ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ શું છે?

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ શું છે?

ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ એ એક કોંપ્રિહેંસીવ કાર ઈન્સ્યોરન્સ છે. જેમાં ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓન સામેલ છે. આમાં તમે જ્યારે કાર ઈન્સ્યોરન્સ ક્લેઇમ કરો છો ત્યારે તેમાં જનરલ ડેપ્રિશીએશન ચાર્જિસ ચૂકવવા પડતાં નથી.

ડેપ્રિશીએશન શું છે?

ડેપ્રિશીએશન એટલે સમય જતાં તમારી કારને કુદરતી કે કૃત્રિમ રીતે થયેલા ઘસારાને લીધે કારની ઓછી થયેલી કિંમત. તમારી કાર જેમ જૂની, તેમ ડેપ્રિશીએશન વધારે. 

ડેપ્રિશીએશનની ગણતરી કેવી રીતે થાય છે? (How is Depreciation Calculated?)

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા -Insurance Regulatory and Development Authority of India (IRDAI)ના કહ્યા અનુસાર તમારી કારના ડેપ્રિશીએશનના આધારે નીચે મુજબના ડેપ્રિશીએશન ચાર્જિસ નક્કી કરવામાં આવ્યા છે:

  • રબ્બર, નાયલૉન અને પ્લાસ્ટિક પાર્ટસ અને બેટરી: 50%

  • ફાઈબર ગ્લાસ કોમ્પોનન્ટસ: 30%

  • વૂડન પાર્ટસ: પહેલા વર્ષે 5%, બીજા વર્ષે 10% અને ક્રમશઃ

વાહનમાં ડેપ્રિશીએશન (%માં)

વાહનની ઉંમર % માં ડેપ્રિશીએશન
6 મહિના કરતાં ઓછી 5%
6 મહિના કરતાં વધુ પણ 1 વર્ષ કરતાં ઓછી 15%
1 વર્ષ કરતાં વધુ પણ 2 વર્ષ કરતાં ઓછી 20%
2 વર્ષ કરતાં વધુ પણ 3 વર્ષ કરતાં ઓછી 30%
3 વર્ષ કરતાં વધુ પણ 4 વર્ષ કરતાં ઓછી 40%
4 વર્ષ કરતાં વધુ પણ 5 વર્ષ કરતાં ઓછી 50%

વાહનમાં ડેપ્રિશીએશન (%માં) (મેટાલિક પાર્ટસ)

વાહનની ઉંમર %માં ડેપ્રિશીએશન
6 મહિના કરતાં ઓછી Nil
6 મહિના કરતાં વધુ પણ 1 વર્ષ કરતાં ઓછી 5%
1 વર્ષ કરતાં વધુ પણ 2 વર્ષ કરતાં ઓછી 10%
2 વર્ષ કરતાં વધુ પણ 3 વર્ષ કરતાં ઓછી 15%
3 વર્ષ કરતાં વધુ પણ 4 વર્ષ કરતાં ઓછી 25%
4 વર્ષ કરતાં વધુ પણ 5 વર્ષ કરતાં ઓછી 35%
5 વર્ષ કરતાં વધુ પણ 10 વર્ષ કરતાં ઓછી 40%
10 વર્ષથી વધુ 50%

ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ એડ-ઓનના ફાયદાઓ

પૈસા બચાવે

કોઈ પણ ક્લેમમાં ડેપ્રિશીએશનનો ખર્ચ ઇન્સ્યોરરે જાતે ભોગવવો પડે છે. ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ એડ-ઓન દ્વારા આ ખર્ચ તમારી ઈન્સ્યોરન્સ કંપની કરશે. ડેપ્રિશીએશન માટે તમારે ખર્ચ નથી કરવો પડતો અને તમારા નાણાંની બચત થાય છે.

વધુ ક્લેઇમ રકમ મેળવો

ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓન લેવાથી તમને મળતી ક્લેઇમની રકમમાંથી તમારી કારના પાર્ટસનો ડેપ્રિશીએશન ખર્ચ બાદ નહિ કરવામાં આવે. તેથી વધુ ક્લેઇમ રકમ મળી શકે છે.

મનની શાંતિ

ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓન એટલે ક્લેઇમ્સ દરમિયાન તમારા બિનજરૂરી ખર્ચમાંથી મુક્તિ અને તમારા ખર્ચાઓની ચિંતા કરવાની તમને કોઈ જરુર ન હોવાની રાહત મળે છે.

ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓનમાં શું કવર નથી થતું?

ડ્રાઇવિંગ લાયસન્સ વગર કાર ચલાવવી

જો તમે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વગર કાર ચલાવી રહ્યા છો તો ડેપ્રિશીએશન એડ-ઓનનો લાભ મળવાપાત્ર રહેતો નથી.

પાંચ વર્ષથી જૂની કાર

દુર્ભાગ્યવશ, જો તમારો કાર પાંચ વર્ષ કરતાં જૂની હોય તો ડેપ્રિશીએશન એડ-ઓન લઈ શકાતું નથી.

આલ્કોહોલ લઈને ડ્રાઇવિંગ

દારૂ પીને વાહન ચલાવવું એ કાયદેસર ગુનો છે, એટલે તે માટે તો કોઈ ડેપ્રિશીએશન એડ-ઓન અથવા અન્ય કોઈ પણ ઈન્સ્યોરન્સનો લાભ ન મળી શકે.

ફરજિયાત કપાત કવર થતી નથી

જો તમારા ઈન્સ્યોરન્સમાં કોઈ ફરજિયાત કપાત વિષે જોગવાઈ હોય તો તે આ ડેપ્રિશીએશન એડ-ઓનમાં સામેલ થતી નથી, તે વ્યક્તિગત રીતે જ ચૂકવવી પડે છે.

મિકેનિકલ બ્રેકડાઉન કવર થતું નથી

તમારી કારના મિકેનિકલ બ્રેકડાઉન કે સામાન્ય વેર એંડ ટિઅરમાં આ એડ-ઓન કવર થતું નથી.

એન્જિન ઓઇલ

આ એડ-ઓનમાં એન્જિન ઓઇલ, ક્લચ ઓઇલ, કૂલન્ટ વગેરેના ખર્ચ કવર થતાં નથી.

ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓનની શું કિંમત છે? શું તે ખરીદવા યોગ્ય છે?

સામાન્ય રીતે તમારા કોંપ્રિહેંસીવ કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં આશરે 15% વધારો કરવાથી તમારી પોલિસીમાં ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓનનો ઉમેરો થઈ જાય છે. 

માત્ર 15% જેવી રકમથી તમારી આખી કારની સુરક્ષા કરી શકો છો. આ તદ્દન ખરીદવા યોગ્ય એડ-ઓન છે કારણકે પ્રીમિયમની રકમમાં થતો વધારો તે કારના ડેપ્રિશીએશન ખર્ચ પાછળ થતાં ઘણો જ ઓછો થાય છે. 

વધુ જાણો:

 

ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમને કયા કયા પરિબળો અસર કરે છે?

નીચેના પરિબળો તમારા ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ એડ-ઓન પ્રીમિયમને અસર કરે છે.

કારની ઉંમર

ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સનો સીધો સંબંધ તમારી કાર અને તેના પાર્ટ્સની ઉંમર સાથે છે તેથી ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર તે ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

તમારી કારનું મોડેલ

કોઈ પણ કાર ઈન્સ્યોરન્સ જે તે કારના મોડેલ, તેના પ્રકાર અને તેમાં વપરાયેલા પાર્ટસની કિંમતને આધારે નક્કી થાય છે. પરિણામે ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ એડ-ઓન પર પણ તમારી કારનું મોડેલ અને પ્રકાર ઘણું અગત્યનું પરિબળ છે.

તમારી કારનું લોકેશન

દરેક શહેર અને ત્યાંનાં રિસ્ક અલગ અલગ હોય છે. તેથી કાર ઈન્સ્યોરન્સમાં તમારી કારનું પ્રીમિયમ તેમજ તેના પર વધારાની સુવિધા સમાન ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ એડ-ઓન આ માપદંડના આધારે નક્કી થાય છે.

શું કામ માત્ર કોંપ્રિહેંસીવ કાર ઈન્સ્યોરન્સ કરતાં ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ વધુ સારું છે?

તમારી કારને શક્ય તમામ નુકશાનથી બચાવવા માટે એકલો કોંપ્રિહેંસીવ કાર ઈન્સ્યોરન્સ નિશ્ચિતપણે ખૂબ સારો છે, ઉપયોગી છે. પરંતુ તમારા ક્લેઇમ વખતે તમારી કારના ડેપ્રિશીએશનનો ખર્ચ તમારે જાતે ચૂકવવો પડે છે. તેથી કોંપ્રિહેંસીવ કાર ઈન્સ્યોરન્સમાં ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ એડ-ઓન લેવો વધુ હિતાવહ છે કારણકે તેના કારણે તમારી કાર સંપૂર્ણપણે પ્રોટેક્ટ પણ થાય છે અને તમને પણ ડેપ્રિશીએશનના ખર્ચમાંથી મુક્તિ મળે છે.

ઝીરો ડેપ્રિશીએશન અને કોંપ્રિહેંસીવ કાર ઈન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત

ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ કોંપ્રિહેંસીવ કાર ઈન્સ્યોરન્સ
તે શું છે? શીએશન એ તમારી કાર પોલિસી સાથે વધારાનું વૈકલ્પિક એડ-ઓન છે. આ એડ-ઓનથી એ ખાતરી મળે છે કે ક્લેઇમ દરમિયાન કારનો ડેપ્રિશીએશન ચાર્જ પણ ઈન્સ્યોરન્સ કંપની જ ચૂકવે છે જેથી ડેપ્રિશીએશન ચાર્જ તમારે પોતે કરવો પડતો નથી. સીવ એ થર્ડ પાર્ટી તેમજ પોતાના થકી થતાં નુકશાન માટેની એક કાર પોલિસી છે જેના પર તમે તમારી જરૂરિયાત પ્રમાણે એડ-ઓન સુવિધા લઈ શકો છો.
પ્રીમિયમ -ઓન પસંદ કરવાથી તમારા કાર-ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં આશરે 15% જેટલો વધારો થઈ શકે છે. પ્રિહેંસીવ કાર ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ તેના એડ-ઓન સાથેના કવરની સરખામણીએ ઓછું હોય છે.
એશનની કિંમત ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓન ધરાવો છો તો તમારે ડેપ્રિશીએશનની કિંમત ચૂકવવી પડતી નથી. સીવ કાર ઈન્સ્યોરન્સમાં ક્લેઇમ દરમિયાન કારના ડેપ્રિશીએશનની કિંમત તમારે જાતે ચૂકવવી પડે છે.
કારની ઉંમર પ્રિશીએશન એડ-ઓન પાંચ કરતાં ઓછા વર્ષ ની તમામ કાર પર લઈ શકાય છે. સીવ કાર ઈન્સ્યોરન્સ પંદર કરતાં ઓછા વર્ષની તમામ કાર પર લઈ શકાય છે.
લી બચત થાય છે? પ્રીમિયમમાં નજીવી કિંમત વધારે ચૂકવવાથી ક્લેઇમ્સ દરમિયાન તમારે ડેપ્રિશીએશનની રકમ ચૂકવવી ઈ પણ એડ-ઓન ન લેવાથી માત્ર તમારા પ્રીમિયમની બચત થાય છે, વધારાના ખર્ચની નહિ.

ક્લેઇમ સેટલમેન્ટ દરમિયાન ઝીરો ડેપ્રિશીએશન કવરની ભૂમિકા

ઝીરો ડેપ્રિશીએશનની મુખ્ય ભૂમિકા તમને તમારા ખિસ્સામાંથી કાઢવા પડતાં ખર્ચમાંથી મુક્તિ અપાવવાની છે. એક ઉદાહરણ સાથે સમજીએ: જો તમારી કારને 20,000 રૂનું નુકશાન થયું છે, જે પૈકી ડેપ્રિશીએશન કિંમત 6000 રૂ છે, તો તમને ક્લેઇમમાં મળવાપાત્ર રકમ 14,000 રૂ છે, 6000 રૂ તમારે પોતે ચૂકવવા પડે છે. ઝીરો ડેપ્રિશીએશન કવરથી તમને સંપૂર્ણ 20,000 રૂ ક્લેઇમમાં સેટલ થઈ જશે

ઝીરો ડેપ્રિશીએશન વિષે આ બાબત યાદ રાખો

  • ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓન માત્ર પાંચ કરતાં ઓછા વર્ષ જૂની કાર પર જ લાગુ પડે છે. 
  • ઝીરો ડેપ્રિશીએશન કવરમાં ફરજિયાત કપાત (કંપલસરી ડિડક્ટિબલ્સ)ની નહીં, માત્ર તમારી કારના ડેપ્રિશીએશનની ચુકવણી થાય છે.
  • પાંચ વર્ષથી વધુ ઉંમરની કર પર ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓનનો લાભ મળતો નથી.

 

કોણે ઝીરો ડેપ્રિશીએશન લેવું જોઈએ?

  • જો તમે બહુ જલ્દી નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે કોંપ્રિહેંસીવ કાર પોલિસીમાં ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓન કવર જરુર લેવું જોઈએ. નવી કાર ખરીદવા તમે ઘણી મોટી રકમ ખર્ચી જ રહ્યા છો, તેવામાં તમારી કારને સુરક્ષિત રાખવા અને ભવિષ્યમાં તમને વધુ ખર્ચથી બચાવવા ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓન ઉપયોગી છે. 
  • જો તમે તાજેતરમાં જ નવી કાર ખરીદી છે તો તમારા કોંપ્રિહેંસીવ કાર ઈન્સ્યોરન્સમાં ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓનથી તમે વધુ બચત કરી શકશો. કારણકે સમય જતાં કારનું ડેપ્રિશીએશન વધે છે અને તે રકમ તમારે ચૂકવવી પડે છે. ઝીરો ડેપ્રિશીએશનથી તમે આ ખર્ચમાંથી મુક્ત થઈ જાઓ છો.

કાર ઈન્સ્યોરન્સમાં ઝીરો ડેપ્રિશીએશન કવર વિષે FAQs

શું કારના પાંચ વર્ષ પછી હું ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ ખરીદી શકું?

ના, જો તમારી કારની ઉંમર પાંચ વર્ષ કરતાં ઓછી હોય તો જ તમે તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસીમાં ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓન ઉમેરી શકો છો.

શું 3 વર્ષ પછી હું ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ મેળવી શકું?

હા, જ્યાં સુધી તમારી કારને પાંચ વર્ષનો સમય ન થાય ત્યાં સુધી ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓનનું કવર મેળવી શકાય છે.

ક્લેઇમ્સની સંખ્યા સાથે કોઈ પ્રતિબંધ છે? ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા દરમિયાન ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ કઈ રીતે અસર કરે છે?

ના, જ્યાં સુધી તમારા ક્લેઇમની રકમ તમારી સમ-અશયોર્ડ રકમની અંદર હોય ત્યાં સુધી ક્લેઇમ્સની સંખ્યા સાથે કોઈ સંબંધ રહેતો નથી. ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓન તમને એ વાતની ખાતરી આપે છે કે, કોઈ પણ ક્લેઇમ દરમિયાન તમારે ડેપ્રિશીએશનની રકમ જાતે ચૂકવવી પડતી નથી

શું કોંપ્રિહેંસીવ કવર કરતાં ઝીરો ડેપ્રિશીએશન અલગ છે?

કોંપ્રિહેંસીવ એ થર્ડ પાર્ટી તેમજ પોતાના થકી થતાં નુકશાન માટેની એક કાર પોલિસી છે. જ્યારે ઝીરો ડેપ્રિશીએશન એ આ કાર પોલિસી પર લેવામાં આવતું એડ-ઓન છે. તમારી કાર પોલિસી પર તમે તમારી જરૂરિયાત અનુસાર એડ-ઓનની પસંદગી કરી શકો છો.

શું ઝીરો ડેપ્રિશીએશન માત્ર નવી કાર પર લાગુ પડે છે?

હા, ઝીરો ડેપ્રિશીએશન માત્ર નવી અથવા પાંચ વર્ષ કરતાં ઓછી ઉંમરની કાર પર લાગુ પડે છે