોઈપણ પ્રશ્નોના જવાબ આપશે. એજન્ટ કોઈપણ સહાયતા મેળવવા માટે અમને partner@godigit.com પર ઈમેલ કરીને ગ્રાહક સપોર્ટ ટીમનો પણ સંપર્ક કરી શકે છે.
પી.ઓ.એસ.પી. પ્રમાણપત્ર પૂર્ણ કર્યા પછી હું મારા જ્ઞાનમાં વધારો કેવી રીતે કરી શકું?
અમારી પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા પછી અમારા પી.ઓ.એસ.પી.(POSPs) માટે અન્ય વ્યાપક તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
તેઓ તમારા ઇન્સ્યોરન્સના જ્ઞાનને વધારવામાં અને તમારી વેચાણ અને સેવાની કુશળતાને સુધારવામાં મદદ કરે છે. આ તાલીમ કાર્યક્રમો અને ઇવેન્ટ્સ નીચેના મુદ્દાઓને આવરી લેશે:
- જટિલ કેસો સંભાળવા માટે ઇન્સ્યોરન્સનું એડવાન્સ જ્ઞાન
- નવીનતમ ઇન્સ્યોરન્સ ઉત્પાદનો અને તેને કેવી રીતે પીચ કરવા તેની સાથે પરિચિત રહો
- વેચાણ કરવાની વિવિધ તકનીકો શીખવાની મનોરંજક અને રસપ્રદ રીતો જે તમારા વેચાણની માત્રા વધારવામાં મદદ કરે છે
શું મને મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટે વેચાણના અનુભવની જરૂર છે?
વેચાણનો અનુભવ ચોક્કસપણે એક ફાયદો છે પરંતુ જો તમારી પાસે કોઈ અનુભવ ન હોય તો પણ તમે અરજી કરી શકો છો અને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકો છો.