Third-party premium has changed from 1st June. Renew now
ટેક્ષી/કેબ માટેનો કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સ શું છે?
એક કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સ એ એક એવી કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ પૉલિસી છે જે એક અકસ્માત, કુદરતી આફત, વગેરેના કિસ્સામાં તમને અને તમારા વ્હીકલને કવર પૂરૂં પાડે છે.
એક કેબ અથવા ટેક્ષી ડ્રાઇવર તરીકે, તમારી કાર એ માત્ર એક પરિવહનનું માધ્યમ જ નથી, પરંતુ તે તમારો પ્રાથમિક ધંધો પણ છે અને તેથી જ માત્ર એક લિમિટેડ લાયબિલિટી પૉલિસી મેળવવી એ અતિશય મહત્વનું નથી પરંતુ તેની સાથે તમને અને તમારી કારને સુરક્ષિત કરવા માટે કોમ્પ્રિહેન્સીવ કવર મેળવવું એ પણ અતિશય મહત્વનું છે.
મારે શા માટે મારી ટેક્ષી/કેબને એક કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સ સાથે ઇન્સ્યોર કરવી જોઈએ?
- જો તમે અથવા તમારી સંસ્થા કોઈપણ પ્રકારની કોમર્શિયલ ટેક્ષીની માલિકી ધરાવો છો, તો કાયદા દ્વારા ઓછામાં ઓછી એક થર્ડ પાર્ટી લાયબિલિટી ઓન્લી પૉલિસી ખરીદવી ફરજિયાત છે. આ પૉલિસી તમારા વ્યવસાયને આર્થિક રીતે કવર પૂરૂં પાડે છે, તમારા નફાના માર્જિનને અંકુશમાં રાખે છે અને જો તમારી ટેક્ષી થર્ડ-પાર્ટીની મિલકત, વ્યક્તિ અથવા વાહનને નુકસાન અને ખોટ પહોંચાડે છે તો ડાઉનટાઇમને ઘટાડે છે.
- વ્યવસાયો સામાન્ય રીતે જોખમોથી ભરપૂર હોય છે અને જો તમે ભારે સંપત્તિ સાથે ઘણી ટેક્ષી ધરાવતો વ્યવસાય ધરાવતા હો, તો જોખમ માત્ર વધે જ છે. આવા કિસ્સાઓમાં, તમારી ટેક્ષી અથવા કેબ માટે સ્ટાન્ડર્ડ અથવા કોમ્પ્રિહેન્સીવ પેકેજ પૉલિસી ખરીદવી તે ડાહપણ ભરેલી વાત છે કારણ કે તે તમારી કોમર્શિયલ ટેક્ષી અને માલિક-ડ્રાઈવરને કુદરતી આફતો, અકસ્માતો, આતંકવાદી પ્રવૃત્તિઓ, આગ, ચોરી, દૂષિત કૃત્યો અને અણધાર્યા સંજોગોને કારણે થતાં કોઈપણ નુકસાનથી બચાવશે.
- માન્ય ઇન્સ્યોરન્સ સાથે આવતી કેબ તમારા ગ્રાહકો/યાત્રીઓને ખાતરી આપે છે કે તમે જવાબદાર અને ગંભીર છો.
- ઇન્સ્યોર્ડ ટેક્ષી અથવા કેબ એવું સુનિશ્ચિત કરે છે કે તમે અથવા તમારા વ્યવસાયને કોઈપણ બિનઆયોજિત નુકસાન અથવા ડાઉનટાઇમનો સામનો કરવો ન પડે, જેનો અર્થ એ થાય છે કે તમે તેના બદલે તમારા વ્યવસાયના વિકાસ માટે તમારા પૈસા અને સમયને ખર્ચી શકો છો.
ડિજિટ દ્વારા આપવામાં આવતા કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સને શા માટે પસંદ કરવો જોઈએ?
શું કવર થતું નથી?
તમારી કોમર્શિયલ ટેક્ષીની ઇન્સ્યોરન્સ પૉલિસીમાં શું કવર થતું નથી તે જાણવું પણ તેટલું જ મહત્વનું છે જેથી તમે જ્યારે કોઈ ક્લેઇમ કરો ત્યારે તમને કોઈ આંચકો લાગે નહીં. અહીં આવી કેટલીક સ્થિતિઓ આપવામાં આવી છે:
થર્ડ-પાર્ટી અથવા લાયબિલિટી ઓન્લી ટેક્ષી પૉલિસીના કિસ્સામાં, પોતાના વાહનને થતા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં.
જેના માટે ક્લેઇમ કરવામાં આવ્યો છે એ ટેક્ષીના માલિક નશામાં કે માન્ય ટૂ-વ્હીલર લાયસન્સ વિના સવારી કરી રહ્યાં હોય
માલિક-ડ્રાઈવરની ફાળો આપનાર બેદરકારીને કારણે થયેલ કોઈપણ નુકસાન (જેમ કે જ્યારે કોઈ પૂર આવેલું હોય ત્યારે વાહન ચલાવવું)
એવું કોઈપણ નુકસાન જે અકસ્માતનું સીધું પરિણામ નથી (દા.ત. અકસ્માત પછી, જો ક્ષતિગ્રસ્ત ટેક્સીનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય અને એન્જિનને નુકસાન થાય, તો તેને આવરી લેવામાં આવશે નહીં)
ડિજિટ દ્વારા પૂરા પાડવામાં આવતા કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સની ચાવીરૂપ સુવિધાઓ
ચાવીરૂપ સુવિધાઓ | ડિજિટનો લાભ |
---|---|
ક્લેઇમની પ્રક્રિયા | પેપરલેસ ક્લેઇમ |
ગ્રાહક સહાય | 24x7 સહાય |
વધારાનું કવરેજ | PA કવર, લીગલ લાયબિલિટી કવર, ખાસ બાકાતો અને ફરજીયાત ડિડક્તિબલ, વગેરે |
થર્ડ-પાર્ટીને નુકસાન | વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલ્કત/વાહનને નુકસાન માટે 7.5 લાખ સુધી |
કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર11
તમારી કેબ અથવા ટેક્ષીની જરૂરિયાતના આધારે, અમે મુખ્યત્વે બે પૉલિસી ઑફર કરીએ છીએ. જો કે, આવા કોમર્શિયલ વાહનો સાથે રહેલાં જોખમ અને તેના વારંવાર ઉપયોગને ધ્યાનમાં લેતાં, હંમેશા એવી સ્ટાન્ડર્ડ/કોમ્પ્રિહેન્સીવ પેકેજ પૉલિસી લેવાની ભલામણ કરવામાં આવે છે જે ટેક્સી અને માલિક-ડ્રાઈવરને પણ આર્થિક રીતે સુરક્ષિત કરશે.
લાયબિલિટી ઓન્લી | સ્ટાન્ડર્ડ પેકેજ |
તમારા પેસેન્જર કેરીંગ વ્હીકલ દ્વારા કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા મિલ્કતને થયેલું નુકસાન |
|
તમારૂં ઇન્સ્યોર્ડ પેસેન્જર કેરીંગ વ્હીકલ ટોવ થતું હોય ત્યારે તે વાહન દ્વારા કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા મિલ્કતને થયેલું નુકસાન. |
|
કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે તમારા પોતાના પેસેન્જર કેરીંગ વ્હીકલને થયેલું નુકસાન અથવા ખોટ. |
|
માલિક-ડ્રાઇવરને ઈજા/તેનું મૃત્યુIf owner-driver doesn’t already have a Personal Accident Cover from before |
|
Get Quote | Get Quote |
ક્લેઇમ કઈ રીતે કરશો?
અમને 1800-258-5956 પર કૉલ કરો અથવા hello@godigit.com પર ઇમેઇલ લખીને મોકલો
તમારા પૉલિસી નંબર, અકસ્માતનું સ્થળ, અકસ્માતની તારીખ અને સમય, તેમજ ઇન્સ્યોર્ડ વ્યક્તિ/કૉલ કરનાર વ્યક્તિનો સંપર્ક નંબર હાથ પર રાખો જેથી અમારી પ્રક્રિયા સરળ બને.
અમારા ગ્રાહકો અમારા વિશે શું કહે છે
અદ્ભુત સેવા અને સૌથી વધુ સહકાર આપતા કર્મચારીઓ. સૌ પ્રથમ તેમણે મારા પરથી મારા નુકસાન પામેલા વાહનનું ટેન્શન દૂર કર્યું અને ત્યારબાદ તેમણે મારા વાહનની મરમ્મત કરાવવામાં મારી સહાય કરી. ખૂબ ખૂબ આભાર…..
મોહમ્મદ રિઝવાને મને બહુ સારી રીતે માર્ગદર્શન આપ્યું અને મારા વ્હીકલ ઇન્સ્યોરન્સના રિન્યૂઅલ વિશેની બધી જ માહિતી માટે મારી સાથે ફોલોઅપ કર્યું…. તેના નિષ્ઠાપૂર્વકના કાર્ય માટે હું તેમની પ્રશંસા કરૂં છું અને મને ખાતરી છે કે ગ્રાહકોને જાણકાર બનાવવા એ કોઈ સહેલું કાર્ય નથી અને એવું કરવા માટે તેને ખરેખર ડિજિટ તરફથી તાળીઓનો ગડગડાટ મળવો જોઈએ… ફરીથી, મોહમ્મદ રિઝવાન ખૂબ સારો ભાવ:)
ડિજિટ સાથે મારા વ્હીકલ ઇન્સ્યોરન્સની પ્રક્રિયા કરતી વખતે મને અદ્ભુત અનુભવ મળ્યો હતો. તે અતિશય ગ્રાહકોના મિત્ર સમાન છે અને તેમની પાસે કાર્યક્ષમ ટેકનોલોજી છે. કોઈપણ વ્યક્તિને રૂબરૂ મળ્યા વિના જ માત્ર 24 કલાકની અંદર ક્લેઇમનું સમાધાન થઈ ગયેલું. ગ્રાહક સેવા કેન્દ્રોએ મારા કૉલને બહુ સારી રીતે સંભાળેલાં. હું ખાસ વિશિષ્ટ રીતે શ્રીમાન રામરાજુ કોંધના દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો માટે તેમનું સન્માન કરૂં છું, જેમણે મારા કેસને શ્રેષ્ઠ રીતે હેન્ડલ કર્યો હતો
એક કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સમાં ક્યા પ્રકારની ટેક્ષી/કેબને કવર કરવામાં આવે છે?
સરળ શબ્દોમાં કહીએ તો, એવી બધી જ કાર જેનો કોમર્શિયલ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે; જેમાં પેસેન્જરને એક સ્થળ પરથી બીજા સ્થળ પર લઈ જવામાં આવતાં હોય તે બધી જ કારને કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સમાં કવર કરવામાં આવે છે.
જો તમે એવી કોઈ એક કંપની છો જે સો થી વધારે કેબ અને ટેક્ષીઓની માલિકી ધરાવે છે અને ટેક્ષીની સેવાઓ પૂરી પાડો છો; તો તમે તમારી બધી જ કેબને કવર કરવા માટે ટેક્ષી ઇન્સ્યોરન્સ ખરીદી શકો છો.
જો તમે એક ખાનગી કારના માલિક છો અને તેનો કોમર્શિયલ હેતુઓ માટે ઉપયોગ કરો છો; જેમ કે લોકોનું એક શહેરમાંથી બીજા શહેરમાં પરિવહન કરવા માટે તેનો ઉપયોગ કરો છો, તો પછી તમારે તમારી જાતને અને તમારી કારને એમ બન્નેને કોઈપણ કમનસીબ ખોટમાંથી બચાવવા માટે એક કેબ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે.
જો તમે તમારો એક નાનો વ્યવસાય ચલાવવા માટે એકથી વધુ કારની માલિકી ધરાવતાં હોવ. આમાં ઑન-ડિમાન્ડ સર્વિસ થી શરૂ કરીને ઑફિસ-કેબ સેવા એમ બધાંનો સમાવેશ થઈ શકે છે. આ કિસ્સામાં પણ, તમારે તમારી દરેક કેબ માટે કવર મેળવવું જરૂરી છે જેથી તમે કોઈપણ કમનસીબ નુકસાન અથવા ખોટથી સુરક્ષિત રહો.
ટેક્ષી/કેબ માટેના કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણશો?
શું એક કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સ મહત્વનો છે?
હા, તમામ કેબ અને ટેક્ષીઓ માટે લાયબિલિટી પૉલિસી હોવી એ અત્યંત મહત્વપૂર્ણ છે અને તેનાથી પણ વધુ સારી રીતે, એક સ્ટાન્ડર્ડ/કોમ્પ્રિહેન્સીવ પેકેજ પૉલિસી હોવી જોઈએ.
તદુપરાંત, જો તમારા પ્રાથમિક વ્યવસાયમાં દરરોજ મુસાફરોને ઉપાડવા અને મૂકવાનો સમાવેશ થાય છે- તો તમારે તમારી ટેક્ષી અને તમારી કંપની સામનો કરી શકે તેવા તમામ પ્રકારના જોખમો માટે તૈયાર રહેવું જોઈએ!
સ્ટાન્ડર્ડ ટેક્ષી ઇન્સ્યોરન્સ પૉલિસી તમારી ટેક્ષી દ્વારા થર્ડ-પાર્ટીની મિલ્કત/વ્યક્તિ/વાહનને થતાં કોઈપણ નુકસાનના કિસ્સામાં તમારી કંપનીનું રક્ષણ અને કવર કરશે અને કોઈપણ અકસ્માત, કુદરતી આફતો, ચોરી, દૂષિત કૃત્યો, વગેરેના કિસ્સામાં ઇન્સ્યોર્ડ ટેક્સી અને માલિકને પણ કવર પૂરૂં પાડશે.
મારી ટેક્ષી માટે યોગ્ય કોમર્શિયલ કાર ઇન્સ્યોરન્સ કઈ રીતે પસંદ કરવો?
આજે ઉપલબ્ધ વિકલ્પોની સંખ્યાને જોતાં,એવો કોમર્શિયલ કાર ઇન્સ્યોરન્સ પસંદ કરવો મહત્વપૂર્ણ છે જે સરળ હોય, વાજબી હોય, તમામ સંભવિત પરિસ્થિતિઓમાં તમને અને તમારા વ્યવસાયને રક્ષણ આપે અને કવર પૂરૂં પાડે અને સૌથી અગત્યનું, શક્ય હોય તેટલી વહેલી તકે ક્લેઇમને સેટલ કરવાની બાંયધરી આપે. આખરે, તે ઇન્સ્યોરન્સનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે!
અહીં કેટલીક એવી સલાહ આપવામાં આવેલી છે જે તમને તમારી ટેક્ષી અથવા કેબ માટે યોગ્ય કોમર્શિયલ કાર ઇન્સ્યોરન્સ પસંદ કરવામાં મદદ કરશે:
યોગ્ય ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (IDV): IDV એ એવી ટેક્સી અથવા કેબની ઉત્પાદકની સૂચિબદ્ધ વેચાણ કિંમત છે જેનો તમે ઇન્સ્યોરન્સ લેવા માગો છો (તેના અવમૂલ્યન સહિત). તમારું પ્રીમિયમ આના પર નિર્ભર રહેશે. ઑનલાઇન યોગ્ય ટેક્ષી ઈન્સ્યોરન્સ શોધતી વખતે, ખાતરી કરો કે તમારું IDV યોગ્ય રીતે જણાવવામાં આવ્યું છે.
સેવાના લાભો: 24x7 ગ્રાહક સહાય અને કેશલેસ ગેરેજના વિશાળ નેટવર્ક જેવી સેવાઓનો વિચાર કરો. જરૂરિયાતના સમયે, આ સેવાઓ મહત્વપૂર્ણ છે.
ઍડ-ઑનની સમીક્ષા કરો: તમારી કાર માટે યોગ્ય ટેક્ષી ઇન્સ્યોરન્સને પસંદ કરતી વખતે, મહત્તમ લાભોની ખાતરી કરવા માટે ઉપલબ્ધ ઍડ-ઑનનો વિચાર કરો.
ક્લેઇમની ઝડપ: તે કોઈપણ ઇન્સ્યોરન્સનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. તમે જાણતા હોવ એવી ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરો જે ક્લેઇમનો ઝડપથી નિકાલ કરશે.
શ્રેષ્ઠ મૂલ્ય: યોગ્ય પ્રીમિયમ અને સેવાઓની સાથે ક્લેઇમ કરવા માટે સેટલમેન્ટ અને એડ-ઓનનો વિચાર કર્યા પછી; એક એવો ટેક્ષી ઇન્સ્યોરન્સ પસંદ કરો કે જે તમને લાગે કે શ્રેષ્ઠ સંભવિત મૂલ્ય આપીને તમને જે કંઈ જરૂર પડશે તે બધું જ સરળતાથી કવર કરી લે છે.
કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સના ક્વૉટની ઑનલાઇન સરખામણી કરવા માટેની સલાહો
ઉપલબ્ધ સૌથી સસ્તો કેબ ઇન્સ્યોરન્સ પસંદ કરવાનું આકર્ષક બની શકે છે. જો કે, વિવિધ ટેક્ષી ઇન્સ્યોરન્સ ક્વૉટની સરખામણી કરતી વખતે, સેવાના લાભો અને ક્લેઇમના સેટલમેન્ટ માટેના સમયગાળા જેવા પરિબળોને ધ્યાનમાં લો.
તમારા વાહન અને વ્યવસાયને તમામ અવરોધો સામે સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ પરિબળોનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે:
સેવાના લાભો: મહાન સેવાઓ મુશ્કેલીના સમયે ખરેખર અતિશય મહત્વ ધરાવે છે. દરેક ઇન્સ્યોરન્સ કંપની ઓફર કરે છે તે સેવાઓનું મૂલ્યાંકન કરવાની ખાતરી કરો અને તે મુજબ યોગ્ય પસંદગી કરો. ડિજીટ જે સેવાઓ ઑફર કરે છે તેમાં અન્ય સેવાઓ ઉપરાંત 24*7 ગ્રાહક સેવા સહાય અને 2500+ ગેરેજ પર કેશલેસ મરમ્મતનો સમાવેશ થાય છે.
ક્વિક ક્લેઈમ સેટલમેન્ટઃ ઈન્સ્યોરન્સનો મુખ્ય હેતુ તમારા ક્લેઇમને સેટલ કરવાનો છે! તેથી, ખાતરી કરો કે તમે એવી ઈન્સ્યોરન્સ કંપની પસંદ કરો છો કે જે ક્લેઇમના ઝડપી સેટલમેન્ટની ખાતરી આપે છે. ડિજિટના 96% ક્લેઇમને 30 દિવસમાં સેટલ કરવામાં આવે છે! ઉપરાંત, અમારી પાસે ઝીરો-હાર્ડકોપી પોલિસી છે, જેનો અર્થ એ થાય છે કે અમે માત્ર સોફ્ટ કોપી માટે જ કહીએ છીએ. બધું પેપરલેસ, ઝડપી અને મુશ્કેલી-મુક્ત છે!
તમારું IDV તપાસો: ઘણા બધા કેબ ઈન્સ્યોરન્સ ક્વૉટ ઓનલાઈન ઓછા IDV (ઈન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ) ધરાવતા હશે, એટલે કે તમારા કોમર્શિયલ વાહનની ઉત્પાદકની વેચાણ કિંમત. IDV તમારા પ્રીમિયમને અસર કરતું હોવાની સાથે, તે એ પણ સુનિશ્ચિત કરે છે કે સેટલમેન્ટ સમયે તમને તમારો યોગ્ય ક્લેઇમ મળે.
ચોરી અથવા નુકસાન દરમિયાન તમે જે છેલ્લી વસ્તુ ઇચ્છો છો તે એ છે કે તમારું IDV મૂલ્ય ઓછું/ખોટું હતું! ડિજીટ પર, અમે તમને તમારી કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ પૉલિસીને ઑનલાઈન ખરીદતી વખતે તમારું IDV સેટ કરવાનો વિકલ્પ આપીએ છીએ.
શ્રેષ્ઠ મૂલ્ય: આખરે, એક એવો ટેક્ષી ઇન્સ્યોરન્સ પસંદ કરો જે તમને તે બધાનું યોગ્ય સંયોજન આપે. યોગ્ય કિંમત, સેવાઓ અને ચોક્કસપણે, ઝડપી ક્લેઇમ!
એવા ક્યા પરિબળો છે જે મારા ટેક્ષી ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરશે?
વાહનનું મોડલ, એન્જિન અને મેક: કોઈપણ પ્રકારના મોટર ઇન્સ્યોરન્સ માટે, યોગ્ય ઇન્સ્યોરન્સ પ્રીમિયમ નક્કી કરવા માટે કારનું મોડલ, મેક અને એન્જિન અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
તેથી, તમારી કાર સેડાન, હેચબેક અથવા એસયુવી છે કે કેમ તેના આધારે અને તેનું ઉત્પાદન વર્ષ - તે બધું જ તમારી કેબના ઇન્સ્યોરન્સ પ્રીમિયમને સક્રિય કરવા માટેના પરિબળ તરીકે ધ્યાનમાં લેવામાં આવશે.
સ્થાન: તમારી ટેક્ષી ક્યાં નોંધાયેલી છે તેના આધારે તમારી ટેક્ષીના ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ અલગ હોઈ શકે છે. આવું એટલા માટે છે કે દરેક શહેર અલગ હોય છે અને બમ્પરથી બમ્પર ટ્રાફિક, ક્રાઇમ રેટ, રસ્તાની સ્થિતિ વગેરે જેવી સમસ્યાઓના પોતાના સમૂહને સાથે લાવે છે.
તેથી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ અથવા દિલ્હી જેવા મેટ્રો શહેરમાં ચલાવવામાં આવતી ટેક્ષી માટેનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સુરત અથવા કોચી જેવા શહેરમાં ચલાવવામાં આવતી ટેક્ષીની સરખામણીમાં વધુ હશે.
નો-ક્લેઈમ બોનસઃ જો તમારી પાસે પહેલાથી જ કેબ ઈન્સ્યોરન્સ હોય અને હાલમાં તમે તમારી પૉલિસીને રિન્યૂ કરવાની અથવા નવો ઈન્સ્યોરર મેળવવા ઈચ્છતાં હોવ- તો આ કિસ્સામાં તમારા NCB (નો ક્લેઈમ બોનસ)ને પણ ધ્યાનમાં લેવામાં આવશે અને તમને તમારું પ્રીમિયમ ડિસ્કાઉન્ટેડ દર પર મળશે!
નો-ક્લેઈમ બોનસનો અર્થ એ થાય છે કે તમારી કેબની અગાઉની પૉલિસી ટર્મમાં એક પણ ક્લેઇમ નથી.
ઈન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર: મુખ્યત્વે બે પ્રકારના કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ છે. તેથી, તમારું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમે જે પ્લાન પસંદ કરો છો તેના પર નિર્ભર રહેશે.
ફરજિયાત, માત્ર લાયબિલિટીનો પ્લાન ઓછા પ્રીમિયમ સાથે આવે છે પરંતુ- તે માત્ર થર્ડ પાર્ટીને થતાં નુકસાન અથવા થર્ડ પાર્ટીને થતી ખોટને કવર કરી લે છે; સ્ટાન્ડર્ડ પેકેજ પૉલિસીનું પ્રીમિયમ વધુ હોઈ શકે છે, પરંતુ તે અનુક્રમે માલિક-ડ્રાઈવરને થતાં નુકસાન અને ખોટને પણ કવર કરી લેશે.
ટેક્ષી માટે કોમર્શિયલ કાર ઇન્સ્યોરન્સ ખરીદવો/રિન્યૂ કરવો એ શા માટે મહત્વપૂર્ણ છે?
- તમારા વ્યવસાયને કોઈપણ નાના કે મોટા અકસ્માત, અથડામણ અને કુદરતી આફતને કારણે થતા નુકસાનથી બચાવવા માટે.
- કાનૂની જવાબદારીઓથી પોતાને બચાવવા માટે; ભારતમાં દરેક કાર પાસે તેમની કોમર્શિયલ કાર માટે ઓછામાં ઓછી એક થર્ડ-પાર્ટી પૉલિસી હોવી જરૂરી છે.
- તમારા મુસાફરોની સલામતીની ખાતરી કરવા માટે: જો તમે કોમ્પ્રીહેન્સિવ કોમર્શિયલ
- વ્હીકલ ઈન્સ્યોરન્સ લો છો તો તમારી પાસે પેસેન્જર કવર પસંદ કરવાનો વિકલ્પ રહે છે.
- આનાથી ફક્ત તમારા મુસાફરોને સુરક્ષિત રાખવાની ખાતરી જ નહીં, પરંતુ એક
- જવાબદાર વ્યવસાય અને/અથવા ડ્રાઇવર તરીકે તમને વધુ વિશ્વસનીયતા આપે છે.
ટેક્ષી ઇન્સ્યોરન્સને કઈ રીતે ઑનલાઇન ખરીદવો અથવા રિન્યૂ કરવો?
તમારા કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સ ખરીદવા અથવા રિન્યૂ કરવા માટે, તમારે માત્ર આ નંબર (70 2600 2400) પર વ્હોટ્સઅપ કરો અને અમે તમને એ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે કૉલ બેક કરીશું! સરળ
ભારતમાં કોમર્શિયલ ટેક્ષી/કેબ ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો
જો મારી ટેક્ષીનો એક અકસ્માત થાય તો મારે શું કરવું જોઈએ?
અમને 1800-103-4448 પર કૉલ કરો અથવા અમને hello@godigit.com પર ઇમેઇલ લખીને મોકલો. ઉપરાંત, તમારી પૉલિસીનો નંબર અને અકસ્માતની વિગતોને હાથ પર રાખો :)
એક ટેક્ષીને ઇન્સ્યોર કરવામાં કેટલો ખર્ચ થાય છે?
તમારી ટેક્ષીને ઇન્સ્યોર કરવાનો ખર્ચ પ્રાથમિક રીતે તમારી કોમર્શિયલ કારની મેક અને મોડલ તેમજ તમારી ટેક્ષીની ઉંમર પર આધાર રાખે છે.
ટેક્ષી ઇન્સ્યોરન્સમાં કોમ્પ્રિહેન્સીવ અને થર્ડ-પાર્ટી પૉલિસી શું છે?
કોમ્પ્રિહેન્સીવ ટેક્ષી ઇન્સ્યોરન્સ એ એક એવા પ્રકારનો કોમર્શિયલ કાર ઇન્સ્યોરન્સ છે જે તમને અને તમારી કેબને પોતાના નુકસાન અને થર્ડ-પાર્ટીના નુકસાનથી પણ સુરક્ષિત કરશે. જ્યારે, થર્ડ-પાર્ટી પૉલિસી માત્ર થર્ડ-પાર્ટીની જવાબદારીઓને આવરી લે છે.
નુકસાન થવાના કિસ્સામાં હું મારી ટેક્ષીની મરમ્મત ક્યાં કરી શકું?
નુકસાન થવાના કિસ્સામાં, તમે અમારા કોઈપણ નેટવર્ક ગેરેજ પર તમારી ટેક્ષીની મરમ્મત કરાવી શકો છો અથવા અન્ય જગ્યાએ પણ મરમ્મત કરાવી શકો છો અને મરમ્મતનો ખર્ચ અમારી પાસેથી રિઇમ્બર્સ કરી શકો છો.
શું પેસેન્જરને પણ ટેક્ષી ઇન્સ્યોરન્સમાં કવર કરી લેવામાં આવ્યા છે?
હા, તમે ટેક્ષી ઇન્સ્યોરન્સ ખરીદતી વખતે તમારા પેસેન્જર માટે પણ કવર મેળવવાનું પસંદ કરી શકો છો.
મારી કંપનીના ભાગ રૂપે મારી પાસે 100 થી વધુ ટેક્સીઓ છે, શું હું તે તમામ ટેક્સી/કેબ માટે ડિજીટના કોમર્શિયલ કાર ઇન્સ્યોરન્સ સાથે ઇન્સ્યોરન્સ કરાવી શકું છું?
હા તમે તેવું કરી શકો છો. તમારે ફક્ત અમને 70 2600 2400 પર Whatsapp કરવાની જરૂર છે અને અમે શક્ય તેટલી વહેલી તકે તમારો સંપર્ક કરીશું.