Zero
Documentation
Quick Claim
Process
Affordable
Premium
Terms and conditions apply*
પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ શું છે?
પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ અર્થપૂર્ણ છે કે કેમ તેમાં હજી મૂંઝવાયેલા છો ?
ડિજિટના પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ વિશે શું સારૂં છે ?
ડિજિટના પ્રોપર્ટી ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવે છે ?
અમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ ઓફરિંગ્સ
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર
ડિજિટ પર, અમારા ઈન્સ્યોરન્સ તમારી પ્રોપર્ટીને આગ અને કુદરતી આફતો જેવી કે પૂર અને ભૂકંપ માટે અમારા ગો ડિજિટ, ભારત લઘુ ઉદ્યમ સુરક્ષા, ગો ડિજિટ, ભારત સૂક્ષ્મ ઉદ્યમ સુરક્ષા અને ઘર માટે ગો ડિજિટ, ભારત ગૃહ રક્ષા પૉલિસી દ્વારા કવર કરે છે. જો કે, પ્રોપર્ટીને હંમેશા ચોરીનું જોખમ હોવાથી, અમે ચોરીને પણ એક અલગ પૉલિસી, ડિજિટ બર્ગલરી ઈન્સ્યોરન્સ પૉલિસી દ્વારા આવરી લઈએ છીએ. આ રીતે, તમારી પ્રોપર્ટી ફ્ક્ત આગ અને કુદરતી આફતોને કારણે થયેલા નુકસાન અને હાનિ જ નહીં પરંતુ ચોરીથી પણ સુરક્ષિત છે. સરળ સમજ માટે, અમારી પાસે નીચે પ્રમાણે અલગ-અલગ કવરેજ વિકલ્પો છે:
વિકલ્પ 1 |
વિકલ્પ 2 |
વિકલ્પ 3 |
ફક્ત તમારા ઘર અથવા બિઝનેસ સામગ્રીને કવર કરે છે. |
તમારા બિલ્ડિંગ અને તમારા ઘર અથવા બિઝનેસ સામગ્રી બંનેને કવર કરે છે. |
ફક્ત તમારા બિલ્ડિંગને કવર કરે છે. |
પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ વિશે જાણવા જેવી બાબતો
- કન્ટેન્ટ - જો તમે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સમાં ‘કન્ટેન્ટ’ નો સંદર્ભ શું છે તે અંગે મૂંઝવણમાં છો, તો તે તમારા પરિસરમાં આવેલ એવી વસ્તુઓના સંદર્ભે છે જે તમારા પરિસરના સ્ટ્રક્ચર સાથે કાયમી ધોરણે જોડાયેલ અથવા ફિક્સ કરેલ નથી.
- બિલ્ડિંગ/સ્ટ્રક્ચર - નામ પ્રમાણે તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સમાં 'બિલ્ડિંગ' અથવા 'સ્ટ્રક્ચર' એ તમે કવર થતી સમગ્ર પ્રોપર્ટીનો સંદર્ભ આપે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ઘર અથવા વ્યક્તિગત વિલાને સુરક્ષિત કરવા માંગતા હો તો તમારા સમગ્ગ્ર વિલાને આવરી લેવામાં આવેલ 'બિલ્ડિંગ' તરીકે ઓળખવામાં આવશે.
પ્રોપર્ટી ઇન્સ્યોરન્સની કોને જરૂર છે ?
આદર્શ રીતે જોઈએ તો કોઈપણ વ્યક્તિ જેની પાસે પોતાની પ્રોપર્ટી હોય પછી તે ઘર હોય કે તમારા બિઝનેસ સાથે જોડાયેલી ઓફિસ; પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ કુદરતિ આફતો, વિસ્ફોટ, આગ કે ચોરી જેવી આકસ્મિત સ્થિતિમાં થતા નુકસાનને કવર કરે છે.
ઈન્સ્યોરન્સમાં કવર થતી હોમ પ્રોપર્ટીઓના પ્રકાર
કવર થતી દુકાન અને બિઝનેસ પ્રોપર્ટીઓના પ્રકાર
ભારતમાં પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો
પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન કેમ જરૂરી અને મહત્વપૂર્ણ છે?
તમારું ઘર અથવા તમારો વ્યવસાય બંને તમારી નાણાકીય અને સામાજિક સુરક્ષાનો અભિન્ન ભાગ છે તે જોતાં, પૂર, તોફાન, વિસ્ફોટ, આગ અથવા ઘરફોડ ચોરી જેવા અણધાર્યા સંજોગોમાં ઉદ્ભવતા સંભવિત જોખમો અને નુકસાનથી બંનેને અથવા એકને બચાવવા માટે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન મહત્વપૂર્ણ છે.
પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસીના મુખ્ય લાભો
- સંપૂર્ણ કવરેજ: પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી તમારી પ્રોપર્ટી (એટલે કે તમારા બિલ્ડિંગ અથવા સ્ટોર)ને સુરક્ષિત કરવામાં મદદ કરે છે, તમારા ખિસ્સાને તમામ સંભવિત નુકસાનથી દૂર રાખવાની ખાતરી આપે છે. વધુમાં, ઘણા ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ તમારી જરૂરિયાતો અનુસાર તમારું કવરેજ વધારવા માટે એડ-ઓન્સ પણ પ્રદાન કરે છે.
- ધંધાકીય જોખમો ઘટાડે છે: પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી તમારી શૉપ અને તેની સામગ્રીને સુરક્ષિત રાખવા માટે કસ્ટમાઇઝ્ડ પૉલિસી સાથે પણ આવે છે, તેથી બિઝનેસને નુકસાનનું જોખમ ઘટાડે છે.
- મનની શાંતિ: પછી ભલે તે તમારો સ્ટોર હોય કે તમારું ઘર, બંને સૌથી વધુ નાણાકીય મહત્વ ધરાવે છે. પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી તમને નોંધપાત્ર નુકસાનનો સામનો કરતા અટકાવે છે અને ખાતરી કરે છે તમને એ જાણીને મનની શાંતિ મળે છે કે ઈન્સ્યોરન્સ કંપનીએ તમને કવર કર્યા છે.!
પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ ઓનલાઈન શા માટે લેવો ?
સારી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવી એ એક મહત્વનો નિર્ણાયક નિર્ણય છે. છેવટે તે એવો નિર્ણય છે જે તમારા સૌથી મૂલ્યવાન અસ્કયામતને આવરી લેવામાં મદદ કરશે. પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ ખરીદવાથી માત્ર પોલિસી ખરીદવાની પ્રક્રિયા સરળ નથી બનતી પરંતુ, તમારી જરૂરિયાત મુજબના વિકલ્પોનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવા અને યોગ્ય નિર્ણય લેવા માટે તમને સમય અને મોકળાશ પણ મળે છે.
પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો કયા છે ?
પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ મુખ્યત્વે નીચેના પરિબળોથી પ્રભાવિત થાય છે :
- પ્રોપર્ટીનો પ્રકાર: તમે જે પ્રકારની પ્રોપર્ટીનો ઈન્સ્યોરન્સ લેશો, તેની સીધી અસર તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર પડશે. દાખલા તરીકે; ફેક્ટરીનું પ્રીમિયમ જનરલ સ્ટોર કરતાં વધુ હશે.
- પ્રોપર્ટીની ઉંમર: અન્ય કોઈપણ વીમા પોલિસીની જેમ પ્રીમિયમની કિંમતો નક્કી કરવા માટે મિલકતની ઉંમર મુખ્ય પરિબળ છે. પ્રોપર્ટી જેટલી નવી હશે, તેનું પ્રીમિયમ ઓછું હશે અને તેનાથી ઊલટું જેટલી જુની તેટલું પ્રીમિયમ વધુ.
- પ્રોપર્ટીની સાઈઝ : જે પ્રોપર્ટીનો ઈન્સ્યોરન્સ લેવો હોય તેની સાઈઝ એટલેકે તેનું ક્ષેત્રફળ તેની પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર સૌથી વધુ અને સીધી અસર કરે છે. જો પ્રોપર્ટી મોટી તો વીમાની રકમ વધુ હશે અને તેથી ઉલટું સાઈઝ નાની પ્રિમિયમ ઓછું.
- સુરક્ષાના પગલાં : આજે ઘણા ઘરો અને બિઝનેસો તેમના ઘરો અને દુકાનોને ઘરફોડ ચોરી અને આગ જેવા જોખમોથી બચાવવા માટે વિવિધ સુરક્ષા પગલાં પસંદ કરે છે. તેથી જો તમારા ઘર અથવા દુકાનમાં તેનો સમાવેશ થાય છે, તો તમારું જોખમ અને તેથી પ્રોપર્ટીનો ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ ઓછું હશે.
- વધારાનું કવરેજ : જ્યારે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી મુખ્યત્વે બિલ્ડિંગ અને તેની સામગ્રીને કવર કરે છે, ત્યાં અન્ય કિંમતી સંપત્તિ પણ છે જેમ કે દુકાનમાં કોઈ આકસ્મિક નુકસાન અથવા ઘરે રાખેલા દાગીના. તમે એડ-ઓન પસંદ કરી શકો છો જે તમને વધુ સારું કવરેજ પ્રદાન કરશે. જો કે, તેનાથી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થશે.
પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાનની સરખામણી કરવા માટેની ટિપ્સ
યોગ્ય પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન પર નિર્ણય કરવો એ ઘણા લોકો માટે મુશ્કેલ પસંદગી હોઈ શકે છે. છેવટે આ તે પસંદગી છે જે તમે તમારા સુંદર ઘર અથવા તમારા પ્રિય બિઝનેસને સુરક્ષિત રાખવા માટે કરી રહ્યા છો ! યોગ્ય પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવા માટે, અહીં સૌથી વધુ ત્રણ બાબતો જરૂરી છે જેની તમારે સરખામણી કરવી જોઈએ :
- કવરેજ બેનિફિટ : તમારા ઈન્સયોરન્સનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કે તમે કયા પ્રકારનું કવરેજ મેળવી રહ્યાં છો. તમારે એ જાણવાની જરૂર છે કે આકસ્મિક ઘટનાના કિસ્સામાં તમને શું આવરી લેવામાં આપશે. તેથી, તમારા માટે સૌથી મૂલ્યવાન ઈન્સ્યોરન્સ પ્લાનનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવા માટે હંમેશા શું આવરી લેવામાં આવ્યું છે અને શું આવરી લેવામાં આવ્યું નથી તે જુઓ.
- સમ ઈન્સ્યોર્ડ :· પ્રોપર્ટી ઈન્સ્યોરન્સમાં તમારી સમ ઈન્સ્યોર્ડની રકમ એ તમે કરેલા ક્લેઈમના કિસ્સામાં તમને આપવામાં આવતા કવરની કુલ રકમનો સંદર્ભ આપે છે. તેથી તમે જે રકમનું કવર લેવા માંગો છો તેના પર ખૂબ જ ધ્યાન આપો કારણ કે આ ફક્ત તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમને અસર નહીં કરે પરંતુ જોખમ અને નુકસાનના કિસ્સામાં તમને પ્રાપ્ત થશે તે ક્લેઈમની રકમને પણ અસર કરશે!
- ઉપલબ્ધ એડ-ઓન્સ: કેટલીકવાર તમારે બેઝિક પ્લાનના લાભો ઉપરાંત વધારાના કવરેજની જરૂર હોય છે. આ સમયે એડ-ઓન્સ કામમાં આવે છે. અલગ-અલગ ઈન્સ્યોરર્સ લોકોની પસંદ માટે અલગ અલગ એડ-ઓનની રેન્જ આપે છે. તમને જરૂરી વિકલ્પોની તુલના કરો અને તમારા માટે શ્રેષ્ઠ શું કામ છે તે જુઓ !
યોગ્ય પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન કેવી રીતે પસંદ કરવો ?
યોગ્ય પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારા બધા વિકલ્પોની તુલના કરો અને તેનું મૂલ્યાંકન કરો અને તે મુજબ તમારી મરજીની પોલિસી પસંદગી કરો. તમારા કવરેજ બેનિફિટ્સ, સમ ઈન્શોર્ડ, ઉપલબ્ધ એડ-ઓન્સ, પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, ગ્રાહક સપોર્ટ વગેરે બાબતોને તમે તમારા સૌથી મહત્વપૂર્ણ અસ્કયામતોને સુરક્ષિત રાખવા માટે કોના પર વિશ્વાસ કરશો તે નિર્ણય કરતા પહેલા ચકાસો જુઓ!
પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ માટે યોગ્ય સમ ઈન્સ્યોર્ડ કેવી રીતે પસંદ કરશો ?
તમારી સમ ઈન્સ્યોર્ડ તમારી પ્રોપર્ટીની કુલ વેલ્યુનો સંદર્ભ આપે છે; એટલે કે ક્લેઈમના કિસ્સામાં તમે પ્રાપ્ત કરી શકો તે મહત્તમ રકમ પણ. તેથી તમારે ખાતરી કરવાની જરૂર છે કે તે તમારી પ્રોપર્ટીની સાચી કિંમત દર્શાવે. તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ માટે યોગ્ય સમ ઈન્સ્યોર્ડ પસંદ કરવા માટે, તમે અહીં અમારા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો જે તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ અને તમારી પ્રોપર્ટીના ક્ષેત્રફળના આધારે ભલામણ કરેલ સમ ઈન્સ્યોર્ડ નક્કી કરવામાં મદદ કરે છે.