ઓનલાઈન હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી

ડિજીટ ઇન્સ્યોરન્સ પર જાઓ

મોતિયાની સર્જરીને આવરી લેતો હેલ્થ ઈન્સ્યોરન્સ

શું છે મોતિયાનું હેલ્થ ઈન્સ્યોરન્સ ?

મોતિયાનો હેલ્થ ઈન્સ્યોરન્સ ફક્ત હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીનો સંદર્ભ આપે છે જે મોતિયાની સારવારને આવરી લે છે. વૃદ્ધાવસ્થામાં આંખની આ સામાન્ય સમસ્યા છે. આ સિવાય આંખમાં ઈજાઓ થવાને કારણે મોતિયો પાકી શકે છે.

ડિજિટમાં અમારી ડેકેર પ્રક્રિયાઓ હેઠળ કોઈ પણ વધારાના ખર્ચ વિના મોતિયાની સારવારનો સમાવેશ કરવામાં આવે છે.

મોતિયાની સર્જરી સાથેનો હેલ્થ ઈન્સ્યોરન્સ કેમ લેવો જરૂરી છે ?

1

એક પરંપરાગત મોતિયાની સર્જરી (ફેકોઈમલ્સિફિકેશન) પ્રત્યેક આંખ માટે રૂ. 40,000નો ખર્ચ થાય છે, જ્યારે બ્લેડ વિનાની નવી સર્જરી રૂ. 85,000 થી રૂ. 1.2 લાખનો ખર્ચ થઈ શકે છે! (1)

2

મોતિયાનો કોઈ કુદરતી ઈલાજ નથી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા પ્રકાશિત થયેલા અભ્યાસોની 2017ની સમીક્ષાએ પુષ્ટિ કરી છે કે મોતિયા માટે એકમાત્ર ઉપલબ્ધ સારવાર સર્જરી જ છે.  (2)

3

યુએસ અથવા યુરોપમાં મોતિયાના સંક્રમણની સરેરાશ ઉંમર 70+ છે. પરંતુ ભારતમાં આ સંક્રમણ દર 50 વર્ષની આસપાસ જ ઝડપથી વધી રહી છે. (3)

 

મોતિયો શું છે ?

આંખના લેન્સમાં ગાઢ, વાદળછાયા વિસ્તારની રચનાને કારણે સર્જાતી સ્થિતિને મોતિયો કહેવાય છે.  તે મોટાભાગે વૃદ્ધ લોકોમાં સામાન્ય છે અને જો સારવાર ન કરવામાં આવે તો આંશિક અથવા સંપૂર્ણ અંધત્વ તરફ પણ દોરી શકે છે.

 

મોતિયો કેમ થાય છે ?

મોતિયા માટે કોઈ એક માત્ર કારણ જવાબદાર નથી. જોકે તે વરિષ્ઠો લોકોમાં સામાન્ય છે. ભારતમાં એક એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે જ્યાં 50 વર્ષની ઉંમરના લોકોને પણ મોતિયાની અસર થઈ રહી છે!

તેનું એક કારણ ભારતમાં ડાયાબિટીસનો વધારો અને વ્યાપ પણ હોઈ શકે છે. ડાયાબિટીસ અને વધતી ઉંમર ઉપરાંત મોતિયાના કેટલાક કારણો નીચે મુજબ છે.

• ઓક્સિડન્ટ્સનું વધુ ઉત્પાદન એટલે કે ઓક્સિજનના પરમાણુઓ કે જે સામાન્ય દૈનિક જીવનને કારણે રાસાયણિક રીતે બદલાઈ ગયા છે

• ધૂમ્રપાન

• અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન

• સ્ટીરોઈડ અને અન્ય દવાઓનો લાંબા ગાળાનો ઉપયોગ

• અમુક રોગો જેમ કે ડાયાબિટીસ

• આંખમાં ભૂતકાળમાં થયેલી ઇજાઓ

• રેસિયેશન થેરાપી

મોતિયાના લક્ષણો

• દ્રષ્ટિ ઝાંખી થવી

• રાત્રે જોવામાં તકલીફ

• રંગો ઝાંખા દેખાવા

• ઝગઝગાટ સાથે સંવેદનશીલતા વધવી

• આજુબાજુની લાઇટો

• અસરગ્રસ્ત આંખમાં બેવડી દ્રષ્ટિ

• પ્રિસ્ક્રિપ્શન ચશ્મામાં વારંવાર ફેરફારની જરૂરિયાત

મોતિયાના પ્રકારો

સામાન્ય રીતે લોકો એવી ગેરસમજમાં હોય છે કે મોતિયા એક જ પ્રકારનું હોય છે અને તે ફક્ત વૃદ્ધાવસ્થા સાથે સંબંધિત હોય છે.

જોકે હકીકત કઈંક અલગ છે. મોતિયા તેના કારણ અને આંખના કયા ભાગને અસર કરે છે તેના આધારે વિવિધ પ્રકારના હોઈ શકે છે. નીચે મોતિયાના વિવિધ પ્રકારો છે :

 

• ન્યૂક્લિયર મોતિયો : લેન્સની મધ્યમાં બને છે અને ન્યુક્લિયસ (આંખનું કેન્દ્ર) પીળા/ભુરો થવાનું કારણ બને છે

• કોર્ટિકલ મોતિયો : ફાચર આકારનું, ન્યુક્લિયસની ધારની આસપાસ રચાય છે.

• પૉસ્ટિરિઅર કેપ્સુલર કૅટરૅક્ટ્સ: અન્ય મોતિયાની સરખામણીમાં ખૂબ જ ઝડપથી બને છે અને આંખના લેન્સના પાછળના ભાગને અસર કરે છે.

• જન્મજાત મોતિયો : આ મોતિયાનો એક એવો પ્રકાર છે જે વધતી ઉંમરને કારણે નથી થતો પરંતુ જન્મથી જ બાળકમાં હોય છે અથવા બાળકના પ્રથમ વર્ષમાં આંખમાં બને છે.

• ગૌણ મોતિયો  : અન્ય રોગ અથવા ડાયાબિટીસ અને ગ્લુકોમાને કારણે આ મોતિયો થાય છે. વધુમાં સ્ટેરોઇડ્સ અને અન્ય દવાઓનો ઉપયોગ પણ મોતિયાનું કારણ બની શકે છે.

• આઘાતજનક મોતિયો : કેટલીકવાર આંખમાં ઈજા થયા પછી આ મોતિયો વિકસી શકે છે. જોકે આ મોતિયાના સર્જનમાં વર્ષો પણ લાગી શકે છે.

• રેડિયેશન મોતિયો : કેન્સર માટે રેડિયેશન ટ્રીટમેન્ટમાંથી પસાર થયા પછી વ્યક્તિમાં આ મોતિયો બને છે.

મોતિયોથી બચવાનો કોઈ ઉપાય છે?

હા, તમારી આંખના સ્વાસ્થ્ય અને એકંદર શરીરના આરોગ્ય અને સુખાકારીને જાળવી રાખીને મોતિયાને અટકાવી શકાય છે. મોતિયાને રોકવાની કેટલીક રીતોમાં નીચે જણાવી છે :

 

• તમારી આંખોને UVB કિરણોથી બચાવવા માટે બહાર તડકામાં નીકળો ત્યારે સનગ્લાસ પહેરો.

• નિયમિત આંખની તપાસ કરાવો. ખાસ કરીને જો તમે સામાન્ય રીતે આંખની સમસ્યાઓનો સામનો કરો છો અથવા 65 વર્ષથી વધુ ઉંમરના છો તો સમયાંતરે આંખોની તપાસ કરાવો.

• ધૂમ્રપાન બંધ કરો !

• એન્ટીઓક્સીડેન્ટ ધરાવતા ફળો અને શાકભાજીનું નિયમિત સેવન કરો.

• શરીરને સ્થૂળ ન બનાવો. યોગ્ય-તંદુરસ્ત વજન જાળવી રાખો. તે અન્ય રોગોને પણ અટકાવે છે.

• જો તમને ડાયાબિટીસ હોય તો તમારા ડાયાબિટીસના લેવલને કાબૂમાં રાખો.

 

શું મોતિયા સાથે સંકળાયેલા કોઈ જોખમી પરિબળો છે?

હા, એવા કેટલાક લોકો છે જેઓ કમનસીબે અન્ય લોકો કરતા મોતિયાની વધુ સંભાવના ધરાવે છે. તેમાંના કેટલાક જોખમી પરિબળોનો નીચે મુજબ છે :

 

• વધતી જતી ઉંમર

• ભારે આલ્કોહોલનું સેવન

• નિયમિત ધૂમ્રપાન

• સ્થૂળતા-ઓબેસિટી

• હાઈ બ્લડ પ્રેશર

• અગાઉની આંખની ઇજાઓ

• મોતિયાનો પારિવારિક ઇતિહાસ

• સતત સૂર્યપ્રકાશનો સંપર્ક

• ડાયાબિટીસ

• એક્સ-રે અને કેન્સરની સારવારમાં રેડિયેશનનો સંપર્ક

મોતિયાની સર્જરી શા માટે મહત્વની છે?

  • સર્જરી સિવાય મોતિયાનો કોઈ કુદરતી ઈલાજ નથી - કમનસીબે, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે હાલમાં સર્જરી સિવાય મોતિયાનો કોઈ કુદરતી ઈલાજ નથી. તેથી તમારી દ્રષ્ટિ સુધારવા અને મોતિયાના લક્ષણો અને પરિણામોથી બચવા માટે તમારે મોતિયાની સર્જરી કરાવવાની જરૂર પડશે.
  • સારવાર ન કરાયેલ મોતિયો તમને આંશિક અથવા સંપૂર્ણ અંધત્વ તરફ દોરી શકે છે - વ્યક્તિની ઉંમર અને આંખની સ્થિતિ મુજબ લક્ષણો સમય સાથે વધુ ખરાબ થઈ શકે છે અને તેની સારવાર કર્યા વિના (સર્જરી) તે દર્દીને આંશિક અથવા સંપૂર્ણ અંધત્વ તરફ દોરી શકે છે. જો તમને અથવા તમારા માતા-પિતાને એક અથવા બંને આંખોમાં મોતિયો છે તો તેના ખરાબ પરિણામો ટાળવા માટે મોતિયાની સર્જરી કરાવવી જરૂરી છે.
  • મોતિયાની સર્જરી સફળતાપૂર્વક તમારી દ્રષ્ટિને પરત લાવી શકે છે  - આજના અદ્યતન મેડિકલ યુગમાં મોતિયાની સર્જરી વાસ્તવમાં સૌથી સલામત સર્જરીઓમાંની એક છે. હકીકતમાં તમારે ભાગ્યે જ થોડા કલાકો માટે દાખલ થવાની જરૂર છે આમ અન્ય સર્જરીની તુલનામાં તે ખૂબ જ ટૂંકી પ્રક્રિયા છે અને શ્રેષ્ઠ બાબત એ છે કે કોઈપણ આડઅસર વગર જ આ સર્જરી દ્વારા વ્યક્તિની દ્રષ્ટિ સફળતાપૂર્વક પરત લાવી શકાય છે.
  • જીવનની ગુણવત્તા સુધારે છે - આંખો વિશ્વની સાથે માનવ શરીર માટે આત્માની બારી છે! તે શરીરનો એક નાના અંગ છે પરંતુ આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આપણે કેટલા આ નાની આંખો પર નિર્ભર હોઇએ છીએ. આથી મોતિયાની સર્જરી કરાવવાથી માત્ર વ્યક્તિની દ્રષ્ટિ જ નહીં, પણ એકંદરે જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.

ભારતમાં મોતિયાની સર્જરીનો ખર્ચ કેટલો થાય છે ?

જ્યારે ફેકોઈમલસિફિકેશન મોતિયાની સર્જરીએ મોતિયાની સર્જરીનું સૌથી સામાન્ય સ્વરૂપ છે. આ સિવાય મોતિયાની સર્જરી માટે કેટલી અન્ય સર્જરીઓ પણ છે.

જોકે ડોક્ટરે તમને શું ભલામણ કરી છે તેના આધારે, તમે જે શહેરમાં રહો છો, તમે જે હોસ્પિટલ પસંદ કરો છો અને તમારી ઉંમર કેટલી છે તેને આધારે ભારતમાં મોતિયાની સર્જરીનો ખર્ચ અલગ-અલગ હશે. ભારતમાં ત્રણ અલગ-અલગ પ્રકારના મોતિયાની સર્જરી માટે અંદાજે કેટલો ખર્ચ થશે તે નીચે છે :

ફેકોઇમલ્સિફિકેશન મોતિયાની સર્જરી વધારાની કેપ્સ્યુલર મોતિયાની સર્જરી બ્લેડલેસ મોતિયાની સર્જરી
તે શું છે : એનેસ્થેસિયા આપીને મોતિયાને તોડી નાખવા અને દૂર કરવા માટે અસરગ્રસ્ત કોર્નિયામાં નાના ચીરો કરવાની આ સૌથી સામાન્ય સર્જરી છે. તે શું છે : ફેકોઈમલ્સિફિકેશન મોતિયાની સર્જરી જેવી જ છે, પરંતુ અહીં સર્જરીમાં જરૂરી ચીરા સામાન્ય કરતાં મોટા છે. તે શું છે : આ સર્જરી કોઈપણ ચીરા પદ્ધતિઓનો ઉપયોગ કરતી નથી પરંતુ તેના બદલે કોમ્પયુટર આધારિત ફેમટોસેકન્ડ લેસર દ્વારા મોતિયાની સારવાર કરવામાં આવે છે, જે મોતિયાને ઓગાળી દે છે.
ખર્ચ : અસરગ્રસ્ત આંખ માટે લગભગ રૂ. 40,000નો ખર્ચ થાય છે. ખર્ચ : અસરગ્રસ્ત આંખ માટે રૂ. 40,000 થી રૂ. 60,000 વચ્ચે. ખર્ચ : આ સર્જરી એકદમ તાજેતરની અને ખૂબ જ ટેકનિકલ છે તેથી અન્ય સર્જરીઓ કરતાં વધુ ખર્ચાળ છે એટલે કે અસરગ્રસ્ત આંખ માટે લગભગ રૂ. 85,000 થી 120,000નો ખર્ચ આવે છે.

Source

ડિસ્કલેમર : ઉપરોક્ત માત્ર અંદાજિત ખર્ચ છે અને દરેક હોસ્પિટલ અને શહેરમાં ખર્ચ અલગ-અલગ હોઈ શકે છે.

મોતિયાને આવરી લેતા ડિજિટના આરોગ્ય વીમા વિશે શું સારું છે?

સરળ ઓનલાઈન પ્રક્રિયાઓ - હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવાથી લઈને દાવા કરવા સુધીની પ્રક્રિયા પેપરલેસ, સરળ, ઝડપી અને મુશ્કેલીમુક્ત છે! દાવાઓ માટે પણ કોઈ હાર્ડ કોપી જરૂરી નથી!

કોઈ વય-આધારિત અથવા ઝોન-આધારિત કો-પેમેન્ટ નથી - અમારો હેલ્થ ઇન્સ્યોરન્સ કોઈ વય-આધારિત અથવા ઝોન-આધારિત કો-પેમેન્ટ સાથે આવે છે. આનો અર્થ એ છે કે સ્વાસ્થ્ય ઇન્સ્યોરન્સના દાવા દરમિયાન, તમારે તમારા ખિસ્સામાંથી કંઈપણ ચૂકવવાની જરૂર નથી.

કોઈ રૂમ ભાડા પર પ્રતિબંધ નથી - અમે સમજીએ છીએ કે દરેકની અલગ-અલગ પસંદગીઓ હોય છે. એટલા માટે અમારી પાસે રૂમ ભાડા પર પ્રતિબંધ નથી. તમને ગમે તે હોસ્પિટલ રૂમ પસંદ કરો.

SI વૉલેટ બેનિફિટ  - જો તમે પૉલિસી સમયગાળા દરમિયાન તમારી ઇન્સ્યોરન્સની રકમ સમાપ્ત કરો છો, તો અમે તેને તમારા માટે રિફિલ કરીએ છીએ.

કોઈપણ હોસ્પિટલમાં સારવાર મેળવો - રોકડ રહિત સારવાર માટે ભારતમાં અમારી 10500+ નેટવર્ક હોસ્પિટલોમાંથી પસંદ કરો અથવા વળતરની પસંદગી કરો.

વેલનેસ બેનિફિટ - ટોપ-રેટેડ હેલ્થ અને વેલનેસ પાર્ટનર્સ સાથે મળીને ડિજિટ ઍપ પર એક્સક્લુઝિવ વેલનેસ બેનિફિટ મેળવો.

ડિજીટ દ્વારા આરોગ્ય ઇન્સ્યોરન્સના મુખ્ય લાભો

કો-પેમેન્ટ ના
રૂમ ભાડાની મર્યાદા ના
કેશલેસ હોસ્પિટલ્સ સમગ્ર ભારતમાં 10500+ નેટવર્ક હોસ્પિટલો
ઇનબિલ્ટ પર્સનલ એક્સિડન્ટ કવર હા
વેલનેસ બેનિફિટ 10+ વેલનેસ પાર્ટનર્સ તરફથી ઉપલબ્ધ
શહેર આધારિત વળતર 10% સુધી વળતર
વિશ્વવ્યાપી કવરેજ હા*
સારું હેલ્થ વળતર 5% સુધી વળતર
ઉપભોક્તા કવર એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે

*ફક્ત વિશ્વવ્યાપી સારવાર યોજના પર ઉપલબ્ધ

ડિજિટના હેલ્થ ઈન્સ્યોરન્સમાં મોતિયાની સર્જરી માટે કઈ રીતે ક્લેઈમ કરવું ?

ડિજિટનો હેલ્થ ઈન્સ્યોરન્સ મોતિયાની સર્જરીને ‘ડેકેર પ્રોસિજર’ હેઠળ આવરી લે છે. તે મેડિકલ ટ્રીટમેન્ટ તરીકે સ્વીકાર્ય છે જેમાં સારવાર માટે 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.

જો તમે મોતિયાની સર્જરી કરાવવા ઈચ્છો છો અને અમારી પાસે ઈન્સ્યોરન્સ લીધો છે - તો તમે કેવી રીતે ક્લેઈમ કરી શકો છો તે નીચે જણાવેલ છે :

A. વળતર ક્લેઈમ

  • નક્કી કરેલ સર્જરીની તારીખ અને હોસ્પિટલમાં દાખલ થવા વિશે અમને અગાઉથી અથવા દાખલ થયાના બે દિવસની અંદર જાણ કરો. જોકે મોતિયાની સર્જરી સામાન્ય રીતે અગાઉથી શિડ્યુઅલ કરવામાં આવતી હોવાથી છેલ્લી ઘડીની કોઈપણ સમસ્યાઓ ટાળવા માટે અમને અગાઉ જાણ કરવી વધુ સારું છે !
  • તમે અમને 1800-258-4242 પર કોલ કરીને અથવા અમને healthclaims@godigit.com પર ઇમેઇલ કરીને જાણ કરી શકો છો અને અમે તમને તમારા બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા માટે એક લિંક મોકલીશું. સર્જરી બાદ અમે શક્ય તેટલી વહેલી તકે તમારો ક્લેઈમ સેટલ કરવાનો પ્રયત્ન કરીશું.

B. કેશલેસ ક્લેઈમ

જો તમે કેશલેસ ક્લેઈમ માટે જવા માંગતા હો તો તમે પહેલા નેટવર્ક હોસ્પિટલ પસંદ કરો જ્યાં તમે મોતિયાની સર્જરી કરાવવા માંગો છો.

• અમને ઉપરોક્ત નંબર અથવા ઈમેલ પર ઓછામાં ઓછા 72-કલાક પહેલા જાણ કરો.

• નેટવર્ક હોસ્પિટલ ડેસ્ક પર તમારું ઈ-હેલ્થ કાર્ડ રજૂ કરો અને કેશલેસ રિક્વેસ્ટ ફોર્મ માટે પૂછો. જો બધું સારું છે તો તમારા ક્લેઈમની પ્રક્રિયા ત્યાં જ કરવામાં આવશે! 

મોતિયાને આવરી લેતા હેલ્થ ઈન્સ્યોરન્સ સંબંધિત FAQs

✓ કયા વયજૂથને મોતિયા થવાની સંભાવના છે?

મોટે ભાગે, વરિષ્ઠ વય જૂથ એટલેકે વૃદ્ધવસ્થામાં મોતિયા થવાની સંભાવના વધુ હોય છે.

 

✓ શું તમામ મેડિકલ હેલ્થ ઈન્સ્યોરન્સ મોતિયાની સર્જરીને આવરી લે છે ?

ના, દરેક હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીના નિયમો અને શરતો પર નિર્ભર રહેશે. તમારા પોલિસી દસ્તાવેજને તપાસો અથવા તમારા ઈન્શ્યોર્રને પૂછો કે તે આવરી લેવામાં આવશે કે નહિ. ડિજિટ પર ડેકેર પ્રક્રિયાઓ હેઠળ મોતિયાની સારવારને આવરી લેવામાં આવે છે.

 

✓ શું મોતિયાની સર્જરી માટે વેઈટિંગ પિરિયડ છે?

હા, મોતિયાની સર્જરી માટે ઓછામાં ઓછો 2 વર્ષનો વેઈટિંગ પિરિયડ છે, ડિજિટ પર, કારણ કે તે ચોક્કસ બીમારીઓમાં સમાવિષ્ટ છે.

 

✓ મને ડાયાબિટીસ છે તો શું તેનો અર્થ એ છે કે મને પણ મોતિયો થશે ?

ના, તમને ડાયાબિટીસ છે એનો અર્થ એ નથી કે તમને મોતિયા થઈ જશે. જોકે, એવું કહેવાય છે કે જે લોકો ડાયાબિટીસ (ખાસ કરીને હાઈ લેવલ) ધરાવતા હોય તેઓને પણ સેકન્ડરી મોતિયા થવાની સંભાવના વધુ હોય છે.

 

✓ મોતિયાની સર્જરી માટે શું મારે વધારાનું એડ-ઓન કવર લેવું પડશે ?

આ ફરી તમારા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની પર નિર્ભર રહેશે. જોકે ડિજિટ પર - મોતિયાની સર્જરી ડેકેર પ્રક્રિયાઓ હેઠળ આવરી લેવામાં આવે છે, જે અમારા તમામ હેલ્થ ઈન્સ્યોરન્સ વિકલ્પોમાં ડિફોલ્ટ તરીકે સમાવિષ્ટ છે.

 

✓ શું દરેક વ્યક્તિને મોતિયાની સર્જરીની જરૂર છે ?

આ મુખ્યત્વે તમારા આંખના લક્ષણો અને વર્તમાન દ્રષ્ટિની ગુણવત્તા પર આધાર રાખે છે. મોતિયા ધરાવતા મોટાભાગના લોકો માટે સર્જરી કરાવવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે તે સલામત છે અને સફળતાપૂર્વક તમારી આંખોની દ્રષ્ટિને પુનઃસ્થાપિત કરે છે. જોકે હાલમાં તમારી આંખમાં મોતિયો કેટલો પક્યો છે, તેની કેવી અસર થઈ છે તેના આધારે સર્જરીમાં વિલંબ પણ કરી શકો છો.આ અમુક સામાન્ય કારણ અને બાબતો છે આ અંગે વધુ સચોટ માહિતી સમજણ અને સલાહ તમારા આંખના નિષ્ણાત આંખની તપાસને આધારે સચોટ માર્ગદર્શન આપશે.