Zero
Documentation
Quick Claim
Process
Affordable
Premium
,
Zero
Documentation
Quick Claim
Process
Affordable
Premium
હોમ ઈન્સ્યોરન્સ પોલિસી ઓનલાઈન ખરીદો/રિન્યુ કરો
હોમ ઈન્સ્યોન્સરન્સ શું છે?
હોમ ઈન્સ્યોરન્સ એ એક પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પોલિસી છે, જે તમને ચોરી, આગ, પૂર, તોફાન અને વિસ્ફોટ જેવા અણધાર્યા અકસ્માતોથી તમારૂં પોતાનું ઘર અથવા ભાડે આપેલા એપાર્ટમેન્ટ અને તમારા અંગત સામાનને થતાં નુકશાનની ભરપાઈ કરે છે.
ઘર ખરીદવું એ સૌથી મહત્વપૂર્ણ રોકાણોમાંનું એક છે. મધ્યમવર્ગના લોકો પોતાના સપનાના ઘરને બનાવવા માટે આખી જિંદગી કામ કરે છે. જોકે ઘણા લોકો એવા છે જેઓ તેમના જીવનમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ રોકાણને સુરક્ષિત કરવાનું ભૂલી જાય છે. તમને ખ્યાલ નહીં હોય પરંતુ તમારૂં ઘર માત્ર એક ફિઝિકલ મિલકત કરતાં વધુ છે અને તમે કલ્પના કરો છો તેના કરતાં ઘણું મૂલ્યવાન છે. જેમાં તમારા અદ્યતન ગેજેટ્સ અને સુંદર ઈન્ટિરિયરથી લઈને તમારા ઘરેણાં અને અન્ય મૂલ્યવાન સામાનનો પણ સમાવેશ થાય છે.
તેથી જ તમારા ઘરની સુખાકારી અને સલામતી માટે સૌથી જરૂરી કામ છે એક હોમ ઈન્સ્યોરન્સ લેવાનું. આ વીમો તમને અનિશ્ચિત અને કમનસીબ અને અણધાર્યા ઘરફોડ, ચોરી, પૂર, ભૂકંપના કિસ્સામાં નાણાંકીય સુરક્ષિતતા આપવાનું કામ કરશે.
જ્વેલરી જેવી કીમતી વસ્તુઓ માટે વૈકલ્પિક એડ-ઓન સાથેની અમારી ગો ડિજીટ, ભારત ગૃહ રક્ષા પોલિસી જે તમને તમારા ઘર અને કીમતી વસ્તુઓને સુરક્ષિત કરવામાં મદદ કરશે.
તમારા ઘર ઘરફોડ ચોરીઓ સામે પણ સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે, તમે ડિજીટ બર્ગલરી ઇન્સ્યોરન્સ પૉલિસી (UIN – IRDAN158RP0019V01201920) ને તમારી હોમ ઇન્સ્યોરન્સ પૉલિસી સાથે જોડી શકો છો.
મારે હોમ ઈન્સ્યોરન્સ શા માટે લેવો જોઈએ?
જો તમે હજુ પણ હોમ ઈન્સ્યોરન્સની જરૂરિયાત વિશે મૂંઝવણમાં છો, તો આગળ વાંચો...
ડિજીટના હોમ ઈન્સ્યોરન્સ વિશે શું સારું છે?
ડિજીટના હોમ ઇન્સ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?
નોંધ: ભારતમાં ઘરફોડ ચોરીઓ સામાન્ય છે. તમે હોમ ઇન્સ્યોરન્સ પૉલિસીને ડિજીટ બર્ગલરી ઇન્શ્યોરન્સ પૉલિસી (UIN: IRDAN158RP0019V01201920) સાથે જોડવાનું પસંદ કરી શકો છો જેથી ઘરફોડ ચોરીઓ સામે પણ તમારું ઘર સુરક્ષિત રહે.
શું કવર કરવામાં આવતું નથી?
ભારત ગૃહ રક્ષા પોલિસી નીચે દર્શાવેલ કારણોને લીધે થતા નુકસાનને આવરી લેતી નથી:
- ઘરને ઇરાદાપૂર્વકનું નુકસાન.
- યુદ્ધ, આક્રમણ અને યુદ્ધ જેવી કામગીરી જેવા પરિબળોને કારણે થયેલું નુકસાન.
- દૂષણ અથવા આયનાઇઝિંગ રેડિયેશનને કારણે થયેલા નુકસાન.
- સોનાચાંદીને થયેલું નુકસાન અથવા કિંમતી પથ્થરો, હસ્તપ્રતો, વાહનો અને વિસ્ફોટક પદાર્થોને પોલિસીમાં કવર કરવામાં આવતા નથી.
- કોઈપણ ક્લેમ તૈયાર કરવા માટે થયેલ કિંમત, ફી અથવા ખર્ચ.
- ઘરના કોઈપણ વધારા, વિસ્તરણ અથવા ફેરફાર માટે થયેલ ખર્ચ (તેના કાર્પેટ વિસ્તારના 10% થી વધુ પ્રારંભ તારીખે અથવા રિન્યુઅલની તારીખે અસ્તિત્વમાં છે)
ડિજીટ તરફથી હોમ ઈન્સ્યોરન્સ કેવી રીતે ખરીદશો?
ભલે તમે અમારી મોબાઇલ ઍપ અથવા વેબસાઇટ પરથી તમારી ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી રહ્યાં હોવ, તમે આ સરળ સ્ટેપને ફોલો કરીને તમારા ઘરને સુરક્ષિત કરી શકો છો.
સ્ટેપ 1: ડિજીટની ભારત ગૃહ રક્ષા ઇન્સ્યોરન્સ પોલિસી પેજની મુલાકાત લો અથવા Play Store અથવા App Store પરથી અમારી 'ડિજીટ ઈન્સ્યોરન્સ ઍપ' ડાઉનલોડ કરો.
સ્ટેપ 2: 'પ્રોપર્ટીનો પ્રકાર' પસંદ કરો અને તમારી વિગતો દાખલ કરો જેમ કે 'પિન કોડ' અને 'મોબાઇલ નંબર'.
સ્ટેપ 3: 'કિંમત જુઓ' પર ક્લિક કરો અને પ્લાનની વિગતો દાખલ કરો. ઘરના બિલ્ડીંગની વિગતો દાખલ કરો અને કન્ફર્મ કરો. પછી તમે ઇચ્છો તે પ્રકારનો પ્લાન પસંદ કરી શકો છો.
સ્ટેપ 4: તમે પ્લાનની કિંમતો જોયા પછી, તમારા બિલ્ડીંગ વિશેની વિગતો અને અન્ય વિગતો જેમ કે 'પ્રોપર્ટી ઓનરનું નામ', 'મોબાઇલ નંબર', 'ઇમેલ આઈડી' અને 'પાન કાર્ડ નંબર' ભરો.
સ્ટેપ 5: કાર્ડ, નેટ બેંકિંગ, UPI, વોલેટ અથવા EMI દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરો.
સ્ટેપ 6: અમને KYC વેરિફિકેશન માટે કેટલીક વિગતોની જરૂર પડશે જેથી અમે તમારી પોલિસી તરત જ ઈશ્યુ કરી શકીએ.
હોમ ઇન્સ્યોરન્સના પ્રકારો
વિકલ્પ 1 |
વિકલ્પ 2 |
વિકલ્પ 3 |
તમારા ઘરની માત્ર ચીજવસ્તુઓ (દા.ત. વ્યક્તિગત વસ્તુઓ) જ કવર કરશે |
તમારા ઘર અને તમારા ઘરની ચીજવસ્તુઓ બન્નેને કવર કરશે. |
તમારા ઘર, ઘરમાં રહેલ ચીજવસ્તુઓ અને ઘરમાં રહેલ ઘરેણાંને કવર કરશે. |
હોમ ઈન્સ્યોરન્સમાં જાણવા જેવી બાબતો
- મકાન/સ્ટ્રકચર : હોમ ઈન્સ્યોરન્સમાં મકાન તમારા ઘરના ભૌતિક પાસાંને દર્શાવે છે.
- કન્ટેન્ટ : કન્ટેન્ટ તમારા ઘરની અંગત વસ્તુઓના સંદર્ભમાં વપરાય છે, એટલેકે તમારા ઘરના ફર્નિચર જેવી વસ્તુઓ પણ હોમ ઈન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવશે.
ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?
ડિજીટ સાથે ક્લેમ ફાઇલ કરવો એ એક ઝડપી, સરળ અને મુશ્કેલી-રહિત પ્રક્રિયા છે. અમારી પાસે ક્લેમ દાખલ કરવા માટે તમે શું કરી શકો તે અમે સૂચિબદ્ધ કર્યું છે:
સ્ટેપ 1
અમને 1800-258-5956 પર કૉલ કરો. ક્લેમ ફાઇલ કરવામાં અને જરૂરિયાત મુજબ નુકસાન અથવા હાનિની તપાસ કરવામાં અમે તમારી મદદ કરીશું.
સ્ટેપ 2
મોકલેલ લિંક પર જરૂરી દસ્તાવેજો અને તમારા બેંક એકાઉન્ટની વિગતો અપલોડ કરો.
સ્ટેપ 3
બાકીની કાળજી અમે લઈશું!
હોમ ઈન્સ્યોરન્સ વડે તમારા ઘરને સુરક્ષિત કરવાના ફાયદા
કોને હોમ ઈન્સ્યોરન્સ મળવો જોઈએ?
આવરી લેવામાં આવેલા ઘરના પ્રકારો
સ્વતંત્ર માલિકીના ઘરથી લઈને ભાડાના એપાર્ટમેન્ટ્સ સુધી; ડિજિટ દ્વારા હોમ ઇન્સ્યોરન્સ તમામ પ્રકારના ઘરોને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે.
તમારે હોમ ઈન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ: ડિજીટ ઈન્સ્યોરન્સના હેડ-અંડરરાઈટીંગ, દિલીપ બાબા નીરોન્થિયલ સાથેની વાતચીતમાં
શા માટે ડિજીટ પસંદ કરો?
ન્યૂઝમાં ડિજીટ હોમ ઈન્સ્યોરન્સ
તમારે હોમ ઇન્સ્યોરન્સ વિશે જાણવાની જરૂર છે
નિષ્ણાત- વિવેક ચતુર્વેદી દ્વારા હોમ ઈન્સ્યોરન્સ વિશે બધું જાણવા માટે આ વાતચીત ચેક કરો.
હોમ ઇન્સ્યોરન્સ વિશે તમારે જાણવી જેવી બાબતો
હોમ ઈન્સ્યોરન્સ શા માટે મહત્વનો છે?
તમારું ઘર ફક્ત તમારા જીવનનિર્વાહ માટે જ જરૂરી નથી પરંતુ તમારા જીવનના સૌથી મોટા ઇન્વેસ્ટમેન્ટમાંથી એક પણ છે. તેથી, તમે ઓછામાં ઓછું હોમ ઇન્સ્યોરન્સ દ્વારા તેને સુરક્ષિત રાખો.
હોમ ઇન્સ્યોરન્સ પ્લાન ઘરફોડ ચોરીઓ, આગ, પૂર, તોફાન, ધરતીકંપ વગેરે જેવી ઘટનાઓ દરમિયાન તમારા ઘરને થઈ શકે તેવા અનિશ્ચિત અને અણધાર્યા નુકસાન અને હાનિ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. તે તમારા નાણાકીય નુકસાનને ઓછા સમયમાં રિકવર કરવામાં મદદ કરી શકે છે!
મારે હોમ ઈન્સ્યોરન્સ પ્લાન ઓનલાઈન શા માટે ખરીદવો જોઈએ?
ઓનલાઇન કંઈપણ ખરીદવું એ નિઃશંકપણે અનુકૂળ અને ઝડપી છે. હોમ ઈન્સ્યોરન્સ જેવા નિર્ણાયક નિર્ણયો માટે, શક્ય તેટલી શ્રેષ્ઠ પસંદગી પર નિર્ણય લેવા માટે સમય અને મનની શાંતિ હોવી હંમેશા વધુ સારી છે. હોમ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદવાથી તમને બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્લાનનનું મૂલ્યાંકન કરવા અને તેની તુલના કરવા તેમજ યોગ્ય નિર્ણય લેવા માટે સમય મળે છે. તેની સાથે, તમે તમારા પ્લાનને કસ્ટમાઇઝ પણ કરી શકો છો અને કોઈપણ મુશ્કેલી અને અર્થહીન પેપરવર્ક વગર ડોક્યુમેન્ટ્સને ઓનલાઈન મેનેજ કરી શકો છો!
તમારા હોમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો
અમે 7 પરિબળોને સૂચિબદ્ધ કર્યા છે જે તમારા હોમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ રીતે પ્રભાવિત કરશે:
ઘરનો પ્રકાર - જો તમારી પાસે તમારી પોતાની પ્રોપર્ટી હોય, કોઈ જગ્યા ભાડે આપી રહ્યાં હોવ, અથવા જો તે એપાર્ટમેન્ટ અથવા સ્વતંત્ર બંગલો હોય, અથવા તો ફર્નિશિંગનો પ્રકાર તમારા પ્રીમિયમ રેટને અસર કરે છે તો તમારી પ્રીમિયમની રકમ અલગ પડે છે.
બિલ્ડીંગનું લોકેશન - જો તમારું ઘર પૂર, આગ જેવી આફતોની સંભાવના ધરાવતા વિસ્તારોમાં હોય અથવા તો અસુરક્ષિત વિસ્તારોમાં જ્યાં ગુના અને ચોરી સામાન્ય હોય છે, તો તે તમારે ચૂકવવાના પ્રીમિયમની રકમને અસર કરી શકે છે. સુરક્ષિત સમાજમાં સ્થિત ઘરો માટે વ્યાજબી પ્રીમિયમની રકમ ઓફર કરે છે.
ઘરની ઉંમર - કોઈપણ અન્ય ઇન્સ્યોરન્સ પોલિસીની જેમ, પ્રીમિયમની કિંમતો નક્કી કરવા માટે ઉંમર એ મુખ્ય પરિબળ છે.
ઘરની સાઇઝ - તમારા ઘરનો ચોરસ ફૂટ વિસ્તાર તમારા ઘરના ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર સૌથી વધુ અને ડાયરેક્ટ અસર કરે છે.
તમારા સામાનનું મૂલ્ય - તમારા ઘરમાં તમારા સામાનની કિંમત તમારે ચૂકવવાના પ્રીમિયમની રકમને પણ અસર કરે છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે મોંઘા ઘરેણાં, કલાકૃતિઓ, મોંઘા ગેજેટ્સ વગેરે હોય તો આ વસ્તુઓનો ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તમારા પ્રીમિયમની રકમમાં પણ ડાયરેક્ટ જોવા મળશે.
ઘરની સલામતી અંગેના સ્ટેપ - આપણે બધા અમારા ઘરની સલામતી અંગે ચિંતિત છીએ. તેથી, આનાથી આગળ વધીને આપણા ઘરોને સુરક્ષિત રાખવા માટે સુરક્ષા સિસ્ટમ ઉમેરવા જેવા વિવિધ સ્ટેપ લઈએ છીએ. આ તમારા પ્રીમિયમ પર પોઝિટીવ અસર કરે છે, જેનાથી પ્રિમીયમ ઓછું થાય છે.
વધારાના કવરેજ - કેટલાક હોમ ઈન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ પ્લાનની બહારની વસ્તુઓ માટે વધારાના કવર ઓફર કરે છે. આના પરિણામે વ્યક્તિના પ્રીમિયમને અસર થાય છે.
તમારા હોમ ઇન્સ્યોરન્સની કિંમત કેટલી હશે તે જાણવા માટે, તમે તમારા પ્રીમિયમની રકમ તપાસવા માટે અમારા હોમ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો.
હોમ ઇન્સ્યોરન્સ પ્લાન્સની સરખામણી કરવા માટેની ટિપ્સ
જ્યારે તમે હોમ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવાનો નિર્ણય લઈ રહ્યાં હોવ, ત્યારે તમારા ઘર માટે યોગ્ય પ્લાન પસંદ કરવા માટે તમે સરખામણી કરી શકો તેવા કેટલાક મહત્ત્વના પરિબળો નીચે મુજબ છે:
- કવરેજ બેનિફિટ્સ - તમારા હોમ ઈન્સ્યોરન્સનો સૌથી મહત્વનો ભાગ તમને ક્યા પ્રકારનું કવરેજ મેળી રહ્યુ છે. તમારે એ જાણવાની જરૂર છે કે દૂર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તમારું શું આવરી લેવામાં આવશે. તેથી, તમારા માટે સૌથી મૂલ્યવાન યોજનાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવા માટે હંમેશા શું આવરી લેવામાં આવ્યું છે અને શું આવરી લેવામાં આવ્યું નથી તેનું નિરિક્ષણ કરવુ જોઇએ.
- વીમાની રકમ - તમારા હોમ ઇન્સ્યોરન્સમાં તમારી વીમાની રકમ એ તમે કરેલા દાવાના કિસ્સામાં તમારી કવર કરવામાં આવનાર કુલ રકમ દર્શાવે છે. તેથી, તમે જે રકમ માટે દાવો કરવા માગો છો તે અંગે બહુ જ સાવધાન રહો, કારણ કે આ ફક્ત તમારા હોમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને જ અસર નહીં કરે. પરંતુ નુકસાન અને હાનિના કિસ્સામાં તમને પ્રાપ્ત થનાર દાવાની રકમને પણ અસર કરશે!
- એડ-ઓન્સ અવેલેબલ – ક્યારેક ક્યારેક, તમારે માત્ર બેઝિક પ્લાનના લાભો ઉપરાંત કવરેજની જરૂર હોય છે. આ તે બાબત છે જ્યારે એડ-ઓન્સ અવેલેબલ આવે છે. વિવિધ વીમા કંપનીઓ લોકોને પસંદ કરવા માટે એડ-ઓનની વિવિધ શ્રેણી આપે છે. આવી જ રીતે, અમે ડિજિટ પર હોમ ઈન્સ્યોરર્સ માટે યુનિક જ્વેલરી પ્રોટેક્શન એડ-ઓન ઓફર કરીએ છીએ. તમારા વિકલ્પોની તુલના કરો અને તમારા માટે સૌથી શ્રેષ્ઠ શું કામ કરે છે તે જુઓ!
યોગ્ય વીમાની રકમ કેવી રીતે પસંદ કરવી?
ઇન્સ્યોરન્સમાં, ઇન્સ્યોરન્સની રકમ એ મહત્તમ મૂલ્યનો ઉલ્લેખ કરે છે જે તમને નુકસાનના કિસ્સામાં વળતર આપવામાં આવશે. તે તમારા ઇન્સ્યોરન્સ લીધેલા ઘરની કિંમત પણ નક્કી કરે છે. તેથી, તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમે પસંદ કરેલ ઇન્સ્યોરન્સની રકમ તમારા ઘરની સાચી કિંમત દર્શાવે છે. યોગ્ય ઇન્સ્યોરન્સની રકમ પસંદ કરવા માટે, તમારે ચોરસ મીટરમાં તમારો કુલ કાર્પેટ વિસ્તાર અને તમારા ઘરની વસ્તુઓની અંદાજિત કિંમત ધ્યાનમાં લેવી જોઈએ.