એક્સ્પાયર્ડ ટુ વ્હીલર ઇન્શ્યોરન્સ ઓનલાઈન રીન્યુ કરો
ભારતમાં ટુ-વ્હીલર સૌથી લોકપ્રિય વાહનોમાંનું એક છે. આ માત્ર એટલા માટે નથી કે તે પરવડે તેવુ વાહન છે. પરંતુ તે ખરેખર ટ્રાન્સપોર્ટમાં સૌથી અનુકૂળ છે. ખાસ કરીને વધારે ટ્રાફિક હોઈ તેવા શહેરોમાં ટુ વ્હીલર શ્રેષ્ઠ સાબિત થયું છે. આપણી રોજિંદી મુસાફરીમાં, તમારા પ્રિય ટુ-વ્હીલર વાહન પર સવારી કરવા માટે સૌથી જરૂરી વસ્તુઓમાંની એક છે તેનો ઇન્શ્યોરન્સ.
ટુ-વ્હીલરનો ઇન્શ્યોરન્સ માત્ર તમારા બાઇકને સંભવિત નુકસાન અને હાનિથી કવર કરવામાં અને તેનું રક્ષણ કરવામાં મદદ કરતું નથી. પરંતુ તે તમને કાયદાઓને અનુસરવામાં પણ મદદ કરે છે. અને ખાતરી કરે છે કે તમારે ઇન્શ્યોરન્સ ન હોવા બદલ કોઇ ભારે દંડ ભરવાની જરૂર ન પડે. જો કે, ભારતમાં third-party two-wheeler insurance is mandatory હોવું ફરજિયાત છે.
છેલ્લા ત્રણ અઠવાડિયા ચાલતા લોકડાઉનના કારણે, શક્ય છે કે મોટાભાગના બાઇક માલિકો તેમનો ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યૂ કરવાનું ભૂલી ગયા હશે. કેટલાક એમ પણ માનતા હશે કે તે કોઈ જરૂરી વસ્તુ નથી અથવા આવતા વર્ષે કરાવી લેશું એવું પણ માનતા હશે.
જો કે, આગલી વખતે જ્યારે તમે તમારું બાઈક ઇન્શ્યોરન્સ રિન્યૂ કરાવવા જશો ત્યારે માત્ર લાંબી પ્રક્રિયાઓ જ નહીં પરંતુ, જો તમારું bike insurance પહેલેથી જ એક્સપાયર થઈ ગયું હશે તો તમે ક્લેમ બોનસને પણ ગુમાવશો. આને વધુ સારી રીતે સમજવા માટે, ચાલો સમજીએ કે જ્યારે તમારા બાઇકનું ઇન્શ્યોરન્સ એક્સપાયર થાય ત્યારે શું થાય છે.
જ્યારે તમારૂ ટુ વ્હીલર ઇન્શ્યોરન્સ એક્સપાયર થાય ત્યારે શું થાય છે?
એક્સપાયર્ડ બાઇક ઇન્સ્યોરન્સ ઓનલાઈન કેવી રીતે રિન્યુ કરવું?
જો તમે એવી વ્યક્તિ છો કે જેની બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પહેલેથી જ એક્સપાયર થઈ ગઈ છે અથવા ટૂંક સમયમાં એક્સપાયર થવાની છે. તો તમારા બાઇક ઇન્શ્યોરન્સને ઑનલાઇન કેવી રીતે રિન્યૂ કરવું તે નીચે પ્રમાણે જુઓ.
આજકાલ, ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીનું રીન્યુઅલ કરવું એ પાંચ વર્ષ પહેલા અઘરું હતું તેવું નથી. હવે તમે એક્સપાયર થયેલ ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પોલિસી ઓનલાઈન રિન્યુ કરી શકો છો. જે રીન્યુઅલ પ્રક્રિયાને સરળ રીતે અને ઓછા સમયમાં પૂર્ણ કરે છે.
વધુમાં, The Insurance Development and Regulatory Authority of Indiaએ અવલોકન કર્યું હતું કે મોટાભાગના લોકો તેમની ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પોલિસી સમયસર રિન્યૂ કરતા નથી અને વધુમાં તેમને ખ્યાલ પણ નથી હોતો કે તેમની પોલિસી ક્યારે એક્સપાયર થાય છે. એટલા માટે હવે તમારી પાસે તમારી પોલિસીની એક્સપાયરી ડેટ પહેલા રિન્યૂ કરવાનો વિકલ્પ છે.
તમે તેના બદલે મલ્ટી-યર ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પોલિસી પણ લઈ શકો છો જેમાં તમે ત્રણ કે પાંચ વર્ષ માટે પણ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો.
તેથી, તેના પર વિચાર શા માટે ન કરવો? એક્સપાયર થયેલ ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઓનલાઈન રિન્યૂ કરવા માટે નીચેના પગલાંઓ જુઓ:
ડિજિટ ઈન્સ્યોરન્સ સાથે તમારું ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ રિન્યુ કરો
- તમારા વાહન માટે પ્રીમિયમની રકમની ગણતરી કરવા માટે Two Wheeler Insurance Premium Calculator જુઓ.
- ગોડિજીટના બાઇક ઇન્શ્યોરન્સ રિન્યુઅલ પેજની મુલાકાત લો.
- તમારા ટુ-વ્હીલરની વિગતો ભરો અને ગેટ ક્વોટ બટન પર ક્લિક કરીને આગળ વધો. ખાતરી કરો કે તમે બધી સાચી અને અપ-ટુ-ડેટ માહિતી દાખલ કરી છે.
- તમને જોઈતી પોલીસીનો પ્રકાર પસંદ કરો એટલે કે થર્ડ પાર્ટી અથવા કોમ્પ્રેહેન્સીવ પોલિસી.
- •તમારા ટુ-વ્હીલર માટે યોગ્ય એડ-ઓન પસંદ કરો (વૈકલ્પિક).
- જરૂરી વિગતો શેર કરો અને ચુકવણી કરો
- એકવાર ચુકવણી પૂર્ણ થઈ જાય પછી તમને પીડીએફ ફોરમેટમાં ડિજિટલ પોલિસી મળશે અને તમારી થર્ડ પાર્ટી પોલિસી તરત જ સક્રિય થઈ જશે. જો કે, તમને પ્રારંભિક નિરીક્ષણ માટે તમારા ટુ-વ્હીલરના ચિત્રો/વિડિયો લેવા માટે કહેવામાં આવશે, તેની મંજૂરી પછી તમારી સંપૂર્ણ પોલિસી (પોતાના નુકસાન સહિત) પણ સક્રિય થઈ જશે.
- ડિજિટલ નકલ માટે પીડીએફ ડાઉનલોડ કરો અને તેને સુરક્ષિત રાખો.
એક્સ્પાયર્ડ ટુ-વ્હીલર પોલિસી ઓફલાઇન પણ રિન્યૂ થઈ શકે છે
જો ટુ-વ્હીલર્સ પોલિસીને ઓનલાઈન રીન્યુ કરવું તમારા માટે અનુકૂળ ન હોઈ, તો તમે તમારા ઇચ્છિત ઇન્શ્યોરન્સ સર્વિસ પ્રોવાઇડરની નજીકની શાખાની મુલાકાત પણ લઇ શકો છો. જો કે, કોરોનાની વર્તમાન સ્થિતી જોતા તમારી ટુ-વ્હીલર પોલિસીને ઓનલાઈન રિન્યૂ કરવી શ્રેષ્ઠ છે.
જ્યારે તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી એક્સપાયર થઈ ગઈ હોય ત્યારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
તમારા બાઈકની ઇન્સ્યોરન્સ પોલિસીની એક્સપાયરી ડેટ નજીક આવી જાય ત્યારે તમારે આદર્શ રીતે તમારી ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તાત્કાલિક રિન્યૂ કરાવવી જોઈએ. જો કે, કેટલાક કિસ્સાઓમાં આમાં તમને થોડો સમય લાગી શકે છે.
કદાચ તમે તમારો નિર્ણય લેતા પહેલા કેટલાક કાર ઇન્શ્યોરન્સ કંપનીઓનું મૂલ્યાંકન કરવા માગો છો અથવા બેકગ્રાઉન્ડની તપાસ અને સ્વ-નિરીક્ષણ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તમને સમય જોઈએ છે.
જો તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પહેલેથી જ એક્સપાયર થઈ ગઈ હોય અથવા હજી સક્રિય નથી, તો અહીં કેટલીક બાબતો છે જે તમારે અને તમારી બાઇકને સુરક્ષિત રાખવા માટે કરવી જોઈએ:
માન્ય ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પોલિસી વિના વાહન ચલાવાનું ટાળો. કારણ કે તમને ખબર નથી કે શું થઈ શકે છે. જો તમે કોઈ પોલીસ દ્વારા પકડાઈ ગયા છો અથવા તમારી સાથે કોઈ નાનો અકસ્માત બની જાય છે, તો પણ તે જોખમ યોગ્ય નથી!
- જો તમે તમારી અગાઉની પોલિસીમાંથી તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્રોવાઇડરને બદલવા અંગે મૂંઝવણમાં છો, તો તમારા વિકલ્પોનું ઓનલાઇન મૂલ્યાંકન કરો અને યોગ્ય નિર્ણય લો.
- જો શક્ય હોઈ, તો જ્યારે તમે તમારી પોલિસી ઓનલાઈન રિન્યૂ કરી રહ્યાં હોવ ત્યારે લોન્ગ-ટર્મ પોલિસી પસંદ કરો, આ રીતે તમારે થોડા સમય માટે રિન્યુઅલ વિશે ચિંતા કરવાની જરૂર પડશે નહીં.
- ખાતરી કરો કે તમારી બાઇકના દસ્તાવેજો યોગ્ય સ્થાને છે, તમારી ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરવા માટે તમારે તેમની અથવા તેમાંથી થોડીક વિગતોની જરૂર પડશે.