ટેક્ષી ઇન્સ્યોરન્સ
I agree to the Terms & Conditions
સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
I agree to the Terms & Conditions
એક કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સ એ એક એવી કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ પૉલિસી છે જે એક અકસ્માત, કુદરતી આફત, વગેરેના કિસ્સામાં તમને અને તમારા વ્હીકલને કવર પૂરૂં પાડે છે.
એક કેબ અથવા ટેક્ષી ડ્રાઇવર તરીકે, તમારી કાર એ માત્ર એક પરિવહનનું માધ્યમ જ નથી, પરંતુ તે તમારો પ્રાથમિક ધંધો પણ છે અને તેથી જ માત્ર એક લિમિટેડ લાયબિલિટી પૉલિસી મેળવવી એ અતિશય મહત્વનું નથી પરંતુ તેની સાથે તમને અને તમારી કારને સુરક્ષિત કરવા માટે કોમ્પ્રિહેન્સીવ કવર મેળવવું એ પણ અતિશય મહત્વનું છે.
અમે અમારા ગ્રાહકો સાથે VIPની જેમ વ્યવહાર કરીએ છીએ, જાણો એ કઈ રીતે…
તમારી કોમર્શિયલ ટેક્ષીની ઇન્સ્યોરન્સ પૉલિસીમાં શું કવર થતું નથી તે જાણવું પણ તેટલું જ મહત્વનું છે જેથી તમે જ્યારે કોઈ ક્લેઇમ કરો ત્યારે તમને કોઈ આંચકો લાગે નહીં. અહીં આવી કેટલીક સ્થિતિઓ આપવામાં આવી છે:
ચાવીરૂપ સુવિધાઓ |
ડિજિટનો લાભ |
ક્લેઇમની પ્રક્રિયા |
પેપરલેસ ક્લેઇમ |
ગ્રાહક સહાય |
24x7 સહાય |
વધારાનું કવરેજ |
PA કવર, લીગલ લાયબિલિટી કવર, ખાસ બાકાતો અને ફરજીયાત ડિડક્તિબલ, વગેરે |
થર્ડ-પાર્ટીને નુકસાન |
વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલ્કત/વાહનને નુકસાન માટે 7.5 લાખ સુધી |
તમારી કેબ અથવા ટેક્ષીની જરૂરિયાતના આધારે, અમે મુખ્યત્વે બે પૉલિસી ઑફર કરીએ છીએ. જો કે, આવા કોમર્શિયલ વાહનો સાથે રહેલાં જોખમ અને તેના વારંવાર ઉપયોગને ધ્યાનમાં લેતાં, હંમેશા એવી સ્ટાન્ડર્ડ/કોમ્પ્રિહેન્સીવ પેકેજ પૉલિસી લેવાની ભલામણ કરવામાં આવે છે જે ટેક્સી અને માલિક-ડ્રાઈવરને પણ આર્થિક રીતે સુરક્ષિત કરશે.
તમારા પેસેન્જર કેરીંગ વ્હીકલ દ્વારા કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા મિલ્કતને થયેલું નુકસાન |
✔
|
✔
|
તમારૂં ઇન્સ્યોર્ડ પેસેન્જર કેરીંગ વ્હીકલ ટોવ થતું હોય ત્યારે તે વાહન દ્વારા કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા મિલ્કતને થયેલું નુકસાન. |
✔
|
✔
|
કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે તમારા પોતાના પેસેન્જર કેરીંગ વ્હીકલને થયેલું નુકસાન અથવા ખોટ. |
×
|
✔
|
માલિક-ડ્રાઇવરને ઈજા/તેનું મૃત્યુ If owner-driver doesn’t already have a Personal Accident Cover from before |
✔
|
✔
|
અમને 1800-258-5956 પર કૉલ કરો અથવા hello@godigit.com પર ઇમેઇલ લખીને મોકલો
તમારા પૉલિસી નંબર, અકસ્માતનું સ્થળ, અકસ્માતની તારીખ અને સમય, તેમજ ઇન્સ્યોર્ડ વ્યક્તિ/કૉલ કરનાર વ્યક્તિનો સંપર્ક નંબર હાથ પર રાખો જેથી અમારી પ્રક્રિયા સરળ બને.
તમે જ્યારે તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલી રહ્યાં હોવ ત્યારે આ એક એવો પ્રશ્ન છે જે તમારા મનમાં સૌથી પહેલાં આવવો જોઈએ. સારૂં છે કે તમે તેવું કરી રહ્યાં છો!
ડિજિટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચોસરળ શબ્દોમાં કહીએ તો, એવી બધી જ કાર જેનો કોમર્શિયલ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે; જેમાં પેસેન્જરને એક સ્થળ પરથી બીજા સ્થળ પર લઈ જવામાં આવતાં હોય તે બધી જ કારને કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સમાં કવર કરવામાં આવે છે.
હા, તમામ કેબ અને ટેક્ષીઓ માટે લાયબિલિટી પૉલિસી હોવી એ અત્યંત મહત્વપૂર્ણ છે અને તેનાથી પણ વધુ સારી રીતે, એક સ્ટાન્ડર્ડ/કોમ્પ્રિહેન્સીવ પેકેજ પૉલિસી હોવી જોઈએ.
તદુપરાંત, જો તમારા પ્રાથમિક વ્યવસાયમાં દરરોજ મુસાફરોને ઉપાડવા અને મૂકવાનો સમાવેશ થાય છે- તો તમારે તમારી ટેક્ષી અને તમારી કંપની સામનો કરી શકે તેવા તમામ પ્રકારના જોખમો માટે તૈયાર રહેવું જોઈએ!
સ્ટાન્ડર્ડ ટેક્ષી ઇન્સ્યોરન્સ પૉલિસી તમારી ટેક્ષી દ્વારા થર્ડ-પાર્ટીની મિલ્કત/વ્યક્તિ/વાહનને થતાં કોઈપણ નુકસાનના કિસ્સામાં તમારી કંપનીનું રક્ષણ અને કવર કરશે અને કોઈપણ અકસ્માત, કુદરતી આફતો, ચોરી, દૂષિત કૃત્યો, વગેરેના કિસ્સામાં ઇન્સ્યોર્ડ ટેક્સી અને માલિકને પણ કવર પૂરૂં પાડશે.
આજે ઉપલબ્ધ વિકલ્પોની સંખ્યાને જોતાં,એવો કોમર્શિયલ કાર ઇન્સ્યોરન્સ પસંદ કરવો મહત્વપૂર્ણ છે જે સરળ હોય, વાજબી હોય, તમામ સંભવિત પરિસ્થિતિઓમાં તમને અને તમારા વ્યવસાયને રક્ષણ આપે અને કવર પૂરૂં પાડે અને સૌથી અગત્યનું, શક્ય હોય તેટલી વહેલી તકે ક્લેઇમને સેટલ કરવાની બાંયધરી આપે. આખરે, તે ઇન્સ્યોરન્સનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે!
અહીં કેટલીક એવી સલાહ આપવામાં આવેલી છે જે તમને તમારી ટેક્ષી અથવા કેબ માટે યોગ્ય કોમર્શિયલ કાર ઇન્સ્યોરન્સ પસંદ કરવામાં મદદ કરશે:
યોગ્ય ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (IDV): IDV એ એવી ટેક્સી અથવા કેબની ઉત્પાદકની સૂચિબદ્ધ વેચાણ કિંમત છે જેનો તમે ઇન્સ્યોરન્સ લેવા માગો છો (તેના અવમૂલ્યન સહિત). તમારું પ્રીમિયમ આના પર નિર્ભર રહેશે. ઑનલાઇન યોગ્ય ટેક્ષી ઈન્સ્યોરન્સ શોધતી વખતે, ખાતરી કરો કે તમારું IDV યોગ્ય રીતે જણાવવામાં આવ્યું છે.
સેવાના લાભો: 24x7 ગ્રાહક સહાય અને કેશલેસ ગેરેજના વિશાળ નેટવર્ક જેવી સેવાઓનો વિચાર કરો. જરૂરિયાતના સમયે, આ સેવાઓ મહત્વપૂર્ણ છે.
ઍડ-ઑનની સમીક્ષા કરો: તમારી કાર માટે યોગ્ય ટેક્ષી ઇન્સ્યોરન્સને પસંદ કરતી વખતે, મહત્તમ લાભોની ખાતરી કરવા માટે ઉપલબ્ધ ઍડ-ઑનનો વિચાર કરો.
ક્લેઇમની ઝડપ: તે કોઈપણ ઇન્સ્યોરન્સનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. તમે જાણતા હોવ એવી ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરો જે ક્લેઇમનો ઝડપથી નિકાલ કરશે.
શ્રેષ્ઠ મૂલ્ય: યોગ્ય પ્રીમિયમ અને સેવાઓની સાથે ક્લેઇમ કરવા માટે સેટલમેન્ટ અને એડ-ઓનનો વિચાર કર્યા પછી; એક એવો ટેક્ષી ઇન્સ્યોરન્સ પસંદ કરો કે જે તમને લાગે કે શ્રેષ્ઠ સંભવિત મૂલ્ય આપીને તમને જે કંઈ જરૂર પડશે તે બધું જ સરળતાથી કવર કરી લે છે.
ઉપલબ્ધ સૌથી સસ્તો કેબ ઇન્સ્યોરન્સ પસંદ કરવાનું આકર્ષક બની શકે છે. જો કે, વિવિધ ટેક્ષી ઇન્સ્યોરન્સ ક્વૉટની સરખામણી કરતી વખતે, સેવાના લાભો અને ક્લેઇમના સેટલમેન્ટ માટેના સમયગાળા જેવા પરિબળોને ધ્યાનમાં લો.
તમારા વાહન અને વ્યવસાયને તમામ અવરોધો સામે સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ પરિબળોનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે:
સેવાના લાભો: મહાન સેવાઓ મુશ્કેલીના સમયે ખરેખર અતિશય મહત્વ ધરાવે છે. દરેક ઇન્સ્યોરન્સ કંપની ઓફર કરે છે તે સેવાઓનું મૂલ્યાંકન કરવાની ખાતરી કરો અને તે મુજબ યોગ્ય પસંદગી કરો. ડિજીટ જે સેવાઓ ઑફર કરે છે તેમાં અન્ય સેવાઓ ઉપરાંત 24*7 ગ્રાહક સેવા સહાય અને 2500+ ગેરેજ પર કેશલેસ મરમ્મતનો સમાવેશ થાય છે.
ક્વિક ક્લેઈમ સેટલમેન્ટઃ ઈન્સ્યોરન્સનો મુખ્ય હેતુ તમારા ક્લેઇમને સેટલ કરવાનો છે! તેથી, ખાતરી કરો કે તમે એવી ઈન્સ્યોરન્સ કંપની પસંદ કરો છો કે જે ક્લેઇમના ઝડપી સેટલમેન્ટની ખાતરી આપે છે. ડિજિટના 96% ક્લેઇમને 30 દિવસમાં સેટલ કરવામાં આવે છે! ઉપરાંત, અમારી પાસે ઝીરો-હાર્ડકોપી પોલિસી છે, જેનો અર્થ એ થાય છે કે અમે માત્ર સોફ્ટ કોપી માટે જ કહીએ છીએ. બધું પેપરલેસ, ઝડપી અને મુશ્કેલી-મુક્ત છે!
તમારું IDV તપાસો: ઘણા બધા કેબ ઈન્સ્યોરન્સ ક્વૉટ ઓનલાઈન ઓછા IDV (ઈન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ) ધરાવતા હશે, એટલે કે તમારા કોમર્શિયલ વાહનની ઉત્પાદકની વેચાણ કિંમત. IDV તમારા પ્રીમિયમને અસર કરતું હોવાની સાથે, તે એ પણ સુનિશ્ચિત કરે છે કે સેટલમેન્ટ સમયે તમને તમારો યોગ્ય ક્લેઇમ મળે.
ચોરી અથવા નુકસાન દરમિયાન તમે જે છેલ્લી વસ્તુ ઇચ્છો છો તે એ છે કે તમારું IDV મૂલ્ય ઓછું/ખોટું હતું! ડિજીટ પર, અમે તમને તમારી કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ પૉલિસીને ઑનલાઈન ખરીદતી વખતે તમારું IDV સેટ કરવાનો વિકલ્પ આપીએ છીએ.
શ્રેષ્ઠ મૂલ્ય: આખરે, એક એવો ટેક્ષી ઇન્સ્યોરન્સ પસંદ કરો જે તમને તે બધાનું યોગ્ય સંયોજન આપે. યોગ્ય કિંમત, સેવાઓ અને ચોક્કસપણે, ઝડપી ક્લેઇમ!
વાહનનું મોડલ, એન્જિન અને મેક: કોઈપણ પ્રકારના મોટર ઇન્સ્યોરન્સ માટે, યોગ્ય ઇન્સ્યોરન્સ પ્રીમિયમ નક્કી કરવા માટે કારનું મોડલ, મેક અને એન્જિન અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
તેથી, તમારી કાર સેડાન, હેચબેક અથવા એસયુવી છે કે કેમ તેના આધારે અને તેનું ઉત્પાદન વર્ષ - તે બધું જ તમારી કેબના ઇન્સ્યોરન્સ પ્રીમિયમને સક્રિય કરવા માટેના પરિબળ તરીકે ધ્યાનમાં લેવામાં આવશે.
સ્થાન: તમારી ટેક્ષી ક્યાં નોંધાયેલી છે તેના આધારે તમારી ટેક્ષીના ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ અલગ હોઈ શકે છે. આવું એટલા માટે છે કે દરેક શહેર અલગ હોય છે અને બમ્પરથી બમ્પર ટ્રાફિક, ક્રાઇમ રેટ, રસ્તાની સ્થિતિ વગેરે જેવી સમસ્યાઓના પોતાના સમૂહને સાથે લાવે છે.
તેથી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ અથવા દિલ્હી જેવા મેટ્રો શહેરમાં ચલાવવામાં આવતી ટેક્ષી માટેનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સુરત અથવા કોચી જેવા શહેરમાં ચલાવવામાં આવતી ટેક્ષીની સરખામણીમાં વધુ હશે.
નો-ક્લેઈમ બોનસઃ જો તમારી પાસે પહેલાથી જ કેબ ઈન્સ્યોરન્સ હોય અને હાલમાં તમે તમારી પૉલિસીને રિન્યૂ કરવાની અથવા નવો ઈન્સ્યોરર મેળવવા ઈચ્છતાં હોવ- તો આ કિસ્સામાં તમારા NCB (નો ક્લેઈમ બોનસ)ને પણ ધ્યાનમાં લેવામાં આવશે અને તમને તમારું પ્રીમિયમ ડિસ્કાઉન્ટેડ દર પર મળશે!
નો-ક્લેઈમ બોનસનો અર્થ એ થાય છે કે તમારી કેબની અગાઉની પૉલિસી ટર્મમાં એક પણ ક્લેઇમ નથી.
ઈન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર: મુખ્યત્વે બે પ્રકારના કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ છે. તેથી, તમારું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમે જે પ્લાન પસંદ કરો છો તેના પર નિર્ભર રહેશે.
ફરજિયાત, માત્ર લાયબિલિટીનો પ્લાન ઓછા પ્રીમિયમ સાથે આવે છે પરંતુ- તે માત્ર થર્ડ પાર્ટીને થતાં નુકસાન અથવા થર્ડ પાર્ટીને થતી ખોટને કવર કરી લે છે; સ્ટાન્ડર્ડ પેકેજ પૉલિસીનું પ્રીમિયમ વધુ હોઈ શકે છે, પરંતુ તે અનુક્રમે માલિક-ડ્રાઈવરને થતાં નુકસાન અને ખોટને પણ કવર કરી લેશે.
તમારા કોમર્શિયલ ટેક્ષી ઇન્સ્યોરન્સ ખરીદવા અથવા રિન્યૂ કરવા માટે, તમારે માત્ર આ નંબર (70 2600 2400) પર વ્હોટ્સઅપ કરો અને અમે તમને એ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે કૉલ બેક કરીશું! સરળ