એક સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ શું છે?
Aસુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન એ એક હેલ્થ ઈન્સ્યોરન્સના એક્સ્ટેંશન જેવી છે જેનો તમે ત્યારે ઉપયોગ કરી શકો છો જ્યારે તમે તમારા કોર્પોરેટ ઈન્સ્યોરન્સમાંથી (વર્ષ દરમિયાન) ક્લેઇમની મહત્તમ રકમનો ઉપયોગ કરી ચૂક્યાં હોવ અથવા, તમને તમારા ખિસ્સામાંથી અમુક વધુ રકમ ચૂકવવી મોટાભાગે ઠીક લાગતી હોય. , પરંતુ જ્યારે વસ્તુઓ વધુ કિંમતી બને છે ત્યારે તમને કવર કરવા માટે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીની જરૂર છે.
સુપર ટોપ-અપ પ્લાન વિશે સૌથી સારી બાબત એ છે કે, તમે એક વખત ડિડક્ટિબલની મર્યાદાથી વધુ ચુકવણી કરીલો તે પછી તે પૉલિસી વર્ષની અંદર સંચિત તબીબી ખર્ચ માટેના ક્લેઇમને કવર કરી લે છે લે છે જ્યારે તેની વિરુદ્ધ એક સામાન્ય ટોપ-અપ એવા ક્લેઇમને કવર કરે છે જે એક જ ક્લેઇમમાં ડિડક્ટિબલની રકમ કરતાં ક્લેઇમની રકમ વધુ થાય છે
એક ઉદાહરણ સાથે સુપર ટોપ-અપ સમજો
સુપર ટોપ-અપ ઇન્સ્યોરન્સ (ડિજિટ હેલ્થ કેર પ્લસ) | Other Top-up plans | |
પસંદ કરેલ ડિડક્ટિબલ | 2 લાખ | 2 લાખ |
પસંદ કરેલ સમ ઇન્સ્યોર્ડ | 10 લાખ | 10 લાખ |
વર્ષનો 1લો ક્લેઇમ | 4 લાખ | 4 લાખ |
તમે ચૂકવશો | 2 લાખ | 2 લાખ |
તમારા ટોપ-અપ ઇન્સ્યોરર ચૂકવશે | 2 લાખ | 2 લાખ |
વર્ષનો 2જો ક્લેઇમ | 6 લાખ | 6 લાખ |
તમે ચૂકવશો | કંઈપણ નહીં! 😊 | 2 લાખ (પસંદ કરેલું ડિડક્ટિબલ) |
તમારા ટોપ-અપ ઇન્સ્યોરર ચૂકવશે | 6 લાખ | 4 લાખ |
વર્ષનો 3જો ક્લેઇમ | 1 લાખ | 1 લાખ |
તમે ચૂકવશો | કંઈપણ નહીં! 😊 | 1 લાખ |
તમારા ટોપ-અપ ઇન્સ્યોરર ચૂકવશે | 1 લાખ | Nothing ☹ |
સુપર ટોપ-અપ હેલ્થ-ઇન્સ્યોરન્સના ક્યા ફાયદા છે?
રોગચાળાને કવર કરી લે છે - અમે સમજીએ છીએ કે COVID-19 એ આપણા જીવનમાં ઘણી અનિશ્ચિતતા લાવી છે. અન્ય બિમારીઓ ઉપરાંત, કોવિડ-19 પણ રોગચાળો હોવા છતાં તેને કવર કરી લેવામાં આવે છે.
તમારી ડિડક્ટિબલ રકમ ફક્ત એક જ વાર ચૂકવો - સુપર ટોપ-અપ ઇન્સ્યોરન્સ સાથે, તમારે તમારી ડિડક્ટિબલ રકમ માત્ર એક જ વાર ચૂકવવાની જરૂર છે અને તે પછી વર્ષમાં ઘણી વખત દાવો કરી શકો છો. ડિજિટની એક ખરેખર વિશિષ્ટતા! 😊
હેલ્થકેરની જરૂરિયાતો અનુસાર તમારી સુપર ટોપ-અપ પૉલિસીને કસ્ટમાઇઝ કરો: તમે 1, 2, 3 અને 5 લાખ ડિડક્ટિબલમાંથી પસંદ કરી શકો છો અને તમારી ઇન્સ્યોરન્સની રકમ તરીકે રૂ.10 લાખ અને 20 લાખની વચ્ચે પસંદ કરી શકો છો.
રૂમના ભાડા પર કોઈ પ્રતિબંધ નથી: દરેક વ્યક્તિની અલગ-અલગ પસંદગીઓ હોય છે અને અમે તે સમજીએ છીએ. તેથી જ, અમારી પાસે રૂમ ભાડા પર કોઈ પ્રતિબંધ નથી! તમને ગમે તે હોસ્પિટલ રૂમ પસંદ કરો.😊
કોઈપણ હૉસ્પિટલમાં સારવાર કરાવો: કૅશલેસ ક્લેઇમ માટે ભારતમાં અમારી 16400+ નેટવર્ક હૉસ્પિટલોમાંથી પસંદ કરો અથવા તમે રિઇમ્બર્સમેન્ટને પણ પસંદ કરી શકો છો.
સરળ ઓનલાઈન પ્રક્રિયાઓ: સુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદવાની પ્રક્રિયાથી લઈને તમારા ક્લેઇમ સુધીની પ્રક્રિયા પેપરલેસ, સરળ, ઝડપી અને મુશ્કેલી-મુક્ત છે! કોઈ હાર્ડ કોપીની જરૂર નથી, ક્લેઇમ માટે પણ!
તમારે શા માટે એક સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ?
એક સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ કોણે ખરીદવો જોઈએ?
સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?
ફાયદો | |
સુપર ટોપ-અપએકવાર તે કપાતપાત્ર રકમ કરતાં વધી જાય તે પછી તે પોલિસીના વર્ષમાં વધારાના તબીબી ખર્ચાઓ માટે દાવો કરેલ રકમ ચૂકવે છે,સામે. નિયમિત ટોપ-અપ વીમો જે થ્રેશોલ્ડ મર્યાદાથી ઉપર માત્ર એક જ દાવાને આવરી લે છે. |
તમારૂં કપાતપાત્ર એક જ વખત ચૂકવો- ડિજિટ સ્પેશિયલ |
સંપૂર્ણ હોસ્પિટલાઈઝેશનઆ બીમારી, અકસ્માત અથવા તો ગંભીર બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લે છે. તમારી કપાતપાત્ર રકમની મર્યાદાને પાર કર્યા પછી જ્યાં સુધી કુલ ખર્ચ તમારી વીમાની રકમ સુધીનો હોય ત્યાં સુધી તેનો ઉપયોગ એક કરતા વધુ હોસ્પિટલમાં દાખલ કરવા માટે કરી શકાય છે. |
|
ડે –કેર પ્રક્રિયાઆરોગ્ય વીમો માત્ર 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવા માટેના તબીબી ખર્ચને આવરી લે છે. ડે કેર પ્રક્રિયાઓ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવતી તબીબી સારવારનો સંદર્ભ આપે છે, જેમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગને કારણે 24 કલાકથી ઓછા સમયની જરૂર પડે છે. |
|
પહેલેથી જ અસ્તિત્વમાં હોય તેવી/ચોક્કસ બીમારી માટેનો પ્રતીક્ષા સમયજ્યાં સુધી તમે પહેલેથી જ અસ્તિત્વમાં હોય તેવી અથવા ચોક્કસ બીમારી માટે દાવો ન કરી શકો ત્યાં સુધીનો આ સમય છે જેની તમારે રાહ જોવાની જરૂર છે. |
4 વર્ષ/2 વર્ષ |
રૂમ ભાડાની મર્યાદારૂમની વિવિધ વર્ગોનું ભાડું અલગ-અલગ હોય છે. જેમ કે હોટલના રૂમમાં ટેરિફ હોય છે. ડિજિટ સાથે, જ્યાં સુધી રૂમ ભાડાની રકમ તમારી વીમાની રકમથી ઓછી હોય ત્યાં સુધી કેટલીક યોજનાઓ તમને રૂમ ભાડાની મર્યાદા ન હોવાનો લાભ આપે છે. |
રૂમભાડા પર કોઈ મર્યાદા નહીં- ડિજિટ સ્પેશિયલ |
આઈસીયુ રૂમનું ભાડુંઆઈસીયુ (ઇન્ટેન્સીવ કેર યુનિટ) ગંભીર દર્દીઓ માટે છે. આઈસીયુમાં વાળું સંભાળ રાખવામાં આવે છે, જેના કારણે ભાડું પણ વધારે છે. જ્યાં સુધી તે તમારી વીમાની રકમથી ઓછું હોય ત્યાં સુધી ડિજિટ ભાડા પર કોઈ મર્યાદા રાખતું નથી. |
કોઈ મર્યાદા નહીં |
એમ્બ્યુલન્સમાં લાવવાના ખર્ચાએમ્બ્યુલન્સ સેવાઓ એ સૌથી આવશ્યક તબીબી સેવાઓમાંની એક છે કારણ કે તે માત્ર બીમાર વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં મદદ કરતી નથી પણ, તબીબી કટોકટીમાં જરૂરી પ્રાથમિક સારવારનો પણ સમાવેશ કરે છે. તેનો ખર્ચ આ સુપર ટોપ-અપ પોલિસી હેઠળ આવરી લેવામાં આવી છે. |
|
મફત વાર્ષિક આરોગ્ય તપાસતમે તમારા એકંદર આરોગ્ય અને સુખાકારી વિશે જાગૃત છો તે સુનિશ્ચિત માટે વાર્ષિક આરોગ્ય તપાસ મહત્વપૂર્ણ છે. આ એક નવીકરણ લાભ છે જે તમને તમારી પસંદગીની કોઈપણ હોસ્પિટલમાં કોઈપણ વાર્ષિક તબીબી પરીક્ષણો અને ચેકઅપ માટે તમારા ખર્ચની ભરપાઈ કરવાની મંજૂરી આપે છે. |
|
હોસ્પિટલમાં દાખલ થયા પહેલાં / પછીઆ હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના તમામ ખર્ચાઓ જેમ કે નિદાન, પરીક્ષણો અને રીકવરી ના ખર્ચાઓને આવરી લે છે. |
|
હોસ્પિટલમાં દાખલ થયા પછી અંદાજિત રકમ - ડિજિટલ વિશેષઆ એક લાભ છે જેનો ઉપયોગ તમે હોસ્પિટલમાં દાખલ થયા પછી, ડિસ્ચાર્જ સમયે તમારા તમામ તબીબી ખર્ચાઓને આવરી લેવા માટે કરી શકો છો. બિલની જરૂર નથી. તમે કાં તો આ લાભનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો અથવા ભરપાઈની પ્રક્રિયા દ્વારા, હોસ્પિટલમાં દાખલ થયા પછી પ્રમાણિત લાભનો ઉપયોગ કરી શકો છો. |
|
માનસિક બીમારી કવરજો કોઈ આઘાતને કારણે, કોઈને માનસિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે, તો તેને આ લાભ હેઠળ આવરી લેવામાં આવશે. જો કે, ઓપીડી (OPD) કન્સલ્ટેશન આ હેઠળ આવરી લેવામાં આવતા નથી. |
|
બેરિયાટ્રિક સર્જરીઆ કવરેજ તેઓ માટે છે જેઓ તેમની સ્થૂળતા (BMI > 35)ને કારણે કોઈ અંગ સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો કે, જો સ્થૂળતા ખોરાકની કુટેવો, હોર્મોન્સની સમસ્યા અથવા અન્ય કોઈપણ સારવાર યોગ્ય પરિસ્થિતિઓને કારણે છે, આ સર્જરીનો ખર્ચ આવરી લેવામાં આવશે નહીં. |
|
Get Quote |
શું કવર થતું નથી?
તમે તમારા ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સમાં માત્ર ત્યારે જ ક્લેઇમ કરી શકો છો જ્યારે તમે તમારી હાલની હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીના ક્લેઇમની રકમને પહેલાંથી જ ખતમ કરી લો અથવા, તમારા ખિસ્સામાંથી ડિડક્ટિબલની રકમને પહેલાંંથી જ ખર્ચી લો. જો કે, ઉજ્જવળ બાજુ એ છે કે તમારે તમારી ડિડક્ટિબલ રકમને માત્ર એક જ વખત ચૂકવવી પડશે.
પહેલેથી મોજૂદ એક રોગના કિસ્સામાં, જ્યાં સુધી વેઇટિંગ પિરિયડ પૂર્ણ ન થાય, ત્યાં સુધી એ રોગ અથવા બિમારી માટે ક્લેઇમ કરી શકાતો નથી.
તમે કોઈપણ સ્થિતિ માટે હોસ્પિટલમાં દાખલ થાઓ, જો તેનો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે મેળ ન થતો હોય, તો તેને કવર કરવામાં આવશે નહીં.
જ્યાં સુધી હોસ્પિટલમાં દાખલ થવું ન પડે ત્યાં સુધી જન્મ પહેલાં અને જન્મ પછીના ખર્ચા.
એક ક્લેઇમને કઈ રીતે ફાઇલ કરશો?
રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ - હોસ્પિટલમાં દાખલ થયાના બે દિવસની અંદર અમને 1800-258-4242 પર કૉલ કરીને જણાવો અથવા અમને healthclaims@godigit.com પર ઇમેઇલ કરો અને અમે તમને રિઇમ્બર્સમેન્ટની પ્રક્રિયા માટે એક લિંક મોકલીશું જ્યાં તમે તમારા હોસ્પિટલના બિલ અને તમામ સંબંધિત દસ્તાવેજો અપલોડ કરી શકશો.
કેશલેસ ક્લેઇમ - નેટવર્ક હોસ્પિટલ પસંદ કરો. તમે નેટવર્ક હોસ્પિટલોની સંપૂર્ણ સૂચિ અહીંથી મેળવી શકો છો. હોસ્પિટલના હેલ્પડેસ્ક પર ઈ-હેલ્થ કાર્ડ દર્શાવો અને કેશલેસ વિનંતી કરવાના ફોર્મ માટે પૂછો. જો બધું સારું છે, તો તમારા ક્લેઇમની પ્રક્રિયા ત્યાં એ સ્થળ પર જ કરવામાં આવશે.
જો તમે કોરોનાવાયરસ માટે દાવો કર્યો છે, તો ખાતરી કરો કે તમારી પાસે ICMR ના અધિકૃત કેન્દ્ર - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે તરફથી પોઝિટીવ ટેસ્ટ રિપોર્ટ છે.
સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સના ફાયદા
ડિડક્ટિબલ | માત્ર એક વખત ચૂકવો! |
---|---|
કોપેમેન્ટ | ઉંમર આધારિત કોઈ કોપેમેન્ટ નથી |
કેશલેસ હોસ્પિટલ | સમગ્ર ભારતમાં 16400+ કેશલેસ હોસ્પિટલ |
રૂમના ભાડાંની મર્યાદા | રૂમના ભાડાં પર કોઈ મર્યાદા નથી. તમને ગમે તે રૂમ પસંદ કરો. |
ક્લેઇમની પ્રક્રિયા | ડિજિટલ મૈત્રીપૂર્ણ, કોઈ હાર્ડ કોપીની જરૂર નથી! |
COVID-19 માટેની સારવાર | કવર કરેલ છે |
ભારતમાં સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો
✓ સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?
એક સુપર ટોપ-અપ પ્લાન કોસ્ટ-શેરિંગના આધારે કામ કરે છે. આનો અર્થ એ છે કે, થતો સમગ્ર ખર્ચ તમારા સુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરર દ્વારા ઉઠાવવામાં આવતો નથી પરંતુ તમારી ડિડક્ટિબલ રકમના આધારે તેનો માત્ર એક ભાગ આવરી લેવામાં આવે છે. જો તમારા સુપર ટોપ-અપ પ્લાનમાં રૂ. 2 લાખની ડિડક્ટિબલ હોય, તો તમારો સુપર ટોપ-અપ પ્લાન 2 લાખથી વધુના ક્લેઇમને કવર કરી લેશે.
✓ સુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સ અને રેગ્યુલર હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન વચ્ચે શું તફાવત છે?
Tસુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સ અને તમારી રેગ્યુલર હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે, તમારો હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન હોસ્પિટલમાં દાખલ થવાના તમારા સંપૂર્ણ ખર્ચને અથવા તમારા ખર્ચના 70% ને (તમારી હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીના આધારે) કવર કરી લેશે.
જો કે, સુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સ ફક્ત તમારા એવા ખર્ચને આવરી લે છે જે ચોક્કસ મર્યાદાથી ઉપર હોય.
ઉદાહરણ તરીકે: જો તમારી સુપર ટોપ અપ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી ફક્ત 5 લાખ પછી કવર કરે છે...આનો અર્થ એ છે કે જો તમારું બિલ 8 લાખનું છે, તો તમે તમારા ખિસ્સામાંથી અથવા તમારા સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી 5 લાખ ખર્ચ્યા પછી તે ફક્ત 3 લાખ માટે જ કવર પૂરૂં પાડશે.
✓ સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન શા માટે સસ્તો છે?
સુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન સસ્તો હોવાનું પ્રાથમિક કારણ એ છે કે, થયેલાં સમગ્ર ખર્ચને સુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરર દ્વારા ઉઠાવવામાં આવતો નથી. વધુમાં, ડિડક્ટિબલની મર્યાદા પસાર કર્યા પછી જ ખર્ચો વહન કરવામાં આવે છે.
✓ ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સ અને સુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સ વચ્ચે શું તફાવત છે?
તમે કદાચ ટોપ-અપ અને સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ એમ બંને વિશે વાંચ્યું હશે અને મૂંઝવણમાં હશો કે તેમની વચ્ચે ખરેખર શું તફાવત છે.
સરળ શબ્દોમાં કહીએ તો, ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સ માત્ર ત્યારે જ ખર્ચને કવર કરી લેશે જ્યારે એક જ ક્લેઇમ ડિડક્ટિબલની મર્યાદાની બહાર જાય.
જો કે, જ્યારે વર્ષ દરમિયાન એક કરતાં વધુ ક્લેઇમ ડિડક્ટિબલની મર્યાદાની બહાર જાય ત્યારે પણ સુપર-ટોપ અપ હેલ્થ ઈન્સ્યોરન્સ ખર્ચને કવર કરી લેશે.
ઉદાહરણ તરીકે: જો તમે 5 લાખની ડિડક્ટિબલ સાથેનો ટોપ-અપ પ્લાન પસંદ કર્યો હોય અને વર્ષ દરમિયાન, તમારી પાસે 4 લાખના બે ક્લેઇમ હોય, તો તમારો ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ એ ક્લેઇમને કવર કરશે નહીં કારણ કેીક સિંગલ ક્લેઇમ 5 લાખથી વધુ રકમનો નથી.
જો કે, એક સુપર ટોપ-અપ પ્લાન તેને કવર કરી લેશે કારણ કે વર્ષ દરમિયાન ક્લેઇમની કુલ રકમ રૂ.8 લાખ જેટલી હશે અને તેથી બાકીના 3 લાખને કવર કરી લેશે.
✓ સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સમાં ડિડક્ટિબલ હોવાનો અર્થ શું છે?
ડિડક્ટિબલ એ એવી રકમ છે જે તમારે અથવા તમારી પ્રાથમિક ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવાની હોય છે તે ઉપરાંત થતાં ખર્ચની ચુકવણી તમારો સુપર ટોપ-અપ ઇન્સ્યોરન્સ ચૂકવણી કરી શકે છે.
તેથી, ઉદાહરણ તરીકે, જો તમે તમારા ડિડક્ટિબલ તરીકે રૂ. 2 લાખનો ટોપ-અપ અથવા સુપર ટોપ-અપ પ્લાન પસંદ કર્યો છે અને તમારી સમ ઇન્સ્યોર્ડ તરીકે રૂ. 20 લાખ પસંદ કર્યા છે.
ક્લેઇમ દરમિયાન, જો તમારી પાસે કુલ રૂ. 3 લાખનો ક્લેઇમ છે, તો તમારો સુપર ટોપ-અપ ઇન્સ્યોરન્સ બાકીના 1 લાખ માટે ક્લેઇમ કરશે, જ્યારે તમારે પ્રથમ 2 લાખ (તમારા પોતાના ખિસ્સામાંથી અથવા તમારા ગૃપ મેડિકલ પ્લાન/પ્રાથમિક હેલ્થ ઇન્સ્યોરન્સ દ્વારા) ચૂકવવાના રહેશે.
✓ શું આયુષને સુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સમાં કવર કરવામાં આવે છે?
હા, ડિજીટનો સુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સ આયુષ દ્વારા મેળવવામાં આવતી સારવાર માટે પણ કવર કરે છે.
✓ સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવા માટે કોણ લાયક છે?
18 થી 65 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવા માટે લાયક છે.
✓ સુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સથી મારા માતા-પિતાને કેવી રીતે ફાયદો થશે?
જેમ જેમ વ્યક્તિ મોટી થાય છે તેમ તેમ હેલ્થકેરનો ખર્ચ પણ વધે છે. આનો અર્થ એ થાય છે કે, એક વર્ષમાં હેલ્થકેર માટેનો એકંદર ખર્ચ તમારા કોર્પોરેટ પ્લાન અથવા મૂળભૂત હેલ્થ ઇન્સ્યોરન્સ આવરી શકે છે તેના કરતાં વધુ હોઈ શકે છે.
✓ મારે શું પસંદ કરવું જોઈએ – ટોપ-અપ કે સુપર ટોપ-અપ પ્લાન?
મોટા ભાગના લોકો નાણાકીય અનિશ્ચિતતાઓને હળવી કરવા ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદે છે. જ્યારે ખર્ચ ડિડક્ટિબલની મર્યાદાની બહાર જાય છે ત્યારે ટોપ-અપ અને સુપર ટોપ-અપ બંને એ ખર્ચને મેનેજ કરવામાં મદદ કરે છે, પરંતુ જ્યારે એ સમગ્ર વર્ષ દરમિયાન થયેલો કુલ ખર્ચ ડિડક્ટિબલની મર્યાદાની બહાર જાય ત્યારે સુપર ટોપ-અપ એ ક્લેઇમને કવર કરી લેશે પરંતુ ટોપ-અપ ઇન્સ્યોરન્સ પ્લાન માત્ર એક જ સિંગલ ક્લેઇમ જો ડિડક્ટિબલની મર્યાદાની બહાર જાય તો જ તેને કવર કરશે.
તેથી, નાણાકીય પરિપ્રેક્ષ્યમાં, સુપર ટોપ-અપ પ્લાન તમને બચત કરવામાં અને ઘણો વધુ ફાયદો કરવામાં મદદ કરે છે!
✓ સુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સ મારી સમ ઇન્સ્યોર્ડને કેવી રીતે વધારે છે?
સુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સનો ખ્યાલ એવો છે કે, એકવાર તમે વર્ષ દરમિયાન આરોગ્ય સંબંધિત ક્લેઇમ પર તમારી ડિડક્ટિબલની મર્યાદા સુધીનો ખર્ચ કરી લો, પછી તમે વધારાના કવરેજ માટે તમારા સુપર ટોપ-અપ પ્લાનનો ઉપયોગ કરી શકો છો. આનો અર્થ એ છે કે, જો તમારી પાસે રૂ.3 લાખ સુધીનો કોર્પોરેટ હેલ્થ ઇન્સ્યોરન્સ છે અને રૂ10 લાખનો સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ છે, તો તમારી પાસે કુલ 13 લાખની સમ ઇન્સ્યોર્ડ હશે, જે તમારું સુપર ટોપ-અપ તમને પ્રાથમિક વધારો આપશે.
✓ મારા સુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમને કયા પરિબળો અસર કરશે?
તમારા સુપર ટોપ-અપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરશે તેવા પરિબળોમાં તમારી ઉંમર, ભૌગોલિક સ્થાન અને તમારા સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સના ભાગ રૂપે તમે પસંદ કરેલ ડિડક્ટિબલ અને સમ ઇન્સ્યોર્ડનો સમાવેશ થાય છે.