હીરો સ્પ્લેન્ડર ઇન્સ્યોરન્સ ઓનલાઇન ખરીદો/રિન્યુ કરાવો
હીરો સ્પ્લેન્ડર એ કદાચ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય બજેટ બાઇક છે. તેથી, જો તમે ટુ-વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો તેની વિશેષતાઓ વિશે, તેને શું લોકપ્રિય બનાવે છે અને તેના માટે બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતા પહેલા તમારે શું ધ્યાનમાં રાખવુ જોઈએ તેના વિશે પોતાને માહિતગાર કરવા સૌથી સારી બાબત છે.
સ્પ્લેન્ડરના ઉત્પાદન પાછળની કંપની હીરો મોટોકોર્પ છેલ્લા ઘણા સમયથી દેશમાં ટુ-વ્હીલરના વેચાણમાં બજાર અગ્રણી છે. જૂન 2019માં, હીરોના પ્લેન્ડર અને એચએફ Deluxeએ 2.42 લાખ કરતાં વધુ યુનિટ્સ વેચીને આકર્ષક વેચાણ નોંધાવ્યું હતું. (1)
શું તમે ટકાઉ અને ફ્યૂઅલ – એફિશિયન્ટ બાઇક શોધી રહ્યા છો? ઠીક છે, સ્પ્લેન્ડર તે જ છે તેની તમને આવશ્યકતા છે.
સ્પ્લેન્ડરને કુદરતી પડકારો અને પ્રવાહનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હોવા છતાં, તમારી બાઇકને આકસ્મિક નુકસાન હજુ પણ તેના પ્રદર્શનને બગાડી શકે છે. હીરો સ્પ્લેન્ડર ઇન્સ્યોરન્સ ખરીદવાથી તમને આવા એક્સિડન્ટની સ્થિતિમાં તમારી બાઇકની ખર્ચાળ રિપેરિંગ માટે નાણાં પૂરાં પાડવામાં મદદ મળી શકે છે. અકસ્માતને કારણે ઊભી થઈ શકે છે તેવી થર્ડ-પાર્ટીની જવાબદારીઓને આવરી લેવા માટે પણ ઇન્સ્યોરન્સ પોલિસી મહત્વપૂર્ણ છે.
તે ઉપરાંત એ યાદ રાખવું સારું છે કે, મોટર વાહન અધિનિયમ 1988 મુજબ તમારા ટુ-વ્હીલર માટે ઇન્સ્યોરન્સ કવર માત્ર જરૂરીયાત નથી પરંતુ કાયદા દ્વારા પણ ફરજિયાત છે. આ નિયમનું પાલન કરવામાં ચૂક બદલ રૂ. 2000 અને ફરી નિયમ ભંગ બદલ રૂ. 4000નો તોતિંગ ભારે ટ્રાફિક દંડ થઈ શકે છે.
હીરો સ્પેલન્ડર ઇન્સ્યોરન્સમાં શુ કવર કરવામાં આવે છે
તમારે ડિજિટનો હીરો સ્પ્લેન્ડર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
હિરો સ્પ્લેન્ડર માટેના ઇન્સ્યોરન્સ પ્લાન્સના પ્રકાર
થર્ડ પાર્ટીક
કોમ્પ્રિહેન્સિવ
એક્સિડન્ટને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ |
×
|
✔
|
આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ |
×
|
✔
|
કુદરતી આફતોના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ |
×
|
✔
|
થર્ડ-પાર્ટીના વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ એક્સિડેન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ-પાર્ટી વ્યક્તિની ઇજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
તમારા સ્કૂટર અથવા બાઇકની ચોરી |
×
|
✔
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
ક્લેઈમ કેવી રીતે દાખલ કરવો?
તમે અમારો ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો ત્યાર બાદ, તમે ચિંતા મુક્ત રહો, અમારી પાસે 3-તબક્કાની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!
સ્ટેપ-1
માત્ર 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાનું નથી.
સ્ટેપ 2
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શન અનુસાર એક પછી એક તબક્કાવારની પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.
સ્ટેપ 3
તમે રિપેરિંગ માટે જે મોડ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.
ડિજિટ ઈન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે?
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે એવુ તે શું કરી રહ્યા છો!
ડિજિટનો ક્લેઈમ્સ રિપોર્ટ કાર્ડ વાંચોહીરો સ્પ્લેન્ડર વિશે માહિતી
25 કરતાં વધારે વર્ષ પહેલાં રજૂ કરાયેલી, હીરો સ્પ્લેન્ડર એ હીરોના ટુ-વ્હીલર્સની આકર્ષક લાઇન-અપમાં શ્રેષ્ઠ ઉમેરો હતો. તેના વાજબી ભાવ અને શાનદાર પર્ફોર્મન્સને, સ્પ્લેન્ડર ઘણા ઓછા સમયમાં ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું.
ઉપરાંત, તેણે એક ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન ટેક્નોલોજી, જે ભારતમાં તે સમયે અજાણી હતી, તેની ઇનોવેટિવ ટેક્નોલોજી લોન્ચિંગ કરીને ઉદ્યોગમાં ક્રાંતિ લાવી દીધી હતી.
- આજે, ઘણા બધા સ્પ્લેન્ડર મોડલમાંથી પસંદગી કરી શકો છો, જે તમામ લગભગ 80 kmplની માઈલેજ ઓફર કરે છે. શક્તિશાળી 4-સ્ટ્રોક સિંગલ-સિલિન્ડર 97cc એન્જિન રોજબરોજના ઉપયોગ માટે ઉત્તમ છે, જે આ બાઇકને નિયમિત વાહનવ્યવહાર માટે પરફેક્ટ વ્હિકલ બનાવે છે.
- અનેક ઇનામો જીતનાર, હીરો સ્પ્લેન્ડરની રેન્જ વિવેચકો તેમજ તેના ગ્રાહકોને આકર્ષિત કરવામાં સફળ રહી છે.
- 2006માં ET બ્રાન્ડ ઇક્વિટી સર્વે અનુસાર, સ્પ્લેન્ડર ટુ-વ્હીલર કેટેગરીમાં ટોચના બે મોડલ પૈકીનું એક હતું. 2016માં, J.D. પાવર ઇન્ડિયાએ હીરો સુપર સ્પ્લેન્ડરને બેસ્ટ એક્ઝિક્યુટિવ મોટરસાઇકલ તરીકે પસંદ કરી હતી. (2)
- નવેમ્બર 2019માં, કંપનીએ સ્પ્લેન્ડર iSmart નામનું લોકપ્રિય બાઇકનું BS-VI કોમ્પ્લાયન્ટ વર્ઝન લોન્ચ કર્યું જે વાહન ચલાવતી વખતે હાનિકારક ઉત્સર્જનને મર્યાદિત કરી શકે છે. (3)
આથી, સ્પ્લેન્ડર તમારા ગૌરવ અને સુરક્ષા માટે એક યોગ્ય બાઇક છે. વાહનને થતા કોઈપણ નુકસાનનું રિપેરિંગ શરૂ કરવામાં તમારી નાણાકીય જવાબદારીમાં વધારો કરશે. જોકે, ભારતીય રસ્તાઓ પર અકસ્માતો સામાન્ય છે. આથી તમારે બેસ્ટ હીરો સુપર સ્પ્લેન્ડર ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવા જોઇએ.
જ્યારે તમે તમારી બાઇક માટે ઇન્સ્યોરન્સ કવરેજ ખરીદી રહ્યા હોવ ત્યારે પણ બેસ્ટ ઇન્સ્યોરન્સ કંપની નક્કી કરવું મહત્વપૂર્ણ છે. ડિજિટ લગભગ કોઈપણ મુશ્કેલી વગર વિશ્વસનીય, પેપરલેસ ઇન્સ્યોરન્સ પોલિસી પૂરી પાડે છે.
જો કે, ડિજિટમાંથી ઇન્સ્યોરન્સ લીધા બાદ તમને કેવી રીતે ફાયદો થશે? તેના પર એક નજર કરીએ
તમારા હીરો સ્પ્લેન્ડર બાઇક ઇન્સ્યોરન્સ માટે ડિજિટને કેમ પસંદ કરવી?
બજારમાં ઉપલબ્ધ અસંખ્ય વિકલ્પો સાથે, તમારા માટે એ વિચારવું એકદમ સામાન્ય છે કે ડિજિટને અન્યોથી કેવી રીતે અલગ પડે છે. જ્યારે તમે અમારી પાસેથી સ્પ્લેન્ડર બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી મેળવો ત્યારે તમે મેળવી શકો તેવી કેટલીક સુવિધાઓ નીચે જણાવેલી છે:
- ઓનલાઈન ક્લેઈમ પ્રોસેસ - ડિજિટ તમારા સમયનું મહત્વ સમજે છે. તેથી, તેઓએ પોલિસી મેળવવા અને ક્લેઈમ કરવા માટે ડિજિટલ પ્રોસેસ તૈયાર કરી છે. જ્યારે તમે ઇન્સ્યોરન્સ પોલિસી ઉપર ક્લેઈમ કરો ત્યારે તમારે ઇન્સ્યોરન્સ કંપનીને કાગળનો બંડલ સબમિટ કરવાની જરૂર નથી. વધુમાં, ડિજિટ સ્માર્ટફોન- અનેબ્લેડ સેલ્ફ- ઇન્સ્પેક્શન પુરી પાડે છે જે ક્લેમની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવે છે. ઉપરાંત, ડિજિટનો ઉંચો ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો એ મોટો ફાયદો છે જે તમારા ક્લેમને નકારી કાઢવાની શક્યતા ઘટાડે છે.
- મોટી સંખ્યામાં નેટવર્ક ગેરેજ સાથે કેશલેસ ક્લેઈમ્સ સરળ બનાવે છે - ડિજિટ તમને દેશભરના 1,000 નેટવર્ક ગેરેજમાંથી કેશલેસ એક્સિડન્ટ રિપેરિંગનો લાભ મેળવવા માટેને લાયક બનાવે છે. જો તમારી બાઇકને નુકસાન થાય છે અને અકસ્માતને કારણે રિપેરિંગની જરૂર છે, તો તમે નજીકના નેટવર્ક ગેરેજને જોઈ શકો છો અને કેશલેસ રિપેરિંગનો લાભ લઈ શકો છો. આ સ્થળોએ, તમે તરત જ તમારી ડિજિટ પોલિસીનો લાભ લઈ શકો છો, આ રીતે, તમારા પોતાના ખિસ્સામાંથી કોઇ પણ પૈસા ખર્ચવાની જરૂરિયાતને દૂર કરી શકો છો.
- કાર્યક્ષમ 24x7 કસ્ટમર કેર સર્વિસ - અકસ્માતો કોઈપણ સમયે થઈ શકે છે, પછી ભલે તે ભરબપોરે હોય કે રાત્રે. તેથી, ઇન્સ્યોરન્સ વેચનાર કંપની દરેક સમયે ક્લેઈમ ફાઇલિંગ અને અન્ય સમસ્યાઓને ઉકેલવા માટે તૈયાર હોવી જોઈએ. સદનસીબે, ડિજિટનો કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટ રાષ્ટ્રીય જાહેર રજાઓના દિવસે પણ ગ્રાહકો માટે 24 કલાક ઉપલબ્ધ છે. પછી ભલે તમને તમારી પોલિસી સંબંધિત પ્રશ્નો હોય અથવા તમે કંપનીને અકસ્માતો વિશે જાણ કરવા માંગતા હો, કંપનીના પ્રતિનિધિ હંમેશા માત્ર એક કોલ પર હાજર હોય છે.
- પસંદ કરવા માટે વિવિધ પ્રકારની સ્પ્લેન્ડર વીમા પોલિસી - ડિજિટ ગ્રાહકને તેમના માટે શ્રેષ્ઠ શું છે તે નક્કી કરવા દેવામાં વિશ્વાસ ધરાવે છે. આને ધ્યાનમાં રાખીને, તેઓ નીચે મુજબની હીરો સ્પ્લેન્ડર પ્લસ ઇન્સ્યોરન્સ પોલિસી ઓફર કરે છે:
- a) થર્ડ-પાર્ટી લાયબિલિટી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી - આ પ્લાનમાં, તમારી સ્પ્લેન્ડર ટુ-વ્હીલર વીમા પોલિસી ફક્ત તમારી બાઇકથી થયેલા અકસ્માતમાં થર્ડ પાર્ટી વ્યક્તિ, વાહન અથવા મિલકતને થયેલા નુકસાનને આવરી લેશે.
- b) કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીઓ – આ ઇન્સ્યોરન્સ પ્લાન્સ તમારા વાહનને ઘણા પ્રકારના નુકસાન માટે કવરેજ પુરું પાડે છે. થર્ડ-પાર્ટીની જવાબદારી ઉપરાંત, પોલિસી તમારી પોતાની બાઇકના નુકસાનને રિપેર કરવા માટે કરવામાં આવતા ખર્ચને પણ આવરી લે છે. વધુમાં, આવા પ્લાન આગ, ચોરી, કુદરતી અથવા માનવસર્જિત આફતોને કારણે બાઇકને નુકસાન થવાના કિસ્સામાં થયેલા ખર્ચને આવરી લે છે.
ઉપરાંત, તમે તમારા સ્પ્લેન્ડર ટુ-વ્હીલર માટે ઓન ડેમેજ કવર પણ મેળવી શકો છો. આ પ્રમાણમાં એક નવી ઇન્સ્યોરન્સ પોલિસી છે જો તમે સપ્ટેમ્બર 2018 પછી તમારું સ્પ્લેન્ડર વાહન ખરીદ્યું હોય તો જેનો તમે લાભ લઈ શકો છો. ડિજિટના ઓન ડેમેજ કવરમાં, તમે આવા પ્લાનના થર્ડ-પાર્ટીની જવાબદારીના હિસ્સા ઉપરાંત કોમ્પ્રિહેન્સિવ પોલિસીઓમાં સામાન્ય રીતે જોવા મળતી વ્યાપક સુરક્ષા મેળવી શકો છો.
તમે પોલિસીની પસંદગી કરી હોવા છતાં, દૂર્ભાર્યપૂર્ણ ઘટનાઓના કિસ્સામાં તમારી નાણાકીય જવાબદારીને નોંધપાત્ર રીતે ઘટાડે છે કે કેમ તેની ખાતરી કરો.
- કસ્ટમાઇઝ કરી શકાય તેવી ઇન્સ્યુર્ડ ડિક્લેરેડ વેલ્યૂ - તમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ ઓફર કરવામાં આવેલું ઇન્સ્યુર્ડ ડિક્લેરેડ વેલ્યૂ અથવા IDV એ પૂર્વનિર્ધારિત રકમ દર્શાવે છે જે જો તમારી બાઇક ચોરાઈ જાય અથવા રિપેરિંગ ઉપરાંત નુકસાન થાય તો ડિજિટ તમને ચૂકવશે. ઇન્સ્યુર્ડ ડિક્લેરેડ વેલ્યૂ એ બાઇકના મેન્યુફેક્ચર્ર પ્રાઇસ જેટલી હોય છે જેમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. ડિજિટ તમને ઉચ્ચ IDV ઓફર કરે છે અને વધુમાં તમને તમારા IDVને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે, જેનાથી તમે તમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીમાંથી તમારા બેનેફિટ્સમાં વધારો કરી શકો છો.
- નો ક્લેઈમ બોનસ - જો તમે એકવાર પણ તમારી પોલિસીનો ક્લેઈમ કર્યા વગર સમગ્ર ઇન્સ્યોરન્સ ટર્મ પસાર કરવાનું મેનેજ કરો છો, તો તમે તમારી પોલિસી પ્રીમિયમ પર NCB અથવા નો-ક્લેઈમ બોનસનો ફાયદો મેળવવા માટે લાયક બનશો. પ્રત્એક ક્રમિક ક્લેમ-ફ્રી ટર્મ્સ સાથે, તમારું NCB જોડવામાં આવે છે (અને તે 50% સુધી વધી શકે છે), જેનાથી તમે ઓછા ઇન્સ્યોરન્સ પ્રીમીયમ પર સર્વોત્તમ સુરક્ષા મેળવી શકો છો. ડિજિટની આકર્ષક NCB ઓફર એ કંપનીની પોલિસી પસંદ કરવાનું બીજું કારણ છે.
તમારી વીમા પોલિસીમાં ફેરફાર કરવા માટે એડ-ઓન કવર્સની ઉપલબ્ધતા - ડિજિટ તમને એડ-ઓન્સની રેન્જ સાથે તમારી ઈચ્છા મુજબ પોલિસીમાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે. જ્યારે તમારી બાઇકને કોઈ નુકસાન થાય ત્યારે આ સ્ટાન્ડર્ડ કવરેજ તમારી નાણાકીય સુરક્ષાને વધારે છે. ડિજિટની ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ તમે જે એડ-ઓન મેળવી શકો છો તેમાના કેટલાંક નીચે મુજબ છે:
- ઝીરો ડિપ્રેસિએશન કવર
- એન્જિન અને ગિયર પ્રોટેક્શન કવર
- બ્રેકડાઉન આસિસ્ટન્સ
- કન્ઝ્યુમેબલ કવર
- ઇન્વોઇસ કવર રિટર્ન
આવા પ્રકારના બેનેફિટ્સ અને ઘણુ બધુ, ડિજિટની સસ્તું સ્પ્લેન્ડર ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી વાહનને ચારેય બાજુથી નાણાકીય સુરક્ષા પુરી પાડે છે.
હીરો સ્પ્લેન્ડર ઇન્સ્યોરન્સ: મોડેલ સ્પેસિફિક પોલિસી
હીરો મોટોકોર્પે આજ સુધીમાં છ સ્પ્લેન્ડર મોડલ લોન્ચ કર્યા છે, જેમ કે, સ્પ્લેન્ડર પ્લસ, સ્પ્લેન્ડર પ્રો, સ્પ્લેન્ડર પ્રો ક્લાસિક, સ્પ્લેન્ડર iSmart, સુપર સ્પ્લેન્ડર અને સ્પ્લેન્ડર.
- સ્પ્લેન્ડર પ્લસ - તમામ સ્પ્લેન્ડર વેરિઅન્ટ્સમાં સૌથી જૂના મોડલ, સ્પ્લેન્ડર પ્લસની ડિઝાઇન 1995માં તેના લૉન્ચ ડિઝાઇનથી અપરિવર્તિ છે. તેમાં 97.2cc ફોર-સ્ટ્રોક સિંગલ-સિલિન્ડર એન્જિન છે. ડિજિટનો હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ ઇન્સ્યોરન્સ પ્લાન પુરતાં પ્રમાણમાં વાહનને કવર શકે છે, જેનાથી તમે ક્ષતિગ્રસ્ત પાર્ટ્સને બદલી શકો છો અને વિશ્વસનીય બાઇકનો એકંદર દેખાવ અને અનુભવ જાળવી શકો છો.
- હીરો સ્પ્લેન્ડર પ્લસ i3s - ધી સ્પ્લેન્ડર પ્લસ i3s એ હીરો તરફથી ઓફર કરાતું બીજું સસ્તું કોમ્યુટર મોડલ છે. તે 4-સ્પીડ ટ્રાન્સમિશન સાથે 97.2 CC એન્જિન ધરાવે છે. વાહન ખરીદતી વખતે તમે પાંચ અલગ-અલગ કલરમાંથી પસંદ કરી શકો છો.
- સ્પ્લેન્ડર iSmart 110 - એડવાન્સ્ડ બોડી અને ગ્રાફિક્સની સાથે, iSmart 110 એ ફોર-સ્ટ્રોક, 110cc અને સિંગલ સિલિન્ડર સાથે સુધારેલું એન્જિન પણ ધરાવે છે. તે આર્ટ i3S ટેક્નોલોજી પણ ધરાવે છે, જે અન્ય બજેટ-ફ્રેંડલી સેક્ટરમાં નવો અનુભવ આપે છે.
તમારી માલિકીના છ સ્પ્લેન્ડર મોડલ્સમાંથી ગમે તે હોય, ડિજિટની ઇન્સ્યોરન્સ પોલિસીનો ફાયદો મેળવવાથી તમારું મન હળવું થશે.
તમારી બાઇક વિશે ચિંતા કરવાને બદલે, ચલાવવાનો આનંદ માણો!
હીરો સ્પ્લેન્ડર – વેરિયન્ટ્સ અને એક્સ-શોરૂમ પ્રાઇસ
વેરિએન્ટ્સ |
એક્સ-શોરૂમ પ્રાઇસ (સિટી મુજબ ફેરફાર હોઇ શકે છે) |
સ્પ્લેન્ડર પ્લસ Kick Alloy, 97.2 cc |
₹ 51,790 |
સ્પ્લેન્ડર પ્લસ Self Alloy, 97.2 cc |
₹ 53,790 |
સ્પ્લેન્ડર પ્લસ i3s, 97.2 cc |
₹ 55,200 |
સ્પ્લેન્ડર પ્લસ IBS i3S, 97.2 cc |
₹ 55,600 |
સુપર સ્પ્લેન્ડર SDA, 124.7 cc |
₹ 59,650 |
સુપર સ્પેલન્ડર SDA SX 124.7 cc |
₹ 60,250 |