સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ એ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીનો એક એવો પ્રકાર છે જે યુવાન વ્યક્તિને વિવિધ બિમારીઓ માટે, હોસ્પિટલમાં દાખલ થવા માટે, બાળકની ડિલિવરીના ખર્ચ માટે અને અન્ય મોટી અને નાની આરોગ્ય સંબંધિત સ્થિતિઓ કે જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઊભી થઈ શકે છે, તેનાથી પોતાની જાતને બચાવવા અને કવર કરવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવે છે.
એક વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી આવશ્યક રીતે એક પરિવાર વિનાના યુવાન વ્યક્તિ માટે ડિઝાઇન કરવામાં આવતી હોવા છતાં, તમે તમારા જીવનસાથી, વરિષ્ઠ માતા-પિતા અને બાળકોને કવર કરવા માટે તમારા પ્લાનને કસ્ટમાઇઝ કરી શકો છો.
આજે, વધુને વધુ લોકો તેનાથી મળતા તબીબી અને કર એમ બન્ને પ્રકારના લાભોને કારણે વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદવાનું પસંદ કરી રહ્યા છે!
કારણ કે તમે ગમે તેટલી માત્રામાં રોલ્ડ ઓટ્સ અને બ્રાઉન બ્રેડ જેવો સારો આહાર લેશો, તેનાથી તમારા આરોગ્યને અથવા તમારી સંપત્તિને સંપૂર્ણ સુરક્ષા મળશે નહીં.
સૌથી મહત્વાકાંક્ષી, છતાં સૌથી વધુ તણાવગ્રસ્ત પેઢી માટે. જેઓ કોઈપણ સમાધાન વિના વિશ્વને સિદ્ધ કરવા માંગે છે, તેમના માટે. જેઓ આરોગ્ય માટે વધુને વધુ સભાન બની રહ્યા છે અને તેમના શારીરિક અને માનસિક આરોગ્ય એમ બંનેને મહત્ત્વ આપે છે તેમના માટે. જેઓ સગવડ અને પૈસાને ચાહે છે અને બધું જ માત્ર એક બટન જેટલું દૂર રાખવા માટે ટેવાયેલા છે.
કવરેજ
ડબલ વૉલેટ પ્લાન
અમર્યાદિત વૉલેટ પ્લાન
વિશ્વવ્યાપી સારવાર યોજના
મહત્વપૂર્ણ સુવિધાઓ
આમાં બીમારી, અકસ્માત, ગંભીર બીમારી અથવા તો કોવિડ 19 જેવા રોગચાળા સહિતના તમામ હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેવામાં આવે છે. જ્યાં સુધી કુલ ખર્ચ તમારી ઇન્સ્યોરન્સ રકમ સુધી હોય ત્યાં સુધી તેનો ઉપયોગ બહુવિધ હોસ્પિટલમાં દાખલ થવા માટે કરી શકાય છે.
કોઈપણ બિન-આકસ્મિક બીમારી સંબંધિત સારવાર માટે તમારે તમારી પોલિસીના પ્રથમ દિવસથી નિર્ધારિત સમયગાળાની રાહ જોવી પડશે. આ પ્રારંભિક વેઈટિંગ પિરિયડ છે.
ઘરે હેલ્થકેર, ફોન પર કન્સલ્ટેશન, યોગા અને માનસિક શાંતિ જેવા વિશિષ્ટ વેલનેસ બેનિફિટ અને બીજા ઘણા બધા અમારી ઍપ પર ઉપલબ્ધ છે.
અમે બેક-અપ માટેની ઇન્સ્યોરન્સની રકમ પૂરી પાડીએ છીએ જે તમારી ઇન્સ્યોરન્સની રકમના 100% છે. ઇન્સ્યોરન્સની રકમ માટે બેક અપ કેવી રીતે કાર્ય કરે છે? ધારો કે તમારી પોલિસીની ઇન્સ્યોરન્સની રકમ રૂ. 5 લાખ છે. તમે રૂ. 50,000 નો દાવો કરો. ડિજીટ આપોઆપ વોલેટ લાભને ધ્યાનમાં લે છે. તેથી તમારી પાસે હવે વર્ષ માટે 4.5 લાખ + 5 લાખ ઇન્સ્યોરન્સની રકમ ઉપલબ્ધ છે. જો કે, એક જ દાવો, ઉપરોક્ત કિસ્સામાં, 5 લાખની બેઝ ઇન્સ્યોરન્સ રકમ કરતાં વધુ હોઈ શકતો નથી.
પોલિસી વર્ષમાં કોઈ દાવો કર્યો નથી? તમને બોનસ મળે છે-સ્વસ્થ રહેવા અને દાવા મુક્ત રહેવા માટે તમારી કુલ ઇન્સ્યોરન્સની રકમમાં વધારાની રકમ મળે છે!
રૂમની વિવિધ શ્રેણીઓનું ભાડું અલગ અલગ હોય છે. જેમ કે હોટલના રૂમમાં ટેરિફ હોય છે. ડિજીટ પ્લાન તમને રૂમ ભાડાની મર્યાદા ન હોવાનો લાભ આપે છે, જ્યાં સુધી તે તમારી ઇન્સ્યોરન્સની રકમથી ઓછું હોય.
હેલ્થ પ્લાન ફક્ત 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવા માટેના તબીબી ખર્ચને આવરી લે છે. ડે કેર પ્રક્રિયાઓ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવતી તબીબી સારવારનો સંદર્ભ આપે છે, જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને થતી પ્રક્રિયાઓ જેમ કે મોતિયો, ડાયાલિસિસ વગેરે છે જેના કારણે 24 કલાકથી ઓછા સમયની જરૂર પડે છે.
વિશ્વવ્યાપી કવરેજ સાથે વિશ્વ કક્ષાની સારવાર મેળવો! જો તમારા ડૉક્ટર ભારતમાં તમારા હેલ્થ ચેક અપ દરમિયાન કોઈ બીમારીનું નિદાન કરે છે અને તમે વિદેશમાં સારવાર કરાવવા ઈચ્છો છો, તો અમે તમારા માટે છીએ. તમે કવર છો!
અમે તમારી યોજનામાં દર્શાવેલ રકમ સુધી તમારા હેલ્થ ચેકઅપ ખર્ચ માટે ચૂકવણી કરીએ છીએ. ટેસ્ટના પ્રકાર પર કોઈ નિયંત્રણો નથી! પછી તે ECG હોય કે થાઇરોઇડ પ્રોફાઇલ. દાવાની મર્યાદા તપાસવા માટે તમે તમારા પોલિસી શેડ્યૂલને જોઇને ખાતરી કરો.
કટોકટી ભરેલી જીવન માટે જોખમી સ્વાસ્થ્ય સ્થિતિઓ હોઈ શકે છે જેને હોસ્પિટલમાં તાત્કાલિક પરિવહનની જરૂર પડી શકે છે. અમે આને સંપૂર્ણ રીતે સમજીએ છીએ અને પ્લેન અથવા હેલિકોપ્ટરમાં હોસ્પિટલમાં તમારા પરિવહન માટે થયેલા ખર્ચની ભરપાઈ કરીએ છીએ.
કો-પેમેન્ટનો અર્થ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ ખર્ચની વહેંચણીની જરૂરિયાત છે જે પૉલિસીધારક/ઇન્સ્યોરન્સધારક સ્વીકાર્ય દાવાની રકમની ચોક્કસ ટકાવારી સહન કરશે તે અંગેની માહિતી પૂરી પાડે છે. તે ઇન્સ્યોરન્સની રકમમાં ઘટાડો કરતું નથી. આ ટકાવારી વિવિધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે ઉંમર, અથવા ક્યારેક તમારા સારવાર શહેર પર પણ જેને ઝોન આધારિત કોપેમેન્ટ કહેવાય છે. અમારા પ્લાનમાં, વય આધારિત અથવા ઝોન આધારિત કોઈ ચુકવણી સામેલ નથી.
જો તમે હોસ્પિટલમાં દાખલ હોવ તો રોડ એમ્બ્યુલન્સના ખર્ચ માટે વળતર મેળવો.
આ કવર હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના તમામ ખર્ચ માટે છે જેમ કે નિદાન, પરીક્ષણો અને રિકવરી.
બીજી સુવિધાઓ
જે રોગ અથવા સ્થિતિ તમે પહેલાથી જ પીડિત છો અને પોલિસી લેતા પહેલા અમને જાહેર કર્યું છે અને અમારા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે તે તમારી પોલિસી શેડ્યૂલમાં પસંદ કરેલ અને ઉલ્લેખિત પ્લાન મુજબ વેઈટિંગ પિરિયડ છે.
જ્યાં સુધી તમે કોઈ ચોક્કસ બીમારી માટે દાવો ન કરી શકો ત્યાં સુધી તમારે રાહ જોવા માટેની આ રકમ છે. ડિજિટ પર તે 2 વર્ષ છે અને પોલિસી એક્ટિવેશનના દિવસથી શરૂ થાય છે. બાકાતની સંપૂર્ણ સૂચિ માટે, તમારી પોલિસીના શબ્દોના સ્ટાન્ડર્ડ એક્સક્લુઝન્સ (બાકાત02)ને વાંચો.
જો તમે પૉલિસીના સમયગાળા દરમિયાન આકસ્મિક શારીરિક ઈજા થાય છે જે અકસ્માતની તારીખથી બાર (12) મહિનાની અંદર તમારા મૃત્યુનું એકમાત્ર અને સીધુ કારણ છે, તો અમે આ કવર અને પસંદ કરેલ યોજના મુજબ પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ ઇન્સ્યોરન્સની 100% રકમ ચૂકવીશું.
તમારા અંગ દાતાને તમારી પોલિસીમાં આવરી લેવામાં આવે છે. અમે દાતાના હોસ્પિટલમાં દાખલ થવા પહેલાના અને પછીના ખર્ચની પણ કાળજી રાખીએ છીએ. અંગ દાન એ અત્યાર સુધીના સૌથી ભલાઈના કાર્યોમાંનું એક છે અને આપણે વિચારીએ છીએ કે,આપણે શા માટે તેનો ભાગ ન બનીએ!
હોસ્પિટલોમાં બેડની અછત થઈ શકે છે, અથવા હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીની સ્થિતિ ખરાબ હોઈ શકે છે. ગભરાશો નહીં! જો તમે ઘરે સારવાર કરાવો તો પણ અમે તમને તબીબી ખર્ચ માટે કવર કરીએ છીએ.
સ્થૂળતા ઘણા સ્વાસ્થ્ય સમસ્યાઓનું મૂળ કારણ હોઈ શકે છે. અમે આને સંપૂર્ણપણે સમજીએ છીએ, અને જ્યારે તે તબીબી રીતે જરૂરી હોય અને તમારા ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવે ત્યારે બેરિયાટ્રિક સર્જરી માટે પણ આવરી લઈએ છીએ. જો કે, જો આ સારવાર માટે કોસ્મેટિક કારણોસર હોસ્પિટલમાં દાખલ થવાનું હોય તો અમે તેને આવરી લેતા નથી.
જો કોઈ આઘાતને કારણે, સભ્યને માનસિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે, તો તેને રૂ. 1,00,000 સુધીના આ લાભ હેઠળ આવરી લેવામાં આવશે. જો કે, OPD કન્સલટેશન આમાં આવરી લેવામાં આવતું નથી. માનસિક બીમારી કવર માટે વેઈટિંગ પિરિયડ ચોક્કસ બીમારીના વેઈટિંગ પિરિયડ જેવો જ છે.
હોસ્પિટલમાં દાખલ થયા પહેલા, દરમિયાન અને પછી, ત્યાં અન્ય ઘણી તબીબી સહાય અને ખર્ચ છે જેમ કે ચાલવા માટેની સહાય, ક્રેપ બેન્ડેજ, બેલ્ટ વગેરે, જેના પર તમારા ખિસ્સામાંથી ખર્ચ કરવાની જરૂર છે. આ કવર આ ખર્ચાઓનું ધ્યાન રાખે છે જે અન્યથા પોલિસીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
કો-પેમેન્ટ |
ના |
રૂમ ભાડાની મર્યાદા |
ના |
કેશલેસ હોસ્પિટલ્સ |
સમગ્ર ભારતમાં 10500+ નેટવર્ક હોસ્પિટલો |
ઇનબિલ્ટ પર્સનલ એક્સિડન્ટ કવર |
હા |
વેલનેસ બેનિફિટ |
10+ વેલનેસ પાર્ટનર્સ તરફથી ઉપલબ્ધ |
શહેર આધારિત વળતર |
10% સુધી વળતર |
વિશ્વવ્યાપી કવરેજ |
હા* |
સારું હેલ્થ વળતર |
5% સુધી વળતર |
ઉપભોક્તા કવર |
એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે |
વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ એ એક એવા પ્રકારની હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી છે જે એકલ વ્યક્તિ માટે કસ્ટમાઇઝ કરવામાં આવી છે; સામાન્ય રીતે, 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે તમારા જીવનકાળ દરમિયાન ઊભી થતી વિવિધ બીમારીઓ, હોસ્પિટલમાં દાખલ થવા અને અન્ય તબીબી કટોકટીઓથી પોતાને બચાવવા અને તેને કવર કરી લેવા માટે.
જ્યારે વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ અનિવાર્યપણે પરિવાર વિનાના યુવાન લોકો માટે રચાયેલ છે, ત્યારે પણ તમે તમારા વરિષ્ઠ માતાપિતા, જીવનસાથી અને બે બાળકો જેવા આશ્રિતોને આવરી લેવાનું પસંદ કરી શકો છો.
વધુમાં, જો તમે ટૂંક સમયમાં લગ્ન કરવા અને બાળકો ધરાવવાનું આયોજન કરી રહ્યાં છો, તો તમે સમયસર રાહ જોવાની અવધિ પૂર્ણ કરો તેની ખાતરી કરવા માટે તમે અગાઉથી પ્રસૂતિ લાભ માટેની પસંદગી પણ કરી શકો છો.
હેલ્થ ઇન્સ્યોરન્સને ઘણીવાર જટિલ અને અસ્પષ્ટ તરીકે જોવામાં આવે છે. મોટા ભાગે, લોકોએ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીઓને તેના અન્ય, વધુ સુસંગત લાભો જોયા વિના, માત્ર કર લાભો મેળવવા માટે જ ખરીદી છે; જેમ કે તે તમને વિવિધ બીમારીઓ અને તબીબી કટોકટી સામે કેવી રીતે રક્ષણ આપે છે અને સુરક્ષિત બનાવે છે.
જો કે, હવે સમય બદલાઈ ગયો છે અને સદનસીબે આજે ઘણા બધા હેલ્થ ઇન્સ્યોરન્સ હવે ડિજિટલ થઈ ગયા છે. તે હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવે છે એટલું જ નહીં, તમને તેના વિશે વધુ જાણવા, હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન્સની ઑનલાઇન સરખામણી કરવા અને તમારી વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર તમારા પ્લાનને માત્ર થોડી ક્લિક્સમાં કસ્ટમાઇઝ કરવાની રાહત પણ આપે છે. બિલકુલ કોઈ પેપરવર્ક નથી!
હેલ્થ ઈન્સ્યોરન્સને ઑનલાઈન લેવાનું સરળ બનાવાયું: ડિજીટનો એક મુખ્ય ફાયદો એ છે કે, હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદવાથી લઈને ક્લેમ કરવા સુધીની દરેક વસ્તુ ડિજિટલ ફ્રેન્ડલી છે. આનો અર્થ એ છે કે, તમે તમારા ઘર પર આરામથી તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદીને તેને કસ્ટમાઇઝ કરી શકો છો. વધુમાં, આ ઓનલાઈન પ્રક્રિયાઓ સુનિશ્ચિત કરે છે કે બધું જ પારદર્શક છે, જેથી તમે બરાબર જાણો છો કે તમારે શું અપેક્ષા રાખવી જોઈએ.
કેશલેસ સેટલમેન્ટ ઉપલબ્ધ: કેશલેસ સેટલમેન્ટનો અર્થ એ છે કે તમે તમારા ખિસ્સામાંથી ચૂકવણી કર્યા વિના ક્લેઇમ કરી શકો છો. આ ફક્ત તમારી ક્લેઇમ કરવાની પ્રક્રિયાને સરળ બનાવતું નથી પરંતુ, એ પણ સુનિશ્ચિત કરે છે કે તમારે જાતે પૈસા ભરવાની ચિંતા કરવાની જરૂર નથી. આવું ત્યારે જ શક્ય છે જ્યારે તમે ડિજીટના નેટવર્કનો ભાગ હોય તેવી હોસ્પિટલની સેવાઓનો ઉપયોગ કરો.
હોસ્પિટલનું વિશાળ નેટવર્ક: કેશલેસ સેટલમેન્ટનો લાભ મેળવવા માટે, તમારે ઉપલબ્ધ હોસ્પિટલોની સારી શ્રેણીની જરૂર રહે છે. સદનસીબે, ડિજીટ તેના પોલિસીધારકોને સમગ્ર ભારતમાંથી પસંદ કરવા માટે ભાગીદાર હોસ્પિટલોની વિશાળ શ્રેણી ઓફર કરે છે.
કસ્ટમાઇઝ કરેલાં હેલ્થ પ્લાન: જ્યારે તમે ડિજીટ સાથે ઑનલાઈન હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો છો, ત્યારે તમને તમારી વ્યક્તિગત જરૂરિયાતો અને આવશ્યકતાઓને આધારે તમારા હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનને કસ્ટમાઈઝ કરવાનો લાભ મળે છે. દાખલા તરીકે; તમે એક પોલિસી ટર્મ માટે તમારી સમ ઇન્સ્યોર્ડને પણ કસ્ટમાઇઝ કરી શકો છો. આખરે, તમે તમારી જાતને બીજા કોઈ કરતાં વધુ સારી રીતે જાણો છો.
તમારા શારીરિક અને માનસિક આરોગ્યની કાળજી લે છે: ડિજિટ પર, અમે તમારા શારીરિક આરોગ્ય માટે જ નહીં, પરંતુ તમારા માનસિક આરોગ્ય માટે પણ કવરેજ આપીએ છીએ. આખરે, અમે માનીએ છીએ કે એ બંને વ્યક્તિના એકંદર આરોગ્ય અને સુખાકારીને જાળવવામાં એક સાથે કાર્યરત રહે છે.
જો તમે ક્યારેય ઓનલાઈન હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદેલો નથી, તો અમે જાણીએ છીએ કે આ કદાચ તમારા માટે થોડું મૂંઝવણભર્યું બની શકે છે. પરંતુ, તેથી જ અમે અમારો ઇન્સ્યોરન્સ હંમેશા સરળ રાખ્યો છે અને અહીં અમે તમને વિવિધ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનની ઑનલાઇન સરખામણી કેવી રીતે કરવી અને આખરે યોગ્ય પસંદગી કેવી રીતે કરવી તે અંગે ઝડપી માર્ગદર્શન આપીશું.
સમ ઇન્સ્યોર્ડ: સૌથી મહત્વપૂર્ણ બાબત! આખરે, આ તમારા ક્લેઇમના સમયે તમને પ્રાપ્ત થશે તે રકમનો સમાવેશ કરે છે. તેથી, એક સક્ષમ સમ ઇન્સ્યોર્ડ માટે સમજદારીપૂર્વક પસંદગી કરો અને ઓછા પ્રીમિયમને કારણે માત્ર કોઈપણ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદવામાં મૂર્ખ ન બનો (આનો સામાન્ય રીતે અર્થ એ થશે કે, સમ ઇન્સ્યોર્ડ પણ ઓછી છે!)
વાસ્તવિક લાભો: વ્યક્તિગત હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદતાં પહેલાં કૃપા કરીને પોલિસીના નિયમો અને શરતો વાંચો, કારણ કે ઘણા બધા લાભો ફેન્સી લાગે છે પરંતુ જ્યારે તમે તેમની શરતો પર પહોંચો છો ત્યારે તમને ખ્યાલ આવી શકે છે કે તેમની સાથે સંકળાયેલ જો અને પરંતુને કારણે તેનો ક્લેઇમ કરવો મુશ્કેલ છે.
ક્લેઈમ સેટલમેન્ટ રેકોર્ડઃ હંમેશા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીના ક્લેઈમ સેટલમેન્ટ રેકોર્ડને જુઓ. પ્રક્રિયાઓ શું છે? તેઓ ક્લેઇમ સેટલમેન્ટમાં કેટલાં ઝડપી છે? શું તે સરળ છે? શું તે સંપૂર્ણપણે ડિજીટલ છે અથવા તેમાં પેપરનો સમાવેશ થાય છે? શરૂઆતથી જ આ સ્પષ્ટતાઓની જાણકારી રાખવાથી ખાતરી થશે કે તમે તમારા માટે સૌથી યોગ્ય શું પસંદ કરો છો અને તે મુજબ યોગ્ય પસંદગી જ કરો છો.
પ્રીમિયમ: ચોક્કસપણે, આ કંઈક એવું છે જે તમે ચોક્કસપણે કરશો! પરંતુ ખાતરી કરો કે તમે માત્ર સૌથી સસ્તો હેલ્થ ઇન્સ્યોરન્સ એટલા માટે પસંદ નથી કરતાં, કારણ કે તે ઓછા પ્રીમિયમ સાથે આવે છે, પરંતુ, સમ ઇન્સ્યોર્ડ, લાભો, સેવાઓ વગેરે જુઓ અને તે બધામાંથી સૌથી મૂલ્યવાન વિકલ્પ શું લાગે છે તે નક્કી કરો.
તેનું નામ સૂચવે છે તેમ, કેશલેસ ક્લેઇમ એ છે જ્યારે તમારે તમારા ખિસ્સામાંથી કંઈપણ ચૂકવવાની જરૂર નથી. જો કે, આ ફક્ત ત્યારે જ શક્ય છે જો તમે અમારી નેટવર્ક હોસ્પિટલોમાંની કોઈ એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હોવ.
કેશલેસ હેલ્થ ક્લેઇમને કઈ રીતે સેટલ કરવો?
1. આયોજિત હોસ્પિટલાઇઝેશનના કિસ્સામાં દાખલ થવાના 72 કલાક પહેલાં અથવા કટોકટીની સ્થિતિમાં હોસ્પિટલાઇઝેશનના કિસ્સામાં દાખલ થયાના 24 કલાકની અંદર, ફોન કૉલ કરીને અથવા ઇમેઇલ દ્વારા અમારો સંપર્ક કરો.
2. તમારા હેલ્થ કાર્ડ/ઈ-કાર્ડની નકલ સાથે સંબંધિત હોસ્પિટલ ઓથોરિટી સાથે ID પ્રૂફ શેર કરો અને હોસ્પિટલમાંથી પ્રી-ઓથોરાઈઝેશન ફોર્મ મેળવો.
3. ફોર્મ ભરો, સહી કરો અને સંબંધિત હોસ્પિટલ ઓથોરિટીને સબમિટ કરો.
4. ખાતરી કરો કે હોસ્પિટલ આગળની પ્રક્રિયા માટે તમારું સહી કરેલું ફોર્મ થર્ડ-પાર્ટી એડમિનિસ્ટ્રેટર (TPA) અથવા સેવા પ્રદાતાની સાથે શેર કરે છે.
5. એકવાર તમારા ફોર્મની પ્રક્રિયા થઈ જાય, TPA તમારી પોલિસીના નિયમો અને શરતો સાથે હોસ્પિટલની સાથે ક્લેઇમની પ્રત્યક્ષ પુષ્ટિ કર્યા પછી એક ઑથોરાઇઝેશન લેટર જારી કરશે.
6. એકવાર બધું મંજૂર થઈ જાય અને તમે આગળ વધો ત્યારબાદ, જરૂરી સારવાર લેવાનું એ સંબંધિત ફોર્મ ભરવાની તારીખથી 15 દિવસની અંદર થવું જોઈએ.
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સૌથી સામાન્ય ક્લેઇમમાંનો એક રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ છે. આ મુખ્યત્વે એટલા માટે જરૂરી છે કે, તમે અમારી નેટવર્ક હોસ્પિટલમાંથી કોઈ એક હોસ્પિટલમાં જાઓ કે ન જાઓ, આ પ્રકારના ક્લેઇમનો ઉપયોગ ભારતમાં કોઈપણ હોસ્પિટલમાં થઈ શકે છે. તમારે નિયત સમયમાં જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે અને અમારી પાસેથી રિઇમ્બર્સમેન્ટની રકમ પ્રાપ્ત કરવી પડશે.
રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમના સેટલમેન્ટ માટેની પ્રક્રિયા શું છે?
1. હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકની અંદર અમને અથવા TPA ને તમે જેના માટે હોસ્પિટલની સેવાઓનો ઉપયોગ કરી રહ્યાં છો તેની જાણ કરો.
2. ડિસ્ચાર્જ થયાના 30 દિવસની અંદર તમારા હોસ્પિટલમાં દાખલ થવા અથવા સારવાર સંબંધિત તમામ અસલ દસ્તાવેજો અને બિલ સબમિટ કરો.
3. અમારી ટીમ સબમિટ કરેલા દસ્તાવેજોનો સંપૂર્ણ અભ્યાસ કરશે અને 30 દિવસની અંદર જરૂરી રકમની ભરપાઈ કરશે. જો અમે તેવું ન કરીએ તો, અમે તમને વર્તમાન બેંક વ્યાજ દર કરતાં વધારાના 2% વ્યાજ ચૂકવવા માટે જવાબદાર હોઈશું.
ઘણા લોકોને વારંવાર આશ્ચર્ય થાય છે... આખરે, મારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રિમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? વિવિધ પરિબળોના સંયોજનના આધારે, તમારું હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ નીચેના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે:
1. તમારી ઉંમર: જ્યારે યુવા અને વૃદ્ધ બંને લોકો માટે આરોગ્યની સ્થિતિ વધી રહી છે, ત્યારે યુવાન લોકો હજુ પણ ઘણા સ્વસ્થ છે. વધુમાં, તમે જેટલા નાના છો, પ્રસૂતિના લાભો અને ગંભીર બીમારીઓ જેવી બાબતો માટે તમારો રાહ જોવાનો સમયગાળો પૂરો કરવા માટે તમને વધુ સમય મળશે. તેથી, તમે જેટલા નાના છો, તમારું પ્રીમિયમ તેટલું ઓછું છે! હવે તમે જાણો છો કે લોકો શા માટે યુવા પેઢીને જીવનની શરૂઆતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાની સલાહ આપે છે!
2. જીવનશૈલી: દરેક વસ્તુ ફક્ત આજની આપણી જીવનશૈલી પર આધારિત છે, શું તેવું નથી? તેવી જ રીતે, આપણું આરોગ્ય પણ આપણે જે વિવિધ જીવનશૈલીની પસંદગીઓ કરીએ છીએ તેના પર નિર્ભર છે. સારી અને ખરાબ બંને આદતોના આધારે, તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રિમિયમ પણ તેનાથી પ્રભાવિત થશે.
તેથી કૃપા કરીને ખાતરી કરો કે તમે તમારા વિશે બધું જ જાહેર કરો છો. તમે જિમના જંકી છો કે નહીં ત્યાંથી શરૂ કરીને તમે ધૂમ્રપાન કરનારા છો કે નહીં તે બધું જ જણાવો. જો તમે અહીં ખોટી વિગતો દ્વારા દૂર પહોંચવાનો પ્રયાસ કરો છો, તો પણ તે મોટાભાગે તમારા ક્લેઇમ દરમિયાન નક્કી કરવામાં આવશે અને તમારો ક્લેઇમ સંપૂર્ણપણે રદ કરવામાં આવશે!
3. પહેલાંથી મોજૂદ રોગો અથવા સ્થિતિઓ: એવી સ્થિતિ, બિમારી અથવા ઈજા કે જેના માટે તમે તમારી અગાઉની પોલિસીના ઓછામાં ઓછા 48 મહિના પહેલાંથી જ એ ચિહ્નો અને લક્ષણોનો અનુભવ કરી રહ્યાં હોવ તો તેવા કિસ્સામાં, તમારી વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીની ખરીદી કરતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે તેને જાહેર કરવાની જરૂર છે. તમારી સ્થિતિ, બિમારી અથવા ઈજાના પ્રકાર પર આધારિત; તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને તે મુજબની અસર થઈ શકે છે.
4. સ્થાન: તમારા હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ તમે જે સ્થાન પર રહો છો તેનાથી પ્રભાવિત થશે કારણ કે વિવિધ શહેરોમાં પ્રદૂષણના સ્તરો, અકસ્માતના જોખમો અને તબીબી ખર્ચ અલગ-અલગ હોય છે. દાખલા તરીકે; પ્રદૂષણની ઊંચી ટકાવારી અને હવાની ગુણવત્તામાં ઘટાડો થવાને કારણે ઉત્તર ભારતમાં રહેતાં લોકો ફેફસાના રોગો થવાનું વધુ જોખમ ધરાવે છે.
5. એડ-ઑન્સ અને કવર્સ: તમારો હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન ફક્ત તમારા માટે અને તમે જે જીવન જીવવા માંગો છો તેના માટે યોગ્ય છે કે કેમ તેની ખાતરી કરવા માટે, તમારો વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ તમને વધારાના કવચ તરીકે ચોક્કસ કવર પસંદ કરવાનો વિકલ્પ આપે છે.
આમાંના કેટલાક કવરમાં ગંભીર બીમારીનું કવર, માતૃત્વ અને વંધ્યત્વના લાભ વગેરેનો સમાવેશ થાય છે. તમે જે કવર પસંદ કરો છો તે મુજબ, તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ તેનાથી પ્રભાવિત થશે.
ઉંમર: જો તમે ટૂંક સમયમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા હોવ તો વધુ સમ ઇન્સ્યોર્ડ પસંદ કરો. તમે જેટલા નાના છો, તમારું પ્રીમિયમ તેટલું જ ઓછું હશે અને તમારો મોટાભાગનો રાહ જોવાનો સમયગાળો (જેમ કે પ્રસૂતિ લાભ માટે) પણ સમયસર પૂરો થઈ જશે.
જીવનનો તબક્કો: તમને લાગે છે કે તમે જે તબક્કામાં છો તેના આધારે તમારી સમ ઇન્સ્યોર્ડ પસંદ કરો. શું તમે કેટલીક આરોગ્યની સ્થિતિઓથી પીડિત છો, તમારી રોગપ્રતિકારક શક્તિનું સ્તર કેવું છે, તમે શારીરિક રીતે કેટલા ફિટ છો, તમે સિંગલ છો, શું તમે ટૂંક સમયમાં લગ્ન કરવાની યોજના ઘડી રહ્યાં છો, કે શું તમે કુટુંબ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, વગેરે.
આશ્રિતોની સંખ્યા: જ્યારે વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ તમારા માટે રચાયેલ છે, ત્યારે તમારી પાસે તમારા માતાપિતા, જીવનસાથી અને બાળકો જેવા આશ્રિતોને ઉમેરવાનો વિકલ્પ પણ છે. આશ્રિતોની સંખ્યાના આધારે, તે મુજબ સમ ઇન્સ્યોર્ડ પસંદ કરો કારણ કે તમારા પ્લાન હેઠળ તમારી પાસે જેટલા વધુ આશ્રિતો છે, તે પ્રમાણે હેલ્થના ક્લેઇમ કરતી વખતે તમારે વધુ પૈસાની જરૂર પડશે.
હાલની આરોગ્યની સ્થિતિઓ: જો તમારા કુટુંબમાં વારસાગત રોગ હોય અથવા તમે જાણતા હોવ તેવી સામાન્ય આરોગ્ય સંબંધિત સ્થિતિ તમારા શહેરમાં વધી રહી હોય, તો પછી તમે ઊંચી સમ ઇન્સ્યોર્ડ પસંદ કરી શકો છો.
તમારી જીવનશૈલી: જો તમે પ્રદૂષિત મેટ્રો શહેરમાં રહો છો, ટ્રાફિક સાથે પરિશ્રમ કરો છો અને દરરોજ ઓફિસનો તણાવ સહન કરો છો, તો તમને બીમાર થવાનું જોખમ વધારે હોઈ શકે છે. જેનો બદલામાં એ અર્થ થાય છે કે, તમારે તમારી જાતને વધુ સારી રીતે કવર કરી લેવાની જરૂર છે અને તેથી આ કિસ્સામાં, ઊંચી સમ ઇન્સ્યોર્ડ લેવી એ વધુ સમજદારીનું કાર્ય રહેશે.
ગ્રાહક સમીક્ષાઓ અને પ્રશંસાપત્રો: જે લોકો પહેલાંથી જ સેવાનો ઉપયોગ કરી ચૂક્યાં છે તેમના પર વિશ્વાસ કરો. ઉક્ત બ્રાન્ડ સાથેના લોકોના અનુભવો વિશે વધુ જાણવા માટે સોશિયલ મીડિયા અથવા તમારા ઇન્સ્યોરન્સ સેવા પ્રદાતાની વેબસાઇટ પર સમીક્ષાઓ જુઓ.
હોસ્પિટલનું નેટવર્ક: હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીનો એક મુખ્ય ફાયદો એ છે કે, તમે હોસ્પિટલોના ઇન્સ્યોરન્સ પ્રદાતાના નેટવર્કનો ઉપયોગ કરીને કેશલેસ સેટલમેન્ટ મેળવી શકો છો. તેથી, તેમના નેટવર્કમાં હોસ્પિટલોના પ્રકાર અને તે તમારા માટે કેટલી અનુકૂળ છે તે જુઓ.
ક્લેઇમની પ્રક્રિયા: હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાનો સમગ્ર હેતુ એ છે કે તેના દ્વારા તમે તબીબી ક્લેઇમ કરીને લાભ મેળવી શકો. તેથી, તમારા ઇન્સ્યોરર સાથે સંકળાયેલી ક્લેઇમની પ્રક્રિયાઓ જુઓ. શું તેમાં ઘણાં પેપરવર્કનો સમાવેશ થાય છે? શું તે ડિજિટલ રીતે મૈત્રીપૂર્ણ છે? શું તે સમય માંગી લે છે, વગેરે?
કવરેજના લાભો: દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન જે-તે ઇન્સ્યોરન્સ પ્રદાતા અને તમારી વ્યક્તિગત પસંદગીઓ અનુસાર અલગ-અલગ હશે. તેથી, તમે કેવા પ્રકારનું કવરેજ મેળવી રહ્યાં છો અને તે તમારા માટે પૂરતું છે કે નહીં તે જુઓ.
અન્ય લાભો: મૂળભૂત કવરેજ સિવાય તમારા ઇન્સ્યોરર પ્રદાન કરે છે તે સેવાના લાભો અને અન્ય વધારાના લાભોને પણ જુઓ.
પ્રામાણિકપણે, વહેલું સારું. આ રીતે, તમારી પાસે ઓછું પ્રીમિયમ હશે અને પસંદગીના લાભો માટે રાહ જોવાની અવધિ પણ પાર કરી શકશો. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં આરોગ્યની સમસ્યાઓ વધી રહી છે, હજારો વર્ષોથી માનસિક આરોગ્યની સમસ્યાઓ સતત વધી રહી છે અને આરોગ્ય માટેનો ખર્ચ ઓછો થતો નથી!
વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે આવકવેરો બચાવો
તમારા આરોગ્યને સુરક્ષિત રાખવા ઉપરાંત, હેલ્થ ઇન્સ્યોરન્સ તમને કર મુક્તિનો લાભ આપીને તમારી બચતને વધુ પ્રમાણમાં વધારવામાં પણ ફાયદો કરી આપે છે. આવું નીચેની રીતે કરી શકાય છે:
a પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ દ્વારા: આવકવેરા અધિનિયમ, કલમ 80D મુજબ- વ્યક્તિ એક પોલિસી અવધિમાં નિવારક આરોગ્ય તપાસ માટે થયેલા ખર્ચ પર રૂ. 25,000 સુધીની કર મુક્તિ મેળવી શકે છે.
b તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં તમારા માતા-પિતાને સામેલ કરો: આવકવેરા કાયદાની કલમ 80D મુજબ, જો કોઈ તેમના માતાપિતાને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં આશ્રિત તરીકે સમાવે છે અથવા, તેમના વરિષ્ઠ હેલ્થ ઇન્સ્યોરન્સ માટે પ્રીમિયમ ચૂકવે છે; તેમને દર વર્ષે રૂ. 50,000 સુધીના કરમાંથી મુક્તિ મળી શકે છે.
c તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ માટે રોકડમાં ચુકવણી કરવાનું ટાળો: તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પર કર મુક્તિનો ક્લેઇમ કરવા માટે, તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માટેની તમામ ચુકવણીઓ બેંક ટ્રાન્સફર, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ઑનલાઇન/નેટ બેંકિંગ પદ્ધતિઓ દ્વારા થવી આવશ્યક છે કારણ કે જો રોકડમાં ચૂકવણી થશે તો તમારી કર બચત માટે તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.