એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ બનો
Work
in spare time
Earn
side income
FREE
training by Digit
એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ કોણ છે?
ભારતમાં મોટર ઇન્સ્યોરન્સ ક્ષેત્ર વિશેની રસપ્રદ હકિકતો
ડિજિટ સાથે શા માટે એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું જોઈએ?
તમારે શા માટે એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું જોઈએ, અને તમારે શા માટે ડિજિટને પસંદ કરવું જોઈએ? તેના વિશે વધુ જાણો.
એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ કઈ રીતે બનવું?
વાહનના ઇન્સ્યોરન્સ એજન્ટ બનવાનો સૌથી સહેલો રસ્તો પી.ઓ.એસ.પી. (POSP) પ્રમાણપત્ર પૂર્ણ કરવું તે છે. પી.ઓ.એસ.પી.(POSP-પૉઇન્ટ ઑફ સેલ્સ પર્સન) એ એવા ઇન્સ્યોરન્સ એજન્ટને આપવામાં આવેલું નામ છે જે ચોક્કસ ઇન્સ્યોરન્સ ઉત્પાદનોને વેચી શકે છે.
પી.ઓ.એસ.પી. (POSP) બનવા માટે, તમારી પાસે IRDAI દ્વારા જરૂરી ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે અને અમારા દ્વારા આપવામાં આવતી તાલીમમાંથી પસાર થવું જરૂરી છે. ડિજિટ તમારી તાલીમ પ્રક્રિયાનું ધ્યાન રાખશે. ચિંતા કરશો નહીં!
એક મોટર ઇન્સ્યોરન્સ બનવા માટેની લાયકાતો અને આવશ્યકતાઓ શું છે?
જો તમે કાર ઇન્સ્યોરન્સ એજન્ટ કેવી રીતે બનવું તે જાણવા માંગતા હો, તો તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, ઓછામાં ઓછા ધોરણ 10 સુધીનું શિક્ષણ પૂર્ણ કરેલ હોવું જોઈએ અને તમારી પાસે માન્ય આધાર કાર્ડ અને PAN કાર્ડ હોવું જોઈએ.
ત્યારબાદ તમને IRDAI દ્વારા નિર્દિષ્ટ 15-કલાકની ફરજિયાત તાલીમ પૂર્ણ કરવા માટે કહેવામાં આવશે. અમે તમને જે કંઈપણ જાણવાની જરૂર છે તે બધું જ શીખવામાં મદદ કરવાનું વચન આપીએ છીએ!
એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ કોણ બની શકે છે?
મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટેની એકમાત્ર આવશ્યકતા એ છે કે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેણે ધોરણ 10 પૂર્ણ કર્યું હોવું જોઈએ.
આનો અર્થ એ થયો કે ઇન્સ્યોરન્સ પૉલિસી વેચવા માટે યોગ્યતા ધરાવતા કોઈપણ વ્યક્તિ પી.ઓ.એસ.પી. એજન્ટ બની શકે છે. આમાં કૉલેજના વિદ્યાર્થીઓ, ઘરમાં રહેનારા પતિ-પત્ની, નિવૃત્ત અને ધંધાદારી/મહિલાઓનો સમાવેશ થાય છે.
ડિજિટ સાથે કઈ રીતે એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ/પી.ઓ.એસ.પી. બનવું?
પગલું 1
ઉપર આપેલું અમારૂં પી.ઓ.એસ.પી. (POSP) ફોર્મ ભરીને સાઇન અપ કરો, બધી જ વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
પગલું 2
અમારી સાથે તમારી 15-કલાકની તાલિમ પૂર્ણ કરો.
પગલું 3
નિયત પરીક્ષા પૂર્ણ કરો.
પગલું 4
અમારી સાથે કરાર પર સહી કરો અને બસ! તમે પ્રમાણિત POSP બની જશો.
તમે કેટલી કમાણી કરી શકો છો?
ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે તમારી આવક તમે જે પૉલિસીઓ વેચો છો તેના પર આધાર રાખે છે. તમે જેટલી પૉલિસીઓ વેચો છો, તેટલી તમારી આવક વધારે થાય છે. મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ કાર, બાઇક અને કોમર્શિયલ વાહનો માટે ઇન્સ્યોરન્સ પોલિસી વેચી શકે છે.
આનો અર્થ એ છે કે તમે ગ્રાહકોને કોમ્પ્રિહેન્સીવ અને એકલ બંને પૉલિસીઓ વેચી શકો છો, જેના માટે કમિશનનું માળખું નીચે આપેલ છે:
પૉલિસી અને વાહનનો પ્રકાર |
વાહનની ઉંમર |
કમીશનનો મહત્તમ દર |
કોમ્પ્રિહેન્સીવ પૉલિસી - ફોર વ્હીલર અને અન્ય પ્રકારના ખાનગી અથવા કોમર્શિયલ વાહનો |
1-3 વર્ષ જૂના |
ઑન ડેમેજ પ્રીમિયમના 15% |
કોમ્પ્રિહેન્સીવ પૉલિસી - ટૂ-વ્હીલર |
1-3 જૂના |
ઑન ડેમેજ પ્રીમિયમના 17.5% |
કોમ્પ્રિહેન્સીવ પૉલિસી - ફોર વ્હીલર અને અન્ય પ્રકારના ખાનગી અથવા કોમર્શિયલ વાહનો |
4 વર્ષ અને તેનાથી વધુ |
ઑન ડેમેજ પ્રીમિયમના 15% + થર્ડ-પાર્ટી પ્રીમિયામના 2.5% |
કોમ્પ્રિહેન્સીવ પૉલિસી - ટૂ-વ્હીલર |
4 વર્ષ અને તેનાથી વધુ |
ઑન ડેમેજ પ્રીમિયમના 17.5% + થર્ડ-પાર્ટી પ્રીમિયામના 2.5% |
એકલી થર્ડ-પાર્ટી લાયબિલિટી પૉલિસી - બધાં પ્રકારના વાહનો |
કોઈપણ ઉંમર |
પ્રીમિયામના 2.5% |
મારે શા માટે એક મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું જોઈએ?
વારંવાર પૂછાતાં પ્રશ્નો