હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ બનો

60,000+ ભાગીદારોએ ડિજીટ સાથે 1000 કરોડ+ કમાયા છે.

એક હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ એટલે એવી કોઈ વ્યક્તિ જે આરોગ્ય સંબંધિત ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવા માટે એક ઇન્સ્યોરન્સ કંપની સાથે કાર્ય કરે છે. જો તમને આવા એક એજન્ટ બનવાની ઇચ્છા હોય, તો તમે ગ્રાહકોને તેમની જરૂરીયાતો અનુસાર એક યોગ્ય પૉલિસી પસંદ કરવામાં મદદ કરશો.

ડિજિટ સાથે, તમે વ્યક્તિઓ અને પરિવારોને ગુણવત્તાથી ભરપૂર આરોગ્ય સંભાળ આપતાં હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનને કસ્ટમાઇઝ કરીને વેચી શકો છો.

હેલ્થ ઇન્સ્યોરન્સ શું છે?

હેલ્થ ઇન્સ્યોરન્સ એ એક એવા પ્રકારનો વીમો છે જે લોકોને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય અથવા તબીબી સ્થિતિનો સામનો કરતી વખતે થનારા નાણાકીય નુકસાન સામે રક્ષણ આપે છે. તે જ્યારે ઇન્સ્યોર્ડ વ્યક્તિ બીમાર હોય અથવા ઘાયલ હોય ત્યારે તેના તબીબી અને સર્જિકલ ખર્ચ માટે ચૂકવણી કરે છે.

ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ એક વિકસતું બજાર છે, કારણ કે અહીં સંભવિત રૂપે 1.3 બિલિયનથી વધુ સંભવિત લાભાર્થીઓ છે જેમાંથી માત્ર 20% ને જ હાલમાં આવરી લેવામાં આવ્યા છે.

*ડિસ્ક્લેઇમર - એજન્ટો માટે કોઈ ચોક્કસ શ્રેણી નથી. જો તમે જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટે નોંધણી કરો છો, તો તમે જનરલ ઇન્સ્યોરન્સના તમામ ઉત્પાદનો વેચી શકો છો.

ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ક્ષેત્ર વિશેના રસપ્રદ તથ્યો

1

વર્ષ 2018 માં 24% ની વૃદ્ધિ સાથે ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ક્ષેત્ર એ સૌથી ઝડપથી વિકસતું સેગમેન્ટ છે (1)

2

ભારતની હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓએ નાણાકીય વર્ષ 2020 (ડિસેમ્બર 2019 સુધી)માં રૂ. 40.17 લાખ કરોડની પ્રીમિયમની આવક મેળવી. (2)

3

ભારતીય વસ્તીના 20% કરતા પણ ઓછા લોકો હાલમાં હેલ્થ ઇન્સ્યોરન્સ દ્વારા આવરી લેવામાં આવ્યા છે અને તેથી વિકાસ માટેની ઘણી તકો રહેલી છે. (3)

ડિજીટ સાથે હેલ્થ ઈન્સ્યોરન્સ એજન્ટ/POSP શા માટે બનવું જોઈએ?

તમારે શા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું જોઈએ અને તમારે  શા માટે ડિજિટને પસંદ કરવું જોઈએ? તે વિશે વધુ જાણો.

ડિજિટ સાથે પ્રત્યક્ષ રીતે કાર્ય કરો

અમારા POSP ભાગીદાર તરીકે, તમે અમારી સાથે સીધા જ કામ કરશો. અન્ય કોઈ વચેટિયા સામેલ નથી. ડિજીટ આજે ભારતની સૌથી ઝડપથી વિકસતી ઇન્સ્યોરન્સ કંપની છે. અમે હાલમાં એશિયાની જનરલ ઈન્સ્યોરન્સ કંપની ઓફ ધ યર 2019 નો એવોર્ડ મેળવનારી સૌથી યુવા કંપની છીએ.

ઇન્સ્યોરન્સ બન્યો સાવ સરળ

અમે ઇન્સ્યોરન્સને સરળ બનાવવામાં માનીએ છીએ, તેથી જ અમારા તમામ દસ્તાવેજો એટલા સરળ છે કે 15 વર્ષની વયના લોકો પણ તેને સમજી શકે છે.

સ્ટ્રોંગ બૅકેન્ડ સપોર્ટ

અમારા મુખ્ય આધારસ્તંભ તરીકે ટેક્નોલોજીની સાથે, અમે તમને એક એવી સમર્પિત સપોર્ટ ટીમ અને એક અદ્યતન વેબ અને મોબાઇલ એપ્લિકેશન ઓફર કરીએ છીએ જે તમને 24x7 વેચાણ કરવાની મંજૂરી આપે છે!

ફેસબુક પર 4.8 રેટિંગ

અમે અમારા ગ્રાહકોને સંતુષ્ટ રાખવામાં માનીએ છીએ અને Facebook પર 4.8/5 નું રેટિંગ ધરાવીએ છીએ, જે કોઈપણ ઇન્સ્યોરન્સ કંપની માટે સર્વોચ્ચ છે.

ડૉક્ટર જેની ભલામણ કરે છે તેવી પૉલિસીઓ

અમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન AIIMS ના ભૂતપૂર્વ ડાયરેક્ટર, ડૉ. એમ. સી. મિશ્રાની સહાયથી ડિઝાઇન કરવામાં આવ્યા છે.

ઉચ્ચ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો

અમે ખાનગી કાર માટે ઉચ્ચ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો ધરાવીએ છીએ અને અમે હેલ્થ માટે મેળવેલાં બધાં જ ક્લેઇમના 93% જેટલાં ક્લેઇમ સેટલ કર્યા છે.

કેશલેસ ક્લેઇમ

અમારી પાસે 5900+ હોસ્પિટલોનું વિશાળ નેટવર્ક છે, જ્યાં અમારા ગ્રાહકો કેશલેસ ક્લેઇમની સુવિધાનો લાભ લઈ શકે છે. આનો અર્થ એ છે કે ક્લેઇમ શરૂ કર્યા પછી, તેઓ ચિંતા વિના સારવાર ચાલુ રાખી શકે છે!

પેપરલેસ પ્રોસેસ

અમારી પોલિસી ઇસ્યુ કરવાથી શરૂ કરીને દાવાની નોંધણી સુધીની તમામ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે ઓનલાઈન છે. તમારે કોઈપણ કાગળ ભરવાની જરૂર નથી. તમારે ફક્ત સ્માર્ટફોન/કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શનની જરૂર છે. તેથી, તમે હવે ઘરેથી અથવા બીજે ક્યાંયથી પણ કામ કરી શકો છો!

ઝડપી કમીશન સેટલમેન્ટ

ચિંતા કરશો નહીં, અમારી પાસે તમારા માટે ત્વરીત સહાય છે! અમારા તમામ કમિશન ઝડપથી પતાવવામાં આવે છે. પૉલિસી ઇસ્યુ થયાના દર 15 દિવસે તમારા ખાતામાં તમારા કમિશન જમા થશે

હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ/POSP કેવી રીતે બનવું?

ઇન્સ્યોરન્સ એજન્ટ બનવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમે POSP પ્રમાણપત્ર મેળવી લો. POSP (પૉઇન્ટ ઑફ સેલ્સ પર્સન) એ ઇન્સ્યોરન્સ એજન્ટને આપવામાં આવેલું નામ છે જે ઇન્સ્યોરન્સના ચોક્કસ ઉત્પાદનો વેચી શકે છે.

POSP બનવા માટે, તમારી પાસે IRDAI દ્વારા જરૂરી ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે અને અમારા દ્વારા આપવામાં આવતી તાલીમમાંથી પસાર થવું જરૂરી છે. ડિજિટ તમારી તાલીમની પ્રક્રિયાનું ધ્યાન રાખશે. ચિંતા કરશો નહીં!

હેલ્થ ઈન્સ્યોરન્સ એજન્ટ બનવા માટે કઈ જરૂરિયાતો અને યોગ્યતાઓ જરૂરી છે?

હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટે તમારે જે જરૂરી છે તેની યાદી અહીં આપેલી છે છે:

  • તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  •  તમે ઓછામાં ઓછા ધોરણ 10 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું હોવું જોઈએ
  •  તમારી પાસે માન્ય આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જરૂરી છે.
  •  પછી તમને IRDAI દ્વારા નિર્દિષ્ટ 15-કલાકની ફરજિયાત તાલીમ પૂર્ણ કરવા માટે કહેવામાં આવશે.

અમે તમને જે કંઈ જાણવાની જરૂર છે તે બધું જ શીખવામાં મદદ કરવાનું વચન આપીએ છીએ!

હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ કોણ બની શકે છે?

ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટેની એકમાત્ર આવશ્યકતા એ છે કે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેણે ધોરણ 10 પૂર્ણ કર્યું હોવું જોઈએ.

તેથી, મૂળભૂત રીતે એવી કોઈપણ વ્યક્તિ જે આ માપદંડોને પૂર્ણ કરે છે તે ઇન્સ્યોરન્સ એજન્ટ બની શકે છે. આમાં કૉલેજના વિદ્યાર્થીઓ, ઘરમાં રહેનારા પતિ-પત્ની, નિવૃત્ત લોકો અને ધંધાદારી લોકો/મહિલાઓનો સમાવેશ થાય છે

ડિજિટ સાથે હેલ્થ ઈન્સ્યોરન્સ એજન્ટ/POSP કેવી રીતે બનવું?

પગલું 1

ઉપર આપેલું અમારું POSP ફોર્મ ભરીને સાઇન અપ કરો, બધી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

પગલું 2

અમારી સાથે તમારી 15-કલાકની તાલીમ પૂર્ણ કરો.

પગલું 3

નિયત પરીક્ષા પૂર્ણ કરો.

પગલું 4

અમારી સાથે કરાર પર સહી કરો અને બસ થઈ ગયું! તમે પ્રમાણિત POSP બની જશો.

તમે કેટલી કમાણી કરી શકો છો?

તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકેની આવક એ તમે વેચી હોય એ પૉલિસીની સંખ્યા પર આધાર રાખે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ પાસે ઉચ્ચ આવક મેળવવાનો વિશાળ અવકાશ છે. આનું કારણ એ છે કે તબીબી સારવારનો ખર્ચ ધીમે ધીમે વધી રહ્યો છે.

આનો અર્થ એ થયો કે લોકોએ હવે તબીબી સારવાર કરાવવા માટે વધુ પૈસા ખર્ચવા પડે છે અને તેથી, તેઓ પોતાને અને તેમના પરિવારોને આવા ઉચ્ચ ખર્ચાઓથી બચાવવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદવા માંગે છે.

ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે તમે કેટલી કમાણી કરી શકો છો તેનો ખ્યાલ મેળવવા માટે નીચેના કમિશન સ્ટ્રક્ચર પર એક નજર નાખો:

માસિક નેટ પ્રીમિયમ નેટ પ્રીમિયમના % તરીકે કમીશન અને રિવોર્ડ આરોગ્ય સંજીવની
<25 હજાર 1 વર્ષ - 25% | 2 વર્ષ - 23% | 3 વર્ષ - 22% 15%
>=25 હજાર & <50 હજાર 1 વર્ષ - 28% | 2 વર્ષ - 26% | 3 વર્ષ - 25% 15%
>50 હજાર & <1 લાખ 1 વર્ષ - 30% | 2 વર્ષ - 28% | 3 વર્ષ - 26% 15%
>=1 લાખ 1 વર્ષ - 35% | 2 વર્ષ - 30% | 3 વર્ષ - 28% 15%

શરતો:

  • ચુકવણી મહિનામાં બે વાર થશે
  •  મહિનો નક્કી કરવા માટે, પૉલિસી ઇસ્યુ કરવાની તારીખને ધ્યાનમાં લેવામાં આવશે
  •  દરેક સ્લેબ માટેની ચૂકવણીને અલગથી ધ્યાનમાં લેવામાં આવશે.
  •  * T&C લાગુ, નિયમનમાં નિર્ધારિત મહત્તમ મર્યાદાને આધીન
  •  નેટ પ્રીમિયમ એટલે GST સિવાયનું પ્રીમિયમ

મારે શા માટે એક હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું જોઈએ?

તમારા પોતાના બોસ બનો

POSP હોવાનો એક પ્રાથમિક ફાયદો એ છે કે તમને તમારી અનુકૂળતા મુજબ કામ કરવાની સ્વતંત્રતા છે. તમે હવે તમારા પોતાના બોસ બની શકો છો!

કોઈ સમય મર્યાદા નથી!

તમે નક્કી કરી શકો છો કે તમે ફુલટાઇમ કામ કરવા માંગો છો કે પાર્ટ-ટાઇમ કામ કરવા માંગો છો અને તે મુજબ તમારા પોતાના કામના કલાકો તૈયાર કરી શકો છો.

ઘર બેઠા કામ કરો

ડિજીટ ઈન્સ્યોરન્સમાં, અમે મુખ્યત્વે ઈન્સ્યોરન્સ પૉલિસીઓનું ઑનલાઈન વેચાણ કરીએ છીએ. આનો અર્થ એ છે કે, તમે POSP તરીકે ઘરેથી કામ કરી શકો છો અને પૉલિસી વેચવા અને ઇસ્યુ કરવા માટે અમારી ઓનલાઈન પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શકો છો.

માત્ર 15 કલાકની તાલીમ

POSP તરીકે પ્રમાણિત થવા માટે, મુખ્ય માપદંડોમાંનો એક છે IRDAI દ્વારા ઓફર કરવામાં આવતી 15-કલાકની ફરજિયાત તાલીમ પૂર્ણ કરવી; જે પ્રમાણિક બનવા માટે ઘણું નથી! અમારી સાથે કાર્ય શરૂ કરવા માટે તમારે ફક્ત 15 કલાકનું રોકાણ કરવું પડશે!

ઉચ્ચ કમાણી સંભવિત

તમારી કમાણી કામ કરેલા કલાકોની સંખ્યા પર આધાર રાખતી નથી પરંતુ તમે કેટલી પૉલિસી ઇસ્યુ કરો છો તેના પર આધાર રાખે છે.

શૂન્ય રોકાણ

સ્માર્ટફોન, સારું ઇન્ટરનેટ કનેક્શન અને જરૂરી 15-કલાકની તાલીમ સિવાય, તમારે POSP બનવા માટે બીજું કંઈ જરૂરી નથી. તેથી, તમારા તરફથી લગભગ કોઈ નાણાકીય રોકાણની આવશ્યકતા નથી, જ્યારે કમાણીની સંભાવના બહુ વધારે છે.

વારંવાર પૂછાતાં પ્રશ્નો

શું હું ઘરેથી POS વ્યક્તિ તરીકે કામ કરી શકું?

ડિજીટ ઈન્સ્યોરન્સ ખાતે, અમે મુખ્યત્વે ઈન્સ્યોરન્સ પૉલિસીઓનું ઑનલાઈન વેચાણ કરીએ છીએ. આનો અર્થ એ છે કે, તમે POSP તરીકે ઘરેથી કામ કરી શકો છો અને પોલિસી વેચવા અને ઇસ્યુ કરવા માટે અમારી ઑનલાઈન પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શકો છો. સ્માર્ટફોન, સારું ઇન્ટરનેટ કનેક્શન અને જરૂરી 15-કલાકની તાલીમ સિવાય, તમારે POSP બનવા માટે બીજું કંઈ જરૂરી નથી.

હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે તમે કેટલી કમાણી કરી શકો છો?

હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકેની તમારી આવક એ તમે કેટલી પૉલિસીઓ વેચો છો તેના પર નિર્ભર છે. આરોગ્ય વીમા એજન્ટ પાસે ઊંચી આવક મેળવવાનો ઘણો અવકાશ છે કારણ કે તબીબી સારવારનો ખર્ચ ધીમે ધીમે વધી રહ્યો છે અને વધુને વધુ લોકો પોતાની જાતને અને તેમના પરિવારોને સુરક્ષિત રાખવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદવા માંગે છે.

મારે કયા દસ્તાવેજોની જરૂર છે?

તમારે રજીસ્ટ્રેશન સમયે જે દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે તેમાં ધોરણ 10 અથવા તેથી આગળના ધોરણ પાસ કર્યાનું પ્રમાણપત્ર, તમારા પાન કાર્ડની નકલ, આધાર કાર્ડ (આગળ અને પાછળ), રદ કરાયેલ ચેક (જેના પર તમારું નામ હોય) અને એક ફોટોગ્રાફનો સમાવેશ થાય છે.

શું પાન કાર્ડ ધારક અને બેંક ખાતા ધારક એક જ હોવા જોઈએ?

હા, ચૂકવવામાં આવેલ તમામ કમિશન ટીડીએસને આધીન છે. તમારા PAN કાર્ડના આધારે TDS ને આવકવેરા ખાતામાં જમા કરવામાં આવે છે.

હું ક્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ વેચવાનું શરૂ કરી શકું?

તમે અમારી સાથે રજીસ્ટ્રેશન કરાવીને તુરંત જ તમે POSP પરીક્ષા માટે તમારી તાલીમ શરૂ કરી શકો છો.

પરીક્ષા આપવા અને પાસ થવા પર, તમને ઈ-સર્ટિફિકેટ મળશે. પછી તમે POSP એજન્ટ તરીકે ઇન્સ્યોરન્સનું વેચાણ શરૂ કરવા માટે તૈયાર છો.

શું POS વ્યક્તિ તરીકે પ્રમાણિત થવા માટે કોઈ તાલીમ લેવી ફરજિયાત છે?

હા, તમારે POSP બનવા માટે તાલીમ પૂર્ણ કરવી પડશે. તેમાં ઇન્સ્યોરન્સની મૂળભૂત બાબતો, પૉલિસીના પ્રકારો, ઇસ્યુ કરવાની પ્રક્રિયા અને ક્લેઇમ, નિયમો અને વિનિયમો વગેરે વિષયોનો સમાવેશ થશે.

જો હું ડિજીટ સાથે ભાગીદારી કરીશ તો મને કઈ સપોર્ટ સેવાઓ મળશે?

ડિજિટના તમામ ભાગીદારોને રિલેશનશિપ મેનેજર ફાળવવામાં આવ્યા છે જે તમને માર્ગદર્શન આપશે અને ડિજિટ પ્લેટફોર્મ પર વેચાતી પૉલિસી પર એજન્ટ પાસે હોય તેવા કોઈપણ પ્રશ્નોના જવાબ આપશે. કોઈપણ સહાયતા માટે એજન્ટ અમને partner@godigit.com પર ઈમેલ કરીને ગ્રાહક સપોર્ટ ટીમનો પણ સંપર્ક કરી શકે છે.

POSP પ્રમાણપત્ર પૂર્ણ કર્યા પછી હું કેવી રીતે મારા જ્ઞાનમાં વધારો કરી શકું?

અમારી પાસે પ્રમાણપત્રની પ્રક્રિયા પૂર્ણ થયા પછી અમારા POSPs માટે અન્ય વ્યાપક તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. તેઓ તમારા ઇન્સ્યોરન્સ વિશેના જ્ઞાનને વધારવામાં અને તમારા વેચાણ અને સેવાની કુશળતાને સુધારવામાં મદદ કરે છે. આ તાલીમ કાર્યક્રમો અને ઇવેન્ટ્સ નીચેના મુદ્દાઓને આવરી લેશે:

  • ગુંચવણ ભરેલા કેસ સંભાળવા માટે ઇન્સ્યોરન્સનું અદ્યતન જ્ઞાન
  • નવીનતમ ઇન્સ્યોરન્સ ઉત્પાદનો અને તેના વિશે કેવી રીતે વાત કરવી તેની સાથે પરિચિત રહો
  • વિવિધ વેચાણ તકનીકો શીખવાની મનોરંજક અને રસપ્રદ રીતો જે તમારા વેચાણની માત્રા વધારવામાં મદદ કરે છે.

લાઇસન્સ પ્રાપ્ત હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ શું કરે છે?

હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ તેમના ગ્રાહકોને આરોગ્ય સંબંધિત ઉત્પાદનો અને ઇન્સ્યોરન્સ વેચે છે. તેઓ સામાન્ય રીતે ગ્રાહકોને શોધે છે, તેમને હેલ્થ ઇન્સ્યોરન્સના એવા વિકલ્પો વિશે રજૂઆત કરે છે જે તેમની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે.

For list of Corporate & Individual Agents,  click here.