જૂની બાઈક ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખાવની જરૂરી બાબતો
જો તમે તમારા માટે બાઈક લેવાનું વિચારી રહ્યા છો, પરંતુ તેના માટે મોટો ખર્ચ કરવા માંગતા નથી તો તમારે વપરાયેલી એટલેકે યુઝ્ડ બાઇક ખરીદવી એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. તમે બાઈક લેવાનું મન બનાવી લીધું હોય અને જે બાઇક પર તમારી નજર છે તેમાં શું હોવું જોઈએ તે અંગે તપાસ કરો. નક્કી કરો કે ખુલ્લા રોડ પર આરામદાયક, આનંદીત સવારી કરાવે તેવી બાઈક હોવી જોઈએ.
હજી પણ મૂંઝવણમાં છો કે જૂની બાઈક ખરીદતી વખતે શું તપાસવું, ક્યાંથી શરૂ કરવું ? ચિંતા કરશો નહીં અમે તમને માર્ગદર્શન આપીશું.
તમે જૂની બાઇક ખરીદો તે પહેલાં તપાસવા માટેનું એક આદર્શ ચેકલિસ્ટ
તમે જે પ્રકારની સવારી કરવાનું વિચારી રહ્યા છો તેના માટે યોગ્ય હોય તેવી બાઇકો શોધો - તમારી જાતને પૂછો કે તમે કેવી રીતે અને કયા હેતુ માટે બાઇકનો ઉપયોગ કરશો અને પછી તમારી બાઈકની શોધખોળ પદ્ધતિમાં સુધારા-વધારા કરો.
રીસર્ચ છે જરૂરી – ઓનલાઇન તપાસો, તમારે બાઇક વિશે જે જાણવું છે તે અંગે નિષ્ણાતો સાથે વાત કરો, ખાસ કરીને તમે જે પ્રકારની બાઈકની ચાહમાં છે તે અંગે ચર્ચા કરો.
બાઇકને તપાસો – બાઈકનું પેઇન્ટ, સ્ક્રેચ, કોઈપણ ફ્યુઅલ લિકેજ, ટાયર અથવા કોઈપણ ઘસારો તપાસો. ગાડીની આઉટડોર બોડી પણ તપાસો. કોઈપણ ડેન્ટ્સ/ગોબાને ધ્યાનથી તપાસો. સ્ક્રેચેસ ખૂબ ઊંડા ન હોય તો ગ્રાહ્ય છે.
બ્રેક્સ - મોટાભાગની વપરાયેલી બાઇકમાં ડ્રમ બ્રેક્સ હોય છે. તેથી બ્રેક ચેક કરો અને પછી નક્કી કરો કે તમે તેમને બદલવા માંગો છો કે રાખવા માંગો છો. જરૂરી હોય તો સર્વિસનો પણ તૈયારી રાખો.
સર્વિસિંગ રેકોર્ડ - ઉપરોક્ત બાઇક કેટલી વખત સર્વિસિંગ માટે અને કયા હેતુઓ માટે ગઈ છે તેની માલિક સાથે તપાસ કરો.
કોઈપણ ભૂલ માટે બાઇકનો VIN નંબર સ્કેન કરો – વ્હિકલ આઈડેન્ટિફિકેશન નંબર(VIN)એ એક યુનિક સીરીયલ નંબર છે જે વાહનની કાયદેસરતા ઓળખવા માટે થાય છે. મોટાભાગની બાઇક પર તમને હેડલાઇટની પાછળ, ફ્રેમના સ્ટીયરિંગની ઉપરના ભાવે VIN નંબર છાપેલો જોવા મળશે. આ છપાયેલ નંબરને ગાડીના દસ્તાવેજો અને ઓનલાઈન રજિસ્ટરીમાં ક્રોસ ચેક કરો કે સરખા છે કે નહીં.
લાઈટ્સ - હેડલાઈટ બલ્બ, ઈન્ડીકેટર્સ અને ટેલ લાઈટ્સ યોગ્ય કામ કરતી સ્થિતિમાં હોવી જોઇએ અને જરૂરી પ્રકાશ આપતી હોવી જોઈએ. જો તે યોગ્ય ન હોય તો તેને ચોક્કસથી બદલો.
કાગળો તપાસો – બાઈકની આરસી બુક, બાઇક ઈન્સ્યોરન્સ, બાઇક વીમાની માન્યતા, પ્રદૂષણ પ્રમાણપત્ર, ઓરિજનલ ઇન્વોઇસ, વધારાની વોરંટી (જો હોય તો).
ટેસ્ટ ડ્રાઈવ - સ્પીડ, માઈલેજ અને તમે તેના પર્ફોર્મન્સથી કમ્ફર્ટેબલ છો કે નહીં તે તપાસવા માટે બાઈકની એક ઝડપી રાઈડ કરી લો અને તપાસો.
મિકેનિક પાસે ગાડીનું ઈન્સપેક્શન કરાવો - જો તમે ખાનગી પક્ષકાર પાસેથી તમારી સેકન્ડ-હેન્ડ બાઇક ખરીદવાનું નક્કી કર્યું હોય તો કોઈપણ પ્રકારનો કરાર કરતા પૂર્વે તેને ત્રાહિત પક્ષકાર સાથે એટલેકે કોઈ લોકલ મિકેનિક પાસે ચોક્ક્સથી તપાસાવો.
લોકલ મિકેનિકની મંજૂરી બાદ જ તમે તમામ પેપરવર્ક પૂર્ણ કરો જેમાં તમારે માલિકી અને વીમો તમારા નામે ટ્રાન્સફર કરવાના રહેશે.
બાઈકની માલિકી કઈ રીતે ટ્રાન્સફર કરવી ?
માલિકી હક્ક ટ્રાન્સફર કરવો મહત્વનો છે. ટ્રાન્સફરની પ્રક્રિયા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો :
સ્ટેપ 1 - બાઇકના માલિકે શરૂઆતમાં બાઇકની નોંધણી જે RTOમાં કરાવી હતી, તમારે તે જ RTO પર બાઇકની માલિકી ટ્રાન્સફર કરવા માટે અરજી કરવાની રહેશે.
સ્ટેપ 2 - RC, વીમો, એમિશન ટેસ્ટ, ટેક્સ ચૂકવેલ રસીદો, વેચાણકર્તાના ત્રણ પાસપોર્ટ સાઈઝ ફોટો અને સરનામાના પુરાવા વગેરે જેવા અસલ દસ્તાવેજો સાથે વાહનવ્યવહાર નિયામક કચેરીમાં ફોર્મ 29 અને ફોર્મ 30 સબમિટ કરો.
સ્ટેપ 3 - રજિસ્ટરિંગ ઓથોરિટી તરફથી તમામ વેરિફિકેશન થયા બાદ 14 દિવસની અંદર બાઇકના વીમા સાથેની માલિકી તમને ટ્રાન્સફર કરવામાં આવશે.
છે ને એકદમ સરળ ? આ પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજોની યાદી નીચે મુજબ છે :
- ફોર્મ 29 બાઈક વેચનારની સહી સાથે ભરવું : 2 કોપી.
- બંને પક્ષોએ ચેસીસ નકલ સાથે ફોર્મ 30 પર સહી કરવાની રહેશે : 1 કોપી
- જો બાઇક અન્ય પ્રદેશ અથવા આરટીઓમાંથી લાવવામાં આવે તો તેણે/તેણીએ એનઓસી રજૂ કરવું આવશ્યક છે.
- જો વેચાણકર્તા દ્વારા બાઇક લોન પર ખરીદવામાં આવી હોય તો બેન્કર દ્વારા ઈશ્યુ કરેલ એનઓસી રજૂ કરવું આવશ્યક છે.
- ઓરિજનલ RC બુક
- ઈન્સ્યોરન્સ કોપી
- એમિશન ટેસ્ટ
- ચૂકવેલ ટેક્સની રીસિપ્ટ
- વેચનારના સરનામાનો પુરાવો
- પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટોગ્રાફ્સ
સેન્ટ્રલ મોટર વ્હિકલ નિયમ, 1989ના નિયમ 81 મુજબ ઉપરોક્ત દસ્તાવેજો રજિસ્ટ્રેશન ઓથોરિટીને રજિસ્ટ્રેશન ફી સાથે સબમિટ કરવાના હોય છે.
બાઇક ઈન્સ્યોરન્સ કેવી રીતે ટ્રાન્સફર કરવો?
બાઈકના દસ્તાવેજની સાથે બાઇક ઈન્સ્યોરન્સને પણ ટ્રાન્સફર કરાવવું એટલું જ મહત્વપૂર્ણ અને જરૂરી છે. બાઇકની માલિકી ટ્રાન્સફર કરતી વખતે તમે બધી પ્રક્રિયાઓ યોગ્ય રીતે પૂર્ણ કરી છે તેની ખાતરી કરવી આવશ્યક છે. જો માલિકી હક્ક યોગ્ય રીતે ટ્રાન્સફર થઈ જશે તો બાઈકનો ઈન્સ્યોરન્સ ટ્રાન્સફર કરવો વધુ સરળ બની રહેશે.
બાઇક ઈન્સ્યોરન્સ ટ્રાન્સફર કરવા માટે તમારે શું કરવાની જરૂર છે, આ રહ્યાં સ્ટેપ્સ.....
- માલિકે બાઇકની માલિકી ટ્રાન્સફરની તારીખથી 15 દિવસની અંદર ઈન્સ્યોરન્સ કંપની ને ઈન્સ્યોરન્સ ટ્રાન્સફર માટે અરજી કરવી જોઈએ.
- રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, માલિકી ટ્રાન્સફરની તારીખ, ઓરિજનલ ઈન્સ્યોરન્સ પોલિસીની વિગતો, વાહનની વિગતો, ડીલરનું નામ અને ચૂકવેલ પ્રીમિયમ જેવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા.
- માલિકની પર્સનલ વિગતો સાથે ખરીદદારે ઈન્યોરન્સ ટ્રાન્સફરના રેકોર્ડ માટે તેના/તેણીની વ્યક્તિગત ID જેમ કે PAN કાર્ડ અથવા AADHAR કાર્ડ, ડ્રાઇવરનું લાઇસન્સ વગેરે સબમિટ કરવું જોઈએ. એક વખત ઈન્સ્યોરન્સ કંપની બધા ડોક્યુમેન્ટ તપાસી લે પછી પોલિસીમાંનું નામ નવા માલિકના નામે ટ્રાન્સફર થઈ જશે.
- બાઇકના માલિકે ટ્રાન્સફરના સમયે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ સબમિટ કરવો જોઈએ કારણ કે બાઇકના ઈન્સ્યોરન્સ પ્રિમિયમની ગણતરીમાં તે જરૂરી છે.
- બાઇકના માલિક જ્યારે તેમના નવા વાહન માટે NCB સર્ટિફિકેટ બતાવીને ઈન્સ્યોરન્સ ખરીદશે તો વર્તમાન બાઇકમાંથી પ્રીમિયમની રકમ પર ડિસ્કાઉન્ટના રૂપમાં નો-ક્લેઈમ બોનસનો લાભ મેળવી શકે છે.
તમારી જૂની કાર માટે નવી ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદો
જો તમારા સેકન્ડ હેન્ડ બાઇક સાથે ઈન્સ્યોરન્સ નથી આવતો તો તમારે જાતે જ એક નવો ઈન્સ્યોરન્સ સિલેક્ટ કરવો પડશે કારણ કે તે કાયદા મુજબ વીમો ફરજિયાત છે. સેકન્ડ-હેન્ડ બાઇક માટે સૌથી વધુ શ્રેષ્ઠ પોલિસી, કોમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ પોલિસી છે. આ પોલિસી તમને મહત્તમ કવરેજ સાથે કસ્ટમાઇઝ્ડ એડ-ઓન બેનિફિટ પણ આપે છે. તમારી બાઇકનો ઈન્સ્યોરન્સ ઓનલાઈન પણ મેળવી શકો છો અથવા તમામ સંબંધિત દસ્તાવેજો સાથે વ્યક્તિગત રીતે ઈન્સ્યોરન્સ કંપનીની મુલાકાત લઈ શકો છો અને પોલિસીઓની સીરિઝમાંથી કોઈ એક તમારી બાઇકને સૌથી વધુ અનુકૂળ હોય તેવી પોલિસી પસંદ કરી શકો છો.
જૂની બાઇકો માટેની પોલિસીના પ્રકાર
થર્ડ પાર્ટી - નામ પ્રમાણે જ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ ત્રાહિત પક્ષકારને થતા નુકસાન અને વ્યક્તિગત અકસ્માતને આવરી લે છે.
શું કવર થશે ?
- ત્રીજા પક્ષકારની ઈજા અથવા મૃત્યુ
- અન્ય કોઈની મિલકત અથવા વાહનને નુકસાન
- જો તમારી પાસે પહેલેથી ન હોય તો માલિક-ડ્રાઈવર માટે અમર્યાદિત વ્યક્તિગત નુકસાન કવરનો વિકલ્પ
શું કવર નહીં થાય ?
- એડ-ઓન્સ જેવા કે પાર્ટ્સ ડેપ્રિસિયેશન, બ્રેકડાઉન સપોર્ટ વગેરે.
- અકસ્માત, ચોરી, આગ વગેરેને કારણે પોતાના વાહનને નુકસાન.
અમે મોટાભાગના ગ્રાહકોને કોમ્પ્રિહેન્સિવ અથવા સ્ટાન્ડર્ડ પેકેજ પોલિસીની સલાહ આપીએ છીએ પરંતુ જો તમે ભાગ્યે જ તમારી બાઇક ચલાવો છો અથવા તે પહેલેથી જ ખૂબ જૂની છે તો માત્ર થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ પણ ખોટો વિકલ્પ નથી.
કોમ્પ્રિહેન્સિવ પોલિસી - આ પોલિસી થર્ડ- પાર્ટી નુકસાન, તમારી બાઇકને થયેલા અકસ્માતો અને માલિક માટેના પર્સનલ એક્સિડેન્ટને થતા નુકસાનને આવરી લે છે. આ એક કોમ્પ્રિહેન્સિવ અથવા સ્ટાન્ડર્ડ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી છે, જે તમારી બાઇક અને ઉપરાંત તમારા ખિસ્સાને મોટી નાણાકીય સુરક્ષા આપી શકે છે.
શું કવર કરવામાં આવે છે
- થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સના તમામ લાભો એટલે કે થર્ડ-પાર્ટીની મિલકત અથવા વાહનને નુકસાન અને થર્ડ- પાર્ટીને કોઈપણ વ્યક્તિગત નુકસાન જેમ કે હોસ્પિટલમાં દાખલ થવું, મૃત્યુ અથવા અપંગતા.
- ઉપરાંત, અકસ્માત, આગ, ચોરીને કારણે પોતાના વાહનને નુકસાન
- જો તમારી પાસે પહેલેથી ન હોય તો માલિક-ડ્રાઈવર માટે અમર્યાદિત વ્યક્તિગત નુકસાન કવરનો વિકલ્પ
યુઝ્ડ બાઇક ઇન્સ્યોરન્સ સાથે ઉપલબ્ધ એડ-ઓન કવર
તમારી સેકન્ડહેન્ડ બાઇકની સંપૂર્ણ સુરક્ષા માટે અમે તમને યોગ્ય એડ-ઓન્સ આપીએ છીએ. મહત્તમ લાભો મેળવવા માટે તમારી પોલિસી સાથે શ્રેષ્ઠ બાઇક ઇન્સ્યોરન્સ એડ-ઓન પસંદ કરો.
- પાર્ટ્સ ડેપ્રિસિયેશન કવર (ઝીરો ડેપ/બમ્પર ટુ બમ્પર) – સમય જતાં, તમારી બાઇકની કિંમત ઘટશે, જેથી તેનુ ડિપ્રિસિયેશન પણ વસૂલવામાં આવશે અને ક્લેઇમ દરમિયાન તેને ધ્યાનમાં લેવામાં આવશે. જો કે, ઝીરો-ડિપ્રેશિએશન કવર આ ડિપ્રિસિયેશનને સમાપ્ત કરે છે અને તમને ડિજિટ ઓથોરાઇઝ્ડ વર્કશોપમાં ક્લેઇમ દરમિયાન રિપેરિંગ અથવા રિપ્લેસમેન્ટનો સંપૂર્ણ ખર્ચ આપે છે.
- કન્ઝ્યુમેબલ કવર - આ એડ-ઓનમાં, સ્ક્રૂ, એન્જિન ઓઈલ, નટ અને બોલ્ટ, ગ્રીસ જેવા પાર્ટ્સને બદલવાનો ખર્ચ આવરી લેવામાં આવે છે.
- એન્જિન અને ગિયર-બોક્સ પ્રોટેક્શન કવર – જો કોઇ અકસ્માતમાં એન્જિનને નુકસાન થાય છે, તો તે સ્ટાન્ડર્ડ પેકેજ પોલિસી હેઠળ આવરી લેવામાં આવે છે. પરંતુ જો તે આનુષંગિક નુકસાન છે, તો તેને આવરી લેવામાં આવતું નથી. અહીં, આ એડ-ઓન તમારા બચાવમાં આવે છે, જો અકસ્માત ન થયો હોય તો પણ રિપેરિંગ ચાર્જને આવરી લે છે.
- ઇન્વોઇસ કવર પર રિટર્ન - જો તમારી બાઇક ચોરાઈ જાય અથવા કોઈ રિપેરિંગ ન થતાં નુકસાન થયું હોય અથવા, તેની રિપેરિંગ કિંમત અંદાજિત તેના IDVના 75% કરતાં વધારે છે, તો તેના જેવી સમાન નવી બાઇક ખરીદવાનો ખર્ચ કવર કરીએ છીએ એટલે કે તમને એક્સ-શો-રૂમ પ્રાઇસ અથવા છેલ્લી ઇન્વૉઇસ વેલ્યૂ, IDV (ઇન્શ્યુર્ડ ડિક્લરેડ વેલ્યૂ)ને બાદ કરતા મળે છે. આમ તો, અમે નવા વાહનની રજિસ્ટ્રેશન ફી અને રોડ ટેક્સને પણ કરવ કરીએ છીએ.
- બ્રેકડાઉન આસિસ્ટન્સ (RSA) - જો રસ્તા પર કોઈ બ્રેકડાઉન થાય અને તમારે શહેરના મધ્યથી 500 કિમી સુધી મદદની જરૂર હોય તો 24*7 સહાયતા મળશે.
જો તમને હજી પણ કોઇ પ્રશ્નો હોય, તો અમારો સંપર્ક કરો. અમને તમારી મદદ કરવામાં આનંદ થશે!