સીનીયર સીટીઝન માટે હેલ્થ ઇન્સ્યોરન્સ એ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કસ્ટમાઇઝ્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીનો એક પ્રકાર છે.સીનીયર સીટીઝન માટેનો આ હેલ્થ ઇન્સ્યોરન્સ વૃદ્ધ લોકોની જરૂરિયાતોને અનુરૂપ બનાવવા માટે બનાવવામાં આવ્યો છે અને ગંભીર બીમારીઓ અને આકસ્મિક હોસ્પિટલમાં દાખલ થવા, વાર્ષિક આરોગ્ય તપાસ, ડેકેરની જરૂરિયાતો, અંગ દાન ખર્ચ, વગેરે જેવા મેડિકલ ખર્ચાઓ માટે નાણાકીય કવર કરે છે તેમજ તેમાં વિશેષ લાભો પણ શામેલ છે જેમ કે હોમ હૉસ્પિટલાઇઝેશન અને સાઇકિયાટ્રિક સપોર્ટ.
ઘરમાં લીધેલ સારવારના ખર્ચને પણ આવરી લેવા જેવા વિશેષ લાભોનો સમાવેશ થાય છે.
કેટલીક વખત આપણી માટે તે માનવું મુશ્કેલ છે કે જે લોકોએ એક સમયે દરેક સંજોગોમાં આપણું ધ્યાન રાખ્યું હતું અને આપણું રક્ષણ કર્યું હતું તેઓને હવે તેમની સુરક્ષા માટે આપણી જરૂર પડે છે. ખાસ કરીને જ્યારે તેમના સ્વાસ્થ્યની તંદુરસ્તીની વાત આવે, ત્યારે તેમના દરેક સારા અને માઠા સંજોગોમાં તેમને માટે આપણી હાજરી આવશ્યક બની રહે છે. તેમની પ્રાથમિક જરૂરિયાતોમાંની એક છે જેના વિશે તેઓ વિચારે છે અને ઘણી વાર ચિંતા કરે છે. અલબત્ત, તેઓ વિચારે છે કે તેમના પૌત્રો પછી તેમનું શું થશે!
કવરેજ
ડબલ વૉલેટ પ્લાન
અમર્યાદિત વૉલેટ પ્લાન
વિશ્વવ્યાપી સારવાર યોજના
મહત્વપૂર્ણ સુવિધાઓ
આમાં બીમારી, અકસ્માત, ગંભીર બીમારી અથવા તો કોવિડ 19 જેવા રોગચાળા સહિતના તમામ હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેવામાં આવે છે. જ્યાં સુધી કુલ ખર્ચ તમારી ઇન્સ્યોરન્સ રકમ સુધી હોય ત્યાં સુધી તેનો ઉપયોગ બહુવિધ હોસ્પિટલમાં દાખલ થવા માટે કરી શકાય છે.
કોઈપણ બિન-આકસ્મિક બીમારી સંબંધિત સારવાર માટે તમારે તમારી પોલિસીના પ્રથમ દિવસથી નિર્ધારિત સમયગાળાની રાહ જોવી પડશે. આ પ્રારંભિક વેઈટિંગ પિરિયડ છે.
ઘરે હેલ્થકેર, ફોન પર કન્સલ્ટેશન, યોગા અને માનસિક શાંતિ જેવા વિશિષ્ટ વેલનેસ બેનિફિટ અને બીજા ઘણા બધા અમારી ઍપ પર ઉપલબ્ધ છે.
અમે બેક-અપ માટેની ઇન્સ્યોરન્સની રકમ પૂરી પાડીએ છીએ જે તમારી ઇન્સ્યોરન્સની રકમના 100% છે. ઇન્સ્યોરન્સની રકમ માટે બેક અપ કેવી રીતે કાર્ય કરે છે? ધારો કે તમારી પોલિસીની ઇન્સ્યોરન્સની રકમ રૂ. 5 લાખ છે. તમે રૂ. 50,000 નો દાવો કરો. ડિજીટ આપોઆપ વોલેટ લાભને ધ્યાનમાં લે છે. તેથી તમારી પાસે હવે વર્ષ માટે 4.5 લાખ + 5 લાખ ઇન્સ્યોરન્સની રકમ ઉપલબ્ધ છે. જો કે, એક જ દાવો, ઉપરોક્ત કિસ્સામાં, 5 લાખની બેઝ ઇન્સ્યોરન્સ રકમ કરતાં વધુ હોઈ શકતો નથી.
પોલિસી વર્ષમાં કોઈ દાવો કર્યો નથી? તમને બોનસ મળે છે-સ્વસ્થ રહેવા અને દાવા મુક્ત રહેવા માટે તમારી કુલ ઇન્સ્યોરન્સની રકમમાં વધારાની રકમ મળે છે!
રૂમની વિવિધ શ્રેણીઓનું ભાડું અલગ અલગ હોય છે. જેમ કે હોટલના રૂમમાં ટેરિફ હોય છે. ડિજીટ પ્લાન તમને રૂમ ભાડાની મર્યાદા ન હોવાનો લાભ આપે છે, જ્યાં સુધી તે તમારી ઇન્સ્યોરન્સની રકમથી ઓછું હોય.
હેલ્થ પ્લાન ફક્ત 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવા માટેના તબીબી ખર્ચને આવરી લે છે. ડે કેર પ્રક્રિયાઓ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવતી તબીબી સારવારનો સંદર્ભ આપે છે, જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને થતી પ્રક્રિયાઓ જેમ કે મોતિયો, ડાયાલિસિસ વગેરે છે જેના કારણે 24 કલાકથી ઓછા સમયની જરૂર પડે છે.
વિશ્વવ્યાપી કવરેજ સાથે વિશ્વ કક્ષાની સારવાર મેળવો! જો તમારા ડૉક્ટર ભારતમાં તમારા હેલ્થ ચેક અપ દરમિયાન કોઈ બીમારીનું નિદાન કરે છે અને તમે વિદેશમાં સારવાર કરાવવા ઈચ્છો છો, તો અમે તમારા માટે છીએ. તમે કવર છો!
અમે તમારી યોજનામાં દર્શાવેલ રકમ સુધી તમારા હેલ્થ ચેકઅપ ખર્ચ માટે ચૂકવણી કરીએ છીએ. ટેસ્ટના પ્રકાર પર કોઈ નિયંત્રણો નથી! પછી તે ECG હોય કે થાઇરોઇડ પ્રોફાઇલ. દાવાની મર્યાદા તપાસવા માટે તમે તમારા પોલિસી શેડ્યૂલને જોઇને ખાતરી કરો.
કટોકટી ભરેલી જીવન માટે જોખમી સ્વાસ્થ્ય સ્થિતિઓ હોઈ શકે છે જેને હોસ્પિટલમાં તાત્કાલિક પરિવહનની જરૂર પડી શકે છે. અમે આને સંપૂર્ણ રીતે સમજીએ છીએ અને પ્લેન અથવા હેલિકોપ્ટરમાં હોસ્પિટલમાં તમારા પરિવહન માટે થયેલા ખર્ચની ભરપાઈ કરીએ છીએ.
કો-પેમેન્ટનો અર્થ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ ખર્ચની વહેંચણીની જરૂરિયાત છે જે પૉલિસીધારક/ઇન્સ્યોરન્સધારક સ્વીકાર્ય દાવાની રકમની ચોક્કસ ટકાવારી સહન કરશે તે અંગેની માહિતી પૂરી પાડે છે. તે ઇન્સ્યોરન્સની રકમમાં ઘટાડો કરતું નથી. આ ટકાવારી વિવિધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે ઉંમર, અથવા ક્યારેક તમારા સારવાર શહેર પર પણ જેને ઝોન આધારિત કોપેમેન્ટ કહેવાય છે. અમારા પ્લાનમાં, વય આધારિત અથવા ઝોન આધારિત કોઈ ચુકવણી સામેલ નથી.
જો તમે હોસ્પિટલમાં દાખલ હોવ તો રોડ એમ્બ્યુલન્સના ખર્ચ માટે વળતર મેળવો.
આ કવર હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના તમામ ખર્ચ માટે છે જેમ કે નિદાન, પરીક્ષણો અને રિકવરી.
બીજી સુવિધાઓ
જે રોગ અથવા સ્થિતિ તમે પહેલાથી જ પીડિત છો અને પોલિસી લેતા પહેલા અમને જાહેર કર્યું છે અને અમારા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે તે તમારી પોલિસી શેડ્યૂલમાં પસંદ કરેલ અને ઉલ્લેખિત પ્લાન મુજબ વેઈટિંગ પિરિયડ છે.
જ્યાં સુધી તમે કોઈ ચોક્કસ બીમારી માટે દાવો ન કરી શકો ત્યાં સુધી તમારે રાહ જોવા માટેની આ રકમ છે. ડિજિટ પર તે 2 વર્ષ છે અને પોલિસી એક્ટિવેશનના દિવસથી શરૂ થાય છે. બાકાતની સંપૂર્ણ સૂચિ માટે, તમારી પોલિસીના શબ્દોના સ્ટાન્ડર્ડ એક્સક્લુઝન્સ (બાકાત02)ને વાંચો.
જો તમે પૉલિસીના સમયગાળા દરમિયાન આકસ્મિક શારીરિક ઈજા થાય છે જે અકસ્માતની તારીખથી બાર (12) મહિનાની અંદર તમારા મૃત્યુનું એકમાત્ર અને સીધુ કારણ છે, તો અમે આ કવર અને પસંદ કરેલ યોજના મુજબ પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ ઇન્સ્યોરન્સની 100% રકમ ચૂકવીશું.
તમારા અંગ દાતાને તમારી પોલિસીમાં આવરી લેવામાં આવે છે. અમે દાતાના હોસ્પિટલમાં દાખલ થવા પહેલાના અને પછીના ખર્ચની પણ કાળજી રાખીએ છીએ. અંગ દાન એ અત્યાર સુધીના સૌથી ભલાઈના કાર્યોમાંનું એક છે અને આપણે વિચારીએ છીએ કે,આપણે શા માટે તેનો ભાગ ન બનીએ!
હોસ્પિટલોમાં બેડની અછત થઈ શકે છે, અથવા હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીની સ્થિતિ ખરાબ હોઈ શકે છે. ગભરાશો નહીં! જો તમે ઘરે સારવાર કરાવો તો પણ અમે તમને તબીબી ખર્ચ માટે કવર કરીએ છીએ.
સ્થૂળતા ઘણા સ્વાસ્થ્ય સમસ્યાઓનું મૂળ કારણ હોઈ શકે છે. અમે આને સંપૂર્ણપણે સમજીએ છીએ, અને જ્યારે તે તબીબી રીતે જરૂરી હોય અને તમારા ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવે ત્યારે બેરિયાટ્રિક સર્જરી માટે પણ આવરી લઈએ છીએ. જો કે, જો આ સારવાર માટે કોસ્મેટિક કારણોસર હોસ્પિટલમાં દાખલ થવાનું હોય તો અમે તેને આવરી લેતા નથી.
જો કોઈ આઘાતને કારણે, સભ્યને માનસિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે, તો તેને રૂ. 1,00,000 સુધીના આ લાભ હેઠળ આવરી લેવામાં આવશે. જો કે, OPD કન્સલટેશન આમાં આવરી લેવામાં આવતું નથી. માનસિક બીમારી કવર માટે વેઈટિંગ પિરિયડ ચોક્કસ બીમારીના વેઈટિંગ પિરિયડ જેવો જ છે.
હોસ્પિટલમાં દાખલ થયા પહેલા, દરમિયાન અને પછી, ત્યાં અન્ય ઘણી તબીબી સહાય અને ખર્ચ છે જેમ કે ચાલવા માટેની સહાય, ક્રેપ બેન્ડેજ, બેલ્ટ વગેરે, જેના પર તમારા ખિસ્સામાંથી ખર્ચ કરવાની જરૂર છે. આ કવર આ ખર્ચાઓનું ધ્યાન રાખે છે જે અન્યથા પોલિસીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
કો-પેમેન્ટ |
ના |
રૂમ ભાડાની મર્યાદા |
ના |
કેશલેસ હોસ્પિટલ્સ |
સમગ્ર ભારતમાં 10500+ નેટવર્ક હોસ્પિટલો |
ઇનબિલ્ટ પર્સનલ એક્સિડન્ટ કવર |
હા |
વેલનેસ બેનિફિટ |
10+ વેલનેસ પાર્ટનર્સ તરફથી ઉપલબ્ધ |
શહેર આધારિત વળતર |
10% સુધી વળતર |
વિશ્વવ્યાપી કવરેજ |
હા* |
સારું હેલ્થ વળતર |
5% સુધી વળતર |
ઉપભોક્તા કવર |
એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે |
સિનિયર સિટીઝન વીમો એ 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કસ્ટમાઇઝ્ડ સ્વાસ્થ્ય વીમા પૉલિસીનો એક પ્રકાર છે. આપણે બધા જાણીએ છીએ કે ઉંમર સાથે, આપણા શરીરમાં અને જીવનશૈલીમાં થતા ફેરફારોને કારણે નાની-મોટી બીમારીઓનું જોખમ વધે છે.
આ સાથે, અમારા આરોગ્ય સંભાળ ખર્ચમાં વધારો થાય છે. તેથી, સિનિયર સિટીઝન માટેનો આ આરોગ્ય વીમો ઉંમરલાયક લોકોની જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવેલ છે અને તેના દ્વારા નાણાકીય તબીબી ખર્ચાઓ જેવા કે હોસ્પિટલમાં દાખલ થવું, વિવિધ બીમારીઓ, વાર્ષિક તપાસ, અકસ્માતો, તબીબી સારવાર અને કેન્સર, કાર્ડિયાક અરેસ્ટ, ફેફસાં, કિડની નિષ્ફળતા જેવી અન્ય ગંભીર બીમારીઓને આવરી લેવામાં છે.
આ સિનિયર હેલ્થ ઇન્સ્યોરન્સના કેટલાક વિશેષ લાભોમાં ઘરે જ સંભાળ અને મનોચિકિત્સક સહાયનો પણ સમાવેશ થાય છે.
સંભવ છે કે, તમે કદાચ તમારા માતા-પિતા માટે સ્વાસ્થ્ય વીમો ખરીદવાનું વિચારી રહ્યાં છો અથવા કદાચ તમે પોતે સિનિયર સિટીઝન છો અને તમારા જીવનના આ નિર્ણાયક તબક્કે તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિને સુરક્ષિત કરવા માટે વિચારી રહ્યા છો. તો આ એવી કોઈ સુલભ પધ્ધતિ કંછે જેના વિષે તમે પહેલાં ક્યારેય વિચાર્યું નથી અને કદાચ આ ઉપરાંત અન્ય વિવિધ ઉપલબ્ધ વિકલ્પોથી મૂંઝવણમાં છો.
તમારા મનમાં ઘણી બધી શંકાઓ, પ્રશ્નો અને આશંકાઓ ઉદ્દભવે છે. તમે ફક્ત તમારા માટે, તમારા માતાપિતા માટે શ્રેષ્ઠ સહાય ઈચ્છો છો. આ સમયે ઓનલાઈન સિનિયર સિટીઝન આરોગ્ય વીમો ખરીદવાનો અર્થ એ થાય છે, કે તમારી પાસે બધી સગવડો તમારી આંગળીના ટેરવે જ નથી, પરંતુ, તમારા ઘરમાં આરામથી બેસીને સરળતાથી તમારી પસંદગીઓનું સંશોધન અને મૂલ્યાંકન કરી શકો છો.
વધુમાં, તમે ઓનલાઈન હેલ્થ ઈન્સ્યોરન્સ વડે લાંબુ પેપરવર્ક પણ ઘટાડી શકો છો અને તમારા જીવનને ઘણું સરળ બનાવી શકો છો. તેથી તમે બેસી જાઓ, શાંતિથી વાંચો અને સમજો અને પછી યોગ્ય આરોગ્ય વીમો પસંદ કરો જે તમને અથવા તમારા માતાપિતાને માટે સૌથી વધુ અનુકૂળ આવે તેવો હોય. તમે પુરતો સમય લો. અંતે, હવે બધું કામ માત્ર થોડા બટનો દબાવવાથી પૂરું થઇ જાય એમ છે.
ઘણી વખત, આપણામાંથી ઘણા લોકો કર લાભો ખાતર આંખ બંધ કરીને આરોગ્ય વીમો ખરીદે છે. જે સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટેની ઘણી ખોટી રીત છે.
આજે, આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં કમનસીબે, બીમારીઓ અને તબીબી સમસ્યાઓ સાથે સાથે આરોગ્ય સંભાળની કિંમત કુદકે ને ભૂસકે વધી રહી છે અને તદુપરાંત, જ્યારે વયસ્ક નાગરીકોની વાત આવે છે, ત્યારે તેમની શારીરિક અવસ્થા નિરંતર બદલાતી રહે છે, જે તેમની રોગપ્રતિકારક ક્ષમતા ઘટાડી રહી છે.
આરોગ્ય વીમાની યોજના જે ખરેખર તેમના માટે થયેલ છે તે હકીકતમાં ઘણા ફાયદાઓ પ્રદાન કરશે અને જરૂરિયાતના સમયે આપણી અને આપણા પ્રિયજનોને મદદરૂપ બનશે. નીચે સિનિયર સિટીઝન માટેના સ્વાસ્થ્ય વીમાના કેટલાક ફાયદા દર્શાવવામાં આવ્યા છે:
અ. તમારી મહેનતથી કરેલી બચતને સુરક્ષિત કરો અને બીમારીઓ, તબીબી કટોકટી અને અકસ્માતોને કારણે થતા ભારે ખર્ચાઓથી બચો.
b તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીની હંમેશા ખાતરી રાખો. છેવટે, સિનિયર સીટીઝન માટેનો અમારો હેલ્થ ઇન્સ્યોરન્સ મફત વાર્ષિક આરોગ્ય તપાસ અને મનોચિકિત્સક સહાયનો લાભ આપે છે.
ક. બિનઆયોજિત પરિસ્થિતિઓ માટેનું આયોજન હંમેશા આપણને ઓછી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકે છે અને દેખીતી રીતે મનની શાંતિ આપે છે.
સિનિયર સિટીઝન મળતા કર લાભો અને આરોગ્ય વીમા દ્વારા આવકવેરા દ્વારા મળતા લાભો વિશે વધુ જાણો.
વૃધો માટે ઓછું પ્રીમિયમ ધરાવતી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય વીમા યોજના આવતી નથી, પરંતુ એક એવી યોજના છે જે વયસ્ક વ્યક્તિને જરૂરી હોય તે દરેક પરિસ્થિતિમાં પરિબળ આપે છે. જ્યારે કોઈ નાગરિક વૃદ્ધ થાય છે, ત્યારે તેમના શરીરમાં નિરંતર પરિવર્તન થતું રહે છે. આ ઉપરાંત, તેમની જીવનશૈલીમાં આવેલા ફેરફારોને કારણે તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થવા લાગે છે.
તેથી, એક એવી સ્વાસ્થ્ય વીમા યોજના પસંદ કરો જે તમને ખર્ચ-અસરકારક પ્રીમિયમ અને મોટી રકમનો વીમો આપે એટલું જ નહીં, પણ તમને અને તમારા વૃદ્ધ માતાપિતાને તમામ સંભવિત પરિસ્થિતિઓ સામે રક્ષણ આપે. એમાં કઈ પ્રક્રિયાઓ શામેલ છે? શું તેઓ તમામ પ્રકારની બીમારીઓને આવરી લે છે? તેમના દાવાની પતાવટ પધ્ધતિ કેવી છે? શું તેઓ ઘરે પણ સારવાર આપે છે? આ એવા કેટલાક પ્રશ્નો છે જે તમે તમારી જાતને પૂછી શકો છો. છેવટે, આરોગ્ય વીમાનો સંપૂર્ણ મુદ્દો એ સુનિશ્ચિત કરવાનો છે કે તેઓ ગમે તે સંજોગોમાં હંમેશા સુરક્ષિત રહેશે.
જો તમે ક્યારેય સિનિયર સિટીઝન માટે ઓનલાઈન હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદ્યો નથી, તો તમને માત્ર વિવિધ પરિભાષાઓ જ નહીં પરંતુ તમારા માટે કે તમારા વૃદ્ધ માતા-પિતા માટે કયો સ્વાસ્થ્ય વીમો ખરેખર કામ કરશે તે અંગે મૂંઝવણ થવી સ્વાભાવિક છે. તેથી, વિવિધ વરિષ્ઠ આરોગ્ય વીમા યોજનાઓ વચ્ચે તમારે જે સૌથી મહત્વની બાબતો જોવી અને સરખાવવી જોઈએ તે બધી અહીં અમે એકસાથે દર્શાવી છે:
આ વીમાનું નામ જ કેશલેસ દાવો ચૂકવે છે, જેમાં તમારે તમારા ખિસ્સામાંથી કંઈપણ ચૂકવવાની જરૂર નથી. જો કે, આ ફક્ત ત્યારે જ શક્ય છે જો તમે અમારી નેટવર્ક હોસ્પિટલોમાંની એકમાં સારવાર લઈ રહ્યાં હોવ.
કેશલેસ હેલ્થ ક્લેમનું સમાધાન કેવી રીતે કરવું?
1. આયોજિત હોસ્પિટલમાં દાખલ થવાના 72 કલાક પહેલાં અથવા કટોકટીની સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થયાના 24 કલાકની અંદર, ફોન કૉલ અથવા ઇમેઇલ દ્વારા અમારો સંપર્ક કરો.
2. તમારા હેલ્થ કાર્ડ/ઈ-કાર્ડની નકલ આઈડી પ્રૂફ સાથે સંબંધિત હોસ્પિટલ ઓથોરિટી સાથે શેર કરો અને હોસ્પિટલમાંથી પ્રી-ઓથોરાઈઝેશન ફોર્મ મેળવો.
3. ફોર્મ ભરો, સહી કરો અને સંબંધિત હોસ્પિટલ ઓથોરિટીને સબમિટ કરો.
4. ખાતરી કરો કે હોસ્પિટલ આગળની પ્રક્રિયા માટે તમારું સહી કરેલ ફોર્મ થર્ડ-પાર્ટી એડમિનિસ્ટ્રેટર (TPA) અથવા સેવા પ્રદાતાને શેર કરે છે.
5. એકવાર તમારા ફોર્મની પ્રક્રિયા થઈ જાય, ટી.પી.એ.(TPA) તમારી પોલિસીના નિયમો અને શરતો સાથે સીધા જ હોસ્પિટલ સાથે દાવાની પુષ્ટિ કર્યા પછી એક અધિકૃતતા પત્ર જારી કરશે.
6. એકવાર બધું મંજૂર થઈ જાય અને તમે આગળ વધો, તમે દાખલ થયા તે દિવસથી 15 દિવસની અંદર જરૂરી સારવાર સંબંધિત ફોર્મ ભરાવું જોઈએ.
ઉપયોગમાં લેવાતા સૌથી સામાન્ય દાવાઓમાંનો એક ભરપાઈનો દાવો છે. આ મુખ્યત્વે કારણ કે, તમે અમારી નેટવર્ક હોસ્પિટલોમાંથી કોઈ એકમાં જાઓ કે ન જાઓ, આ પ્રકારના દાવાનો ઉપયોગ ભારતની કોઈપણ હોસ્પિટલમાં થઈ શકે છે. અમારી પાસેથી વળતરની રકમ પ્રાપ્ત કરવ માટે તમારે ફક્ત જરૂરી દસ્તાવેજો નિયત સમયમાં સબમિટ કરવા પડશે.
વળતરના દાવાની પતાવટ કરવાની પ્રક્રિયા કોને કહેવાય છે?
1. હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકની અંદર અમને અથવા ટી.પી.એ.(TPA) ને તમે કેવી હોસ્પિટલની સેવાઓનો ઉપયોગ કરી રહ્યાં છો તેની જાણ કરો.
2. ડિસ્ચાર્જ થયાના 30 દિવસની અંદર તમારા હોસ્પિટલમાં દાખલ થવા અથવા સારવાર સંબંધિત તમામ અસલ દસ્તાવેજો અને બિલ સબમિટ કરો.
3. અમારી ટીમ સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કરશે અને 30 દિવસની અંદર જરૂરી રકમની ભરપાઈ કરશે. જો અમે એમ ન કરીએ તો, અમે તમને વર્તમાન બેંક વ્યાજ દર કરતાં વધારાના 2% વ્યાજ ચૂકવવા માટે જવાબદાર હોઈશું.
સિનિયર સિટીઝન વીમા યોજના 65 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે રચાયેલ છે. તેથી, વ્યક્તિએ 65 વર્ષની વયે અથવા નિવૃત્તિ પછીની ઉંમરે પહોંચ્યા પછી જ તે ખરીદવી જોઈએ, જેથી તેઓ તેમની બચતને સુરક્ષિત કરી શકે, સાથે સાથે સારા સ્વાસ્થ્ય અને સુખાકારીની પણ ખાતરી કરી શકે.
સિનિયર સિટીઝન માટે સ્વાસ્થ્ય વીમો ખરીદતી વખતે ધ્યાનમાં ન લેવામાં આવતી ભૂલો
• ખૂબ ઓછી વીમાવાળી રકમ પસંદ કરવી
• હાલની આરોગ્ય અને જીવનશૈલીની સ્થિતિ જાહેર ન કરવી
• વધારાની જરૂરિયાતોને અનુરૂપ એડ-ઓન્સ સાથે સિનિયર સિટીઝન વીમા યોજનાને કસ્ટમાઇઝ ન કરવી.
• પોલિસી દસ્તાવેજોને ધ્યાનથી ન વાંચવી
• માત્ર કર લાભો માટે જ વરિષ્ઠ આરોગ્ય વીમા યોજના ખરીદવી
નીચે દર્શાવેલ પધ્ધતિ પ્રમાણે અમે અને મોટાભાગની આરોગ્ય વીમા કંપનીઓ વરિષ્ઠ આરોગ્ય વીમા પ્રિમિયમની ગણતરી કરીએ છીએ:
સિનિયર સિટીઝન વીમા યોજના નક્કી કરતા પહેલા નીચેના પરિબળોને ધ્યાનમાં લો:
A. દાવાની પ્રક્રિયા અને પતાવટ (Claim Process & Settlement): જ્યારે તમારે વાસ્તવમાં દાવો કરવાનો હોય, ત્યારે તમે ખાતરી કરવા માંગો છો કે દાવાની પતાવટ પ્રક્રિયા અને ગુણોત્તર બંને સરળ અને કાર્યક્ષમ છે.
B. ગ્રાહક પ્રશંસાપત્રો અને સામાજિક મીડિયા સમીક્ષાઓ(Social Media Reviews):યોગ્ય સમીક્ષા મેળવવા જેમણે પોતે આ યોજના દ્વારા લાભ પ્રાપ્ત કર્યો હોય તેવા લોકોનો પ્રમાણિક પ્રતિસાદ એક આદર્શ માર્ગ છે. આને માટેની શ્રેષ્ઠ રીત, સંબંધિત વીમા પ્રદાતાની સોશિયલ મીડિયા ચેનલો પર પ્રશંસાપત્રો, ટિપ્પણીઓ અને સમીક્ષાઓને જોઅવાની છે..
C. હોસ્પિટલ્સનું નેટવર્ક(Network of Hospitals): દાવો કરવાની શ્રેષ્ઠ રીતોમાંની એક કેશલેસ ક્લેમ સેટલમેન્ટ છે. જો કે, જો તમે હોસ્પિટલોના વીમા પ્રદાતાના નેટવર્કમાંથી એકનો ઉપયોગ કરો છો તો જ તમે આ લાભ મેળવી શકો છો. તેથી, તમારા ઇચ્છિત વીમા પ્રદાતા પાસે ઉપલબ્ધ હોસ્પિટલોની સંખ્યા અને તેના પ્રકાર જુઓ અને તે મુજબ યોગ્ય નિર્ણય કરો.
D. એડ-ઓન લાભો(Add-on Benefits): દરેક સ્વાસ્થ્ય વીમામાં એડ-ઓનના લાભો પ્રદાન કરવામાં આવતા હશે જે તમે તમારી યોજનામાં કસ્ટમાઇઝ કરી શકો છો. સિનિયર હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનની શોધ કરતી વખતે, ઉપલબ્ધ ઍડ-ઑન્સ જુઓ અને તમને જે જોઈએ તે ઑફર ધરાવે છે તે નક્કી કરો.
E. વીમાની રકમ(Sum Insured): વીમાની રકમ જે તમને આખરે સ્વાસ્થ્ય વીમા દાવા દરમિયાન મળશે. તેથી, તમારી સ્વાસ્થ્યની સ્થિતિ અને નાણાકીય શક્યતાઓને ધ્યાનમાં રાખીને તમે ખાતરી કરો કે તે તમારા માટે યોગ્ય છે,
વીમાની રકમ નક્કી કરતા પહેલા નીચે આપેલ બે પાસાઓને ધ્યાનમાં રાખો:
a. સ્વાસ્થ્યની સ્થિતિઓ: જો તમે અથવા તમારા વૃદ્ધ માતા-પિતા પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતા હોય અથવા બીમારીઓથી ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોય, તો પછી વધુ વીમાની રકમ પસંદ કરો. વધુમાં, જો વંશપરંપરાગત રોગો પ્રચલિત હોય અથવા તમે જે શહેરમાં રહો છો તે વધુ પ્રદૂષિત હોય, તો વધુ વીમાની રકમ પસંદ કરો.
b. જીવનશૈલી: આપણું આરોગ્ય અને જીવનશૈલી એકબીજા સાથે સંકળાયેલા છે. તેથી, તમે અથવા તમારા વૃદ્ધ માતા-પિતા કેવા પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છો તેના આધારે, મહત્તમ અથવા ઓછી રકમની વીમા પોલીસી પસંદ કરો.
આપણું માનસિક સ્વાસ્થ્ય આપણા શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વપૂર્ણ છે અને તેથી જ અમારી વરિષ્ઠ આરોગ્ય વીમા પૉલિસીમાં સમાવિષ્ટ માનસિક લાભ સિનિયર સિટીઝનને તેમને જોઈતી કોઈપણ માનસિક સહાય માટે આવરી લે છે.
1.સક્રિય રહો - ઘણા લોકો તેમની ઉંમર પ્રમાણે વર્તન નથી કરતા. તેમાંથી એક છે વ્યાયામ! પ્રામાણિકપણે, તે ઘણી સ્વાસ્થ્ય પરિસ્થિતિઓનું કારણ હોઈ શકે છે. તમે આ તમારા માટે વાંચી રહ્યાં છો કે તમારા માતાપિતા માટે- દરેક માટે કસરત ખુબ મહત્વપૂર્ણ છે. ભલે તે વૉકિંગ અથવા તો યોગા જેવી સરળ કસરત હોય. દરરોજ ઓછામાં ઓછી 15-20 મિનિટ કસરત કરવાથી વ્યક્તિની શારીરિક અને માનસિક સુખાકારીમાં મોટો ફરક પડી શકે છે.
2.આરોગ્યપ્રદ રીતે ખાઓ - આપણો આહાર આપણા સ્વાસ્થ્યમાં 70% યોગદાન આપે છે. ખાતરી કરો કે તમે અને તમારા માતા-પિતા વધુ માત્રામાં કેલ્શિયમ અને ફાઇબરવાળો સંતુલિત આહાર ખાઓ છો. તેલયુક્ત ખોરાક, તળેલી વસ્તુઓ અને ઘણા ડેરી ઉત્પાદનો લેવાનું ટાળો.
3.નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરો- આપણે બધા જાણીએ છીએ, નિવારણ હંમેશા ઉપચાર કરતાં વધુ સારું હોય છે 😊 તેથી, નિયમિત વાર્ષિક આરોગ્ય તપાસ માટે જાઓ અને હંમેશા તમારા સ્વાસ્થ્ય વિશે જાગૃત રહો. માત્ર જાગૃત રહેવાથી તમને ઘણા સ્વાસ્થ્ય જોખમો અને પરિસ્થિતિઓમાંથી બાકાત રહેવામાં મદદ મળી શકે છે.
4. તમારા માનસિક સ્વાસ્થ્યની કાળજી લો- 65 વર્ષથી વધુ ઉંમરના 50% થી વધુ લોકો કોઈને કોઈ માનસિક બીમારીથી પીડાતા હોય છે. હકારાત્મક માનસિક સુખાકારી જાળવવા માટે સરળ પગલાં લો. આ માટે નિયમિત કસરત, ધ્યાન, બાગકામ,વગેરે વિવિધ શોખ કેળવીને કરી શકાય છે. વધુમાં, જો તમારા વરિષ્ઠ માતા-પિતા ડિપ્રેશન, ચિંતા અથવા અન્ય કોઈ માનસિક બીમારીના લક્ષણો દર્શાવે છે, તો યોગ્ય સારવાર અથવા કાઉન્સેલિંગ માટે મનોવિજ્ઞાનીની મુલાકાત લો.
5. તે દંત ચિકિત્સા માટે જાઓ- સિનિયર સિટીઝનને તેમના મૌખિક સ્વાસ્થ્ય બાબતે વારંવાર સમસ્યાઓ થવી સામાન્ય છે. તેથી ડેન્ટલ એપોઇન્ટમેન્ટ લો અને નિયમિતપણે ડેન્ટલ ચેકઅપ કરાવો.
6. લોકો સાથે જોડાયેલા રહો- તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે ઘણા સિનિયર સિટીઝન એકલતામાંથી પસાર થાય છે. દિવસના અંતે, માણસ એક સામાજિક પ્રાણી છે. વાસ્તવમાં, અન્ય કંઈપણ કરતાં તે મહત્વનું છે કે તેઓ લોકો સાથે જોડાયેલા રહે અને તેમના પરિવારના સભ્યો અને મિત્રોની સંગતમાં હોય. સ્વસ્થ સંબંધો રાખવા વ્યક્તિના એકંદર આરોગ્ય અને સુખાકારીને ફાયદો પહોંચાડવા માટે ખૂબ જરૂરી છે.
7. સારી રીતે આરામ કરો - ગુણવત્તાયુક્ત ઊંઘ તરત જ વ્યક્તિનો મૂડ સુધારી શકે છે. ખાતરી કરો કે તમે અથવા તમારા માતા-પિતાને દરરોજ ઓછામાં ઓછી આઠ કલાકની પુરતી સારી ઊંઘ મળી રહી છે.
8. ધૂમ્રપાન છોડો- જો તમે અથવા તમારા માતા-પિતા ધૂમ્રપાન કરો છો, તો હવે બંધ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. ધૂમ્રપાન તમારા જીવનના કોઈપણ તબક્કે ક્યારેય કોઈના માટે ફાયદાકારક સાબિત થયું નથી. જો કે, જેમ જેમ આપણે વયસ્ક થઈએ છીએ તેમ તેમ તેની વિપરીત અસરો આપણા જ શરીર માટે વધુ હાનિકારક બને છે.
9. વાંચન- એક દંતકથા પ્રમાણે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણી યાદો નબળી પડતી જાય છે. જો કે, તે માત્ર એક દંતકથા છે અને તે બધું તમે તમારા મગજની કેટલી કસરત કરો છો તેના પર નિર્ભર છે. વાંચન એ ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવી બીમારીઓથી બચવાનો એક સાબિત થયેલ માર્ગ છે કારણ કે તે માત્ર યાદશક્તિને સુધારવામાં જ મદદ કરતું નથી પણ સમજશક્તિમાં, તણાવ ઘટાડવામાં, એકાગ્રતા વધારવામાં અને હકારાત્મક માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને વધારવામાં પણ મદદ કરે છે.
10. હાઇડ્રેટેડ રહો- પાણી! આપણા જીવનનું સૌથી મહત્વનું પીણું. ઝેરને બહાર કાઢવા, સારું સ્વાસ્થ્ય જાળવવા અને અમે મજાક નથી કરી રહ્યા પણ તમને વધુ ખુશ રાખવાની આ આદર્શ રીત છે! ખાતરી કરો કે તમે અને તમારા માતાપિતા દરરોજ ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીતા હોવ. જેટલા ગ્લાસ વધારે એટલો વધારે આનંદ!