ભારતમાં સરકારી કર્મચારીઓ તેમની નોકરી દરમિયાન અને રેટોરિમેન્ટિ પછી પણ સરકારની ઇન્સ્યોરન્સ સ્કીમો દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ મેળવવા હકદાર છે. ઉદાહરણ તરીકે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ (CGHS)માંથી હેલ્થકેર ફાયદાઓ મેળવવા માટે હકદાર છે.
જોકે માત્ર આ સ્કીમો પર આધાર રાખવા સાથે કેટલીક મર્યાદાઓ અને પડકારો પણ સંકળાયેલા છે. તેથી સરકારી સ્કીમમાંથી આ મૂળભૂત કવરેજ મેળવવાની સાથે, પૂરક હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાની હંમેશા ભલામણ કરવામાં આવે છે.
અહીં કેટલાક અનિવાર્ય કારણો છે કે શા માટે સરકારી કર્મચારીઓએ તેમના હાલના કવરેજને પર્સનલ હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે પૂરક કરવાનું વિચારવું જોઈએ.
સરકારી કર્મચારીઓ માટે પ્રાથમિક ચિંતાઓમાંની એક સરકારની ઇન્સ્યોરન્સ સ્કીમો હેઠળ નેટવર્ક હોસ્પિટલોની મર્યાદિત ઉપલબ્ધતા છે.
મોટાભાગે, સરકારી કર્મચારીઓ દેશભરમાં ગમે ત્યાં પોસ્ટિંગ પર ફરજ અદા કરવા માટે જવાબદાર હોય છે અને કેટલાક કિસ્સાઓમાં, વિદેશ પણ જવું પડી શકે છે. જોકે, સરકારી હેલ્થ સ્કીમોની નેટવર્ક હોસ્પિટલો દરેક સ્થળે હાજર ન પણ હોઈ શકે.
આ અવરોધ સમસ્યારૂપ બની શકે છે અને કર્મચારીઓને તેમના નિવાસસ્થાનથી વાજબી અંતરમાં ક્વોલિટી હેલ્થકેર સર્વિસિસ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ઘણા સરકારી કર્મચારીઓ તેમના માતા-પિતા માટેના હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજમાં વિસ્તરણ ઈચ્છે છે. જોકે હાલની સરકારી ઇન્સ્યોરન્સ સ્કીમો ઘણીવાર માતાપિતા માટે મર્યાદિત કવરેજ જ પ્રદાન કરે છે, જે કર્મચારીઓને તબીબી કટોકટીના કિસ્સામાં આર્થિક રીતે નબળા બનાવે છે. પ્રાઈવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાથી સરકારી કર્મચારીઓને ખાસ કરીને તેમના માતાપિતાની આરોગ્યસંભાળની જરૂરિયાતોને અનુરૂપ વધારાનું કવર મેળવવાની મંજૂરી મળે છે.
અમુક ગંભીર બીમારીઓને વિશિષ્ટ સારવારની જરૂર હોય છે, જે કદાચ લિસ્ટેડ હોસ્પિટલોમાં ઉપલબ્ધ ન પણ હોય. ઘણી વખત, આવી ગંભીર બીમારીઓ માટે અમુક ચોક્કસ સારવાર કેન્દ્રો દેશમાં અથવા તો વિદેશમાં હોય છે.
સરકારી ઇન્સ્યોરન્સ કવરેજની મર્યાદાઓ સાથે, સરકારી કર્મચારીઓને અથવા તેમના કુટુંબના સભ્યોને આવી જટિલ સારવારની જરૂર હોય અને તેઓ નેટવર્ક સુવિધાઓ સુધી મર્યાદિત હોય તો તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં સપડાઈ શકે છે.
પ્રાઈવેટ હેલ્થ ઇન્સ્યોરન્સની પસંદગી કરીને, વ્યક્તિઓ હોસ્પિટલો અને એક્સપર્ટ્સના વિશાળ નેટવર્ક સુધી પહોંચે છે અને ગંભીર બિમારીઓ માટે શ્રેષ્ઠ સંભવિત સારવાર અને સંભાળની ઍક્સેસમાં વધારો કરી શકે છે.
સરકારી ઇન્સ્યોરન્સ સ્કીમોમાં ઘણીવાર ચોક્કસ હોસ્પિટલો સાથે જ જોડાણ હોય છે, જે કર્મચારીઓની પસંદગીઓને મર્યાદિત કરે છે. કેટલાક કિસ્સાઓમાં, આ સૂચિબદ્ધ હોસ્પિટલો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની ગુણવત્તા સરકારી કર્મચારીઓની અપેક્ષાઓ અનુસાર હોતી પણ નથી. પ્રાઈવેટ હેલ્થ ઇન્સ્યોરન્સમાં રોકાણ કરીને, વ્યક્તિઓ તેમની પસંદગીના આધારે હોસ્પિટલો અને હેલ્થકેર પ્રદાતાઓ પસંદ કરી શકે છે, ઉચ્ચ સંતોષ મેળવી શકે છે અને હેલ્થસર્વિસના પરિણામોમાં સુધારો સુનિશ્ચિત કરી શકે છે.
સરકારી ઇન્સ્યોરન્સ સ્કીમોમાં ઘણીવાર જટિલ વહીવટી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, જેના પરિણામે વિલંબ અને અવરોધો ઉભા થાય છે. પ્રાઈવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમો સામાન્ય રીતે સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાઓ ઓફર કરે છે. ખાનગી ક્ષેત્રે મોટાભાગે, ડિજિટલ અને મુશ્કેલી-મુક્ત પ્રક્રિયાઓ, લોકો પરનો બોજ ઘટાડે છે અને તેમને તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અવકાશ આપે છે.
રેટોરિમેન્ટ કર્મચારીઓ કે જેઓ હવે વરિષ્ઠ નાગરિકત્વના સ્તરે પહોંચી ગયા છે તેમના માટે આ વધુ મહત્ત્વનું બની જાય છે અને તેમના માટે લાંબી અને બોજારૂપ પ્રક્રિયાઓમાંથી પસાર થવું ખરેખર વધુ મુશ્કેલ બની રહે છે.
મેડિકલ કટોકટી નાણાકીય રીતે તમને ખાલી કરી શકે છે, ખાસ કરીને જો વર્તમાન સરકારી ઇન્સ્યોરન્સ કવરેજ અપૂરતું હોય તો સ્થિતિ વધુ દયનીય બની શકે છે. વધારાના પ્રાઈવેટ હેલ્થ ઇન્સ્યોરન્સની સુરક્ષા હેઠળ સરકારી કર્મચારીઓ અણધાર્યા મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં નાણાકીય કવચરૂપી આભાસી શકે છે.
આ વધારાના કવર સરકારી કર્મચારીઓને સેફ્ટી નેટ પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિઓને ખિસ્સામાંથી બહારના ખર્ચાઓના બોજ વિના જ શ્રેષ્ઠ હેલ્થકેર સર્વિસિસની ઍક્સેસ મળે.ખાસ કરીને એવી કટોકટી પરિસ્થિતિઓ જ્યાં ટૂંકા ગાળામાં જ સારવારની જરૂર હોય અથવા નજીકના વિસ્તારમાં સરકાર મંજૂરી સરકારી હોસ્પિટલોમાં સુવિધાની ગેરહાજરી હોય ત્યારે આ વધારાનું કવર બચાવમાં આવી શકે છે.
ભારતમાં સરકારી કર્મચારીઓને હેલ્થ ઇન્સ્યોરન્સના અનેક ફાયદા મળે છે અને તેમાં તેઓ સુરક્ષિત પણ હોઈ શકે છે પરંતુ, તેના સિવાય પણ અનેક માન્ય કારણો છે, જે સરકારી ઇન્સ્યોરન્સ સ્કીમોને પૂરક બનાવવાનું મહત્વ દર્શાવે છે.
પ્રાઈવેટ હેલ્થ ઇન્સ્યોરન્સમાં રોકાણ કરીને, સરકારી કર્મચારીઓ ઉપરોક્ત જણાવેલ મર્યાદાઓને દૂર કરીને વધુ સુરક્ષિત અનુભવી શકે છે અને તેમની હેલ્થેકેર પસંદગીઓ પર વધુ નિયંત્રણ મેળવી શકે છે અને તેમના અને કુટુંબ માટે વ્યાપક કવરેજ અને માનસિક શાંતિ સુનિશ્ચિત કરી શકે છે. માત્ર તેમની નોકરી દરમિયાન જ નહીં પરંતુ રેટોરિમેન્ટિ પછી પણ જ્યારે તેમને જરૂર હોય ત્યારે વધારાની અને મુશ્કેલી-રહિત સંભાળ મેળવી શકે છે.