એક્સપાયર્ડ કાર ઇન્સ્યોરન્સનું ઑનલાઇન રિન્યૂઅલ
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
તમારી કારની જાળવણી કરતી વખતે કરવા માટેની સૌથી આવશ્યક બાબતોમાંની એક બાબત છે, તેનો ઇન્સ્યોરન્સ સમયસર રિન્યૂ કરાવવો. છેવટે, જ્યારે તમે તેને સરળ રીતે ચાલુ રાખવા માટે ઘણું બધું કરો છો, ત્યારે તમે ખાતરી કરવા માગો છો કે તે તમારા પ્રિય વૉલેટને વારંવાર નુકસાન કર્યા વિના, જીવનમાં આવતાં કોઈપણ આશ્ચર્ય વચ્ચે પણ તે ચાલુ જ રહે.
કાર ઇન્સ્યોરન્સ તમને અકસ્માતો, કુદરતી આફતો, ચોરી અને આગના કિસ્સામાં અણધાર્યા નુકસાન અને નુકસાન માટે કવર કરવામાં મદદ કરે છે, સાથે-સાથે તે તમને કાયદેસર રીતે પણ સુરક્ષિત રાખે છે.
સામાન્ય રીતે, કાર ઈન્સ્યોરન્સ એક વર્ષ કે તેથી વધુ સમયની પૉલિસીની અવધિ સાથે આવે છે, જે પછી તમારે તેને તેની સમાપ્તિના દિવસે અથવા વધુ સારી રીતે કરીએ તો, એ પહેલાં રિન્યૂ કરવાની જરૂર પડશે. જો કે, જો તમારી કારનો ઇન્સ્યોરન્સ લાંબા સમયથી એક્સપાયર્ડ થઈ ગયો હોય, તો તમારા કાર ઇન્સ્યોરન્સને ઑનલાઈન રિન્યૂ કરવામાં હજુ મોડું થયું નથી.
તમારી કાર ઇન્સ્યોરન્સની પૉલિસી સહિત, બધું જ એક્સપાયરીની તારીખ સાથે આવે છે. જ્યારે તે એક્સપાયર થાય ત્યારે શું થાય છે તે સમજવું સરળ છે, તમે તેના કોઈપણ લાભો મેળવી શકતા નથી!
તેથી, જો તમારા કાર ઇન્સ્યોરન્સની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય અને તમે હજી સુધી તેનું રિન્યૂઅલ કરાવ્યું નથી, તો નીચે આપેલા કેટલાક લાભો છે જે તમે ગુમાવશો:
લોકો તેમની કાર ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદે છે અથવા તેનું રિન્યૂઅલ કરે છે તેના પ્રાથમિક કારણોમાંનું એક કારણ છે, કારને અથવા તેના કારણે થયેલા કોઈપણ અણધાર્યા નુકસાન અને નુકસાન માટે વળતર મેળવવું.
તેથી, જો તમારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસી એક્સપાયર થઈ જાય, તો તમે કોઈપણ વળતર મેળવવા માટે લાયક રહેશો નહીં.
ઘણા કારના માલિકો કાર ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવે છે (ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ) કારણ કે તેવું કરવું કાયદા દ્વારા ફરજિયાત છે.
એક કાર ઇન્સ્યોરન્સ વિના, કાર માલિકો 1,000 થી 2,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવા માટે જવાબદાર બની શકે છે. જો તમે એવા સમયે પકડાઈ ગયા છો જ્યારે તમારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસી પહેલેથી જ એકસપાયર થઈ ગઈ હોય, તો તમારે દંડ ચૂકવવો જ પડશે.
જો તમારી પાસે અગાઉ કાર ઇન્સ્યોરન્સ પૉલિસી હોય, તો તમે ’નો ક્લેઇમ બોનસ' વિશે જાણતા જ હશો. નો ક્લેમ બોનસ જો તમે પાછલા પોલિસી વર્ષમાં કોઈ દાવો કર્યો ન હોય તો, એ તમારા કાર ઇન્સ્યોરન્સના રિન્યૂઅલ પ્રીમિયમ પર મળતાં ડિસ્કાઉન્ટનો સંદર્ભ આપે છે.
જો કે, તમને તેનો લાભ મળે તેની ખાતરી કરવા માટે, તમારે તમારી પોલિસીની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં રિન્યૂ કરાવવો પડશે. જો તમે તમારી કાર વીમા પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ ગયા પછી રિન્યૂ કરો છો, તો તમે કમનસીબે, સંભવિત ડિસ્કાઉન્ટ ગુમાવશો.
જો તમે તમારી કૉમ્પ્રિહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ પૉલિસીનું રિન્યૂઅલ કરવાની યોજના ઘડી રહ્યા છો અને તમારી હાલની પૉલિસી પહેલેથી જ એક્સપાયર થઈ ગઈ છે, તો રિન્યૂઅલ પર, તમારે ફરીથી સેલ્ફ-ઇન્સ્પેક્શનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
સ્માર્ટફોન-સક્ષમ પ્રક્રિયાઓ સાથે, ડિજીટમાં આ ઘણું સરળ છે, તેમ છતાં, જો તમે તે એક્સપાયર થઈ ગયાં બાદ રિન્યૂ કરો છો, તો તમારી કૉમ્પ્રિહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ પૉલિસીને સમયસર રિન્યૂ કરવામાં લાગતા સમય કરતાં વધુ સમય લાગશે.
તેથી જ, તમારો શ્રેષ્ઠ વિકલ્પ એ જ છે કે હંમેશા સમયસર અથવા અગાઉથી રિન્યૂઅલ કરવાનું રહેશે. જો કે, જો તમે હજી સુધી તે કર્યું નથી, તો તે ક્યારેય મોડું થયું નથી! ડિજિટ વડે તમે કેવી રીતે એક્સપાયર થયેલ વીમાને ઓનલાઈન રિન્યૂ કરી શકો તે જોવા માટે આગળ વાંચો.
જો તમે તમારા એક્સપાયર્ડ કાર ઇન્સ્યોરન્સને ઑનલાઇન રિન્યૂ કરાવવા માંગો છો, તો તે માટેની રીત અહીં આપવામાં આવેલી છે.
તમારી કાર માટે નવી કાર ઇન્સ્યોરન્સ પૉલિસી માટે આ વખતે ડિજિટને અજમાવવાનું વિચારી રહ્યાં છો? જાણો અમને બધાંથી અલગ શું બનાવે છે...
એકવાર તમારી એક્સપાયરીની તારીખ નજીક આવી જાય, ત્યારે તમારે આદર્શ રીતે તમારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસીને તરત જ રિન્યૂ કરાવવી જોઈએ. જો કે, કેટલાક કિસ્સાઓમાં, આમાં તમને થોડો સમય લાગી શકે છે અને અમે તે સમજીએ છીએ.
કદાચ તમે તમારો નિર્ણય લેતા પહેલા કેટલીક કાર ઇન્સ્યોરન્સ કંપનીઓનું મૂલ્યાંકન કરવા માંગતા હોવ અથવા, તમારૂં બેકગ્રાઉન્ડ ચેક અને સ્વ-ઇન્સ્પેક્શનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે સમયની જરૂર છે.
જો તમારી કાર ઇન્સ્યોરન્સની પૉલિસી પહેલેથી જ એક્સપાયર થઈ ગઈ છે અથવા હજી સક્રિય નથી, તો અહીં એવી કેટલીક બાબતો છે જે તમારે તમને અને તમારી કારને સુરક્ષિત રાખવા માટે કરવી જોઈએ.