ડિજિટ હેલ્થ ઈન્સ્યોરન્સ આકસ્મિક, માંદગી અને કોવિડ-19 હોસ્પિટલાઈઝેશનને આવરી લે છે
હેલ્થ ઇન્શ્યુરન્સ એ ભારતની વિશાળ વસ્તી દ્વારા સૌથી વધુ ઇચ્છિત લોકપ્રિય ઉત્પાદન છે. પ્રથમ વખત વર્ષ 1948માં કર્મચારીઓ માટે પ્રથમ સરકાર દ્વારા પ્રાયોજિત હેલ્થ ઇન્શ્યુરન્સ બહાર પડાયો હતો. પરંતુ સ્પોન્સરશિપ માત્ર બ્લુ કોલર્ડ કામદારો માટે હતુ. ટૂંક સમયમાં કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે આ યોજના શરૂ કરી.
પછીના વર્ષોમાં જ્યારે 1973માં જનરલ ઈન્સ્યોરન્સનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે ચારેય કંપનીઓએ મેડિક્લેમ પોલિસી રજૂ કરી. ધીરે-ધીરે આ ક્ષેત્ર ખાનગી-ક્ષેત્રના ઇન્શ્યુરન્સ કંપનીઓ માટે પણ ખુલતું ગયુ અને તેમણે હેલ્થ પ્રોડક્ટોના વૈવિધ્યકરણમાં ફાળો આપ્યો.
ઇન્શ્યુરન્સ પોલિસીનો એક પ્રકાર કે જે તબીબી અને સર્જરી ખર્ચ માટે વીમાધારકને આવરી લે છે. પોલિસીધારક કવરેજની મર્યાદા પસંદ કરે છે અને તેના માટે ઇન્શ્યુરન્સ કંપનીને પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. દાવા સમયે પોલિસીધારકને બીમારી અથવા ઈજાને કારણે સારવાર માટે થયેલા ખર્ચની ભરપાઈ કરવામાં આવશે.
ઘણા માને છે કે હેલ્થ ઇન્શ્યુરન્સ ફક્ત વૃદ્ધ લોકો માટે જ છે. આનું કારણ છે કે લોકો વિચારે છે કે ગંભીર બીમારી માટે જ હેલ્થ ઇન્શ્યુરન્સ હોય છે. જોકે આ સાચું નથી કારણ કે હેલ્થ ઇન્શ્યુરન્સ અકસ્માત-સંબંધિત હોસ્પિટલમાં દાખલ થવાથી, બીમારીઓ અને કેટલાક કિસ્સાઓમાં વાર્ષિક હેલ્થ તપાસ સહિતની તમામ પ્રકારની તબીબી કટોકટીને આવરી લે છે.
તદુપરાંત, લોકો ઘણીવાર નાની ઉંમરે હેલ્થ ઇન્શ્યુરન્સ ખરીદવાના ફાયદાઓને સમજી શકતા નથી. દરેક દાવા-મુક્ત વર્ષ માટે વીમાધારકને બોનસ મળે છે જે સંચિત રીતે ઉમેરવામાં આવે છે.
અનેક વ્યક્તિઓ માને છે કે તેમની હેલ્થ પોલિસી શરૂ થયાના દિવસથી તેમને તમામ બીમારીઓ અને સારવાર સામે આવરી લે છે. પરંતુ આ હકીકત નથી.
ઘણા રોગોમાં 1,2,3 અને 4 વર્ષ સુધીનો પણ રાહ જોવાનો સમય હોય છે. કેટલાક લિસ્ટેડ રોગો પોલિસી હેઠળ આવરી લેવામાં આવતા નથી. સામાન્ય રીતે, પોલિસીના પ્રથમ 30 દિવસ સુધી કોઈ બીમારીને આવરી લેવામાં આવશે નહીં.
કંપની/નોકરીદાતા દ્વારા આપવામાં આવતા ગ્રુપ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી ને વ્યક્તિઓ દ્વારા પૂરતી સમજાય છે. પરંતુ કવરની વાસ્તવિક મર્યાદા ગ્રુપ ક્લેમ રેશિયો દ્વારા સંચાલિત થાય છે.
ઉપરાંત, તે કુટુંબના સભ્યોને આવરી લે તે જરૂરી નથી. કર્મચારીઓ માને છે કે વીમાદાતા/ઇન્શ્યુરર તમામ નુકસાન માટે ચૂકવણી કરશે અને તેના એમ્પ્લોયર દ્વારા દરેક બાબતની કાળજી લેવામાં આવશે.
ગ્રુપ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી સિવાય વ્યક્તિએ પોતાના માટે અલગ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. આ કવર તમે કંપની સાથે જોડાયેલા છો ત્યાં સુધી જ મળે છે.
જો તમે કંપની બદલો છો તો તમે અત્યાર સુધી મેળવેલ લાભ ગુમાવી શકો છો. પરંતુ વ્યક્તિગત પોલિસી હેઠળ જો પોલિસી સમયસર કોઈ ગેપ વગર નવીકરણ/રિન્યૂ કરવામાં આવે તો તમામ લાભ ચાલુ જ રહેશે.
આ એક સામાન્ય ભ્રમણા/માન્યતા છે કે ઇન્શ્યુરન્સ કંપનીઓ દ્વારા પ્રસૂતિ કવચ બિલકુલ પૂરું પાડવામાં આવતું નથી. આ સાચું નથી કારણ કે કોઈપણ હેલ્થ ઇન્શ્યુરન્સ કંપની પાસેથી મેટરનિટી કવર ખરીદી શકાય છે.
હકીકત એ છે કે પ્રસૂતિ અથવા ગર્ભાવસ્થા કવર લગભગ 24 મહિનાની રાહ સમય/વેઈટિંગ પીરિયડ સાથે આવે છે. આથી જો તમે ટૂંક સમયમાં માતા-પિતા બનવાનું આયોજન કરી રહ્યાં હોવ તો આ કવર પસંદ કરવું શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.
પોલિસી લેતી વખતે પહેલાથી અસ્તિત્વમાં રહેલી બીમારી સહિતની હકીકતો જાહેર ન કરવી એ સારો વિચાર નથી. તેઓ તેમની વિગતો છુપાવવાનો પ્રયાસ કરે છે પરંતુ આ તરકીબને કારણે તેઓ વધારાના પૈસા ખોવે છે. પોલિસી લેતી વખતે આરોગ્યની સ્પષ્ટ સ્થિતી જાહેર કરવી હંમેશા વધુ હિતકારક રહે છે.
IRDA દ્વારા સામાન્ય નિયમન મુજબ કેટલાક રોગોમાં રાહ સમય/વેઈટિંગ પીરિયડ હોય છે. કોઈપણ કિસ્સામાં તમારા પહેલાથી અસ્તિત્વમાં રહેલ બિમારીનું ડોક્ટર દ્વારા નિદાન કરવામાં આવશે. તેથી, વિગતો છુપાવવાનો કોઈ અર્થ નથી.
હેલ્થ ઇન્શ્યુરન્સનું વેચાણ ઓનલાઇન ધીમે-ધીમે વધ્યું છે. પરંતુ લોકો માને છે કે ઓનલાઈન ખરીદી તેમને છેતરપિંડીનો ભોગ બનાવી શકે છે.
આ સાચું નથી કારણ કે ઇન્શ્યુરરએ પોલિસીને સગવડતાથી ખરીદવા માટે જ તેમના ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યા છે. લોકો ઈન્ટરનેટ પર પોલિસીની તુલના કરી શકે છે અને ખરીદી શકે છે. તે ઝડપી અને સલામત પણ છે.
લોકોને વિશ્વાસ છે કે જે કંપનીઓ તેમને ઓછી કિંમતે હેલ્થ પ્રોડક્ટ ઓફર કરે છે તે અધિકૃત છે. તેઓ માને છે કે ઓછા પ્રીમિયમ પર તેઓ દરેક દાવા-મુક્ત વર્ષ માટે નાણાં બચાવશે. પરંતુ હકીકત એ છે કે આ ઓછી કિંમતની પોલિસીઓ કેટલીક પ્રતિબંધિત ઓફરો સાથે આવી શકે છે.
વ્યક્તિએ હંમેશા જરૂરી હોય તેવા અને ઓફર કરેલા કવરેજ માટે પ્રોડક્ટનું મૂલ્યાંકન કરવું જોઈએ. હેલ્થ ઇન્શ્યુરન્સ પ્રોડકટની યોગ્ય સરખામણી ઘણી મદદરૂપ થશે.
લોકો સામાન્ય રીતે જૂની હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી દસ્તાવેજોનો નાશ કરે છે. તેમના મતે અન્ય પોલિસીથી વિપરીત હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી કોઈ કામની નથી. પરંતુ આ જૂની પોલિસી સાબિતી આપશે કે ઇન્શ્યુરન્સ છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ હતો. દાવાના સમયે TPA દ્વારા જરૂરી માહિતીનો આ એક મહત્વપૂર્ણ ભાગ છે.
આજની જીવનશૈલી અને તણાવના સ્તરને ધ્યાનમાં લેતાં હેલ્થ માટે જોખમો વધી ગયા છે. હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી હોવી જરૂરી છે. પરંતુ લોકો તેમની માંગ અને પ્રોડકટ ઉપલબ્ધતા સાથે તેમના વિચારોમાં સ્પષ્ટ હોવા જોઈએ.
વાંચો: COVID 19 ઇન્શ્યુરન્સ પોલિસીના કવરેજ વિશે વધુ જાણો