આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ
High
Sum Insured
Affordable
Premium
24/7
Customer Support
High
Sum Insured
Affordable
Premium
24/7
Customer Support
આરોગ્ય સંજીવની પોલિસી શું છે?
આરોગ્ય સંજીવની હેલ્થ ઈન્સ્યોરન્સ એ એક સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે જે તમને 3 લાખથી લઈને 2 કરોડ સુધીની ઇન્શ્યોરન્સની રકમ સાથે આરોગ્યસંભાળ ખર્ચ માટે આવરી લે છે. આ કવરેજમાં હૉસ્પિટલાઇઝેશન પહેલાંના અને પછીના ખર્ચાઓ, હૉસ્પિટલના રૂમનું ભાડું (રહેવા અને પથારીના ચાર્જ), ICU સેવાઓ અને અદ્યતન સારવારનો પણ સમાવેશ થાય છે.
ડિજીટ દ્વારા ઓફર કરવામાં આવેલ આરોગ્ય સંજીવની હેલ્થ ઈન્શ્યોરન્સ સાથે, તમે ફેમિલી ફ્લોટર પ્લાન અથવા તમારા અને તમારા પરિવાર માટે વ્યક્તિગત પોલિસી વચ્ચે પસંદગી કરી શકો છો.
આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીનું શું મહત્વ છે?
જો તમે એવા કોઈ વ્યક્તિ છો કે જેઓ વારંવાર અસ્વસ્થતા અનુભવે છે, અને ઓનલાઇન મળતાં તમામ વિવિધ પ્રકારના હેલ્થ ઇન્સ્યોરન્સ અંગે મૂંઝવણ અનુભવે છે, તો તમે એકલા નથી. તેથી જ, આરોગ્ય સંજીવની હેલ્થ ઈન્સ્યોરન્સની શરૂઆત IRDAI દ્વારા કરવામાં આવી હતી, એક મૂળભૂત, સ્ટાન્ડર્ડ પ્લાન પ્રદાન કરીને હેલ્થ ઇન્સ્યોરન્સને સરળ બનાવવાના અભિગમ તરીકે, જેને સમાન લાભો સાથે તમામ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવશે.
ખરીદી અને ક્લેઇમની પ્રક્રિયા દરમિયાન દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રદાતા દ્વારા ઓફર કરવામાં આવતી સેવા, દરેક ઇન્સ્યોરરના નેટવર્કમાં ઉપલબ્ધ કેશલેસ હોસ્પિટલો અને આરોગ્ય સંજીવની પોલિસીનું પ્રીમિયમ એ કદાચ એકમાત્ર એવી વસ્તુ છે જે એક બીજાથી અલગ પડે છે.
*અસ્વિકરણ -રૂ.640/મહિનાના પ્રીમિયમની ગણતરી 30-વર્ષના પુરૂષ માટે 1 કરોડની વીમાની રકમ માટે કોઈ સ્વાસ્થ્યની સ્થિતિ વિના કરવામાં આવે છે. આ પ્રીમિયમની રકમમાં GSTનો સમાવેશ થતો નથી.
તમારે શા માટે આરોગ્ય સંજીવની પોલિસી ખરીદવી જોઈએ?
ડિજિટ દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્ય સંજીવની પોલિસી વિશે મહાન શું છે?
આરોગ્ય સંજીવની પોલિસી પ્રીમિયમ ચાર્ટ અને કેલ્ક્યુલેટર
ડિજિટની આરોગ્ય સંજીવની પોલિસીમાં ₹50,000ના ગુણાંકમાં ₹3 લાખથી લઈને ₹2 કરોડ સુધીના ઇન્સ્યોરન્સના વિકલ્પો છે. અહીં એક વ્યક્તિ માટે ઓછામાં ઓછી ₹3 લાખ અને મહત્તમ ₹2 કરોડની સમ ઇન્સ્યોર્ડ માટે આરોગ્ય સંજીવની પોલિસીના પ્રીમિયમની સરખામણી આપવામાં આવી છે.*
ઉંમરનું જૂથ |
આરોગ્ય સંજીવની પોલિસીનું પ્રીમિયમ (સમ ઇન્સ્યોર્ડ 3 લાખ) |
આરોગ્ય સંજીવની પોલિસીનું પ્રીમિયમ (સમ ઇન્સ્યોર્ડ 2 કરોડ) |
18-25 |
₹2,414 |
₹9,642 |
26-30 |
₹2,503 |
₹9,999 |
31-35 |
₹2,803 |
₹11,197 |
36-40 |
₹3,702 |
₹13,333 |
41-45 |
₹4,698 |
₹18,764 |
46-50 |
₹6,208 |
₹24,799 |
51-55 |
₹8,420 |
₹33,633 |
56-60 |
₹11,569 |
₹46,211 |
આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ શું કવર કરવામાં આવે છે?
આરોગ્ય સંજીવની પોલિસીમાં કવર કરવામાં આવતી નવા-યુગની સારવારોની સૂચિ
દવામાં તકનીકી સુધારણાઓની સફળતાને લીધે, નીચેની "નવા-યુગ"ની પ્રક્રિયાઓને આ પોલિસીના ભાગ રૂપે કવર કરી લેવામાં આવશે (સમ ઇન્સ્યોર્ડના 50% સુધી)
યૂટરાઇન આર્ટરી એમ્બોલાઇઝેશન અને HIFU (ઉચ્ચ તીવ્રતા કેન્દ્રિત અલ્ટ્રાસાઉન્ડ)
બલૂન સિનુપ્લાસ્ટી
ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન
ઓરલ કીમોથેરાપી
ઇમ્યુનોથેરાપી - મોનોક્લોનલ એન્ટિબોડી ઇન્જેક્શન તરીકે આપવામાં આવે છે
ઇન્ટ્રા વિટ્રીલ ઇન્જેક્શન
રોબોટિક સર્જરી
સ્ટીરિયોટેક્ટિક રેડિયો સર્જરી
બ્રૉંકિઅલ થર્મોપ્લાસ્ટી
પ્રોસ્ટ્રેટનું વેપરાઇઝેશન (ગ્રીન લેસર ટ્રીટમેન્ટ અથવા હોલ્મિયમ લેસર ટ્રીટમેન્ટ)
IONM: ઇન્ટ્રા ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ
સ્ટેમ સેલ થેરાપી: હેમેટોલોજિકલ પરિસ્થિતિઓને આવરી લેવા માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે હેમેટોપોએટિક સ્ટેમ સેલ.
શું કવર થતું નથી?
- કોઈપણ એવો હૉસ્પિટલાઇઝેશન અથવા પ્રી-હોસ્પિટલાઇઝેશન ખર્ચ જેને મેડિકલ ક્લેઇમ સાથે સંબંધ નથી તેને કવર કરવામાં આવશે નહીં.
- સ્થૂળતા અથવા વજન નિયંત્રણ સંબંધિત શસ્ત્રક્રિયાઓ જે કોઈપણ સહ-રોગથી સંબંધિત નથી તેને કવર કરવામાં આવશે નહીં.
- આ પોલિસી હેઠળ લિંગમાં ફેરફાર કરવાની સારવારને કવર કરવામાં આવતી નથી.
- કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી સિવાય કે અકસ્માત, કેન્સર પછી પુનઃનિર્માણ માટે અથવા સીધા અને તાત્કાલિક સ્વાસ્થ્ય જોખમને દૂર કરવા માટે કવર કરવામાં આવશે નહીં.
- આરોગ્ય સંજીવની પોલિસી ઘરગથ્થુ સંભાળ અથવા OPD ખર્ચને આવરી લેતી નથી.
- ગુનાહિત કૃત્ય કરવા અથવા કરવાનો પ્રયાસ કરવાથી પરિણમેલા ક્લેઇમને કવર કરવામાં આવશે નહીં.
- માદક દ્રવ્યોના દુરૂપયોગને લીધે થતી સારવારને આરોગ્ય પોલિસીમાં કવર કરવામાં આવશે નહીં.
- જોખમી અથવા સાહસિક રમતોમાં ભાગ લેવા સંબંધિત તબીબી ખર્ચને બાકાત રાખવામાં આવ્યા છે.
- માતૃત્વ સંબંધિત ખર્ચ આ પોલિસીનો ભાગ નથી.
- વંધ્યત્વ અને પ્રજનનક્ષમતા માટેની સારવાર કવર કરવામાં આવશે નહીં.
- ડૉક્ટરની ભલામણ વિના અથવા તબીબી રીતે જરૂરી ન હોય તેવી સારવાર કવર કરવામાં આવશે નહીં.
એક ક્લેઇમ કઈ રીતે ફાઇલ કરશો?
આરોગ્ય સંજીવની પોલિસીમાં ચાવીરૂપ સુવિધાઓ
સમ ઇન્સ્યોર્ડ |
3 લાખથી to 2 કરોડ |
કૉપેમેન્ટ |
5% ફરજીયાત કૉપેમેન્ટ |
પ્રીમિયમ |
વાર્ષિક* ₹2414 થી શરૂ |
રૂમના ભાડા પર મર્યાદા |
તમારા સમ ઇન્સ્યોર્ડના 2% (5,000 સુધી) |
ક્યુમ્યુલેટીવ બોનસ |
તમારા સમ ઇન્સ્યોર્ડમાં દરેક ક્લેઇમ મુક્ત વર્ષ માટે વધારાના 5% |
ક્લેઇમની પ્રક્રિયા |
ડિજિટલ મૈત્રીપૂર્ણ, કોઈ હાર્ડકોપી નહીં! |
ઉપલબ્ધ વિકલ્પો |
ફેમિલી ફ્લોટર અને વ્યક્તિગત પોલિસી |
આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીના સ્ટાન્ડર્ડ ફાયદા
આરોગ્ય સંજીવની પોલિસી કોણે ખરીદવી જોઈએ?
આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીને કઈ રીતે ઓનલાઇન ખરીદવી?
એક આરોગ્ય સંજીવની પોલિસીને ઓનલાઇન ખરીદવી એ એક બહુ જ સરળ પ્રક્રિયા છે, 123 જેટલું સાવ સરળ:
- પગલું 1: ડિજિટની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનની મુલાકાત લો અને આરોગ્ય સંજીવની પેજ પર, તમારો મોબાઇલ નંબર અને પિન કોડ દાખલ કરો..
- પગલું 2: થોડી વિગતો દાખલ કરો, જેમ કે પોલિસીમાં કોણ સામેલ છે, જન્મ તારીખ, તમારી પસંદગીની સમ ઇન્સ્યોર્ડ, મૂળભૂત તબીબી માહિતી અને સંપર્કની વિગતો.
- પગલું 3: એકવાર તમે આ માહિતી શેર કરી લો તે પછી, તમને અંતિમ ક્વૉટ મળશે અને તમે ચુકવણી કરીને આગળ વધી શકો છો. પછી, તમને તમારા ઇનબોક્સમાં થોડીવારમાં જ પોલિસી મળી જશે.
તમારી પોલિસીને રિન્યૂ કરાવવી એ તો તેનાથી પણ વધુ સરળ છે. તમારે ફક્ત તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર (અથવા પોલિસીની વિગતો) સાથે સાઇન ઇન કરવાનું છે, તમારી વિગતોની પુષ્ટિ કરીને ચુકવણી કરવી પડશે. બસ આટલું જ!