Third-party premium has changed from 1st June. Renew now
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ એટલે શું?
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ એ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે સૌથી સામાન્ય છે. જેમાં ત્રીજા પક્ષની વ્યક્તિ, પ્રોપર્ટી કે વાહનને થયેલા કોઈ પણ નુકસાનને કવર કરી શકાય છે, જેમ કે અકસ્માત કે અથડામણના કિસ્સામાં. આ કાયદેસર રીતે ફરજિયાત છે અને તેના વગર તમારે 1 હજાર રૂપિયાથી માંડીને 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સમાં શું કવર હોતું નથી?
એ પણ જાણવું એટલું જ જરૂરી છે કે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સમાં શું શું કવર થતું નથી જેથી તમે જ્યારે ક્લેમ કરો ત્યારે તમને કોઈ આંચકો ન લાગે. અહીં કેટલીક પરિસ્થિતિઓ અંગે જણાવાયું છે :
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીના કેસમાં, જો પોતાના વાહનને નુકસાન થયું હોય તો તે કવર થતું નથી.
તમારું બાઇક ઇન્શ્યોરન્સ તમને એવા સમયે કવર નહીં આપે જ્યારે તમે દારૂ પીને ગાડી ચલાવી રહ્યા હોવ અથવા માન્ય ટૂ-વ્હીલર લાઇસન્સ વગર ગાડી ચલાવતા હોવ.
જો તમારી પાસે લર્નીંગ લાઇસન્સ છે અને તમે માન્ય લાઇસન્સ ધારકને પાછળની સીટ પર બેસાડ્યા વગર ટૂ-વ્હીલર વાહન ચલાવો છો તો તમારો ક્લેમ કવર નહીં થાય.
કેટલીક પરિસ્થિતિઓ એડ-ઓનમાં કવર થાય છે. જો તમે ટૂ-વ્હીલર એડ-ઓન નથી ખરીદ્યાં, તો પરિસ્થિતિઓને કવર નહીં કરવામાં આવે.
ડિજિટ દ્વારા અપાતા થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની વિશેષતાઓ
મુખ્ય વિશેષતાઓ | Digit ફાયદા |
---|---|
પ્રીમિયમ | ₹714/- થી શરૂ |
ખરીદવાની પ્રક્રિયા | સ્માર્ટફોન સંચાલિત પ્રક્રિયા. માત્ર 5 જ મિનિટમાં થઈ શકે છે! |
ત્રીજા પક્ષને વ્યક્તિગત નુકસાન | અસિમિત દેવુ |
ત્રીજા પક્ષની સંપત્તિને નુકસાન | 7.5 લાખ સુધી |
વ્યક્તિગત અકસ્માત કવચ | 15 લાખ સુધી |
વ્યક્તિગત અકસ્માત કવચ પ્રીમિયમ | ₹330/- |
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ
સર્વાગ્રહી ટૂ-વ્હીલરની જેમ નહીં, પણ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ માટે આ બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ આઈઆરડીએઆઈ(ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા પહેલેથી નક્કી કરાયેલું છે. તેના માટે પ્રીમિયમનો ભાવ ટૂ-વ્હીલરના સીસી પર આધારિત છે. આઈઆરડીએઆઈ(ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા જાહેર કરાયેલી નવી માહિતી પ્રમાણે, ટૂ-વ્હીલરના પ્રીમિયમ ચાર્જ અલગ અલગ ની રેન્જ સાથે નીચે પ્રમાણે છે. બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યુલેટર પણ ચેક કરો.
ઍન્જિનની ક્ષમતા સાથે ટૂ વ્હીલર | પ્રીમિયમના ભાવ |
---|---|
75ccથી વધારે નહીં | ₹538 |
75ccથી વધારે પણ 150ccથી વધારે નહીં | ₹714 |
150ccથી વધારે પણ 350ccથી વધારે નહીં | ₹1,366 |
350ccથી વધારે | ₹2,804 |
નવા ટુ-વ્હીલર્સ માટે થર્ડ પાર્ટી પ્રીમિયમ (5-વર્ષ સિંગલ પ્રીમિયમ પોલિસી)
ટુ-વ્હીલર્સ એન્જીન કેપેસીટી સાથે | પ્રીમિયમનો દર (1st June 2022થી લાગુ) |
---|---|
75cc થી વધુ નહીં | ₹2,901 |
75cc થી વધુ પરંતુ 150cc થી વધુ નહીં | ₹3,851 |
150cc થી વધુ પરંતુ 350cc થી વધુ નહીં | ₹7,365 |
350cc થી વધારે | ₹15,117 |
નવા ઇલેક્ટ્રિક વાહન (EV) ટુ-વ્હીલર માટે પ્રીમિયમ (1-વર્ષ સિંગલ પ્રીમિયમ પોલિસી)
વ્હીકલ કિલોવોટ કેપેસીટી(KW) | પ્રીમિયમનો દર (1st June 2022થી લાગુ) |
---|---|
3KW થી વધુ નહીં | ₹457 |
3KW થી વધુ પરંતુ 7KW થી વધુ નહીં | ₹607 |
7KW થી વધુ પરંતુ 16KW થી વધુ નહીં | ₹1,161 |
16KW થી વધારે | ₹2,383 |
નવા ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ટુ-વ્હીલર માટે પ્રીમિયમ (5-વર્ષ સિંગલ પ્રીમિયમ પોલિસી)
વ્હીકલ કિલોવોટ કેપેસીટી(KW) | પ્રીમિયમનો દર (1st June 2022થી લાગુ) |
---|---|
3KW થી વધુ નહીં | ₹2,466 |
3KW થી વધુ પરંતુ 7KW થી વધુ નહીં | ₹3,273 |
7KW થી વધુ પરંતુ 16KW થી વધુ નહીં | ₹6,260 |
16KW થી વધારે | ₹12,849 |
બાઇક માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કેવી રીતે ક્લેમ કરવો?
- ત્રીજા પક્ષે પહેલાં એક એફઆઇઆર નોંધાવાની હોય છે અને ચાર્જ શીટ મેળવવાની હોય છે. અમને 1800-103-4448 પર સંપર્ક કરો.
- જો કોઈ વળતર મળવાનું છે, તો તમારા બદલે અમે તેનું ધ્યાન રાખીએ છીએ.
- જો નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી, તો અમે તમારા બદલે બિન નાણાકીય સેટલમેન્ટ માટે પ્રયાસ કરીશું. જો આવી પરિસ્થિતિ આવે, તો અમે કોર્ટમાં તમારું પ્રતિનિધિત્વ કરીશું.
- સૌથી મહત્ત્વપૂર્ણ વાત, જો તમે એક સારા નાગરિક રહ્યા છો અને કોઈ પણ પ્રકારની બેદરકારી માટે તમે તમારી ભૂલ સ્વીકારી છે, તો તમારું ડિજિટ થર્ડ પાર્ટી કવર પણ સારું રહેશે.
- વ્યક્તિગત અકસ્માત સંબંધિત ક્લેમના કિસ્સામાં, તમારે માત્ર અમને 1800-258-5956 પર સંપર્ક કરવાનો છે અને અમે તમને મદદ કરીશું.
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ક્લેમ કરતાં સમયે ધ્યાનમાં રાખવાની બાબતો
- ત્રીજા પક્ષની વ્યક્તિ જે ક્લેમ માટે એફઆઈઆર નોંધાવે છે તેમણે સુનિશ્ચિત કરવાનું રહે છે કે તેમની પાસે પુરાવા છે.
- એ જાણવું અગત્યનું છે કે તમારા વીમાદાતા અને પોલીસનો જેટલો બને તેટલો જલદી સંપર્ક કરવાનો હોય છે. તમે ઘટનાના ઘણા દિવસો વીતી ગયા બાદ ક્લેમ કરી શકતા નથી.
- આઈઆરડીએઆઈ(ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)ના નીતિ નિયમોના આધારે, ક્લેમની રકમ નિર્ધારિત કરવી એ મોટર એક્સિડેન્ટ ક્લેમ્સ ટ્રીબ્યુનલ પર આધારિત છે. ત્રીજા પક્ષના વ્યક્તિગત નુકસાન માટે કોઈ સીમા મર્યાદિત નથી, ત્રીજા પક્ષના વાહન કે સંપત્તિને નુકસાન પહોંચવા પર 7.5 લાખ રૂપિયા સુધીનું મર્યાદીત દેવું થાય છે.
અમારા ગ્રાહક અમારા વિશે શું કહે છે
હું ગો ડિજિટ ઇન્શ્યોરન્સના શ્રી ગગનદીપ સિંહ (અમૃતસરના સર્વેયર)ના કામની પ્રશંસા કરું છું. તેમણે એક જ દિવસમાં મારા ટૂ-વ્હીલર બજાજ પ્લેટિનાનો ક્લેમ સેટલ કર્યો હતો. ગો ડિજિટ ઇન્શ્યોરન્સનો અને ગગનદીપ સિંહને તેમની સેવાઓ માટે ખૂબ ખૂબ આભાર.
ડિજિટ દ્વારા ખૂબ સરળતાથી કામ થઈ ગયું. મેં મારી બાઇકનો ક્લેમ રજીસ્ટર કર્યો અને તે મને 2 જ દિવસમાં મળી ગયો. ક્લેમ માટે શ્રી નિર્મલે મને દરેક રીતે મદદ કરી અને પ્રક્રિયા પણ ખૂબ સરળ છે.
ભારતમાં ડિજિટ ઇન્શ્યોરન્સ કંપની સૌથી શ્રેષ્ઠ છે. મને તેમના કામ કરવાની રીત ખૂબ પસંદ પડી. બધું જ ખૂબ સરળ છે. મને મારી બાઇકનો ક્લેમ મળ્યો. હું ખૂબ ખુશ છું. ગો ડિજિટ અને ડિજિટના અભિષેક સરને ખૂબ ખૂબ ધન્યવાદ.
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સના ફાયદા
નિયમોના ઉલ્લંઘન પર લાગતા દંડને ઓછો કરે છે કેમ કે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ વગર ચાલવાથી 2 હજાર રૂપિયાનો દંડ લાગે છે અને ફરી વખત થતાં એ દંડ 4000 રૂપિયા થાય છે.
જો ટૂ-વ્હીલર ચલાવતા સમયે તમારા માધ્યમથી કોઈ વ્યક્તિ, સંપત્તિ કે વાહનને નુકસાન પહોંચે તો તેના કારણે તમને થતાં નુકસાન અને દેવાથી સુરક્ષા આપે છે.
ટૂ-વ્હીલર ચલાવતા સમયે દુર્ભાગ્યપણે કોઈ ઘટના બનતા તમને ઈજા પહોંચે છે. તો તમને કવચ આપે છે.
જ્યારે તમે ઑનલાઇન થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ લો છો તો તમને 24x7 સપૉર્ટ મળે છે. તો કોઈ પણ સમયે તમારા શ્રેષ્ઠ મિત્ર એટલે કે બાઇક વીમાદાતા હંમેશાં તમારી પડખે હશે!
તમને કાયદાનું પાલન કરવાની અને ભારતીય રસ્તાઓ પર કાયદેસર રીતે ચાલવાની અનુમતિ આપે છે.
તમારો માનસિક તણાવ ઓછો કરે છે કેમ કે તમે સુનિશ્ચિત થઈ જાઓ છો. કે જો તમારી સાથે કોઈ દુર્ઘટના ઘટે છે. તો તમને કવર મળી જશે.
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સના ગેરફાયદા
જો તમે અકસ્માતના કારણે પોતાના ટૂ-વ્હીલરને નુકસાન પહોંચાડો છો તો તેના માટે તમને કવર મળતું નથી.
પૂર, આગ, વાવાઝોડા અને તેના જેવી અન્ય પ્રાકૃતિક આપદાના કિસ્સામાં જો તમારા ટૂ-વ્હીલરને નુકસાન પહોંચ્યું હોય તો તમને કવર મળતું નથી.
તમે થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને અતિરિક્ત વિશેષતાઓ જેમ કે એડ-ઓન અને શૂન્ય-ભાવઘટાડા, એન્જિન અને ગીયરબૉક્સ સુરક્ષા જેવા કવર મળતા નથી. તમને તે ત્યારે જ મળે છે જ્યારે તમે સર્વાગ્રહી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ લો છો.
ભારતમાં બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રકાર
થર્ડ પાર્ટી | સર્વાગ્રહી |
અકસ્માતમાં પોતાના ટૂ-વ્હીલરને નુકસાન થવું |
|
આગના કિસ્સામાં ટૂ-વ્હીલરને થયેલું નુકસાન |
|
પ્રાકૃતિક આપદાને લઈને થયેલું ટૂ-વ્હીલરને નુકસાન |
|
ત્રીજા પક્ષના વાહનને નુકસાન |
|
ત્રીજા પક્ષની સંપત્તિને નુકસાન |
|
વ્યક્તિગત અકસ્માત કવચ |
|
ત્રીજા પક્ષની વ્યક્તિને ઈજા/મૃત્યુ |
|
બાઇક કે સ્કૂટરની ચોરી |
|
આઈડીવીને કસ્ટમાઇઝ કરવું |
|
કસ્ટમાઇઝ એડ-ઓનની સાથે અતિરિક્ત સુરક્ષા |
|
Get Quote | Get Quote |
અહીં સર્વાગ્રહી અને થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ વિશે વધુ માહિતી મેળવો
ભારતના પ્રચલિત મૉડલ માટે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ
ભારતમાં પ્રચલિત બ્રાન્ડ માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ
બાઇક માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ખરીદવા સંબંધિત FAQs
હું બાઇક માટે ખાલી થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ખરીદી શકું છું?
હા તમે ખરીદી શકો છો. જોકે, હંમેશાં એવી સલાહ આપવામાં આવે છે કે તમે સર્વાગ્રહી બાઇક ઇન્શ્યોરન્સ કવર ખરીદવામાં આવે જેથી દરેક વસ્તુ કવર થઈ શકે.
જો હું થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ક્લેમ કરું, તો શું હું NCB ગુમાવી દઈશ?
ના, એવું નહીં થાય. તમારું એનસીબી (નો ક્લેઇમ બોનસ) જેમનું તેમ રહે છે.
શું થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ફરજિયાત છે?
હા, મૉટર વ્હીકલ ઍક્ટ, 1988 હેઠળ ઓછામાં ઓછી એક થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ફરજિયાત છે.
જો અકસ્માતના સમયે મારું બાઇક બીજું કોઈ ચલાવતું હોય તો ડિજિટ મારા નુકસાનની ભરપાઈ કરશે?
હા, અકસ્માત સમયે બાઇક ગમે તે ચલાવતું હોય, ડિજિટ તેનાથી થયેલા નુકસાનને કવર કરશે. પણ જો ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ ન હોય, તો કવર મળશે નહીં, અને ક્લેમમાં કંઈ જ નહીં મળે.
મારી બાઇક માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૂરતું છે?
શું તમે તમારી બાઇકને થતાં નુકસાનની બધી ભરપાઈ કરી શકો છો? તમને ખબર છે કે એ રકમ કેટલી મોટી હોય છે. થર્ડ પાર્ટી, જેનો મતલબ છે, તે માત્ર ત્રીજા પક્ષને કવર કરે છે જેમ કે અકસ્માતથી બીજા લોકોને થતાં નુકસાનની ભરપાઈ કરે છે. પણ એક સર્વાગ્રહી પૉલિસી એ નુકસાનને પણ ઝેલે છે જે થર્ડ પાર્ટી કવરમાં ઉમેરાઈ નથી.
જો મારો અકસ્માત બીજા કોઈ શહેર કે રાજ્યમાં થાય તો?
ગમે તે શહેર કે રાજ્યમાં તમારો અકસ્માત થાય, ડિજિટ ઇન્શ્યોરન્સ તમને કવર આપે છે.
શું હું થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ લેવાનું ટાળી શકું છું?
ના તમે તે ટાળી શકતા નથી કેમ કે એક ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી એક કાયદાકીય રીતે ફરજિયાત છે જે ત્રીજા પક્ષના નુકસાનને કવર કરી શકે. આ કેસમાં, એ જરૂરી છે કે તમારી પાસે કમસે કમ થર્ડ પાર્ટી ટી-વ્હીલર ઇન્શ્યોરન્સ કે તેના કરતાં સારી સર્વાગ્રહી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી હોય. જે કોઈ વ્યક્તિ માન્ય ટૂ વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી વગર વાહન ચલાવે છે તેના પર 2 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે અને પછી 4 હજાર રૂપિયાનો!
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીમાં મહત્તમ વળતર કેટલું આપવામાં આવે છે?
થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ, મહત્તમ વળતર પક્ષને થયેલી અસર પર આધારિત હોય છે. જો ત્રીજા પક્ષને વ્યક્તિગત નુકસાન થયું છે તો તેમને અસિમિત વળતર મળી શકે છે. જો ત્રીજા પક્ષના વાહન કે સંપત્તિને નુકસાન થયું છે તો વળતર 7.5 લાખ સુધી મળી શકે છે.
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સનો ક્લેમ રજૂ કરતાં સમયે મારે કયા દસ્તાવેજ રજૂ કરવા પડે છે?
કોઈ દસ્તાવેજની જરૂર નથી. જોકે, ત્રીજા પક્ષે નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવાની હોય છે.
જો હું માન્ય થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી વગર વાહન ચલાવતો પકડાઈ જઉં તો શું થાય?
તમારે પહેલી વખત પકડાઈ જવા પર 2 હજાર રૂપિયાનો દંડ ભરવો પડે છે અને બીજી વખત પકડાઈ જવા પર 4 હજાર રૂપિયાનો દંડ ભરવો પડે છે.