Third-party premium has changed from 1st June. Renew now
હેવી વ્હીકલ ઈન્સ્યોરન્સ શું છે?
હેવી વ્હીકલ ઇન્સ્યોરન્સ એ કોમર્શિયલ વાહનની ઇન્સ્યોરન્સ પૉલિસી કોમર્શિયલ વ્હીકલ ઈન્સ્યોરન્સનો એક એવો પ્રકાર છે. જે ખાસ કરીને બુલડોઝર, ક્રેન્સ, લોરી, ટ્રેલર વગેરે જેવા હેવી ડ્યુટીના વાહનોને કવર આપવાના હેતુ માટે છે. મૂળભૂત, થર્ડ-પાર્ટી હેવી વ્હીકલ ઇન્સ્યોરન્સ કોઈપણ નુકસાન અને ખોટને કવર કરે છે. વાહનને કારણે થર્ડ-પાર્ટીને નુકસાન થાય છે, જ્યારે કોમ્પ્રિહેન્સીવ હેવી વ્હીકલ ઇન્સ્યોરન્સ મહત્તમ સુરક્ષા માટે વધારાના કવર સાથે ઔન ડેમેજ માટે પણ મદદ કરશે.
હેવી વ્હીકલના પ્રકારો
ભારતમાં, હેવી-ડ્યુટી વાહનોના ઘણાં વિવિધ પ્રકારો છે, અહીં કેટલાક સૌથી સામાન્ય છે, તે બધાને અમારા કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવી શકે છે, જેમ કે:
· બુલડોઝર - હેવી ડ્યુટી વાહનો મુખ્યત્વે બાંધકામની પ્રક્રિયામાં માટી અને રેતીને આગળ ખસેડવા માટે વપરાય છે. આ હેવી વ્હીકલને ઇન્સ્યોરન્સ હેઠળ કવર કરી શકાય છે.
· ક્રેન્સ - ક્રેન્સનો ઉપયોગ સામાન્ય રીતે બાંધકામ માટે પણ થાય છે અને તેનો હેવી-ડ્યુટી વ્હીકલ માટેના કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ દ્વારા ઇન્સ્યોરન્સ લઈ શકાય છે.
· બેકહો ડિગર - બેકહો ડિગર્સ એ ભારતમાં ઉપયોગમાં લેવાતા હેવી-ડ્યુટી વ્હીકલના સૌથી સામાન્ય પ્રકારોમાંનું એક છે, ખાસ કરીને બાંધકામની પ્રક્રિયામાં.
· ટ્રેઇલર્સ - વિવિધ ઉદ્યોગોમાં માલસામાન અને સામગ્રીના પરિવહન માટે ભારતમાં સામાન્ય રીતે તમામ પ્રકારના ટ્રેઇલર્સનો ઉપયોગ થાય છે. તેને હેવી-ડ્યુટી કોમર્શિયલ ઇન્સ્યોરન્સ હેઠળ કવર કરી શકાય છે.
· લોરી - ટીપર ટ્રક અને લોરીનો ભારતમાં વારંવાર ઉપયોગ કરવામાં આવે છે, મુખ્યત્વે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોટી સંખ્યામાં માલસામાનના પરિવહનના હેતુ માટે તેનો ઉપયોગ થાય છે.
ડિજિટ દ્વારા આપવામાં આવતો કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ શા માટે પસંદ કરવો?
હેવી વ્હીકલ ઇન્સ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?
શું કવર થતું નથી?
તમે જ્યારે ક્લેઇમ કરો ત્યારે ઓચિંતી કોઈ સરપ્રાઇઝ ન મળે એ માટે તમારી હેવી વ્હીકલ ઇન્સ્યોરન્સ પૉલિસીમાં શું કવર થતું નથી એ જાણવું પણ એટલું જ મહત્વનું છે. અહીં આવી કેટલીક સ્થિતિઓ આપવામાં આવી છે:
જો એક થર્ડ-પાર્ટી લાયબિલિટી ઓન્લી પૉલિસી હોય તો તેવા કિસ્સામાં, પોતાના વ્હીકલને પહોંચતા નુકસાનને કવર કરવામાં આવશે નહીં.
જો ઇન્સ્યોર્ડ ઑટો-રિક્ષાના માલિક-ડ્રાઇવર નશામાં હોય અથવા માન્ય લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરતા હોય
માલિક-ડ્રાઈવરની ફાળો આપનાર બેદરકારીને કારણે થયેલ કોઈપણ નુકસાન (જેમ કે હાલમાં પૂર હોય ત્યારે વાહન ચલાવવું)
કોઈપણ એવું નુકસાન કે જે અકસ્માત/કુદરતી આફત વગેરેનું સીધું પરિણામ નથી.
ડિજિટ દ્વારા આપવામાં આવતા હેવી વ્હીકલ ઇન્સ્યોરન્સની ચાવીરૂપ સુવિધાઓ
ચાવીરૂપ સુવિધા | ડિજિટને લીધે લાભ |
---|---|
ક્લેઇમની પ્રક્રિયા | પેપરલેસ ક્લેઇમ |
ગ્રાહક સહાય | 24x7 સહાય |
વધારાનું કવરેજ | PA કવર, કાનૂની જવાબદારીનું કવર, વિશેષ બાકાતો અને ફરજિયાત ડિડક્ટિબલ્સ, વગેરે |
થર્ડ-પાર્ટીને નુકસાન | વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહન નુકસાન માટે 7.5 લાખ સુધી |
હેવી વ્હીકલ ઇન્સ્યોરન્સના પ્રકાર11
તમે જે પ્રકારના હેવી-ડ્યુટી વ્હીકલને ઇન્સ્યોર કરવા માંગો છો અને જેટલાં વાહનોને ઇન્સ્યોર કરવા માંગો છો તેની સંખ્યાના આધારે, અમે તમને પસંદગી કરવા માટે બે પ્લાન ઓફાર કરીએ છીએ.
માત્ર જવાબદારી | સ્ટાન્ડર્ડ પેકેજ |
કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા મિલ્કતને તમારા હેવી વ્હીક્લને કારણે થયેલું નુકસાન. |
|
તમારું ઇન્સ્યોર્ડ હેવી વ્હીકલ ટો થતું હોય ત્યારે એ વ્હીકલ દ્વારા કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા મિલ્કતને થયેલું નુકસાન. |
|
પોતાના હેવી વ્હીકલને કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને લીધે થયેલું નુકસાન. |
|
હેવી વ્હીકલના ઓનર-ડ્રાઇવરને ઇજા અથવા તેનું મૃત્યુ |
|
Get Quote | Get Quote |
કેવી રીતે ક્લેઇમ કરવો?
અમને 1800-258-5956 પર કૉલ કરો અથવા hello@godigit.com પર અમને ઇમેઇલ કરો
અમારી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારી વિગતો જેમ કે પૉલિસી નંબર, અકસ્માતનું સ્થાન, અકસ્માતની તારીખ અને સમય અને ઇન્સ્યોર્ડ વ્યક્તિનો/કોલરનો સંપર્ક નંબર તમારી પાસે તૈયાર રાખો.
મારે હેવી વ્હીકલ ઈન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
હેવી ડ્યુટી વાહનો કોઈપણ વ્યવસાય માટે ઓપરેશનલ રોકાણનો મોટો ભાગ છે. વ્યવસાયે ઓછામાં ઓછું તેને ઇન્શ્યોરન્સ દ્વારા સુરક્ષિત કરવા જોઈએ , જે જરૂરિયાતના સમયે નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરશે.
મોટર વ્હીકલ એક્ટ મુજબ, કોમર્શિયલ વાહનો સહિત તમામ વાહનો માટે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી કોમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. તેના વિના, તમે ભારે દંડ અને અન્ય પરિણામો ચૂકવવા માટે જવાબદાર હોઈ શકો છો.
તમારા હેવી-ડ્યુટી વ્હીકલ ઇન્શ્યોરન્સ ફક્ત તમારા વ્યવસાયને નુકસાનથી સુરક્ષિત રાખવાની ખાતરી કરશે એટલું જ નહીં, પરંતુ કુદરતી આફતો, આગ, અકસ્માતો અને અથડામણ જેવા અણધાર્યા સંજોગોમાં તમારા વાહનને વધુ સારી રીતે જાળવવામાં પણ મદદ કરશે.
ભારતમાં ઑનલાઇન હેવી કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો
શું એક હેવી વ્હીકલ ઇન્સ્યોરન્સ તેના ડ્રાઇવરને પણ કવર કરે છે?
હા, આ હેવી ડ્યુટી વ્હીકલ માટેનો કોમર્શિયલ વ્હીકલ ઇ્ન્સ્યોરન્સ તેના ઓનર-ડ્રાઇવરને પણ કવર કરે છે.
શું એક હેવી-ડ્યુટી વ્હીકલને ઇન્સ્યોર કરવું ફરજીયાત છે?
હા, મોટર વ્હીકલ એક્ટ મુજબ, તમારા વ્હીકલને ભારતીય રસ્તાઓ પર કાયદેસર રીતે ચલાવવા માટે ઓછામાં ઓછી થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ પૉલિસી હોવી ફરજિયાત છે. જો કે, હેવી-ડ્યુટી વ્હીકલને જે જોખમો હોય છે તે જોતાં, યોગ્ય એડ-ઓન કવર્સ સાથે કોમ્પ્રિહેન્સીવ કોમર્શિયલ ઇન્સ્યોરન્સ પૉલિસી દ્વારા મહત્તમ કવરેજ મેળવવું હંમેશા વધુ સારું છે.
એક હેવી-ડ્યુટી વ્હીકલ માટેના એક કોમર્શિયલ ઇન્સ્યોરન્સની કિંમત શું હોય છે?
તે તમે ક્યા પ્રકારના વ્હીક્લનો ઇન્સ્યોરન્સ લેવા માંગો છો તેના પર અને તે ક્યા શહેરમાં ચલાવવામાં આવશે તેના પર આધારિત છે. તમે અહીં તમારા કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સની સંભવિત કિંમતને જાણી શકો છો.
હું એક કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ કેટલાં વ્હીકલને કવર કરી શકું?
દરેક વાહનની તેની પોતાની, સંબંધિત ઇન્સ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે. તમે એક જ પૉલિસી હેઠળ કેટલાંય વાહનોને કવર કરી શકો નહીં.