વાપરેલી બાઇકના ઇન્સ્યોરન્સ વિશે બધું જ
ખાસ કરીને તમે જ્યારે યુવાન હો ત્યારે, ટૂ-વ્હીલરની માલિકી મેળવવાની તેની પોતાની ઉત્તેજના હોય છે. એક સમય એવો હતો જ્યારે કોઈ પણ વાહન હોવું તેને લક્ઝરી માનવામાં આવતી હતી. ભારતમાં કારના માલિકોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં, યુવાનો તેમના સુખ-સમૃદ્ધિના આ કાળમાં હંમેશા તેમની બાઇક અને સવારી પસંદ કરશે.
રોજબરોજના મોડલ સિવાય, ભારતીય બજાર ફેન્સી બાઇક પણ ઓફર કરે છે જે ધારદાર સુવિધાઓ અને અસાધારણ ડિઝાઇન સાથે આવે છે. ભલે તે જૂની હોય કે નવી, સારી બાઇક એ સારી બાઇક છે. તેવી જ રીતે, ઘણા ખરીદનારા એવા છે જેઓ વિન્ટેજના પ્રેમ માટે જૂની બાઇકને પસંદ કરે છે.
ફૂડ ડિલિવરી, કુરિયર અને અન્ય સમાન પ્રકારની સેવાઓમાં ટૂ-વ્હીલરના ઉપયોગમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. પરિણામે, બાઇકની માંગમાં માત્ર વધારો જ થઈ રહ્યો છે, પછી ભલે તે સેકન્ડ હેન્ડ હોય કે એકદમ નવી બાઇક હોય.
જો તે સારી સ્થિતિમાં હોય તો સેકન્ડ હેન્ડ બાઇક ખરીદવી એ કોઈ મુશ્કેલ કાર્ય નથી. પરંતુ જો તમારે નિર્ધારિત સમયમાં ક્યાંક પહોંચવું હોય તો બાઇક ચલાવવું વધુ જોખમી છે.
તેના ઉપર, ટ્રાફિક અને રસ્તાઓ દયનીય સ્થિતિમાં છે, જે તમારી જાતને અને તમારી બાઇકને બાઇક ઇન્સ્યોરન્સ સાથે સુરક્ષિત કરવાનું લગભગ અનિવાર્ય બનાવે છે.
એક સેકન્ડ-હેન્ડ બાઇક ઇન્સ્યોરન્સ શું છે?
બીજા કોઈપણ ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સની જેમ જ, સેકન્ડ-હેન્ડ બાઇક ઇન્સ્યોરન્સ એક એવો ઇન્સ્યોરન્સ છે જે એક વ્યક્તિને થર્ડ-પાર્ટીને તેમજ તેને પોતાને થતાં નુકસાન અને ખોટની સામે સુરક્ષા પૂરી પાડે છે.
એક સેકન્ડ-હેન્ડ બાઇકને શા માટે ઇન્સ્યોર કરવી જોઈએ?
શું તમે ખરીદેલી સેકન્ડ-હેન્ડ બાઇક તમને સારી લાગે છે? તેવું હોઈ શકે છે, પરંતુ અમે અગાઉના માલિક દ્વારા લાગેલા ઘસારા વિશે ખાતરી કરી શકતા નથી. તમારી સેકન્ડ હેન્ડ બાઇક માટે ઇન્સ્યોરન્સ જરૂરી છે. શા માટે? ચાલો નીચેની ધારણાઓને ધ્યાનમાં રાખીને સમજીએ:
# કલ્પના કરો કે તમે ખરીદેલી સેકન્ડ હેન્ડ બાઇકનું ગિયર ઢીલું છે. જ્યારે તમે બધા ટ્રાફિક વચ્ચે સવારી કરી રહ્યાં હતાં, ત્યારે તમારા ગિયર્સ કામ કરતા બંધ થઈ ગયા હતા અને તમારા રસ્તે આગળ વધતી વખતે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તમારી બાઇકના મડગાર્ડને નુકસાન થયું હતું અને હેન્ડલ વળી ગયું હતું.
ઇન્સ્યોરન્સ, આ કિસ્સામાં, તમારી બાઇકના નુકસાન માટે મરમ્મતના ખર્ચને આવરી લેશે. તેથી, કોઈપણ સંજોગોમાં તમારી સેકન્ડ હેન્ડ બાઇક માટે ઇન્સ્યોરન્સ પૉલિસી આવશ્યક છે.
# જો તમે રાહદારી (થર્ડ-પાર્ટી) રોડ ક્રોસ કરી રહ્યાં હોય ત્યારે તેમને ટક્કર મારશો તો એક ઇન્સ્યોરન્સ કવર તમને કાયદેસરની જવાબદારીઓથી બચાવશે. છેલ્લી થોડી મિનિટોમાં જ્યારે ટ્રાફિક લાઇટે પીળું સિગ્નલ આપ્યું, ત્યારે તમે રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો અને તે જ સમયે, એક રાહદારીએ ઉતાવળમાં રસ્તો ક્રોસ કરવાનું શરૂ કર્યું. અને બીજી જ સેકન્ડમાં તમારા બંનેનો અકસ્માત થયો. તમારી ઠોકરથી તે જમીન પર પડી ગયો અને તેના હાથમાં ફ્રેક્ચર થયું.
તે સંપૂર્ણપણે તમારી ભૂલ હતી અને તેથી તમે થયેલાં નુકસાન માટેની ચૂકવણી કરવા માટે જવાબદાર હશો. ઇન્સ્યોરન્સ પૉલિસી તૃતીય-પક્ષને થયેલી શારીરિક ઈજા માટે તમારે જે ખર્ચ ઉઠાવવો પડશે તેની ચૂકવણી કરશે.
# વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે, તે માત્ર પોતાને બચાવવા માટે જ નહીં પરંતુ રસ્તા પર અન્ય લોકોને નુકસાન ન પહોંચે તે માટે પણ ફરજિયાત છે.
એક એવી સાંજનો વિચાર કરો જ્યારે છોકરાઓનું એક જૂથ તેમની રોજની બાઇક રાઇડ પર નીકળ્યું હતું. તેમાંથી એક તેણે ખરીદેલી સેકન્ડ હેન્ડ બાઇક પર ઝડપાયો. અચાનક રસ્તાની જમણી બાજુ પરથી એક કાર આવી અને તેને ટક્કર મારી. જેમાં બાઇક ચાલક પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. તેની પાસે ઇન્સ્યોરન્સનું કવર હતું જેમાં તેણે માલિક-ડ્રાઈવર માટે ફરજિયાત PA કવર પસંદ કર્યું હતું. તે મૃત્યુ અને અપંગતાના કિસ્સામાં વાહનના માલિકના નોમિનીને ચૂકવણી કરશે.
અકસ્માતને કારણે થયેલી ઈજા પછી મરમ્મત અને સારવારના નાણાકીય બોજને દૂર રાખવા માટે, અમને બાઇક વીમાની જરૂર છે. તમારા સેકન્ડ હેન્ડ બાઇક ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ મેળવવા માટે બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.
સેકન્ડ-હેન્ડ બાઇક ઇન્સ્યોરન્સ સાથે ઉપલબ્ધ એડ-ઑન કવર
એ પ્રાથમિક કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ ઉપરાંત, જો શક્ય હોય તો કવરેજને વિસ્તૃત કરવાની સલાહ આપવામાં આવે છે. જેને પસંદ કરી શકાય તેવા કવરેજમાં આનો સમાવેશ થાય છે:
કેટલાક અકસ્માતો જીવલેણ હોય છે. અગાઉ કોમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ પૉલિસી હેઠળ માત્ર માલિકને જ આવરી લેવામાં આવતા હતા. બાદમાં, પીલિયન રાઇડર માટે પણ સુરક્ષા કવચ ઉમેરીને પૉલિસીમાં વધારો કરવામાં આવ્યો હતો.
IRDA એ થર્ડ પાર્ટી લાયબિલિટી પૉલિસી હેઠળ પિલિયન રાઇડરને આવરી લેવાની જોગવાઈ કરી છે. અકસ્માતના કિસ્સામાં, પીલિયન સવારને રૂ.3 લાખની રકમ માટે કવર કરી લેવામાં આવશે. અને જો પીલીયન સવાર મૃત્યુ પામે છે, તો નજીકના સગાને રૂ. 5 લાખ મળશે.
બાઇકની માલિકી અને ઇન્સ્યોરન્સ ટ્રાન્સફર કરો
જ્યારે વાહનની RC માં તમારું નામ હશે ત્યારે જ સેકન્ડ-હેન્ડ બાઇકની માલિકી તમારી ગણવામાં આવશે. તેથી, તમે શહેરની આસપાસ તમારી પ્રથમ સવારી માટે ઉપડતાં પહેલાં, ખાતરી કરો કે તમામ સંબંધિત કાગળો તમારા નામે છે.
તમે ટ્રાન્સફરની વિનંતી શરૂ કરો તે પહેલાં, તમારે એ RTO પાસેથી NOC મેળવવાની જરૂર છે જ્યાં વાહનની નોંધણી કરવામાં આવી હતી. જો વાહન લોન પર ખરીદ્યું હોય, તો આરટીઓ સાથે, બેંકર પાસેથી એનઓસીની પણ જરૂર પડશે.
તમારી સેકન્ડ-હેન્ડ બાઇક માટે માલિકીનું ટ્રાન્સફર પૂર્ણ કરવા માટે, તમારે કેટલાંક ઝડપી પગલાંઓને અનુસરવા પડશે:
આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં અને માલિકીના સ્થાનાંતરણમાં લગભગ 10-15 દિવસ લાગશે. આ દરમિયાન, બાઇકની ઇન્સ્યોરન્સ પોલિસી છે કે નહીં તે તપાસો. જો હા, તો પછી નક્કી કરો કે શું તમે ઇન્સ્યોરન્સના ટ્રાન્સફરને અમલમાં મૂકવા માંગો છો કે તેના બદલે તમે તમારા ઇચ્છિત ઇન્સ્યોરન્સ સર્વિસ પ્રદાતા પાસેથી નવી ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદવા માંગો છો.
ધારો કે ઇન્સ્યોરન્સ પૉલિસી અસ્તિત્વમાં છે અને તમે તેને તમારા નામે ટ્રાન્સફર કરવા માંગો છો. આ કિસ્સામાં, બાઇકના અગાઉના માલિકે ઇન્સ્યોરન્સ પૉલિસી, ઓળખનો પુરાવો, વાહનના રજીસ્ટ્રેશનની નકલ અને ફોર્મ 20 તેમજ ફોર્મ 30 ની ફોટોકોપી સાથે ઇન્સ્યોરન્સ કંપનીની મુલાકાત લેવી જોઈએ. વીમા કંપનીઓ નામ બદલવા માટેની વિનંતીને અમલમાં મૂકવા માટે લગભગ 15 દિવસનો સમય લઈ શકે છે.
તમે એક સેકન્ડ-હેન્ડ બાઇક ખરીદો એ પહેલાં તપાસવાની વસ્તુઓ
કોઈપણ જ્ઞાની માણસ તે વસ્તુના ફાયદા/સુવિધાઓનું વિશ્લેષણ કર્યા વિના કંઈપણ ખરીદતો કે પસંદ કરતો નથી. અને જ્યારે તે સેકન્ડ-હેન્ડ બાઇક હોય, ત્યારે તમને તેના વિશે ચોક્કસ ખાતરી હોવી જરૂરી છે. સેકન્ડ-હેન્ડ બાઇક ખરીદતા પહેલા તમારે અહીં આપેલી કેટલીક બાબતો તપાસવાની જરૂર છે:
- બાઇકનું ભૌતિક રીતે નિરીક્ષણ કરો: બાઇકને કાળજીપૂર્વક જુઓ અને તમે જોયેલી વસ્તુઓ માટે થોડું સંશોધન કરો. તમારી આંખો ખુલ્લી રાખો અને તમારી સાહજિક ભાવનાને સક્રિય રાખો. કોઈ સ્ક્રેચ અથવા હિટના ચિહ્નો છે કે કેમ તે શોધો.
- અસામાન્ય અવાજ માટે તપાસો: બાઈક શરૂ કરો અને તપાસો કે તે નિષ્ક્રિય હોય ત્યારે અને ગતિ પકડતી વખતે કોઈ અવાજ કરે છે કે કેમ. આ સિવાય, તમારે ઇન્ડિકેટર, લાઇટ અને હોર્નનો અવાજ તપાસવો જોઈએ.
- બધા દસ્તાવેજો ચકાસો: તપાસો કે RC માં એન્જિન પર ઉલ્લેખિત ઓળખ નંબર સમાન છે કે કેમ. જ્યારે તમે ક્લેઇમ કરો છો ત્યારે કોઈપણ વિસંગતતા મુશ્કેલી ઊભી કરશે.
- સેવાની વિગતો જાણો: તમારે બાઇકના માલિકને કેટલી વખત સર્વિસ કરવામાં આવેલ અને તે કયા કેન્દ્રમાં કરવામાં આવી હતી તે વિશે પૂછવું જોઈએ.
- ટેસ્ટ રાઈડ લો: તમે બાઇકને ટેસ્ટ ડ્રાઇવ કરો છો તેનીખાતરી કરો. એવા ખાડા-ટેકરાવાળો રસ્તો પસંદ કરો કે જેના પર તમે બાઇકના પ્રદર્શનનું શ્રેષ્ઠ મૂલ્યાંકન કરી શકો. આવા રસ્તા પર તેનું સસ્પેન્શન અને બ્રેક્સ તેનો ખેલ બતાવશે.
તો હવે તમે તમારી સેકન્ડ-હેન્ડ બાઇક ખરીદતા પહેલા તપાસવાના પોઇન્ટર જાણી ગયા છો. તમે માલિકી ટ્રાન્સફર કરવાની અને તમારા નામે ઇન્સ્યોરન્સ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ જાણો છો. પરંતુ જો તમે નવી ઇન્સ્યોરન્સ પૉલિસી ઇચ્છતા હોવ તો શું? શું આ નાનો મુદ્દો તમને ખૂબ ચિંતા કરાવે છે? ચાલો જોઈએ કે આપણે સેકન્ડ-હેન્ડ બાઇક માટે નવો ઇન્સ્યોરન્સ કેવી રીતે મેળવી શકીએ.
તમારા સેકન્ડ-હેન્ડ બાઇક માટે નવો ઇન્સ્યોરન્સ ખરીદવા માંગો છો?
જો તમારી સેકન્ડ-હેન્ડ બાઇક માન્ય ઇન્સ્યોરન્સ સાથે આવતી નથી, અથવા તમે હાલના ઇન્સ્યોરન્સથી બહુ ખુશ નથી, તો તમે નીચેની પ્રક્રિયા દ્વારા તમારી સેકન્ડ-હેન્ડ બાઇક માટે નવી ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો:
# મોટા ભાગના ઇન્સ્યોરન્સ કંપનીઓ ઑનલાઈન-સક્ષમ પ્રક્રિયાઓ ધરાવે છે. તેમની વેબસાઇટની ઑનલાઇન મુલાકાત લો.
# ઑનલાઈન પોર્ટલ દ્વારા તમારી RCની સ્કેન કરેલી નકલ, ઈન્વોઈસની નકલ અને ઓળખ પુરાવા સબમિટ કરો. અથવા તમે ફક્ત નોંધણીનું શહેર, મોડેલનું નામ અને પ્રકાર તેમજ નોંધણીની તારીખ દાખલ કરો.
# એ ઇન્સ્યોરર નિરીક્ષણ માટે વ્યવસ્થા કરશે, જેના પછી તમે પ્રીમિયમ ચૂકવી શકો છો.
# ત્યાં બિલકુલ રાહ જોવી પડશે નહીં અને તમને તમારા ઇન્સ્યોરન્સની નકલ પ્રાપ્ત થશે.
છેવટે, તમે તમારી સ્વપ્નની બાઇકના માલિક છો. જીવન સાહસથી ભરેલું છે પરંતુ તે મૂલ્યવાન છે. તમે ખરીદેલ બાઇક, વપરાયેલી હોય તો પણ, એક કિંમત ચૂકવવાને લીધે આવી છે. ખાતરી કરો કે તમે બાઇક ચલાવતા હોવ ત્યારે તમે સલામતીના ધોરણો જાળવો છો. તે ફક્ત તમને જ નહીં પરંતુ રસ્તા પરના બીજા કોઈને પણ બચાવશે