થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઓનલાઈન

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ શું છે?

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ, જેને થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ પણ કહે છે. તે થર્ડ પાર્ટી વાહન, વ્યક્તિ અથવા મિલકતને થતા કોઈપણ નુકસાન અથવા હાનિના કિસ્સામાં તેના દ્વારા ઉભી થતી લાયબિલિટી માટે કવર આપે છે. કમનસીબે, તે તમારા પોતાના વાહનને થતા નુકસાનને કવર કરતુ નથી.

ભારતમાં મોટર વાહન અધિનિયમ હેઠળ થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ફરજિયાત છે અને તે ન હોઈ તો તમારે ભારે દંડ ચૂકવવો પડે છે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ તમારી કાર દ્વારા થતા કોઈપણ થર્ડ-પાર્ટી વાહન, વ્યક્તિ અથવા મિલકતને પહોંચતા નુકસાનથી થતા ખર્ચથી તમને બચાવે છે.

ઉદાહરણ તરીકે, જો તમે આકસ્મિક રીતે બીજી કારની હેડલાઇટને નુકસાન પહોંચાડો છો, તો તમારો થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તેના કારણે થર્ડ-પાર્ટીને થયેલા નુકસાન માટે કવર પ્રદાન કરશે.

કંપેર કાર ઇન્શ્યોરન્સ વિશે વધુ જાણો.

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સની કિંમત

કોમ્પ્રીહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્રિમયમ કેલ્ક્યુલેટર થી વિપરીત, થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર ફક્ત તમારા એન્જિન સીસી પર આધારિત છે અને સંબંધિત પ્રીમિયમ આરઆરડીઆઈ દ્વારા પૂર્વનિર્ધારિત થયેલા છે.

પ્રાઇવેટ કાર જેની નીચે પ્રમાણે એન્જીન કેપેસીટી હોઈ છે પ્રીમિયમનો દર
1000cc કરતાં વધુ નહીં ₹2,094
1000cc થી વધુ પરંતુ 1500cc થી વધુ નહી ₹3,416
1500cc કરતાં વધુ ₹7,897

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સમાં શું કવર થતું નથી?

તમારી થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર થતું નથી તે જાણવું પણ મહત્વપૂર્ણ છે. જેથી કરીને જ્યારે તમે ક્લેઇમ કરો ત્યારે તમારી પાસે બધી માહિતી હોઈ. નીચે આપેલી પરિસ્થિતિઓ કવર થતી નથી:

પોતાનું નુકસાન

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પોલિસીના કિસ્સામાં, તમારી પોતાની કારને થયેલા નુકસાનને આવરી લેવામાં આવતું નથી.

નશામાં અથવા લાઇસન્સ વિના વાહન ચલાવવું

નશામાં અથવા માન્ય ફોર-વ્હીલર લાઇસન્સ વિના વાહન ચલાવતા હોવ તેવા કિસ્સાને તમારા થર્ડ પાર્ટી કાર વીમામાં આવરી લેવાશે નહી.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોલ્ડર વિના વાહન ચલાવવું

જો તમારી પાસે લર્નર લાઇસન્સ હોય અને આગળની પેસેન્જર સીટ પર માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોલ્ડર વિના ડ્રાઇવિંગ કરતા હોવ, તો તે પરિસ્થિતિઓમાં તમારો ક્લેઇમ આવરી લેવામાં આવશે નહીં.

ડિજિટ દ્વારા જારી થતા થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સની મુખ્ય વિશેષતાઓ

મુખ્ય વિશેષતાઓ ડિજીટના ફાયદા
પ્રીમિયમ ₹2094/- થી શરૂ
ખરીદીની પ્રક્રિયા સ્માર્ટફોનથી કરી શકાય તેવી પ્રક્રિયા. 5 મિનિટમાં કરી શકાય છે!
ક્લેમ સેટલમેન્ટ પ્રાઇવેટ કાર માટે 96% ક્લેઇમ સેટલમેન્ટ
થર્ડ-પાર્ટીને વ્યક્તિગત નુકસાન અમર્યાદિત લાયબિલિટી
થર્ડ-પાર્ટીની મિલકતને નુકસાન 7.5 લાખ સુધી
પર્સનલ એક્સીડેન્ટ કવર 15 લાખ સુધી
પર્સનલ એક્સીડેન્ટ કવર પ્રીમિયમ ₹220/-

થર્ડ પાર્ટી કાર વીમા માટે કેવી રીતે ક્લેઇમ કરવો?

  • અકસ્માતના કિસ્સામાં, સંબંધિત થર્ડ-પાર્ટીએ FIR દાખલ કરવી જોઈએ અને ચાર્જશીટ મેળવવી જોઈએ.
  • જો કોઈ વળતર આપવાનું હોય, તો અમે તમારા વતી તેની કાળજી લઈએ છીએ. ફક્ત અમને 1800-103-4448 પર ફોન કરો.
  • જો શરતોનું કોઈ ઉલ્લંઘન ન થયું હોય, તો અમે તમારા વતી બિન-નાણાકીય સમાધાન માટે પ્રયાસ કરીશું. જો એવી કોઈ પરિસ્થિતિ ઊભી થશે, તો અમે કોર્ટમાં તમારું પ્રતિનિધિત્વ કરીશું.
  • સૌથી અગત્યનું, જો તમે સારા નાગરિક છો અને કોઈપણ પ્રકારની બેદરકારી માટે તમારી ભૂલ કબૂલ કરી છે, તો તમારા ડિજીટ થર્ડ પાર્ટી કવરથી તમને લાભ થશે.
  • પર્સનલ એક્સીડેન્ટ-સંબંધિત ક્લેઇમના કિસ્સામાં, તમારે ફક્ત અમને 1800-258-5956 પર ફોન કરવાની જરૂર છે અને બાકી બધું અમે કરીશું!

થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ક્લેમ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • અકસ્માતના કિસ્સામાં, સંબંધિત થર્ડ-પાર્ટીએ નુકસાન સમયે FIR દાખલ કરવી જોઈએ - ત્યારબાદ વીમા કંપનીને પણ જાણ કરવી જરૂરી છે. તેના વિના, જરૂરી વળતર મેળવી શકાતું નથી. 
  • કોઈપણ અકસ્માતમાં થર્ડ-પાર્ટી પાસે વિરોધી પક્ષની ભૂલ સાબિત કરવા માટે સક્ષમ પુરાવા હોય તે જરૂરી છે.
  • FIR દાખલ કરવાની અને મોટર વ્હીકલ ટ્રિબ્યુનલમાં જવાની પ્રક્રિયામાં ઘણો લાંબો સમય લાગી શકે છે. જેથી ઓછા નુકસાન અને હાનિના કિસ્સામાં, હંમેશા કોર્ટની બહાર સમાધાન અને પતાવટ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે 
  • IRDA ના નિયમો મુજબ, ક્લેઇમની રકમ મોટર એક્સીડેન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરવામાં આવે છે. થર્ડ-પાર્ટીને પહોંચતા વ્યક્તિગત નુકસાન પર કોઈ ઉચ્ચ મર્યાદા નથી, પણ થર્ડ-પાર્ટીના વાહન અથવા મિલકતને થતા નુકસાન અને હાનિના કિસ્સામાં 7.5 લાખ રૂપિયા સુધીની મર્યાદિત લાયબિલિટી છે.

ડિજીટ ઇન્શ્યોરન્સ ક્લેઈમ કેટલી ઝડપથી સેટલ થાય છે? આ પ્રશ્ન તમારા મગજમાં ઇન્શ્યોરન્સ કંપની બદલતી સૌથી પહેલા આવે છે. હા, તે સારું છે! ડિજીટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો

અમારા ગ્રાહકો અમારા વિશે શું કહે છે

રવિ મિશ્રા
★★★★★

ટીમ ગો ડિજિટ, તમારા સમર્થન અને ઝડપી પ્રતિસાદની ખરેખર સરહાના કરીએ છીએ. એક મોટરસાઇકલે મારી કારને પાછળથી ટક્કર મારી હતી. રિઅર બમ્પર, ટ્રંક અને ટેલ લાઇટ તૂટી ગઈ હતી. તેમણે ઝડપથી જવાબ આપ્યો અને પ્રક્રિયાઓ સરળ, કેશલેસ અને પેપરલેસ બનાવી. ખુબ સરસ દોસ્ત.

દીપક કોટિયન
★★★★★

સર્વશ્રેષ્ઠ સેવા. ક્લેમની નોંધણી અને સેટલમેન્ટની પ્રક્રિયા, બધું જ પેપરલેસ હતું. શ્રી અરવિંદ રેડ્ડી અને ટીમનો તેમના સમર્થન અને ઝડપી પ્રતિસાદ માટે આભાર. ગો ડિજીટ કાર ઇન્શ્યોરન્સની વ્યાવસાયિકતા અને પ્રતિબદ્ધતા માટે હું તેમની ખૂબ ભલામણ કરું છું.

ત્રિશાન્ત વર્મા
★★★★★

આ બીજી વખત છે જ્યારે મેં ડિજિટ દ્વારા મારી કાર પોલિસી રિન્યૂ કરી છે. ડિજીટના એક્ઝિક્યુટિવ ગોકુલ આયંગરએ મને સંતુષ્ટ કરવા અને શ્રેષ્ઠ ઓફર આપવા માટે મહેનત કરી. આશા રાખું છું કે આખા વર્ષ દરમિયાન મને આવું જ સમર્થન અને સેવા મળશે.

Show all Reviews

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સના ફાયદા

સમય અને મહેનત બચાવે છે

ટેક્નોલોજીના કારણે તમે થોડા જ સમયમાં થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઓનલાઈન ખરીદી શકો છો. તમારે ફક્ત તમારી કારની મૂળભૂત વિગતો (કાર રજીસ્ટ્રેશન નંબર/કાર મેક અને મોડલ) અને આઈડી પ્રૂફ (આધાર/પાન)ની જરૂર પડે છે અને તમારી પોલિસી તમને ઈમેલ કરી દેવામાં આવશે!

વ્યક્તિગત નુકસાનના કિસ્સામાં થર્ડ-પાર્ટી વ્યક્તિને કવર આપે છે

ડ્રાઇવિંગ કરતી વખતે જો તમે અકસ્માતનો સામનો કરો છો અને કોઈને શારીરિક ઈજાઓ પહોંચાડો છો અથવા તેનાથી પણ ખરાબ કિસ્સામાં- તે અકસ્માત કોઈના મૃત્યુનું કારણ બને છે, તો તમારો થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ અમર્યાદિત લાયબિલિટી સુધીનું નુકસાન કવર કરે છે.

થર્ડ-પાર્ટીની મિલકત અથવા વાહનના નુકસાન માટે કવર

જો તમે કોઈની મિલકત અથવા વાહનને નુકસાન પહોંચાડો છો, તો તમારો થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તેમના નુકસાન માટે 7.5 લાખ સુધીનું કવર આપશે!

કોઈપણ શારીરિક ઈજાના કિસ્સામાં તમારું રક્ષણ કરે છે

જો તમે પહેલાથી કોઈ અન્ય પોલિસી (જેમ કે તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ) માંથી પર્સનલ એક્સીડેન્ટ કવર ધરાવતા ન હોવ તો, થર્ડ પાર્ટી કર ઇન્શ્યોરન્સ તમને તે પસંદ કરવાનો વિકલ્પ આપે છે. જેથી જો તમે કાયમી અપંગતા અથવા મૃત્યુ તરફ દોરી જાય તેવા અકસ્માતનો સામનો કરો તો તમે તમારી જાતને પણ સુરક્ષિત કરી શકો.

અણધાર્યા નુકસાનથી તમને બચાવે છે

રસ્તા પર ઘણી બધી કાર અને વધુ પડતું ટ્રાફિક ભૂલ થવાનું કારણ બને છે. એવા સમયે જ્યારે તમારી ભૂલ હોય અને તમારી કાર કોઈને અથવા તેમના વાહન/સંપત્તિને નુકસાન પહોંચાડે છે- એ નુકસાનની ચૂકવણી કરવા માટેનો ખર્ચ તમારી થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરી લેવામાં આવશે. જેથી તમારે અનપેક્ષિત નુકસાન ભોગવવું ન પડે.

તમને કાયદેસર રીતે વાહન ચલાવી શકો છો

મોટર વ્હીકલ એક્ટ મુજબ, દરેક કાર માલિક પાસે થર્ડ પાર્ટી કારનો ઇન્શ્યોરન્સ હોવો જ જોઈએ. જો તમે તમારી કારને વધુ સુરક્ષિત રાખવા માંગતા હો, તો તમે કોમ્પ્રીહેન્સિવ કાર ઈન્સ્યોરન્સ પોલિસી પણ પસંદ કરી શકો છો, જેમાં થર્ડ-પાર્ટી લાયબિલિટી અને તમારી પોતાની કાર માટે સુરક્ષાનો સમાવેશ થાય છે.

ટ્રાફિક દંડ ભરવાથી તમને બચાવે છે

જો તમે થર્ડ પાર્ટી કર ઇન્શ્યોરન્સ વિના વાહન ચલાવશો, તો તમને 2,000 રૂપિયાનો દંડ અને/અથવા ત્રણ મહિના સુધીની જેલની સજા થશે.

થર્ડ પાર્ટી કર ઇન્શ્યોરન્સના ગેરફાયદા

પોતાના નુકસાનને કવર કરતું નથી

કમનસીબે, થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તમારી પોતાની કારને થતા નુકસાન અને હાનિને કવર નહિ કરે.

કુદરતી આફતો માટે કવર પ્રદાન કરતુ નથી

થર્ડ-પાર્ટી કર ઇન્શ્યોરન્સ કોઈપણ કુદરતી આફતોના કિસ્સામાં તમારા ફોર-વ્હીલરને થતા નુકસાન માટે કવર પ્રદાન નહિ કરે.

કોઈ કસ્ટમાઇઝ્ડ પ્લાન નથી

થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ એ તમારા ફોર-વ્હીલર માટે ઉપલબ્ધ સૌથી મૂળભૂત પ્લાન છે અને તેને વધારાના લાભ અને કવર સાથે વધુ કસ્ટમાઇઝ કરી શકાતું નથી. જો કે, કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સમાં તમે આ કરી શકો છો.

ભારતમાં કાર ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રકાર

થર્ડ-પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

આગ લાગવાના કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

થર્ડ-પાર્ટીના વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની સંપત્તિને નુકસાન

×

પર્સનલ એક્સીડેન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને થયેલ ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

difference between comprehensive and third party insurance વિષે વધુ જાણો

થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ખરીદવા સંબંધિત વારંવાર પુછાતાં પ્રશ્નો

જો હું માન્ય થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ પૉલિસી વિના વાહન ચલાવતા પકડાઈ જાઉં તો શું થશે?

જો તમે માન્ય થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ વિના વાહન ચલાવતા પકડાઈ જાઓ, તો તમારે 2,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. વધુમાં, તમારું લાઇસન્સ ડિસ્ક્વલીફાઈ થઇ શકે છે અને/અથવા 3-મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.

જો તમે થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કરો છો, તો શું તમે તમારું NCB ગુમાવશો?

ના, તમે NCB નહિ ગુમાવો. તમારું NCB અથવા નો ક્લેમ બોનસ જેમ છે તેમ જ રહે છે.

શું થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ફરજિયાત છે?

હા, મોટર વેહિકલ એક્ટ,1988 હેઠળ થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પોલિસી હોવી ફરજિયાત છે.

જો અકસ્માત સમયે કોઈ અન્ય વ્યક્તિ મારી કાર ચલાવી રહી હોય, તો શું ડિજીટ મારા નુકસાન માટે કવર આપશે?

હા, અકસ્માત સમયે કાર કોણ ચલાવી રહ્યું હતું તે ધ્યાનમાં લીધા વિના, ડિજિટ ઇન્શ્યોરન્સ તમારા નુકસાનને કવર કરશે. પરંતુ જો ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ ન હોય અથવા તેની પાસે લર્નિંગ લાયસન્સ હોય પરંતુ તે સહ-ડ્રાઇવરની સીટ પર લાયસન્સ ધારક વગર ડ્રાઇવિંગ કરી રહ્યો હોય, તો તેના માટે કવર આપવામાં નહિ આવે અને તમારો ક્લેઇમ રદ થઇ શકે છે.

શું મારી કાર માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૂરતો છે?

શું તમે તમારી પોતાની કારને થયેલ તમામ નુકસાન માટે ચૂકવણી કરવા તૈયાર છો? તમે જાણો છો કે તેનાથી તમને ખુબ ખર્ચો થઇ શકે છે. થર્ડ-પાર્ટીની વ્યાખ્યા મુજબ તે ફક્ત થર્ડ-પાર્ટીને કવર કરે છે, એટલે કે તમારા અકસ્માતથી પ્રભાવિત અન્ય લોકોને કવર કરે છે. એક કોમ્પ્રિહેન્સિવ પોલિસી, થર્ડ-પાર્ટી કવર દ્વારા કવર ન થતા નુકસાનોથી તમારું રક્ષણ કરે છે. કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ અને થર્ડ પાર્ટી વચ્ચેનો ફર્ક સમજવા માટે આ લેખ વાંચો.

જો હું કોઈ અલગ શહેર/રાજ્યમાં અકસ્માતનો સામનો કરું તો શું થશે?

ભલેને ઘટના ગમે તે શહેર કે રાજ્યમાં બની હોઈ, ડિજીટ ઈન્સ્યોરન્સ તમને કવર પ્રદાન કરે છે.

આ પોલિસીના ભાગ રૂપે ઓફર કરવામાં આવેલ મહત્તમ વળતર શું છે?

થર્ડ-પાર્ટીને વ્યક્તિગત નુકસાનના કિસ્સામાં, મહત્તમ વળતર જેવી કંઈ નથી. જ્યારે થર્ડ-પાર્ટીની સંપત્તિ અથવા વાહનને થયેલ નુકસાનના કિસ્સામાં, ઉપલબ્ધ મહત્તમ વળતરની રકમ 7.5 લાખ રૂપિયા સુધીની છે.

થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ માટે ઓનલાઈન ક્લેઇમ રજુ કરતી વખતે મારે કયા દસ્તાવેજો સબમિટ કરવા જોઈએ?

થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ દ્વારા ક્લેઇમના કિસ્સામાં જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી તમારે વ્યક્તિગત રીતે કોઈ દસ્તાવેજોની જરૂર નથી. થર્ડ-પાર્ટીના ક્લેઇમના કિસ્સામાં, સંબંધિત થર્ડ-પાર્ટીને જો તેના નુકસાન અને હાનિની ભરપાઈ કરવી હોય તો તેને/તેણીને FIR ચાર્જશીટ દાખલ કરવાની જરૂર રહે છે.