એક જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ કોણ છે?
એક ઇન્સ્યોરન્સ એજન્ટ એ એવી વ્યક્તિ છે જે ચોક્કસ ઇન્સ્યોરન્સ વેચવા માટે ઇન્સ્યોરન્સ કંપની સાથે કામ કરે છે.
જો તમે વિચારી રહ્યાં હોવ કે ઘરેથી ઇન્સ્યોરન્સ એજન્ટ કેવી રીતે બનવું, અથવા POSP અથવા જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ કેવી રીતે બનવું, તો તમે ગ્રાહકોને તેમની વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર યોગ્ય પૉલિસી પસંદ કરવામાં મદદ કરશો.
ડિજીટ સાથે, તમે હેલ્થ ઈન્સ્યોરન્સ, મોટર (કાર, બાઇક, કોમર્શિયલ વ્હીકલ) ઈન્સ્યોરન્સ, SFSP ઈન્સ્યોરન્સ અને ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ વેચી શકો છો.
જનરલ ઇન્સ્યોરન્સ શું છે?
જનરલ ઇન્સ્યોરન્સમાં લાઇફ ઇન્સ્યોરન્સ સિવાયની તમામ પૉલિસીઓનો સમાવેશ થાય છે જેમ કે કાર ઇન્સ્યોરન્સ, બાઇક ઇન્સ્યોરન્સ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, SFSP ઇન્સ્યોરન્સ અને અન્યમાં હેલ્થ ઇન્સ્યોરન્સ.
આ જનરલ ઇન્સ્યોરન્સની પૉલિસી લોકોને કમનસીબ ઘટનાના કિસ્સામાં પોતાને થતાં નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
ઉદાહરણ તરીકે, કારનો ઇન્સ્યોરન્સ કોઈ વ્યક્તિનું અકસ્માત દરમિયાન તેમની કારને થતા નુકસાન અને ખોટથી રક્ષણ કરી શકે છે જ્યારે SFSP ઇન્સ્યોરન્સ ઘરફોડ ચોરી અથવા કુદરતી આફતના કિસ્સામાં થતાં નુકસાન માટે કવર કરશે.
ભારતના શહેરી જીવનધોરણમાં થયેલા વધારાને જોતાં અને મોટર વાહન અધિનિયમ જેવા કાયદાઓને જોતાં, ભારતીયોની વધતી જતી સંખ્યા પોતાની જાતને અને તેઓની માલિકીની વસ્તુઓનો ઇન્સ્યોરન્સ લેવાનું પસંદ કરી રહી છે.
*અસ્વીકરણ - એજન્ટ માટે કોઈ ચોક્કસ શ્રેણી નથી. જો તમે જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટે નોંધણી કરો છો, તો તમે જનરલ ઇન્સ્યોરન્સના તમામ ઉત્પાદનો વેચી શકો છો.
ભારતમાં જનરલ ઇન્સ્યોરન્સ ક્ષેત્ર વિશેની રસપ્રદ હકિકતો
ફક્ત વિતેલાં એક જ વર્ષમાં ભારતીય જનરલ ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં 14.5% જેટલી વૃદ્ધિ થયેલી. (1)
વર્ષ 2019 માં ભારતના નોન-લાઇફ ઇન્સ્યોરર દ્વારા અંડરરાઇટ કરાયેલું કુલ પ્રીમિયમ INR 1.59 ટ્રિલિયન હતું. (2)
ભારતમાં જનરલ ઇન્સ્યોરન્સનું બજાર વર્ષ 2020 સુધીમાં $40 USD બિલિયનને વટાવી જશે તેવી ધારણા છે. (3)
ડિજિટ સાથે એક જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ શા માટે બનવું જોઈએ?
તમારે શા માટે એક ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું જોઈએ, અને શા માટે ડિજિટને પસંદ કરવું જોઈએ? તેના વિશે વધુ જાણો.
અમારા POSP ભાગીદાર તરીકે, તમે અમારી સાથે સીધાં જ કામ કરશો. અન્ય કોઈ વચેટિયા સામેલ નથી. ડિજીટ આજે ભારતની સૌથી ઝડપથી વિકસતી ઇન્સ્યોરન્સ કંપની છે. અમે હાલમાં એશિયાની જનરલ ઈન્સ્યોરન્સ કંપની ઓફ ધ યર 2019 નો એવોર્ડ મેળવનારી સૌથી યુવા કંપની છીએ.
અમે વિવિધ પ્રકારની સંપત્તિઓને આવરી લેતી ઇન્સ્યોરન્સ પૉલિસીઓની વિશાળ શ્રેણી ઑફર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે હેલ્થ, મોટર (કાર, ટૂ-વ્હીલર, કોમર્શિયલ વાહનો), ટ્રાવેલ, ઘર અને અન્ય ઘણા પ્રકારને કવર કરીએ છીએ.
અમે ઇન્સ્યોરન્સને સરળ બનાવવામાં માનીએ છીએ, તેથી જ અમારા તમામ દસ્તાવેજો એટલાં સરળ છે કે 15 વર્ષની વયના લોકો પણ તેને સમજી શકે.
અમારા મુખ્ય આધારસ્તંભ તરીકે ટેક્નોલોજી સાથે, અમે તમને એક સમર્પિત સપોર્ટ ટીમ અને એક અદ્યતન વેબ અને મોબાઇલ એપ્લિકેશન ઑફર કરીએ છીએ જે તમને 24x7 વેચાણ કરવાની મંજૂરી આપે છે!
અમારી તમામ પ્રક્રિયાઓ ઑનલાઈન છે, જેમાં બિલકુલ કોઈ પેપરવર્ક સામેલ નથી. તે બધાંની જીત-જીત જેવી પરિસ્થિતિ છે; તે તમારા માટે અને તમારા સમય માટે સારી રીતે કામ કરે છે, અને ગ્રાહકો પણ તેને પસંદ કરે છે!
કોઈ લાંબી પ્રક્રિયાઓ અથવા કંટાળાજનક પેપરવર્ક નથી. અમે કોઈપણ અસુવિધા વિના, તરત જ ઑનલાઈન ઇન્સ્યોરન્સ પૉલિસી ફાળવીએ છીએ.
ચિંતા કરશો નહીં, અમે તમારૂં પીઠબળ છીએ! અમારા તમામ કમિશન ઝડપથી સેટલ કરવામાં આવે છે. પૉલિસીની ફાળવણી થયાના દર 15 દિવસે તમારા ખાતામાં તમારૂં કમિશન જમા થશે.
ઑનલાઈન ઈન્સ્યોરન્સ એજન્ટ કેવી રીતે બનવું?
તમારું POSP પ્રમાણપત્ર પૂર્ણ કરવું એ ઇન્સ્યોરન્સ એજન્ટ બનવાનો સૌથી સહેલો રસ્તો છે. POSP (પૉઇન્ટ ઑફ સેલ્સ પર્સન) એ ઇન્સ્યોરન્સ એજન્ટને આપવામાં આવેલું નામ છે જે ઇન્સ્યોરન્સના ચોક્કસ ઉત્પાદનો વેચી શકે છે.
POSP બનવા માટે, તમારી પાસે IRDAI દ્વારા જરૂરી ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે અને અમારા દ્વારા આપવામાં આવતી તાલીમમાંથી પસાર થવું જરૂરી છે. ડિજિટ તમારી તાલીમની પ્રક્રિયાનું ધ્યાન રાખશે. ચિંતા કરશો નહીં!
એક ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટેની લાયકાતો અને આવશ્યકતાઓ શું છે?
ઑનલાઇન ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટે તમારે જે જરૂરી છે તેની વિગતો અહીં આપવામાં આવી છે:
- તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ,
- તમે ઓછામાં ઓછા ધોરણ 10 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું હોવું જોઈએ,
- તમારી પાસે માન્ય આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જરૂરી છે.
- પછી તમને IRDAI દ્વારા નિર્દિષ્ટ 15-કલાકની ફરજિયાત તાલીમ પૂર્ણ કરવાનું કહેવામાં આવશે.
અમે તમને તમારા માટે જે કંઈપણ શીખવું જરૂરી છે તેને શીખવામાં મદદ કરવાનું વચન આપીએ છીએ!
એક ઇન્સ્યોરન્સ એજન્ટ કોણ બની શકે છે?
ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટેની એકમાત્ર આવશ્યકતા એ છે કે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેણે ધોરણ 10 પૂર્ણ કર્યું હોવું જોઈએ.
આનો અર્થ એ થયો કે ઇન્સ્યોરન્સ પૉલિસી વેચવા માટે યોગ્યતા ધરાવતા કોઈપણ વ્યક્તિ POSP એજન્ટ બની શકે છે. આમાં કૉલેજના વિદ્યાર્થીઓ, ઘરમાં રહેનારા પતિ-પત્ની, નિવૃત્ત અને ધંધાદારી/મહિલાઓનો સમાવેશ થાય છે.
ડિજિટ સાથે એક ઇન્સ્યોરન્સ એજન્ટ કઈ રીતે બનવું??
પગલું 1
ઉપર આપેલું અમારું POSP ફોર્મ ભરીને સાઇન અપ કરો, બધી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજોને અપલોડ કરો.
પગલું 2
અમારી સાથે તમારી 15-કલાકની તાલીમ પૂર્ણ કરો.
પગલું 3
નિયત પરીક્ષા પૂર્ણ કરો.
પગલું 4
અમારી સાથે કરાર પર સહી કરો અને બસ! તમે પ્રમાણિત POSP બનશો
મારે શા માટે એક જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું જોઈએ??
POSP હોવાનો એક પ્રાથમિક ફાયદો એ છે કે તમારી અનુકૂળતા મુજબ કામ કરવાની સ્વતંત્રતા છે. તમે હવે તમારા પોતાના બૉસ બની શકો છો!
તમે નક્કી કરી શકો છો કે તમે ફુલટાઇમ કામ કરવા માંગો છો કે પાર્ટ-ટાઇમ કરવા માંગો છો અને તે મુજબ તમારા પોતાના કામના કલાકો તૈયાર કરી શકો છો.
ડિજીટ ઈન્સ્યોરન્સમાં, અમે મુખ્યત્વે ઈન્સ્યોરન્સ પોલિસીઓનું ઓનલાઈન વેચાણ કરીએ છીએ. આનો અર્થ એ છે કે, તમે POSP તરીકે ઘરેથી કામ કરી શકો છો અને પોલિસી વેચવા અને ફાળવણી કરવા માટે અમારી ઑનલાઈન પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શકો છો.
POSP તરીકે પ્રમાણિત કરવા માટે, મુખ્ય માપદંડોમાંનો એક છે IRDAI દ્વારા ઓફર કરવામાં આવતી 15-કલાકની ફરજિયાત તાલીમ પૂર્ણ કરવી; જે પ્રમાણિક બનવા માટે ઘણું નથી! અમારી સાથે જોડાવા માટે તમારે ફક્ત 15 કલાકનું રોકાણ કરવું પડશે!
તમારી કમાણી કામ કરેલા કલાકોની સંખ્યા પર આધાર રાખતી નથી પરંતુ તમે કેટલી પૉલિસી જારી કરો છો તેના પર આધાર રાખે છે.
સ્માર્ટફોન, સારું ઇન્ટરનેટ કનેક્શન અને જરૂરી 15-કલાકની તાલીમ સિવાય, તમારે POSP બનવા માટે બીજું કંઈ જરૂરી નથી. તેથી, તમારા તરફથી લગભગ કોઈ નાણાકીય રોકાણની આવશ્યકતા નથી, જ્યારે કમાણીની સંભાવના વધારે છે!
વારંવાર પૂછાતાં પ્રશ્નો
ડિજિટ સાથે એક ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટેની કઈ આવશ્યકતાઓ છે?
નોંધણી સમયે તમારે જે દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે તેમાં ધોરણ 10 અથવા તેથી વધુ પાસ થયાનું પ્રમાણપત્ર, તમારા પાન કાર્ડની નકલ, આધાર કાર્ડ (આગળ અને પાછળ), રદ કરાયેલ ચેક (જેના પર તમારું નામ છે) અને એક ફોટોગ્રાફનો સમાવેશ થાય છે.
શું પાન કાર્ડ ધારક અને બેંક ખાતા ધારક એક જ હોવા જોઈએ?
હા, ચૂકવવામાં આવેલ તમામ કમિશન ટીડીએસને આધીન છે. તમારા PAN કાર્ડના આધારે TDS ને આવકવેરા સત્તા પાસે જમા કરવામાં આવે છે.
હું ક્યારે ઇન્સ્યોરન્સ વેચવાનું શરૂ કરી શકું?
તમે અમારી સાથે નોંધણી કરાવો કે તરત જ તમે POSP પરીક્ષા માટે તમારી તાલીમ શરૂ કરી શકો છો. પરીક્ષા આપવા અને પાસ થવા પર, તમને ઈ-સર્ટિફિકેટ મળશે.
પછી તમે POSP એજન્ટ તરીકે ઇન્સ્યોરન્સનું વેચાણ શરૂ કરવા માટે તૈયાર છો.
શું POS વ્યક્તિ તરીકે પ્રમાણિત થવા માટે કોઈ તાલીમ લેવી ફરજિયાત છે?
હા, તમારે POSP બનવા માટે તાલીમ પૂર્ણ કરવી પડશે. તેમાં ઇન્સ્યોરન્સની મૂળભૂત બાબતો, પોલિસીના પ્રકારો, જારી કરવાની પ્રક્રિયા અને દાવાઓ, નિયમો અને વિનિયમો વગેરે વિષયોનો સમાવેશ થશે.
જો હું ડિજીટ ઈન્સ્યોરન્સ સાથે ભાગીદારી કરીશ તો મને કઈ સપોર્ટ સેવાઓ મળશે?
ડિજિટના તમામ ભાગીદારોને રિલેશનશિપ મેનેજર સોંપવામાં આવ્યા છે જે માર્ગદર્શન આપશે અને ડિજિટ પ્લેટફોર્મ પર વેચાતી પૉલિસી પર એજન્ટને હોય તેવા કોઈપણ પ્રશ્નોના જવાબ આપશે.
એજન્ટ અમને કોઈપણ સહાયતા માટે partner@godigit.com પર ઈમેલ કરીને ગ્રાહક સપોર્ટ ટીમનો પણ સંપર્ક કરી શકે છે.
POSP પ્રમાણપત્ર પૂર્ણ કર્યા પછી હું મારા જ્ઞાનમાં વધારો કેવી રીતે કરી શકું?
અમારી પાસે પ્રમાણપત્ર પૂર્ણ કર્યા પછી અમારા POSPs માટે અન્ય એક વ્યાપક તાલીમનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. તે તમારા ઇન્સ્યોરન્સ વિશેના જ્ઞાનને વધારવામાં અને તમારા વેચાણ અને સેવાની કુશળતાને સુધારવામાં મદદ કરે છે. આ તાલીમ કાર્યક્રમો અને ઇવેન્ટ્સ નીચેનાને આવરી લેશે:
- ગુંચવણ ભરેલા કેસને હેન્ડલ કરવા માટે ઇન્સ્યોરન્સનું આગળ પડતું જ્ઞાન
- નવીનતમ ઇન્સ્યોરન્સ ઉત્પાદનો અને તેમને કેવી રીતે પીચ કરવા તેની સાથે પરિચિત રહો
- વેચાણની વિવિધ તકનીકો શીખવાની મનોરંજક અને રસપ્રદ રીતો જે તમારા વેચાણની માત્રા વધારવામાં મદદ કરે છે