શું તમે નોંધ્યું છે કે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ રિન્યુઅલ કરાવતી વખતે વધી જાય છે અને તમને જાણ નથી હોતી કે આવું શા માટે થાય છે? હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમીયમ દર વર્ષે શા માટે વધે છે, તમે આ વધારો કેવી રીતે ઘટાડી શકો છો અને ડિજિટના હેલ્થ ઇન્સ્યોરન્સ વીમા સાથે તમે કયા રિન્યુઅલ બેનેફિટ્સ મેળવી શકો છો તે જાણવા માટે આગળ વાંચો.
તમારા પગારમાંથી, તમારા ઘરના ભાડાંથી લઈને ફ્યૂઅલ અને ફૂડની કિંમત સુધી. સમય અને ફુગાવો તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ સહિત તમારા જીવનના ખર્ચને પ્રભાવિત કરે છે.
અને જીવનની મોટાભાગની બાબતોની જેમ, આ વધારાનું એક મુખ્ય કારણ મોંઘવારી છે. આ બાબત તમને આશ્ચર્યચકિત કરી શકે છે (અથવા નહીં) પણ હેલ્થકેર ઇન્ડસ્ટ્રીઝમાં ફુગાવો અન્ય ઉદ્યોગો કરતાં ઘણો ઉંચો છે.
જો કે, હેલ્થકેર ઇન્ફ્લેક્શન સિવાય અન્ય કારણો પણ છે જેના લીધે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ રિન્યુઅલ કરાવતી વખતે વધી શકે છે જેમ કે તમારી ઉંમર, તમારા કવરેજ બેનેફિટ્સ, તમે વર્ષ દરમિયાન કરેલા ક્લેઈમ્સ અને અલબત્ત તમારું એકંદર આરોગ્ય અને સુખાકારી પણ.
ચાલો આ દરેક કારણોમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે શા માટે તમારું હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ રિન્યુઅલ કરાવતી વખતે વધે છે અને તમે આ અંગે શું કરી શકો છો.
ઇકોનોમિક ટાઇમ્સના અનુસાર, હેલ્થકેરમાં ફુગાવો 12 થી 18% ના દરે વધી રહ્યો છે! તેમાં તમામ ખર્ચાઓનો સમાવેશ થાય છે જેમ કે દવાઓનો ખર્ચ, હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ, વિવિધ સારવારનો ખર્ચ, મેડિકલ એડવાન્સમેન્ટ વગેરે.
આ ખર્ચાઓમાં થયેલા વધારાને કારણે, તમારી ઇન્સ્યોરન્સ કંપનીએ પણ દર વર્ષે તમારા ઇન્સ્યોરન્સની રકમ એટલે કે કવરેજ વધારવાની જરૂર છે જેથી તમે ક્લેઈમ કરો ત્યારે આ ખર્ચાઓને આવરી લેવા સક્ષમ બની શકો.
આ જ કારણસર જ્યારે તમે નવા પોલિસી વર્ષ માટે રિન્યૂ કરો છો ત્યારે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં પણ વધારો થાય છે.
તમે તેના વિશે શું કરી શકો છો?
ખરાબ સમાચાર એ છે કે, આનો સીધો સંબંધ તબીબી ખર્ચાઓ સાથે છે, અને તમારી વીમા રકમમાં જરૂરી વધારાને લીધે, તમે આ વિશે વધારે કંઇ કરી શકતા નથી.
જો કે, સારા સમાચાર એ છે કે કેટલીક ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારા ક્લેઈમ હિસ્ટ્રીના આધારે રિન્યુઅલ ડિસ્કાઉન્ટ અને બોનસની ઓફર કરે છે.
તેથી, તમારી ઇન્સ્યોરન્સ કંપનીમાં તપાસ કરો (અથવા ફક્ત તમારા પોલિસી દસ્તાવેજને તપાસો) એ જોવા માટે કે તમને તમારા પ્લાનમાં આમાંથી કોઈ લાભ મળે છે કે કેમ. જો તમારી પાસે ડિજિટ સાથેનો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો - તમે તેના માટે તમારી પોલિસીની સમરી પણ ચકાસી શકો છો.
અલબત્ત, હા, અમે તે લોકો માટે એક્ત્રિત બોનસ બેનેફિટ્સ ઓફર કરીએ છીએ જેમણે પાછલા વર્ષમાં કોઈ ક્લેઈમ કર્યા નથી. આનો અર્થ એ છે કે, અમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં કોઈપણ વધારો કર્યા વગર તમારી વીમાની રકમ વધારીએ છીએ! 😊
તમારા સ્વાસ્થ્યની આટલી સારી કાળજી લેવા બદલ તેને એક નાના વળતર તરીકે વિચારો!
વધુમાં, અમે એક એડ-ઓન કવર પણ ઑફર કરીએ છીએ જ્યાં તમે દર વર્ષે તમારી વીમાની રકમ રૂ. 25,000 અથવા રૂ. 50,000 દ્વારા આપમેળે વધારીને તમારા પ્લાનને ઇન્ફ્લેશન-પ્રૂફ બનાવવા માટે કસ્ટમાઇઝ કરી શકો છો!
તેમાં કોઇ ફરક પડતો નથી કે તમે ક્લેઈમ કર્યો છે કે નહીં, અને આ બેનેફિટ માટે પ્રીમિયમમાં વધારો ફક્ત રિન્યુઅલ કરવાના સમયે જ લાગુ થશે.
કેટલીક ઇન્સ્યોરન્સ કંપનીઓ વર્ષ દરમિયાન તમે કરેલા ક્લેઈમની સંખ્યા અને રકમના આધારે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં વધારો કરે છે. જો કે, તમામ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં આવું ન પણ હોય.
તમારી ક્લેઈમ હિસ્ટ્રીના આધારે તમારો હેલ્થ ઈન્સ્યોરન્સ તમારા પ્રીમિયમમાં વધારો કરે છે કે કેમ તે તપાસવા માટે, તમારા પોલિસીના દસ્તાવેજ ખોલો અને તમારા ક્લેઈમનો વિભાગ અથવા તમારા નિયમો અને શરતો દર્શાવતા હોય તે વિભાગ તપાસો.
જો તમારી પાસે ડિજિટની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે કરેલા ક્લેઈમની સંખ્યા અથવા રકમના આધારે અમે તમારું હેલ્થ ઇન્સ્યોરન્સનુ પ્રિમિયમ વધારતા નથી.
તમે તેના વિશે શું કરી શકો?
જો તમારી ઇન્સ્યોરન્સ કંપની તમારા ક્લેઈમની હિસ્ટ્રીના આધારે તમારું પ્રીમિયમ વધારતી હોય, તો તમારા હાલની ઇન્સ્યોરન્સ કંપની સાથે તમે તેના વિશે કંઇ વધારે કરી શકતા નથી કારણ કે તે તેમના નિયમો અને શરતોનો એક ભાગ છે.
જો કે, તમે અન્ય હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પર પોર્ટ કરવાનું વિચારી શકો છો જ્યાં આવી શરતો ન આવતી હતો.. પોર્ટિંગ એ એવી વસ્તુ છે જે તમે ફક્ત રિન્યુઅલ દરમિયાન જ કરી શકો છો, તેથી અન્ય વિકલ્પોનું મૂલ્યાંકન કરો અને તે મુજબ તમારો નિર્ણય લો.
તમે આ વાત પહેલાથી જ જાણતા હશો કે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ સામાન્ય રીતે તમારી ઉંમર સહિત વિવિધ પરિબળો પર આધારિત હોય છે.
કેટલાંક કિસ્સાઓમાં, ઉંમરમાં વધારો પણ રિન્યુઅલ કરતી વખતે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમને અસર કરી શકે છે. આ વાત ખાસ કરીને તેવા લોકો માટે સાચી છે જેઓ રિન્યુઅલ દરમિયાન અથવા તેના થોડાક સમય પહેલા જ 60 વયને સ્પર્શ્યા છે.
તમે તેના વિશે શું કરી શકો?
તમે સમય પાછળ લઇ જઇ શકતા નથી અને યુવાન થઈ શકતા નથી, પરંતુ તમે જે કરી શકો છો તે એ છે કે તમે જે વીમા રકમ માટે જાઓ છો તેના વિશે ધ્યાન રાખો. જો તમે પ્રમાણમાં યુવાન છો, તો તમને કદાચ વધારે કવરેજની જરૂર નથી પરંતુ કહો કે જો તમારી પાસે તમારા વૃદ્ધ માતાપિતા માટે કોઈ પ્લાન છે, તો તેમને વધારે કવરેજની જરૂર પડી શકે છે.
તેથી, હંમેશા તમારી અને તમારા પરિવારની ઉંમર અને આરોગ્યના સારસંભાળની જરૂરિયાતોના આધારે વીમાની રકમને કસ્ટમાઇઝ કરો.
તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના રિન્યુઅલ દરમિયાન, તમે તમારી ઇન્સ્યોરન્સ કંપનીના નિયમો અને શરતોના આધારે તમારા કવરેજ અને બેનેફિટ્સમાં ફેરફાર કરવાનું પસંદ કરી શકો છો.
તમને વધારે કવરેજની જરૂર છે તે હકીકતને કારણે અથવા વ્યક્તિગત પરિસ્થિતિઓમાં પણ ફેરફાર થવાને કારણે તમે આમ કરવાનું પસંદ કરી શકો છો (કદાચ તમે મેટરનીટી એડ-ઓન પસંદ કરવાનું વિચારી રહ્યા છો અથવા તાજેતરમાં એક હેલ્થ કન્ડિશનનું નિદાન થયું છે જેને વધારે કવરેજની જરૂર પડશે.)
તેથી, જો તમે ફેરફાર કરો છો જેમ કે એડ ઓન પસંદ કરો અથવા તમારી વીમા રકમ વધારવાનું નક્કી કરો; પછી તમારા હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પણ તેના આધારે વધશે.
તમે તેના વિશે શું કરી શકો?
આ કિસ્સામાં કરવા માટેની શ્રેષ્ઠ બાબત એ છે કે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનની વિગતવાર સમીક્ષા કરો, આ રીતે તમે જોઈ શકો છો કે તમારા કવરેજ અને બેનેફઇટ્સ શું છે અને તે તમારી વધતી જતી આરોગ્યની જરૂરિયાતો માટે અર્થપૂર્ણ છે કે નહીં. તમે તમારી વર્તમાન ઇન્સ્યોરન્સ કંપની સાથે પણ અન્ય પ્લાન વિકલ્પોની શોધ અને અપગ્રેડ કરી શકો છો.
બીજી બાબતે જે તમે કરી શકો તે છે, અન્ય હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનની ઓનલાઈન સરખામણી કરો - ફક્ત તે જોવા માટે કે ત્યાં કોઈ અન્ય યોજના છે કે જે તમારી વર્તમાન પરિસ્થિતિ માટે વધારે યોગ્ય છે.
હવે, તમે પહેલાથી જ જાણો છો કે સામાન્ય સ્થિતિ એ છે કે ફુગાવાના કારણે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ઓછામાં ઓછું થોડુંક વધશે. જો કે, મોટાભાગની હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ એ બાબત પણ ધ્યાનમાં લે છે કે તમે પાછલા વર્ષમાં કેટલા સ્વસ્થ હતા અને તે મુજબ તમને વળતર આપે છે.
ઉદાહરણ તરીકે: ડિજિટ પર, જો તમે વર્ષ દરમિયાન કોઈ ક્લેઈમ કર્યો નથી તો - અમે તમને એક એક્ત્રિત બોનસ બેનેફિટ્સ આપીએ છીએ એટલે કે અમે રિન્યુઅલ દરમિયાન તમારા પ્રીમિયમમાં કોઈ વધારો કર્યા વગર તમારું કવરેજ વધારીએ છીએ!
તેવી જ રીતે, જો તમને તાજેતરમાં કોઈ બીમારી અથવા વધુ કવરેજની જરૂર હોય તેવા રોગોનું નિદાન થયું હોય તો કેટલીક હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં પણ વધારો કરી શકે છે.
તમે તેના વિશે શું કરી શકો?
આનો સ્પષ્ટ જવાબ, તમે તમારા સ્વાસ્થ્યની સારી કાળજી લઈ રહ્યા છો તેની ખાતરી કરવાનો છે! જો કે, અમે સમજીએ છીએ કે જીવન અનિશ્ચિત છે અને કેટલીકવાર તમે ગમે તેટલા સાવચેત રહો, ઘટનાઓ ઘટે છે!
એક્ત્રિત બોનસ જેવા બેનેફિટ્સ મેળવવા માટેની એક ભલામણ એ છે કે તમે વર્ષ દરમિયાન નાના ક્લેઈમ કરવાનું ટાળી શકો છો.
ઉદાહરણ તરીકે; માની લો કે તમને વર્ષ દરમિયાન ફ્રેક્ચર થયું છે - તમે તેના માટે ક્લેઈમ ન કરવાનું પસંદ કરી શકો છો (કારણ કે ખર્ચ પણ એટલો વધારે હોતો નથી).
આ રીતે, વર્ષ દરમિયાન તમારી પાસે કોઈ ક્લેઈમ હિસ્ટ્રી રહેશે નહીં અને તમારા પ્રીમિયમમાં કોઈ વધારો કર્યા વિના, તમારી વીમા રકમમાં વધારા સાથે તમને રિવર્ડ મળી શકે છે.
તમારી હાલની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીની સમયમર્યાદા સમાપ્ત થવાના ઓછામાં ઓછા બે મહિના પહેલાં, તમારા પ્લાનની સમીક્ષા કરવી અને તમે તમારા પ્લાનને આંખ બંધ કરીને રિન્યૂ કરાવો તેની પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં લેવી એ એક સારો વિચાર છે. તમારા હેલ્થ ઇન્સ્યોરન્સનું રિન્યુઅલ કરાવતી વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ:
કદાચ તમે ખરીદીના સમયે અથવા તેનાથી વધારે લઘુત્તમ વીમાની રકમ પસંદ કરી હોય અને તમને ખ્યાલ આવે કે તમારું કવરેજ કાં તો ખૂબ ઓછું છે અથવા તમારી જરૂરિયાતો માટે ઘણું વધારે છે.
મોટાભાગની ઇન્સ્યોરન્સ કંપનીઓ તમને રિન્યુઅલ કરવાના સમયે તમારી વીમાની રકમ વધારવાનો વિકલ્પ આપશે. તેઓ તમને કારણો પૂછી શકે છે કે શા માટે અને તેના આધારે તમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં કેટલો વધારો કરવાનો નિર્ણય લો છો.
કદાચ તમે હમણાં જ પરિવાર શરૂ કર્યો છે અથવા નક્કી કર્યું છે કે તમે તમારા જીવનસાથીને પણ તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં ઉમેરવા માંગો છો. આ બાબતે વિચાર કરો અને તમારી ઇન્સ્યોરન્સ કંપનીને કોઈ નવા સભ્ય ઉમેરા વિશે જણાવો.
તમે ફેમિલી ફ્લોટર ઓપ્શન પર સ્થળાંતર કરીને તમારા પ્લાનમાં કુટુંબના સભ્યોનો સમાવેશ કરીને અથવા તો દરેક સભ્ય માટે પર્સનલ સ્કીમ્સ ખરીદી શકો છો.
તમારા રિન્યુઅલ દરમિયાન ધ્યાનમાં લેવા જેવી બીજી બાબત એ છે કે તમે નવા એડ-ઓન કવર પસંદ કરવા માંગો છો કે નહીં. ઉદાહરણ તરીકે: કદાચ અત્યાર સુધી તમે તમારા પ્લાનમાં કોઈપણ એડ-ઓન પસંદ કર્યું નથી પરંતુ હવે તમે પ્રસૂતિ અને નવજાત શિશુના કવરને પસંદ કરવા માંગો છો. આ કિસ્સામાં, તમારી ઇન્સ્યોરન્સ કંપનીને જણાવો અને તેમનો રિન્યુઅલ દરમિયાન તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં ઉમેરો કરો.
ઘણા લોકો જ્યારે તેઓ તેમની હાલની ઇન્સ્યોરન્સ કંપનીથી ખુશ ન હોય ત્યારે તેમનો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પોર્ટ કરે છે. આવુ થવાનું કારણ કવરેજ બેનેફિટ અથવા ફક્ત તેની સેવા અને પ્રક્રિયાઓને કારણે હોઈ શકે છે.
જો કે, પોર્ટિંગ ફક્ત રિન્યુઅલ કરવાના સમયે જ થઈ શકે છે. સૌથી અગત્યનું, તમારે તમારી વર્તમાન ઇન્સ્યોરન્સ કંપનીને એક્સપાયરી તારીખના ઓછામાં ઓછા 45-દિવસ પહેલાં તેના વિશે જણાવવું પડશે જેથી તેઓ ફેરફાર કરી શકે.
જો તમે તમારી ઇન્સ્યોરન્સ કંપનીથી સંતુષ્ટ ન હોવ તો, હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન્સનું ઓનલાઇન મૂલ્યાંકન કરો અને સરખામણી કરો અને તમારા માટે શ્રેષ્ઠ કામગીરી કરતા પ્લાન અને ઇન્સ્યોરન્સ કંપની સાથે પોર્ટ કરો.
હવે, તમારી ઇન્સ્યોરન્સની રકમ અને નવા કવર્સ પસંદ કરવા સિવાય, તમારે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનની એકંદરે સમીક્ષા કરવી જોઈએ કે તમે તમારા કવરેજમાં કોઈ અન્ય ફેરફારો કરવા માંગો છો કે નહીં.
ઉદાહરણ તરીકે: માની લો કે, તમે બેઝિક કવરેજ પ્લાન પસંદ કર્યો છે અને હવે વધુ લાભો સાથેના કોમ્પ્રિહેન્સિવ પ્લાનમાં શિફ્ટ થવા માગો છો. આ કિસ્સામાં, તમે તમારી ઇન્સ્યોરન્સ કંપનીમાં તપાસ કરી શકો છો કે શું તમે તમારી પસંદગીની યોજના બદલી શકો છો અને તે મુજબ તમારા હેલ્થ ઇન્સ્યોરન્સનું રિન્યુઅલ કરાવતી વખતે આવુ કરાવી શકો છો.