કોમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ
I agree to the Terms & Conditions
I agree to the Terms & Conditions
કોમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ એ કોમર્શિયલ વાહન અને સંબંધિત માલિક-ડ્રાઈવરને થતા નુકસાન અને ખોટને આવરી લેવા માટે કસ્ટમાઈઝ્ડ મોટર ઇન્શ્યોરન્સ પોલિસી છે. તેમાં અકસ્માતો, ભટકાઈ જાવું, કુદરતી આફતો, આગ વગેરે જેવી પરિસ્થિતિઓમાં નુકસાન અને ખોટનો સમાવેશ થઈ શકે છે. તમામ વ્યવસાયો માટે તેમના વાહનો જેમ કે ઓટો-રિક્ષા, કેબ, સ્કૂલ બસ, ટ્રેક્ટર, કોમર્શિયલ વેન અને ટ્રક, અને અન્યો માટે વ્યવસાયિક વાહન ઇન્શ્યોરન્સ ખરીદવો ફરજિયાત છે.
અમે અમારા ગ્રાહકો સાથે VIP જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...
કેટલીકવાર, માત્ર એક પ્રમાણભૂત કવરેજ તમામ સંજોગોને આવરી લેવા માટે પૂરતું નથી. તેથી જ, અમે વૈકલ્પિક(optional) કવર પણ ઑફર કરીએ છીએ જે તમે તમારી જરૂરિયાતો અનુસાર પસંદ કરી શકો છો, તમારા કોમર્શિયલ વાહનના કવરેજને વધારવા.
કોમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું આવરી લેવામાં આવતું નથી તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેથી કરીને જ્યારે તમે ક્લેઈમ કરો ત્યારે કોઈ આશ્ચર્ય ન થાય. અહીં આવી કેટલીક પરિસ્થિતિઓ આપવામાં આવી છે:
મુખ્ય વિશેષતાઓ |
ડીજીટ(Digit)ના ફાયદાઓ |
ક્લેઈમની પ્રક્રિયા |
પેપરલેસ ક્લેઈમ |
ગ્રાહકને સપોર્ટ |
24x7 સપોર્ટ |
આવરી લેવામાં આવતા કોમર્શિયલ વાહનોના પ્રકાર |
કેબ અને ટેક્સી, ટ્રક, લોરી, બસ, ઓટો રિક્ષા, સ્કૂલ વેન, વગેરે. |
પ્રીમિયમ |
કોમર્શિયલ વાહનના પ્રકાર અને ઇન્શ્યોરન્સ લેવાના વાહનોની સંખ્યા પ્રમાણે કસ્ટમાઇઝ્ડ કરેલ |
વધારાનું કવરેજ |
વ્યક્તિગત અકસ્માત કવર, કાનૂની જવાબદારી કવર, વિશેષ શામેલ ના હોય અને ફરજિયાત કપાતપાત્ર, વગેરે |
થર્ડ પાર્ટીને નુકસાન |
વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, 7.5 લાખ સુધીની મિલકત અથવા વાહનના નુકસાન માટે , ત જવાબદારી |
તમારા કોમર્શિયલ વાહનની જરૂરિયાતના આધારે, અમે મુખ્યત્વે બે પોલિસી ઓફર કરી રહ્યા છીએ. જો કે, કોમર્શિયલ વાહનોના જોખમ અને ઉપયોગને ધ્યાનમાં રાખીને, સ્ટાન્ડર્ડ પેકેજ પોલિસી લેવાની ભલામણ કરવામાં આવે છે જે તમારા પોતાના કોમર્શિયલ વાહન અને તેનો ઉપયોગ કરતા માલિક-ડ્રાઈવરને પણ આર્થિક રીતે સુરક્ષિત કરે છે..
કોઈપણ થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા મિલકતને તમારા કોમર્શિયલવાહન દ્વારા થતું નુકસાન |
✔
|
✔
|
કોઈપણ થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા મિલકતને તમારા ઇન્શ્યોરન્સ લીધેલ કોમર્શિયલવાહન દ્વારા વાહન લઇ જવાથી થતી નુકસાની |
✔
|
✔
|
કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે પોતાના વ્યવસાયિક વાહનને નુકસાન અથવા ખોટ |
×
|
✔
|
માલિક-ડ્રાઈવરને ઈજા અથવા મૃત્યુ જો માલિક-ડ્રાઇવર પાસે અગાઉથી પર્સનલ એક્સિડન્ટ કવર નથી |
✔
|
✔
|
Call us at 1800-258-5956 or drop us an email at hello@godigit.com
અમને 1800-258-5956 પર કોલ કરો અથવા અમને hello@godigit.com પર ઈ-મેઈલ મોકલી આપો.
અમારી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારી વિગતો જેમ કે પોલિસી નંબર, અકસ્માતનું સ્થાન, અકસ્માતની તારીખ અને સમય અને ઇન્શ્યોરન્સ લીધેલ અથવા કોલરનો સંપર્ક નંબર તમારી પાસે રાખો.
આ પહેલો પ્રશ્ન છે જે તમારી ઇન્શ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આવવો જોઈએ. સારું, તમે તે કરી રહ્યા છો! ડિજીટ(Digit)ના ક્લેઈમનું રિપોર્ટ કાર્ડ વાંચો
ડિજીટ(Digit)ના ક્લેઈમનું રિપોર્ટ કાર્ડ વાંચોતમે તમારા બિઝનેસના ભાગરૂપે વાહનનો ઉપયોગ કરતા હોવો કે નહીં પરંતુ કોમર્શિયલ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોની સુરક્ષા કરવી અતિજરૂરી અને મહત્વપૂર્ણ છે. કાયદાના પાલન માટે તો પોલિસી જરૂરી જ છે, પરંતુ તમારા વાહન અને માલિક-ડ્રાઈવરને પણ કુદરતી આફતો, આગ, ચોરી અને અકસ્માતો જેવા કોઈપણ અણધાર્યા સંજોગોમાં આર્થિક રીતે રક્ષણ આપવા માટે પણ એક સ્ટાન્ડર્ડ પેકેજ પોલિસી જરૂરી બને છે.
જો તમારા બિઝનેસમાં વપરતા વાહનો ભારે સંપત્તિ માંગી લેતા હોય તો તમારી પાસે સ્ટાન્ડર્ડ પેકેજ પોલિસી હોવી આવશ્યક છે. આ માત્ર માલિક-ડ્રાઈવરને જ નહીં પણ કોઈપણ સંભવિત નુકસાનથી તમારા બિઝનેસને આર્થિક રીતે પણ સુરક્ષિત કરે છે. અંતે તમામ નાના મોટા કારોબાર જોખમોથી ભરેલા જ છે. કોમર્શિયલ વ્હિકલ ઈન્સ્યોરન્સ તમને આ ઉપરોક્ત સંજોગોમાંથી ઓછામાં ઓછા એક સંજોગમાં તો તમારું રક્ષણ કરશે જ.
હા, કોમર્શિયલ વ્હિકલ ઈન્સ્યોરન્સ અત્યંત મહત્વપૂર્ણ છે. કાયદાની દ્રષ્ટિએ તો પોલિસી જરૂરી છે પરંતુ સાથે-સાથે તમારા પોતાના વાહન અને તમારી જાતને સુરક્ષિત રાખવા માટે એક સ્ટાન્ડર્ડ પેકેજ પોલિસી પણ આવશ્યક છે. તદુપરાંત કોમર્શિયલ વ્હિકલ ઈન્સ્યોરન્સ રાખવાથી તમારા બિઝનેસને ચોરી, કુદરતી આફતો, આગ અને અકસ્માતો જેવી પરિસ્થિતિઓને કારણે ઉદ્ભવતા કોઈપણ અણધાર્યા નુકસાનથી નાણાકીય રીતે રક્ષણ મળશે.
આજે આપણી આસપાસ ઉપલબ્ધ વિકલ્પોને જોતાં એ પ્રકારનો ઈન્સ્યોરન્સ સિલેક્ટ કરવો જરૂરી છે જે સરળ, વ્યાજબી હોય, તમામ સંભવિત પરિસ્થિતિઓમાં તમને અને તમારા બિઝનેસને કવર આપે, સાથે તમામ સંભવિત નુકશાનને આવરી લે અને સૌથી અગત્યનું અને ઈન્સ્યોરન્સમાં સૌથી જરૂરી માપદંડ શક્ય તેટલી વહેલી તકે ક્લેઈમનું સેટલમેન્ટ કરવાની બાંહેધરી આપે..!
તો આવો જાણીએ કેટલીક ટીપ્સ જે તમને તમારા વાહન માટે યોગ્ય મોટર ઈન્યોરન્સ પસંદ કરવામાં મદદ કરશે :
રાઈટ ઈન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (IDV): મેન્યુફેકચર્રના કોમર્શિયલ વ્હિકલની ઘસારા સહિતની વેચાણ કિંમતનો જેટલો ઈન્સ્યોરન્સ લેવા માંગો છો તેને આઈડીવી કહેવાય છે. તમારૂં પ્રીમિયમ તેના પર આધાર રાખે છે. યોગ્ય કોમર્શિયલ વ્હિકલ ઈન્સ્યોરન્સ ઓનલાઈન શોધતી વખતે ખાતરી કરો કે તમારૂં IDV યોગ્ય રીતે જણાવાયું છે.
સર્વિસ બેનિફિટ્સ : 24x7 ગ્રાહક સપોર્ટ અને કેશલેસ નેટવર્ક જેવી સર્વિસિસ પણ મળે છે કે નહીં ચકાસો. આકસ્મિક જરૂરિયાતના સમયે આ સર્વિસિસ મહત્વપૂર્ણ છે.
એડ-ઓન ચકાસો : તમારા વાહન માટે યોગ્ય કોમર્શિયલ ઈન્સ્યોરન્સ પસંદ કરતી વખતે મહત્તમ લાભ આપી શકે તે માટે ઉપલબ્ધ વધારના એડ-ઓન્સ અંગે પણ વિચારવું જોઈએ.
ક્લેઈમની ઝડપ : ક્લેઈમનું ઝડપી નિરાકરણ કોઈપણ ઈન્સ્યોરન્સનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. તમે જાણતા હોવો એવી ઈન્સ્યોરન્સ કંપની પસંદ કરો, જે ઝડપથી તમારા ક્લેઈમનું સેટલમેન્ટ કરે.
બેસ્ટ વેલ્યુ : યોગ્ય પ્રીમિયમથી લઈને એડ-ઓન અને ક્લેઈમ સેટલમેન્ટ અને પોલિસી બાદની સર્વિસિસ પછી એક મોટર ઈન્સ્યોરન્સ પસંદ કરવા માટે તમામ જરૂરી માપદંડો સરળતાથી આવરી લેતી પોલિસીને બેસ્ટ વેલ્યુ સાથે ખરીદવી જોઇએ.
બજારમાંથી ઉપલ્બધ અનેક વિકલ્પોમાંથી સૌથી સસ્તો કોમર્શિયલ વ્હિકલ ઈન્સ્યોરન્સ પસંદ કરવો જરૂરી છે. જોકે કોમર્શિયલ વ્હિકલ ઈન્સ્યોરન્સના ક્વોટસની સરખામણી કરતી વખતે સર્વિસ બેનેફિટ્સ અને ક્લેઈમ સેટલમેન્ટ અને તેના સમયગાળા જેવા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ.
તમારા વાહનના પ્રકાર, બિઝનેસ પર્પઝ માટે ઉપયોગમાં લેવાતા વાહનો ઘણા જોખમ ભરેલા હોઈ શકે છે. તેથી તમારૂં વ્હિકલ અને બિઝનેસ તમામ અવરોધો સામે સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે નીચે મુજબના જરૂરી મહત્વપૂર્ણ પરિબળો પર વધુ ધ્યાન આપવું જોઈએ :
સર્વિસ બેનિફિટ્સ : મુશ્કેલીના સમયે ઉત્તમ પળોજણ વગરની સર્વિસિસ ખરેખર અનન્ય મહત્વ ધરાવે છે. દરેક ઈન્સ્યોરન્સ કંપનીઓ કેવી સર્વિસ ઓફર કરે છે તેનું મૂલ્યાંકન કરો અને તે મુજબ યોગ્ય પસંદગી કરો.
કેટલીક સેવાઓમાં ડિજિટ 24*7 કસ્ટમર કેર સપોર્ટ અને 1400+ જગ્યાઓ પર પર કેશલેસ સેવાઓ આપી રહી છે.
ઝડપી ક્લેઈમ સેટલમેન્ટ : ઈન્સ્યોરન્સનો સમગ્ર આખરી અને મહત્વનો મુદ્દો તમારા ક્લેઈમના સેટલમેન્ટનો છે ! તેથી ઝડપી ક્લેઈમ ક્લિયર કરતી કંપની પાસે જ ઈન્નશ્યોરન્સ ખરીદવાનું રાખો.
તદુપરાંત અમારી પાસે ઝીરો-હાર્ડકોપી પોલિસી છે જેનો અર્થ છે કે અમે માત્ર સોફ્ટ કોપી જ માંગીએ છીએ. અમારા સાથે તમામ પ્રક્રિયાઓ પેપરલેસ, ઝડપી અને હેસલ-ફ્રી છે !
તમારૂં IDV તપાસો : ઘણા બધા ઓનલાઈન ઈન્સ્યોરન્સના ક્વોટ્સનું IDV (ઈન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ) ઓછી હશે એટલે કે તમારા કોમર્શિયલ વ્હિકલ્ની મેન્યુફેકચરિંગ સેલિંગ પ્રાઈસ. IDV તમારા પ્રીમિયમને અસર કરે છે અને એ પણ સુનિશ્ચિત કરે છે કે સેટલમેન્ટ સમયે યોગ્ય ક્લેઈમ મંજૂર થઈને મળે.
ચોરી અથવા નુકસાન સમયે તમારે સૌથી છેલ્લે જોવાની વસ્તુ છે કે તમારૂં IDV ઓછું/ખોટા મૂલ્યનું તો નહોતું ને ! ડિજિટ પર અમે તમને તમારા કોમર્શિયલ વાહનની ઈન્સ્યોરન્સ પોલિસી ઓનલાઈન ખરીદતી વખતે તમારૂં IDV નક્કી કરવાનો વિકલ્પ આપીએ છીએ.
બેસ્ટ વેલ્યુ : અંતે તમને તમામ પરિબળોનું યોગ્ય સંયોજન આપતો વ્હિકલ ઈન્સ્યોરન્સ ખરીદો જેમાં યોગ્ય કિંમત, સર્વિસિસ અને ઝડપી ક્લેઈમ સેટલમેન્ટ !
નીચે એવા પરિબળો જણાવ્યા છે જે તમારા કોમર્શિયલ વ્હિકલ ઇન્સ્યોરન્સના પ્રીમિયમને પ્રભાવિત કરી શકે છે:
વાહનની બનાવટ અને મોડલ, એન્જિન : હકીકતમાં, જોખમની રકમ કેટલી હશે તેનો મોટા ભાગનો આધાર વ્હિકલ મૂળ રીતે કેવા પ્રકારનું છે તેના પર નિર્ભર કરે છે!
સામાન્ય કેબ માટેનો કોમર્શિયલ ઇન્સ્યોરન્સ માલસામાનની હેરાફેરી કરતા ટ્રક અથવા સ્કૂલ બસ કરતા ઘણો ઓછો હશે, જેનું કારણ માત્ર વાહનનુ કદ અને પ્રકાર છે. તે ઉપરાંત, મેન્યુફેક્ચરિંગ થયાનું વર્ષ, વાહનની સ્થિતિ વગેરે જેવા પરિબળો પણ તમારા પ્રીમિયમને પ્રભાવિત કરશે.
લોકેશન : તમારા કોમર્શિયલ વાહનનું ક્યાં રજિસ્ટ્રેશન થયેલું છે અને ક્યાં ઉપયોગમાં લેવાશે તેના આધારે તમારા વ્હિકલના ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ અલગ પડી શકે છે.
એનું કારણ છે દરેક લોકેશનના જોખમોનું અલગ-અલગ સ્તર એટલે કે મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ અથવા દિલ્હી જેવા મેટ્રો શહેરમાં વાહનનો વપરાશ નોન-મેટ્રો શહેરો કરતા વધારે હશે.
નો-ક્લેઈમ બોનસ : જો તમારી પાસે પહેલાથી કોમર્શિયલ વ્હિકલ ઇન્સ્યોરન્સ હોય અને હાલમાં તમે તમારી પોલિસી રિન્યૂ કરવા અથવા નવો વીમો મેળવવા માંગતા હોવ - તો આવા કિસ્સામાં તમારો NCB (નો ક્લેઈમ બોનસ) પણ ધ્યાનમાં લેવામાં આવશે, અને તમને પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મળી શકે છે!
નો-ક્લેઈમ બોનસ એટલે કે તમારા કોમર્શિયલ વ્હિકલ પર પાછલા વર્ષોમાં એક પણ ક્લેઈમ કરાયો નથી.
ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર: કોમર્શિયલ વ્હિકલ ઇન્સ્યોરન્સ હેઠળ, મુખ્યત્વે બે પ્રકારના ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ છે. આથી, તમારા ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પણ તમે જે પ્લાન પસંદ કરો છો તેના પર નિર્ભર રહેશે.
જ્યારે કમ્પલસરીમાં, ઓછા પ્રીમિયમવાળા પ્લાન સાથે ઓછી જવાબદારી આવે છે - તે માત્ર થર્ડ પાર્ટી નુકસાન અથવા માલિકના પર્સનલ એક્સિડન્ટને કારણે થર્ડ-પાર્ટી નુકસાન અથવા ક્ષતિને આવરી લે છે (જો તે/તેણી ઇન્સ્યોરન્સ ધરાવતા વાહનમાં મુસાફરી કરી રહ્યા હોય તો); જ્યારે સ્ટાન્ડર્ડ પેકેજ ધરાવતી પોલિસીનું પ્રીમિયમ ઉંચુ હોઈ શકે છે, પરંતુ તે અનુક્રમે આપણા પોતાના કોમર્શિયલ વ્હિકલ અને ડ્રાઈવરને થનાર નુકસાન અને ક્ષતિને પણ આવરી લેશે.
કોમર્શિયલ વ્હિકલનો હેતુઃ દરેક કોમર્શિયલ વ્હિકલનો ઉપયોગ અલગ-અલગ હેતુઓ માટે થાય છે. કેટલાંકનો ઉપયોગ મુસાફરોની અવરજવર માટે થાય છે, તો કેટલાકનો ઉપયોગ માલસામાનની હેરાફેરી માટે અથવા તો બિલ્ડિંગના બાંધકામ માટે થાય છે. તેથી, તમારું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ તમારા વાહનના ઉપયોગને ધ્યાનમાં લેશે.
સામાન્ય રીતે, એક સાધારણ ઓટો રિક્ષાનો ઇન્સ્યોરન્સ માલસામાનની હેરાફેરી કરતા ટ્રક કરતાં સસ્તો હોય છે, માત્ર કદમાં તફાવતનું પરિબળ જ નહી, પરંતુ ટ્રકના ઇન્સ્યોરન્સમાં નિયમિતપણે હેરાફરી કરવામાં આવતા માલસામાનના મૂલ્ય અને પ્રકારને પણ તેમાં આવરી લેવામાં આવે છે.
IDV શું છે?
ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ એ મહત્તમ રકમ છે, જે તમારી વીમા કંપની જો તમારી કાર ચોરાઈ જાય અથવા રિપેરિંગ દરમિયાન નુકસાન થાય તો ચૂકવી શકે છે. આ વેલ્યૂ ઉત્પાદક દ્વારા તમારા વાહનની વેચાણ કિંમત અને તેના ઘસારાની ગણતરી દ્વારા નક્કી કરવામાં આવે છે.
NCB (નો ક્લેઈમ બોનસ) શું છે?
નો ક્લેઈમ બોનસ (NCB) એ પોલિસીધારકને ક્લેઈમ ફ્રી પોલિસી ટર્મ હોવા બદલ પ્રીમિયમ પર આપવામાં આવતું ડિસ્કાઉન્ટ છે. નો ક્લેઈમ બોનસના ડિસ્કાઉન્ટની રેન્જ 20-50% હોય છે અને તે એવી બાબત છે જે તમે તમારી પોલિસીના સમયગાળાના અંતે તમારા કોમર્શિયલ વ્હિકલને કોઈ અકસ્માત ન થયો હોવાનો રેકોર્ડ બનાવીને કમાણી કરો છો.
કપાતપાત્ર શું છે?
કપાતપાત્ર એવી રકમ છે જે પોલિસી ધારકને ક્લેઈમ દરમિયાન ચૂકવવા માટે જરૂરી છે. સામાન્ય રીતે બે પ્રકારના કપાતપાત્ર હોય છે; એક જે ફરજિયાત છે અને બીજો, વોલિયન્ટરી ક્લેઈમ - કે તમે ક્લેઈમ દીઠ તમારો વ્યવસાય કેટલું સહન કરી શકે છે તેના આધારે તમે પસંદ વિકલ્પ પસંદ કરી શકો છો અને નક્કી કરી શકો છો.
તમારો વોલિયેન્ટરી ક્લેઈમ જેટલી ઊંચી હશે, તેટલું તમારું પ્રીમિયમ ઓછું હશે. જો કે, સ્વૈચ્છિક કપાતપાત્ર રકમ પસંદ કરતી વખતે - ખાતરી કરો કે તે એવી રકમ છે જેને તમે ક્લેઈમ કરવાની સ્થિતિમાં વહન કરવા સક્ષમ હશો.
કેશલેસ ક્લેઈમ શું છે?
જો તમે ડિજિટ ઓથોરાઈઝ્ડ રિપેર સેન્ટર મારફતે તમારા કોમર્શિયલ વ્હિકલનું રિપેર કરાવવાનું પસંદ કરો છો, તો અમે મંજૂર ક્લેઈમની રકમની ચુકવણી સીધી રિપેર સેન્ટરને કરીશું. આ એક કેશલેસ ક્લેઈમ છે.
મહેરબાની કરીને ધ્યાનમાં રાખો, જો કોઈ કપાતપાત્ર હોય, જેમ કે ફરજિયાત બહારનું/કપાતપાત્ર, કોઈપણ રિપેર ચાર્જ કે જેના માટે તમારું ઇન્સ્યોરન્સ તમને આવરી લેતુ નથી અથવા કોઈપણ ડિપ્રેશિયેશન ખર્ચ, જે વીમાધારકના પોતાના ખિસ્સા દ્વારા ચૂકવવામાં આવે છે.
તમારી થર્ડ-પાર્ટી લાયેબિલિટીનો શું અર્થ છે?
થર્ડ – પાર્ટી લાયેબિલિટી ત્યારે હોય છે જ્યારે તમારું કોમર્શિયલ વ્હિકલ થર્ડ- પાર્ટીની મિલકત, વ્યક્તિ અથવા વાહનને નુકસાન પહોંચાડે છે. આ કિસ્સામાં, તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી (માત્ર પૉલિસી/સ્ટાન્ડર્ડ પૅકેજ પૉલિસી લાયેબિલિટી) તેના પ્રત્યે થયેલા નુકસાનને નાણાકીય રીતે આવરી લેવા માટે જવાબદાર છે.
કોમર્શિયલ વ્હિકલ ચોક્કસપણે સામાન્ય કાર ઇન્સ્યોરન્સ કરતાં ઘણું વધારે જોખમ ધરાવે છે. ઉદાહરણ તરીકે માલસામાનની હેરાફેરી કરતી ટ્રકને લઇ લો. અકસ્માત અથવા કુદરતી આફતના કિસ્સામાં, ટ્રક તેના કદ અને ટ્રકમાં લઈ જવામાં આવતા માલસામાનની કિંમતને કારણે ઘણું વધારે જોખમ વહન કરે છે.
તેવી જ રીતે, ટેક્સીઓ અને બસોમાં વધુ જોખમ રહેશે, કારણ કે તેઓ દરરોજ વિવિધ મુસાફરોને લઈ જાય છે અને તેના માટે તે જવાબદાર રહેશે.
સરળ શબ્દોમાં કહીયે તો, સામાન્ય કાર ઇન્સ્યોરન્સ મુખ્યત્વે તમારી અને તમારા પરિવારની માલિકીની અને ઉપયોગમાં લેવાતી કાર માટે તૈયાર કરાયેલું છે. જો કે, કોમર્શિયલ વ્હિકલ ઇન્સ્યોરન્સ ખાસ એવા લોકો માટે તૈયાર કરાયુ છે જેઓ તેમના બિઝનેસના મહત્વપૂર્ણ ભાગરૂપે વાહનોનો ઉપયોગ કરે છે.
બંને માટે ઉદ્દભવતા જોખમો અને પરિસ્થિતિઓ અલગ-અલગ છે અને તેથી તે દરેક માટે તે મુજબની પોલિસીઓ તૈયાર કરવામાં આવી છે.
અન્ય મહત્વપૂર્ણ લેખો