થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ એટલે શું?
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ એ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે સૌથી સામાન્ય છે. જેમાં ત્રીજા પક્ષની વ્યક્તિ, પ્રોપર્ટી કે વાહનને થયેલા કોઈ પણ નુકસાનને કવર કરી શકાય છે, જેમ કે અકસ્માત કે અથડામણના કિસ્સામાં. આ કાયદેસર રીતે ફરજિયાત છે અને તેના વગર તમારે 1 હજાર રૂપિયાથી માંડીને 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સમાં શું કવર હોતું નથી?
એ પણ જાણવું એટલું જ જરૂરી છે કે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સમાં શું શું કવર થતું નથી જેથી તમે જ્યારે ક્લેમ કરો ત્યારે તમને કોઈ આંચકો ન લાગે. અહીં કેટલીક પરિસ્થિતિઓ અંગે જણાવાયું છે :
ડિજિટ દ્વારા અપાતા થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની વિશેષતાઓ
મુખ્ય વિશેષતાઓ |
Digit ફાયદા |
પ્રીમિયમ |
₹714/- થી શરૂ |
ખરીદવાની પ્રક્રિયા |
સ્માર્ટફોન સંચાલિત પ્રક્રિયા. માત્ર 5 જ મિનિટમાં થઈ શકે છે! |
ત્રીજા પક્ષને વ્યક્તિગત નુકસાન |
અસિમિત દેવુ |
ત્રીજા પક્ષની સંપત્તિને નુકસાન |
7.5 લાખ સુધી |
વ્યક્તિગત અકસ્માત કવચ |
15 લાખ સુધી |
વ્યક્તિગત અકસ્માત કવચ પ્રીમિયમ |
₹330/- |
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ
સર્વાગ્રહી ટૂ-વ્હીલરની જેમ નહીં, પણ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ માટે આ બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ આઈઆરડીએઆઈ(ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા પહેલેથી નક્કી કરાયેલું છે. તેના માટે પ્રીમિયમનો ભાવ ટૂ-વ્હીલરના સીસી પર આધારિત છે. આઈઆરડીએઆઈ(ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા જાહેર કરાયેલી નવી માહિતી પ્રમાણે, ટૂ-વ્હીલરના પ્રીમિયમ ચાર્જ અલગ અલગ ની રેન્જ સાથે નીચે પ્રમાણે છે. બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યુલેટર પણ ચેક કરો.
ઍન્જિનની ક્ષમતા સાથે ટૂ વ્હીલર |
પ્રીમિયમના ભાવ |
75ccથી વધારે નહીં |
₹538 |
75ccથી વધારે પણ 150ccથી વધારે નહીં |
₹714 |
150ccથી વધારે પણ 350ccથી વધારે નહીં |
₹1,366 |
350ccથી વધારે |
₹2,804 |
નવા ટુ-વ્હીલર્સ માટે થર્ડ પાર્ટી પ્રીમિયમ (5-વર્ષ સિંગલ પ્રીમિયમ પોલિસી)
ટુ-વ્હીલર્સ એન્જીન કેપેસીટી સાથે |
પ્રીમિયમનો દર (1st June 2022થી લાગુ) |
75cc થી વધુ નહીં |
₹2,901 |
75cc થી વધુ પરંતુ 150cc થી વધુ નહીં |
₹3,851 |
150cc થી વધુ પરંતુ 350cc થી વધુ નહીં |
₹7,365 |
350cc થી વધારે |
₹15,117 |
નવા ઇલેક્ટ્રિક વાહન (EV) ટુ-વ્હીલર માટે પ્રીમિયમ (1-વર્ષ સિંગલ પ્રીમિયમ પોલિસી)
વ્હીકલ કિલોવોટ કેપેસીટી(KW) |
પ્રીમિયમનો દર (1st June 2022થી લાગુ) |
3KW થી વધુ નહીં |
₹457 |
3KW થી વધુ પરંતુ 7KW થી વધુ નહીં |
₹607 |
7KW થી વધુ પરંતુ 16KW થી વધુ નહીં |
₹1,161 |
16KW થી વધારે |
₹2,383 |
નવા ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ટુ-વ્હીલર માટે પ્રીમિયમ (5-વર્ષ સિંગલ પ્રીમિયમ પોલિસી)
વ્હીકલ કિલોવોટ કેપેસીટી(KW) |
પ્રીમિયમનો દર (1st June 2022થી લાગુ) |
3KW થી વધુ નહીં |
₹2,466 |
3KW થી વધુ પરંતુ 7KW થી વધુ નહીં |
₹3,273 |
7KW થી વધુ પરંતુ 16KW થી વધુ નહીં |
₹6,260 |
16KW થી વધારે |
₹12,849 |
બાઇક માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કેવી રીતે ક્લેમ કરવો?
- ત્રીજા પક્ષે પહેલાં એક એફઆઇઆર નોંધાવાની હોય છે અને ચાર્જ શીટ મેળવવાની હોય છે. અમને 1800-103-4448 પર સંપર્ક કરો.
- જો કોઈ વળતર મળવાનું છે, તો તમારા બદલે અમે તેનું ધ્યાન રાખીએ છીએ.
- જો નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી, તો અમે તમારા બદલે બિન નાણાકીય સેટલમેન્ટ માટે પ્રયાસ કરીશું. જો આવી પરિસ્થિતિ આવે, તો અમે કોર્ટમાં તમારું પ્રતિનિધિત્વ કરીશું.
- સૌથી મહત્ત્વપૂર્ણ વાત, જો તમે એક સારા નાગરિક રહ્યા છો અને કોઈ પણ પ્રકારની બેદરકારી માટે તમે તમારી ભૂલ સ્વીકારી છે, તો તમારું ડિજિટ થર્ડ પાર્ટી કવર પણ સારું રહેશે.
- વ્યક્તિગત અકસ્માત સંબંધિત ક્લેમના કિસ્સામાં, તમારે માત્ર અમને 1800-258-5956 પર સંપર્ક કરવાનો છે અને અમે તમને મદદ કરીશું.
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ક્લેમ કરતાં સમયે ધ્યાનમાં રાખવાની બાબતો
- ત્રીજા પક્ષની વ્યક્તિ જે ક્લેમ માટે એફઆઈઆર નોંધાવે છે તેમણે સુનિશ્ચિત કરવાનું રહે છે કે તેમની પાસે પુરાવા છે.
- એ જાણવું અગત્યનું છે કે તમારા વીમાદાતા અને પોલીસનો જેટલો બને તેટલો જલદી સંપર્ક કરવાનો હોય છે. તમે ઘટનાના ઘણા દિવસો વીતી ગયા બાદ ક્લેમ કરી શકતા નથી.
- આઈઆરડીએઆઈ(ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)ના નીતિ નિયમોના આધારે, ક્લેમની રકમ નિર્ધારિત કરવી એ મોટર એક્સિડેન્ટ ક્લેમ્સ ટ્રીબ્યુનલ પર આધારિત છે. ત્રીજા પક્ષના વ્યક્તિગત નુકસાન માટે કોઈ સીમા મર્યાદિત નથી, ત્રીજા પક્ષના વાહન કે સંપત્તિને નુકસાન પહોંચવા પર 7.5 લાખ રૂપિયા સુધીનું મર્યાદીત દેવું થાય છે.
કેટલા જલદી ડિજિટ ઇન્શ્યોરન્સ ક્લેમ સેટલ કરવામાં આવે છે?
ઇન્શ્યોરન્સ કંપની બદલતા સમયે આ સવાલ સૌથી પહેલાં તમારા મગજમાં આવવો જોઈએ. સારું છે કે એ તમારા મગજમાં આવે છે!
અહીં ડિજિટનો ક્લેમ રિપોર્ટ વાંચોઅમારા ગ્રાહક અમારા વિશે શું કહે છે
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સના ફાયદા
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સના ગેરફાયદા
ભારતમાં બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રકાર
થર્ડ પાર્ટી
સર્વાગ્રહી
અકસ્માતમાં પોતાના ટૂ-વ્હીલરને નુકસાન થવું |
×
|
✔
|
આગના કિસ્સામાં ટૂ-વ્હીલરને થયેલું નુકસાન |
×
|
✔
|
પ્રાકૃતિક આપદાને લઈને થયેલું ટૂ-વ્હીલરને નુકસાન |
×
|
✔
|
ત્રીજા પક્ષના વાહનને નુકસાન |
✔
|
✔
|
ત્રીજા પક્ષની સંપત્તિને નુકસાન |
✔
|
✔
|
વ્યક્તિગત અકસ્માત કવચ |
✔
|
✔
|
ત્રીજા પક્ષની વ્યક્તિને ઈજા/મૃત્યુ |
✔
|
✔
|
બાઇક કે સ્કૂટરની ચોરી |
×
|
✔
|
આઈડીવીને કસ્ટમાઇઝ કરવું |
×
|
✔
|
કસ્ટમાઇઝ એડ-ઓનની સાથે અતિરિક્ત સુરક્ષા |
×
|
✔
|
અહીં સર્વાગ્રહી અને થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ વિશે વધુ માહિતી મેળવો
ભારતના પ્રચલિત મૉડલ માટે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ
ભારતમાં પ્રચલિત બ્રાન્ડ માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ