ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સમાં એડ-ઓન કવર શું છે?
આપણામાંના મોટાભાગના લોકો અમારા પ્રિય ટુ-વ્હીલર માટે 'કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ'થી વધુ ખુશ છે, કારણ કે અમે માનીએ છીએ કે તે અમારી તમામ ઈન્સ્યોરન્સ જરૂરિયાતોને આવરી લે છે. ના સમજ્યા હજી ?
સારૂં ચાલો સરળો શબ્દોમાં સમજીએ. તમે તમારા મનપસંદ પિઝા માટે ઓર્ડર કરો છો, જેનો સ્વાદ કોઈપણ રીતે સારો છે પરંતુ જો તમે અમારી પસંદગીના કેટલાક વધારાના ટોપિંગ્સ, કદાચ થોડા વધુ ઓલિવ અથવા અથાણાંવાળા મરી અથવા કેટલાક ટાબાસ્કો સોસના થોડા ટીપાં ઉમેરો તો તે વધુ સારું નહીં લાગે? હવે ખરેખર તમારા મોંમાં પાણી આવી ગયું છે, નહીં! 😊
આજ રીત તમારા ટુ-વ્હીલર કોમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ સાથે જોડાયેલ છે. ઈન્સ્યોરન્સ કંપનીઓ તમને એડ-ઓન્સની એક મોટી રેન્જ/શ્રેણી ઓફર કરે છે જેમાંથી તમે જરૂરિયાત પ્રમાણે તેને પસંદ કરી શકો છો અને તમારા કોમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ કવચને સારૂં, વધુ વ્યાપક બનાવી શકો છો!
તેથી અમે અહીં તમને આજે તમારી ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદો ત્યારે આ ટોચના 5 આકર્ષક એડ-ઓન કવર ઉમેરવાની સલાહ આપીએ છીએ. નોંધનીય છે કે આ એડ-ઓન્સ તમારી બેઝિક ઈન્સ્યોરન્સ પોલિસી ઉપર સામાન્ય વધુ પ્રીમિયમ સાથે આપે છે. જોકે ચિંતા કરશો નહીં તે તમારા પોકેટને વધારે અસર કરશે નહિ અને ઉપરાંત તે દરેક વધારાના ચૂકવેલ પૈસાની તમને ખરેખર ક્લેઈમવખતે અનેક ગણી કિંમત સમજાશે!
ક્લિક કરો : એડ-ઓન્સ સાથે બાઇક ઈન્સ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવા માટે ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.
ડિજિટ દ્વારા ઓફર થતા ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ એડ-ઓન્સ
એટલેકે આ એડ ઓન કવર સાથે તમે સંપૂર્ણ માનસિક શાંતિ સાથે બાઈકની સવારી કરી શકો છો કારણ કે તમે માત્ર સુરક્ષિત નથી, તમે સુપર-સિક્યોર છો 😊!