મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા કાર ઇન્સ્યોરન્સ
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
મારુતિ સુઝુકી તેની અફોર્ડેબલ કાર સેગમેન્ટ માટે જાણીતી છે. તેના પોર્ટફોલિયોમાં વિવિધ સેડાન અને હેચબેક વિકલ્પોનો સમાવેશ થાય છે. વિટારા બ્રેઝા ભારતમાં બજેટ-ઓરિએન્ટેડ માર્કેટ માટે કંપનીની ટોચની એસયુવીમાંની એક છે.
1462cc એન્જિન દ્વારા સંચાલિત, આ SUV દેખાવમાં અત્યંત સ્ટાઇલિશ હોવાની સાથે રસ્તા પર પ્રભાવશાળી પ્રદર્શનની ખાતરી આપે છે. તેના ઘણા અદ્યતન ફીચર્સ અને વિશિષ્ટતાઓને લીધે વિટારા બ્રેઝાએ 2018 ટેક અને ઓટો એવોર્ડ્સ. ખાતે 'SUV/MPV ઓફ ધ યર' સહિત અસંખ્ય એવોર્ડ મેળવ્યા છે. આમ કોઈ શંકા નથી કે આ શાનદાર દૈનિક મુસાફરી માટે યોગ્ય સ્ટાઈલિશ ક્વોલિટીસભર SUV વ્હિકલ છે.
તેમ છતાં અન્ય કોઈપણ કારની જેમ તમારે વાહનને આકસ્મિક નુકસાન પછી ઝડપી રિપેરિંગ શરૂ કરવા માટે શ્રેષ્ઠ મારુતિ વિટારા બ્રેઝા કાર ઇન્સ્યોરન્સ પોલિસીનો લાભ લેવો આવશ્યક છે. તમારી ઇચ્છા અનુસારની નાણાકીય સુરક્ષાની મર્યાદાના આધારે થર્ડ-પાર્ટી લાયાબિલિટી પોલિસી અથવા કોમ્પ્રિહેન્સિવ પોલિસીમાંથી એક પસંદ કરી શકો છો.
થર્ડ-પાર્ટી લાયાબિલિટી પોલિસી - તેનું નામ સૂચવે છે તે જ મુજબ ફક્ત તમારી કારને સંડોવતા અકસ્માતમાં નુકસાન પામેલા ત્રાહિત પક્ષકાર એટલેકે થર્ડ-પાર્ટી પ્રત્યેની તમારી નાણાકીય જવાબદારી પૂરી કરે છે.
જોકે, તમે તમારી પોતાની કારના નુકસાન માટે કોઈપણ નાણાકીય સહાય માટે ક્લેમ કરી શકતા નથી. તેના માટે તમારે કોમ્પ્રિહેન્સિવ મારુતિ વિટારા બ્રેઝા કાર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવાની જરૂર પડશે. આ પોલિસી હેઠળ ઇન્સ્યોરન્સ કંપનીઓ થર્ડ-પાર્ટીની જવાબદારીની જરૂરિયાતો પૂરી કરવા સાથે તમારા પોતાના નુકસાનનું પણ વળતર આપે છે.
આ સંદર્ભે, એ નોંધવું અગત્યનું છે કે 1988ના મોટર વ્હિકલ એક્ટ હેઠળ ભારતીય માર્ગો પર ચાલતા તમામ વાહનો માટે થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી ફરજિયાત છે. જો તમે આ કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ થશો તો તમારે રૂ.2000 (પુનરાવર્તિત અપરાધીઓ માટે રૂ.4000)નો દંડ ચૂકવવો પડી શકે છે તેથી પ્રશ્ન એ નથી કે તમારે કાર ઇન્સ્યોરન્સ પોલિસી લેવી જોઈએ કે નહીં પરંતુ તમારે તેને કઈ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ખરીદવી જોઈએ તે મોટો સવાલ હોઈ શકે છે.
ડિજિટ આજે ભારતમાં સૌથી વધુ જાણીતા મોટર ઇન્સ્યોરન્સ પ્રદાતાઓમાંનું એક છે. તેની પોલિસી વિશેષતાઓ અને લાભો વિશે વધુ જાણવા માટે આગળ વાંચતા રહો.
રજિસ્ટ્રેશન તારીખ |
પ્રીમિયમ (માત્ર પોતાના નુકસાન(Own Damage) પોલિસી માટે) |
ઓગસ્ટ-2019 |
2,315 |
ઓગસ્ટ-2018 |
2,198 |
ઓગસ્ટ-2017 |
2,028 |
**ડિસ્કલેમર/અસ્વીકરણ - પ્રીમિયમની ગણતરી મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા LXI BSVI પેટ્રોલ માટે કરવામાં આવે છે. 1462 GST બાકાત.
શહેર - મુંબઈ, વાહન રજિસ્ટ્રેશનનો મહિનો – ઓગસ્ટ, NCB - 50%, કોઈ એડ-ઓન્સ નથી, પોલિસી સમાપ્ત થઈ નથી, અને IDV- સૌથી નીચો ઉપલબ્ધ. પ્રીમિયમની ગણતરી ઓગસ્ટ-2020માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ ચકાસો.
અમે અમારા ગ્રાહકો સાથે વીઆઇપી જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
આગ લાગવાના કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
થર્ડ-પાર્ટીના વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ-પાર્ટીની સંપત્તિને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ એક્સીડેન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને થયેલ ઇજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
તમારી કારની ચોરી |
×
|
✔
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
×
|
✔
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
તમે અમારો કાર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો ત્યાર બાદ, તમે ચિંતામુક્ત થઈ જાવ કારણકે અમારી પાસે ૩ સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેઇમ પ્રોસેસ છે!
1800-258-5956 પર ફક્ત કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી
તમારા રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર સેલ્ફ-ઇન્સ્પેક્શન કરવા માટે લિન્ક મેળવો. તમારા વાહનને થયેલી ક્ષતિને તમારા સ્માર્ટ ફોનમાં આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્વારા શુટ કરો.
તમારી ઈચ્છા મુજબ રીપેરની રીત પસંદ કરો એટલે કે નેટવર્ક ગેરેજ દ્વારા રીમ્બર્સમેંટ અથવા કેશલેસ.
તમારા મગજમાં આવતો આ પ્રથમ પ્રશ્ન છે જ્યારે તમે ઈન્સ્યોરન્સ કંપની બદલો છો. સરસ કે તમે તે કરી રહ્યા છો!
ડિજિટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો
તમે ભલે મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા કારનો ઇન્સ્યોરન્સ રિન્યૂ કરવા માંગતા હોવ અથવા નવો ખરીદો, ઇન્સ્યોરન્સ પ્રદાતા તરીકે પ્રથમ નામ ડિજિટનું તમારા મનમાં આવવું જ જોઈએ.
અમે પોલિસીધારકોનું જીવન સરળ બનાવવા માટે કેટલીક સૌથી ઉપયોગી ફીચર્સ પ્રદાન કરીએ છીએ. અમારી કેટલીક લોકપ્રિય ફેસિલિટીઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
● Doorstep Car Pick Up and Drop Facility - ડોરસ્ટેપ કાર પિક અપ અને ડ્રોપ ફેસિલિટી - કેશલેસ રિપેર ઓફર કરવા ઉપરાંત, નેટવર્ક ગેરેજ પોલિસીધારકોને ક્ષતિગ્રસ્ત કારને તેમના ઘરેથી પિક-અપની ફેસિલિટી પણ આપે છે. આવા કિસ્સામાં ગેરેજ કર્મચારી વાહનને લઈ સંબંધિત સર્વિસ સેન્ટરમાં લઈ જશે, નુકસાનું રિપેરિંગ કરશે અને કારને ફરી તમારા ઘરે પાછી મૂકી જશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, તમારી કારનું રિપેરિંગ ચાલુ હોય ત્યારે પણ તમારે જાતે ગેરેજની મુલાકાત લેવાની જરૂર નથી.
● Several Add-On Options - કેટલાક એડ-ઓન વિકલ્પો - એડ-ઓન સ્ટેન્ડઅલોન ઇન્સ્યોરન્સ પોલિસી નથી. તે અમારી વિવિધ મારુતિ વિટારા બ્રેઝા કાર ઇન્સ્યોરન્સ પોલિસી સાથે ભેળવીને સુરક્ષાને વધારે છે. તમારી ઇન્સ્યોરન્સ પોલિસીને તમારી જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરવા માટે ડિજિટ એક કે બે નહીં પરંતુ સાત અત્યંત ઉપયોગી એડ-ઓન ઑફર કરે છે. દાખલા તરીકે, એન્જિન પ્રોટેક્શન એડ-ઓન ઇન્સ્યોર ધરાવતા વાહનના એન્જિન માટે ઇલેક્ટ્રિકલ અને લિક્વિડ ડેમેજ સામે કવરેજ આપે છે. આ કવરેજ સામાન્ય પોલિસીના અવકાશની બહાર આવેલું છે. અન્ય એડ-ઓન વિકલ્પોમાં ઝીરો ડેપ્રિસિયેશન કવર , રોડસાઇડ આસિસ્ટન્સ, પેસેન્જર કવર , કન્ઝયુમેબલ કવર અને વધુનો સમાવેશ થાય છે. તમારી ડ્રાઇવિંગ સ્ટાઈલ સામે તમને જે જરૂરી લાગે તે પસંદ કરવા માટે નિઃસંકોચપણે તમે મુક્ત છો.
● 24x7 Customer Service - 24x7 કસ્ટમર સર્વિસ - તમને નાતાલના દિવસે અથવા પ્રજાસત્તાક દિવસે અકસ્માતનો સામનો કરવો પડી શકે છે. જો આવું થાય તો ચિંતા કરશો નહીં. ડિજિટની કસ્ટમર સર્વિસ ટીમ તમારા કોલ્સ લેવા માટે હંમેશા તૈયાર અને ઉપલબ્ધ છે. તમે ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો, પછી ભલે તે રાત્રે ત્રણ વાગ્યે હોય. અમારી ટીમના સભ્યો મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા કારના ઇન્સ્યોરન્સ રિન્યૂઅલ, ખરીદી અથવા ક્લેમ સંબંધિત કોઈપણ પ્રશ્નો અથવા ચિંતાઓનું ઝડપી નિરાકરણ લાવવા માટે હરહંમેશ સેવામાં હાજર છે.
જો તમે હજુ પણ ડરતા હોવ કે શા માટે ડિજિટની ઇન્સ્યોરન્સ પોલિસી અજમાવી જોઈએ? તો તમે આ પ્રકારની અનેક વિશેષતાઓ અને ફાયદાઓને જોશો અને તે તમને જરૂર પડે ત્યારે નાણાકીય મદદ મેળવવામાં મદદ કરશે.
ડ્રાઇવિંગનો આનંદ માણો પણ સલામત ડ્રાઇવ કરો!
આ પાવર-પેક્ડ SUV એક એવી એસેટ છે, જેને તમે સુરક્ષિત કરવા માંગો છો. કાર ઇન્સ્યોરન્સ તમારી નવી કાર અને તમારા ખિસ્સા બંને માટે મહત્વપૂર્ણ છે. કાર ઇન્સ્યોરન્સ લેવાના ફાયદા નીચે વર્ણવ્યા છે :
આ આહલાદક સ્ટાઈલિશ કાર તમારો શ્વાસ થંભાવી દેશે. આ બોલ્ડ, ગ્લેમરસ, બ્રિલિયન્ટ અને સ્ટાઇલિશ કાર એવા તમામ લોકો માટે છે જેઓ લુક, સ્ટાઇલ અને ફીચર્સ પ્રત્યે સભાન છે. આ સિવાય તેનું શાર્પ કટિંગ એજ એક્સિટિરિયર અને સ્માર્ટ, ફ્રેન્ડલી, ડેશિંગ ઈન્ટિરિયર મન મોહી જશે.
હવે આશ્ચર્ય પમાડી વાત એ છે કે તે સૌથી ઝડપી કોમ્પેક્ટ SUV પૈકીની એક છે અને 2017-18 માટે તેની કેટેગરીમાં લગભગ તમામ એવોર્ડ જીતી હતી. તેમાં ભારતીય કાર ઓફ ધ યર 2017 એવોર્ડ પણ શામેલ છે અને એક જ વર્ષમાં આ કારે 28 એવોર્ડ મેળવીને રેકોર્ડ તોડ્યા હતા.
મારુતિ સુઝુકી વોટારા બ્રેઝા પ્રથમ કોમ્પેક્ટ SUV છે, જેમાં ક્રુઝ કંટ્રોલ સાથેની સરળ ડ્રાઇવિંગ ફેસિલિટી, ડ્યુઅલ-ટોન ફ્લોટિંગ રૂફ, સ્પોર્ટી બોલ્ડ મસ્ક્યુલર ડિઝાઇન, ફ્લેટબેડ માટે ફ્લિપ ફોલ્ડ રેર સીટો જેવી ઉત્તમ સુવિધાઓ છે; આ ઉપરાંત એસયુવી ફ્રન્ટ ડિઝાઇન અને ડેશિંગ ઇન્ટિરિયર કોઈને પણ પ્રભાવિત કરવામાં નિષ્ફળ નહિ જાય. વિટારા બ્રેઝા ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: LDI, VDI, ZDI અને ZDI+. DDis 200 એન્જિન સાથે, આ કાર 24.3 કિમીની શાનદાર માઈલેજ આપે છે.
આ કાર ઓટો ગિયર શિફ્ટ ટેક્નોલોજી અને સ્માર્ટપ્લે ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવી કેટલીક અદ્યતન ટેક્નોલોજિકલ ફીચર્સથી ભરપૂર છે. માત્ર આટલું જ નહિ તમારી સેફ્ટી માટે, આ કારમાં ડ્યુઅલ એરબેગ, લેમ્પ બઝર સાથે સીટ બેલ્ટ રિમાઇન્ડર, હાઇ-સ્પીડ વોર્નિંગ એલર્ડ જેવી ફેસિલિટી પણ છે.
વિટારા બ્રેઝા સ્ટાઇલ, કમ્ફર્ટ, સેફ્ટી અને પરફોર્મન્સનું અજોડ સંયોજન છે. એસયુવી સ્ટાન્ડર્ડ સાથે 24.3 kmplની ઉંચી ક્લેમ સાથે વિટારા બ્રેઝા લોકોમાં ખાસ કરીને યુવા ખરીદદારોમાં લોકપ્રિય છે. આ કાર માત્ર વીકેન્ડ ડ્રાઈવ માટે નહિ પરંતુ ડેઈલી ડ્રાઈવ માટે છે. બ્રેઝા એક ફેમિલી કાર છે, તેનો ઉપયોગ તમારા રોજિંદા સફર માટે કરો અથવા લાંબા સમયથી રાહ જોવાતી ફેમિલી રોડ ટ્રિપ માટે જાઓ!
ચકાસો : મારુતિ કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો
વેરિયન્ટ્સ |
એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે) |
LDi 1248 cc, મેન્યુઅલ, ડીઝલ | રૂ.7.67 લાખ |
VDi 1248 cc, મેન્યુઅલ, ડીઝલ | રૂ.8.19 લાખ |
VDi AMT 1248 cc, ઓટોમેટિક, ડીઝલ | રૂ.8.69 લાખ |
ZDi 1248 cc, મેન્યુઅલ, ડીઝલ | રૂ.8.97 લાખ |
ZDi AMT 1248 cc, ઓટોમેટિક, ડીઝલ | રૂ.9.47 લાખ |
ZDi Plus 1248 cc, મેન્યુઅલ, ડીઝલ | રૂ.9.92 લાખ |
ZDi Plus ડ્યુઅલ ટોન 1248 cc, મેન્યુઅલ, ડીઝલ | રૂ.10.08 લાખ |
ZDi Plus AMT 1248 cc, ઓટોમેટિક, ડીઝલ | રૂ.10.42 લાખ |
ZDi Plus AMT ડ્યુઅલ ટોન 1248 સીસી, ઓટોમેટિક, ડીઝલ | રૂ.10.64 લાખ |