Zero
Documentation
Quick Claim
Process
Affordable
Premium
Terms and conditions apply*
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ શું છે ?
કેમ બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ જરૂરી છે ?
આવો સમજીએ.........
ડિજિટના બિલ્ડિંગ ઇન્સ્યોરન્સમાં ખાસ શું છે ?
ડિજિટના બિલ્ડિંગ ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવે છે ?
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર
ડિજિટ પર, અમારા ઈન્સ્યોરન્સ તમારા બિલ્ડિંગને આગ અને કુદરતી આફતો જેવી કે પૂર અને ભૂકંપ સામે અમારા ગો ડિજિટ, ભારત લઘુ ઉદ્યમ સુરક્ષા, ગો ડિજિટ, ભારત સૂક્ષ્મ ઉદ્યમ સુરક્ષા અને ગો ડિજિટ, ભારત ગૃહ રક્ષા પોલિસી દ્વારા કવર કરે છે. જો કે, બિલ્ડિંગને પણ ચોરીનું જોખમ હોવાથી, અમે ચોરીને પણ એક અલગ પોલિસી ડિજીટ બર્ગલરી ઈન્સ્યોરન્સ પોલિસી દ્વારા આવરી લઈએ છીએ. આ રીતે, તમારું બિલ્ડિંગ માત્ર આગ અને કુદરતી આફતોને કારણે થયેલા નુકસાન અને હાનિ જ નહીં પરંતુ ચોરીથી પણ સુરક્ષિત રહેશે. તમારા માટે આ સરળ બનાવવા માટે, અમારી પાસે નીચે પ્રમાણે અલગ-અલગ કવરેજ વિકલ્પો છે:
વિકલ્પ 1 |
વિકલ્પ 2 |
વિકલ્પ 3 |
ફક્ત તમારા ઘર અથવા બિઝનેસ સામગ્રીને કવર કરે છે. |
તમારા બિલ્ડિંગ અને તમારા ઘર અથવા બિઝનેસ સામગ્રી બંનેને કવર કરે છે. |
ફક્ત તમારા બિલ્ડિંગને કવર કરે છે. |
કન્ટેન્ટ - જો તમે બિલ્ડિંગ ઈન્સ્યોરન્સમાં ‘કન્ટેન્ટ’ નો સંદર્ભ શું છે તે અંગે મૂંઝવણમાં છો, તો તે તમારા પરિસરમાં આવેલ એવી વસ્તુઓના સંદર્ભે છે જે તમારા પરિસરના સ્ટ્રક્ચર સાથે કાયમી ધોરણે જોડાયેલ અથવા ફિક્સ કરેલ નથી. ઉદાહરણ તરીકે, જો તમારા ઘરમાં ચોરી થઈ હોય અને તમારું લેપટોપ ચોરાઈ ગયું હોય; તો તમારો બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ સામગ્રી માટે કવર કરશે, એટલે કે તમારા લેપટોપને પણ કવર કરશે.
બિલ્ડિંગ/સ્ટ્રક્ચર - નામ પ્રમાણે તમારા બિલ્ડિંગ ઈન્સ્યોરન્સમાં 'બિલ્ડિંગ' અથવા 'સ્ટ્રક્ચર' એ તમે કવર થતી સમગ્ર પ્રોપર્ટીનો સંદર્ભ આપે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ઘર અથવા વ્યક્તિગત વિલાને સુરક્ષિત કરવા માંગતા હો તો તમારા સમગ્ગ્ર વિલાને આવરી લેવામાં આવેલ 'બિલ્ડિંગ' તરીકે ઓળખવામાં આવશે.
અમારા બિલ્ડિંગ ઇન્સ્યોરન્સ ઑફરિંગ્સ
બિલ્ડિંગ ઇન્સ્યોરન્સની કોને જરૂર છે ?
ઈન્સ્યોરન્સમાં કવર થતી હોમ પ્રોપર્ટીના પ્રકાર
કવર થતી દુકાન અને બિઝનેસ પ્રોપર્ટીના પ્રકાર
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો
તમારૂં બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ કઈ રીતે ગણાય છે ?
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ મુખ્યત્વે નીચેના પરિબળોથી પ્રભાવિત થાય છે :
- પ્રોપર્ટીનો પ્રકાર: તમે જે પ્રકારની પ્રોપર્ટીનો ઈન્સ્યોરન્સ લેશો, તેની સીધી અસર તમારા બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર પડશે. દાખલા તરીકે; ફેક્ટરીનું પ્રીમિયમ જનરલ સ્ટોર કરતાં વધુ હશે.
- પ્રોપર્ટીની ઉંમર: અન્ય કોઈપણ વીમા પોલિસીની જેમ પ્રીમિયમની કિંમતો નક્કી કરવા માટે મિલકતની ઉંમર મુખ્ય પરિબળ છે. પ્રોપર્ટી જેટલી નવી હશે, તેનું પ્રીમિયમ ઓછું હશે અને તેનાથી ઊલટું જેટલી જુની તેટલું પ્રીમિયમ વધુ.
- પ્રોપર્ટીની સાઈઝ : જે પ્રોપર્ટીનો ઈન્સ્યોરન્સ લેવો હોય તેની સાઈઝ એટલેકે તેનું ક્ષેત્રફળ તેની બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર સૌથી વધુ અને સીધી અસર કરે છે. જો પ્રોપર્ટી મોટી તો વીમાની રકમ વધુ હશે અને તેથી ઉલટું સાઈઝ નાની પ્રિમિયમ ઓછું.
- સુરક્ષાના પગલાં: આજે ઘણા ઘર અને બિઝનેસ માલિકો તેમના ઘરો અને શૉપને આગ જેવા જોખમોથી બચાવવા માટે વિવિધ સુરક્ષાના પગલાં લે છે. તેથી, જો તમારા ઘર અથવા શૉપનો પણ એમાં સમાવેશ થાય છે, તો તમારું જોખમ અને તેથી બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ઓછું થશે.
- વધારાનું કવરેજ: જ્યારે બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ મુખ્યત્વે બિલ્ડિંગ અને તેની સામગ્રીને કવર કરે છે, ત્યાં અન્ય કિંમતી સંપત્તિ પણ છે જેમ કે દુકાનમાં કોઈ આકસ્મિક નુકસાન અથવા ઘરે રાખેલા દાગીના. તેને કવર કરવા માટે, તમે એડ-ઓન પસંદ કરી શકો છો જે તમને વધુ સારું કવરેજ પ્રદાન કરશે અને, તેનાથી તમારા બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થશે.
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાનની સરખામણી કરવા માટેની ટિપ્સ
યોગ્ય બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાન પર નિર્ણય કરવો એ ઘણા લોકો માટે મુશ્કેલ પસંદગી હોઈ શકે છે. છેવટે આ તે પસંદગી છે જે તમે તમારા સુંદર ઘર અથવા તમારા પ્રિય બિઝનેસને સુરક્ષિત રાખવા માટે કરી રહ્યા છો ! યોગ્ય બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવા માટે, અહીં સૌથી વધુ ત્રણ બાબતો જરૂરી છે જેની તમારે સરખામણી કરવી જોઈએ :
- કવરેજ બેનિફિટ : તમારા ઈન્સયોરન્સનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કે તમે કયા પ્રકારનું કવરેજ મેળવી રહ્યાં છો. તમારે એ જાણવાની જરૂર છે કે આકસ્મિક ઘટનાના કિસ્સામાં તમને શું આવરી લેવામાં આપશે. તેથી, તમારા માટે સૌથી મૂલ્યવાન ઈન્સ્યોરન્સ પ્લાનનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવા માટે હંમેશા શું આવરી લેવામાં આવ્યું છે અને શું આવરી લેવામાં આવ્યું નથી તે જુઓ.
- સમ ઈન્સ્યોર્ડ : બિલ્ડિંગ ઈન્સ્યોરન્સમાં તમારી સમ ઈન્સ્યોર્ડની રકમ એ તમે કરેલા ક્લેઈમના કિસ્સામાં તમને આપવામાં આવતા કવરની કુલ રકમનો સંદર્ભ આપે છે. તેથી તમે જે રકમનું કવર લેવા માંગો છો તેના પર ખૂબ જ ધ્યાન આપો કારણ કે આ ફક્ત તમારા બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રીમિયમને અસર નહીં કરે પરંતુ જોખમ અને નુકસાનના કિસ્સામાં તમને પ્રાપ્ત થશે તે ક્લેઈમની રકમને પણ અસર કરશે!
- ઉપલબ્ધ એડ-ઓન્સ: કેટલીકવાર તમારે બેઝિક પ્લાનના લાભો ઉપરાંત વધારાના કવરેજની જરૂર હોય છે. આ સમયે એડ-ઓન્સ કામમાં આવે છે. અલગ-અલગ ઈન્સ્યોરર્સ લોકોની પસંદ માટે અલગ અલગ એડ-ઓનની રેન્જ આપે છે. તમને જરૂરી વિકલ્પોની તુલના કરો અને તમારા માટે શ્રેષ્ઠ શું કામ છે તે જુઓ !
યોગ્ય બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાન કેવી રીતે પસંદ કરવો ?
યોગ્ય બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારા બધા વિકલ્પોની તુલના કરો અને તેનું મૂલ્યાંકન કરો અને તે મુજબ તમારી મરજીની પોલિસી પસંદગી કરો. તમારા કવરેજ બેનિફિટ્સ, સમ ઈન્શોર્ડ, ઉપલબ્ધ એડ-ઓન્સ, બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, ગ્રાહક સપોર્ટ વગેરે બાબતોને તમે તમારા સૌથી મહત્વપૂર્ણ અસ્કયામતોને સુરક્ષિત રાખવા માટે કોના પર વિશ્વાસ કરશો તે નિર્ણય કરતા પહેલા ચકાસો જુઓ!
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ માટે યોગ્ય સમ ઈન્સ્યોર્ડ કેવી રીતે પસંદ કરશો ?
તમારી સમ ઈન્સ્યોર્ડ તમારી પ્રોપર્ટીની કુલ વેલ્યુનો સંદર્ભ આપે છે; એટલે કે ક્લેઈમના કિસ્સામાં તમે પ્રાપ્ત કરી શકો તે મહત્તમ રકમ પણ. તેથી તમારે ખાતરી કરવાની જરૂર છે કે તે તમારી પ્રોપર્ટીની સાચી કિંમત દર્શાવે. તમારા બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ માટે યોગ્ય સમ ઈન્સ્યોર્ડ પસંદ કરવા માટે, તમે અહીં અમારા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો જે તમારા બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ અને તમારી પ્રોપર્ટીના ક્ષેત્રફળના આધારે ભલામણ કરેલ સમ ઈન્સ્યોર્ડ નક્કી કરવામાં મદદ કરે છે.
બિલ્ડિંગ ઈન્સ્યોરન્સના મુખ્ય લાભો શું છે ?
ભારતમાં બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ લેવાના મુખ્ય ફાયદાઓ પર એક નજર.....
- સંપૂર્ણ કવરેજ: બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ તમારી પ્રોપર્ટી (એટલે કે તમારા બિલ્ડિંગ અથવા સ્ટોર)નું રક્ષણ કરવામાં મદદ કરે છે, પરંતુ તેની અંદરની સામગ્રીઓને થતા નુકશાનને કારણે પણ તમારા ખિસ્સાને તમામ સંભવિત નુકસાનથી દૂર રાખવાની ખાતરી આપે છે. વધુમાં ઘણા ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ તમારી જરૂરિયાતો અનુસાર તમારું કવરેજ વધારવા માટે એડ-ઓન્સ પણ પ્રદાન કરે છે.
- ધંધાકીય જોખમો ઘટાડે છે: બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ તમારી દુકાન અને તેના સમાવિષ્ટોને સુરક્ષિત રાખવા માટે કસ્ટમાઇઝ્ડ પોલિસી સાથે પણ આવે છે તેથી આગ, ધરતીકંપ, પૂર, ઘરફોડ ચોરી વગેરે જેવી ઘટનાઓમાં ધંધાકીય નુકસાનનું જોખમ ઘટાડે છે.
- મનની શાંતિ: પછી ભલે તે તમારી દુકાન હોય કે તમારું ઘર, બંને સૌથી વધુ નાણાકીય મહત્વ ધરાવે છે. બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ તમને અણધાર્યા સંજોગોમાં નોંધપાત્ર નુકસાનનો સામનો કરતા અટકાવે છે અને ખાતરી કરે છે કે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારા ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર તમારી પાછળ જ ઉભા છે!