Zero
Documentation
Quick Claim
Process
Affordable
Premium
Terms and conditions apply*
ઓફિસ ઈન્સ્યોરન્સ શું છે?
ઓફિસ ઈન્સ્યોરન્સ જરૂરી છે કે કેમ તેની ખાતરી નથી કરી શકતા ?
તો આવો સમજીએ તેની જરૂરિયાત
ડિજીટ દ્વારા ઓફિસ ઇન્સ્યોરન્સ વિશે શું સારું છે?
ડિજીટ દ્વારા ઓફિસ ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવે છે?
ડિજીટ દ્વારા ઓફિસ ઇન્સ્યોરન્સ નીચેના માટે કવરેજ આપે છે:
શું કવર નથી થતું ?
કોઈપણ દ્વારા કોઈ પણ ઈરાદાપૂર્વક, જાણી જોઈને અથવા ઈરાદાપૂર્વકનું કૃત્ય આવરી લેવામાં આવતું નથી
કોઈપણ પરિણામી નુકસાન આવરી લેવામાં આવતું નથી
રહસ્યમય ગાયબ અને ન સમજાય તેવા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં.
વધારાની કીમતી ચીજવસ્તુઓ જેવી કે ક્યુરીઓ, કલાનું કામ અથવા અનસેટ કિંમતી પથ્થરોને આવરી લેવામાં આવશે નહીં.
મશીનરી ભંગાણ કે જે કુદરતી આફત, આગ, વિસ્ફોટ, વિસ્ફોટ, વગેરેના પરિણામે ન હોય તેને આવરી લેવામાં આવશે નહીં.
યુદ્ધ અથવા પરમાણુ આપત્તિને કારણે થયેલા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં
ઓફિસ ઈન્સ્યોરન્સ પોલિસીના પ્રકાર
અંક પર, અમારો ઇન્સ્યોરન્સ તમારી ઓફિસને આગ અને કુદરતી આફતો જેવી કે પૂર અને ધરતીકંપ સામે કવર કરે છે. પરંતુ ઓફિસો પણ ઘરફોડ ચોરીના જોખમમાં હોવાથી, અમે એક અલગ પોલિસી હેઠળ ઘરફોડ ચોરીઓને પણ આવરી લઈએ છીએ. આને સરળ બનાવવા માટે, અમારી પાસે નીચે પ્રમાણે અલગ-અલગ કવરેજ વિકલ્પો છે:
વિકલ્પ 1 |
વિકલ્પ 2 |
વિકલ્પ 3 |
ફક્ત તમારા ઓફિસની સામગ્રીને આવરી લે છે. |
તમારા ઓફિસ અને તેની સામગ્રી એમ બંનેને આવરી લે છે. |
તમારી બિલ્ડીંગને આવરી લે છે |
ઓફિસ ઈન્સ્યોરન્સ વિશે જાણવા જેવી બાબતો
- કન્ટેન્ટ શું' છે?: ઑફિસ ઇન્સ્યોરન્સમાં કન્ટેન્ટ તમારી ઑફિસની પ્રાથમિક વસ્તુઓનો સંદર્ભ આપે છે. ઉદાહરણ તરીકે, જો ઓફિસના કન્ટેન્ટને ભૂકંપ અથવા અન્ય કોઈ કુદરતી આફતમાં નુકસાન થાય છે, તો તે પોલિસી દ્વારા આવરી લેવામાં આવશે.
- બિલ્ડિંગ તમારા ઓફિસ ઈન્સ્યોરન્સમાં 'બિલ્ડિંગ' તમારી ઓફિસની ફિઝિકલ બિલ્ડિંગનો સંદર્ભ આપે છે.
ઓફિસ ઇન્સ્યોરન્સની કોને જરૂર છે ?
ઓફિસ વીમાના ફાયદા શું છે?
ભારતમાં બિલ્ડિંગ ઈન્સ્યોરન્સના મુખ્ય લાભો પર એક નજર :
અણધારી અદ્રશ્ય સ્થિતિ સામે સંપૂર્ણ કવરેજ : તે આગ, ઘરફોડ ચોરી, કુદરતી આફતો અને વિસ્ફોટ જેવા તમામ અણધાર્યા નુકસાન અને હાનિ સામે તમારી ઓફિસ અને તેની સામગ્રીનું રક્ષણ કરે છે.
ધંધાકીય જોખમો ઘટાડે છે - ઓફિસ ઈન્સ્યોરન્સ તમારી ઓફિસ અને તેની સામગ્રીને સુરક્ષિત રાખવા માટે કસ્ટમાઇઝ્ડ પોલિસી સાથે પણ આવે છે, આમ આગ, ધરતીકંપ, પૂર, ઘરફોડ ચોરી વગેરે જેવી ઘટનાઓમાં નુકસાનનું જોખમ ઘટાડે છે.
માનસિક શાંતિ - જ્યારે તમે આશ્વસ્થ હોવો કે તમારી ઓફિસને આવરી લેવામાં આવી છે અને સુરક્ષિત છે, ત્યારે તમારે તમારી દુકાન અને તેના રક્ષણ વિશે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારા ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર તમારી પાછળ સપોર્ટ કરવા બેઠા હશે!
ઓફિસ ઈન્સ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરી રીતે થાય છે ?
તમારા બિલ્ડિંગ વીમા પ્રીમિયમ પર નીચે જણાવેલ પરિબળો અસર કરે છે :
- પ્રોપર્ટીનો પ્રકાર: તમે જે પ્રકારની બિલ્ડિંનો ઈન્સ્યોરન્સ લેશો, તેની સીધી અસર તમારા ઓફિસ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર પડશે. દાખલા તરીકે; એક સિંગલ ફ્લોર ઓફિસ સ્પેસ કરતા કરતાં સમગ્ર બિલ્ડિંગનું ઈન્સ્યોરન્સ વધુ હશે.
- પ્રોપર્ટીની ઉંમર: અન્ય કોઈપણ વીમા પોલિસીની જેમ પ્રીમિયમની કિંમતો નક્કી કરવા માટે મિલકતની ઉંમર મુખ્ય પરિબળ છે. ઓફિસ જેટલી નવી હશે, તેનું પ્રીમિયમ ઓછું હશે અને તેનાથી ઊલટું જેટલી જુની તેટલું પ્રીમિયમ વધુ.
- પ્રોપર્ટીની સાઈઝ : જે ઓફિસનો ઈન્સ્યોરન્સ લેવો હોય તેની સાઈઝ એટલેકે તેનું ક્ષેત્રફળ તેની ઓફિસ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર સૌથી વધુ અને સીધી અસર કરે છે. જો પ્રોપર્ટી મોટી તો વીમાની રકમ વધુ હશે અને તેથી ઉલટું સાઈઝ નાની પ્રિમિયમ ઓછું.
- સુરક્ષાના પગલાં : આજની ઓફિસોમાં ઘરફોડ ચોરી અને આગ જેવા જોખમોથી બચાવવા માટે વિવિધ સુરક્ષા પગલાં નક્કી કરાય છે તેથી જો તમારા ઓફિસમાં આ તકેદારીના પગલાં લેવાતા હશે તો તમારું જોખમ અને તેથી ઓફિસ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ ઓછું હશે.
- વધારાનું કવરેજ : જ્યારે ઓફિસ ઈન્સ્યોરન્સ મુખ્યત્વે બિલ્ડિંગ અને તેના સમાવિષ્ટો માટે કવર કરે છે જેમકે અન્ય કિંમતી વસ્તુઓ જેમ કે ડિસપ્લેની ક્યુરિયસ, આર્ટ અને જ્વેલરી. તેને કવર કરવા એડ-ઓન પસંદ કરી શકો છો જે તમને વધુ સારું કવરેજ આપશે અને તમારા પ્રોપર્ટી ઈન્સયોરન્સ પ્રીમિયમમાં પણ સામે વધારો કરશે.
કેમ મારે ઓફિસ વીમા પોલિસી ઓનલાઇન લેવી જોઈએ ?
બજારમાં અનેક પ્રકારની ઓફિસ ઈન્સ્યોરન્સ પોલિસી ઉપલ્બ્ધ છે અને અનેક પરંપરાગત વીમા કંપનીઓ તેને ઑફલાઇન ઓફર કરે છે.
જોકે ઓફિસ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદવાથી તમને નીચે જણાવેલ ફાયદો થાય છે :
- સમયનો બચવ : તમારી ઓફિસ સ્પેસ માટે ઓનલાઈન ઈન્સ્યોરન્સ થોડી મિનિટોમાં જ ઓનલાઈન ખરીદી શકાય છે.
- ઝડપી ક્લેઈમ: અમારા જેવા ઓનલાઈન ઈન્શ્યોર્ર સાથે અમારી સ્માર્ટફોન-એનેબલ્ડ સેલ્ફ-ઈન્સપેક્શન પ્રક્રિયાને આધારે ક્લેઈમ સરળતાથી કરી શકાય છે અને પતાવટ પણ ઝડપી બને છે.
- ઓછું પેપરવર્ક : ડિજિટલ વીમા કંપની તરીકે અમારી પાસે ભાગ્યે જ કોઈ પેપરવર્ક કરવાની જરૂર હોય છે ! અમે તેનો ઉપયોગ ત્યારે જ કરીએ છીએ જ્યારે એકદમ જરૂરી હોય અને પરિસ્થિતિના આધારે અમે ફક્ત એક કે બે દસ્તાવેજો માંગીએ છીએ.
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાનની સરખામણી કરવા માટેની ટિપ્સ
યોગ્ય ઓફિસ ઈન્સ્યોરન્સ પ્લાન પર નિર્ણય કરવો એ ઘણા લોકો માટે મુશ્કેલ પસંદગી હોઈ શકે છે. છેવટે આ તે પસંદગી છે જે તમે તમારા ઓફિસ અને બિઝનેસને સુરક્ષિત રાખવા માટે કરી રહ્યા છો!
યોગ્ય ઈન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવા માટે, અહીં સૌથી વધુ જરૂરી બાબતો જણાવી છે જેની તમારે સરખામણી કરવી જોઈએ :
- કવરેજ બેનિફિટ : તમારા ઈન્સયોરન્સનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કે તમે કયા પ્રકારનું કવરેજ મેળવી રહ્યાં છો. તમારે એ જાણવાની જરૂર છે કે તમને શું આવરી આપશે ? તમારા ઓફિસને આવરે છે ? તેમાં સમાવિષ્ટ તમામ સામગ્રીને આવરે છે કે નહિ ? તેથી, તમારા માટે સૌથી મૂલ્યવાન ઈન્સ્યોરન્સ પ્લાનનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવા માટે હંમેશા શું આવરી લેવામાં આવ્યું છે અને શું આવરી લેવામાં આવ્યું નથી તે જુઓ.
- સમ ઈન્સ્યોર્ડ : ઓફિસ ઈન્સ્યોરન્સમાં તમારી સમ ઈન્સ્યોર્ડની રકમ એ તમે કરેલા ક્લેઈમના કિસ્સામાં તમને આપવામાં આવતા કવરની કુલ રકમનો સંદર્ભ આપે છે. તેથી તમે જે રકમનું કવર લેવા માંગો છો તેના પર ખૂબ જ ધ્યાન આપો કારણ કે આ ફક્ત તમારા ઓફિસ ઈન્સ્યોરન્સ પ્રીમિયમને અસર નહીં કરે પરંતુ જોખમ અને નુકસાનના કિસ્સામાં તમને પ્રાપ્ત થશે તે ક્લેઈમની રકમને પણ અસર કરશે! જોકે એ યાદ રાખવું કે જેટલો સમ ઈન્શ્યોર્ડ મોટો એટલુંપ્રીમિયમ પણ મોટું.
- ક્લેઈમની સરળતા - ક્લેઈમ કોઈપણ વીમાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે, જ્યારે તમે ખોટનો સામનો કરો છો, ત્યારે આ જ સૌથી વધુ જરૂરી અને ઝડપી હોવું જોઈએ! તેથી, ખાતરી કરો કે તમે ક્લેઈમ સેટલમેન્ટ રેકોર્ડ્સ અને પ્રક્રિયાઓના આધારે ઓફિસ ઈન્સ્યોરન્સ પસંદ કર્યો છે. તમે એવા સર્વિસ પ્રોવાઈડર સાથે જવા માગો છો કે જેની પાસે ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો સારો હોય અને જે તમારા ક્લેઈમને ઝડપથી સેટલ કરે!
ઉપલબ્ધ એડ-ઓન્સ: કેટલીકવાર તમારે બેઝિક પ્લાનના લાભો ઉપરાંત વધારાના કવરેજની જરૂર હોય છે. આ સમયે એડ-ઓન્સ કામમાં આવે છે. અલગ-અલગ ઈન્સ્યોરર્સ લોકોની પસંદ માટે અલગ અલગ એડ-ઓનની રેન્જ આપે છે. તમને જરૂરી વિકલ્પોની તુલના કરો અને તમારા અને ઓફિસ માટે શ્રેષ્ઠ શું છે તે જુઓ !