કેશલેસ કાર ઇન્સ્યોરન્સ
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
કેશલેસ કાર ઇન્સ્યોરન્સ પૉલિસી તમને તમારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસીના તમામ લાભો મેળવવા દે છે, જેમ કે તમારા પોતાના ખિસ્સામાંથી કંઈપણ ચૂકવ્યા વિના અકસ્માત પછી તમારી કારની મરમ્મત કરાવવી.
આ મરમ્મત માટેના બિલ સીધા જ અમને (ઇન્સ્યોરર!)ને મોકલવામાં આવશે અને અમે ગેરેજ સાથે બિલોની પતાવટ કરીશું. તેથી, તમે અમારા કેશલેસ નેટવર્કના કોઈપણ ગેરેજમાં જઈ શકો છો અને તમારા ખિસ્સામાંથી કંઈપણ ખર્ચ કર્યા વિના (તમારા ડિડક્ટિબલ અને ડેપ્રિસિએશન સિવાય) તમારી કારની મરમ્મત કરાવી શકો છો.
પરંપરાગત રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમની સરખામણીમાં, કેશલેસ ક્લેઇમ અતિ ઝડપી, સરળ અને ઝંઝટ-મુક્ત છે. ડિજીટ પર, અમે 6 મહિનાની વોરંટી સાથે ડોરસ્ટેપ પિકઅપ અને ડ્રોપ પણ પ્રદાન કરીએ છીએ!
પરંતુ યાદ રાખો, આ ફક્ત તમારા કાર ઇન્સ્યોરન્સમાં કવર કરવામાં આવેલા લાભોને લાગુ પડે છે. તેથી, જો તમારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસી દ્વારા નુકસાનને આવરી લેવામાં આવતું નથી, તો તમારે તમારા પોતાના ખિસ્સામાંથી ચૂકવણી કરવી પડશે. ઉદાહરણ તરીકે, તમારા એન્જિનને પાણીથી થતા નુકસાનને ઘણી મૂળભૂત પૉલિસીમાં આવરી લેવામાં આવતું નથી.
વધુમાં, તમારે તમારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતો મુજબ, ડિડક્ટિબલ અને ડેપ્રિસિએશનના રૂપમાં બિલનો એક નાનો ભાગ ચૂકવવો પડશે.
સમગ્ર દેશમાં ગેરેજ સાથે સીધો જોડાણ ધરાવતા ઇન્સ્યોરર દ્વારા કેશલેસ કાર ઇન્સ્યોરન્સ કાર્ય કરે છે. એવા અધિકૃત ગેરેજ - કે જેને નેટવર્ક ગેરેજ કહેવાય છે - જે અકસ્માતને કારણે તમારે કોઈપણ નુકસાની માટે ક્લેઇમ કરવાની જરૂર હોય તો તેવા કિસ્સામાં કેશલેસ કારની મરમ્મત કરવાની સેવાઓ પ્રદાન કરે છે.
કેશલેસ કાર ઇન્સ્યોરન્સ માત્ર ત્યારે જ કામ કરે છે જો તમે કારને
એવા ગેરેજમાં મરમ્મત માટે મોકલો જે ઇન્સ્યોરન્સ કંપનીના નેટવર્કનો એક ભાગ છે. નેટવર્ક ગેરેજ એ એક એવું ગેરેજ છે જેનો ઇન્સ્યોરર સાથે તેમના કોઈપણ પૉલિસીધારકોને કેશલેસ કારની મરમ્મતની સેવાઓ પૂરી પાડવાનો કરાર હોય છે.
કેશલેસ ગેરેજની સુવિધા મેળવવા માટે, તમારે માત્ર એક પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપની પાસેથી કોમ્પ્રિહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવવાની જરૂર હોય છે.
ડિજીટ પર, અમે આની સાથે ડોરસ્ટેપ પીકઅપ-ડ્રોપ અને મરમ્મત પર 6 મહિનાની વોરંટી સાથે ઓફર કરીએ છીએ.
ઇન્સ્યોરન્સ ખરીદતાં પહેલાં, ઇન્સ્યોરર દ્વારા પ્રદાન કરવામાં આવેલ નેટવર્ક ગેરેજની યાદી માટે પોલિસીને તપાસો અને જુઓ કે તેમની પાસે તમારી નજીક ગેરેજ છે કે કેમ. નિરાંતે બેસો, અને અમને બાકીનું બધું સંભાળી લેવા દો.
જો નજીકમાં કોઈ કેશલેસ ગેરેજ ન હોય તો પણ, ઉદાહરણ તરીકે, જો તમે દૂરના વિસ્તારમાં મુસાફરી કરી રહ્યાં હોવ, તો ડિજીટ એ મરમ્મત કરાવવા માટે એ વર્કશોપને સીધું 80% એડવાન્સ પેમેન્ટ કરશે જેથી મરમ્મત કાર્ય સમયસર શરૂ થઈ શકે.
એકવાર કાર્ય પૂર્ણ થઈ જાય, પછી અમે કોઈપણ ડેપ્રિસિએશન અને ડિડક્ટિબલને બાદ કરતાં રહેતી બાકીની રકમ વર્કશોપને ચૂકવીશું, આના માટે અમારા નામે ઇનવૉઇસ બનાવેલું હોવું જોઈએ.
અમે અમારા ગ્રાહકો સાથે VIPની જેમ વ્યવહાર કરીએ છીએ, જાણો કઈ રીતે…
કેશલેસ કાર ઇન્સ્યોરન્સ પૉલિસી માટે ક્લેઇમ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમારે ફક્ત ઇન્સ્યોરન્સ કંપની સાથે સંકળાયેલી સેવા અને મરમ્મત કેન્દ્રોની સૂચિ વિશે અગાઉથી જાણવું પડશે.
તમે તમારી પસંદગીના અમારા કોઈપણ નેટવર્ક ગેરેજની મુલાકાત લઈ શકો છો અને તમારી કેશલેસ કાર ઇન્સ્યોરન્સ પૉલિસીની વિગતો પ્રદાન કરી શકો છો.
નેટવર્ક ગેરેજ પછી તેને ત્યાંથી આગળ લઈ જશે. તમારી કારના નુકસાનની હદનું મૂલ્યાંકન કરવાથી લઈને, તેની મરમ્મત કરવાનો ખર્ચ અને ઇન્સ્યોરન્સ કંપનીને બિલ મોકલવા સુધીનું બધું જ સંભાળી લેશે, જો કે તે તમારી કસ્ટમાઈઝ્ડ કાર વીમા પૉલિસીના નિયમો અને શરતો અનુસાર થશે!
એ નોંધવું અગત્યનું છે કે કેશલેસ ક્લેઇમ વાસ્તવમાં 100% કેશલેસ હોતા નથી. તમારે ડિડક્ટિબલ અને ડેપ્રિસિએશનના સ્વરૂપમાં ક્લેઇમની રકમનો એક નાનો હિસ્સો ચૂકવવાની જરૂર પડશે જેને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કવર કરવામાં આવશે નહીં.
ઘસારો ત્યારે થાય છે જ્યારે તમારી કાર અને તેના ભાગોના મૂલ્યમાં સમયાંતરે ઘસારાને કારણે ઘટાડો થાય છે.
વાસ્તવમાં, જે ક્ષણે નવી કારને શોરૂમમાંથી બહાર કાઢવામાં આવે છે, તે ક્ષણે તેનું મૂલ્ય 5% ઘટ્યું હોવાનું માનવામાં આવે છે!
જ્યારે તમે ક્લેઇમ દાખલ કરો છો, ત્યારે ઇન્સ્યોરર ચુકવણી કરતાં પહેલાં સામાન્ય રીતે આ ડેપ્રિસિએશનના ખર્ચને બાદ કરે છે.
કાર ઇન્સ્યોરન્સ સાથે, બે પ્રકારના ડેપ્રિસિએશન છે - કારનું જ ડેપ્રિસિએશન અને કારના વિવિધ ભાગો અને કારની એસેસરીઝનું ડેપ્રિસિએશન. IRDAI એ ઘસારાની ગણતરી કેવી રીતે કરવી તે માટે નિયમો નક્કી કર્યા છે.
જ્યારે વાહનના નાના નુકસાન જેવા આંશિક નુકસાનની સ્થિતિ હોય, ત્યારે ક્લેઇમ સમયે કારના ભાગો પરના ડેપ્રિસિએશનને ધ્યાનમાં લેવામાં આવશે. કારના ભાગોમાં નીચે પ્રમાણે અલગ-અલગ દરે ડેપ્રિસિએશન ગણવામાં આવે છે:
જ્યારે કારની ચોરી જેવા પૂર્ણ-નુકસાનનાક્લેઇમની ઘટના હોય ત્યારે વાહનનું ડેપ્રિસિએશન અમલમાં આવે છે. જે તમારા વાહનની ઉંમર પર આધારિત છે.
ડિડક્ટિબલ એ એવી કપાતપાત્ર રકમ છે જે ઇન્સ્યોર્ડ વ્યક્તિના ખર્ચનો એક ભાગ છે, વીમાદાતા બાકીની ચૂકવણી કરે તે પહેલાં તમારે તમારા પોતાના ખિસ્સામાંથી આ રકમ ચૂકવવી પડશે.
કાર ઇન્સ્યોરન્સમાં, આ ડિડક્ટિબલ સામાન્ય રીતે દરેક ક્લેઇમના આધારે લાગુ કરવામાં આવે છે. તેથી, જો તમે ₹15,000ના મૂલ્યના નુકસાન માટે ક્લેઇમ દાખલ કરો છો અને ડિડક્ટિબલ ₹1,000 છે – તો ઇન્સ્યોરર તમારી કારની મરમ્મત માટે ₹14,000 ની કિંમત ચૂકવશે.
ડિડક્ટિબલ બે પ્રકારના હોય છે - ડિડક્ટિબલ અને સ્વૈચ્છિક.
જ્યારે તમે તમારી કારની ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદો છો ત્યારે તમે કેટલી ચૂકવણી કરવા તૈયાર છો તે તમારે નક્કી કરવું પડશે અને તે પછી તેને દરેક ક્લેઇમ પર લાગુ કરવામાં આવશે.
તમારા વીમાદાતા ક્લેઇમની રકમનો માત્ર તે ભાગ જ ચૂકવશે જે કુલ સ્વૈચ્છિક અને ફરજિયાત ડિડક્ટિબલ કરતાં વધુ છે.
ફરજિયાત ડિડક્ટિબલ - આ પ્રકારની કપાતમાં, પૉલિસીધારક પાસે મોટર ઇન્સ્યોરન્સના ક્લેઇમનો એક ભાગ ચૂકવવા સિવાય કોઈ વિકલ્પ નથી.
IRDAI ના નિયમો અનુસાર, કાર ઇન્સ્યોરન્સમાં આ ફરજિયાત કપાતપાત્રની નિશ્ચિત કિંમત કારના એન્જિનની ક્યુબિક ક્ષમતા પર આધારિત છે. હાલમાં, તે નીચે મુજબ સેટ કરવામાં આવી છે.
સ્વૈચ્છિક ડિડક્ટિબલ - સ્વૈચ્છિક ડિડક્ટિબલ એ એવી રકમ છે જે સામાન્ય રીતે ઇન્સ્યોરર દ્વારા ચૂકવવામાં આવી શકે છે, પરંતુ તમે તેને તમારા ખિસ્સામાંથી ચૂકવવાનું પસંદ કર્યું છે.
જ્યારે તમે તમારા ઇન્સ્યોરન્સ કવરમાં આ સ્વૈચ્છિક કપાતપાત્ર ઉમેરવાનું પસંદ કરો છો, ત્યારે તે તમારા કારના ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં ઘટાડો કરે છે કારણ કે ઇન્સ્યોરરના પક્ષે જોખમ ઘટે છે.
પરંતુ, તેનો અર્થ એ પણ છે કે તમારી કારને કોઈ નુકસાન થવા પર તમારે વધુ ચૂકવણી કરવી પડશે (જે તમારા અન્ય ખર્ચાઓ પર અસર કરી શકે છે) તેથી આને ધ્યાનમાં લેવાનું યાદ રાખો.
હવે જ્યારે તમે જાણો છો કે કેશલેસ ક્લેમ શું છે, ત્યારે તમે કદાચ એવું વિચારી રહ્યા છો કે વધુ સારું શું છે - રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ અથવા કેશલેસ ક્લેઇમ?
ઠીક છે, આ પ્રશ્નનો જવાબ આપવા માટે તમારે એ જાણવું પણ જરૂરી છે કે રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ શું છે.
નામ સૂચવે છે તેમ, રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ એ એવો ક્લેઇમ છે જેને એવા સમયે કરવામાં આવે છે જ્યારે તમે જાતે મરમ્મતના ખર્ચ માટે ચૂકવણી કરો અને પછી તમારી ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ખર્ચ કરેલા નાણાં પાછા મેળવવા માટે સહાયક દસ્તાવેજો સાથે બિલનો ઉપયોગ કરો.
બંને વચ્ચેનો પ્રાથમિક તફાવત એ છે કે, રિઇમ્બર્સમેન્ટના આ કિસ્સામાં - તમારે પહેલાં તમારા પોતાના ખિસ્સામાંથી સમગ્ર રકમમાંથી નાણાં કાઢવાની જરૂર પડશે અને પછી સબમિટ કરેલાં બિલને ચૂકવણીની ચકાસણીના વધારાના તબક્કામાંથી પસાર થવું પડશે.
જ્યારે કેશલેસ ક્લેઈમમાં, તમારે ક્લેઈમની થોડી રકમ જાતે જ ચૂકવવી પડશે (ડિડક્ટિબલ અને ડેપ્રિસિએશન જો કોઈ હોય તો) અને ઇન્સ્યોરર પોતે સીધાં જ એ બધી જરૂરી ચુકવણીઓ કરશે.