(બાઇક માટે ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ

usp icon

Cashless Garages

For Repair

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike
background-illustration

બાઇક માટે ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ શું છે?

ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ કોણે લેવો જોઈએ?

    • જો તમે હાલ જ બાઇક લીધી છે અને તમે પહેલેથી ડિજીટ(Digit)નું થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ તમારી બાઇક માટે લીધું છે તો તમે ઓન ડેમેજ કવર લઈને તમારા ટૂ-વ્હીલરને નુકસાનથી બચાવી શકો છો.

    • જો તમારી પાસે પહેલેથી ઇન્ય કોઈ વીમા કંપનીની થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી છે, તમે એકલું ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ ડીજીટ(Digit) પાસેથી લઈ શકો છો જેથી તમારી બાઇકને નુકસાન સામે કવર મળે.

બાઇક માટે ઓન ડેમેજ ઇન્સ્યોરન્સમાં શું કવર થાય છે?

અકસ્માતમાં બાઇકને થતું નુકસાન

અકસ્માતમાં બાઇકને થતું નુકસાન

અકસ્માતમાં બાઇકને જે કંઈ નુકસાન થયું હોય તેને કવર મળે છે.

તમારા ટૂ-વ્હીલરની ચોરી

તમારા ટૂ-વ્હીલરની ચોરી

જો દુર્ભાગ્યપણે તમારી બાઇક ચોરી થઈ જાય છે તો તેનાથી થયેલું નુકસાન કવર થાય છે.

આગના કારણે થયેલું નુકસાન

આગના કારણે થયેલું નુકસાન

જો બાઇકને આગના કારણે નુકસાન થયું છે તો આ પરિસ્થિતિમાં બાઇકને કવર મળે છે.

પ્રાકૃતિક આપદાથી બાઇકને થયેલું નુકસાન

પ્રાકૃતિક આપદાથી બાઇકને થયેલું નુકસાન

જો કોઈ પ્રાકૃતિક આપદા આવે છે અને બાઇકને નુકસાન થાય છે તો પણ કવર મળે છે.

ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ સાથે વધારાના કવર

ઝીરો ડિપ્રિસિએશન કવર

વિચારો કે આ તમારી બાઇક અને તેના અન્ય ભાગો માટે ઍન્ટી-ઍજીંગ ક્રિમ સમાન છે. સામાન્યપણે ક્લેમ કરતાં સમયે ભાવઘટાડાની રકમ હંમેશાં ધ્યાનમાં લેવામાં આવે છે. જોકે, શૂન્ય- ભાવઘટાડા કવર સાથે એ સુનિશ્ચિત થાય છે કે કોઈ ભાવઘટાડો નહીં કરવામાં આવે. તો તમને રિપેર કે કેટલાક ભાગ બદલવા માટે ક્લેમ દરમિયાન પૂર્ણ કિંમત મળશે.

રિટર્ન ટૂ ઇનવોઇસ કવર

જો તમારી સામે એવી પરિસ્થિતિ સર્જાય જેમાં તમારી બાઇક ચોરી થઈ જાય અને જે નુકસાન થયું છે તેને રિપેર કરી શકાય તેમ નથી, તો આ ઍડ-ઓન ખૂબ મદદ કરે છે. રિટર્ન ટૂ ઇનવોઇસ ઍડ-ઓન સાથે, અમે એ કિંમત ચૂકવીશું જેનાથી તમને નુકસાન પામેલી બાઇક જેવી નવી બાઇક અથવા તો તેના બીજી કોઈ બાઇક મળી શકે જેમાં રોડ ટેક્સ અને નોંધણી શુલ્ક પણ ઉમેરાયેલું હોય.

ઍન્જિન અને ગીયર બૉક્સ સુરક્ષા કવર

શું તમને ખબર છે કે તમારું ઍન્જિન બદલવાનો ખર્ચ મૂળ કિંમતનો આશરે 40 ટકા ખર્ચ હોય છે? એક સામાન્ય ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીમાં, માત્ર અકસ્માત સમયે થયેલા નુકસાનને કવર કરવામાં આવે છે. જોકે, આ ઍડ-ઓનની સાથે, તમે તમારા વાહનના જીવનને કવર આપો છો (એટલે ઍન્જિન અને ગીયર બૉક્સ) અને તેમાં અકસ્માત બાદ કોઈ પણ પ્રકારના નુકસાનને કવર મળે છે. આ નુકસાન પાણી પ્રત્યાગમન, લ્યુબ્રીકેટિંગ ઓઇલ લીક થવા પર અને વાહનના આધારભૂત ભાગોમાં નુકસાનને કારણે થાય છે.

ઉપભોક્તા કવર

આ કવર તમારા ટૂ-વ્હીલરને એક અતિરિક્ત કવચ આપે છે. તેનાથી અકસ્માતની સ્થિતિમાં બાઇકના નાના-નાના ખર્ચ પણ કવર થાય છે જેમ કે ઍન્જિન ઓઇલ, સ્ક્રુ, નટ અને બૉલ્ટ, ગ્રીઝ, વગેરે

ભાંગતૂટ થતાં મદદ

રોડસાઇડ આસિસ્ટન્સ ઍડ-ઓન થી એ સુનિશ્ચિત થાય છે કે કોઈ પણ પ્રકારની તૂટ ભાંગ થતાં અમે હંમેશાં તમારી અને તમારા ટૂ-વ્હીલરની મદદે આવીશું. અને સૌથી શ્રેષ્ઠ ભાગ તમને ખબર છે? અમારી મદદ માગવાને ક્લેમ નહીં ગણવામાં આવે.

શું કવર થતું નથી?

તમારા બાઇકની પૂર્ણ સુરક્ષા માટે ઓન ડેમેજ કવર શ્રેષ્ઠ છે, પરંતુ તેમાં પણ કેટલીક વસ્તુઓ છે જે કવર થતી નથી.

ત્રીજા પક્ષને દેવું

માત્ર ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સથી તમારી પોતાની બાઇક જ કવર થાય છે અને ત્રીજા પક્ષને થયેલા નુકસાનની ભરપાઈ માટે કવર મળતું નથી. તેના માટે થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ કામ લાગશે.

નશો કરીને વાહન ચલાવવું

આ કાયદાકીય દૃષ્ટિએ યોગ્ય નથી. એટલે જો તમે બાઇક ચલાવતા સમયે નશામાં હશો, તો બાઇક ઇન્સ્યોરન્સ ક્લેમ નહીં થઈ શકે.

લાઇસન્સ વગર વાહન ચલાવવું

જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે વાહન ચલાવે તો કોઈ પણ બાઇક ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ સ્વીકાર કરતી નથી. એટલે ક્લેમ ત્યારે જ થઈ શકે છે જ્યારે વાહનચાલક પાસે માન્ય ટૂ-વ્હીલર લાઇસન્સ હોય.

ઍડ-ઓન લેવાયા નથી

જો તમે કોઈ ચોક્કસ ઍડ-ઓન નથી લીધું, તો સ્વાભાવિક છે કે તમે કોઈ ફાયદા માટે ક્લેમ કરી શકતા નથી.

અનુવર્તી નુકસાન

દુર્ભાગ્યપણે, તમારી બાઇકને એ નુકસાનનું કવર નહીં મળે જે અકસ્માત સમયે ન થયું હોય.

બેદરકારીનો ફાળો

તેનો મતલબ છે કે તમારી બાઇકને કવર નહીં મળે જો તમે કંઈક એવું કર્યું છે જે તમારે ન કરવું જોઈએ. ઉદાહરણ તરીકે તમારા ગામમાં પૂર આવ્યું છે અને તે છતાં તમે બાઇકને બહાર લઈ ગયા જેનાથી નુકસાન થવાનું જ હતું.

લાઇસન્સ વગર વાહન ચલાવવું

કાયદા પ્રમાણે, જો તમારી પાસે લર્નીંગ લાઇસન્સ છે તો તમારી સાથે પાછળની સીટ પર કોઈ લાઇસન્સ ધારક હોવું જરૂરી છે. જો તેવું નથી, તો તમારું ઓન ડેમેજ ક્લેમ મંજૂર થશે નહીં.

ડીજિટ પાસેથી તમારે ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ કેમ ખરીદવું જોઈએ?

ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સથી ન માત્ર એકદમ સરળ ક્લેમ થાય છે, પણ સાથે જ કૅશલેસ સેટલમૅન્ટનો વિકલ્પ પણ મળે છે.

કૅશલેસ રિપેર

કૅશલેસ રિપેર

ભારતમાં 4400+ કરતાં વધારે કૅશલેસ નેટવર્ક ગૅરેજ છે જેમાંથી તમે પસંદગી કરી શકો છો.

સ્માર્ટફોન ચાલિત તપાસ જે જાતે કરી શકો છો

સ્માર્ટફોન ચાલિત તપાસ જે જાતે કરી શકો છો

ઝડપી અને પેપરલેસ ક્લેમ પ્રક્રિયા જે સ્માર્ટફોન સંચાલિત સેલ્ફ ઇન્સ્પેક્શન પ્રોસેસથી થાય છે.

ઝડપી ક્લેમ

ઝડપી ક્લેમ

ટૂ-વ્હીલરની ક્લેમ પ્રક્રિયા પૂર્ણ થતાં સરેરાશ 11 દિવસનો સમય લાગે છે.

તમારા વાહનનું આઈ. ડી.વી ( IDV) કસ્ટમાઇઝ કરો

તમારા વાહનનું આઈ. ડી.વી ( IDV) કસ્ટમાઇઝ કરો

અમારી સાથે મળીને તમે તમારા વાહન માટે તમારી પસંદનું આઈ. ડી.વી.(IDV) કસ્ટમાઇઝ કરી શકો છો.

24*7 સપોર્ટ

24*7 સપોર્ટ

જાહેર રજા પર પણ ગમે ત્યારે 24*7 સંપર્ક કરો.

ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ માટે ક્લેમ કેવી રીતે નોંધાવવો?

ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદ્યા કે રિન્યૂ કર્યા બાદ તમે ચિંતામુક્ત બની જાઓ છો કેમ કે માત્ર 3 સ્ટેપમાં આ પ્રક્રિયાથી ડિજિટલ ક્લેમ થાય છે.

સ્ટેપ 1

1800-258-5956 પર માત્ર કૉલ કરો. કોઈ ફૉર્મ ભરવાની જરૂર નથી.

સ્ટેપ 2

સ્વ તપાસ કરવા માટે તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર લિંક મેળવો. તમારા વાહનને થયેલા નુકસાનનો વીડિયો દર્શાવવામાં આવેલી પ્રક્રિયા પ્રમાણે તમારા સ્માર્ટફોન પર ઉતારો.

સ્ટેપ 3

તમે જે રીતે રિપૅર કરવા માગો છો તે પસંદ કરો જેમ કે તમે વળતર ઇચ્છો છો કે અમારા નૅટવર્ક ગૅરેજ પર કૅશલેસ સુવિધા ઇચ્છો છો.

Report Card

ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલી જલદી સેટલ કરવામાં આવે છે?

તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતા સમયે આ પહેલો સવાલ છે જે તમારા મનમાં આવવો જોઈએ. અને સારું છે કે તમને એ સવાલ આવે છે.

Digit નો ક્લેમ રિપોર્ટ કાર્ડ અહીં વાંચો

ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ગણતરી

ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સનો અસર કરતાં પરિબળો

ઓન ડેમેજ પોલિસીમાં, તમારી બાઇકનું પ્રીમિયમ મુખ્યત્વે તમારી બાઇકના સીસી અને બાઇકના આઈ. ડી.વી.(IDV)ના આધારે ગણવામાં આવે છે. તેના સિવાય, ઓન ડેમેજ કવર પ્રીમિયમની ગણતરી કરતાં સમયે નીચેના પરિબળો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે :

આઈ. ડી.વી. (IDV)

તમારા આઈ. ડી.વી.(IDV) તમારી બાઇકની સાચી બજાર કિંમતને દર્શાવે છે. એટલે તમારી બાઇક માટે ઓન ડેમેજ પ્રીમિયમ તેના પર ગંભીર રીતે આધારિત રહેશે.

બાઇકનું cc

તમારા બાઇકની સી.સી.(cc) ગતિને દર્શાવે છે અને તેનાથી બાઇકના ખતરા પણ જાણવા મળે છે. એટલે બાઇકના સી.સી.(cc) પણ ઓન ડેમેજ પ્રીમિયમ પર અસર કરશે. સી.સી.(Cc) જેટલું વધારે, એટલું વધારે ઓન ડેમેજ પ્રીમિયમ.

બાઇકની બનાવટ અને મૉડલ

એમાં કહેવાની કોઈ જરૂર નથી કે તમારા બાઇકની બનાવટ અને મૉડલ સીધી રીતે ઓન ડેમેજ પ્રીમિયમને અસર કરશે. તમારી બાઇક જેટલી પ્રીમિયમ હશે, તેનું ઓન ડેમેજ પ્રીમિયમ એટલું જ વધારે હશે.

બાઇકની ઉંમર

બાઇક જેટલી જૂની હોય, ઓન ડેમેજ પ્રીમિયમ એટલું જ ઓછું હોય છે.

નો ક્લેમ બોનસ

જો આ પહેલાં તમારી પાસે સર્વાગ્રહી (Comprehensive) બાઇક ઇન્સ્યોરન્સનું ઓન ડેમેજ  કવર હતું અને તમે કોઈ ક્લેમ નથી કર્યો, તો તમે પ્રાપ્ત કરેલું નો ક્લેમ બોન્સ ટ્રાન્સફર કરી શકો છે અને તમારા વર્તમાન ઓન ડેમેજ પ્રીમિયમ પર છૂટ મેળવી શકો છો.

ઍડ-ઓન પસંદ કરવા

દરેક ઍડ-ઓન અલગ હોય છે. એટલે તમે પસંદ કરેલા ઍડ-ઓન પર આધારિત અને તમે પસંદ કરેલા ઍડ-ઓનની સંખ્યા પ્રમાણે ઓન ડેમેજ પ્રીમિયમને અસર થશે.

સરખામણી કરો : થર્ડ પાર્ટી, ઓન ડેમેજ અને સર્વાગ્રહી બાઇક ઇન્સ્યોરન્સ

થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ

ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ

સર્વાગ્રહી (Comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ

થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ એ બાઇક ઇન્સ્યોરન્સનું સૌથી સામાન્ય રૂપ છે. મૉટર વ્હીકલ ઍક્ટ પ્રમાણે, દરેક બાઇકના માલિક પાસે ઓછામાં ઓછું એક થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ હોવું જરૂરી છે જેથી કાયદેસર રીતે ગાડી ચલાવી શકાય.

ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ એ એકલ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી છે જે માત્ર બાઇકના પોતાના નુકસાનને કવર કરે છે.

થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ અને ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સને સાથે મૂકવાથી સર્વાગ્રહી (comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ બની જાય છે. એવું ઇન્સ્યોરન્સ ડે થર્ડ પાર્ટી અને પોતાની બાઇક બંનેને કવર આપે છે.

ત્રીજા પક્ષના દેવા માટે ઓછામાં ઓછું એક બાઇક ઇન્સ્યોરન્સ હોવું ફરજિયાત છે.

ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ કાયદાકીય રીતે ફરજિયાત નથી. પરંતુ તે વાહનચાલક માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે તે પોતાના નુકસાનને કવર કરે છે.

સર્વાગ્રહી (comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ પણ ફરજિયાત નથી, પણ તે શ્રેષ્ઠ પોલિસી છે જે દરેક પ્રકારની પરિસ્થિતિને કવર કરે છે.

દરેક બાઇક થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ લેવા માટે યોગ્ય છે.

જેની પાસે માત્ર થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ છે તે બાઇક ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ પણ ખરીદી શકે છે.

જે વ્યક્તિ પાસે બાઇક હોય તે સર્વાગ્રહી (comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકે છે. જોકે, એ ધ્યાનમાં રાખવું કે સર્વાગ્રહી (comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ બધું જ કવર કરે છે એટલે તમારે બીજી કોઈ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની જરૂર નથી.

આ પોલિસીમાં કોઈ ઍડ-ઓન મળતા નથી.

ઍડ-ઓન ઉમેરી શકાય છે.

ઍડ-ઓન ઉપલબ્ધ છે.

ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો