આજે, ભારતમાં હેલ્થ અને વેલનેસ બઝવર્ડ બની ગયા છે. સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ લોકોને તંદુરસ્ત લાઈફસ્ટાઈલ અપનાવવા પ્રોત્સાહિત કરે છે. જોકે, યોગ્ય હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન વિના તમારા સ્વાસ્થયની સામે તમારી સેફ્ટી અને સિક્યોરિટી ઓછી જ રહેશે.
ઇન્સ્યોરન્સ વિશે શંકા મુખ્યત્વે ખોટી માહિતીથી ઉદભવે છે તેથી અમે તમારા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પર આ માર્ગદર્શિકા લાવ્યા છીએ. અમે ફિક્સડ બેનિફિટ હેલ્થ ઇન્સ્યોરન્સ અને ઈન્ડેમનિટી મેડિકલ ઇન્સ્યોરન્સ અને તેમની તમામ જટિલતાઓને આવરી લઈશું.
તો, ચાલો પ્રારંભ કરીએ!
એક ફિક્સડ બેનિફિટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો હોય તેવી પૂર્વવ્યાખ્યાયિત સંજોગ-સ્થિતિ માટે ચોક્કસ નિયત રકમ ચૂકવે છે. પોલિસીની શરતો અનુસાર જો આ નિર્ધારિત ઇન્સ્યોરન્સ ઘટે તો આ પ્લાન ઇન્શ્યુર્ડને બાંયધરીકૃત અને ફિક્સડ રકમનો વિસ્તાર આપે છે.
અહીં, ઇન્શ્યુર્ડ ઘટના મેડિકલ પરિસ્થિતિઓ અથવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગો, કિડનીની સમસ્યાઓ અને કેન્સર સહિતની ગંભીર બિમારીઓ હોઈ શકે છે.
વધુમાં, ફિક્સ બેનિફિટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ઇન્સ્યોરન્સધારકને હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરેલા વાસ્તવિક અથવા હેતુપૂર્વકના ખર્ચને ધ્યાનમાં લીધા વિના ક્લેમ તરીકે એક લમ્પ-સમ રકમનો વિસ્તાર આપે છે. તેથી ક્લેમની રકમનો ઉપયોગ સંપૂર્ણપણે પોલિસીધારકનો વિશેષાધિકાર છે.
મેડિકલ ઈમરજન્સીઓ વ્યક્તિના હોસ્પિટલાઈઝેશનનો સમય વધારે છે અને સાથે સાથે મોટી રકમની જરૂર પડે છે. આ પ્રકારની આજકાલ ખાસ વધી રહેલ સ્થિતિમાં જીવન માટે જોખમી રોગોનું નિદાન કરનાર વ્યક્તિઓના કેસ છે.
ભારતમાં વર્ષોથી ગંભીર બીમારીઓના કેસોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. વધુમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા 2020નો અહેવાલ સૂચવે છે કે ગંભીર બિમારીઓને કારણે નજીકના ભવિષ્યમાં મૃત્યુ વધશે જ. તેથી આ યોગ્ય સમય છે કે તમે તમારા પ્રિયજનોને આવી બિમારીઓથી બચાવવા માટે યોગ્ય પગલાં લો.
આ સંજોગો છે જ્યાં ફિક્સડ બેનિફિટ હેલ્થ પ્લાન ખાસ કરીને તમને સાધનસંપન્ન અને સુરક્ષિત બનાવશે.
ગંભીર બિમારીના પોલિસીના કિસ્સામાં, આ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પોલિસીધારકને અમુક પૂર્વ-નિર્ધારિત બિમારીઓમાંથી કોઈપણ એકનો સામનો કરવા પર ખાતરીપૂર્વકની રકમ ચૂકવશે. એક ઉદાહરણ દ્વારા આની વિસ્તૃત સમજ આપીએ:
ચાલો ધારી લો કે કહીએ કે શ્રીમતી વર્માએ રૂ. 10 લાખના સમ-ઇન્શ્યોર્ડવાળો ગંભીર બીમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન (critical illness health insurance plan) લીધો છે. પોલિસીની શરતોમાં લિસ્ટેડ એક એક ગંભીર બિમારીઓ તેમને થઈ. આ કિસ્સામાં તેણીએ ખર્ચ કરવી પડતી કુલ રકમને ધ્યાનમાં લીધા વગર જ તેણીને ક્લેમ પેટે સીધા જ રૂ. 10 લાખની રકમ પ્રાપ્ત થશે. તેણી પ્લાન હેઠળ સમગ્ર સમ-ઇન્શ્યોર્ડ.મેળવશે અને પોલિસી ટર્મિનેટ એટલેકે સમાપ્ત થશે.
વધુમાં, જ્યારે ફિક્સડ બેનિફિટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરો ત્યારે તમારે ખાતરી કરવી જોઈએ કે તમારો પ્લાન સંભવિત રોગોની શ્રેણીને અસરકારક રીતે આવરી લે છે કે કેમ. તેથી અમારી સલાહ છે કે તમે એવો પ્લાન પસંદ કરો જેમાં અમુક સામાન્ય થયેલ ગંભીર બીમારીઓને આવરી લેવામાં આવી હોય.
વધુમાં, મેડિકલ કેરના આસમાને પહોંચતા ખર્ચ માટે એક સુઆયોજિત નાણાકીય વ્યવસ્થા હોવી જરૂરી છે. અહીં, તમે તમારા હાલના હેલ્થ કવરમાં વૃદ્ધિ તરીકે ફિક્સડ-લાભ પ્લાન વિશે વિચારી શકો છો.
આ સિવાય તે આજીવિકા ગુમાવવાથી અથવા હોસ્પિટલાઈઝેશન અને રિકવરી સમય દરમિયાન આવકમાં ઘટાડો થવાને કારણે ઉભા થતા બિન-તબીબી ખર્ચને પણ આવરી લે છે. વધુમાં, આ પ્લાન જો તમે આનુવંશિકતા (Genetic) અથવા લાઈફસ્ટાઈલ વગેરેને લીધે અમુક મેડિકલ પરિસ્થિતિઓના શિકાર છો તો તમારા માટે આ પ્લાન ખાસ કરીને લાભદાયી છે.
નામ સૂચવે છે તે મુજબ જ ઈન્ડેમનિટી મેડિકલ ઇન્સ્યોરન્સ પ્લાન તેના પોલિસીધારકને હોસ્પિટલાઈઝેશન ખર્ચ સામે ભરપાઈ કરી આપે છે. આ પ્લાન હોસ્પિટલાઈઝેશન દરમિયાન ઇન્શ્યુર્ડના વાસ્તવિક ખર્ચની ભરપાઈ કરે છે. જોકે આ પ્લાન હેઠળ કુલ સમ-ઇન્શ્યોર્ડની રકમ સુધી જ આ ખર્ચાઓની ભરપાઈ થઈ શકે છે. આ પ્લાનનું સારું ઉદાહરણ મેડિક્લેમ છે, જે એક લોકપ્રિય ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ છે.
આ પ્લાન ઘણી બધી પોલિસીઓ સાથે આવે છે, જેમ કે ગંભીર બીમારી પોલિસી, ડેઈલી હોસ્પિટલ કેશ પોલિસી અને પર્સનલ એક્સિડન્ટ પોલિસી. આમ આ વિવિધ પ્રકારની તબીબી જરૂરિયાતો પૂરી કરે છે.
વધુમાં, જો કોઈ ઇન્શ્યુર્ડ કેશલેસ હોસ્પિટલાઈઝેશન પ્લાન પસંદ કરે છે તો તેણે/તેણીને માત્ર અમુક ફિક્સડ રકમ ચૂકવવાની જરૂર રહેશે અને બાકીની કાળજી ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ લેશે. જોકે, આ વ્યક્તિ પાસે કેશલેસ હોસ્પિટલાઈઝેશન પ્લાન નથી, તો તેણે ઇન્સ્યોરન્સ કંપનીને બધી રસીદો અને બિલ સબમિટ કરવાની જરૂર રહેશે. આ દસ્તાવેજોના આધારે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર ઇન્શ્યુર્ડ વ્યક્તિને ઈન્ડેમનિટી આપશે.
આ હેલ્થ પ્લાનના ઇન્શ્યુર્ર સામાન્ય રીતે અનેક મેડિકલ કેન્દ્રો અને પાર્ટનર હોસ્પિટલો સાથે જોડાણ કરે છે. પરિણામે, ઈન્ડેમનિટી-આધારિત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન જ્યારે હોસ્પિટલાઈઝેશનની વાત આવે ત્યારે ઉચ્ચ સ્તરની રાહત આપે છે તેથી પોલિસી ધારકો પૂરી પાડવામાં આવેલ સંભાળના ખર્ચ વિશે ચિંતા કર્યા વિના ચોક્કસ મેડિકલ સેન્ટર અથવા હોસ્પિટલની મુલાકાત લેવાનું પસંદ કરી શકે છે.
વધુમાં, આ પ્લાન હોસ્પિટલમાં દાખલ થવાના વાસ્તવિક ખર્ચને આવરી લેવાની સાથે બીમારીઓ અને સારવારની પણ વ્યાપક શ્રેણીને આવરી લે છે. નીચેનું ઉદાહરણ હોસ્પિટલ ઈન્ડેમનિટી ઇન્સ્યોરન્સ કવરેજના લાભોનો સારાંશ આપે છે:
માની લઈએ કે શ્રીમાન શર્મા રૂ. 10 લાખના સમ-ઇન્શ્યોર્ડ સાથે ઈન્ડેમનિટી હેલ્થ પ્લાન માટે સાઇન અપ કરે છે. પોલિસીની શરતોમાં, તેને હોસ્પિટલાઈઝેશન દરમિયાન રૂ. 3.5 લાખના બિલનો સામનો કરવો પડે છે. અહીં, શ્રીમાન શર્મા હોસ્પિટલમાં તેમના રોકાણ દરમિયાન થયેલા ખર્ચની વિગતો આપતા હોસ્પિટલના તમામ બિલો સબમિટ કરશે. આ ડોક્યુમેંટનું મૂલ્યાંકન કર્યા પછી તેની ઈન્ડેમનિટી મેડિકલ ઇન્સ્યોરન્સ કંપની રૂ. 3.5 લાખ ચૂકવશે.
હવે જ્યારે તમે આ બે હેલ્થ પ્લાનથી પરિચિત છો, તો ચાલો નીચે આપેલા કોષ્ટકમાં તુલના કરીને વધુ સમજ કેળવીએ:
સરખામણીનો આધાર |
ફિક્સડ બેનિફિટ હેલ્થ પ્લાન |
ઈન્ડેમનિટી આધારિત હેલ્થ પ્લાન |
ઉપયોગિતા |
આ પ્લાન પૂર્વ-નિર્ધારિત મેડિકલ પરિસ્થિતિઓ અથવા ગંભીર બીમારીઓ માટે સમગ્ર સમ-ઇન્શ્યોર્ડ ચૂકવે છે. |
આ પ્રકારના હેલ્થ પ્લાન વ્યક્તિને મેડિકલ સારવાર પેટે ખર્ચવામાં આવેલ નાણાં પરંતુ મહત્તમ સમ-ઇન્શ્યોર્ડ સુધીની જ રકમની ભરપાઈ કરે છે. |
મૂળભૂત જરૂરિયાતો |
પોલિસીધારકને પોલિસીની શરતો અનુસાર પૂર્વ-નિર્ધારિત મેડિકલ સ્થિતિનું નિદાન કરવું જરૂરી છે. ઇન્સ્યોરન્સ રકમ ક્લેમ કરવા વ્યક્તિએ સર્ટિફાઈડ ડૉક્ટરનો ડાયગ્નોસ્ટિક રિપોર્ટ આપવો આવશ્યક છે. |
ઈન્ડેમનિટી મેડિકલ ઇન્સ્યોરન્સ માટે સામાન્ય રીતે ઇન્સ્યોરન્સધારકને હોસ્પિટલાઈઝેશન અથવા મેડિકલ સારવાર (ડે-કેર પ્રોસિઝર અથવા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ) કરાવવાની જરૂર પડે છે. ક્લેમ માટે, પોલિસીધારકે ઇન્શ્યુર્ર અથવા ઇન્સ્યોરન્સ કંપનીને દરેક ખર્ચની વિગતો આપતા તમામ હોસ્પિટલ બિલ આપવા આવશ્યક છે. વધુમાં, તેમણે ક્લેમ ફોર્મ યોગ્ય રીતે ભરવું અને સહી કરવી આવશ્યક છે. આ ફોર્મમાં ઘણી મુખ્ય વિગતોની જરૂર રહેશે, જેમ કે હોસ્પિટલાઈઝેશનનો સમયગાળો, ડિસ્ચાર્જની તારીખ વગેરે. |
પ્લાનની મુખ્ય વિશેષતા |
લમ્પસમ ઓફર કરીને કેશફ્લો વધારે છે. આ પેમેન્ટ ગંભીર બિમારીઓના કિસ્સામાં વધુ સાધનસંપન્ન છે, જેની સારવાર માટે નોંધપાત્ર ભંડોળની જરૂર છે. આ પ્લાન સારવાર અને રિકવરી સમયે આજીવિકા અથવા કમાણીના નુકસાન માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. પરિણામે, તે ઇન્શ્યુર્ડને ઘરના ખર્ચાઓ, નર્સિંગ ખર્ચ અને બાળકોના શિક્ષણ માટે નાણાં પૂરા પાડી આપે છે. ફિક્સડ બેનિફિટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં કોઈ ચોક્કસ મેડિકલ સ્થિતિ માટે કવરેજ મેળવવા માટે પેટા-મર્યાદાઓ હોતી નથી, ઈન્ડેમનિટી મેડિકલ ઇન્સ્યોરન્સ કરતાં આમાં ક્લેમ માટેની ડોક્યુમેન્ટેશન પ્રક્રિયા સરળ અને સહેલી છે. આ પ્લાન વિવિધ તબીબી જરૂરિયાતોને પૂરી કરતી પોલિસીઓની વિશાળ શ્રેણી સાથે આવે છે. |
તે બિમારીઓ અને મેડિકલ ટ્રીટમેન્ટની વિશાળ શ્રેણી માટે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે. ઇન્શ્યોર્ડ વ્યક્તિઓ આપેલ વર્ષમાં એકથી વધુ ક્લેમ સબમિટ કરી શકે છે પરંતુ મહત્તમ રકમ સમ-ઇન્શ્યોર્ડ રહેશે. તે વિવિધ મેડિકલ સેન્ટરો અને હોસ્પિટલો વચ્ચે પસંદગી કરવાની ફીચર્સને વિસ્તૃત કરે છે. કેટલાક કિસ્સાઓમાં કેશલેસ ફેસિલિટીનો વધારાનો લાભ મળશે. ફિક્સડ ઈન્ડેમનિટી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન હેઠળના પ્રીમિયમ સામાન્ય રીતે કોસ્ટ-ઈફેક્ટિવ હોય છે. વધુમાં, પ્રીમિયમની રકમ સંભવિત પોલિસીધારકની ઉંમર, તેમની પૂર્વ-અસ્તિત્વમાં રહેલી બિમારીઓ અને અન્ય પરિબળોની વચ્ચે પોલિસીની વિશેષતાઓ પર આધાર રાખે છે. |
પ્લાનની મર્યાદા |
ફિક્સડ બેનિફિટ હેલ્થ પ્લાન માટેની પાત્રતા ચોક્કસ બિમારીઓ અથવા રોગ સુધી મર્યાદિત છે. વધુમાં, આ પ્લાન માટેનું પ્રીમિયમ ઈન્ડેમનિટી-આધારિત હેલ્થ પ્લાન કરતાં વધુ ખર્ચાળ હોય છે. |
ઈન્ડેમનિટી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન તેમની પોલિસીની શરતો અનુસાર ડિડક્ટિબલ માટે ચૂકવણી કરતી નથી. સરળ શબ્દોમાં કહીએ તો, આ પ્લાન ખર્ચની યાદીમાં ચોક્કસ વસ્તુઓ ધરાવે છે, જેનો ખર્ચ સહન થશે જેમ કે જાળી, હાથમોજા, ઓક્સિજન માસ્ક, વગેરે. તેથી, પોલિસીધારકે હોસ્પિટલાઈઝેશનની સ્થિતિમાં આ વસ્તુઓ માટે ચૂકવણી કરવી પડશે. ક્લેમ માટે ડોક્યુમેન્ટેશન પ્રોસેસ સામાન્ય રીતે ભારે હોય છે, અને તે વધુ સમય માંગી લે છે. |
આ બંને હેલ્થ પ્લાન અત્યંત વિશિષ્ટ છે અને તદ્દન અલગ-વિવિધ તબીબી જરૂરિયાતો પૂરી પાડે છે. તદુપરાંત, ઉપરના કોષ્ટકમાં જણાવ્યા અનુસાર આ દરેક પ્લાનનાઅ પોતાના ફાયદા અને ખામીઓ છે.
આ બે પ્લાનનું મૂલ્યાંકન કરવાનું બીજું પાસું તેમના સંબંધિત ટેક્સ લાભો પણ હોઈ શકે છે. જોકે આ બંને પ્લાન માટે ટેક્સ લાભો સમાન છે. તેથી તમે ઈન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80D મુજબ ટેક્સ કપાતનો લાભ મેળવી શકો છો. અહીં, સિનિયર સિટીઝનો માટે રૂ. 50,000 સુધીનું પ્રીમિયમ અને નોન-સિનિયર સિટીઝનોના કિસ્સામાં રૂ. 25,000 સુધીનું પ્રીમિયમ. ટેક્સ કપાત માટે પાત્ર છે.
તો હવે સવાલ છે કે તમારે કયું પસંદ કરવું જોઈએ? અમે માનીએ છીએ કે આ નિર્ણય તમારી જરૂરિયાતો અને આવશ્યકતાઓને અનુરૂપ છે. ફિક્સડ ઈન્ડેમનિટી મેડિકલ ઇન્સ્યોરન્સ પ્લાન સાથે, તમે તમારા અને તમારા પરિવાર માટે નાણાકીય સજ્જતા અને ઉચ્ચ સુરક્ષા પ્રાપ્ત કરી શકો છો.
તદુપરાંત, આજે આપણે તણાવપૂર્ણ જીવન જીવીએ છીએ, જે અંતે આપણને ગંભીર બિમારીઓ માટે સંવેદનશીલ બનાવે છે. તેથી તમારી હાલની હેલ્થ પોલિસીને ફિક્સડ બેનિફિટ હેલ્થ પ્લાન સાથે પૂરક બનાવવું અર્થપૂર્ણ છે.
તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સૌથી મહત્વપૂર્ણ બાબત છે. જોકે આજકાલ મેડિકલ કેર હાલમાં મોંઘી હોવાનું સામાન્ય જ્ઞાન છે જ તેથી, ઇન્સ્યોરન્સ પ્લાન તમને મસમોટા મેડિકલ બિલોથી બચવાનો માર્ગ આપે છે અને તમને તમારા નાણાં અને બચતને બચાવવા માટે મદદરૂપ થઈ શકે છે. અમે આશા રાખીએ છીએ કે આ ગાઈડલાઈને તમને પૂરતી સમજ આપી છે અને હેલ્થ પ્લાન ખરીદવા માટેની તમારી ખચકાટ દૂર થઈ હશે.