Fetching Your Data...
- Team Digit
હેલ્થ ક્લેમ ઓનલાઇ કેવી રીતે ફાઈલ કરવો
હેલ્થ ઇન્શ્યુરન્સ ક્લેમ ફાઈલ કરવા માંગો છો?
અમારા હેલ્પલાઇન નંબર 1800-258-4242 પર કોલ કરો અથવા અમને ઇ-મેઇલ કરો - healthclaims@godigit.com. વરિષ્ઠ નાગરિક અમને seniors@godigit.com પર ઇ-મેઇલ કરો. રાષ્ટ્રીય રજાઓ પર પણ અમે 24/7 ઉપલબ્ધ છીએ
હેલ્થ ઇન્શ્યુરન્સ ક્લેમઓ ડિજિટ સાથે સરળ બનાવાયા છે
હેલ્થ ઇન્શ્યુરન્સનો ક્લેમ એ તમારા હેલ્થ ઇન્શ્યુરન્સ પ્રદાતા દ્વારા તમારી હેલ્થકેર અને તબીબી ખર્ચાઓની સંભાળ કરવા માટેની અધિકૃત અરજી અને પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે; જો કુટુંબનો કોઈ સભ્ય કમનસીબે કોઈ બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થયો હોય અને તેને તમારા હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાનમાં આવરી લેવામાં આવ્યો હોય તો તમારે કેશલેસ સારવાર અથવા તેમના હોસ્પિટલાઈઝેશન માટેના રિઇમ્બર્સમેન્ટની પ્રક્રિયામાં આગળ વધવા માટે હેલ્થ ઇન્શ્યુરન્સ ક્લેમ ફાઇલ કરવાની જરૂર પડશે.
હેલ્થ ઇન્શ્યુરન્સ ક્લેમના પ્રકાર
કેશલેસ ક્લેમ કેવી રીતે કરવો?
અમે પારદર્શિતામાં વિશ્વાસ રાખીએ છીએ અને તેથી તમે જાણો છો કે હેલ્થ ઇન્શ્યુરન્સ ક્લેમ દરમિયાન શું અપેક્ષા રાખવી જોઈએ. અમે કેશલેસ ક્લેમમાંથી પસાર થવાના સંપૂર્ણ પગલાં નીચે જણાવ્યા છે કે જે તમે અમારી 5900+ નેટવર્ક હોસ્પિટલોમાંથી કોઈપણ માટે પસંદ કરી શકો છો.
સ્ટેપ 1: કૃપા કરીને અમને કોઈપણ પ્લાન્ડ હોસ્પિટલમાં દાખલ થવાના ઓછામાં ઓછા બે થી ત્રણ દિવસ પહેલાં અથવા કટોકટીની પરિસ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થવાના 24 કલાકની અંદર જાણ કરો.
સ્ટેપ 2: તમારું ઈ-હેલ્થ કાર્ડ બતાવો અને હોસ્પિટલમાં મીડિયાસિસ્ટ હેલ્પ ડેસ્ક/ઇન્શ્યુંરન્સ હેલ્પડેસ્ક પર પ્રી-અપ્રૂવલ/પૂર્વ-મંજૂરી ફોર્મ માટે પૂછો.
સ્ટેપ 3: ફોર્મ ભરીને સહી કરો અને હેલ્પડેસ્ક પર સબમિટ કરો.
સ્ટેપ 4: જો બધું યોગ્ય હશે છે તો તમે કેશલેસ સુવિધાનો ઉપયોગ કરીને સારવાર સાથે આગળ વધી શકો છો. ધ્યાન રાખજો કે સારવાર મંજૂરીના 15 દિવસની અંદર કરવામાં આવે.
રીઇમ્બર્સ્મન્ટ/વળતરનો ક્લેમ કેવી રીતે કરવો?
સ્ટેપ 1: તમારે એડમિશન તારીખના બે દિવસની અંદર અમને કોલ કરવાનો રહેશે. અમને કોલ બાદ તમને એક લિંક મોકલીશું જેમાં તમારે તમામ મૂળ દસ્તાવેજો (બિલ, રિપોર્ટ વગેરે) ની સોફ્ટ કોપી અને ઇચ્છિત બેંક એકાઉન્ટની વિગતો અપલોડ કરવાની રહેશે.
સ્ટેપ 2: અપલોડ કરતા પહેલા તમારે બધા દસ્તાવેજો જાતે જ સહી કરવાની જરૂર છે. તમારે તેમના પર 'ફોર ડિજિટ ઇન્શ્યુરન્સ' પણ લખવું પડશે. બધા ઓરિજિનલ દસ્તાવેજો હાથવગા જ રાખજો કારણકે અમુક કિસ્સામાં ખરાઈ કે વધુ વિગતો માટે દસ્તાવેજો અમારા દ્વારા માંગવામાં આવી શકે છે.
સ્ટેપ 3: ડિસ્ચાર્જની તારીખથી અથવા તમને લિંક પ્રાપ્ત થાય ત્યારબાદના 30 દિવસની અંદર દસ્તાવેજો અપલોડ કરો.
સ્ટેપ 4: કોઈપણ વધારાની જરૂરિયાતો હશે તો માટે અમે તમને જણાવીશું.
સ્ટેપ 5:તમને છેલ્લા જરૂરી ક્લેમ દસ્તાવેજ જમા કરાવ્યાના 30 દિવસની અંદર ચુકવણી પ્રાપ્ત થશે.
હેલ્થ ઇન્શ્યુરન્સ ક્લેમ માટે જરૂરી દસ્તાવેજો
તમે કેશલેસ ક્લેમ અથવા રીઇમ્બર્સ્મન્ટના વિકલ્પ તરફ જાવ હેલ્થ ઇન્શ્યુરન્સ નો ક્લેમ કરતી વખતે તમારે અપલોડ અથવા સબમિટ કરવાની જરૂર પડી શકે તેવા દસ્તાવેજોની સંપૂર્ણ સૂચિ અહીં છે. ચિંતા કરશો નહિ. દરેક ક્લેમ માટેના દસ્તાવેજો અલગ-અલગ હોય છે પરંતુ આ સૂચિમાં બધું જણાવાયું છે. તમારી પરિસ્થિતિના આધારે તમારે અમુક અથવા તમામ દસ્તાવેજની જરૂર પડી શકે છે.
દસ્તાવેજોની યાદી | હોસ્પિટલાઈઝેશનનો ક્લેમ | ગંભીર બીમારીનો ક્લેમ | દૈનિક હોસ્પિટલ રોકડનો ક્લેમ |
યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ ક્લેમ ફોર્મ | |||
ડિસ્ચાર્જ સમરી | |||
મેડિકલ રેકોર્ડ્સ (વૈકલ્પિક દસ્તાવેજો જરૂરિયાતના આધારે માંગવામાં આવી શકે છે: ઇન્ડોર કેસ પેપર્સ, OT નોટ્સ, PAC નોટ્સ વગેરે) | |||
ઓરિજનલ હોસ્પિટલનું મુખ્ય બિલ | |||
બ્રેકઅપ સાથેનું ઓરિજનલ હોસ્પિટલનું મુખ્ય બિલ | |||
પ્રિસ્ક્રિપ્શન્સ સાથેના ઓરિજનલ ફાર્મસી બિલ્સ (હોસ્પિટલ સપ્લાય સિવાયના અને હોસ્પિટલની બહાર કરવામાં આવેલી તપાસ) | |||
કન્સલ્ટેશન અને ઇન્વેસ્ટિગેશન પેપર્સ | |||
તપાસ પ્રક્રિયાની ડિજિટલ ડિજિટલ ઈમેજ/CD (જો જરુરી હશે તો) | |||
રદ કરેલ ચેક સાથે કેવાયસી (ફોટો આઈડી કાર્ડ) બેંક વિગતો | |||
અમુક વિશિષ્ટ કેસોમાં કેટલાક વધુ દસ્તાવેજોની જરૂર રહેશે, જેમ કે: | |||
સગર્ભાવસ્થા સંબંધિત ક્લેમઓના કિસ્સામાં- જન્મ પહેલાંનો રેકોર્ડ, જન્મ રજા સમરી (બર્થ ડિસ્ચાર્જ સમરી) | |||
એક્સિડેન્ટ અથવા પોલીસની સંડોવણીના કિસ્સામાં- MLC/FIR રિપોર્ટ | |||
મૃત્યુ અથવા વિકલાંગતાના કિસ્સામાં- પોસ્ટ મોર્ટમ રિપોર્ટ, મૃત્યુ પ્રમાણપત્ર અથવા અપંગતા પ્રમાણપત્ર ઓરિજનલ ઈનવોઈસ/સ્ટીકર (જો લાગુ હોય તો) | |||
સંભાળ રાખતા/ચકાસતા ફિઝિશિયનનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો) |
કેશલેસ સુવિધા માટે નેટવર્ક હોસ્પિટલો
ડિજિટ વેબસાઈટ પર લિસ્ટેડ હોસ્પિટલો રિયલ ટાઈમમાં અપડેટ થતી નથી. અપડેટ કરેલી માહિતી ચકાસવા નીચેની TPA યાદીઓ અને સંબંધિત TPA તપાસો.
નું નામ ટીપીએ |
પોલિસીનો પ્રકાર |
લિંક |
મેડી આસિસ્ટ ઇન્સ્યોરન્સ TPA પ્રાઇવેટ લિ. |
રિટેલ અને ગ્રુપ |
|
પેરામાઉન્ટ હેલ્થ સર્વિસીસ એન્ડ ઇન્શ્યુરન્સ TPA પ્રાઈવેટ લિ. |
ગ્રુપ |
|
હેલ્થ ઈન્ડિયા ઇન્શ્યુરન્સ TPA સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ |
ગ્રુપ |
|
ગુડ હેલ્થ ઇન્શ્યુરન્સ TPA લિમિટેડ |
ગ્રુપ |
|
ફેમિલી હેલ્થ પ્લાન ઇન્શ્યુરન્સ TPD લિમિટેડ (FHPL) |
ગ્રુપ |
અમે કેટલીક હોસ્પિટલો સાથે સીધુંં જોડાણ પણ કર્યું છે. આ હોસ્પિટલ નેટવર્ક હોસ્પિટલો ઉપરાંતની છે જે અમે અમારા TPA સાથે જાળવીએ છીએ