Third-party premium has changed from 1st June. Renew now
બાઇક માટે ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ શું છે?
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ એટલે એકમાત્ર બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી જે માત્ર તમારા પોતાના વાહનને કોઈ નુકસાન સામે કવચ આપે છે. આ નુકસાન અકસ્માત, અથડામણ, પ્રાકૃતિક આપદા કે આગ જેવી ઘટનાથી થઈ શકે છે.
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ શું આવરી લેવામાં આવે છે?
અત્યાર સુધી, બે પ્રકારની જ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી હતી. જોકે, હાલ IRDAI એ પોતાના વાહનોને થતાં નુકસાનને કવર આપવા માટે પોલિસી રજૂ કરી જેનાથી હાલની થર્ડ પાર્ટી પોલિસી ધરાવતા લોકોને મદદ મળી શકે અને તેમને પોતાની બાઇક પર થતાં નુકસાન સામે કવર મળી શકે.
બાઇક માટે ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?
આ સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે તમે હાલ જ એક નવી બાઇક ખરીદી છે અને તમે ત્રણ વર્ષ લાંબી થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી છે જેથી તમે કાયદાકીય અને ત્રીજા પક્ષને થતાં દેવાને કવર કરી શકો.
એક વર્ષ બાદ તમે પોતાની બાઇકને પણ નુકસાનથી બચાવવા ઈન્સ્યોરન્સ લેવા ઇચ્છો છો તો હવે તેના માટે તમારે ઇન્સ્યોરન્સ રિન્યૂ થવાની રાહ જોવી પડે છે જેથી તમે સર્વાગ્રહી (comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી લઈ શકો.
આ રીતે તમે માત્ર તમારી બાઇક માટે પોતાના નુકસાન માટે કવર ખરીદો છો. અને તમારી પોતાની બાઇકને પણ કવર આપી શકો છો અને એ પણ વ્યાજબી દરે.
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ કોણે લેવો જોઈએ?
જો તમે હાલ જ બાઇક લીધી છે અને તમે પહેલેથી ડિજીટ(Digit)નું થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ તમારી બાઇક માટે લીધું છે તો તમે ઓન ડેમેજ કવર લઈને તમારા ટૂ-વ્હીલરને નુકસાનથી બચાવી શકો છો.
જો તમારી પાસે પહેલેથી ઇન્ય કોઈ વીમા કંપનીની થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી છે, તમે એકલું ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ ડીજીટ(Digit) પાસેથી લઈ શકો છો જેથી તમારી બાઇકને નુકસાન સામે કવર મળે.
બાઇક માટે ઓન ડેમેજ ઇન્સ્યોરન્સમાં શું કવર થાય છે?
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ સાથે વધારાના કવર
વિચારો કે આ તમારી બાઇક અને તેના અન્ય ભાગો માટે ઍન્ટી-ઍજીંગ ક્રિમ સમાન છે. સામાન્યપણે ક્લેમ કરતાં સમયે ભાવઘટાડાની રકમ હંમેશાં ધ્યાનમાં લેવામાં આવે છે. જોકે, શૂન્ય- ભાવઘટાડા કવર સાથે એ સુનિશ્ચિત થાય છે કે કોઈ ભાવઘટાડો નહીં કરવામાં આવે. તો તમને રિપેર કે કેટલાક ભાગ બદલવા માટે ક્લેમ દરમિયાન પૂર્ણ કિંમત મળશે.
જો તમારી સામે એવી પરિસ્થિતિ સર્જાય જેમાં તમારી બાઇક ચોરી થઈ જાય અને જે નુકસાન થયું છે તેને રિપેર કરી શકાય તેમ નથી, તો આ ઍડ-ઓન ખૂબ મદદ કરે છે. રિટર્ન ટૂ ઇનવોઇસ ઍડ-ઓન સાથે, અમે એ કિંમત ચૂકવીશું જેનાથી તમને નુકસાન પામેલી બાઇક જેવી નવી બાઇક અથવા તો તેના બીજી કોઈ બાઇક મળી શકે જેમાં રોડ ટેક્સ અને નોંધણી શુલ્ક પણ ઉમેરાયેલું હોય.
શું તમને ખબર છે કે તમારું ઍન્જિન બદલવાનો ખર્ચ મૂળ કિંમતનો આશરે 40 ટકા ખર્ચ હોય છે? એક સામાન્ય ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીમાં, માત્ર અકસ્માત સમયે થયેલા નુકસાનને કવર કરવામાં આવે છે. જોકે, આ ઍડ-ઓનની સાથે, તમે તમારા વાહનના જીવનને કવર આપો છો (એટલે ઍન્જિન અને ગીયર બૉક્સ) અને તેમાં અકસ્માત બાદ કોઈ પણ પ્રકારના નુકસાનને કવર મળે છે. આ નુકસાન પાણી પ્રત્યાગમન, લ્યુબ્રીકેટિંગ ઓઇલ લીક થવા પર અને વાહનના આધારભૂત ભાગોમાં નુકસાનને કારણે થાય છે.
આ કવર તમારા ટૂ-વ્હીલરને એક અતિરિક્ત કવચ આપે છે. તેનાથી અકસ્માતની સ્થિતિમાં બાઇકના નાના-નાના ખર્ચ પણ કવર થાય છે જેમ કે ઍન્જિન ઓઇલ, સ્ક્રુ, નટ અને બૉલ્ટ, ગ્રીઝ, વગેરે
રોડસાઇડ આસિસ્ટન્સ ઍડ-ઓન થી એ સુનિશ્ચિત થાય છે કે કોઈ પણ પ્રકારની તૂટ ભાંગ થતાં અમે હંમેશાં તમારી અને તમારા ટૂ-વ્હીલરની મદદે આવીશું. અને સૌથી શ્રેષ્ઠ ભાગ તમને ખબર છે? અમારી મદદ માગવાને ક્લેમ નહીં ગણવામાં આવે.
શું કવર થતું નથી?
તમારા બાઇકની પૂર્ણ સુરક્ષા માટે ઓન ડેમેજ કવર શ્રેષ્ઠ છે, પરંતુ તેમાં પણ કેટલીક વસ્તુઓ છે જે કવર થતી નથી.
માત્ર ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સથી તમારી પોતાની બાઇક જ કવર થાય છે અને ત્રીજા પક્ષને થયેલા નુકસાનની ભરપાઈ માટે કવર મળતું નથી. તેના માટે થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ કામ લાગશે.
આ કાયદાકીય દૃષ્ટિએ યોગ્ય નથી. એટલે જો તમે બાઇક ચલાવતા સમયે નશામાં હશો, તો બાઇક ઇન્સ્યોરન્સ ક્લેમ નહીં થઈ શકે.
જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે વાહન ચલાવે તો કોઈ પણ બાઇક ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ સ્વીકાર કરતી નથી. એટલે ક્લેમ ત્યારે જ થઈ શકે છે જ્યારે વાહનચાલક પાસે માન્ય ટૂ-વ્હીલર લાઇસન્સ હોય.
જો તમે કોઈ ચોક્કસ ઍડ-ઓન નથી લીધું, તો સ્વાભાવિક છે કે તમે કોઈ ફાયદા માટે ક્લેમ કરી શકતા નથી.
દુર્ભાગ્યપણે, તમારી બાઇકને એ નુકસાનનું કવર નહીં મળે જે અકસ્માત સમયે ન થયું હોય.
તેનો મતલબ છે કે તમારી બાઇકને કવર નહીં મળે જો તમે કંઈક એવું કર્યું છે જે તમારે ન કરવું જોઈએ. ઉદાહરણ તરીકે તમારા ગામમાં પૂર આવ્યું છે અને તે છતાં તમે બાઇકને બહાર લઈ ગયા જેનાથી નુકસાન થવાનું જ હતું.
કાયદા પ્રમાણે, જો તમારી પાસે લર્નીંગ લાઇસન્સ છે તો તમારી સાથે પાછળની સીટ પર કોઈ લાઇસન્સ ધારક હોવું જરૂરી છે. જો તેવું નથી, તો તમારું ઓન ડેમેજ ક્લેમ મંજૂર થશે નહીં.
ડીજિટ પાસેથી તમારે ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ કેમ ખરીદવું જોઈએ?
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ માટે ક્લેમ કેવી રીતે નોંધાવવો?
ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદ્યા કે રિન્યૂ કર્યા બાદ તમે ચિંતામુક્ત બની જાઓ છો કેમ કે માત્ર 3 સ્ટેપમાં આ પ્રક્રિયાથી ડિજિટલ ક્લેમ થાય છે.
સ્ટેપ 1
1800-258-5956 પર માત્ર કૉલ કરો. કોઈ ફૉર્મ ભરવાની જરૂર નથી.
સ્ટેપ 2
સ્વ તપાસ કરવા માટે તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર લિંક મેળવો. તમારા વાહનને થયેલા નુકસાનનો વીડિયો દર્શાવવામાં આવેલી પ્રક્રિયા પ્રમાણે તમારા સ્માર્ટફોન પર ઉતારો.
સ્ટેપ 3
તમે જે રીતે રિપૅર કરવા માગો છો તે પસંદ કરો જેમ કે તમે વળતર ઇચ્છો છો કે અમારા નૅટવર્ક ગૅરેજ પર કૅશલેસ સુવિધા ઇચ્છો છો.
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ગણતરી
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ કેવી રીતે ગણવામાં આવે છે?
ટેકનિકલી કહીએ તો, આ રીતે ઓન ડેમેજ પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે :
IDV X [પ્રીમિયમ દર (વીમાદાતા દ્વારા નક્કી થયેલું)] + [ઍડ-ઓન (ઉદાહરણ તરીકે અતિરિક્ત કવરજે)] – [ડિસ્કાઉન્ટ અને લાભ (ઉદાહરણ તરીકે, નો ક્લેમ બોનસ)]
ઓન ડેમેજ પ્રીમિયમ ઘટાડવા માટે કેટલીક ટિપ્સ
સ્વૈચ્છિક કપાતપાત્ર વધારો: સ્વૈચ્છિક કપાતપાત્ર એટલે ક્લેમ દરમિયાન તમે ક્લેમના કેટલા ટકા ચૂકવવાનું પસંદ કરો છો. જો તમે કરી શકો, તો તમે તેને વધારી શકો છો જેનાથી સીધું તમારું ઓન ડેમેજ પ્રીમિયમ ઓછું થઈ જશે.
સાચું IDV જાહેર કરો : જ્યારે તમે ડિજીટ(Digit) સાથે ઓન ડેમેજ કવર ખરીદો છો, અમે આપમેળે ગમે તે પસંદ કરવાના બદલે તમને આઈ. ડી.વી.(IDV) કસ્ટમાઇઝ કરવા દઈએ છીએ. તેની સાથે, તમે સુનિશ્ચિત કરી શકો છો કે સાચું આઈ. ડી.વી.(IDV) બતાવવામાં આવ્યું છે કેમ કે તેનાથી તમારું ઓન ડેમેજ પ્રીમિયમ અને ક્લેમ દરમિયાન મળતી રકમ બંને નક્કી થાય છે.
એન.સી.બી.(NCB) ટ્રાન્સફર કરવાનું ન ભૂલો: જેવું પહેલાં જણાવાયું છે, તમને નો ક્લેમ બોનસ સાથે ઓન ડેમેજ પ્રીમિયમ પર છૂટ મળી શકે છે. એટલે સુનિશ્ચિત કરો કે નવી પોલિસી લેતા સમયે તમે તેને ટ્રાન્સફર કરો છો.
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સનો અસર કરતાં પરિબળો
ઓન ડેમેજ પોલિસીમાં, તમારી બાઇકનું પ્રીમિયમ મુખ્યત્વે તમારી બાઇકના સીસી અને બાઇકના આઈ. ડી.વી.(IDV)ના આધારે ગણવામાં આવે છે. તેના સિવાય, ઓન ડેમેજ કવર પ્રીમિયમની ગણતરી કરતાં સમયે નીચેના પરિબળો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે :
તમારા આઈ. ડી.વી.(IDV) તમારી બાઇકની સાચી બજાર કિંમતને દર્શાવે છે. એટલે તમારી બાઇક માટે ઓન ડેમેજ પ્રીમિયમ તેના પર ગંભીર રીતે આધારિત રહેશે.
તમારા બાઇકની સી.સી.(cc) ગતિને દર્શાવે છે અને તેનાથી બાઇકના ખતરા પણ જાણવા મળે છે. એટલે બાઇકના સી.સી.(cc) પણ ઓન ડેમેજ પ્રીમિયમ પર અસર કરશે. સી.સી.(Cc) જેટલું વધારે, એટલું વધારે ઓન ડેમેજ પ્રીમિયમ.
એમાં કહેવાની કોઈ જરૂર નથી કે તમારા બાઇકની બનાવટ અને મૉડલ સીધી રીતે ઓન ડેમેજ પ્રીમિયમને અસર કરશે. તમારી બાઇક જેટલી પ્રીમિયમ હશે, તેનું ઓન ડેમેજ પ્રીમિયમ એટલું જ વધારે હશે.
બાઇક જેટલી જૂની હોય, ઓન ડેમેજ પ્રીમિયમ એટલું જ ઓછું હોય છે.
જો આ પહેલાં તમારી પાસે સર્વાગ્રહી (Comprehensive) બાઇક ઇન્સ્યોરન્સનું ઓન ડેમેજ કવર હતું અને તમે કોઈ ક્લેમ નથી કર્યો, તો તમે પ્રાપ્ત કરેલું નો ક્લેમ બોન્સ ટ્રાન્સફર કરી શકો છે અને તમારા વર્તમાન ઓન ડેમેજ પ્રીમિયમ પર છૂટ મેળવી શકો છો.
દરેક ઍડ-ઓન અલગ હોય છે. એટલે તમે પસંદ કરેલા ઍડ-ઓન પર આધારિત અને તમે પસંદ કરેલા ઍડ-ઓનની સંખ્યા પ્રમાણે ઓન ડેમેજ પ્રીમિયમને અસર થશે.
સરખામણી કરો : થર્ડ પાર્ટી, ઓન ડેમેજ અને સર્વાગ્રહી બાઇક ઇન્સ્યોરન્સ
થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ | ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ | સર્વાગ્રહી (Comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ |
થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ એ બાઇક ઇન્સ્યોરન્સનું સૌથી સામાન્ય રૂપ છે. મૉટર વ્હીકલ ઍક્ટ પ્રમાણે, દરેક બાઇકના માલિક પાસે ઓછામાં ઓછું એક થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ હોવું જરૂરી છે જેથી કાયદેસર રીતે ગાડી ચલાવી શકાય. | ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ એ એકલ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી છે જે માત્ર બાઇકના પોતાના નુકસાનને કવર કરે છે. | થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ અને ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સને સાથે મૂકવાથી સર્વાગ્રહી (comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ બની જાય છે. એવું ઇન્સ્યોરન્સ ડે થર્ડ પાર્ટી અને પોતાની બાઇક બંનેને કવર આપે છે. |
ત્રીજા પક્ષના દેવા માટે ઓછામાં ઓછું એક બાઇક ઇન્સ્યોરન્સ હોવું ફરજિયાત છે. | ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ કાયદાકીય રીતે ફરજિયાત નથી. પરંતુ તે વાહનચાલક માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે તે પોતાના નુકસાનને કવર કરે છે. | સર્વાગ્રહી (comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ પણ ફરજિયાત નથી, પણ તે શ્રેષ્ઠ પોલિસી છે જે દરેક પ્રકારની પરિસ્થિતિને કવર કરે છે. |
દરેક બાઇક થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ લેવા માટે યોગ્ય છે. | જેની પાસે માત્ર થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ છે તે બાઇક ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ પણ ખરીદી શકે છે. | જે વ્યક્તિ પાસે બાઇક હોય તે સર્વાગ્રહી (comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકે છે. જોકે, એ ધ્યાનમાં રાખવું કે સર્વાગ્રહી (comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ બધું જ કવર કરે છે એટલે તમારે બીજી કોઈ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની જરૂર નથી. |
આ પોલિસીમાં કોઈ ઍડ-ઓન મળતા નથી. | ઍડ-ઓન ઉમેરી શકાય છે. | ઍડ-ઓન ઉપલબ્ધ છે. |
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું મારે મારી બાઇક માટે ઓન ડેમેજ કવર અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એક જ વીમા કંપની પાસેથી લેવા જરૂરી છે?
ના તે જરૂરી નથી કે તમે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અને ઓન ડેમેજ કવર એક જ વીમા કંપની પાસેથી લો.
કેટલા પ્રકારની બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ છે?
કેટલા પ્રકારની બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ છે?
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ લેવા માટે કોણ યોગ્ય છે?
જે વ્યક્તિ પાસે માત્ર થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી હોય તો વ્યક્તિ ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ લઈને પોતાની બાઇકને પણ નુકસાન સામે કવર આપી શકે છે.
ઓન ડેમેજ કવરમાં વ્યક્તિગત અકસ્માત સામેલ છે?
દરેક બાઇકના માલિક માટે વ્યક્તિગત અકસ્માત કવર ફરજિયાત છે. એ સામાન્યપણે થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સની સાથે લેવામાં આવે છે. જો તમારી પાસે નથી, તો તમે ઓન ડેમેજ કવરમાં પણ તે લઈ શકો છો.
કાયદાકીય રીતે કયું બાઇક ઇન્સ્યોરન્સ ફરજિયાત છે?
મૉટર વ્હીકલ ઍક્ટ પ્રમાણે, દરેક બાઇકના માલિક પાસે ઓછામાં ઓછું થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ હોવું ફરજિયાત છે. તેના વગર, ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવવું ગેરકાયદેસર છે અને તમને દંડ થઈ શકે છે.