બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ શું છે ?
તમે કોમર્શિયલ બિલ્ડિંગ અથવા તમારા રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટને સુરક્ષિત કરવા માંગો છો; બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ એ એક કસ્ટમાઈઝ્ડ વીમા પોલિસી છે જે તમારા બિલ્ડિંગને આગ, ઘરફોડ ચોરી, કુદરતી આફતો અને અન્ય અણધાર્યા જોખમો અને સંજોગોથી સુરક્ષિત કરવામાં મદદ કરશે.
કેમ બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ જરૂરી છે ?
આવો સમજીએ.........
ભારતમાં 2021 માં 1.6 મિલિયન આગના બનાવો નોંધાયા. (1)
ભારતમાં 64% લોકો ઘરની સુરક્ષાને લગતા જોખમોને સંભાળવા માટે સજ્જ નથી.(2)
આગ ફાટી નીકળવી એ બિઝનેસ સાતત્ય અને તેની કામગીરી માટેના સૌથી મોટા જોખમોમાં ત્રીજા ક્રમે છે. (3)
ભારતમાં થતી ચોરીના 70% ઘરફોડ ચોરી છે. (4)
ડિજિટના બિલ્ડિંગ ઇન્સ્યોરન્સમાં ખાસ શું છે ?
વેલ્યુ ફોર મની : બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ એક મોંઘું કવર હોઇ શકે છે પરંતુ તમારો ઈન્સ્યોરન્સ ઓનલાઈન અને ડિજિટલ હોવાને કારણે અમારી પડતર ઘટતા ચૂકવવાનું થતું પ્રીમિયમ પણ ઘટે છે. તેથી અમારો ઈન્સ્યોરન્સ સમગ્ર જોખમોને આવરતો સરળ અને સસ્તો છે.
ડિજિટલ ફ્રેન્ડલી : ભારતની પ્રથમ ઓનલાઈન વીમા કંપનીઓમાંની એક હોવાને કારણે અમે બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ ખરીદવાથી લઈને ક્લેઈમ કરવા સુધીની અમારી તમામ પ્રક્રિયાઓને ડિજિટલ રાખવાનો પ્રયાસ કરીએ છીએ. એ હદ સુધી કે જ્યારે બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ ક્લેઈમ માટે ઈન્સપેક્શન જરૂરી હોય ત્યારે પણ તેને ઓનલાઈન જ કરી શકો છો! (1 લાખથી વધુના દાવા સિવાય. IRDAI નિયમ મુજબ તે ફક્ત મેન્યુઅલી/ઓફલાઈન જ કરવા જરૂર છે)
તમામ બિઝનેસ કેટેગરીને આવરી લે છે : તમે તમારા ઓફિસ બિલ્ડિંગ અથવા કરિયાણા સ્ટોરને સુરક્ષિત કરવા માંગતા હોવ તો અમારો બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ તમામ પ્રકારના બિઝનેસને માટે યોગ્ય છે, પછી ભલે તે ગમે તેટલો મોટો કે નાનો હોય.
ભાડુઆત માટેના પ્લાન : અમે સમજીએ છીએ કે આજના યુવાઓ પોતાનું ઘર વસાવવાને બદલે ભાડે લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તેથી જ અમે ભાડે લેનારાઓ માટેની યોજનાઓ પણ ઓફર કરીએ છીએ, જે ભાડાના બિલ્ડિંગ અથાવા દુકાન અથવા ઓફિસમાં ફક્ત તમારી માલિકીની વસ્તુઓને જ આવરી લે છે.
ડિજિટના બિલ્ડિંગ ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવે છે ?
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર
ડિજિટ પર, અમારા ઈન્સ્યોરન્સ તમારા બિલ્ડિંગને આગ અને કુદરતી આફતો જેવી કે પૂર અને ભૂકંપ સામે અમારા ગો ડિજિટ, ભારત લઘુ ઉદ્યમ સુરક્ષા, ગો ડિજિટ, ભારત સૂક્ષ્મ ઉદ્યમ સુરક્ષા અને ગો ડિજિટ, ભારત ગૃહ રક્ષા પોલિસી દ્વારા કવર કરે છે. જો કે, બિલ્ડિંગને પણ ચોરીનું જોખમ હોવાથી, અમે ચોરીને પણ એક અલગ પોલિસી ડિજીટ બર્ગલરી ઈન્સ્યોરન્સ પોલિસી દ્વારા આવરી લઈએ છીએ. આ રીતે, તમારું બિલ્ડિંગ માત્ર આગ અને કુદરતી આફતોને કારણે થયેલા નુકસાન અને હાનિ જ નહીં પરંતુ ચોરીથી પણ સુરક્ષિત રહેશે. તમારા માટે આ સરળ બનાવવા માટે, અમારી પાસે નીચે પ્રમાણે અલગ-અલગ કવરેજ વિકલ્પો છે:
વિકલ્પ 1 | વિકલ્પ 2 | વિકલ્પ 3 |
ફક્ત તમારા ઘર અથવા બિઝનેસ સામગ્રીને કવર કરે છે. | તમારા બિલ્ડિંગ અને તમારા ઘર અથવા બિઝનેસ સામગ્રી બંનેને કવર કરે છે. | ફક્ત તમારા બિલ્ડિંગને કવર કરે છે. |
કન્ટેન્ટ - જો તમે બિલ્ડિંગ ઈન્સ્યોરન્સમાં ‘કન્ટેન્ટ’ નો સંદર્ભ શું છે તે અંગે મૂંઝવણમાં છો, તો તે તમારા પરિસરમાં આવેલ એવી વસ્તુઓના સંદર્ભે છે જે તમારા પરિસરના સ્ટ્રક્ચર સાથે કાયમી ધોરણે જોડાયેલ અથવા ફિક્સ કરેલ નથી. ઉદાહરણ તરીકે, જો તમારા ઘરમાં ચોરી થઈ હોય અને તમારું લેપટોપ ચોરાઈ ગયું હોય; તો તમારો બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ સામગ્રી માટે કવર કરશે, એટલે કે તમારા લેપટોપને પણ કવર કરશે.
બિલ્ડિંગ/સ્ટ્રક્ચર - નામ પ્રમાણે તમારા બિલ્ડિંગ ઈન્સ્યોરન્સમાં 'બિલ્ડિંગ' અથવા 'સ્ટ્રક્ચર' એ તમે કવર થતી સમગ્ર પ્રોપર્ટીનો સંદર્ભ આપે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ઘર અથવા વ્યક્તિગત વિલાને સુરક્ષિત કરવા માંગતા હો તો તમારા સમગ્ગ્ર વિલાને આવરી લેવામાં આવેલ 'બિલ્ડિંગ' તરીકે ઓળખવામાં આવશે.
અમારા બિલ્ડિંગ ઇન્સ્યોરન્સ ઑફરિંગ્સ
બિલ્ડિંગ ઇન્સ્યોરન્સની કોને જરૂર છે ?
તમારૂં જૂનું ઘર હોય અથવા નવું સપનાનું ઘર હોય, પરંતુ તે ઘર કોઈપણ વ્યક્તિની સૌથી કિંમતી સંપત્તિ છે. તમારી આ જીવનભરની કમાણીને આર્થિક સુરક્ષા આપવા માટે અને તમારા ખિસ્સા અને ઘર બંનેને સુરક્ષિત રાખવા માટે તમે ઓછામાં ઓછો એક ઈન્સ્યોરન્સ જરૂરી છે.
સામાન્ય લોકો માને છે કે બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ માત્ર એવા લોકો માટે છે કે જેઓ પોતે પ્રોપર્ટી ધરાવે છે પરંતુ અમે ડિજિટ પર ભાડાની મિલકતો હોય કે પછી ભાડે આપેલ-લીધેલ દુકાન હોય તે માટે પણ બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રદાન કરીએ છીએ. તેથી જો તમારી પાસે ઓફિસની જગ્યા અથવા ભાડે લીધેલ એપાર્ટમેન્ટ હોય તો પણ તમે તમારી માલિકીના ભાગો જેમકે પ્રોપર્ટી અને તેની સામગ્રી માટે બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ લઈ શકો છો.
તમે એક નાનો જનરલ સ્ટોર ચલાવતા હોવ કે પછી કસ્ટમાઇઝ્ડ ફેશન અને હેન્ડીક્રાફ્ટ્સ સાથેનું નાનું બુટિક ચલાવો ડિજિટનું બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ કવરેજ તમામ પ્રકારના બિઝનેસ માટે યોગ્ય છે. જો તમે કોઈ સ્વતંત્ર, નાનો બિઝનેસ ચલાવતા હોવ તો તમારા બિઝનેસને અગમ્ય કારણોસર થતા કોઈપણ સંભવિત નુકસાન અને જોખમોથી સુરક્ષિત રાખવું જરૂરી છે.
જો તમે જનરલ સ્ટોર, રેસ્ટોરન્ટ અથવા મીડિયમ સાઇઝ એન્ટરપ્રાઇઝની ચેઇન ચલાવો છો; તો બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ મીડિયમ સાઇઝ બિઝનેસ માલિકો માટે પણ આગ, વિસ્ફોટ અથવા કુદરતી આફતો જેવી કે પૂર, વાવાઝોડું અને ધરતીકંપને કારણે થઈ શકતા નુકસાન અને હાનિને કવર કરવા માટે યોગ્ય છે.
જો તમારી પાસે ઘર કે બિઝનેસ માટે એક કે તેથી વધુ બિલ્ડિંગો છે તો પ્રોપર્ટી વીમો તમારી એક નહીં પરંતુ બધી મિલકતોને સુરક્ષિત કરવા માટે એક સરળ વન સ્ટોપ સોલ્યુશન ડિજિટ આપે છે. આ માત્ર બિઝનેસના જોખમને ઘટાડવામાં મદદ નહીં કરે પરંતુ એક જવાબદાર બિઝનેસ એન્ટરપ્રાઇઝ તરીકેની તમારી ગુડવિલમાં પણ સુધારો કરશે.
ઈન્સ્યોરન્સમાં કવર થતી હોમ પ્રોપર્ટીના પ્રકાર
સ્વતંત્ર ફ્લેટમાં રહેતા, હાઉસિંગ સોસાયટી અથવા સ્ટેન્ડઅલોન બિલ્ડિંગના ભાગમાં રહેતા લોકો માટે આ ઈન્સ્યોરન્સ છે. આ તમારી માલિકીનો અથવા તમારા દ્વારા ભાડે આપેલો ફ્લેટ પણ હોઈ શકે છે.
તમે અને તમારો પરિવાર એક બિલ્ડિંગમાં રહો છો, બિલ્ડિંગમાં ફ્લેટ ધરાવો છો અથવા ભાડે લીધો છે તો તમે તે બધા માટે ઈન્સ્યોરન્સ પસંદ કરી શકો છો.
જો તમે સ્વતંત્ર વિલા અથવા ઘરની માલિકી ધરાવો છો અથવા ભાડે લીધેલ છે, તો તેને માટે બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ લાગુ થશે, તમારા વિલા અને તેની સામગ્રીને સંભવિત જોખમો જેવા કે પૂર, વાવાઝોડું અને અન્ય અણધાર્યા સંજોગોથી બચાવવા માટે
કવર થતી દુકાન અને બિઝનેસ પ્રોપર્ટીના પ્રકાર
બિઝનેસ કે જે મુખ્યત્વે મોબાઇલ ફોન, મોબાઇલ એસેસરીઝ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક્સનું વેચાણ કરે છે. Croma, OnePlus, Redmi, વગેરે જેવા સ્ટોર આવા બિલ્ડિંગના સારા ઉદાહરણો છે. આવા કિસ્સામાં, બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ સ્ટોર અને તેની મુખ્ય સામગ્રીને સંભવિત નુકસાન અને હાનિથી સુરક્ષિત કરવામાં મદદ કરશે.
પડોશમાં આવેલી કરિયાણાની દુકાનોથી લઈને તમારા બજેટ ફ્રેન્ડલી સુપરમાર્કેટ અને જનરલ સ્ટોર્સ સુધી; તમામ કરિયાણાની દુકાનો અને જનરલ સ્ટોર્સ પણ પ્રોપર્ટી ઇન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવ્યા છે. બિગ બઝાર, સ્ટાર બજાર અને રિલાયન્સ સુપરમાર્કેટ જેવી દુકાનો તેના કેટલાંક સામાન્ય ઉદાહરણો છે.
અમારી બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પોલિસીના ભાગરૂપે આ કેટેગરી ઓફિસ પરિસર અને શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે કોલેજો, શાળાઓ અને કોચિંગ ક્લાસને અનુરૂપ બનાવવામાં આવી છે. આ ઇન્સ્યોરન્સ વી પ્રોપર્ટીને થનાર નુકસાનથી બચાવવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તમારા કર્મચારીઓ અથવા વિદ્યાર્થીઓને તમારી સંબંધિત સંસ્થા પ્રત્યે વધુ વિશ્વાસ કેળવવા માટે પણ જરૂરી છે.
તમારા મનપસંદ મોલ્સ અને ગારમેન્ટની દુકાનોથી લઈને સ્પા, જિમ અને અન્ય સ્ટોર્સ સુધી; ડિજિટના બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવેલ ઇન્સ્યોરન્સ પર્સનલ લાઇફસ્ટાઇલ અને ફિટનેસ સેક્ટરના તમામ બિઝનેસોને પણ આવરી લે છે. આવી પ્રોપર્ટીના ઉદાહરણોમાં એનરિચ સલુન્સ, કલ્ટ ફિટનેસ સેન્ટર્સ, ફોનિક્સ માર્કેટ સિટી અને અન્ય સ્ટોર્સનો સમાવેશ થાય છે.
એક સ્થળ જ્યાં બધા વ્યક્તિઓ ખાય છે! કાફે અને ફૂડ ટ્રકથી લઈને રેસ્ટોરન્ટ ચેઈન અને બેકરી સુધી; ડિજિટનો પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ કવરેજ તમામ પ્રકારના ખાણીપીણીની દુકાનો માટે પણ ઉત્તમ છે.
સૌથી મહત્વપૂર્ણ પ્રોપર્ટી જે અવશ્ય કરવ થયેલી હોવી જોઈએ; ડિજિટનો પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ હોસ્પિટલો, ક્લિનિક્સ, નિદાન કેન્દ્રો અને ફાર્મસીઓ અને અન્ય મેડિકલ સ્ટોર્સને પણ આવરી લે છે.
બિઝનેસની આ શ્રેણીમાં સુથારીકામ અને પ્લમ્બિંગ સમારકામથી લઈને મોટર ગેરેજ અને એન્જિનિયરિંગ વર્કશોપ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે.
ઉપર દર્શાવેલી કેટેગરીઓ સિવાય ડિજિટના બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પોલિસી તમામ કદ અને બિઝનેસ માટે યોગ્ય છે. જો તમને તમારી કેટેગરી આ યાદીમાં ન મળે, તો અમારો સંપર્ક કરવામાં નિઃસંકોચ રહો અને અમે તમારા ઘર અથવા બિઝનેસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ પસંદ કરવામાં તમારી મદદ કરીશું.
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો
તમારૂં બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ કઈ રીતે ગણાય છે ?
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ મુખ્યત્વે નીચેના પરિબળોથી પ્રભાવિત થાય છે :
- પ્રોપર્ટીનો પ્રકાર: તમે જે પ્રકારની પ્રોપર્ટીનો ઈન્સ્યોરન્સ લેશો, તેની સીધી અસર તમારા બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર પડશે. દાખલા તરીકે; ફેક્ટરીનું પ્રીમિયમ જનરલ સ્ટોર કરતાં વધુ હશે.
- પ્રોપર્ટીની ઉંમર: અન્ય કોઈપણ વીમા પોલિસીની જેમ પ્રીમિયમની કિંમતો નક્કી કરવા માટે મિલકતની ઉંમર મુખ્ય પરિબળ છે. પ્રોપર્ટી જેટલી નવી હશે, તેનું પ્રીમિયમ ઓછું હશે અને તેનાથી ઊલટું જેટલી જુની તેટલું પ્રીમિયમ વધુ.
- પ્રોપર્ટીની સાઈઝ : જે પ્રોપર્ટીનો ઈન્સ્યોરન્સ લેવો હોય તેની સાઈઝ એટલેકે તેનું ક્ષેત્રફળ તેની બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર સૌથી વધુ અને સીધી અસર કરે છે. જો પ્રોપર્ટી મોટી તો વીમાની રકમ વધુ હશે અને તેથી ઉલટું સાઈઝ નાની પ્રિમિયમ ઓછું.
- સુરક્ષાના પગલાં: આજે ઘણા ઘર અને બિઝનેસ માલિકો તેમના ઘરો અને શૉપને આગ જેવા જોખમોથી બચાવવા માટે વિવિધ સુરક્ષાના પગલાં લે છે. તેથી, જો તમારા ઘર અથવા શૉપનો પણ એમાં સમાવેશ થાય છે, તો તમારું જોખમ અને તેથી બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ઓછું થશે.
- વધારાનું કવરેજ: જ્યારે બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ મુખ્યત્વે બિલ્ડિંગ અને તેની સામગ્રીને કવર કરે છે, ત્યાં અન્ય કિંમતી સંપત્તિ પણ છે જેમ કે દુકાનમાં કોઈ આકસ્મિક નુકસાન અથવા ઘરે રાખેલા દાગીના. તેને કવર કરવા માટે, તમે એડ-ઓન પસંદ કરી શકો છો જે તમને વધુ સારું કવરેજ પ્રદાન કરશે અને, તેનાથી તમારા બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થશે.
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાનની સરખામણી કરવા માટેની ટિપ્સ
યોગ્ય બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાન પર નિર્ણય કરવો એ ઘણા લોકો માટે મુશ્કેલ પસંદગી હોઈ શકે છે. છેવટે આ તે પસંદગી છે જે તમે તમારા સુંદર ઘર અથવા તમારા પ્રિય બિઝનેસને સુરક્ષિત રાખવા માટે કરી રહ્યા છો ! યોગ્ય બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવા માટે, અહીં સૌથી વધુ ત્રણ બાબતો જરૂરી છે જેની તમારે સરખામણી કરવી જોઈએ :
- કવરેજ બેનિફિટ : તમારા ઈન્સયોરન્સનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કે તમે કયા પ્રકારનું કવરેજ મેળવી રહ્યાં છો. તમારે એ જાણવાની જરૂર છે કે આકસ્મિક ઘટનાના કિસ્સામાં તમને શું આવરી લેવામાં આપશે. તેથી, તમારા માટે સૌથી મૂલ્યવાન ઈન્સ્યોરન્સ પ્લાનનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવા માટે હંમેશા શું આવરી લેવામાં આવ્યું છે અને શું આવરી લેવામાં આવ્યું નથી તે જુઓ.
- સમ ઈન્સ્યોર્ડ : બિલ્ડિંગ ઈન્સ્યોરન્સમાં તમારી સમ ઈન્સ્યોર્ડની રકમ એ તમે કરેલા ક્લેઈમના કિસ્સામાં તમને આપવામાં આવતા કવરની કુલ રકમનો સંદર્ભ આપે છે. તેથી તમે જે રકમનું કવર લેવા માંગો છો તેના પર ખૂબ જ ધ્યાન આપો કારણ કે આ ફક્ત તમારા બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રીમિયમને અસર નહીં કરે પરંતુ જોખમ અને નુકસાનના કિસ્સામાં તમને પ્રાપ્ત થશે તે ક્લેઈમની રકમને પણ અસર કરશે!
- ઉપલબ્ધ એડ-ઓન્સ: કેટલીકવાર તમારે બેઝિક પ્લાનના લાભો ઉપરાંત વધારાના કવરેજની જરૂર હોય છે. આ સમયે એડ-ઓન્સ કામમાં આવે છે. અલગ-અલગ ઈન્સ્યોરર્સ લોકોની પસંદ માટે અલગ અલગ એડ-ઓનની રેન્જ આપે છે. તમને જરૂરી વિકલ્પોની તુલના કરો અને તમારા માટે શ્રેષ્ઠ શું કામ છે તે જુઓ !
યોગ્ય બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાન કેવી રીતે પસંદ કરવો ?
યોગ્ય બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારા બધા વિકલ્પોની તુલના કરો અને તેનું મૂલ્યાંકન કરો અને તે મુજબ તમારી મરજીની પોલિસી પસંદગી કરો. તમારા કવરેજ બેનિફિટ્સ, સમ ઈન્શોર્ડ, ઉપલબ્ધ એડ-ઓન્સ, બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, ગ્રાહક સપોર્ટ વગેરે બાબતોને તમે તમારા સૌથી મહત્વપૂર્ણ અસ્કયામતોને સુરક્ષિત રાખવા માટે કોના પર વિશ્વાસ કરશો તે નિર્ણય કરતા પહેલા ચકાસો જુઓ!
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ માટે યોગ્ય સમ ઈન્સ્યોર્ડ કેવી રીતે પસંદ કરશો ?
તમારી સમ ઈન્સ્યોર્ડ તમારી પ્રોપર્ટીની કુલ વેલ્યુનો સંદર્ભ આપે છે; એટલે કે ક્લેઈમના કિસ્સામાં તમે પ્રાપ્ત કરી શકો તે મહત્તમ રકમ પણ. તેથી તમારે ખાતરી કરવાની જરૂર છે કે તે તમારી પ્રોપર્ટીની સાચી કિંમત દર્શાવે. તમારા બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ માટે યોગ્ય સમ ઈન્સ્યોર્ડ પસંદ કરવા માટે, તમે અહીં અમારા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો જે તમારા બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ અને તમારી પ્રોપર્ટીના ક્ષેત્રફળના આધારે ભલામણ કરેલ સમ ઈન્સ્યોર્ડ નક્કી કરવામાં મદદ કરે છે.
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સના મુખ્ય લાભો શું છે ?
ભારતમાં બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ લેવાના મુખ્ય ફાયદાઓ પર એક નજર.....
- સંપૂર્ણ કવરેજ: બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ તમારી પ્રોપર્ટી (એટલે કે તમારા બિલ્ડિંગ અથવા સ્ટોર)નું રક્ષણ કરવામાં મદદ કરે છે, પરંતુ તેની અંદરની સામગ્રીઓને થતા નુકશાનને કારણે પણ તમારા ખિસ્સાને તમામ સંભવિત નુકસાનથી દૂર રાખવાની ખાતરી આપે છે. વધુમાં ઘણા ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ તમારી જરૂરિયાતો અનુસાર તમારું કવરેજ વધારવા માટે એડ-ઓન્સ પણ પ્રદાન કરે છે.
- ધંધાકીય જોખમો ઘટાડે છે: બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ તમારી દુકાન અને તેના સમાવિષ્ટોને સુરક્ષિત રાખવા માટે કસ્ટમાઇઝ્ડ પોલિસી સાથે પણ આવે છે તેથી આગ, ધરતીકંપ, પૂર, ઘરફોડ ચોરી વગેરે જેવી ઘટનાઓમાં ધંધાકીય નુકસાનનું જોખમ ઘટાડે છે.
- મનની શાંતિ: પછી ભલે તે તમારી દુકાન હોય કે તમારું ઘર, બંને સૌથી વધુ નાણાકીય મહત્વ ધરાવે છે. બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ તમને અણધાર્યા સંજોગોમાં નોંધપાત્ર નુકસાનનો સામનો કરતા અટકાવે છે અને ખાતરી કરે છે કે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારા ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર તમારી પાછળ જ ઉભા છે!
ભારતમાં બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પૉલિસી હોવી એ કાનૂની જરૂરિયાત છે?
ના, ભારતમાં બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ હોવો એ હજુ કાનૂની જરૂરિયાત નથી. જો કે, તેની હંમેશા ભલામણ કરવામાં આવે છે કારણ કે બિઝનેસ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગ, બંનેને નુકસાન અને હાનિ ખર્ચાળ બાબત થઈ શકે છે.
કોમર્શિયલ પ્રોપર્ટીના કિસ્સામાં બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પોલિસી માટે પ્રીમિયમ કોણે ચૂકવવાનું હોય છે?
કોમર્શિયલ પ્રોપર્ટીના કિસ્સામાં, સામાન્ય રીતે બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પોલિસી મેળવવા માટે પ્રીમિયમ ચૂકવવાની જવાબદારી માલિકની હોય છે. જો કે, ગેટેડ કોમ્યુનિટી માટે, બિલ્ડર તેમની મિલકતના તમામ બિલ્ડિંગ માટે બિલ્ડિંગ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પણ કવર કરી શકે છે અને ચૂકવી શકે છે.