કાર ઇન્સ્યોરન્સનું ઑનલાઇન રિન્યૂઅલ
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
શું આ વર્ષનો એવો સમય છે જ્યારે તમારે તમારા કાર ઇન્સ્યોરન્સને રિન્યૂ કરવાની જરૂર હોય અને તમે મૂંઝવણમાં હોવ કે નવો ઇન્સ્યોરન્સ લેવો કે હાલની ઇન્સ્યોરન્સ કંપનીને વળગી રહેવું? હવે તે એક મુશ્કેલ નિર્ણય છે પરંતુ ચિંતા કરશો નહીં અમે આ નિર્ણય તમારા માટે સરળ બનાવીશું.
ચાલો આપણે પહેલાં કાર ઇન્સ્યોરન્સના રિન્યૂઅલ વિશે બધું સમજી લઈએ
કાર ઇન્સ્યોરન્સ રિન્યૂઅલ એ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા તમારા દરને સમાયોજિત કર્યા વિના તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી અમલમાં રહે તે સમયની લંબાઈ છે. પરંતુ, એકવાર પ્રારંભિક પૉલિસીની અવધિ પૂર્ણ થઈ ગયા બાદ, જ્યાં સુધી તમે ફેરફાર ન કરો ત્યાં સુધી દરેક પૉલિસી રિન્યુઅલ દ્વારા તમારો ઇન્સ્યોરન્સનો દર એ જ રહેવો જોઈએ. હવે, અહીં એવો સમય છે જ્યારે તમને વિચારવા માટેની એક તક મળે છે. ચોક્કસ સમયગાળા માટે, જ્યારે તમે એવું જાણો છો કે, જ્યારે રિન્યૂઅલનો સમય થશે ત્યારે ઇન્સ્યોરન્સ કંપની તમારા દરને સમાયોજિત કરશે નહીં, એ સમયે તમે નવા વિકલ્પો શોધી શકો છો.
અહીં તમારી પાસે વાસ્તવમાં બંને વિકલ્પો ઉપલબ્ધ છે, જો તમે તમારા અનુભવ, ક્લેઇમની પ્રક્રિયાઓ, પારદર્શિતા, ગ્રાહક સેવાથી સંતુષ્ટ હોવ તો એક જ ઇન્સ્યોરર સાથે આગળ વધો અથવા નવા ઇન્સ્યોરર પાસે જાઓ. કયું પસંદ કરવું તે સંપૂર્ણપણે તમારા અનુભવ અને ઇન્સ્યોરન્સની જરૂરિયાતો પર આધારિત છે.
કાર ઈન્સ્યોરન્સ રિન્યૂઅલ કરાવતી વખતે ધ્યાનમાં રાખવાના ઘણા પરિબળો છે. તેમના પર ધ્યાન આપવાથી એ સુનિશ્ચિત થશે કે વાર્ષિક રિન્યૂઅલ તમને મળેલા કવરનું આદર્શ સ્તર આપે છે. આમાંના કેટલાક પરિબળો નીચે આપવામાં આવ્યા છે:
પૉલિસીનો પ્રકાર - પૉલિસીના પ્રકારો જાણો, યોગ્ય નિર્ણય લેવા માટે તમારી પાસે કયા વિકલ્પો છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારી પાસે માત્ર થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ હોય, તો રિન્યૂઅલ સમયે તમે તમારી બદલાતી ઇન્સ્યોરન્સની જરૂરિયાતોને આધારે કૉમ્પ્રિહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરી શકો છો.
તમારા ઇન્સ્યોરરને રિવ્યૂ કરો - તમારા ઇન્સ્યોરર વિશે સંશોધન કરો, જેટલી શક્ય હોય તેટલી બધી જ તપાસ કરો જેથી ભવિષ્યમાં પસ્તાવું પડે નહીં.
એડ-ઑન - તમારી પોલિસી સાથે યોગ્ય એડ-ઑન પસંદ કરવાથી તમને મહત્તમ લાભ મળી શકે છે. આમાંના કેટલાંક આ પ્રમાણે છે, ઝીરો ડેપ્રિસિયેશન કવર, NCB કવર, ઇન્વોઇસ પ્રોટેક્શન કવર અને એન્જિન પ્રોટેક્ટ કવર. કાર ઇન્સ્યોરન્સના એડ-ઑન વિશે જાણો અને યોગ્ય એડ-ઑન પસંદ કરો.
ક્લેઇમની પ્રક્રિયા - આ ખૂબ જ મહત્વપૂર્ણ છે; આ પ્રક્રિયા અત્યંત ઝડપી અને મુશ્કેલી-મુક્ત હોવી જોઈએ. શક્ય હોય તેવા તમામ સ્ત્રોતોમાંથી ઇન્સ્યોરરનો ક્લેઇમ વિશેનો ઇતિહાસ તપાસો.
દરની ઑનલાઇન સરખામણી કરો - દરની સરખામણી કરવા માટે ઑનલાઈન જાઓ, તમે તમારી પોલિસીને ઑનલાઈન પણ રિન્યૂ કરી શકો છો, ત્યાં વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. ખાસ કરીને અમારી સાથે ઑનલાઈન ખરીદી/પૉલિસીના રિન્યૂઅલનો શ્રેષ્ઠ ભાગ એ છે કે તેમાં કોઈ પેપરવર્ક સામેલ નથી, ફક્ત તમારી વિગતો ઓનલાઈન મૂકો અને તમને ઉકેલ મળી ગયો.
યોગ્ય IDV - યોગ્ય IDV એ પૉલિસીને પસંદ કરવામાં કે રિન્યૂ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જેટલું ઉચ્ચ IDV હશે, તેટલું જ અણધારી પરિસ્થિતિમાં વધુ ઉચ્ચ વળતર મળશે.
ખાતરી કરો કે તમારી કારનો ઇન્સ્યોરન્સ સમાપ્ત ન થઈ જાય - ભારે દંડ ભરવાથી બચવા માટે, હંમેશા તમારી કારનો ઇન્સ્યોરન્સ અગાઉથી રિન્યૂ કરો. એ ઉપરાંત, તમારી કારને માન્ય ઇન્સ્યોરન્સ પૉલિસી વિના લઈ જવી એ એક મોટું જોખમ છે, તેથી આ બધાને ટાળવા માટે સમય પહેલાં તમારી પૉલિસી રિન્યૂ કરવાની ખાતરી કરો.
નો ક્લેઇમ બોનસ - જો તમારી પાસે એક પણ ક્લેઇમ કર્યા વિનાનું વર્ષ હોય, તો તમને તમારા ઇન્સ્યોરર તરફથી નો ક્લેઇમ બોનસ ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટની રકમને તમારા દ્વારા ચૂકવવામાં આવનાર કુલ પ્રીમિયમમાંથી બાદ કરવામાં આવે છે. હવે અહીં આ કેક પરની ચેરી એ છે કે, જો તમે તમારા ઇન્સ્યોરરને બદલવાની યોજના ઘડી રહ્યાં હોવ તો આ બોનસ નવી ઇન્સ્યોરન્સ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવશે.
પગલું 1 - તમારા વાહનની મેક, મોડલ, વેરિઅન્ટ, રજીસ્ટ્રેશનની તારીખ અને તમે જે શહેરમાં ડ્રાઇવ કરો છો તે શહેર, જેવી વિગતો દાખલ કરો. 'ક્વોટ મેળવો' બટન દબાવો અને તમારી પસંદગીના પ્લાનને પસંદ કરો
પગલું 2 - ફક્ત થર્ડ-પાર્ટીની જવાબદારી અથવા સ્ટાન્ડર્ડ પેકેજ (કોમ્પ્રીહેન્સિવ ઇન્સ્યોરન્સ) વચ્ચે પસંદ કરો.
પગલું 3 - અમને તમારી પાછલી ઇન્સ્યોરન્સ પૉલિસી વિશે વિગતો આપો- સમાપ્તિની તારીખ, ગયા વર્ષે કરવામાં આવેલ ક્લેઇમ, મેળવેલું નો ક્લેઇમ બોનસ
પગલું 4 - તમને તમારા પ્રીમિયમ માટે ક્વોટ મળશે. જો તમે સ્ટાન્ડર્ડ પ્લાન પસંદ કર્યો હોય તો તમે એડ-ઑન પસંદ કરીને, IDV સેટ કરીને અને તમારી પાસે CNG કાર છે કે નહીં તેની પુષ્ટિ કરીને તેને વધુ કસ્ટમાઇઝ કરી શકો છો. તમે આગલા પૃષ્ઠ પર અંતિમ પ્રીમિયમ જોશો.
તમારી કાર માટે નવી કાર ઇન્સ્યોરન્સ પૉલિસી માટે આ વખતે ડિજિટને અજમાવવાનું વિચારી રહ્યાં છો? જાણો અમને બધાંથી અલગ શું બનાવે છે...