આરોગ્ય સંજીવની પોલિસી શું છે?
આરોગ્ય સંજીવની હેલ્થ ઈન્સ્યોરન્સ એ એક સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે જે તમને 3 લાખથી લઈને 2 કરોડ સુધીની ઇન્શ્યોરન્સની રકમ સાથે આરોગ્યસંભાળ ખર્ચ માટે આવરી લે છે. આ કવરેજમાં હૉસ્પિટલાઇઝેશન પહેલાંના અને પછીના ખર્ચાઓ, હૉસ્પિટલના રૂમનું ભાડું (રહેવા અને પથારીના ચાર્જ), ICU સેવાઓ અને અદ્યતન સારવારનો પણ સમાવેશ થાય છે.
ડિજીટ દ્વારા ઓફર કરવામાં આવેલ આરોગ્ય સંજીવની હેલ્થ ઈન્શ્યોરન્સ સાથે, તમે ફેમિલી ફ્લોટર પ્લાન અથવા તમારા અને તમારા પરિવાર માટે વ્યક્તિગત પોલિસી વચ્ચે પસંદગી કરી શકો છો.
આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીનું શું મહત્વ છે?
જો તમે એવા કોઈ વ્યક્તિ છો કે જેઓ વારંવાર અસ્વસ્થતા અનુભવે છે, અને ઓનલાઇન મળતાં તમામ વિવિધ પ્રકારના હેલ્થ ઇન્સ્યોરન્સ અંગે મૂંઝવણ અનુભવે છે, તો તમે એકલા નથી. તેથી જ, આરોગ્ય સંજીવની હેલ્થ ઈન્સ્યોરન્સની શરૂઆત IRDAI દ્વારા કરવામાં આવી હતી, એક મૂળભૂત, સ્ટાન્ડર્ડ પ્લાન પ્રદાન કરીને હેલ્થ ઇન્સ્યોરન્સને સરળ બનાવવાના અભિગમ તરીકે, જેને સમાન લાભો સાથે તમામ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવશે.
ખરીદી અને ક્લેઇમની પ્રક્રિયા દરમિયાન દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રદાતા દ્વારા ઓફર કરવામાં આવતી સેવા, દરેક ઇન્સ્યોરરના નેટવર્કમાં ઉપલબ્ધ કેશલેસ હોસ્પિટલો અને આરોગ્ય સંજીવની પોલિસીનું પ્રીમિયમ એ કદાચ એકમાત્ર એવી વસ્તુ છે જે એક બીજાથી અલગ પડે છે.
*અસ્વિકરણ -રૂ.640/મહિનાના પ્રીમિયમની ગણતરી 30-વર્ષના પુરૂષ માટે 1 કરોડની વીમાની રકમ માટે કોઈ સ્વાસ્થ્યની સ્થિતિ વિના કરવામાં આવે છે. આ પ્રીમિયમની રકમમાં GSTનો સમાવેશ થતો નથી.
તમારે શા માટે આરોગ્ય સંજીવની પોલિસી ખરીદવી જોઈએ?
ભારતમાં હેલ્થકેર ખર્ચ અને હેલ્થકેરની સ્થિતિ બંને વધી રહી છે.
આરોગ્ય સંજીવની પોલિસી આજે બજારમાં સૌથી વધુ સસ્તી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે.
ઓછામાં ઓછો મૂળભૂત હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો એ સ્માર્ટ નાણાકીય આયોજન અને રોકાણની ચાવી છે!
ભારત વિશ્વના સૌથી વધુ કોવિડ અસરગ્રસ્ત દેશોમાંનો એક દેશ છે. આરોગ્ય સંજીવની પોલિસી તમને લાંબા ગાળે COVID-19 અને અન્ય બીમારીઓ બંને કવર કરવા માટે વાજબી-કિંમતનો વિકલ્પ હોઈ શકે છે.
ડિજિટ દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્ય સંજીવની પોલિસી વિશે મહાન શું છે?
સરળ ઓનલાઈન પ્રક્રિયાઓ - તમારી પોલિસી ખરીદવાથી લઈને ક્લેઇમ કરવા સુધીનું, બધું જ સરળ, ઝડપી, પેપરલેસ અને ઝંઝટ-મુક્ત છે! હાર્ડ કોપીની જરૂર નથી!
સમ ઇન્સ્યોર્ડ - તમારી જરૂરિયાતોને આધારે તમારી સમ ઇન્સ્યોર્ડ કસ્ટમાઇઝ કરો!
કોરોનાવાયરસ જેવા રોગચાળાને આવરી લે છે - જ્યારે COVID-19ની વાત આવે છે ત્યારે ભારત સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક દેશ છે. અમે અમારા હેલ્થ ઇન્સ્યોરન્સના ભાગ રૂપે તેને કવર કરી લઈએ છીએ જેથી તમારે ખરેખર અલગ કોરોનાવાયરસ પોલિસી લેવાની જરૂર નથી.
સંચિત બોનસ - સ્વસ્થ રહેવા બદલ પુરસ્કાર મેળવો! તમે ક્લેઇમ-મુક્ત વર્ષો માટે વાર્ષિક સંચિત બોનસ મેળવવા માટે લાયક બનશો.
કોઈપણ હોસ્પિટલમાં સારવાર કરાવો - કેશલેસ સારવાર માટે ભારતમાં અમારી 6400+ નેટવર્ક હોસ્પિટલોમાંથી પસંદ કરો અથવા રિઇમ્બર્સમેન્ટની પસંદગી કરો.
ન્યૂનતમ કોપેમેન્ટ - હેલ્થ ઇન્સ્યોરન્સના ક્લેઇમ દરમિયાન, તમારે ફક્ત તમારા ખિસ્સામાંથી ક્લેઇમની રકમના 5% ચૂકવવાની જરૂર છે.
24X7 ગ્રાહક સહાય - જો તમને કોઈ મદદની જરૂર હોય, તો તમે રાષ્ટ્રીય રજાઓ પર પણ અમારી 24x7 કૉલની સુવિધાનો ઉપયોગ કરી શકો છો
અત્યંત સરળ દાવા - અમારી દાવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ટેક્નૉલૉજી-સક્ષમ છે, તેથી જ દાવાઓ કરવા માટે માત્ર સરળ નથી પણ પતાવટ કરવા માટે પણ સરળ છે.
આરોગ્ય સંજીવની પોલિસી પ્રીમિયમ ચાર્ટ અને કેલ્ક્યુલેટર
ડિજિટની આરોગ્ય સંજીવની પોલિસીમાં ₹50,000ના ગુણાંકમાં ₹3 લાખથી લઈને ₹2 કરોડ સુધીના ઇન્સ્યોરન્સના વિકલ્પો છે. અહીં એક વ્યક્તિ માટે ઓછામાં ઓછી ₹3 લાખ અને મહત્તમ ₹2 કરોડની સમ ઇન્સ્યોર્ડ માટે આરોગ્ય સંજીવની પોલિસીના પ્રીમિયમની સરખામણી આપવામાં આવી છે.*
ઉંમરનું જૂથ | આરોગ્ય સંજીવની પોલિસીનું પ્રીમિયમ (સમ ઇન્સ્યોર્ડ 3 લાખ) | આરોગ્ય સંજીવની પોલિસીનું પ્રીમિયમ (સમ ઇન્સ્યોર્ડ 2 કરોડ) |
18-25 | ₹2,414 | ₹9,642 |
26-30 | ₹2,503 | ₹9,999 |
31-35 | ₹2,803 | ₹11,197 |
36-40 | ₹3,702 | ₹13,333 |
41-45 | ₹4,698 | ₹18,764 |
46-50 | ₹6,208 | ₹24,799 |
51-55 | ₹8,420 | ₹33,633 |
56-60 | ₹11,569 | ₹46,211 |
આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ શું કવર કરવામાં આવે છે?
આરોગ્ય સંજીવની પોલિસીમાં કવર કરવામાં આવતી નવા-યુગની સારવારોની સૂચિ
શું કવર થતું નથી?
- કોઈપણ એવો હૉસ્પિટલાઇઝેશન અથવા પ્રી-હોસ્પિટલાઇઝેશન ખર્ચ જેને મેડિકલ ક્લેઇમ સાથે સંબંધ નથી તેને કવર કરવામાં આવશે નહીં.
- સ્થૂળતા અથવા વજન નિયંત્રણ સંબંધિત શસ્ત્રક્રિયાઓ જે કોઈપણ સહ-રોગથી સંબંધિત નથી તેને કવર કરવામાં આવશે નહીં.
- આ પોલિસી હેઠળ લિંગમાં ફેરફાર કરવાની સારવારને કવર કરવામાં આવતી નથી.
- કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી સિવાય કે અકસ્માત, કેન્સર પછી પુનઃનિર્માણ માટે અથવા સીધા અને તાત્કાલિક સ્વાસ્થ્ય જોખમને દૂર કરવા માટે કવર કરવામાં આવશે નહીં.
- આરોગ્ય સંજીવની પોલિસી ઘરગથ્થુ સંભાળ અથવા OPD ખર્ચને આવરી લેતી નથી.
- ગુનાહિત કૃત્ય કરવા અથવા કરવાનો પ્રયાસ કરવાથી પરિણમેલા ક્લેઇમને કવર કરવામાં આવશે નહીં.
- માદક દ્રવ્યોના દુરૂપયોગને લીધે થતી સારવારને આરોગ્ય પોલિસીમાં કવર કરવામાં આવશે નહીં.
- જોખમી અથવા સાહસિક રમતોમાં ભાગ લેવા સંબંધિત તબીબી ખર્ચને બાકાત રાખવામાં આવ્યા છે.
- માતૃત્વ સંબંધિત ખર્ચ આ પોલિસીનો ભાગ નથી.
- વંધ્યત્વ અને પ્રજનનક્ષમતા માટેની સારવાર કવર કરવામાં આવશે નહીં.
- ડૉક્ટરની ભલામણ વિના અથવા તબીબી રીતે જરૂરી ન હોય તેવી સારવાર કવર કરવામાં આવશે નહીં.
એક ક્લેઇમ કઈ રીતે ફાઇલ કરશો?
રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ - હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં અમને દાખલ થયાના બે દિવસની અંદર 1800-258-4242 પર અમને જણાવો અથવા અમને healthclaims@godigit.com પર ઇમેઇલ કરો અને અમે તમને એક લિંક મોકલીશું જ્યાં તમે તમારા હોસ્પિટલના ખર્ચાને રિઇમ્બર્સ પ્રક્રિયા કરવા માટે, તેના બિલ અને તમામ સંબંધિત દસ્તાવેજો અપલોડ કરી શકશો.
કેશલેસ ક્લેઇમ - નેટવર્ક હોસ્પિટલ પસંદ કરો. તમે નેટવર્ક હોસ્પિટલોની સંપૂર્ણ સૂચિ અહીં મેળવી શકો છો. હોસ્પિટલના હેલ્પડેસ્ક પર ઈ-હેલ્થ કાર્ડ દર્શાવો અને કેશલેસ કરવાની વિનંતી કરવાના ફોર્મ માટે પૂછો. જો બધું સારું છે, તો તમારા ક્લેઇમની પ્રક્રિયા એ સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવશે.
જો તમે કોરોનાવાયરસ માટે ક્લેઇમ કર્યો હોય, તો ખાતરી કરો કે તમારી પાસે ICMR ના અધિકૃત કેન્દ્ર - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે તરફથી મળેલો પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ છે.
આરોગ્ય સંજીવની પોલિસીમાં ચાવીરૂપ સુવિધાઓ
સમ ઇન્સ્યોર્ડ | 3 લાખથી to 2 કરોડ |
---|---|
કૉપેમેન્ટ | 5% ફરજીયાત કૉપેમેન્ટ |
પ્રીમિયમ | વાર્ષિક* ₹2414 થી શરૂ |
રૂમના ભાડા પર મર્યાદા | તમારા સમ ઇન્સ્યોર્ડના 2% (5,000 સુધી) |
ક્યુમ્યુલેટીવ બોનસ | તમારા સમ ઇન્સ્યોર્ડમાં દરેક ક્લેઇમ મુક્ત વર્ષ માટે વધારાના 5% |
ક્લેઇમની પ્રક્રિયા | ડિજિટલ મૈત્રીપૂર્ણ, કોઈ હાર્ડકોપી નહીં! |
ઉપલબ્ધ વિકલ્પો | ફેમિલી ફ્લોટર અને વ્યક્તિગત પોલિસી |
આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીના સ્ટાન્ડર્ડ ફાયદા
જ્યારે આ પોલિસીની ખરીદી માટેનું એન્ટ્રી લેવલ 18 થી 65 વર્ષની વય વચ્ચેના લોકો માટે મર્યાદિત છે, જો તમે સમયસર રિન્યૂ કરાવતા રહો તો આ પોલિસી આજીવન રિન્યુએબિલિટી સાથે આવે છે.
આ IRDAI દ્વારા નિર્ધારિત મૂળભૂત, સ્ટાન્ડર્ડ પોલિસી હોવાથી, તેના માટે આરોગ્ય સંજીવની પોલિસીનું પ્રીમિયમ બજારની અન્ય હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી કરતાં તુલનાત્મક રીતે ઓછું છે.
દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ કોપેમેન્ટની સ્વતંત્ર મર્યાદાઓ સાથે આવે છે. કેટલાકમાં 10-20% કોપેમેન્ટ હોય છે, જ્યારે કેટલાકમાં બિલકુલ કોપેમેન્ટ હોતું નથી. આ પોલિસીમાં, માત્ર 5% નું ઓછામાં ઓછું કો-પેમેન્ટ છે; એટલે કે ક્લેઇમ દરમિયાન તમારે તમારા ખિસ્સામાંથી 5% ખર્ચ કરવો પડશે.
ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ દ્વારા ઓફર કરવામાં આવતી આરોગ્ય સંજીવની પોલિસી બે પ્લાન સાથે ઉપલબ્ધ છે: એક વ્યક્તિગત હેલ્થ પોલિસી (કુટુંબના પ્રત્યેક સભ્ય માટે એક-એક પોલિસી) અને ફેમિલી ફ્લોટર હેલ્થ ઈન્સ્યોરન્સ (સમગ્ર કુટુંબ માટે એક જ પોલિસી).
આરોગ્ય સંજીવની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી હેઠળ, તમે જેને પસંદ કરી શકો છો તે સમ ઇન્સ્યોર્ડ 3 લાખથી 2 કરોડ સુધી મર્યાદિત છે.
આરોગ્ય સંજીવની પોલિસી કોણે ખરીદવી જોઈએ?
તમામ વીમા કંપનીઓમાં આરોગ્ય સંજીવની પોલિસીના લાભો લગભગ સમાન છે અને હાલમાં બજારમાં સૌથી વધુ સસ્તી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે. તેથી, જો તમે હજુ પણ યુવાન છો અને માત્ર હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે તમારી મુસાફરીની શરૂઆત કરી રહ્યા છો, તો આરોગ્ય સંજીવની પ્લાન જેવો મૂળભૂત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદવો એ હાલમાં યોગ્ય હોઈ શકે છે કારણ કે તમને 5 લાખથી વધુ સમ ઇન્સ્યોર્ડની જરૂર પડવાની શક્યતા ઓછી છે. અને તમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર હજુ વધુ ખર્ચ કરવા માંગતા નથી.
કોવિડ-19 ફાટી નીકળ્યો ત્યારથી, લોકો વધુને વધુ એવી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી શોધી રહ્યા છે કે જે તેઓને ચેપ લાગે તો તેમને કવર કરી લેશે. જો તમે પણ આવી પોલિસી શોધી રહ્યાં હોવ, તો આરોગ્ય સંજીવની પોલિસી વધુ સારો વિકલ્પ હોઈ શકે છે કારણ કે તેની કિંમત લગભગ કોરોનાવાયરસના વિશિષ્ટ પ્લાન જેટલી જ છે અને અન્ય રોગો અને બીમારીઓની સાથે-સાથે કોવિડ-19ને પણ આવરી લે છે. શ્રેષ્ઠ ભાગ એ છે કે તે વ્યક્તિગત કોરોનાવાયરસ પ્લાન કે જે ફક્ત થોડા મહિનામાં સમાપ્ત થાય છે તેની તુલનામાં આજીવન નવીકરણ સાથે આવે છે .
જો તમે હેલ્થ ઇન્સ્યોરન્સ વડે તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવા માંગતા હોવ પરંતુ તમારા વાર્ષિક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર વધુ ખર્ચ કરવા માંગતા નથી, તો તમે આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરી શકો છો જે આજે બજારમાં સૌથી વધુ સસ્તાં વિકલ્પો પૈકીનો એક વિકલ્પ છે.
આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીને કઈ રીતે ઓનલાઇન ખરીદવી?
એક આરોગ્ય સંજીવની પોલિસીને ઓનલાઇન ખરીદવી એ એક બહુ જ સરળ પ્રક્રિયા છે, 123 જેટલું સાવ સરળ:
- પગલું 1: ડિજિટની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનની મુલાકાત લો અને આરોગ્ય સંજીવની પેજ પર, તમારો મોબાઇલ નંબર અને પિન કોડ દાખલ કરો..
- પગલું 2: થોડી વિગતો દાખલ કરો, જેમ કે પોલિસીમાં કોણ સામેલ છે, જન્મ તારીખ, તમારી પસંદગીની સમ ઇન્સ્યોર્ડ, મૂળભૂત તબીબી માહિતી અને સંપર્કની વિગતો.
- પગલું 3: એકવાર તમે આ માહિતી શેર કરી લો તે પછી, તમને અંતિમ ક્વૉટ મળશે અને તમે ચુકવણી કરીને આગળ વધી શકો છો. પછી, તમને તમારા ઇનબોક્સમાં થોડીવારમાં જ પોલિસી મળી જશે.
તમારી પોલિસીને રિન્યૂ કરાવવી એ તો તેનાથી પણ વધુ સરળ છે. તમારે ફક્ત તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર (અથવા પોલિસીની વિગતો) સાથે સાઇન ઇન કરવાનું છે, તમારી વિગતોની પુષ્ટિ કરીને ચુકવણી કરવી પડશે. બસ આટલું જ!
ગો ડિજિટ દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો
શું આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ કોરોનાવાયરસને કવર કરી લેવામાં આવે છે?
હા, હોસ્પિટલમાં દાખલ થવાના લાભ હેઠળ કોરોનાવાયરસને કવર કરી લેવામાં આવશે.
આરોગ્ય સંજીવની પોલિસી, ગો ડિજીટ કોણ ખરીદી શકે છે?
18 વર્ષથી 60 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી કોઈપણ વ્યક્તિ આરોગ્ય સંજીવની સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદવા માટે પાત્ર છે.
આરોગ્ય સંજીવની પોલિસી, ગો ડિજિટ હેઠળ વધુમાં વધુ કેટલી સમ ઇન્સ્યોર્ડ મેળવી શકાય છે?
આરોગ્ય સંજીવની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી, ગો ડિજિટ હેઠળ, તમે ઓછામાં ઓછા 3 લાખ અને વધુમાં વધુ 2 કરોડનું કવર ખરીદી શકો છો.
વ્યક્તિગત અને ફેમિલી ફ્લોટર આરોગ્ય સંજીવની પોલિસી વચ્ચે શું તફાવત છે?
ડિજીટ પર, આરોગ્ય સંજીવની પોલિસી બે વિકલ્પો સાથે આવે છે જેમાંથી પસંદ કરી શકાય છે; તમે કાં તો તમારા સમગ્ર પરિવારને એક જ પોલિસીથી સુરક્ષિત કરી શકો છો, એટલે કે ફેમિલી ફ્લોટર (મહત્તમ સમ ઇન્સ્યોર્ડ 2 કરોડ) અથવા કુટુંબના દરેક સભ્ય માટે વ્યક્તિગત પોલિસી ખરીદી શકો છો. (તમે સમ ઇન્સ્યોર્ડ તરીકે 3 લાખથી 2 કરોડ વચ્ચે પસંદ કરી શકો છો)
શું આરોગ્ય સંજીવની પોલિસી માટે વેઇટિંગ પિરિયડ સામેલ છે?
હા એ છે. આ પોલિસીમાં વેઇટિંગ પિરિયડ રોગના પ્રકાર પર બદલાય છે: 24 મહિના અને 48 મહિના. આનો અર્થ એ છે કે અમુક રોગો માટે, તમને ત્યારે જ કવર કરવામાં આવશે જ્યારે રોગ માટે ઉલ્લેખિત વેઇટિંગ પિરિયડ પસાર થઈ જાય.
શું હું મારી હાલની પોલિસીને આરોગ્ય સંજીવની પોલિસી, ગો ડિજીટમાં પોર્ટ કરી શકું?
હા તમે કરી શકો છો!
શું ક્લેઇમ દરમિયાન મારે મારા ખિસ્સામાંથી ચૂકવણી કરવાની જરૂર છે?
હા, પોલિસીની શરતો મુજબ, તમામ આરોગ્ય સંજીવની હેલ્થ પોલિસી 5% કોપેમેન્ટ સાથે આવે છે.
શું આરોગ્ય સંજીવની પોલિસી માટે રૂમ ભાડાની મર્યાદા છે?
હા, જ્યારે સ્ટાન્ડર્ડ રૂમનું ભાડું સમ ઇન્સ્યોર્ડના 2% છે, ત્યારે મહત્તમ મર્યાદા પ્રતિ દિવસ રૂ.5,000 ની છે જે સારી રકમ છે, આ કિંમતે મોટાભાગની હોસ્પિટલો સારા રૂમ ઓફર કરે છે તે ધ્યાનમાં રાખતાં તે યોગ્ય રકમ છે.
શું હું આપેલા કવરેજ કરતાં મારા કવરેજને વધુ વિસ્તારી શકું?
ના, આરોગ્ય સંજીવની પોલિસી માત્ર પ્લાનમાં સમાવિષ્ટ પ્રમાણભૂત લાભો સાથે આવે છે. તમે પસંદ કરી શકો તેવા કોઈ એડ-ઓન અથવા કવર નથી.
શું હું મારી સમ ઇન્સ્યોર્ડને સેટ કરેલી મર્યાદાની બહાર વધારી શકું?
ના, આરોગ્ય સંજીવની પોલિસીના નિયમો અને શરતો મુજબ, તમે તમારી સમ ઇન્સ્યોર્ડને 3 લાખથી 2 કરોડ ની વચ્ચે જ પસંદ કરી શકો છો.
શું મારે ફરજિયાત કોપેમેન્ટ ચૂકવવું પડશે?
હા, આરોગ્ય સંજીવની પોલિસીના નિયમો અને શરતો મુજબ, ક્લેઇમ દરમિયાન 5% ની ફરજિયાત કો-પેમેન્ટની રકમ ચૂકવવાની છે.
ડિજીટની આરોગ્ય સંજીવની પોલિસીની મુદત કેટલી છે?
ડિજીટમાંથી લીધેલી આરોગ્ય સંજીવની પોલિસીની મુદત 1 વર્ષની છે. જો તમે ઇચ્છો છો કે આ સમયગાળા પછી તમારું કવરેજ ચાલુ રહે, તો તમારે તમારી પોલિસી રિન્યૂ કરાવવી પડશે.
ગો ડિજિટ દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્ય સંજીવની પોલિસી માટેની વય મર્યાદા અને પાત્રતા શું છે?
હા. આ પોલિસી હેઠળ, પુખ્ત વયના લોકો માટે પ્રવેશની વય મર્યાદા 18 વર્ષથી 60 વર્ષ છે. જ્યારે ફેમિલી ફ્લોટર પ્લાન હેઠળ આશ્રિત બાળકો માટે, તે 3 મહિનાથી 25 વર્ષની છે. જો કે, રિન્યૂઅલ માટે કોઈ વય મર્યાદા નથી.